Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Amitabh Bachchan બન્યા આ ચીની સ્માર્ટફોન કંપનીનાં બ્રાંડ એમ્બેસેડર

$
0
0

OnePlus Ropes in Amitabh Bachchan as New Brand Ambassador

Amitabh Bachchan બન્યા OnePlus નાં બ્રાંડ એમ્બેસેડર

OnePlus Ropes in Amitabh Bachchan as New Brand Ambassador

ચીની સ્માર્ટફોન મેકર OnePlus એ Amitabh Bachchan ને ભારતનાં બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે. ભારતમાં OnePlus ના સ્માર્ટફોન ઘણા જ પોપ્યુલર છે અને તેના વેચાણમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલમાં જ કંપનીએ OnePlus 3T લોન્ચ કર્યો છે, જેનું બહોળાં પ્રમાણમાં વેચાણ થયું છે.

કંપનીનાં એક નિવેદન મુજબ, 'અમિતાભ બચ્ચન ન માત્ર એક સારા અને પ્રશંસા મેળવનાર એક્ટર છે. પરંતુ તે એવી વ્યક્તિ છે, જેના પર વિશ્વાસ કરી શકાય છે. એવો જ અમારો લેટેસ્ટ ફ્લેગશિપ OnePlus 3T છે, જેને એમેઝોન ઇન્ડીયા તરફથી કન્ઝયૂમર રેટિંગનાં આધારે પર બેસ્ટ સ્માર્ટફોન જણાવ્યો છે. અહિયાં OnePlus કંપની લોકોનાં પ્રેમ અને વિશ્વાસને દર્શાવે છે.

અમિતાભ બચ્ચન બન્યા OnePlus નાં બ્રાંડ એમ્બેસેડર

OnePlus Ropes in Amitabh Bachchan as New Brand Ambassador

અમિતાભ બચ્ચનને પોતાના નવા બ્રાંડ એમ્બેસેડર બનાવવા વિશે વાત કરતા OnePlus નાં ફાઉન્ડર અને સીઈઓ પીટ લાઉએ કહ્યું છે, 'અમે ભારતમાં અમિતાભ બચ્ચનને પોતાના બ્રાંડનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમનું સ્વાગત કરે છે. જેમ કે, અમારી બ્રાંડ એક નવા લેવલ પર પહોંચી ગઈ છે હવે અમારું લક્ષ્ય દરેક દિવસને શ્રેષ્ઠ બનાવવાનો છે. અમિતાભ બચ્ચન સાથે આમારા જોડાણ બાદ ઇન્ડિયામાં અમારી બ્રાંડમાં નવા ગ્રાહકો જોડાશે.

અમિતાભ બચ્ચન બન્યા OnePlus નાં બ્રાંડ એમ્બેસેડરOnePlus Ropes in Amitabh Bachchan as  New Brand Ambassador3

 

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને આ મોકા પર કહ્યું છે કે, 'મને ભારતમાં આવી ટેકનોલોજી બ્રાંડ સાથે જોડાઈને ઘણી ખુશી થઇ રહી છે. OnePlus એક એવી દમદાર ટેકનોલોજી છે, જે પોતાની પ્રીમીયમ ક્વોલિટી અને ક્રાફ્ટ્સમેનશિપ માટે જાણવામાં આવે છે. OnePlus નાં યુઝર તરીકે હું આ બ્રાંડનું ભારતમાં પ્રતિનિધિત્વ કરવાને લઈને ઘણો જ ખુશ છું. OnePlus બ્રાંડ લેગેસીને આગળ લઇ જવા માટે તેના જોશીલા ફેંસ સાથે જોડાઈને હું ખુશ છું.

The post Amitabh Bachchan બન્યા આ ચીની સ્માર્ટફોન કંપનીનાં બ્રાંડ એમ્બેસેડર appeared first on Vishva Gujarat.


ફિલ્મ ‘સરબજીત’માટે Aishwarya Rai ને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ

$
0
0

Aishwarya Rai Bachchan wins best actress award for 'Sarbjit'

ગયા વર્ષે આવેલ ફિલ્મ 'સરબજીત' બોક્સ ઓફીસ પર વધારે કમાલ કરી શકી હતી નહિ. પરંતુ રણદીપ હુડ્ડા અને એશ્વર્યા રાયની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં Aishwarya Rai સરબજીતની બહેનના રોલમાં હતી. આપણા દેશના એવોર્ડ શો માં ભલે સરબજીત કમાલ કરી શકી નહિ પરંતુ વિદેશોમાં આ ફિલ્મ ઘણા એવોર્ડ પોતાના નામ કરી રહી છે. જી હાં, તાજેતરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં આ એક્ટ્રેસે એવોર્ડ જીત્યો છે.

ફિલ્મમાં એશ્વર્યા રાયની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા પરંતુ બોક્સ ઓફીસ પર આ ફિલ્મ વધારે કમાલ કરી શકી નહિ. ફિલ્મમાં પોતાની અદાયગી માટે દર્શકોથી લઈને બોલિવુડ સ્ટાર્સથી પ્રશંસા મેળવી રહેલ રણદીપ હુડ્ડાનું ચાર્મ પણ પર્યાપ્ત દર્શકોને સિનેમા ઘર સુધી ખેંચવામાં ફીકું રહ્યું હતું. એશ્વર્યા રાયની સરબજીત સિવાય ગયા વર્ષે એ દિલ હે મુશ્કિલ પણ આવી હતી જેમાં એશ્વર્યાને વધારે પસંદ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ઓમંગ કુમાર દ્ધારા નિર્દેશિત ફિલ્મ 'સરબજીત' ભારતીય ખેડૂત સરબજીત સિંહના જીવન પર આધારિત છે. સરબજીત સિંહની સ્ટોરી તેની બહેન દલબીર કૌર દ્વારા બતાવવામાં આવી છે. સરબજીત સિંહને વર્ષ ૧૯૯૧માં પાકિસ્તાની કોર્ટે આતંકવાદી અને દેશમાં ઘુસપેઠ કરવાના આરોપમાં મોતની સજા આપી હતી. ત્યારબાદ તેની બહેને જ સરબજીત સિંહને પાછા લાવવા માટે પ્રયત્ન કર્યો. પરંતુ સફળ ના રહી. સરબજીત સિંહ પર પાકિસ્તાની જેલમાં અટેક થયો હતો, જેના કારણથી તેમનું મોત થયું અને મૃત્યુ પછી તેમના પાર્થિવ દેહને ભારત લાવવા તેને બહેન દલબીર કૌરના સંઘર્ષે પૂરા દેશને હચમચાવી મુક્યો હતો.

The post ફિલ્મ ‘સરબજીત’ માટે Aishwarya Rai ને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ appeared first on Vishva Gujarat.

Vidya Balan ની ફિલ્મ ‘બેગમ જાન’નું ફર્સ્ટ લૂક આવ્યું સામે

$
0
0

Vidya Balan starrer Film Begum Jaan first poster Out

બોલિવુડ એક્ટ્રેસ Vidya Balan ની અપકમિંગ ફિલ્મ 'બેગમ જાન' નું પોસ્ટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા જ રીલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં વિદ્યા બાલન ઘણા દમદાર અને બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. આ બોલ્ડનેસની સાથે જ વિદ્યા બાલનના આ પોસ્ટરે બધાનું ધ્યાન દોર્યું છે તેની બે લાઈનોએ. આ પોસ્ટર પર લખ્યું છે, મેરા શરીર. મેરા ઘર. મેરા દેશ. મેરે નિયમ.'

'બેગમ જાન' વર્ષ ૨૦૧૫ માં આવેલ બંગાળી ફિલ્મ 'રાજકહીની' ની સ્ટોરી પર આધારિત
'બેગમ જાન' વર્ષ ૨૦૧૫ માં આવેલ બંગાળી ફિલ્મ 'રાજકહીની' ની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી આઝાદી પહેલા થયેલ દેશના વિભાજન સમયની છે. તમને જણાવી દઈએ કે,આ ફિલ્મમાં ઈલા અરુણ, ગોહર ખાન, પલ્લવી શારદા અને રજીતા કપૂર સહિત ૧૧ એક્ટ્રેસીસ નજર આવશે. વિદ્યા બાલન આ ફિલ્મમાં ૧૯૪૭ માં ભારત વિભાજનના સમયના એક વેશ્યાગૃહની મેડમ તરીકે નજર આવશે. બેગમ જાનનું નિર્દેશન નેશનલ એવોર્ડ જીતી ચૂકેલ ફિલ્મમેકર મુખર્જી કરી રહ્યા છે અને આ શ્રીજીતની પ્રથમ હિંદી ફિલ્મ છે. ફિલ્મના બંગાળી વર્ઝનને પણ શ્રીજીતે ડિરેકટ કર્યું હતું.

બેગમ જાન ૧૪ એપ્રિલે થશે રીલીઝ 
જો પોસ્ટરની વાત કરવામાં આવે તો રેડ શેડના ઘાઘરા અને ચોલીમાં વિદ્યા બાલનના હાથમાં હુક્કો લીધેલ નજર આવી રહી છે. આ ફિલ્મને ફિલ્મમેકર મહેશ ભટ્ટ અને વિશેષ ભટ્ટ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૪ એપ્રિલે રીલીઝ થશે.

The post Vidya Balan ની ફિલ્મ ‘બેગમ જાન’ નું ફર્સ્ટ લૂક આવ્યું સામે appeared first on Vishva Gujarat.

બાર્બી ફોટોશૂટ બાદ Nitibha Kaul એ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

બીગ બોસ-૧૦ ની સ્પર્ધક નિતીભા કૌલ આ દિવસોમાં મોડલીંગ તરફ પગલું ભરી રહી છે તે તો બધા જાણે છે. થોડા દિવસો અગાઉ તેમને ‘માઈન એન યોર્સ વેડિંગ શો’ ના સાથે મોડલિંગ અસાઇન્મેન્ટ સાઈન કરી શૂટ કરાવ્યા પહેલા ફોટોશૂટની ફોટોસ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

તાજેતરમાં નિતીભા કૌલે એક વધુ નવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની એક ઝલક તેમને સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિતીભા કૌલ આ ફોટોમાં બ્લેક ડ્રેસમાં ખુબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો નિતીભા કૌલે પિંક ફ્લોરલ ડ્રેસમાં બાર્બી ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે તદ્દન ડોલની જેમ બ્યુટીફિલ જોવા મળી હતી. નિતીભા કૌલે પોતાના પહેલા ફોટોશૂટની ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, ‘ગુગલ ગર્લ’ Nitibha Kaul ટીવી રિયાલીટી શો ‘બીગ બોસ-૧૦’ માં એક સામાન્ય સ્પર્ધક તરીકે જોવા મળી હતી. બીગ બોસ-૧૦ નાં વિજેતા મનવીર ગુજ્જરને તેમની સાથે સ્ટાર પ્લસના પ્રખ્યાત ડાન્સિંગ રિયાલીટી શો ‘નચ બલીયે’ ની આગામી સિઝનમાં જોડી તરીકે ભાગ લેવા માટે સંપર્ક સાધ્યો હતો. ગુલાબી રંગના આ ડ્રેસમાં નિતીભા કૌલ એક ડોલની જેમ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં નિતીભા દિલ્હીમાં થનાર ઘણા ઇવેન્ટમાં જજના રૂપમાં જોવા મળી રહી છે.

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

નિતીભા કૌલ ઘણા બધા શોમાં પણ હાજર રહી છે જેમાં તેણે પોતાના ગીતોથી લોકોને જકડી રાખ્યા હતા. નિતીભા કૌલ હવે એક મોડલ બની ગઈ છે અને ‘માઈન એન યુર વેડિંગ શો’ નામની પ્રખ્યાત બ્રાંડ સાથે પોતાના પ્રથમ કામની શરૂઆત કરી ચુકી છે. જુઓ આગળ વધુ ફોટોસ....

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

બાર્બી ફોટોશૂટ બાદ નિતીભાએ કરાવ્યું હોટ ફોટોશૂટ

The post બાર્બી ફોટોશૂટ બાદ Nitibha Kaul એ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચી Anushka Sharma

$
0
0

ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચી Anushka Sharma 

Anushka Sharma promotes Phillauri on The Kapil Sharma Show

એક્ટ્રેસ અને પ્રોડ્યુસર Anushka Sharma તેની અપકમિંગ ફિલ્મ 'ફિલૌરી' ના પ્રમોશન માટે કોમેડીના બાદશાહ કપિલ શર્માના શોના સેટ પર પહોચી હતી. 

ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચી Anushka Sharma 

અનુષ્કા શર્માની સાથે કપિલની ટીમે ખૂબ મસ્તી કરી હતી. અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ 'ફિલ્લૌરી' ટ્રેલરની સાથે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચી અનુષ્કા શર્મા

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા સ્ટારર 'ફિલ્લૌરી' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અનુષ્કાએ ટ્વીટર પર ફિલ્મના ટ્રેલરની લિંક શેર કરી હતી.

ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચી અનુષ્કા શર્મા

ફિલ્મ 'ફિલ્લૌરી' માં અનુષ્કા શર્મા એકદમ નવા અંદાજ અને નવા રોલમાં નજર આવી રહી છે. આ રોલમાં અનુષ્કાને જોવાની તમે કલ્પના પણ કરી હશે નહિ.

ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચી અનુષ્કા શર્મા

જી હાં, ટ્રેલરમાં અનુષ્કા શર્મા એક ભૂતનો રોલ પ્લે કરી રહી છે, જેની અંતિમ ઈચ્છા પૂર્ણ થઇ શકી નથી અને હજુ પણ ભટકી રહી છે અને જે ફક્ત હીરો (સૂરજ શર્મા) ને જ દેખાય છે. તમને જણાવી દઈએ કે, એક્ટર સૂરજ અગાઉ 'લાઈફ ઓફ પાઈ' ફિલ્મમાં નજર આવ્યો હતો.

ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચી અનુષ્કા શર્મા

જો કે, 'ફિલ્લૌરી' એક લવ સ્ટોરી છે, જેમાં અનુષ્કા શર્માની સાથે અભિનેતા દિલજીત દોસાંજ, સૂરજ શર્મા સિવાય મેહરીન કૌર પણ છે.

ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચી અનુષ્કા શર્મા

અનુષ્કાનું ભૂત એક ગોલ્ડન લહેંગામાં નજર આવી રહ્યું છે. આ પંજાબનો એક પારંપરિક ડ્રેસ છે. ફિલ્લૌરીનું મોટાભાગનું શૂટિંગ પંજાબમાં થયું છે. આ ફિલ્મ માર્ચ ૨૦૧૭ માં થિયેટરમાં રિલીઝ થશે.

The post ધ કપિલ શર્મા શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોચી Anushka Sharma appeared first on Vishva Gujarat.

ઇન્તઝાર ખતમ! આ દિવસે રીલીઝ થશે ‘Baahubali ૨’નું ટ્રેલર

$
0
0

Baahubali The Conclusion trailer to launch at a grand event

દર્શકોનો ઈંતઝાર લાગે છે હવે ખતમ થવાનો છે. 'Baahubali: The Conclusion' નું ટ્રેલર લોન્ચ કરવા માટે ફિલ્મના નિર્માતાઓએ મુંબઈમાં એક ભવ્ય આયોજન કરવાની યોજના બનાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ આયોજન ૧૫ માર્ચે આયોજિત થશે જેમાં નિર્દેશક રાજામૌલી સહિત 'બાહુબલી' ના તમામ એક્ટર્સ- પ્રભાસ, તમન્ના, અનુષ્કા શેટ્ટી અને રાણા દગ્ગુબત્તી સામેલ થશે. જો કે, નિર્માતાઓએ હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

રાજામૌલીએ જણાવ્યું હતું કે, તે કેમ ટ્રેલરની રીલીઝ ડેટનો ખુલાસો કેમ નથી કરી રહ્યા. તેમણે કહ્યું કે, બાહુબલી ૨ નું ટ્રેલર રીલીઝ કરવા માટે એક પ્રેક્ટીકલ પ્રોબલેમ છે. અમે ટ્રેલરને કટ કરી દીધો હતો પરંતુ બીજા શોટ્સ માટે અમારે રાહ જોવી પડશે. જો કે, તેમણે એવું પણ કહ્યું છે કે, ફિલ્મના ટ્રેલરને નિશ્ચિત રૂપે માર્ચના બીજા અઠવાડિયા સુધી રીલીઝ કરવામાં આવશે. નિર્માતાઓએ હજુ સુધી ફક્ત ચાર પોસ્ટર જારી કર્યા છે.

બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે. બાહુબલી ૨ ની રીલીઝ ડેટ ૨૮ એપ્રિલ છે. આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

The post ઇન્તઝાર ખતમ! આ દિવસે રીલીઝ થશે ‘Baahubali ૨’ નું ટ્રેલર appeared first on Vishva Gujarat.

‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’પછી આ કામમાં વ્યસ્ત છે Hina Khan

$
0
0

Hina Khan dancing her heart out is the best thing you will see today

ટીવી સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ને અલવિદા કહી દીધા પછી Hina Khan ના ફેંસ તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. પરંતુ હવે હિના ખાનના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. તમને જણાવી દઈએ કે, અક્ષરા એટલે કે હિના ખાન અત્યારે બધુ છોડી ડાંસ કરવામાં વ્યસ્ત છે. જી હાં, હિના ખાને તેના ડાંસનો વિડીયો ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, હિના ખાને તેના રિયલ લાઈફ બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે. હિના ખાને જણાવ્યું કે, તેની લાઈફમાં કોઈ છે જે તેના માટે વધારે સ્પેશિયલ છે. હિના ખાને તેના બોયફેન્ડ રોકી જયસ્વાલ વિશે જણાવતા કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, રોકી મારા માટે ખાસ છે. અમે બહુ સારા ફ્રેન્ડ છીએ. આ સમયે હું મારી અંગત જિંદગી વિશે કંઈ કહેવા માંગતી નથી.

જ્યારે હિનાએ તેના મેરેજ વિશે ખુલાસો કર્યો છે કે, તે હજુ ત્રણ વર્ષ સુધી મેરેજ કરવાની નથી. જો કે, હિનાએ હજુ સુધી રોકી સાથેના રિલેશનશિપ પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેમના મેરેજની ચર્ચા ફેલાતી જઈ રહી છે. થોડા સમય પહેલા હીના ખાનનું નામ આ જ શોના ડાયરેક્ટર નીરજ બલીયાન સાથે જોડાયું હતું. પરંતુ, આ વાતોને હિનાએ માત્ર એક અફવા જણાવી હતી. ત્યારબાદ અત્યારે હીનાનું નામ આ જ શોના એસપી જયવંત જેસવાલ ઉર્ફે 'રોકી' સાથે ચર્ચાઈ રહ્યું છે અને એવા પણ સમાચાર છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

The post ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ પછી આ કામમાં વ્યસ્ત છે Hina Khan appeared first on Vishva Gujarat.

ટેલીવિઝનની આ અભિનેત્રીઓ છે Single Mothers

$
0
0

Single Television Mothers Who Did Not Need A Man To Succeed In Life

ટેલીવિઝનની સિંગલ મધર

tv

સિંગલ પેરેન્ટ હોવું સરળ વાત નથી પરંતુ ટેલિવિઝનના કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે પોતાનો રોલ બહુ સારી રીતે પ્લે કર્યો છે. ટેલીવિઝનની સફળ અને ફેમસ એક્ટ્રેસીસ તેમના બાળકોનું એકલા પાલન-પોષણ કરવાના આ પડકારને ખૂબ સારી રીતે પૂર્ણ કર્યો છે. તો આજે અમે તમને જણાવીશું ટેલીવિઝનની કેટલીક સિંગલ મધર્સ વિશે...

નીના ગુપ્તા

Neena

નીના ગુપ્તાને જોઈ પણ ઘણી માતાઓને તેમની પર નાઝ થશે. પુત્રી મસાબા ગુપ્તાને પોતાની પરવરીશથી તેમને તે કાબિલ બનાવ્યા કે, તેઓ આજે એક લોકપ્રિય અને સફળ ફેશન ડિઝાઈનર છે.

ઉર્વશી ધોળકીયા

Urvashi Dholakia

ટેલીવિઝનની લોકપ્રિય ખલનાયિકા ઉર્વશીએ ૧૬ વર્ષની ઉંમરમાં મેરેજ કર્યા હતા અને ૧૭ વર્ષની ઉંમરમાં તેણે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. મેરેજના ડોઢ વર્ષ પછી તલાક લીધા અને ત્યારથી અત્યાર સુધી એકલી તેના બાળકોનું પાલનપોષણ કરી રહી છે.

કામ્યા પંજાબી

Kamya Punjabi

કામ્યા પંજાબીને તેના પતિ સાથે તલાક લીધા પછી તેની દુનિયા તેની પુત્રી સારા છે.

પૂજા બેદી

Pooja Bedi

ફરહાન ફર્નીચરવાલા સાથે તલાક લીધા પછી પૂજા બેદી એકલી તેમના બાળકોનું પાલનપોષણ કરી રહી છે.

દીપશિખા નાગપાલ

Deepshika

દીપશિખા નાગપાલ તલાક પછી એકલી તેમના બંને બાળકોનું ધ્યાન રાખી રહી છે.

તનાઝ ઈરાની

tanaz

જી હાં, બખ્તિયાર તનાઝના બીજા પતિ છે પરંતુ મેરેજ પહેલા તનાઝ એક સિંગલ મધર હતી. જ્યારે તનાઝ ૨૦ વર્ષની હતી ત્યારે તેણે પુત્રી જીએનને જન્મ આપ્યો હતો.

શ્વેતા તિવારી

shweta

શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સાથે મેરેજ કર્યા પહેલા તેની પુત્રી પલકનું સિંગલ મધર બની પાલન પોષણ કર્યું હતું.

માનિની મિશ્રા

manini

ટીવી એક્ટ્રેસ માનિની મિશ્રાએ ૨૦૦૪ માં મિહીર સાથે બીજા મેરેજ કર્યા હતા. તેની પહેલા તે એકલી તેની પુત્રીનું પાલન પોષણ કરી રહી હતી.

પૂનમ ધિલ્લોન

Poonam Dhillon

પૂનમ ધિલ્લોને ૧૯૮૮ માં અશોક ઠકેરિયા સાથે મેરેજ કર્યા અને ૧૯૯૭ માં તેમનાથી અલગ થઇ ગઈ હતી. ત્યારબાદ તેણે એકલી તેના  બાળકોનું પોષણ કર્યું હતું.

The post ટેલીવિઝનની આ અભિનેત્રીઓ છે Single Mothers appeared first on Vishva Gujarat.


રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

$
0
0

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 1
મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 2

રિયા પોતાના મિત્રોની સાથે ગોવાની સુંદરતાનો આનંદ માણવા પહોંચી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 3

રિયાની આ તસ્વીર અશ્વેમ બીચની છે. જે હોલીડે એન્જોય કરવા માટે એક શાનદાર લોકેશન તરીકે માનવામાં આવે છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 4

રિયા સેને ગોવાના દરિયાનો પણ આનંદ માણ્યો હતો.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 5

મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 6

The post રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 1
બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીએ તાજેતરમાં જ ફેમિના મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીર નરગીસ ફખરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં નરગીસ ફખરીએ બ્લેક કલરની બિકીની પહેરી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 2

ઉલ્લેખનીય છે કે, Nargis Fakhri બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 3

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે. નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 4

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 5

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો. નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 6

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 7

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 8

The post બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

અંતે, કટપ્પાએ જણાવ્યું કે, તેણે Baahubali ને કેમ માર્યો?

$
0
0

Kattappa Sathyaraj reveals why Kattappa killed Baahubali

'Baahubali' રીલીઝ પછી આ પ્રશ્ન રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે કે, કટપ્પાએ Baahubali ને કેમ માર્યો. હવે આ પ્રશ્નનો ઉત્તર ખુદ કટપ્પાએ ેઆપ્યો છે. ફિલ્મમાં કટપ્પાનો રોલ પ્લે કરી રહેલ સત્યારાજે ખુદ જણાવ્યું છે કે, તેમણે બાહુબલીને કેમ માર્યો? એક ઇન્ટરવ્યુમાં સત્યારાજે જણાવ્યું કે, તેમને ખબર હતી કે, કટપ્પાના કિરદારને પોપ્યુલારિટી મળશે પરંતુ એવો અંદાજ હતો નહિ કે આ કેરેક્ટર આટલું વધારે ફેમસ થઇ જશે.

સત્યારાજે કહ્યું કે, કટપ્પા પર બનેલ દરેક જોક્સ તેમને ખબર છે અને તે તેમને વાંચીને પણ ખૂબ એન્જોય કરે છે. 'બાહુબલી ૨' નું ટ્રેલર માર્ચમાં આવી રહ્યું છે અને તેનાથી થોડી હિન્ટ મળી જશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. જો કે, તેનો ઉત્તર જાણવા માટે તમારે ૨૮ એપ્રિલ સુધી રાહ જોવી પડશે. બીજી તરફ, 'બાહુબલી' ના સિક્રેટને બચાવી રાખવા માટે રાજામૌલીએ ચાર કલાઈમેક્સ શૂટ કર્યા છે અને તેમાંથી કોઈ એક ફિલ્મમાં આવશે. જો કે,આ વિશે કોઈને ખબર નથી કે ક્લાઈમેક્સનું કયું ઓપ્શન પસંદ કરવામાં આવશે.

બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

રાજામૌલીની બાહુબલી ૨ આ વર્ષે ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર થઈ ગઈ છે અને હવે તેની રિલીઝ ડેટ વિશે એનાઉન્સમેન્ટ કરી ફિલ્મ નિર્માતાએ દર્શકોમાં ખલબલી મચાવી દીધી છે. બાહુબલી ૨ ની રીલીઝ ડેટ ૨૮ એપ્રિલ છે. આ ફિલ્મે એક તરફ જ્યાં ફિલ્મી દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે તો બીજી તરફ દર્શકોને આકર્ષવામાં પણ આ ફિલ્મ સફળ રહી છે. ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

The post અંતે, કટપ્પાએ જણાવ્યું કે, તેણે Baahubali ને કેમ માર્યો? appeared first on Vishva Gujarat.

Women’s Day Special : આ એક્ટ્રેસીસ છે ફિલ્મોની રીયલ ‘હીરો’

$
0
0

Women's Day Special Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

Women's Day Special : આ એક્ટ્રેસીસ છે ફિલ્મોની રીયલ 'હીરો'

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

એક એવો સમય હતો જયારે બોલીવુડમાં ફક્ત 'પુરુષ પ્રધાન' ફિલ્મો જ ચાલતી હતી. પરંતુ, આજનાં આ નવા યુગમાં બોલીવુડે મહિલા પ્રધાન ફિલ્મોને અપનાવી છે. અત્યારે ફિલ્મોમાં હિરોઈન ફક્ત શોભાનાં ગાંઠીયા પુરતી જ નથી રહી ગઈ. ફિલ્મોમાં ફક્ત ડાન્સ કરવા અને બે ચાર હોટ સીન્સ આપ્યા સિવાય પણ એવી ઘણી ફિલ્મો છે જેમાં બોલીવુડ એક્ટ્રેસીસે પોતાનો દમ દેખાડ્યો છે. આજે અમે તમારા માટે એવી જ કેટલી ફિલ્મો વિષે માહિતી લઈને આવ્યા છીએ જેને બોલીવુડ એક્ટ્રેસે પોતાના દમ પર કરી અને સફળતા મેળવી બતાવી.

નીરજા : સોનમ કપૂર

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ 'નીરજા' માં સોનમ કપૂરે દમદાર અભિનય કરીને આલોચકોનાં મોઢા બંધ કરી દીધા. સોનમને ફક્ત 'ફેશનીસ્ટા' સમજનારા લોકો આજે સોનમનાં વખાણ કરી રહ્યા છે. સોનમે 'નીરજા' માં ફ્લાઈટ પર્સર નીરજા ભાનોટનો રોલ નિભાવ્યો હતો. જે પ્લેન હાઈજેક થવા પર ૩૬૦ લોકોનો જીવ બચાવે છે.

કંગના રાનૌત : કવીન

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

કંગના રાનૌત ખરેખર બોલીવુડની કવીન છે. કંગના હંમેશા તેના દરેક કિરદારમાં જીવ રેડી દે છે. પછી તે કવીન હોય કે તનું વેડ્સ મનુ રીટર્નસ. કંગનાએ પોતાના અભિનયથી એ સાબિત કરી દીધું કે, તે બોલીવુડની 'ક્વીન' છે. 'ક્વીન' માં કંગનાએ 'રાની' એક એવી યુવતીનો રોલ પ્લે કર્યો જેને તેનો મંગેતર લગ્નનાં આગલા દિવસે છોડી દે છે. આ પછી કંગનાં પોતાના દુઃખ પર રોવાની જગ્યાએ એકલી જ તેના 'હનીમૂન' પર લંડન જાય છે.

દીપિકા પાદુકોણ : પીકુ

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

પીકુ, જે એક સ્માર્ટ, ઈન્ડીપેન્ડેન્ટ, સેલ્ફ મેડ, હાર્ડવર્કિંગ અને કોન્ફીડન્ટ યુવતી છે. જે તેનું સમગ્ર જીવન તેના પિતાની સેવામાં લગાવી દે છે. આ રોલમાં દીપિકાએ ઘણો જ શાનદાર અભિનય આપ્યો હતો અને બધા જ એવોર્ડ્સ પોતાના નામે કરી લીધા છે.

પ્રિયંકા ચોપડા : મેરી કોમ

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

ઇન્ડીયન બોક્સર મેરી કોમનાં જીવન પર આધારિત ફિલ્મ મેરી કોમમાં પ્રિયંકા ચોપડાએ મેરીની ભૂમિકા નિભાવી હતી. એક બોક્સર તરીકે પોતાના કેરેક્ટરમાં પ્રાણ ફૂંકી દીધા હતા. પ્રિયંકાએ આ રોલને એકદમ રીયાલીસ્ટીક બનાવી દીધો હતો. જેથી આ ફિલ્મ બ્લોકબસ્ટર નીવડી હતી.

રાની મુખર્જી : નો વન કીલ્ડ જેસિકા

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

રાની મુખર્જીએ પોતાના પાવરપેક્ડ પરફોર્મન્સથી જોરદાર કમબેક કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે 'નો વન કીલ્ડ જેસિકા' માં સ્ટ્રોંગ જર્નાલીસ્ટ મીરાંનો રોલ પ્લે કર્યો હતો. જે ઇન્વેસ્ટીગેશન દ્વારા જેસિકાની હત્યાનો ભેદ ઉકેલવામાં જેસિકાની બહેન સબરીનાની મદદ કરે છે.

વિદ્યા બાલન : કહાની

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

વિદ્યાએ તેના કરિયરમાં ઘણો જ અવિસ્મરણીય રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ 'કહાની' માં એક પ્રેગનેન્ટ લેડી વિદ્યા બાગ્ચી જે એક સોફ્ટવેર એન્જીનીયર છે અને તેના પતિનાં મર્ડરનો બદલો કેવી રીતે લે છે તેના પર હતી. આ એક સસ્પેન્સ સ્ટોરી હતી જેમાં વિદ્યાએ ઘણી જ શાનદાર એક્ટિંગ કરી હતી.

કરીના કપૂર ખાન : ચમેલી

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

કરીના કપૂર ખાને પ્રભાવશાળી પરફોર્મન્સ આપી બધાના દિલની ધડકનો વધારી દીધી હતી. જી હા, અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ 'ચમેલી' ની. જેમાં કરીનાએ યંગ પ્રોસ્ટીટ્યુટનો રોલ પ્લે કર્યો હતો. જે એક રાત્રે એક યુવાનને મળે છે અને તેના પ્રેમમાં પડે છે. આ ફિલ્મમાં કરીનાએ 'ચમેલી' ની ઈમોશનલ અને તોફાની બંને સાઈડ દેખાડી હતી. આ ફિલ્મ કરીનાનાં કરિયરની ઘણી જ સફળ ફિલ્મ માનવામાં આવે છે.

એશ્વર્યા રાય બચ્ચન : પ્રોવોક્ડ

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

ફિલ્મ 'પ્રોવોક્ડ' માં એશ્વર્યાએ એક ગૃહિણી કિરણજીત આહલુવાલિયાનો રોલ પ્લે કર્યો હતો જેને તેનો પતિ માનસિક અને શારીરિક રીતે હેરાન કરે છે. આવા પતિને કેવી રીતે તે મોતને ઘાટ ઉતારે છે અને તેની પર થતા ટોર્ચરનો હંમેશા માટે અંત લાવે છે. આ ફિલ્મ તમને એક રીયાલીટીની દુનિયામાં લઇ જાય છે. જેમાં એશ્વર્યા રાયે તેના જીવનનો સૌથી દમદાર અભિનય આપ્યો હતો.

કલ્કી કોચલીન : માર્ગરેટા વિથ એ સ્ટ્રો

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

કલ્કી કોચલીનનું નામ હંમેશા ઓફબીટ ફિલ્મોમાં શાનદાર અભિનય આપવા માટે ચર્ચાય છે. આ જ કારણ છે કે બોલીવુડમાં પણ તે હંમેશા અલગ જ ફિલ્મો કરે છે. તેણે પોતાના કરિયરનો દમદાર રોલ લાઈલા ફિલ્મ 'માર્ગરેટા વિથ એ સ્ટ્રો' માં નિભાવ્યો હતો. લાઈલા જે એક અપંગ છોકરી છે, જે મગજનાં રોગથી પણ પીડિત છે અને સામાન્ય જીવન જીવવાની ઈચ્છા ધરાવે છે. આ ફિલ્મમાં કલ્કીની એક્ટિંગને ઘણી જ એપ્રીશીયેટ કરવામાં આવી હતી.

તબુ : ચાંદની બાર

Women's Day Special : Bollywood Divas Who Redefined The Meaning Of 'Bold And Beautiful' With Their Powerful Roles

તબુ હંમેશા પોતાની એક્ટિંગ સાથે ઘણા બધા એક્સ્પરીમેંટ કરતી જ રહે છે. તબુની સૌથી પ્રભાવશાળી ફિલ્મમાં 'ચાંદની બાર' શામેલ છે. જેમ તેણે 'મુમતાઝ' નો રોલ પ્લે કર્યો હતો. જે એક ગામડાની છોકરી હોય છે અને એક રૂઢીચુસ્ત પરિવારમાંથી આવે છે. તેની પર તેના જ સગા કાકા દ્વારા રેપ કરવામાં આવે છે પછી તે મુંબઈમાં આવી બાર ડાંસર બને છે. આ ફિલ્મમાં તબુએ પોતાની એક્ટિંગથી બધાને ઈમ્પ્રેસ કરી દીધા હતા.

The post Women’s Day Special : આ એક્ટ્રેસીસ છે ફિલ્મોની રીયલ ‘હીરો’ appeared first on Vishva Gujarat.

OMG! Bipasha Basu પર છેતરપિંડીનો આરોપ, થઇ શકે છે કેસ

$
0
0

Bollywood Actress Bipasha Basu is in deep legal trouble

બોલિવુડ એક્ટ્રેસ Bipasha Basu પર તાજેતરમાં એક ગંભીર આરોપ લાગ્યો છે, જેના કારણે એક મોટો વિવાદ શરુ થઇ ગયો છે. Bipasha Basu પર આરોપ લાગ્યો છે કે, તેણે લંડનમાં થનાર એક ફેશન શો માં રેમ્પ પર આવવા માટે ઇનકાર કરી દીધો હતો. આ ઉપરાંત બિપાશાએ ફીસ લીધી હોવા છતાં રેમ્પ પર આવી નહિ.

બિપાશાના કારણે તેમને વધારે નુકસાન થયું હતું. ખબરોની માનીએ તો ઇવેન્ટ ઓર્ગેનાઈઝર રોનિત શર્માએ ફેસબુક પર એક પોસ્ટ કરતા લખ્યું કે, બિપાશા પર ગંભીર આરોપ છે કે, બિપાશાને બ્રિટીશ, ઇન્ડિયા અને પાકિસ્તાની થીમની ફેશન ઇવેન્ટ માટે બોલાવામાં આવી હતી અને આ ઇવેન્ટ દરમિયાન તે આ શો ની શો સ્ટોપર હતી. પરંતુ લાસ્ટ મુમેન્ટ પર બિપાશાએ શો પર આવવાનો ઇનકાર કરી દીધો અને તે તેના પતિ કરણની સાથે ફરવા નીકળી ગઈ હતી.

આ કેસ હવે ગંભીર રૂપ લઇ ચૂક્યું છે. કારણકે આ શોના ઓર્ગેનાઈઝર્સે બિપાશાને મેનેજ કરનાર કંપની કવાનને ૪૮ કલાકમાં તેનો ઉત્તર આપવાનું કહ્યું છે. ઓર્ગેનાઈઝર્સે દાવો કર્યો છે કે, તેમની પાસે પૂરતા પુરાવા છે જેથી બિપાશા પર કેસ કરી શકાય. તો બીજી તરફ બિપાશા શો ના ઓર્ગેનાઈઝર્સ વિશે કંઈક બીજી વાત કરતા નજર આવી રહી છે. બિપાશાએ ઓર્ગેનાઈઝર્સ પર આરોપ લગાવતા કહ્યું કે, ત્યાં પહોચ્યા પછી તેને ખબર પડી કે, તેમને રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને તેમને પૈસા આપી ત્યાં રહેવું પડ્યું.

The post OMG! Bipasha Basu પર છેતરપિંડીનો આરોપ, થઇ શકે છે કેસ appeared first on Vishva Gujarat.

Women’s Day Special : કોઈ ગોડફાધર વગર આ એક્ટ્રેસીસે બોલીવુડમાં બનાવી ઓળખ

$
0
0

Women's Day Special Bollywood Self Made Actress Without Godfather

સ્વરા ભાસ્કર

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

કહેવાય છે કે, બોલીવુડમાં કોઈ ગોડફાધર વગર ઓળખ બનાવવી ઘણું મુશ્કેલ છે. બચ્ચન, કપૂર, ખાન ખાનદાન સિવાય રોશન અને ચોપડા ફેમેલીનો બોલીવુડમાં દબદબો છે. આવામાં અતે સ્ટાર્સની સફળતા ઘણી જ મહત્વની થઇ જાય છે જે વગર કોઈ ગોડફાધરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકી છે.

ફિલ્મ 'તનું વેડ્સ મનુ રીટર્નસ' માં કંગનાં રાનૌતની ફ્રેન્ડ પાયલનો રોલ પ્લે કરી સુરખીઓ મેળવનારી સ્વરા ભાસ્કરે હ્રીતિક રોશન અને એશ્વર્યા સ્ટારર 'ગુજારીશ' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 'રાંઝણા' અને 'પ્રેમ રતન ધન પાયો' માં પણ પોતાની દમદાર એક્ટિંગથી તેમણે સાબિત કરી દીધું કે બોલીવુડમાં તેમને કોઈ ગોડફાધરની જરૂર નથી.

રીચા ચડ્ડા

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

ફિલ્મ 'ઓય લકી લકી ઓય' થી ડેબ્યુ કરનારી એક્ટ્રેસ રીચાએ 'ફૂકરે', 'તમંચે', 'મેં ઓર ચાર્લ્સ' જેવી ફિલ્મોમાં બોલ્ડ રોલ પ્લે કર્યા છે. જો કે, સાચ્ચી ઓળખ તેમને અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' થી મળી હતી. તેમની લાસ્ટ રીલીઝ ફિલ્મ 'મસાન' કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ નામાંકિત થઇ ચૂકી છે.

પ્રિયંકા ચોપડા

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

પ્રિયંકા બોલીવુડની તે એક્ટ્રેસીસમાંથી એક છે જેમણે બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ ફિલ્મોમાં એંટ્રી કરી હતી. પ્રિયંકાનાં માતા-પિતા આર્મીમાં ફીઝીશીયન હતા. પ્રિયંકાની માતાએ જ તેમના ત્રણ ફોટા મિસ ઇંડિયા કોન્ટેસ્ટ માટે મોકલ્યા હતા. જેમાં પ્રિયંકાએ ડ્રેસ પહેર્યો હતો. તેમ છતાંય તેની પસંદગી કરવામાં આવી અને પછી જે કંઈ થયું તેનાંથી બધા જ વાકેફ છે. આજે પ્રિયંકા બોલીવુડમાં જ નહીં પણ હોલીવુડમાં પણ ઓળખ બનાવવામાં સફળ થઇ છે.

 

અનુષ્કા શર્મા

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

આર્મી બેકગ્રાઉન્ડથી બોલીવુડમાં ઘણી એક્ટ્રેસીસ આવી છે. અનુષ્કા એક ઇન્ટરનેશનલ મોડેલ બનવા માંગતી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડેલીંગથી જ કરી હતી. સૌથી પહેલા તેણે લેકમે ફેશન વિકમાં મોડેલીંગ કરવાનો ચાન્સ મળ્યો. ત્યાંજ, સ્પ્રિંગ સમર ૦૭ કલેક્શનમાં પણ તેને બેસ્ટ મોડેલ તરીકે પસંદ કરવામાં આવી. મોડેલીંગ દરમિયાન જ તેને યશરાજ બેનરમાં કામ કરવાનો ચાન્સ મળ્યો. અનુષ્કાએ ફિલ્મ માટે ઓડીશન આપ્યું અને સિલેક્ટ પણ થઇ ગઈ.૨૦૦૮ માં શાહરૂખ ખાનની સાથે તેમની પહેલી ફિલ્મ 'રબ ને બના દી જોડી' રીલીઝ થઇ અને હિટ પણ રહી. 'બેંડ બાજા બારાત', 'જબ તક હૈ જાન', 'પીકે' જેવી ફિલ્મોમાં પણ તેની સરાહના કરવામાં આવી.

રાધિકા આપ્ટે

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

નાનપણથી થીએટરમાં એક્ટીવ રહેલી રાધિકા આપ્ટે હિન્દી, મરાઠી,તમિલ, બંગાળી અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રાધિકા ફિલ્મ 'હંટર', 'બદલાપુર' માં પણ નાનો રોલ પ્લે કરી ચૂકી છે. રાધિકા સુજોય ઘોષની ફિલ્મ 'અહલ્યા' માં દેખાઈ ચૂકી છે. ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ 'માંઝી ધ માઉન્ટન મેન' માં તે નવાઝૂદ્દીન સિદ્દીકીની ઓપોઝીટ દેખાઈ હતી. આ વર્ષે રજનીકાંતની સાથે તેમની ફિલ્મ 'કાબલી' રીલીઝ થશે.

વિદ્યા બાલન

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

સાધારણ તમિલ પરિવારમાં જન્મેલી વિદ્યા બાલન આજે સફળ બોલીવુડ એક્ટ્રેસ છે. નોન ફિલ્મી ફેમેલીમાંથી હોવા છતાંય જયારે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું નમ બનાવ્યું તો પરિવારે સપોર્ટ કર્યું. વિદ્યાએ સાઉથમાં લગભગ ૭ ફિલ્મો સાઈન કરી. પરંતુ, કોઈનાં કોઈ કારણસર બધી જ બંધ થઇ ગઈ. એકતા કપૂરની સીરીયલ 'હમ પાંચ' બાદ તેમના કરિયરે સ્પીડ પકડી. વિદ્યાએ એડમાં પણ કામ કર્યું છે. પરંતુ, બોલીવુડમાં પહેલો સફળ બ્રેક તેમને ૨૦૦૫ માં આવેલી ફિલ્મ 'પરિણીતા' થી મળ્યો. આજે વિદ્યા નેશનલ એવોર્ડ પણ જીતી ચૂકી છે.

કંગના રાનૌત

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

કરિયરનાં શરૂઆતી દિવસમાં કંગનાએ મોડેલીંગની દુનિયામાં હાથ અજમાવ્યો હતો. ૨૦૦૬ માં તેમણે 'ગેંગસ્ટર' થી સફળ ડેબ્યુ કર્યું. ઘણા વર્ષો સુધી ઉતાર-ચઢાવ જોયા બાદ તેમને રીયલ ઓળખ 'ક્વીન' અને 'તનું વેડ્સ મનુ રીટર્નસ' જેવી ફિલ્મોએ અપાવી. ફિલ્મોની સાથે કંગના ફેશનની દુનિયામાં પણ સક્રિય છે.

દીપિકા પાદુકોણ

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

દીપિકા નોન ફિલ્મી બેકગ્રાઉન્ડથી છે. તેમના પિતા પ્રકાશ પાદુકોણ દેશના બેડમીંટન પ્લેયર રહ્યા છે. ૨૦૦૬ માં કિંગફિશર કેલેન્ડર ગર્લ બનવા અને મ્યુઝીક આલ્બમમાં આવ્યા બાદ તેમને ફિલ્મ ઓફર થઇ. ૨૦૦૭ માં તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' માં દેખાઈ હતી. દીપિકાનાં નામે કોકટેલ, યે જવાની હૈ દીવાની, ગોલીઓકી રાસલીલા-રામલીલા', ચેન્નાઈ એક્સપ્રેસ, બાજીરાવ મસ્તાની, પીકુ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો છે. આ દિવસોમાં તે પોતાની હોલીવુડ ફિલ્મમાં પણ બીઝી છે.

હુમા કુરેશી

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

હુમા કુરેશીએ ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' મારફતે બીટાઉનમાં ડેબ્યુ કર્યું હતું. પહેલી ફિલ્મથી જ તેમણે જામીને સુરખીઓ મેળવી હતી. આ સિવાય 'બદલાપુર', 'ડેઢ ઈશ્કિયા' જેવી ફિલ્મોમાં તેમનાં વખાણ થયા હતા.

જેકલીન ફર્નાન્ડીઝ

Women's Day Special : Bollywood Self Made Actress Without Godfather

શ્રીલંકન બ્યુટી જેકલીને ફિલ્મ 'અલાદીન' થી બીટાઉનમાં ડેબ્યુ કર્યું હતું. કરિયરમાં આવેલા ઉતર ચઢાવ બાદ ૨૦૧૪ માં તે સલમાન ખાન ઓપોઝીટ ફિલ્મ 'કીક' માં દેખાઈ હતી જે સુપરહિટ સાબિત થઇ હતી.

 

The post Women’s Day Special : કોઈ ગોડફાધર વગર આ એક્ટ્રેસીસે બોલીવુડમાં બનાવી ઓળખ appeared first on Vishva Gujarat.

વુમન્સ ડે નિમિત્તે Virat Kohli એ જણાવ્યું કે, કઈ મહિલાઓ તેના જીવનમાં છે ખાસ

$
0
0

Virat Kohli's Message for Anushka and his mom on Women's Day1

ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli એ વુમન્સ ડે ના અવસર પર પોતાના અંદાજમાં મહિલાઓને શુભેચ્છા પાઠવી છે. તેની સાથે વિરાટે કહ્યું કે, તેના જીવનમાં બે પાવરફૂલ મહિલાઓ છે. કેપ્ટન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એક મેસેજ શેર કર્યો છે. મેસેજમાં કોહલીએ તેની માતા સરોજ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની પ્રશંસા કરતા કહ્યું કે, તેના જીવનમાં બે સ્ટ્રોંગ મહિલાઓ છે.

કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર તેની માતા અને અનુષ્કાનો સાથે એક ફોટો શેર કર્યો છે. તેની સાથે કોહલીએ લખ્યું છે કે, બધી મહિલાઓને હેપ્પી વુમન્સ ડે, ખાસ મારા જીવનમાં હાજર બે સ્ટ્રોંગ મહિલાઓને. પહેલા મારી માતા જેણે જિંદગીના સૌથી ખરાબ સમયમાં પણ પરિવારની સારી રીતે દેખરેખ કરી. આગળ આ મેસેજમાં કોહલીએ અનુષ્કા વિશે જણાવ્યું કે, હંમેશા વિપરીત પરિસ્થિતિ સામે લડવા માટે, સત્યના હકમાં બોલવા માટે અને નિયમોને બદલવા માટે અનુષ્કાને પણ હેપ્પી વુમન્સ ડે.

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી થોડા સમય પહેલા દેહરાદુનમાં જોવા મળ્યા હતા. ત્યારે આ બંનેની ફેમિલી પણ સાથે હતી. તે સમયે એવા સમાચાર આવી રહ્યા હતા કે, બંને જાન્યુઆરીમાં સગાઈ કરવાના છે. પરંતુ આ એક માત્ર અફવા હતી. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના મેદાન પર રેકોર્ડ્સના માસ્ટર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પ્રેમના મેદાન પર ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માના હાથે બોલ્ડ થઈ ચુક્યા છે. બાંગ્લાદેશ સામે એકમાત્ર ટેસ્ટમાં શાનદાર તરીકે જીત મેળવ્યા બાદ વિરાટ કોહલીએ ‘વેલેન્ટાઇન ડે’ તેમની સુંદર વેલેન્ટાઇન સાથે મનાવ્યો હતો.

The post વુમન્સ ડે નિમિત્તે Virat Kohli એ જણાવ્યું કે, કઈ મહિલાઓ તેના જીવનમાં છે ખાસ appeared first on Vishva Gujarat.


‘નાગિન ૨’ના એક્ટર Karanvir Bohra થયા ઈજાગ્રસ્ત

$
0
0

Karanvir Bohra survives Fatal car accident with minor injuries

'નાગિન ૨' ના એક્ટર  Karanvir Bohra થયા ઈજાગ્રસ્ત

ટીવી સીરીયલ 'નાગિન ૨' માં રોકીના રોલમાં નજર આવનાર એક્ટર  Karanvir Bohra એક દુર્ઘટનાનો શિકાર થઇ ગયા છે. આ દુર્ઘટના તે સમયે થઇ જ્યારે મંગળવારે સવારે ૭ વાગ્યે Karanvir Bohra તેમની અપકમિંગ ફિલ્મ 'હમે તુમસે પ્યાર કિતના' ના શૂટિંગ માટે ગુજરાતના ભુજ જઈ રહ્યા હતા.

'નાગિન ૨' ના એક્ટર કરણવીર બોહરા થયા ઈજાગ્રસ્ત

કરણવીરની સાથે તેની બહેન શિવાંગી બોહરા અને કો-સ્ટાર પ્રિયા બેનર્જી પણ હાજર હતી. જો કે, કરણવીરના ફેંસ માટે રાહત વાત એ છે કે, તે ખતરાની બહાર છે પરંતુ તેમને થોડી ઈજા પણ થઇ છે. દુર્ઘટનાનો શિકાર થયા પછી કરણવીરે કહ્યું કે, ભગવાનનો ખૂબ-ખૂબ આભાર કે અમને વધારે ઈજા થઇ નહિ.

'નાગિન ૨' ના એક્ટર કરણવીર બોહરા થયા ઈજાગ્રસ્ત

કરણવીરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી તેમના ફેંસને કહ્યું કે, હવે ડરવાની કોઈ વાત નથી તમારા પ્રેમ માટે આભાર. કરણવીર મુજબ, તેમની કારનો અકસ્માત એક ટ્રક સાથે થયો જે સામેની બાજુથી આવતો હતો. કરણવીરે કહ્યું કે, તે હવે આગામી અઠવાડિયે ફરીથી તેમની ફિલ્મનું શૂટિંગ શરુ કરશે. 

ઉલ્લેખનીય છે કે, ટીવીના ફેમસ એક્ટર અને એકતા કપૂરના ફેમસ શો 'નાગિન ૨' ના લીડ એક્ટર કરણવીર બોહરા પિતા બની ગયા છે. કરણવીર બોહરાની પત્ની તીજે સિદ્ધુએ આ વર્ષે ટ્વીન્સ બાળકીને જન્મ આપ્યો છે.

The post ‘નાગિન ૨’ ના એક્ટર Karanvir Bohra થયા ઈજાગ્રસ્ત appeared first on Vishva Gujarat.

Phillauri માં ભૂતનો રોલ પ્લે કરવામાં અદ્દભુત આનંદ આવ્યો: અનુષ્કા શર્મા

$
0
0

Why Anushka Sharma chose to play a ghost in Phillauri

અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ 'Phillauri' માં એક ભૂતના રૂપમાં દુલ્હનનો રોલ પ્લે કરી રહી છે. આ રોલ વિશે અનુષ્કાનું કહેવું છે કે, તેને ભૂતનો રોલ પ્લે કરવામાં વધારે મજા આવી. અનુષ્કાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેને એક ભૂતનો રોલ પ્લે કરવામાં વધારે મજા આવી છે. કારણકે સામાન્ય રીતે દરેક ફિલ્મમાં જીવિત કેરેક્ટરનો રોલ પ્લે કરી કંટાળી ગઈ હતી. તમારે પણ હંમેશા કંઈ અલગ કરતુ રહેવું જોઈએ. અનુષ્કાને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે, તેને સૌથી વધારે શું કરવામાં મજા આવે છે તો તેણે કહ્યું કે, તે અભિનય અને ફિલ્મ નિર્માણ બંનેનો આનંદ લે છે.અનુષ્કાનું કહેવું છે કે, તે દબાણમાં આવી વધારે સારું પ્રદર્શન કરી શકે છે. ફિલ્મ ઉદ્યોગ અને દર્શકોએ જે પ્રકારે 'ફિલ્લૌરી' ના ટ્રેલર વિશે સારી પ્રતિક્રિયા આપી છે, તેનાથી અનુષ્કા વધારે ખુશ છે.

ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા સ્ટારર 'ફિલ્લૌરી' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. અનુષ્કાએ ટ્વીટર પર ફિલ્મના ટ્રેલરની લિંક શેર કરી હતી. ફિલ્મ 'ફિલ્લૌરી' માં અનુષ્કા શર્મા એકદમ નવા અંદાજ અને નવા રોલમાં નજર આવી રહી છે. આ રોલમાં અનુષ્કાને જોવાની તમે કલ્પના પણ કરી હશે નહિ. જી હાં, ટ્રેલરમાં અનુષ્કા શર્મા એક ભૂતનો રોલ પ્લે કરી રહી છે, જેની અંતિમ ઈચ્છા પૂર્ણ થઇ શકી નથી અને હજુ પણ ભટકી રહી છે અને જે ફક્ત હીરો (સૂરજ શર્મા) ને જ દેખાય છે. તમને જણાવી દઈએ કે, એક્ટર સૂરજ અગાઉ 'લાઈફ ઓફ પાઈ' ફિલ્મમાં નજર આવ્યો હતો.

જો કે, 'ફિલ્લૌરી' એક લવ સ્ટોરી છે, જેમાં અનુષ્કા શર્માની સાથે અભિનેતા દિલજીત દોસાંજ, સૂરજ શર્મા સિવાય મેહરીન કૌર પણ છે. અનુષ્કાનું ભૂત એક ગોલ્ડન લહેંગામાં નજર આવી રહ્યું છે. આ પંજાબનો એક પારંપરિક ડ્રેસ છે. ફિલ્લૌરીનું મોટાભાગનું શૂટિંગ પંજાબમાં થયું છે. આ ફિલ્મ માર્ચ ૨૦૧૭ માં થિયેટરમાં રિલીઝ થશે.

The post Phillauri માં ભૂતનો રોલ પ્લે કરવામાં અદ્દભુત આનંદ આવ્યો: અનુષ્કા શર્મા appeared first on Vishva Gujarat.

Women’s day પર Baahubali ની ટીમે શેર કરી એક ખાસ તસવીર

$
0
0

Baahubali's Team Wishes Women's Day to Their Moive Actresses

એસ. એસ. રાજામૌલીની ફિલ્મ 'Baahubali' વર્ષ ૨૦૧૫ ની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. ફિલ્મમાં પ્રભાસની એકટિંગે લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં કટપ્પાના રોલને પણ વધારે પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં ખરેખ પુરુષ કિરદારોને વધારે લોકપ્રિયતા મળી પરંતુ શું તમે ફિલ્મમાં જોયું કે બધી મહિલા કિરદારોના કામ પણ દમદાર હતા. ફિલ્મ બાહુબલીમાં શિવગામીનો રોલ પ્લે કર્યો છે એક્ટ્રેસ રામ્યાએ, દેવસેનનો અનુષ્કા શેટ્ટીએ અને અવંતિકાનો રોલ તમન્ના ભાટિયાએ. આ ત્રણેય કિરદાર ફિલ્મના પુરુષ કિરદારથી કંઈ કમ નથી.

તાકત અને સમજી-વિચારી આ મહિલાઓ બાહુબલી અને ભલ્લાલદેવને પણ ટક્કર આપે છે. ફિલ્મની આ મહિલાઓને બાહુબલીની ટીમે વુમન્સડેની શુભેચ્છા પાઠવી છે. બાહુબલી ટીમે ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં આ ત્રણેય એક્ટ્રેસ નજર આવી રહી છે. બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

'બાહુબલી' રીલીઝ પછી આ પ્રશ્ન રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. હવે આ પ્રશ્નનો ઉત્તર ખુદ કટપ્પાએ ેઆપ્યો છે. ફિલ્મમાં કટપ્પાનો રોલ પ્લે કરી રહેલ સત્યારાજે ખુદ જણાવ્યું છે કે, તેમણે બાહુબલીને કેમ માર્યો? એક ઇન્ટરવ્યુમાં સત્યારાજે જણાવ્યું કે, તેમને ખબર હતી કે, કટપ્પાના કિરદારને પોપ્યુલારિટી મળશે પરંતુ એવો અંદાજ હતો નહિ કે આ કેરેક્ટર આટલું વધારે ફેમસ થઇ જશે. સત્યારાજે કહ્યું કે, કટપ્પા પર બનેલ દરેક જોક્સ તેમને ખબર છે અને તે તેમને વાંચીને પણ ખૂબ એન્જોય કરે છે. 'બાહુબલી ૨' નું ટ્રેલર માર્ચમાં આવી રહ્યું છે અને તેનાથી થોડી હિન્ટ મળી જશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. જો કે, તેનો ઉત્તર જાણવા માટે તમારે ૨૮ એપ્રિલ સુધી રાહ જોવી પડશે.

The post Women’s day પર Baahubali ની ટીમે શેર કરી એક ખાસ તસવીર appeared first on Vishva Gujarat.

જુઓ…શાહરૂખ ખાનના પુત્ર Abram ના ક્યુટ Photos

$
0
0

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram1

શાહરુખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન જ ફક્ત ઇન્સ્ટાગ્રામ પર છવાયેલા નથી પરંતુ તેમની પુત્રી સુહાના અને નાનો પુત્ર અબરામ પણ ઇન્સ્ટાગ્રામ પર વધારે ફેમસ છે. અબરામ ભલે ઇન્સ્ટાગ્રામ પર ના હોય પરંતુ શાહરૂખ, ગૌરી અને સુહાના ઘણીવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે.

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram2

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર અબરામ અને સુહાનાનો એક ફોટો વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. ફોટામાં અબરામ સુહાનાના ફ્રેન્ડસની સાથે વધારે ક્યુટ લાગી રહ્યો છે. સુહાના પણ તેના ફ્રેન્ડસની સાથે ફન મૂડમાં દેખાઈ રહી છે.

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram3

શાહરુખ ખાન રોજબરોજ પોતાના ક્યુટ પુત્ર અબરામના ઘણા ફોટા ટ્વીટર પર પોસ્ટ કરતા હોય છે. સેરોગસીથી અબરામનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી અબરામ દુનિયામાં આવ્યો છે ત્યારથી તે શાહરુખના ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો છે.

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram4

ફેન્સ તો એવું પણ કહે છે કે, અબરામ એકદમ પોતાના ફાધર શાહરુખ ખાન જેવો લાગે છે. જો કે, ફેન્સને અબરામની ઝલક ઘણીવાર જોવા મળતી હોય છે. ક્યારેક તે શાહરુખ ખાન સાથે ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક બહેન સુહાના સાથે એરપોર્ટ પર નજર આવ્યો છે.

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram5

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ અને ગૌરીના આંખના તારા અબરામ હવે આઉટડોર ગેમ રમવા લાગ્યો છે. ગૌરીએ અબરામ માટે ટ્રી હાઉસ બનાવ્યું છે. આ ટ્રી હાઉસના કેટલાક ફોટા ગૌરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યા છે. ગૌરીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, આ ટ્રીહાઉસને સબુ સાઈરિલે ડિઝાઈન કરી છે. આગળ જુઓ વધુ ફોટા...

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram6

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram7

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram8

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram9

જુઓ... શાહરૂખ ખાનના પુત્ર અબરામના ક્યુટ Photos

abram10

 

The post જુઓ… શાહરૂખ ખાનના પુત્ર Abram ના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

$
0
0

tv-bahus-who-are-too-hottest

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-1

આમાંથી જે સૌથી મહત્વનો રોલ હોય છે તે છે વહુનો રોલ. કોઈની વાતો તો કોઈની અદાઓ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-2

ચલો આજે તમને જણાવી દઈએ કે નાના પરદાની કેટલીક આવી જ એક્ટ્રેસ વિષે જેમણે નાની ઉંમરમાં વહુનો રોલ નિભાવી દર્શકોનું દિલ જીત્યું છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-3

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-4

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-5

જેમણે જયારે ટીવી પર વહુનો રોલ નિભાવ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૨૦ વર્ષથી પણ ઓછી હતી. આવો જોઈએ આવી જ કેટલીક 'TV bahus' ના ફોટા..

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-6

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-7

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-8

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-9

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-10

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-11

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-12

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-13

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-14

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-15

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-16

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-17

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-18

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-19

The post Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images