Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

$
0
0

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 1
મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 2

રિયા પોતાના મિત્રોની સાથે ગોવાની સુંદરતાનો આનંદ માણવા પહોંચી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 3

રિયાની આ તસ્વીર અશ્વેમ બીચની છે. જે હોલીડે એન્જોય કરવા માટે એક શાનદાર લોકેશન તરીકે માનવામાં આવે છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 4

રિયા સેને ગોવાના દરિયાનો પણ આનંદ માણ્યો હતો.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 5

મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 6

The post રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો appeared first on Vishva Gujarat.


અંતે કોમેડી કિંગ Kapil Sharma એ સુનીલ ગ્રોવરની માફી માંગી

$
0
0

Kapil Sharma

છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ Kapil Sharma એકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

જો કે, થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, કપિલ શર્માએ ફ્લાઈટમાં સુનીલ ગ્રોવરની સાથે મારપીટ કરી છે અને તેનાથી દુખી થઈને સુનીલ ગ્રોવર 'ધ કપિલ શર્મા શો' છોડવાના છે. પરંતુ હજુ સુધી સુનીલ ગ્રોવર તરફથી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. વાત જાણે એમ છે કે, કપિલ શર્મા તેમની ટીમ સાથે ઓસ્ટ્રેલિયાથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. જેમાં સુનીલ ગ્રોવર પણ સામેલ હતા. કપિલની ટીમ સિડની અને મેલબોર્નમાં શો કરવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. તે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરી રહ્યા હતા.

રીપોર્ટ મુજબ જાણવા મળ્યું હતું કે, કપિલ શર્માએ વધારે ડ્રિંક કર્યું હતું. નશામાં ધૂત કપિલ શર્મા, સુનીલ ગ્રોવર તરફ ચાલ્યા ગયા. સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા એક જ કેબીનમાં હતા, જ્યાં કપિલ સુનીલ ગ્રોવર સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા અને પછી તેને મારવાનું શરુ કરી દીધું. સુનીલ ગ્રોવર, કપિલ શર્માનાં આ પ્રકારનાં વર્તનથી હેરાન હતા. પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્માએ સુનીલ ગ્રોવરનું અપમાન કરતા કહ્યું કે, ‘તું કોણ છે? તારો શો ફ્લોપ થઇ ગયો હતો, તું મારો નોકર છે, તે ઓસ્ટ્રેલિયામાં પણ જે જાતે શો કર્યો તે પણ ફ્લોપ રહ્યો હતો…’ આ ઘટનાથી પ્લેનનાં કેટલાક યાત્રી ડરી ગયા હતા. તેઓએ ઈમરજન્સી લેન્ડીંગની માંગ કરી હતી. ત્યાર બાદ કપિલની ટીમનાં અન્ય સભ્યોએ કપિલ શર્માને શાંત કર્યા હતા.

સુનીલ ગ્રોવર કપિલનાં આ વર્તનથી ખૂબ જ ગુસ્સે છે. તે જલ્દી જ ‘ધ કપિલ શર્મા શો’ ને છોડી શકે છે. અન્ય ટીમનાં સદસ્ય પણ કપિલ શર્માથી ગુસ્સે છે. કારણ કે, કપિલ શર્માએ ફિલ્મોમાં કામ કર્યા બાદ પોતાની ટીમનાં સદસ્યોને ‘ટીવી વાળા’ બોલાવવાનું શરુ કરી દીધું હતું.

The post અંતે કોમેડી કિંગ Kapil Sharma એ સુનીલ ગ્રોવરની માફી માંગી appeared first on Vishva Gujarat.

Dhanush ના મેડિકલ રિપોર્ટથી પેરેન્ટ્સનો દાવો બન્યો વધુ પેચીદો!

$
0
0

Dhanush

સાઉથ સુપરસ્ટાર Dhanush ને પોતાનો પુત્ર જણાવતા એક દંપતીએ મદ્રાસ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હવે તે કેસમાં એક નવો વળાંક આવ્યો છે. Dhanush ના મેડીકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એવું પણ થઇ શકે છે તેના ખભા પરના તલને દૂર કરી દેવામાં આવ્યો હોય. કોર્ટેમાં આ કેસની સુનવણી ૨૭ માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, એક દંપતિએ ધનુષને પોતાનો પુત્ર જણાવતા મદ્રાસ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે ધનુષ પાસેથી ૬૫૦૦૦ રૂપિયા માસિક ખોરાકી ભથ્થાની માંગણી કરી હતી.

આ સમગ્ર કેસ પર સુનવણી કરતા કોર્ટે ધનુષનો મેડીકલ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. સોમવારે કોર્ટને સોંપવામાં આવેલ મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અત્યારે ધનુષના ખભા પર કોઈ તલનું નિશાન નથી. દંપતીએ એવી પણ દલીલ કરી હતી કે, અભિનેતા તરફથી દાખલ પ્રમાણપત્ર વાસ્તવિક નથી અને તેમાં તેના નામ અને પંજીકરણ સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

The post Dhanush ના મેડિકલ રિપોર્ટથી પેરેન્ટ્સનો દાવો બન્યો વધુ પેચીદો! appeared first on Vishva Gujarat.

આ દિવસે ઇન્ડિયા આવશે પોપ સિંગર Justin Bieber, મેજબાની કરવા તૈયાર છે જેકલીન

$
0
0

Jacqueline Fernandez to play host to Justin Bieber

દુનિયાભરમાં પોતાના જાદુઈ અવાજ અને પોતાની સ્ટાઈલથી ફેમસ પોપ સિંગર જસ્ટિન બીબરના ફેંસ માટે ગુડન્યૂઝ છે. ફેમસ ઇન્ટરનેશનલ પોપ સ્ટાર Justin Bieber નો મુંબઈમાં ૧૦ મેના રોજ એક મ્યુઝીક પ્રોગ્રામ છે. Justin Bieber મે મહિનામાં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવવાના છે. ભારતમાં પણ જસ્ટિનના ફેંસની યાદી લાંબી છે અને ખાસ કરીને યુવાઓની વચ્ચે તેમનો એક અલગ જ ક્રેઝ છે.

ફેંસની આ યાદીમાં બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝનું નામ પણ સામેલ છે. જેકલીન જ્યારે જસ્ટિન બીબર ભારત આવશે ત્યારે તેમની મેજબાની કરશે. જેકલીન મુંબઈમાં તેમને ફેમસ જગ્યા પર લઇ જશે. જેકલીને કહ્યું કે, હું જસ્ટિન બીબરની મોટી ફેન છુ અને મેં પહેલાથી જ તેમના માટેની તૈયારી કરી રાખી છે. જેનાથી મને લાગે છે તેમનો ટૂર વધારે શાનદાર રહેશે. હું જસ્ટિન માટે ટૂર ગાઈડ બનીશ.

આ સિવાય એવી પણ ખબર સામે આવી છે કે, ફેમસ બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી જસ્ટિન બીબરની આ ઇવેન્ટમાં પરફોર્મ કરવાની છે. સોનાક્ષી ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી દેખાઈ શકે છે. વ્હાઈટ ફોક્સ ઇન્ડીયાનાં ડિરેક્ટર અર્જુન જૈન આ પર્પસ ટૂરને મેનેજ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે બીબરનાં કોન્સર્ટની ઓપનિંગને ઘણી જ ગ્રાંડ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

ઉલેખનીય છે કે, પોપ સ્ટાર જસ્ટિન બીબરનો મુંબઈમાં ૧૦ મેના રોજ એક મ્યુઝીક પ્રોગ્રામ છે પરંતુ ખાસ વાત એ છે કે, વીવીઆઈપી કેટેગરીમાં ટિકિટના ભાવ લગભગ ૭૬,૭૯૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ કેટેગરીની બધી ટીકીટ પ્રથમ દિવસે જ વહેચાઈ ગઈ છે. જો કે, સૌથી સસ્તી ટીકીટના ભાવ લગભગ ૪ હજાર રૂપિયા છે. આ પ્રોગ્રામમાં કેનેડાના ગાયક-સંગીતકાર બીબર 'બોયફેન્ડ', 'લવ યોરસેલ્ફ', 'કંપની' જેવા હીટ સોંગ પર મુંબઈના ડિવાય પાટીલ સ્ટેડિયમમા પરફોર્મન્સ કરશે. ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.

The post આ દિવસે ઇન્ડિયા આવશે પોપ સિંગર Justin Bieber, મેજબાની કરવા તૈયાર છે જેકલીન appeared first on Vishva Gujarat.

છલકયું Sunil Grover નું દર્દ, ભાવુક શબ્દોમાં આપ્યો કપિલના થપ્પડનો જવાબ

$
0
0

Sunil Grover

Sunil Grover અને ચંદન પ્રભાકર સાથે કપિલની બદસલૂકીના ન્યૂઝ આગની જેમ ફેલાઈ રહ્યા છે. કપિલ તેની ગુડવિલ અને ડેમેજને કંટ્રોલ કરવા સતત સોશિયલ મીડિયા પર માફી માંગી રહ્યા છે. કપિલના ફેંસ પણ તેના આ દુર્વ્યવ્હારના કારણે કપિલ પર ગુસ્સે છે. તેવામાં બધા એવી રાહ જોઈ રહ્યા હતા કે આ સમગ્ર ઘટના પર સુનીલ ગ્રોવરની પ્રતિક્રિયા શું છે. અંતે સુનીલ ગ્રોવરનું દર્દ બહાર આવી ગયું અને તેમણે ભાવુક રીતે તેનું દુઃખ વ્યક્ત કર્યું છે.

સુનીલ ગ્રોવરે લખ્યું કે, ભાઈ જી, હાં તમે મને વધારે હર્ટ કર્યું છે. તમારી સાથે કામ કરી હું હંમેશા કંઈક નવું શીખ્યો છુ. હું બસ તમને એક સલાહ આપવા માંગુ છુ કે, તમે જાનવરો સિવાય માણસોની ઈજ્જત કરતા પણ શીખી લો. બધા તમારા જેટલા ટેલેન્ટેડ હોતા નથી અને જો બધા તમારા જેવા ટેલેન્ટેડ હોત તો તમારા ટેલેન્ટની કિંમત કોન સમજશે. જો કોઈ તમને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો તે વ્યક્તિને ગાળો આપશો નહિ.

સુનીલ ગ્રોવરે લખ્યું કે, તે મહિલાઓ આગળ ખરાબ ભાષાનો પ્રયોગ ના કરો જેને તમારા સ્ટારડમથી કોઈ લેવા-દેવા નથી. તે ફક્ત તમારી સાથે સફર કરી રહી છે. મને તે અનુભવ કરાવવા માટે તમારો આભાર કે, આ શો તમારો છે અને તમારી પાસે પાવર છે કે, તમે ગમે ત્યારે કોઈને પણ શોમાંથી બહાર કરી શકો છો. તમે તમારા ક્ષેત્રમાં બેસ્ટ છો. પરંતુ તમે ભગવાનની જેમ વર્તન ના કરો. તમારું ધ્યાન રાખજો. હું તમારી સફળતા અને ખ્યાતિ માટે પ્રાર્થના કરું છુ.

Sunil Gover

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મા એકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી.

બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post છલકયું Sunil Grover નું દર્દ, ભાવુક શબ્દોમાં આપ્યો કપિલના થપ્પડનો જવાબ appeared first on Vishva Gujarat.

જુઓ રાની મુખરજીના બર્થડે પર તેના Unseen Pics

$
0
0

Happy Birthday Actress Rani Mukherjee 3

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 1

મુંબઇ : બોલીવુડમાં રાની મુખરજીનું નામ એક એવી અભિનેત્રીમાં તરીકે પ્રખ્યાત છે કે, તેમણે માત્ર રૂમાની અભિનયથી જ નહિ પોતાના સંજીદા અભિનયથી ચાહકોને પોતાના દીવાના બનાવ્યા છે. ૨૧ માર્ચ ૧૯૭૮ ના રોજના રાની મુખરજીનો જન્મ થયો હતો. તેમણે કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૭માં પ્રદર્શિત ફિલ્મ રાજાની આએગી બારાતથી કરી હતી. ફિલ્મ તેમ છતાં અસફળ રહી હતી. પરંતુ રાનીએ પોતાના સંજીદા અભિનયથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

વર્ષ ૧૯૯૮ રાનીની કારકિર્દીના માટે મહત્વપૂર્ણ સાબિત થયું હતું. આ વર્ષે તેમણે આમિર ખાનની સાથે ગુલામ અને શાહરૂખ ખાનની સાથે કુછ કુછ હોતા હે માં કામ કરવાની તક મળી હતી. બંને ફિલ્મો સુપરહીટ રહી હતી. કુછ કુછ હોતા હે ના માટે રાનીને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મ ફેયર પુરસ્કાર મળ્યો હતો.

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 2

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 3

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 4

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 5

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 6

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 7

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 8

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 9

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 10

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 11

Happy Birthday Actress Rani Mukherjee

Happy Birthday Actress Rani Mukherjee 12

The post જુઓ રાની મુખરજીના બર્થડે પર તેના Unseen Pics appeared first on Vishva Gujarat.

Good News: આખરે એક થયા કેટરીના અને Salman!

$
0
0

Salman Khan, Katrina Kaif, Tiger Zinda Hai, Ek Tha Tiger, Tiger Zinda Hai first look

બોલિવુડ એક્ટર Salman Khan અને અભિનેત્રી કેટરીના કેફ એકવાર ફરીથી સાથે આવી ગયા છે. Salman Khan ખાને તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે. તમે કંઈ વિચારો તે પહેલા તમને જણાવી દઈએ કે, બંને સાથે તો આવ્યા છે પરંતુ ફિલ્મમાં. સલમાને આ ફિલ્મનો લૂક તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. સલમાને જે ફોટો શેર કર્યો છે તેમાં સલમાન બ્લેક બ્લેઝર અને વાઈટ શર્ટમાં ઉભા છે તો બીજી તરફ કેટરીના પિંક કલરના ડ્રેસમાં ઉભી છે અને ફોટામાં બંને એકબીજાની સામે જોઈ હસી રહ્યા છે. આ ફોટાની સાથે સલમાને કેપ્શનમાં લખ્યું છે કે, બેક ટુગેધર, ઇન ટાઈગર જિંદા હે'.

સલમાન ખાન અને કેટરીના કેફ આજકાલ તેની અપકમિંગ ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' ને લઈને વધારે ચર્ચામાં છે. બંને ઑસ્ટ્રિયામાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં કેટરીનાની ફિલ્મનો એક ફોટો સોશિયલ મીડિયા પર વધારે શેર થઇ રહ્યો છે. વાસ્તવમાં કેટરીનાનો આ ફોટો તેના ટ્રેનર રેઝા કટનીએ શેર કર્યો છે. કેટરીના આ ફોટામાં વધારે સુંદર લાગી રહી છે. સલમાન અને કેટરીનાની જોડી છેલ્લે વર્ષ ૨૦૧૨ ની ફિલ્મ 'એક થા ટાઈગર' માં જોવા મળી હતી. ટાઈગર જિંદા હે માં બંને ફરીથી સાથે આવવું ફેંસ માટે તે સરપ્રાઈઝથી કંઈ કમ નથી.

'ટાઈગર જિંદા હે' નું આ પ્રથમ શેડ્યુલ છે. ખબરોની માનીએ તો કેટરીના એક રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરી ચૂકી છે. કેટરીના અત્યારે તેની બેક ઇંજરીના કારણે પરેશાન છે. જે તેને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના સેટ પર થઇ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, સલમાન ખાને મેકર્સને રિકવેસ્ટ કરી હતી પહેલા ફિલ્મના એક્શન સીન શૂટ કરી લેવામાં આવે. આ ફિલ્મમાં સલમાન એક અલગ જ અંદાજમાં જોવા મળશે.

The post Good News: આખરે એક થયા કેટરીના અને Salman! appeared first on Vishva Gujarat.

Disha Patani એ ફિલ્મ ‘Student of the Year 2’ને લઈને કર્યો મોટો ખુલાસો!

$
0
0

Disha Patani denies replacing Sara Ali Khan in 'Student of the Year 2'

બોલિવુડ એક્ટ્રેસ Disha Patani ને લઈને થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, તે 'સ્ટુડન્ટ ઓફ ધ યર' માં નજર આવવાની છે. તે આ ફિલ્મમાં સારા અલી ખાનની જગ્યા લેવાની છે. પરંતુ તાજેતરમાં Disha Patani એ આ બધી ખબરોને ફગાવી દીધી છે. દિશાએ તેની એપ લોન્ચ ઇવેન્ટ પર કહ્યું કે, હું પણ આ ન્યુઝ વાંચી રહી છુ. આ ન્યૂઝ વાંચવા વધારે અજીબ છે, જે આ ફિલ્મમાં ક્યારેક મારા અને ક્યારેક સારાને હોવાની વાત જણાવી રહ્યા છે. મને નથી ખબર આ બધુ કેમ થઇ રહ્યું છે.

દિશાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેને આ ફિલ્મમાં કામ કરવા માટે પ્રસ્તાવ મળ્યો હતો તો તેણે કોઈ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ હવે એવી ખબરો સામે આવી રહી છે કે, નિર્દેશક પુનીત મલ્હોત્રા ૨૦૧૨ ની સફળ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' સીરીઝની બીજી ફિલ્મમાં દિશા અને ટાઈગરને સાથે લાવવા માંગે છે. દિશા પટણીએ તેના પ્રશંસકો સાથે જોડાવવા માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે પરંતુ દિશાનું કહેવું છે કે, તે પોતાના વ્યસ્ત અને વ્યવસાયિક જીવનની વચ્ચે સીમારેખાને પાર કરશે નહિ. તે તેની હદમાં રહીને પ્રશંસકોની સાથે તેમના જીવન સાથે જોડાયેલ વાત શેર કરશે.

ઉલ્લેખનીય છે કે, 'એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી' અને 'લોફર' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ બોલિવુડ એક્ટ્રેસ દિશા પટણીએ હોલિવુડ સ્ટાર જેકી ચેનની સાથે ફિલ્મ 'કુંગ-ફુ-યોગા' થી વાપસી કરી છે. તાજેતરમાં તે જેકીની સાથે ભારતમાં તેમની ફિલ્મનું પ્રમોશન કરતા નજર આવી હતી. દિશાએ તેની કારકિર્દીમાં ફક્ત ત્રણ ફિલ્મ કરીને સફળતા મેળવી લીધી છે.

The post Disha Patani એ ફિલ્મ ‘Student of the Year 2’ ને લઈને કર્યો મોટો ખુલાસો! appeared first on Vishva Gujarat.


મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો Sridevi અને તેમની પુત્રીનો જલવો

$
0
0

Sridevi

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો Sridevi અને તેમની પુત્રીનો જલવો

sridevi

દિગ્ગજ બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવીએ તેમના પૂરા પરિવારનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ફોટામાં શ્રીદેવી પતિ બોની કપૂર અને પુત્રી જાહન્વી અને ખુશીની સાથે છે.

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

sridevi1

હૈદરાબાદમાં થયેલ જીવીકેના કેશવ રેડ્ડી અને વીણા રેડ્ડીના ભવ્ય લગ્ન સમારંભમાં ઘણા બોલિવુડ સેલેબ્સ સામેલ થયા હતા.

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

sridevi2

સંગીત સેરેમની શનિવારે અને રિસેપ્શન રવિવારે આયોજિત કરવામાં આવ્યું હતું. મેરેજના ફંક્શનમાં શ્રીદેવી અને તેમની બંને પુત્રીઓએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલ ગાઉન પહેર્યું હતું.

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

sridevi3

તમને જણાવી દઈએ કે, શ્રીદેવી ઘણીવાર તેમની પુત્રીઓ સાથે જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર દરેક મુમેન્ટના ફોટોઝ શેર કરે છે.

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

sridevi4

શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જાહન્વી કપૂર એક લાંબા સમયથી ચર્ચામાં છે અને બધાને આશા પણ હતી કે, તે ટૂંક સમયમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં આવશે. તો આ ઇન્તઝાર હવે પૂર્ણ થયો કારણકે જાહન્વી કપૂર હવે ડેબ્યુ કરવા માટે તૈયાર છે.

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

sridevi5

જી હાં, જાહન્વી ફિલ્મ 'શિદ્દત' માં વરુણ ધવનની સાથે નજર આવશે. આ ફિલ્મ કરણ જોહરના બેનર 'ધર્મા પ્રોડક્શન' ના બેનર હેઠળ બનશે. સાજિદ નડિયાદવાલા ફિલ્મના કો-પ્રોડ્યુસર હશે. આગળ જુઓ વધુ ફોટા...

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

sridevi6

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

sridevi7

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

sridevi8

મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો શ્રીદેવી અને તેમની પુત્રીનો જલવો

sridevi9

The post મેરેજ ફંક્શનમાં જોવા મળ્યો Sridevi અને તેમની પુત્રીનો જલવો appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 01
મોડલ અને બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને મેક્સિમ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની બધી તસ્વીરોમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે. તો આવો જોઈએ ફોટોશૂટ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 02

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં એમી જેક્સને ફરીથી એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 03

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળભૂત રૂપથી બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 04

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી. એમી જેક્સન ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 05

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 06

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 07

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 08

The post બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Kapil Sharma ના શોમાં ના આવ્યા કોઈ બોલિવુડ સેલેબ્સ, શૂટિંગ થયું કેન્સલ!

$
0
0

Kapil Sharma

Kapil Sharma ની મુસીબત બંધ થવાનું નામ લઇ રહી નથી. એવું લાગી રહ્યું છે કે, કોમેડિયન એક્ટર કપિલ શર્માની તેમના કો-સ્ટાર સુનીલ ગ્રોવરથી જાહેરમાં માંગેલી માફી અસરકારક સાબિત થઇ નથી. સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરના શો છોડ્યા બાદ 'ધ કપિલ શર્મા શો' ના મેકર્સ રાજૂ શ્રીવાસ્તવ, અહેસાન કુરેશી અને સુનીલ પાલને બોલાવ્યા હતા. પરંતુ હવે કપિલની પાસે કોઈ ટીમ નથી અને કોઈ બોલિવુડ સેલેબ્સ શો માં આવવા માંગતા નથી. ફક્ત કિકુ શારદા અને રોશેલની સાથે કપિલ આ શો કરી શકે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, કપિલની ટીમમેટ્સ પછી હવે બોલિવુડ સેલેબ્સ પણ શો માં આવવા માટે ઇનકાર કરી દીધો છે.

આ કારણે કપિલને બુધવારે તેમનો શૂટ કેન્સલ કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં કપિલે મનોજ વાજપેયી અને તાપસી પન્નુ સાથે જે એપિસોડ શૂટ કર્યો તેમાં અલી અસગર અને સુગંધા મિશ્રાએ આવવાનો ઇનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્માએકવાર ફરીથી મુશ્કેલીમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી.

બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી છે અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post Kapil Sharma ના શોમાં ના આવ્યા કોઈ બોલિવુડ સેલેબ્સ, શૂટિંગ થયું કેન્સલ! appeared first on Vishva Gujarat.

અભિનેત્રી Sunny Leone મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

$
0
0

અભિનેત્રી Sunny Leone મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

છેલ્લા દિવસોમાં ‘લેલા મેં લેલા’ ગીતમાં પોતાની હોટ અદાઓથી લોકોને દીવાના બનાવનારી અભિનેત્રી Sunny Leone આ દિવસોમાં મેક્સિકોમાં છે અને હોલીડે એન્જોય કરી રહી છે. સની લિયોન અહી પોતાના હસબન્ડ ડેનિયલની સાથે છે. ડેનિયલે કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં સની લિયોન બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે.

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,૦૦,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું.

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ -૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી.તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે.

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું.

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી.

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે.

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

અભિનેત્રી સની લિયોન મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય

The post અભિનેત્રી Sunny Leone મેક્સિકોમાં કરી રહી છે હોલીડે એન્જોય appeared first on Vishva Gujarat.

B’Day Spl : Emraan Hashmi ના હોટ કિસિંગ સીન

$
0
0

Emraan Hashmi

Emraan Hashmi1

આજે છે બોલીવુડના ‘સિરિયલ કિસર’ તરીકે ફેમ ઈમરાન હાશ્મીનો બર્થ ડે. ઈમરાનની ગણતરી ભલે ટોપ સ્ટાર્સમાં કરાતી નથી, પણ તેના નામે પણ હિટ ફિલ્મ નોંધાઈ છે. મુંબઈમાં 1979માં જન્મેલો ઈમરાન હાશ્મી અનેક ફિલ્મોમાં અભિનેત્રીઓને કિસિંગ સીન આપતો રહ્યો હોવાથી બોલીવુડના ‘સિરિયલ કિસર’ તરીકે ફેમસ થયો છે.

Emraan Hashmi

Emraan Hashmi2

મુસ્લિમ પિતા અને કેથલિક માતાનાં પરિવારમાં જન્મેલા ઈમરાને ઘણા ફિલ્મોમાં પડકારવાળી ભૂમિકા ભજવી છે. બોલીવુડમાં એક્ટર તરીકે એન્ટ્રી કરી એ પહેલા ઈમરાને બિપાશા બાસુ અને ડીનો મોરિયા અભિનીત ફિલ્મ ‘રાઝ’માં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું.

Emraan Hashmi

Emraan Hashmi3

ઈમરાન હાશ્મીએ પરવીન સાહની સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર છે. પુત્ર ચાર વર્ષનો હતો ત્યારે એને કેન્સરની બીમારી હોવાનું નિદાન થયું હતું, પણ ઈમરાન હિંમત હાર્યો નહોતો અને પુત્રની સારવાર કરાવી હતી અને હવે તે સંપૂર્ણપણે તંદુરસ્ત છે.

Emraan Hashmi

Emraan Hashmi4

ઇમરાન હાશ્મીએ વિક્રમ ભટ્ટ નિર્મિત ફૂટપાથ અને મલ્લિકા શેરાવત સાથે થ્રિલર મર્ડર ફિલ્મમાં જોરદાર સફળતા મેળવી હતી. તે સિવાય ઈમરાને ઝહર, ગેંગસ્ટર, આવારાપન, જન્નત, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, ડર્ટી પિક્ચર, મર્ડર-2, જન્નત-2, હમારી અધૂરી કહાની જેવી ફિલ્મમાં સફળતા મેળવી છે. આગળ જુઓ વધુ ફોટા.....

Emraan Hashmi

Emraan Hashmi5

Emraan Hashmi

Emraan Hashmi6

Emraan Hashmi

Emraan Hashmi7

Emraan Hashmi

Emraan Hashmi8

Emraan Hashmi

Emraan Hashmi9

Emraan Hashmi

Emraan Hashmi10

Emraan Hashmi

Emraan Hashmi11

Emraan Hashmi

Emraan Hashmi12

Emraan Hashmi

Emraan Hashmi14

Emraan Hashmi

Emraan Hashmi15

Emraan Hashmi

Emraan Hashmi16

Emraan Hashmi

Emraan Hashmi133.

The post B’Day Spl : Emraan Hashmi ના હોટ કિસિંગ સીન appeared first on Vishva Gujarat.

Movie Review : સ્વરા ભાસ્કરની દમદાર એક્ટિંગ અને મજબૂત સ્ટોરી છે ‘Anaarkali of Aarah’

$
0
0

Anaarkali of Aarah

ડિરેક્ટર અવિનાશ દાસની ફિલ્મ 'Anaarkali of Aarah' થી ડાયરેકશનમાં ડેબ્યુ કરી રહ્યા છે. બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેમાં લીડ રોલમાં નજર આવશે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે.....

ફિલ્મની સ્ટોરી બિહારના આરા જીલ્લાની સિંગર અનારકલી (સ્વરા ભાસ્કર) છે. અનારકલીની માતા પણ ગીત ગાતી હતી. બાળપણમાં એક સમારોહમાં દુર્ઘટના દરમિયાન અનારકલીની માતાનું મૃત્યુ થઇ જાય છે અને અનારકલી સ્ટેજ પર પરફોર્મ કરવાનું શરુ કરી દે છે. રંગીલા (પંકજ ત્રિપાઠી) આ બેન્ડનું મેનેજમેન્ટ કરે છે. શહેરના દબંગ ટ્રસ્ટી ધર્મેન્દ્ર ચૌહાણ (સંજય મિશ્રા) નું દિલ જ્યારે અનારકલી પર આવી જાય છે ત્યારે એકવાર સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન કંઈક એવી ઘટના ઘટી જાય છે જેના કારણે અનારકલીને ધર્મેન્દ્ર ચૌહાણથી બચીને દિલ્હી જવું છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડીરેક્શન અને લોકલ લોકેશન કમાલના છે. તેની સાથે ફિલ્મનું એડીટીંગ પણ સ્માર્ટ રીતે કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી વધારે રિયલ લાગે છે અને ફિલ્મની સ્ટોરીમાં પણ કંઈક નવું છે. સ્વરા ભાસ્કરનું કામ વધારે દિલચસ્પ અને ઉમદા છે. તેણે પોતાનો કિરદાર ખૂબ સારી રીતે પ્લે કર્યો છે. તેની સાથે સંજય મિશ્રા, પંકજ ત્રિપાઠીની એક્ટિંગ પણ વખાણવાલાયક છે. ફિલ્મનું મ્યુઝિક પણ ઘણું સારું છે.

ફિલ્મ જોવી કે નહિ?
ફિલ્મની સ્ટોરી એકદમ અલગ છે. જેના માટે આ ફિલ્મ એકવાર ચોક્કસ જોવી.

The post Movie Review : સ્વરા ભાસ્કરની દમદાર એક્ટિંગ અને મજબૂત સ્ટોરી છે ‘Anaarkali of Aarah’ appeared first on Vishva Gujarat.

Movie Review: સ્ટોરીમાં નવીનતા પરંતુ ધીમી સ્ક્રિપ્ટના લીધે બોર કરે છે ફિલ્મ ‘Phillauri’

$
0
0

Phillauri

અનુષ્કા શર્મા અને દિલજીત દોસાંજ સ્ટારર ફિલ્મ 'Phillauri' આજે થિયેટરમાં રીલીઝ થઇ ગઈ છે. તો આવો જાણીએ ફિલ્મ Phillauri ના રિવ્યુ વિશે...

ફિલ્મની સ્ટોરી શરુ થાય છે એનઆરઆઈ કનન (સૂરજ શર્મા) થી જે અનુ (મેહરીન પીરઝાદા) સાથે મેરેજ કરવા ઇન્ડિયા આવે છે. સગાઈ પહેલા તેને ખબર પડે છે કે, તે માંગલિક છે. આ કારણે તેના પરિવારવાળા તેને એક પીપળના ઝાડ સાથે મેરેજ કરાવી દે છે અને ઝાડ કાપી દેતા હોય છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે સગાઈના દિવસે શશિ(અનુષ્કા શર્મા) નું ભૂત કનનની પાછળ પડી જાય છે. ઝાડ સાથે ફેરા ફરતા સમયે અનુષ્કા અને કનનના મેરેજ થઇ જાય છે. શશિનું ભૂત ફક્ત કનને નજર આવે છે અને તેને ડરાવે છે. શશિનું ભૂત કનને કેમ ડરાવે છે? તેના લગ્નમાં અડચણ કેમ આવે છે? શું કનન પોતાને શશિથી બચાવી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

સૂરજ શર્માની એક્ટિંગ ફિલ્મમાં શ્રેષ્ઠ છે. ફર્સ્ટ ટાઈમ અનુષ્કા શર્માએ ભૂતનો રોલ દમદાર રીતે પ્લે કર્યો છે. દિલજીત ફિલ્મમાં સિંગર અને કવિના રૂપમાં નજર આવ્યા છે. ફિલ્લૌરીનું ડીરેક્શન કમાલનું છે. ફિલ્મની સ્ટોરીને શાનદાર લોકેશન સાથે શૂટ કરવામાં આવી છે. પરંતુ ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો કંટાળાજનક છે. ફિલ્મમાં બે સ્ટોરીઝ સાથે ચાલે છે. જેના કારણે ઓડિયન્સને સ્ટોરી સમજવામાં તકલીફ પડે છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે અનુષ્કાનો નવો અવતાર જોવા માંગતા હોવ અને અનુષ્કાના ફેન હોવ તો આ ફિલ્મ એકવાર જોવી.

The post Movie Review: સ્ટોરીમાં નવીનતા પરંતુ ધીમી સ્ક્રિપ્ટના લીધે બોર કરે છે ફિલ્મ ‘Phillauri’ appeared first on Vishva Gujarat.


So Sad! નચ બલિએ ૮ માં ભાગ લેશે નહિ Yuvraj Singh અને હેઝલ કીચ

$
0
0

Yuvraj Singh

સ્ટાર પ્લસનો ફેમસ ડાન્સિંગ રિયાલીટી શો 'નચ બલિએ' ની સીઝન ૮ માં ક્રિકેટર Yuvraj Singh અને તેમની પત્ની હેઝલ કીચ ભાગ લેવાના છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ બંને નચ બલિએની આ સિઝનમાં ભાગ લેશે નહિ. નચ બલિએમાં આ કપલ ભાગ લેવાના છે તે વાત પર ખુદ હેઝલ કીચે ખુલાસો કર્યો છે. હેઝલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમે નચ બલિએ ૮ માં ભાગ લઇ રહ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, ટેલીવિઝનની દુનિયામાં એવી ખબરો ફેલાઈ રહી છે કે, યુવરાજ સિંહ અને હેઝલ કીચ 'નચ બલિએ' ની આઠમી સિઝનમાં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, યુવી અને હેઝલે ગયા વર્ષે મેરેજ કર્યા હતા. શો સાથે જોડાયેલ સૂત્રો મુજબ, યુવરાજ આગામી બે મહિના માટે આઈપીએલમાં વ્યસ્ત રહેશે. જેથી સ્ટાર પ્લસે હેઝલ અને યુવરાજને આઈપીએલ પૂર્ણ થયા પછી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી દ્ધારા શો સાથે જોડાવવા માટે કહ્યું હતું. ચેનલ એવી આશા વ્યક્ત કરી હતી કે, આવનારા અઠવાડિયામાં હેઝલ અને યુવરાજ સેલિબ્રિટી ડાંસ રિયાલીટી શો નચ બલિએની આઠમી સીઝન માટે કોન્ટ્રાક્ટ સાઈન કરશે.

તમને જણાવી દઈએ કે, નચ બલિએની આ સીઝનમાં ટીવીની ફેમસ જોડીઓને પહેલા જ ચેનલ અને શો ના મેકર્સે સાઈન કરી લીધા છે. નચ બલિએ સીઝન ૮ માં દિવ્યાંકા ત્રિપાઠી - વિવેક દહિયા, સાન્યા ઈરાની -મોહિત સહેગલ, ભારતી સિંહ - હર્ષ અને ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા -વિક્રાંત સિંહ રાજપૂત સાથે આ રેસમાં સામેલ થશે. તો બીજી તરફ, સોનાક્ષી સિન્હા, ફિલ્મમેકર મોહિત સૂરી અને ડાંસર કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ જજ કરશે. તો બીજી તરફ શો હોસ્ટ કરવા માટે બોલિવુડ અને ટીવી એક્ટ્રેસ ઉપાસના સિંહને લેવામાં આવી છે.

The post So Sad! નચ બલિએ ૮ માં ભાગ લેશે નહિ Yuvraj Singh અને હેઝલ કીચ appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર

$
0
0

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર

બોલીવુડ અભિનેત્રી Rakhi Sawant પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી એક્ટીવ જોવા મળી રહી છે. રાખી સાવંત પ્રતિ દિવસ પોતાની બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતી રહી છે. રાખી સાવંતે તાજેતરમાં જ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

રાખી સાવંતે રિયાલીટી શો "ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો રાખી સાવંતનો બોલ્ડ અવતાર

The post ઇન્સ્ટાગ્રામ પર ફરીથી જોવા મળ્યો Rakhi Sawant નો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

પ્રત્યુષાની શોર્ટ ફિલ્મની વિરુધ્ધ બોયફ્રેન્ડ Rahul Raj Singh એ નોંધાવી ફરિયાદ

$
0
0

Rahul Raj Singh wants To File An FIR Against Kamya Punjabi

ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ ગયા વર્ષે ૧ એપ્રિલે આત્મહત્યા કરી હતી. ત્યારથી તે ચર્ચામાં હતી. હવે તેની પ્રથમ પુણ્યતિથિ પહેલા બાલિકા વધૂની એક્ટ્રેસ પર એક અન્ય વિવાદ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા બિગબોસ કન્ટેસ્ટંટ કામ્યા પંજાબીએ આ ઘોષણા કરી હતી કે, તેણે સ્વર્ગીય એક્ટ્રેસ પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે. જેમાં પ્રત્યુષા નજર આવી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પ્રત્યુષાના બોયફ્રેન્ડ Rahul Raj થી પ્રેરિત છે. આ શોર્ટ ફિલ્મનું નામ છે હમ કુછ કહ ના શકે.

હવે તેને પબ્લિસિટી સ્ટંટ બતાવતા Rahul Raj Singh એ કહ્યું કે, પ્રત્યુષાએ ફિલ્મ માટે શૂટિંગ કર્યું નથી. પ્રત્યુષા બેનર્જીના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહે ફિલ્મ અભિનેત્રી કામ્યા પંજાબીની વિરુધ્ધ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ દાખલ કરાવી છે. રાહુલે પ્રત્યુષા બેનર્જીના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. જે ૧ એપ્રિલે રીલીઝ થવાની છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાહુલે કહ્યું કે તેણે આત્મહત્યાના દોઢ મહિના પહેલા તેના માટે શૂટ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રત્યુષાએ મને ક્યારેય પણ આ શૂટ વિશે જણાવ્યું હતું નહિ. મારી પાસે તેની ડાયરી છે જેમાં તે તેનું ડેલી શેડ્યુલ લખતી હતી. તેમાં આ ફિલ્મ વિશે કંઈ લખ્યું નથી. હું ફિલ્મના શૂટ સાથે સંબંધિત યોગ્ય તારીખ અને લોકેશન જાણવા માંગુ છુ. આ ફિલ્મનો ઉદ્દેશ મારા પર ક્રૂર મજાક કરવાનો છે અને મને ફ્રોડ બતાવવાનો છે. આ બીજુઈ નહિ પરંતુ એક મૃત વ્યક્તિના નામ પર પૈસા કમાવવાનું સાધન છે.

ઉલ્લેખનીય છે કે, ‘બાલિકા વધૂ’ સિરિયલમાં આનંદીનું પાત્ર ભજવતી ૨૪ વર્ષની પ્રત્યુષા બેનર્જી એક એપ્રિલે ગોરેગાંવમાં આવેલા તેના ઘરેથી મૃત અવસ્થામાં મળી આવતાં ટીવી જગતમાં શોકની ઘેરી લાગણી ફરી વળી હતી. જેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે તે દરમિયાન ૧૪ કલાકની પૂછપરછ બાદ પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાજ સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રત્યુષા બેનર્જી સુસાઇડ કેસને લઈને શકનાં ઘેરામાં રાહુલ રાજને પોલીસે ઘણા સવાલો પણ કર્યા હતા.

The post પ્રત્યુષાની શોર્ટ ફિલ્મની વિરુધ્ધ બોયફ્રેન્ડ Rahul Raj Singh એ નોંધાવી ફરિયાદ appeared first on Vishva Gujarat.

‘દિયા ઔર બાતી’ફેમ Anas Rashid આ યુવતી સાથે કરવાના છે મેરેજ

$
0
0

Wedding bells for Diya Aur Baati Hum Fame Suraj aka Anas Rashid

સ્ટાર પ્લસનો ફેમસ શો 'દિયા ઔર બાતી હમ' થી ફેમસ ટીવી એક્ટર અનસ રાશિદ એટલે કે સૂરજ રાઠીના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. એવી ખબર સામે આવી છે કે, સૂરજ બહુ જલ્દી મેરેજ કરવાના છે. Anas Rashid ના પરિવારજનોએ અનસના મેરેજ માટે ૨૪ વર્ષની હિનાને ફાઈનલ કરી દીધી છે. હિના પંજાબના મલેરકોટલાથી સંબંધ રાખે છે પરંતુ છેલ્લા ૬ વર્ષોથી તે ચંડીગઢમાં રહે છે. પ્રાપ્ત માહિતી મુજબ, Anas Rashid એ કહ્યું કે, હાં, આ સત્ય છે. હું આ બાબતે સહમત હતો કે હું મારા પરિવારની પસંદગીની યુવતી સાથે મેરેજ કરીશ. અંતે આ બધું બધાના આર્શીવાદ સાથે થઇ રહ્યું છે. અમારી વચ્ચે ૧૪ વર્ષનું અંતર છે. (અનસ ૩૮ વર્ષના છે) અને આ સમયે અમે એક-બીજાને સમજી રહ્યા છીએ.

હિના એક સાધારણ યુવતી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અનસ બહુ જલ્દી સગાઈ કરશે. તેની પહેલા અનસ ટીવી એક્ટ્રેસ રિતી પાંડેની સાથે રિલેશનશિપમાં હતા પરંતુ મેરેજ પર અસહમતિના કારણે ફેબ્રુઆરી ૨૦૧૪ માં બંને અલગ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, 'દિયા ઔર બાતી હમ' ના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. એકવાર ફરીથી નવા રંગરૂપ સાથે દિયા ઔર બાતી હમની સિકવલ ટૂંક સમયમાં શરુ થઇ ગઈ છે. લોકપ્રિય ટીવી શો 'દિયા ઔરબાતી હમ' ની બીજી સીઝનનું નામ 'તુ સૂરજ મેં સાંજ પિયાજી' હશે. 'દિયા ઔર બાતી હમ' માં સંધ્યા રાઠીનો રોલ પ્લે કરનાર દીપિકા સિંહ અને તેમના પતિ સૂરજ રાઠીનો રોલ પ્લે કરનાર અનસ રાશિદ નવા શોનો ભાગ હશે નહિ. આ શો સંધ્યાના બાળકો વેદ અને કનક પર આધારિત હશે.

The post ‘દિયા ઔર બાતી’ ફેમ Anas Rashid આ યુવતી સાથે કરવાના છે મેરેજ appeared first on Vishva Gujarat.

સુનીલ ગ્રોવરની Exit પછી આ બે કોમેડિયન્સ Kapil ના શોમાં કરશે Entry

$
0
0

Jamie Lever is the Replacement of Sunil Grover in Kapil Sharma Show

Kapil Sharma અને સુનીલ ગ્રોવરના ઝઘડા અને સુનીલના શો છોડ્યા પછી કપિલના શોને પહેલા જેવી ટીઆરપી મળી રહી નથી. પરંતુ હવે Kapil Sharma અને ચેનલે પણ શોની ટીઆરપી જોઈ સુનીલ ગ્રોવરની જગ્યાએ કોઈ બીજાને શોધવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, સોનીએ ટ્વીટ કરી કે, કોઈ આવી રહ્યું છે કપિલના મહોલ્લામાં પોતાની કલાકારીનો ધમાકો કરવા. શું થશે તેને જાણવા માટે જોતા રહો 'ધ કપિલ શર્મા શો'.

જો કે, એવી ખબરો સામે આવી રહી છે કે, રાજૂ શ્રીવાસ્તવની એન્ટ્રી શોમાં નક્કી થઇ ગઈ છે. કેટલીક ખબરો રાજૂના નિવેદનના અહેવાલથી આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રાજૂ પણ સુનીલ ગ્રોવરની જેમ અલગ-અલગ રોલ પ્લે કરવામાં માહિર છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, સુનીલ ગ્રોવર જે મહિલાનો રોલ પ્લે કરે છે તેને હવે હવે યુવતી જ પ્લે કરશે. આ યુવતી બીજી કોઈ નહિ પરંતુ જોની લીવરની પુત્રી જેમી લીવર છે. 'ધ કપિલ શર્મા શો' સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું કે, બુધવારે થયેલ કપિલ શર્માના શો ના શૂટિંગમાં જેમી લીવર પણ હાજર હતી અને શો માટે તે શૂટિંગ પણ કરી ચૂકી છે.

સૂત્રો મુજબ, સ્થિતિ એવી છે કે, કોમેડિયન કપિલ શર્મા અને તેમનો 'ધ કપિલ શર્મા શો' બંનેનું ભવિષ્ય જટિલ બનેલું છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. ત્યારથી 'ધ કપિલશર્મા શો' માટે ગંભીર સ્થિત ઉભી થઇ હતી. કપિલના પ્રોડક્શન હાઉસ તરફથી પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે, સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકર ૨ એપ્રિલના એપિસોડના શૂટિંગ પહેલા પરત આવે.

The post સુનીલ ગ્રોવરની Exit પછી આ બે કોમેડિયન્સ Kapil ના શોમાં કરશે Entry appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images