Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Sanjay Dutt એ આમિર ખાન સાથે નિભાવી દોસ્તી, ભૂમિની રિલીઝ ડેટ બદલી

$
0
0

Sanjay Dutt's Movie Bhoomi gets a new release date

બોલિવુડ એક્ટર Sanjay Dutt ની કમબેક ફિલ્મ ભૂમિની તેમના ફેંસ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે લાગે છે કે, તેમને વધારે રાહ જોવી પડશે. તમને જણાવી દઈએ કે, Sanjay Dutt તેમની અપકમિંગ ફિલ્મ ભૂમિના શૂટિંગમાં અત્યારે વ્યસ્ત છે અને આ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન મુંબઈમાં શૂટ કરવામાં આવી રહ્યો છે. તેની પહેલા ચંબલ અને આગ્રામાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મ ભૂમિના નિર્માતાઓએ તે સ્પષ્ટ કર્યું છે કે, હવે આ ફિલ્મ દિવાળીની આસપાસ રિલીઝ થશે. ફિલ્મની ફાઈનલ ડેટ ૨૨ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. પહેલા આ ફિલ્મ ૪ ઓગસ્ટે રિલીઝ થવાની પરંતુ હવે ફિલ્મને પોસ્ટપોંડ કરી દેવામાં આવી છે. જો કે, આમિર ખાનની ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' પણ ૪ ઓગસ્ટે રિલીઝ થવાની છે પરંતુ સંજય દત્ત આમિર ખાન સાથે બોક્સ ઓફિસ પર લડવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, પૂનાની જેલ માંથી મુક્ત થયા પછી સંજય દત્તે ફરીથી ફિલ્મી પારી શરુ કરી રહ્યા છે. અત્યારે તેઓ આગ્રામાં ફિલ્મ 'ભૂમિ' નું શૂટિંગ કરી રહ્યા છે. સંજય દત્તે અંગત અને બોલિવુડ સાથે જોડાયેલ તમામ મુદ્દા પર વાત કરી છે. ફિલ્મ 'ભૂમિ' વિશે સંજય દત્તે જણાવ્યું કે, આ ફિલ્મ એક નાના શહેરના પિતા અને પુત્રીના સંબંધની આસપાસ ફરે છે. આ એક એક્શન-ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનો કન્ટેન્ટ, યુનિટ અને પ્રોડ્યુસર ઘણા સારા છે. સંજય દત્તે કહ્યું કે, જેલમાંથી મુક્ત થયા પછી તેઓ થોડો સમય બાળકો અને પરિવારને આપવા માંગતા હતા અને આ કારણે ફિલ્મનું શૂટિંગ મોડા શરુ કર્યું છે. બાળકોને સ્કુલમાં લેવા જવા-મૂકવા જવા, પેરેન્ટ્સ મિટિંગમાં જવું, બાળકોના સ્કુલના કાર્યક્રમમાં ભાગ લેવો જેવા કામ મેં કર્યા છે. બાળકો સાથે સમય પસાર કરવો મને વધારે પસંદ છે.

The post Sanjay Dutt એ આમિર ખાન સાથે નિભાવી દોસ્તી, ભૂમિની રિલીઝ ડેટ બદલી appeared first on Vishva Gujarat.


રાષ્ટ્રગીતને લઈને Sonam Kapoor ટ્વીટર પર થઇ ટ્રોલ, આપ્યો કરારો જવાબ

$
0
0

Sonam Kapoor trolled for misquoting National Anthem

બોલિવુડ એક્ટ્રેસ Sonam Kapoor એ એચટીની 'લેટ્સ ટોક અબાઉટ ટ્રોલ્સ' સીરીઝ માટે એક લેખ લખ્યો હતો. ટ્રોલ પર લખવામાં આવેલ આર્ટીકલની કેટલીક લાઈન્સ Sonam Kapoor એ ટ્વીટર પર શેર કરી અને જોત-જોતામાં સોનમ કપૂરને લોકોએ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. સોનમ કપૂરે પોતાના લેખની તે લાઈન્સ ટ્વીટર પર શેર કરી હતી. આ લાઈન્સમાં સોનમે રાષ્ટ્રગીત વિશે લખ્યું હતું. જેને વાંચી લોકોએ રાષ્ટ્રગીતમાં 'હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ' જેવી કોઈ લાઈન નથી તેવી વાત કહી અને સોનમને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

સોશિયલ મીડિયા પર શરુ થયેલ સાચા-ખોટા વિવાદને પણ લોકોએ હસી-મજાકમાં પણ લીધો અને ઘણા લોકોએ સોનમને પોતાની નોલેજ સુધારવાની વાત પણ કહી દીધી હતી. ત્યારબાદ સોનમે પોતાના ટ્રોલર્સને તેનો કરારો જવાબ આપતા કહ્યું કે, આભાર આર્ટીકલ માટે આટલો જબરદસ્ત રિસ્પોન્સ આપવા માટે અને તે ટ્રોલ્સને પણ જેમણે ભલે ભૂલથી તો ભૂલથી પરંતુ મારી વાત પર રિસ્પોન્સ તો આપ્યો. ત્યારબાદ સોનમે એક ટ્વીટર યુઝરની એક ટ્વીટ શેર કરતા રાષ્ટ્રગીતનું લોંગ વર્ઝન શેર કર્યું છે.

The post રાષ્ટ્રગીતને લઈને Sonam Kapoor ટ્વીટર પર થઇ ટ્રોલ, આપ્યો કરારો જવાબ appeared first on Vishva Gujarat.

Salman Khan ના ફેંસ માટે ગુડ ન્યૂઝ, વાંચી લો તમે પણ…

$
0
0

Salman Khan

યશરાજ ફિલ્મ્સે Salman Khan ફિલ્મ્સનાં બેનર હેઠળ બનેલ આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' માટે મધ્ય-પૂર્વ અને ઉત્તરી આફ્રિકાને છોડી વિદેશી વિતરણનાં અધિકાર પ્રાપ્ત કરી લીધા છે. વિદેશી ક્ષેત્રમાં Salman Khan ફિલ્મ્સનું વાઈઆરએફની સાથે આ પ્રથમ સહયોગ છે. વાઈઆરએફનાં ઇન્ટરનેશનલ ઓપરેશન્સનાં ઉપાધ્યક્ષ અવતાર પાનેસરે કહ્યું કે, સલમાન ખાન વાસ્તવમાં આજે પણ બોક્સ ઓફિસ પર મોટા સ્ટાર છે અને પ્રત્યેક ફિલ્મની સાથે આગળ વધી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' રિલીઝ પહેલા જ ૨૦૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાવી ચૂકી છે. ફિલ્મના ડીસ્ટ્રીબ્યુશન રાઈટ્સ અને મ્યુઝીક રાઈટ્સ પહેલાથી વહેચી ચૂકી છે. એવું જણાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મ લગભગ ૧૦૦ કરોડ રૂપિયામાં બનીને તૈયાર થઇ છે. આ પ્રમાણે ફિલ્મે રિલીઝ પહેલા ૧૦૦ કરોડનો નફો કમાવી લીધો છે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post Salman Khan ના ફેંસ માટે ગુડ ન્યૂઝ, વાંચી લો તમે પણ… appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડની ફેશનેબલ અભિનેત્રી સોનમ કપૂરે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. જેનો એક વિડીયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

વર્ષ ૨૦૧૬ માં આવેલી ફિલ્મ Neeraja માં શાનદાર અભિનય માટે સોનમ કપૂરને ફિલ્મ ફેયર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે. સોનમ કપૂરે અત્યાર સુધીમાં ચાર ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરનુ લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 1
પ્લસ સાઈઝ મોડલ એશ્લે ગ્રાહમે કેરેબિયન સીમા એક સ્વિમવિયર કેમ્પેનના માટે ફોટોશૂટ કરાવતી જોવા મળી છે.

જુઓ આગળની સ્લાઈડરમાં તેમના સ્વિમવિયર કેમ્પેનના ફોટોસ....

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 2

તેમણે બીચના સિવાય પણ ઘણી અલગ-અલગ જગ્યા પર ફોટોશૂટ કરાવ્યું છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 3

ફોટોશૂટના દરમિયાન એશ્લે ગ્રાહમે લીલા રંગનું ટુ-પીસ પહેરેલુ છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 4

એશ્લે ગ્રાહમ ક્યારેક દરિયાના જીવને પકડીને અને ક્યારેક દરિયામાં ફોટોશૂટ કરાવતી જોવા મળી છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 5

ફોટોશૂટના દરમિયાન તે ઘણી મજામાં દેખાઈ રહી હતી. એશ્લે ગ્રાહમે પોતાના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 6

એશ્લે ગ્રાહમે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “Just another day at the office @swimsuitsorall #summerofyou #swimsuitsforallsummer17. બીજી ફોટોમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “Hey, quick reminder that @theashleygraham and @djmillie are this gorgeous.

જુઓ આગળ વધુ ફોટોસ....

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 7

પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Ashley Graham Swimwear Campaign in Caribbean 8

The post પ્લસ સાઈઝ મોડલે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

સલમાન ખાનની ફિલ્મ ‘Tubelight’ને સૌથી પહેલા જોશે આ ઇન્ટરનેશનલ એક્ટ્રેસ

$
0
0

આ વર્ષે ઈદ પર સલમાન ખાનની ફિલ્મ 'Tubelight' રીલીઝ થવાની છે. સલમાનની આ ફિલ્મની રાહ લોકો આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. સલમાનની ફિલ્મો બોક્સ ઓફીસ પર જે કમાલ કરે છે તે જોવું તો બને જ છે. ગયા વર્ષે ઈદ પર સલમાનની ફિલ્મ સુલતાન ઇન્ડસ્ટ્રી અને તેમના ફેંસ માટે પણ એક ખાસ ભેટ હતી. હવે તેમના ફેંસને સલમાનની ફિલ્મ ટ્યુબલાઈટથી વધારે આશા છે. જો કે, આ ફિલ્મ જોવા માટે બધા વધારે બેતાબ છે પરંતુ શું તમે જાણો છો કે, આ ફિલ્મને સૌથી પહેલા કોણ જોશે? તમને જણાવી દઈએ કે, આ ફિલ્મને સૌથી પહેલા સલમાનની જિંદગીનું કોઈ ખાસ વ્યક્તિ જોશે. જી હાં, આ ફિલ્મને એક્સકલુઝીવલી આ ફિલ્મની અભિનેત્રી ઝૂ ઝૂ અને તેના પરિવારને બતાવવામાં આવશે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

સલમાન ખાને ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ. હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે.

The post સલમાન ખાનની ફિલ્મ ‘Tubelight’ ને સૌથી પહેલા જોશે આ ઇન્ટરનેશનલ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.

જુઓ…ટીવી અભિનેત્રી Nia Sharma ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Asia's third sexiest woman Nia Sharma gets her Instagram Back

ટીવી અભિનેત્રી Nia Sharma ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

પ્રખ્યાત ટીવી અભિનેત્રી Nia Sharma ને જી ટીવીની સીરીયલ ‘જમાઈ રાજા’ માં ‘રોશની’ ના ભૂમિકાથી જાણીતી બની હતી. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. પરંતુ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામને કોઈ હેકર્સે હેક કરી લીધું હતું.

ટીવી અભિનેત્રી નિયા શર્માની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોવા મળી રહ્યું નહોતું. જેના કારણે તે કેટલાક દિવસથી હેરાન હતી.

ટીવી અભિનેત્રી નિયા શર્માની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

પરંતુ હવે તેમના ચાહકો માટે સારા સમાચાર છે. નિયા શર્માની સુંદરતાના દીવાના હવે ફરીથી સોશિયલ મીડિયા પર તેણે જોઈ શકશે.

ટીવી અભિનેત્રી નિયા શર્માની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

જી હા, નિયા શર્માનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પાસું રીએક્ટીવ થઈ ગયું છે. એકાઉન્ટ એક્ટીવ થયા બાદ નિયા શર્મા પોતાની તસ્વીરો પોસ્ટ કરવા લાગી છે.

ટીવી અભિનેત્રી નિયા શર્માની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

નિયા શર્મા લઈને સમાચાર છે કે, તે કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરો કે ખેલાડી’ માં સ્પર્ધક તરીકે ભાગ લેવાની છે.

ટીવી અભિનેત્રી નિયા શર્માની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તેના સિવાય નિયા શર્મા આ દિવસોમાં પોતાની વેબ સીરીઝ ‘ટ્વિસ્ટેડ’ ની શુટિંગમાં વ્યસ્ત છે.

ટીવી અભિનેત્રી નિયા શર્માની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ઉલ્લેખનીય છે કે, નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

ટીવી અભિનેત્રી નિયા શર્માની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ખૂબ ક્લોઝ છે. આગળ જુઓ વધુ ફોટા...

ટીવી અભિનેત્રી નિયા શર્માની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ… ટીવી અભિનેત્રી Nia Sharma ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

અઝાન વિવાદ : Sonu Nigam વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે પુના કોર્ટમાં અરજી

$
0
0

Complaint against Sonu Nigam filed in Pune court

બોલીવુડના પ્રખ્યાત સિંગર Sonu Nigam ના અઝાન પર આપેલ નિવેદનને કારણે શરૂ થયેલો વિવાદ હવે વધતો દેખાઈ રહ્યો છે. આ ક્રમમાં આજે સોનુ નિગમ સામે પુણેમાં કેસ દાખલ કરવાની અરજી આપવામાં આવી છે.

સોનુ નિગમ પર ધાર્મિક ભાવનાઓને ભડકવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, પુણેની અદાલતમાં કેસ દાખલ કરવાની આ અરજી
હેમંત પાટિલ અને અનવર શેખ તરફથી દાખલ કરવામાં આવી છે.

જાણો શું છે સંપૂર્ણ બાબત?
તાજેતરમાં સોની નિગમે ટ્વીટ કરી હતી કે, “હું મુશ્લીમ નથી પરંતુ રોજ સવારે મારે અઝાનની આવાજથી ઉઠવું પડે છે.’ તેની સાથે તેમણે એવું પણ લખ્યું કે, ક્યાં સુધી આપણે આવી ધાર્મિક રીતિઓને જબરદસ્તીથી સહન કરવી પડશે. પોતાની ટ્વીટ પર આવતી કમેન્ટનાં પ્રત્યુત્તરમાં સોનૂ નિગમે લખ્યું કે, જ્યારે મોહમ્મદે ઇસ્લામની સ્થાપના કરી હતી, ત્યારે વીજળી હતી નહિ. પરંતુ એડિસનના આવિષ્કાર પછી આ ઝંઝટની શું જરૂર છે. તેની સાથે સોનૂ નિગમે આવી વાતોને ગુંડાગર્દી જણાવ્યું અને એવું પણ લખ્યું કે, તે મંદિર કે ગુરુદ્ધારાનાં આ કદમને સપોર્ટ કરતા નથી કે વીજળીનો પ્રયોગ કરી તે સવારે-સવારે કોઈની ઊંઘ ખરાબ કરે.

The post અઝાન વિવાદ : Sonu Nigam વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે પુના કોર્ટમાં અરજી appeared first on Vishva Gujarat.


Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે!

$
0
0

Bollywood

જિતેન્દ્ર

jitendra

સામાન્ય માણસમાં ઘણી વિચિત્ર આદતો હોય છે જે તમને દંગ કરી દે છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, આપણા ઘણા Bollywood સ્ટાર્સ એવા પણ છે જે આવી આદતોના ગુલામ હોય છે, જેને તમે જાણતા હશો નહિ. તેમની આ આદતો વિશે જાણી તમે આશ્ચર્યચક્તિ થયા વગર રહેશો નહિ અને મોટાભાગના કેસમાં તમે તમારી હસી રોકી શકશો નહિ.

Bollywood ના દિગ્ગજ એક્ટર જિતેન્દ્રની આદત વિશે સાંભળી તમે ચોંકી જશો. જિતેન્દ્રને વોશરૂમમાં પૈપયુ ખાવાની આદત છે. તેમનું માનવું છે કે, પૈપયુ પેટ માટે સારું હોય છે અને ટોયલેટમાં ખાવાથી ફાયદાકારક રહે છે. તે ઘણા વર્ષોથી આવું કરે છે.

અમિતાભ બચ્ચન

bigb

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પોતાના હાથ પર બે ઘડિયાળ પહેરવાની આદત છે. અમિતાભનું કહેવું છે કે, તેમને આ આદત ત્યારે પડી જ્યારે અભિષેક વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યારે ઇન્ડિયા અને ત્યાના ટાઈમ ઝોનની ખબર રાખવા માટે તેઓ બે ઘડિયાળ પહેરતા હતા. ત્યારબાદ તેમને તેની આદત પડી ગઈ હતી.

શાહરૂખ ખાન

srk

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને પોતાના જૂતાથી વધારે પ્રેમ છે. તે દિવસમાં એક કે બે વાર જ પોતાના જૂતા ઉતારે છે. ક્યારેક-કયારેક તો તેઓ તેમના જૂતા પહેરીને જ સૂઈ જાય છે.

સની લિયોની

sunny

હોટ એક્ટ્રેસ સની લિયોનીની સુંદરતાના લાખો દિવાના છે પરંતુ તેને એક વિચિત્ર આદત છે જેને સાંભળી તમે હેરાન થઇ જશો. સનીને દર ૧૫ મિનિટે પોતાના પગ ધોવાની આદત છે. તેની આ આદતના કારણે તેના ફિલ્મોના શૂટિંગમાં પણ મોડું થાય છે.

વિદ્યા બાલન

vidya

વિદ્યા બાલનને સાડીઓનો બહુ શોખ છે. તેની પાસે ૮૦૦ થી વધારે સાડીઓનું કલેક્શન છે. તેમનું કહેવું છે કે, તે સપનામાં પોતાને સાડી પહેરતી જોવે છે.

સૈફ અલી ખાન

saif

વિચિત્ર આદતોમાં તો સૈફ અલી ખાને બધાને પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે, સૈફને બાથરૂમમાં સમય પસાર કરવો વધારે પસંદ છે. તેણેપોતાના બાથરૂમમાં લાઈબ્રેરી અને ટેલીફોન રાખ્યો છે.

The post Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે! appeared first on Vishva Gujarat.

આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ!

$
0
0

નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ

tv

ફિલ્મોમાં જે પ્રકારે હિરો- હિરોઈનની સાથે-સાથે વિલન પણ જરૂરી હોય છે તે પ્રમાણે આપણી ટીવી સીરીયલમાં પણ વિલન હોય છે પરંતુ ખાસ વાત એ છે કે, નાના પડદા પર આવા રોલ મહિલા પ્લે કરે છે, જે ષડ્યંત્ર રચી લોકોને પરેશાન કરે છે. આજે અમે તમને જણાવીશું ટીવીની ૫ ખલનાયિકા વિશે જેને જોઈ તમને થઇ જશે પ્રેમ.

ઉર્વશી ધોળકીયા

urvashi

ટીવીની ખલનાયિકાની વાત કરવામાં આવે તો ઉર્વશી ધોળકીયાનું નામ સૌથી ઉપર આવે છે. સિરીયલ 'કસોટી જિંદગી કી' માં કમોલિકાનો રોલ લોકો આજે પણ ભૂલ્યા નથી. ઉર્વશી આજે પણ ઘણી સિરીયલમાં નેગેટીવ રોલમાં નજર આવે છે.

અનિતા હસનંદાની

ishita

'યે હે મોહબ્બતે' માં રમણ અને ઈશિતાના જીવનમાં અશાંતિ લાવનાર અનિતા હસનંદાની પડદા પર ભલે નેગેટીવ રોલ પ્લે કરી છે પરંતુ રિયલ લાઈફમાં લોકો તેને વધારે પ્રેમ કરે છે.

અદા ખાન

adaa-khan

અદાખાન ટીવીની સુંદર ખલનાયિકાઓમાંથી એક છે. અત્યારે તે નાગિન સિરીયલમાં તે પોતાના ષડ્યંત્રથી લોકોને મનોરંજન કરી રહી છે.

સૈયંતી ઘોષ

saiyanti

સિરીયલ 'ઇતના ભી કરો ના મુજસે પ્યાર' માં નિવેદીતાનો રોલ પ્લે કરનારી સૈયંતી ભલે નેગેટીવ રોલ પ્લે કરે છે પરંતુ લોકો તેના આ રૂપને વધારે પસંદ કરે છે.

લીના યાદવ

leena

ઝીટીવીનો શો કુમકુમ ભાગ્યમાં તનુનો રોલ પ્લે કરનારી લીના યાદવ શો માં પ્રજ્ઞાની વિરુધ્ધ ષડ્યંત્ર રચતી નજર આવે છે. આ શો ને હીટ બનાવવામાં તેનો રોલ પણ મહત્વનો છે.

The post આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ! appeared first on Vishva Gujarat.

આ તસ્વીરોમાં જોવા મળ્યો બેસ્ટ સિંગરની વિજેતા Neha Bhasin નો બોલ્ડ અવતાર

$
0
0

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

વર્ષ ૨૦૧૭ ના ફિલ્મફેયર એવોર્ડ્સમાં બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ નેહા ભસીનને મળ્યો છે.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

તેમણે આ એવોર્ડ જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત માટે મળ્યો છે.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

આ ગીત તેમણે ફિલ્મ સુલ્તાન માટે ગાયું હતું.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર નેહા ભસીન ખુબ જ હોટ ફિગરની માલકિન છે.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

તેમણે તેના શરીરના અનેક ભાગો પર ટેટૂઝ કરાવ્યા છે.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

એવી જ એક બાથટબમાં સરબારો ટેટૂઝ વાળી તસ્વીર તેમણે પોસ્ટ કરી ઇન્સ્ટાગ્રામ પર ડીલીટ કરી દીધી હતી.

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

આ તે તસ્વીર છે જે નેહાએ ડીલીટ કરી દીધી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

પ્લેબેક સિંગર એવોર્ડ જીતનાર Neha Bhasin ની તસ્વીરો

The post આ તસ્વીરોમાં જોવા મળ્યો બેસ્ટ સિંગરની વિજેતા Neha Bhasin નો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

Baahubali 2 ને લઈને ખુલ્યો રાઝ, કંઇક આવો હશે ફિલ્મનો અંત!

$
0
0

Baahubali 2 film story climax longest in indian Cinema History

'Baahubali 2' 28 એપ્રિલે રિલીઝ થઇ રહી છે અને બધાને આ વાતનો જવાબ મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? તો બીજી તરફ, રિલીઝ પહેલા તેના એક અન્ય રાઝ પરથી પડદો ઉઠી ગયો છે. આ વખતે ખુલાસો થયો છે, બાહુબલી 2 નાં ક્લાઈમેક્સ સીન લઈને. કહેવામાં આવી રહ્યું છે કે, Baahubali 2 નો એન્ડ સીન વધારે શાનદાર અને રેકોર્ડ બનાવશે. પરંતુ શું તમે જાણો છો આ કયો રેકોર્ડ છે.

તમને જણાવી દઈએ કે, આ રેકોર્ડ હશે સૌથી લાંબા ક્લાઈમેક્સ સીનનો . એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બાહુબલી 2 નો અંતિમ સીન ૪૫ મિનિટનો હશે અને તેના માટે લગભગ ૩૦ કરોડનો સેટ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ, બાહુબલી 2 નો ઇન્તઝાર તે પ્રશ્નનાં ઉત્તર માટે પણ કરવામાં આવી રહ્યો છે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

The post Baahubali 2 ને લઈને ખુલ્યો રાઝ, કંઇક આવો હશે ફિલ્મનો અંત! appeared first on Vishva Gujarat.

Bannet Dosanjh બન્યો રાઈઝિંગ સ્ટારનો વિનર

$
0
0

Bannet Dosanjh

રાઇઝિંગ સ્ટારને પોતાનો વિનર મળી ગયો છે. Bannet Dosanjh એ મૈથિલી ઠાકુર અને અંકિતા કુંડુને હરાવી રાઈઝિંગ સ્ટારની ટ્રોફી જીતી લીધી છે. બેનેટે મૈથિલીને ફક્ત બે વોટથી હરાવી છે. બેનેટને ૭૭% અને મૈથિલીને ૭૫% વોટ મળ્યા છે. બેનેટને 20 લાખ રૂપિયા ઇનામ તરીકે મળ્યા છે. તેની સાથે જ બેનેટને મહેશ ભટ્ટનાં પ્રોડક્શન હાઉસ હેઠળ બનનારી ફિલ્મમાં પ્લેબેક સિંગિંગની તક પણ મળશે.

જીત મેળવ્યા પછી બેનેટે કહ્યું કે, મને મારી જીત પર વિશ્વાસ નથી થતી. હું હવે વધારે મહેનત કરીશ. ગ્રાંડ ફિનાલેમાં અનિલ કપૂર પણ આવ્યા હતા. અનિલે શોમાં પોતાની ટીવી સીરીઝ ૨૪ ની બીજી સીઝનની ડીવીડી લોન્ચ કરી હતી. શોની શરૂઆત અનિલ કપૂરનાં પરફોર્મન્સથી થઇ હતી. ત્યારબાદ અંકિતા કુંડુએ તાલ ફિલ્મના સોંગ કહી આગ લગે પર પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ ૧૬ વર્ષની મૈથિલીએ 'સુના-સુના' ગાઈને બધાનું દિલ જીતી લીધું છે. બેનેટે ટશનનાં સોંગ પર પરફોર્મ કર્યું. ત્રણેય ફાઈનલિસ્ટમાં પહેલા અંકિતા એલીમીનેટ થઈ હતી.

The post Bannet Dosanjh બન્યો રાઈઝિંગ સ્ટારનો વિનર appeared first on Vishva Gujarat.

Adnan Sami એ કહ્યું- જાધવને મુક્ત કરે પાક, સોનુ નિગમની વાતને આપ્યું સમર્થન

$
0
0

Singer Adnan Sami support Sonu Nigam on azan issue

Adnan Sami તાજેતરમાં પાકિસ્તાની સોશિયલ મીડિયાના નિશાના પર હતા. તેમને એક એપ ડિલીટ કરવાના કારણે ટ્રોલ કરવામાં આવ્યા છે જેનાથી તે વધારે હેરાન છે. વાત જાણે એમ છે કે, સ્નેપચેટનાં સીઈઓએ જ્યારે આ એપને લઈને ભારત પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું તો Adnan Sami એ અન્ય ભારતીયોની જેમ તેને પોતાના ફોનમાંથી ડિલીટ કરી દીધી હતી. પરંતુ પાકિસ્તાનીઓને પસંદ આવ્યું નહિ અને તેને લઈને અદનાનને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધી અદનાન સામી જર્મનીમાં હતા. આજે સવારે જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે એક ખાસ વાતચીતમાં આ મામલે અદનાને કહ્યું કે, મને પાકિસ્તાનની તરફથી સ્નેપચેટ કેસમાં ટ્રોલ કરવામાં આવ્યા છે. મને સમજાતું નથી કે, તેમણે આવું કેમ કર્યું. આ તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના જેવી વાત છે. અદનાને એવું પણ કહ્યું કે, આ દુઃખની વાત છે કે કાશ્મીરમાં જવાનો પર હુમલા થઇ રહ્યા છે. હું ઈચ્છું છુ અને દુઆ કરું છુ કે, પ્રેમ અને શાંતિનો માહોલ બને.

અદનાન સામીએ વાતચીતમાં કુલભૂષણ જાધવ મુદ્દે પણ પોતાની રાય પણ રાખી. અદનાને કહ્યું કે, કુલભૂષણ જાધવને લઈને મારી પાકિસ્તાન સરકારને અપીલ છે કે, તે કોઈપણ રીતે આ કેસનો ઉકેલ લાવે અને જાધવને ઇન્ડિયા પરત મોકલે. સોનુ નિગમની લાઉડસ્પીકરની વિવાદિત ટ્વીટને લઈને અદનાને કહ્યું કે, મને નથી ખબર કે, સોનુએ શું કહ્યું. હું બહાર ટ્રાવેલિંગ કરી રહ્યો હતો. પરંતુ હું સોનુને વર્ષોથી ઓળખું છુ અને તે ઘણા સારા માણસ છે. આ કેસમાં ચોક્કસ કોઈ ગેરસમજ થઇ છે.

The post Adnan Sami એ કહ્યું- જાધવને મુક્ત કરે પાક, સોનુ નિગમની વાતને આપ્યું સમર્થન appeared first on Vishva Gujarat.

ફરીથી નાના-નાની બનશે ધર્મેન્દ્ર અને હેમા, પ્રેગનન્ટ છે Esha Deol

$
0
0

Dharmendra and Hema Malini daughter Esha Deol is Pregnant

બોલિવુડમાં ડ્રીમ ગર્લના નામથી ફેમસ એક્ટ્રેસ હેમા માલિનીનાં ઘરે એક મોટા ગુડ ન્યૂઝ છે. હેમા માલિની અને એક્ટર ધર્મેન્દ્રની પુત્રી બોલિવુડ એક્ટ્રેસ Esha Deol પ્રેગનન્ટ છે. દેઓલ પરિવારમાં આ ખાસ તક છે. તાજેતરમાં બોલિવુડ એક્ટ્રેસ સોહા અલી ખાન બેબી બંપની સાથે સ્પોટ થઇ હતી. ત્યારબાદ બોલિવુડમાં એક ગુડ ન્યૂઝ Esha Deol તરફથી મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઈશા દેઓલ અને તેના પતિ ભરત તખ્તાની પેરેન્ટ્સ બનવાના છે તે વાતની પુષ્ટિ હેમા માલિની અથવા ઈશાની ફેમિલીએ નહિ પરંતુ હેમા માલિનીના જીવન પર આધારિત પુસ્તક લખનાર રાઈટર ગોપાલ કમલ મુખર્જીએ શેર કર્યા છે. રામ કમલ મુખર્જી જે પુસ્તક લખી રહ્યા છે તેનું નામ 'બિયોન્ડ ધ હેમા માલિની' છે. તમને જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર અને હેમા માલિની બીજીવાર નાના-નાની બનશે. તેની પહેલા તેઓ નાની પુત્રી અહાનાનાં પુત્રના નાના-નાની બની ચૂક્યા છે.

ઈશા દેઓલે બહેન અહાનાની પ્રેગ્નન્સીની પૂરી જવાબદારી ઉઠાવી હતી. અત્યારે ઈશા તેની મમ્મીની સાથે તેના જૂહુવાળા બંગલામાં રહે છે અને સમય-સમય પર પોતાના સાસરી જે બાંદ્રા વિસ્તારમાં છે ત્યાં પણ જાય છે. ખબરોની માનીએ તો જૂહુવાળા ઘરમાં હેમા માલિનીએ બોલિવુડ એક્ટ્રેસ ઈશાના આવનાર બાળક માટે એક સુંદર રૂમ પણ બનાવવાનું શરુ કરી દીધું છે. ઇશા દેઓલ લાસ્ટ ટાઈમ ફિલ્મ 'કિલ ધેમ યંગ' માં નજર આવી હતી. જે ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી.

The post ફરીથી નાના-નાની બનશે ધર્મેન્દ્ર અને હેમા, પ્રેગનન્ટ છે Esha Deol appeared first on Vishva Gujarat.


૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર થશે મહાકલેશ, આ ફિલ્મ સાથે ટકરાશે Akshay ની ‘2.0’

$
0
0

Akshay Kumar's 2.0 release postponed to Republic Day 2018 weekend

બોલિવુડમાં વર્ષની શરૂઆત બે બિગ બજેટની ફિલ્મોના કલેશ સાથે થઇ હતી અને તેની સીધી અસર તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પડી હતી. આ વર્ષે આ પ્રકારની ઘણી મોટી ફિલ્મો પરસ્પર ટકરાવા માટે તૈયાર છે. આ વાતને સમજતા Akshay Kumar સ્ટારર '2.૦' ની રિલીઝ ડેટ દિવાળીથી વધારી આગળ કરી દેવામાં આવી છે પરંતુ ક્લેશનું સંકટ હજુ પણ ખતમ થયું નથી. વર્ષ ૨૦૧૮ માં Akshay Kumar ની 2.0 રિલીઝ કરવામાં આવશે પરંતુ આ ચક્કરમાં હવે તેમની ફિલ્મ વર્ષ ૨૦૧૮ ફર્સ્ટ મહાક્લેશનું કારણ બની શકે છે.

૨૬ જાન્યુઆરી ૨૦૧૮ નાં રોજ નીરજ પાંડેની ફિલ્મ 'અય્યારી' સાથે તેમની ફિલ્મ ટકરાશે. આ ફિલ્મમાં અક્ષયના ક્લોઝ ફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં છે. તો બીજી તરફ આ જ તારીખે સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ચંદા મામા દૂર કે પણ રિલીઝ થશે. ૨૬ જાન્યુઆરી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન માટે ઘણું સારું સાબિત થાય છે. કારણકે આ દિવસે રજા હોવાના કારણે તેનો ફાયદો મળે છે. તો હવે તે જોવું દિલચસ્પ હશે કે, આ કલેશ રોકવા માટે આ ફિલ્મ નિર્માતા શું તરકીબ કરે છે.

ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ૨.૦ ની રિલીઝ ડેટ ટળી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની હતું પરંતુ હવે આ ફિલ્મ આગામી વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ પર અજય દેવગણની 'ગોલમાલ અગેન' અને આમિર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર' સાથે થવાની હતી. આ કારણે છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ ચર્ચામાં હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળશે. અક્ષયના રોલનું નામ રિચર્ડ હશે. અક્ષયે આ રોલ માટે પોતાનો લૂક એકદમ બદલી નાખ્યો છે.

The post ૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર થશે મહાકલેશ, આ ફિલ્મ સાથે ટકરાશે Akshay ની ‘2.0’ appeared first on Vishva Gujarat.

Confirmed: કલ્પના ચાવલા બની Priyanka Chopra ભરશે અંતરિક્ષની ઉડાન

$
0
0

Priyanka Chopra

હોલિવુડમાં પોતાના પ્રોજેક્ટ્સમાં Priyanka Chopra ને સારી સફળતા મળી છે. તેવામાં હવે તેની બોલિવુડમાં વાપસી પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા. પરંતુ આ બધા અંદાજો ખોટા સાબિત કરી Priyanka Chopra ના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. જય ગંગાજળ પછી પ્રિયંકા ચોપડા બોલિવુડથી દૂર થઇ ગઈ હતી પરંતુ હવે તેની બોલિવુડમાં વાપસી નક્કી છે. ખાસ વાત એ છે કે, તે હવે એક બાયોપિકમાં નજર આવશે. જી હાં, અંતરિક્ષની ઉડાન ભરનાર ભારતની પુત્રી કલ્પના ચાવલા પર ફિલ્મ બનવાની છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દેસી ગર્લ પ્રિયંકાએ તેના આગામી પ્રોજેક્ટ માટે કલ્પના ચાવલા પર આધારિત બાયોપિક સાઈન કરી લીધી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ચોપડાની ટીમ એક વર્ષ કરતા પણ વધારે સમયથી આ પ્રોજેક્ટમાં સામેલ હતી અને તાજેતરમાં તેની સ્ક્રીપ્ટ ફાઈનલ થઇ છે. ફિલ્મની નિર્દેશક પ્રિયા મિશ્રાએ આ ખબરની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, તે છેલ્લા સાત વર્ષથી આ ફિલ્મ પર કામ કરી રહી છે. હવે તેના માટે પ્લેટફોર્મ તૈયાર થઇ ગયું છે અને એક નવા પ્રોડક્શન બેનર આ પ્રોજેક્ટમાં રોકાણ કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તર પર બનાવવામાં આવશે.

ફિલ્મની ડિરેક્ટર પ્રિયા મિશ્રાએ કલ્પના ચાવલાની બાયોપિક માટે ઘણું સંશોધન કર્યું છે. તેના માટે તે કલ્પનાના માતા-પિતા અને ભાઈ સાથે ઘણીવાર મુલાકાત કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, પ્રિયા એક ટીવી ચેનલની ક્રિએટીવ હેડ રહી ચૂકી છે અને આ પ્રોજેક્ટ માટે મહેનત કરી રહી છે.

The post Confirmed: કલ્પના ચાવલા બની Priyanka Chopra ભરશે અંતરિક્ષની ઉડાન appeared first on Vishva Gujarat.

Nawazuddin Siddiqui એ જણાવ્યું, કયો ધર્મ છે તેમના DNA માં

$
0
0

Nawazuddin Siddiqui got his DNA tested and found what religion he belongs to

બોલિવુડ એક્ટર Nawazuddin Siddiqui ને તેમના પાવરપેક એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. આજકાલ Nawazuddin Siddiqui નંદિતા દાસની ફિલ્મ 'મંટો' નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તે દરમિયાન તેમણે ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે જે ખાસ કારણે વાયરલ થઇ રહ્યો છે. આજે સવારે નવાઝે તેમના ટ્વીટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ કાર્ડ દ્ધારા જણાવી રહ્યા છે કે, થોડા દિવસ પહેલા તેમણે ડીએનએ કરાવ્યું હતું. આ રિપોર્ટમાં ખબર પડી કે તે ઘણા ધર્મોથી મળીને બન્યા છે પરંતુ તેનાથી મોટી વાત એ છે કે, તે ૧૦૦ % આર્ટીસ્ટ છે.

આ વિડીયોમાં નવાઝ કંઈ બોલ્યા વગર ઘણી મોટી વાતો કહી ગયા છે. નવાઝે આ વિડીયોમાં બોર્ડ પર લખેલ શબ્દો દ્ધારા પોતાની વાત કહી છે. પહેલા બોર્ડમાં તેમણે પોતાનું નામ જણાવ્યું છે અને બીજામાં પોતાનો ડીએનએ ચેક કરાવવાની વાત લખી છે. ત્યારબાદનાં બોર્ડ્સ પર તેમણે લખ્યું કે, તે ૧૬.૬૬% મુસ્લિમ, ૧૬.૬૬% શીખ, ૧૬.૬૬% ક્રિશ્ચન, ૧૬.૬૬% બૌદ્ધ ધર્મને માનનારા છે અને ૧૬.૬૬% દુનિયાના બાકી ધર્મનાં છે પરંતુ જ્યારે તેમણે તેમની આત્માને શોધી તો તેમણે જાણ્યું કે, તે ૧૦૦% આર્ટીસ્ટ છે.

જો નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મોની વાત કરીએ તો આ વર્ષે નવાજુદ્દીન સિદ્દીકીની ૪ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. વર્ષની શરૂઆતમાં આવેલ ફિલ્મ 'રઈસ' માં તે કિંગ ખાનની સાથે નજર આવ્યા હતા. તેમની અપકમિંગ ફિલ્મ મુન્ના માઈકલ, મંટો, મોમ, બાબુમોશાય બંદૂકબાજ છે.

The post Nawazuddin Siddiqui એ જણાવ્યું, કયો ધર્મ છે તેમના DNA માં appeared first on Vishva Gujarat.

OMG! Salman Khan અને તેમની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરનાં સંબંધમાં આવી ખટાશ

$
0
0

Salman Khan

ખબરોની માનીએ તો Salman Khan અને લૂલિયા વંતુરનાં રિલેશનમાં દરાર આવી ગઈ છે અને તેની પાછળનું કારણ છે સલમાનનું દબંગ ટૂર. થોડા કેટલાક સપ્તાહથી Salman Khan ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશના પ્રવાસ પર છે અને તેમની સાથે ટૂર પર સોનાક્ષી સિન્હા, બિપાશા બાસુની સાથે-સાથે તેમના ફેમિલી મેમ્બર પણ છે. જેમાં તેમની સલમાનની માતા સલમા, બહેન અર્પિતા તેના પતિ આયુષ સાથે સામેલ છે. પરંતુ દરેક ઇવેન્ટ પર સલમાનની ફેમિલી સાથે નજર આવનારી લૂલિયા આ ટૂરથી મિસિંગ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લૂલિયા પણ આ ટૂરનો ભાગ બનવા માંગતી હતી અને એટલું જ નહિ તે સ્ટેજ પર પણ સોંગ ગાવા માંગતી હતી પરંતુ સલમાન તેનાં આ આઈડિયા માટે તૈયાર થયા નહિ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ કારણે બંને વચ્ચે વિવાદ થઇ ગયો છે. ગયા અઠવાડિયાથી સલમાન ખાનનો દબંગ ટૂર શરુ થઇ ગયો છે. ટૂરની શરૂઆત હોંગ કોંગથી થઇ હતી. ટૂરનાં પ્રથમ દિવસે સલમાન તેમની ફિલ્મોના સોંગ પર ખૂબ ડાંસ કર્યો હતો. સલમાને દબંગનાં સોંગ મુન્ની બદનામ હુઈ, સુલતાનનું સોંગ બેબી કો બેઝ પસંદ હે, પાર્ટનરનું સોંગ મારિયા-મારિયા, બોડીગાર્ડ અને પ્રેમ રતન ધન પાયો ફિલ્મોનાં સોંગ પર ડાંસ કર્યો હતો.

સલમાનનું પરફોર્મન્સ લોકોને વધારે પસંદ આવ્યું હતું. આ કોન્સર્ટમાં ઘણા લોકો આવ્યા હતા. એવું કહેવું ખોટું નથી કે, સલમાનને લોકો ભારતમાં જ નહિ વિદેશોમાં પણ પસંદ કરે છે. થોડા દિવસ પહેલા સલમાનનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે ડાંસ પ્રેક્ટીસ કરતા જોવા મળ્યા હતા. આ કોન્સર્ટની ખાસ વાત એ રહી કે, અક્ષય કુમાર પણ સરપ્રાઈઝલી ત્યાં પહોચ્યા હતા. આ કોન્સર્ટ હોંગકોંગ પછી ઓકલેન્ડ, મેલબર્ન અને સિડનીમાં આયોજિત થશે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post OMG! Salman Khan અને તેમની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરનાં સંબંધમાં આવી ખટાશ appeared first on Vishva Gujarat.

Plastic Surgery ની મદદથી આ TV Actresses બદલ્યું પોતાનું લૂક

$
0
0

Plastic Surgery

મૌની રોય

mouny

પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ લોકો પોતાની સુંદરતા વધારવા માટે કરી રહ્યા છે. બોલિવુડની જેમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પ્લાસ્ટિક સર્જરીનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે. ઘણા ટીવી સેલેબ્સ પોતાના લૂકને બ્યુટીફૂલ બનાવવા માટે આ સર્જરી કરાવી રહ્યા છે. જો કે, તેમણે આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.

સિરીયલ 'નાગિન' માં શિવન્યાના રોલમાં જોવા મળતી મૌની રોય પણ લિપ સર્જરી કરાવી ચૂકી છે. તેનો ઉપરનો હોઠ ઘણો પાતળો હતો. આ કારણે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

રાખી સાવંત

rakhi

'બિગ બોસ' અને 'રાખી કા સ્વયંવર' જેવા રિયાલીટી શો માં નજર આવી ચૂકેલી રાખી સાવંતે પોતાની બોડીના દરેક પાર્ટની સર્જરી કરાવી ચૂકી છે. તે સારા લૂકની ચાહતમાં બ્રેસ્ટ ઈમ્પ્લાંટનો સહારો લઈ ચૂકી છે.

સારા ખાન

sara khan

બિદાઈ, રામ મિલાઈ જોડી જેવી સિરીયલ્સમાં નજર આવી ચૂકેલ સારા ખાને ગાલ, આંખ, પાપણ અને નાકની સર્જરી કરાવી છે.

ગોહર ખાન

Gauhar Khan

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગોહર ખાને પોતાની લિપ સર્જરીની વાત સ્વીકારી હતી. જો કે, તેણે એક રિયાલીટી શો માટે કમિટમેન્ટ કર્યું હતું, પરંતુ પ્લાસ્ટિક સર્જરી પછી જ્યારે તેના હોઠનો શેપ બગડી ગયો તો તેણે શૂટ કેન્સલ કરી દીધો હતો.

રશ્મિ દેસાઈ

rashmi desai

બે વર્ષ પહેલા રશ્મિ દેસાઈએ પોતાના શરીર પરની વધારાની ચરબી દૂર કરવા માટે સર્જરી કરાવી હતી. મુંબઈની એક હોસ્પિટલમાં આ સર્જરી થઈ હતી.

શમા સિંકદર

shama

'યે મેરી લાઈફ હે' સિરીયલમાં પૂજા મેહતાનો રોલ કરી ચૂકેલી શમા સિંકદર વિષે કહેવામાં આવે છે કે, તેણે પ્લાસ્ટિક સર્જરીની મદદથી પોતાનું લૂક સંપૂર્ણ રીતે બદલી નાખ્યું હતું.

સંભાવના શેઠ

sambhavna

'બિગ બોસ ૭' ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી સંભાવના શેઠ આઈટમ સોન્ગ્સ પર જ ફોકસ કરવા માંગતી હતી. તેના માટે સેક્સી લૂક જોઈએ. આ કારણે તેણે બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવવાનો નિર્ણય કર્યો હતો.

પૂનમ પાંડે

Poonam Pandey

એક્ટ્રેસ પૂનમ પાંડે સિલિકોન ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂકી છે.

સોફિયા હયાત

Sofia Hayat

સોફિયા હયાત પણ બ્રેસ્ટ ઈમ્પ્લાંટ કરાવી ચર્ચામાં રહી ચૂકી છે.

ઈવા ગ્રોવર

Eva Grover

અગ્નિહોત્ર ટીવી સિરીયલ અને રેડી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ઈવા ગ્રોવર લિપની સર્જરી કરાવી ચૂકી છે.

મૌલી ગાંગુલી

Mouli Ganguly

'કહી કિસી રોઝ' અને 'ક્યા હુઆ તેરા વાદા' જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલ મૌલી ગાંગુલીએ પોતાના હોઠ અને ગાલની સર્જરી કરાવી છે.

રાગિની નંદવાની

Ragini Nandwani

ટીવી એક્ટ્રેસ રાગિની નંદવાનીએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

 

The post Plastic Surgery ની મદદથી આ TV Actresses બદલ્યું પોતાનું લૂક appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images