Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.


પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ભાવુક થયા Akshay Kumar, આ રીતે વ્યક્ત કરી ખુશી

$
0
0

64th National Film Awards: Akshay Kumar accepts award for Rustom

ગઈકાલે દિલ્હીમાં ૬૪ માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. Akshay Kumar  ના તે બધા ફેંસનો ઇન્તઝાર ખતમ થયો જેઓ લાંબા સમયથી Akshay Kumar ને એવોર્ડ લેતા જોવા માંગતા હતા. અક્ષય કુમાર આ સમારોહમાં પત્ની ટ્વિન્કલ ખન્ના અને પુત્ર આરવની સાથે પહોચ્યા હતા. આ સમારોહમાં જતા પહેલા તેમણે બંને સાથેનો એક ફોટો પર શેર કર્યો હતો.

અક્ષય કુમારે ટ્વીટર પર ફેમિલી સાથે ફોટો શેર કરતા લખ્યું કે, દુનિયામાં મારા માટે સૌથી જરૂરી લોકો, મારા પરિવારની સાથે મારી જિંદગીનો મહત્વનો દિવસ. અક્ષય કુમારને આ પુરસ્કાર ફિલ્મ રુસ્તમ માટે મળ્યો છે. વર્ષ ૨૦૧૬ માં આવેલ આ ફિલ્મ નેવી ઓફિસર નાણાવટી પર આધારિત છે. અક્ષય કુમારને જ્યારે આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા તો તે પલ તેમના અને તેમના પરિવાર માટે ભાવુક હતો.

અક્ષય કુમારને પુરસ્કાર મળ્યા પછી પોતાના ટ્વીટર પર એક ફોટો શેર કરતા લખ્યું કે, આ પલમાં મને એટલી ખુશી મળી રહી છે કે કોઈ શબ્દ દ્ધારા આ ભાવના વ્યક્ત કરી શકું તેમ નથી. તમારા બધાની સાથે મારો ફર્સ્ટ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર શેર કરી રહ્યો છે. તમારા પ્રેમ માટે આભાર. તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ સોનમ કપૂરને પણ ફિલ્મ 'નીરજા' માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બુધવારે દિલ્હીમાં ૬૪ મો નેશનલ ફિલ્મ એવોર્ડ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. 'દંગલ ગર્લ' ઝાયરા વસીમ માટે પણ આ નેશનલ એવોર્ડ ખાસ રહ્યો. તેને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ, સામાજિક મુદ્દા પર સંદેશ આપનારી સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પિંકને મળ્યો છે. તમને જણાવી દઈએ કે, નીરજા અને રુસ્તમ બંને રીયલ લાઈફમાંથી ઉઠાવવામાં આવેલ સ્ટોરી છે. બંને ફિલ્મોને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

નેશનલ ફિલ્મ એવોર્ડ્સ વિનર લિસ્ટ...
ફિલ્મોની શૂટિંગ માટે સૌથી સારું રાજ્ય : ઉત્તર પ્રદેશ
સ્પેશિયલ મેન્શન સ્ટેટ: ઝારખંડ
બેસ્ટ પુસ્તક: લતા સુરગાથા
બેસ્ટ ક્રિટીક: ધનંજય
બેસ્ટ હિન્દી ફિલ્મ : નીરજા
બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટસ: શિવાય
બેસ્ટ એડિટિંગ : મરાઠી ફિલ્મ વેન્ટીલેટર
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ : દંગલ માટે ઝાયરા વસીમ
બેસ્ટ એક્ટર: 'રુસ્તમ' માટે અક્ષય કુમાર
સોશિયલ મેસેજવાળી બેસ્ટ ફિલ્મ : પિંક
બેસ્ટ ચાઈલ્ડ ફિલ્મ : ધનક
બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ: સુરભી 'મલયાલમ'

The post પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ભાવુક થયા Akshay Kumar, આ રીતે વ્યક્ત કરી ખુશી appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રી Elli Avram નું લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

Bollywood Actress Elli Avram Latest Photoshoot Pics

બોલીવુડ અભિનેત્રી Elli Avram નું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી Elli Avram એ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. એલી અવરામે આ ફોટોશૂટ ફેશન ડિઝાઈનર રોકીના લેટેસ્ટ કલેક્શનના માટે કરાવ્યું છે.

બોલીવુડ અભિનેત્રી એલી અવરામનું લેટેસ્ટ ફોટોશૂટ

ફોટોશૂટ મુંબઈના મુકેશ મિલમાં કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે તે ઘણા સમયથી બંધ રહેલું છે.

બોલીવુડ અભિનેત્રી એલી અવરામનું લેટેસ્ટ ફોટોશૂટ

એલી અવરામે મિકી વાયરસ, કિસ-કિસ કો પ્યાર કરું અને હાઉસફુલ-૩ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

બોલીવુડ અભિનેત્રી એલી અવરામનું લેટેસ્ટ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, એલી અવરામે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત સ્વીડનથી કરી દીધી હતી. એલી અવરામની પોતાની પ્રથમ સ્વીડિશ ફિલ્મ ક્રાઈમ રોમાંસ ડ્રામા હતી. એલી અવરામે બાળપણથી બોલીવુડ અભિનેત્રી બનવાની ઈચ્છા હતી એટલા માટે સ્વીડન છોડીને વર્ષ ૨૦૧૨ માં ઇન્ડિયા શિફ્ટ થઈ ગઈ હતી. એલી અવરામે વિદેશી હોવાના કારણે ઇન્ડિયામાં રહેવા માટે એક મોડલિંગ એજન્સીની સાથે મોડલિંગનો કોન્ટ્રાક્ટ કરવો પડ્યો હતો. એલી અવરામે પોતાનું પ્રથમ જાહેરાત એવરેડી બેટરીઝ અક્ષય કુમારની સાથે કરી હતી. એલી અવરામને બોલીવુડમાં પ્રથમ બ્રેક સૌરભ વર્માની કોમેડી થ્રિલર ફિલ્મ ‘મિકી વાયરસ’ થી મળ્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. તેમ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર કંઇક ખાસ ધમાલ મચાવી શકી નહોતી.

બોલીવુડ અભિનેત્રી એલી અવરામનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા એલી અવરામ કલર્સના રિયાલીટી શો બીગ બોશમાં જોવા મળી હતી. બીગ બોશમાં એલી અવરામની નિર્દોષતાએ બધાનું દિલ જીતી લીધા હતા. આ શોમાં સલમાન ખાનની નજર એલી અવરામ પર પડી હતી. એલી અવરામ સલમાન ખાનની નજીકના મિત્રોમાં ગણવામાં આવે છે, તેના પછી ટીકાકારોએ એલી અવરામને કેટરીના કૈફની ડુપ્લિકેટ કહેવાનું શરૂ કરી દીધું હતું. જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી એલી અવરામનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી એલી અવરામનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી એલી અવરામનું લેટેસ્ટ ફોટોશૂટ

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Elli Avram નું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Justin Bieber : સિંગર કે શહેનશાહ? મુંબઈમાં થશે કંઇક આવી મહેમાનગતિ….

$
0
0

Justin Bieber

ઇન્ટરનેશનલ પોપ સ્ટાર Justin Bieber પાંચ દિવસના ટૂર પર ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી રહ્યા છે. તેમનો મ્યુઝીક કોન્સર્ટ ૧૦ મે નાં રોજ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં છે. જેની મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ પણ એવી કે જેના વિશે તમે જાણી હેરાન થઇ જશો.

વાસ્તવમાં અંગત જીવનમાં જસ્ટિન જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, તેવી જ સુખ-સુવિધાઓ તેમને ભારત પ્રવાસ દરમિયાન આપવા માટે આયોજક પ્રયત્ન કરી રહ્યા છે. કારણકે ઇન્ટરનેશનલ પોપ-સિંગરની ટીમે કાર્યક્રમના આયોજક સામે એક લાંબી ડિમાંડ યાદી આપી છે. બીબરના કોન્સર્ટને વ્હાઈટ ફોકસ ઇન્ડિયા નામની કંપની ઓર્ગેનાઈઝ કરી રહી છે. વ્હાઈટ ફોકસ ઇન્ડિયાએ જસ્ટિન બીબરની જે ડિમાંડ યાદી જારી કરી છે તેમાં ઘણી દિલચસ્પ વસ્તુઓ સામેલ છે.

- બીબર માટે સુરક્ષા કારણોસર બે ફાઈવ સ્ટાર હોટલ બુક કરવામાં આવે.
- હોટલમાં કુલ 13 રૂમ બુક કરવામાં આવે.
- બીબરનાં ડ્રેસિંગ રૂમના બધા પડદા સફેદ હોવા જોઈએ, રૂમમાં કાંચનું ફ્રિઝ હોવું જોઈએ.
- બીબરનાં રૂમમાં ૨૪ પાણીની બોટલ અને ૪ એનર્જી ડ્રિંક હોવા જોઈએ.
- બીબરનાં રૂમમાં ૬ વિટામિન પાણીની બોટલ, ૬ ક્રીમ સોડા અને અલગ-અલગ પ્રકારના ફળોનો રસ રાખવામાં આવે.
- હેલ્થ ફૂડના નામ પર નારિયેળ પાણી, બદામ શેક, પ્રોટીન પાવડર, ઓર્ગેનિક મધ અને હર્બલ ચા સહિત તાજા ફળ હોવા જોઈએ.
- બીબરની આસપાસ ક્યા પણ લીલીનાં ફુલ હોવુ જોઈએ નહિ.
- બીબરની ટીમ માટે ઘણી સાઈઝની ટી-શર્ટ પણ આ યાદીમાં મંગાવવામાં આવી છે.
- જસ્ટિન બીબરનાં કાફલાને લઇ જવા માટે ૧૦ લક્ઝરી કાર, ૨ વોલ્વોની બસ બુક કરવામાં આવે.
- ગાડીને સુરક્ષા આપવા માટે મહારાષ્ટ્ર સરકારની Z+ સિક્યોરિટી ટીમ સાથે હોવી જોઈએ.
- બીબરનાં પોતાના ૮ સુરક્ષા ગાર્ડ પણ તેની સુરક્ષામાં સાથે રહેશે.
- હોટલથી સ્ટેડિયમ સુધી બીબરરસ્તાથી નહિ પરંતુ હેલિકોપ્ટરથી જશે.

ઉલેખનીય છે કે, પોપ સ્ટાર જસ્ટિન બીબરનો મુંબઈમાં ૧૦ મેના રોજ એક મ્યુઝીક પ્રોગ્રામ છે પરંતુ ખાસ વાત એ છે કે, વીવીઆઈપી કેટેગરીમાં ટિકિટના ભાવ લગભગ ૭૬,૭૯૦ રૂપિયા રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ કેટેગરીની બધી ટીકીટ પ્રથમ દિવસે જ વહેચાઈ ગઈ છે. જો કે, સૌથી સસ્તી ટીકીટના ભાવ લગભગ ૪ હજાર રૂપિયા છે. આ પ્રોગ્રામમાં કેનેડાના ગાયક-સંગીતકાર બીબર 'બોયફેન્ડ', 'લવ યોરસેલ્ફ', 'કંપની' જેવા હીટ સોંગ પર મુંબઈના ડિવાય પાટીલ સ્ટેડિયમમા પરફોર્મન્સ કરશે.

આયોજક આ મ્યુઝીક પ્રોગ્રામને ભારતના સૌથી સફળ મ્યુઝીક પ્રોગ્રામમાંથી એક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.

The post Justin Bieber : સિંગર કે શહેનશાહ? મુંબઈમાં થશે કંઇક આવી મહેમાનગતિ…. appeared first on Vishva Gujarat.

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના Virat Kohli અને અનુષ્કા શર્મા

$
0
0

Virat Kohli Leaves For Vacation With Anushka Sharma

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના Virat Kohli અને અનુષ્કા શર્મા

ભારતીય ટીમના કેપ્ટન Virat Kohli અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને કાલે એરપોર્ટ પર જોવા મળ્યા છે.

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

કહેવામાં આવી રહ્યું છે કે, બંને રજાઓમાં એન્જોય કરવા માટે દેશની બહાર જઈ રહ્યા છે.

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

એક મેએ અનુષ્કા શર્માનો જન્મદિવસ હતો અને હવે એવા સમાચાર છે કે, તેમના બર્થ ડેને સેલિબ્રેટ કરવા માટે વિરાટ કોહલી તેમની સાથે કોઈ રોમેન્ટિક ટૂર પર જઈ રહ્યા છે.

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

જુઓ આગળ એરપોર્ટ પરની આ દિવસોની કેટલીક તસ્વીરો...

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની ફેમસ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો જન્મ ૧ મે ૧૯૮૮ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેના પિતા કર્નલ અજય કુમાર એક આર્મી ઓફિસર અને માતા હાઉસ વાઈફ છે. અનુષ્કાએ બેંગ્લોરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ મોડલિંગની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૮માં અનુષ્કાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. બોલીવુડમાં ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી અનુષ્કા શર્માએ તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. અને અત્યારે અનુષ્કા શર્મા બોલીવુડની મોસ્ટ ડિમાંડીંગ એક્ટ્રેસમાંથી એક છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

The post બર્થ ડે સેલિબ્રેશન માટે વિદેશ જવા રવાના Virat Kohli અને અનુષ્કા શર્મા appeared first on Vishva Gujarat.

યંગ એક્ટર્સ પર ગુસ્સે થનાર રિશી કપૂર Vinod Khanna ની પ્રાર્થના સભામાં રહ્યા ગેરહાજર

$
0
0

Prayer meet held for Vinod Khanna, younger stars also present

૨૭ એપ્રિલેનાં રોજ મુંબઈની એચએન ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક જમાનામાં રાજ કરનાર એક્ટર Vinod Khanna નું નિધન થયું હતું. Vinod Khanna નાં નિધન બાદ બુધવારે તેમના માટે પ્રેયર મીટ રાખવામાં આવી હતી. વિનોદ ખન્નાની પ્રેયર મીટમાં વિનોદ ખન્નાની બીજી પત્ની કવિતા, વિનોદ ખન્નાનાં બે પુત્રો રાહુલ અને સાક્ષી, પુત્રી શ્રધ્ધા ખન્ના હાજર હતા.

જો બોલિવુડ સ્ટાર્સની વાત કરવામાં આવે તો શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, શ્વેતા નંદા, કિરણ રાવ, આમિર ખાન, રિતિક રોશન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, બોની કપૂર, શ્રીદેવી, તબ્બુ, માધુરી દીક્ષિત, ફરહાન અખ્તર, અરબાઝ ખાન, મલાઈકા અરોરા, કપિલ દેવ, સંજય ખાન, સુરેશ ઓબેરોય સહિત ઘણા સેલેબ્સ આ પ્રેયરમીટમાં સામેલ થયા હતા. પરંતુ બોલિવુડનાં જે અભિનેતાએ યંગ સ્ટાર્સ પર ટ્વીટ કરી હતી તેઓ આ પ્રાર્થના સભામાં હાજર હતા નહિ. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ રિશી કપૂરની.

બોલિવુડનાં ફેમસ એક્ટર રિશી કપૂરે યંગ જનરેશનનાં નવા સ્ટાર્સ પર ટ્વીટર પર લતાડ લગાવી હતી કે, નવા સ્ટાર્સને શરમ આવવી જોઈએ કે કોઈ પણ વિનોદ ખન્નાને શ્રદ્ધાંજલિ આપી નહિ. આગામી ટ્વીટમાં રિશી કપૂરે લખ્યું હતું કે, જ્યારે હું મરીશ તો મારે માની લેવાનું કે, કોઈ મને ખભો આપશે નહિ. અત્યારના નવા બોલિવુડ સ્ટાર્સથી હું વધારે નાખુશ છુ. તેમણે એવું પણ લખ્યું કે, ચમચાઓ પ્રિયંકા ચોપડાની પાર્ટીમાં સામેલ હતા પરંતુ વિનોદ ખન્નાની શવ યાત્રામાં કોઈ પહોચ્યું નહિ.

જો કે, રિશી કપૂરે પોતાની ઉપસ્થિતિ વિનોદ ખન્નાનાં અંતિમ સંસ્કારના દિવસે નોંધાવી હતી પરંતુ રિશી કપૂર ટ્વીટ કર્યા પછી પણ પ્રાર્થના સભામાં આવ્યા નથી. નાં તો રિશી કપૂર અને નાં તેમના પરિવારનો કોઈ સભ્ય અહીં નજર આવ્યા નહિ. કપૂર ખાનદાનમાંથી આ અવસર પર રાજીવ કપૂર આવ્યા હતા. તેની સાથે જ વિનોદ ખન્નાના નજીકના રિલેટીવ અને બોલિવુડનાં દબંગ ખાન સલમાન ખાન પણ અહીં આવ્યા નહિ.

The post યંગ એક્ટર્સ પર ગુસ્સે થનાર રિશી કપૂર Vinod Khanna ની પ્રાર્થના સભામાં રહ્યા ગેરહાજર appeared first on Vishva Gujarat.

બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરી નવા વિક્રમ સર્જયા ‘Baahubali 2’એ!

$
0
0

Prabhas-Rana's film Baahubali 2 grosses Rs 750 crore worldwide

Baahubali 2 નો ક્રેઝ બોક્સ ઓફિસ પર બરકરાર છે. ૨૫૦ કરોડ રૂપિયાનાં બજેટથી બનેલ આ ફિલ્મે સાત દિવસમાં દુનિયાભરમાં ૭૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. Baahubali એ ઈતિહાસ રચતા પ્રથમ દિવસે ભારતમાં ૧૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. ફિલ્મે રિલીઝ થતાં જ થોડા દિવસોમાં ઘણા રેકોર્ડ તોડી દીધા છે. બાહુબલી-૨ નાં હિંદી વર્ઝને વીકેન્ડમાં ૧૨૮ કરોડ રૂપિયાનું કલેક્શન કરી 'દંગલ' અને 'સુલતાન' ને ફર્સ્ટ વિકેન્ડની કમાણીમાં પાછળ છોડી દીધા છે. હજુ સુધી વર્લ્ડ વાઈડ સૌથી વધુ કમાણીનો રેકોર્ડ આમિર ખાનની પીકેનાં નામે છે. પીકે ૭૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બાહુબલી -૨, પીકેનો રેકોર્ડ તોડવામાં બસ ૪૨ કરોડ રૂપિયા પાછળ છે.

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાહુબલી 2’ 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ ‘બાહુબલી : ધ કનક્લુજન’ ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. તેની સાથે જ બોક્સ ઓફિસ પર બાહુબલીએ રેકોર્ડ પણ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રથમ દિવસે આ ફિલ્મે ભારતમાં ૧૪૫ કરોડ, યુએસમાં ૩૩ કરોડ, ગલ્ફમાં ૧૧ કરોડ અને અન્ય જગ્યાઓ પર ૧૨કરોડની કમાણી કરી છે. કુલ મળીને બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ ૨૦૧ રૂપિયાની કમાણી કરી હતી.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

The post બોક્સ ઓફિસ પર બંપર કમાણી કરી નવા વિક્રમ સર્જયા ‘Baahubali 2’ એ! appeared first on Vishva Gujarat.

‘નાગિન’ Mouni Roy પર આવ્યું સલમાન ખાનનું દિલ, બોલિવુડમાં કરશે લોન્ચ

$
0
0

Salman Khan to launch TV Actress Mouni Roy in Bollywood

બોલિવુડમાં સૌથી મોટા દિલવાળા સલમાન ખાન એક પછી એક ઘણી હિરોઈનને લોન્ચ કરી ચૂક્યા છે. હવે તેઓ 'નાગિન' ને લોન્ચ કરવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન પોતાનાં હોમ પ્રોડક્શનની આગામી ફિલ્મમાં Mouni Roy ને લોન્ચ કરશે. સલમાન ખાનને Mouni Roy માં એક હિરોઈનની ક્વોલિટી જોવા મળે છે. ખુદ મૌની પણ મોટા પડદા પર કામ કરવા માંગે છે તો હવે શું સલમાન મૌનીનું આ સપનું પૂર્ણ કરી એકવાર ફરીથી ગોડફાધર બની જશે.

તેની પહેલા સોનાક્ષી સિન્હા, સ્નેહા ઉલ્લા, ઝરીન ખાન, હેઝલ કીચ, ડેઝી શાહ જેવી ઘણી એક્ટ્રેસીસને બોલિવુડમાં લોન્ચ કરનાર દબંગ સુપરસ્ટાર સલમાન ખાન હવે એક ફેમસ ટીવી એક્ટ્રેસનું સપનું પૂર્ણ કરવા જઈ રહ્યા છે. સલમાન ખાન જ્યારે બિગબોસનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે પણ મૌની ઘણા એપિસોડમાં જોવા મળી હતી. મૌની અને સલમાનના ફેંસ ત્યારથી ઈચ્છે છે કે, બંને સાથે ફિલ્મમાં જોવા મળે. લાગે છે ફેંસની આ ઈચ્છા બહુ જલ્દી પૂરી થવાની છે.

ઉલ્લેખનીય છે કે, પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે. આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે. કલર્સનો શો 'નાગિન 2' લોકોની વચ્ચે વધારે ફેમસ છે અને ટીઆરપીની રેસમાં આ શો દરેક વખતે આગળ રહે છે. 

The post ‘નાગિન’ Mouni Roy પર આવ્યું સલમાન ખાનનું દિલ, બોલિવુડમાં કરશે લોન્ચ appeared first on Vishva Gujarat.


Tubelight નાં ટીઝર રિલીઝ પૂર્વે સલમાનનું અંતિમ એલાન…ધમાકેદાર પોસ્ટરની સાથે!

$
0
0

સલમાન ખાનની Tubelight નું પોસ્ટર આજે રાત્રે ૮ વાગ્યે ૫૮ મિનિટ પર રિલીઝ થશે. ફેંસ Tubelight નું ટીઝર જોવા માટે વધારે એક્સાઈટેડ છે. તો બીજી તરફ, સલમાન ખાને પણ આજે થનાર ટીઝર રિલીઝનું એલાન પણ અલગ અંદાજમાં કર્યું છે અને તે પણ એક શાનદાર પોસ્ટરની સાથે. કબીર ખાન ફેન્સની સાથે ટ્યુબલાઈટનું ટીઝર રિલીઝ કરવા માટે વધારે એક્સાઈટેડ છે. ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ આ ઈદ પર રિલીઝ થવાની છે. ફિલ્મની ટીમે તેનું પ્રમોશન પણ શરુ કરી દીધું છે. ફિલ્મના પ્રમોશન માટે ટ્યુબલાઈટનાં ટીમ મેમ્બર્સ દરરોજ કંઇક નવું સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. આ પહેલા પણ ટ્યુબલાઈટનાં ઘણા પોસ્ટર શેર કરવામાં આવ્યા છે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post Tubelight નાં ટીઝર રિલીઝ પૂર્વે સલમાનનું અંતિમ એલાન… ધમાકેદાર પોસ્ટરની સાથે! appeared first on Vishva Gujarat.

Kapil Sharma નાં શોમાં થશે આ અભિનેત્રીની એન્ટ્રી

$
0
0

Kapil Sharma

Kapil Sharma નો શો બંધ થવાની કગાર પર પહોચી ગયો છે અને આ વાતની અસર શોની ટીઆરપી પર પણ પડી રહી છે. Kapil Sharma શોને ફરીથી ટ્રેકમાં લાવવા માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે. હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ શો સાથે એક્ટ્રેસ મોનિકા કેસ્ટેલિનોનાં નામ જોડાઈ ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોનિકા કેસ્ટેલિનો એડલ્ટ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. 'ધ કપિલ શર્મા શો' માં એક ગ્લેમરસ યુવતીના રોલમાં નજર આવનાર એક્ટ્રેસ મોનિકાને મોટાભાગે બહુ ઓછા લોકો જાણે છે. ધ કપિલ શર્મા જેવા ફેમિલી શોમાં મોનિકાની એન્ટ્રી કરાવવાથી તે સ્પષ્ટ થાય છે કે, લોકોને શો તરફ આકર્ષવાનો એક માધ્યમ હોઈ શકે છે. ધ કપિલ શર્મા શોને ટીઆરપીની રેસમાં પરત લાવવા માટે શોની પૂરી ટીમ અને રાઈટર્સ પોતાનાં બધા પ્રયત્ન કરી રહ્યા છીએ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post Kapil Sharma નાં શોમાં થશે આ અભિનેત્રીની એન્ટ્રી appeared first on Vishva Gujarat.

Bollywood એક્ટ્રેસિસ પણ છે Pout સેલ્ફીની શોખીન

$
0
0

આલિયા ભટ્ટ

alia bhatt

આજકાલ લોકોમાં સેલ્ફીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને યુવતીઓમાં. તેઓ અલગ અલગ પોઝમાં સેલ્ફી લેતી હોય છે. સેલ્ફીનો આ ક્રેઝ બોલિવૂડ એક્ટ્રેસિસમાં પણ જોવા મળે છે. હાલમાં  બોલિવૂડ એક્ટ્રેસિસ પોતાના ડિફરન્ટ લૂકમાં ડિફરન્ટ ફોટા ક્લિક કરતી હોય છે. તે પણ અલગ અલગ પોઝમાં સેલ્ફી લેતી હોય છે. તેમાં પાઉટ તેમનો પસંદીદા પોઝ છે. ઈન્ડસ્ટ્રીની મોટાભાગની એક્ટ્રેસિસ આ પ્રકારનો પોઝ આપી ચુકી છે. ડક સ્ટાઈલમાં ફેસ બનાવીને લેવામાં આવતી સેલ્ફીને પાઉટ સેલ્ફી કહેવામાં આવે છે. આગળની સ્લાઈડમાં જુઓ બોલિવૂડ એક્ટ્રેસિસની પાઉટ સેલ્ફી....

અનુષ્કા શર્મા

anushka

બિપાશા બાસુ

BIPASHA BASU

દીપિકા પાદુકોણ

DEEPIKA PADUKONE

જેકલીન ફર્નાડીઝ

jacqueline

કંગના રાનૌત

KANGANA RANAUT

કરીના કપૂર

KAREENA KAPOOR

નેહા ધૂપિયા

Neha Dhupia

પ્રિયંકા ચોપડા

PRIYANKA CHOPRA

સોનાક્ષી સિન્હા

SONAKSHI SINHA

સોનમ કપૂર

SONAM KAPOOR

સની લિયોન

sunny

The post Bollywood એક્ટ્રેસિસ પણ છે Pout સેલ્ફીની શોખીન appeared first on Vishva Gujarat.

જુઓ….ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 1
મોડલ ઈરિના શાયકના નવા ફોટોશૂટના કેટલાક ફોટોસ જોવા મળ્યા છે. આ શૂટમાં તેમનું લુક એકદમ ડિફરન્ટ દેખાઈ રહ્યું છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 2

ઈરિના શાયકે ‘Vogue Brazil’ મેગેઝીનના જાન્યુઆરી મહિના ઇશ્યૂના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 3

તે આ મેગેઝીનની કવર ગર્લ પણ છે. તેમના ફોટોસ ફોટોગ્રાફર Giampaolo Sgura એ કિલક કરી છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 4

તેમણે આ મેગેઝીનની કવર ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 5

તેના સિવાય તેમણે કેટલાક ફોટોસ શેર કરી છે. એક ફોટોને શેર કરતા તેમણે કેપ્શન લખ્યું હતું કે, “2017 off to an amazing star January cover of @voguebrasil by @giampaolosgura @yasminesterea @benskervin @nikmnray’.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 6

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 7

The post જુઓ….ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

$
0
0

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 1
બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બનતું રહેતું હોય છે. Bollywood Actresses તેમની હોટ ફોટોસના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. બોલીવુડ અભિનેત્રી ક્યારેક કોઈ ઇવેન્ટ અથવા ફિલ્મોમાં બધાથી અલગ દેખાડવા કંઇક એવા ડ્રેસ કે કપડા પહેરે છે તેમાં તેમની બોલ્ડનેશ સાફ જોવા મળી રહે છે. તો આવો આજે જોઈએ તેમના બોલ્ડ ફોટોસ...

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 2

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 3

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 4

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 5

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 6

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 7

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 8

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 9

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 10

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 11

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 12

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 13

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 14

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 15

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 16

બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ

Bold Pictures of Bollywood Actresses 17

The post જુઓ…બોલીવુડ અભિનેત્રીઓના બોલ્ડનેશ ફોટોસ appeared first on Vishva Gujarat.

Salman Khan ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટ્યુબલાઈટનું ટીઝર રિલીઝ

$
0
0

The teaser of Salman Khan's Movie 'Tubelight' is out

બોલિવુડનાં સુપરસ્ટાર Salman Khan ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટ્યુબલાઈટનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ટીઝરમાં Salman Khan એક નિર્દોષ યુવકના રોલમાં નજર આવી રહ્યા છે. જે વધારે સીધોસાદો અને માસૂમ દેખાઈ રહ્યો છે. સોહેલ ખાન એક સીનમાં સૈનિકની વર્દીમાં નજર આવે છે અને સલમાન ખાન તેમને હગ કરીને રડે છે. ટીઝર જોઈ અનુમાન લગાવી શકાય છે કે, ફિલ્મમાં ઈમોશનની ભરમાર હોવાની છે. ફિલ્મ ટ્યુબલાઈટમાં બોલિવુડનાં સુપરસ્ટાર સલમાન ખાન, સોહેલ ખાન અને ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ લીડ રોલમાં છે. ફિલ્મના પ્રોડ્યુસર સલમા ખાન અને સલમાન ખાન છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post Salman Khan ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટ્યુબલાઈટનું ટીઝર રિલીઝ appeared first on Vishva Gujarat.

Kangana Ranaut એ લગાવી ગંગામાં ડૂબકી, વારાણસીમાં રિલીઝ કર્યું ફિલ્મનું પોસ્ટર

$
0
0

Kangana Ranaut

બોલિવુડની ક્વીન Kangana Ranaut એ તેની અપકમિંગ ફિલ્મ 'મણિકર્ણિકા-ધ ક્વીન ઓફ ઝાંસી' નું પોસ્ટર લોન્ચ કર્યું છે. તેણે આ પોસ્ટર બનારસનાં ઘાટ પર લોન્ચ કર્યું છે. વારાણસીનાં દશાશ્વમેધ ઘાટ પર ફિલ્મનાં ૨૦ ફૂટ લાંબા પોસ્ટરનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ કંગનાએ વિશ્વ પ્રસિધ્ધ ગંગા આરતીમાં ભાગ લીધો હતો. તેની સાથે તેણે ગંગા મૈયામાં ડૂબકી પણ લગાવી હતી અને તે પણ એકવાર નહિ પરંતુ પાંચ વાર ગંગામાં ડૂબકી લગાવી હતી.

કંગના ગંગા આરતીનો ભાગ બની હતી. આ ફિલ્મનું નિર્દેશન કૃષે કર્યું છે અને કેવી વિજયેન્દ્રએ પટકથા લખી છે. કેવી જેમણે તાજેતરમાં રિલીઝ પ્રભાસની બાહુબલી અને બજરંગી ભાઈજાનની સ્ટોરી લખી છે. સંવાદ અને ગીત પ્રસૂન જોશીના છે. ફિલ્મકારોએ બનારસને પસંદ એટલા માટે કર્યું કારણકે અહીં રાણી લક્ષ્મીબાઈનો એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં વર્ષ ૧૮૨૮ માં જન્મ થયો હતો. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા કંગનાનો રાણી લક્ષ્મીબાઈવાળો ગેટઅપનો સ્કેચ જારી થયો હતો. કંગનાની આ ફર્સ્ટ ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૭ એપ્રિલે ૨૦૧૮ નાં રોજ મોટા પડદા પર રિલીઝ થશે.

આવતા વર્ષે ટાઈગર શ્રોફની ફિલ્મ બાગી-2 કંગના રાનૌતની ફિલ્મ મહાકર્ણિકા- ધ ક્વીન ઓફ ઝાંસીનું બોક્સ ઓફિસ પર આમનો સામનો થશે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૭ એપ્રિલે રિલીઝ થશે. એટલે કે ટાઈગરની ટક્કર હવે આ ક્વીન સાથે થવાની છે.

The post Kangana Ranaut એ લગાવી ગંગામાં ડૂબકી, વારાણસીમાં રિલીઝ કર્યું ફિલ્મનું પોસ્ટર appeared first on Vishva Gujarat.


આમિરની ‘Dangal’ચીનમાં ૯૦૦૦ સ્ક્રીન પર આજે રીલીઝ, રચશે નવો ઈતિહાસ!

$
0
0

Dangal

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'Dangal' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી Dangal નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. જી હાં, આજે ૫ મે નાં રોજ દંગલ ચીનમાં રિલીઝ થઇ રહી છે. ખબરોની માનીએ તો ફિલ્મ દંગલ ચીનમાં ૯૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થઇ રહી છે. જે પોતાનામાં એક મોટો રેકોર્ડ છે. દંગલ ચીન બોલિવુડ અથવા ભારતની સૌથી મોટી ફિલ્મ હશે કારણકે જેટલી સ્ક્રીન્સ પર બાહુબલી પૂરી દુનિયામાં રિલીઝ થઇ છે, આમિરની દંગલ ફક્ત ચીનમાં તેટલી સ્ક્રીન્સ પર રિલીઝ થઇ રહી છે. બીજી તરફ, ખાસ વાત એ છે કે, ચીનમાં જ નહિ કોઈપણ દેશમાં કોઈ બોલિવુડ ફિલ્મ રિલીઝ થનાર આ ફર્સ્ટ ફિલ્મ છે. આ દ્રષ્ટિએ હવે આ વખતે બોલિવુડની બે સુપરહિટફિલ્મ આમને-સામને હશે.

બીજી દિલચસ્પ વાત એ છે કે, બાહુબલીએ અત્યાર સુધી ૭૭૦ કરોડની લગભગ કમાણી કરી લીધી છે. બીજી તરફ, દંગલની વૈશ્વિક કમાણી ૭૨૩ કરોડ હતી. એટલે કે, બંને ફિલ્મ પોતાનામાં ૧૦૦૦ કરોડનાં સફર બરાબરીની સાથે શરુ કરશે. તેવામાં જોવું રહ્યું કે, બાજી કોના હાથમાં આવે છે. એટલું જ નહિ ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું નામ પણ રાખવામાં આવ્યું છે.ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

ફિલ્મ દંગલની સ્ટોરી મહાવીર ફોગાટ (આમિર ખાન) ની છે, જેનું સપનું છે કે તે પોતાના દેશ માટે રેસલિંગમાં ગોલ્ડ જીતે. પરંતુ તેમનું આ સપનું પૂર્ણ થતું નથી. હવે મહાવીરની એક જ ઈચ્છા છે કે, તેમનું આ સપનું તેમનો પુત્ર પૂર્ણ કરે. મહાવીર અને તેમની પત્ની શોભા કૌર (સાક્ષી તન્વર) ને પુત્ર નહિ પરંતુ ૪ પુત્રી હોય છે. પરંતુ થોડા વર્ષો પછી જ્યારે મહાવીરને ખબર પડે છે કે, તેમની પુત્રી ગીતા, ફાતિમા સના શેખ, બબિતા, સાન્યા મલ્હોત્રા મોટી થઈને છોકરાઓની પિટાઈ કરીને આવે છે તો તેમને વિશ્વાસ થઇ જાય છે કે, દેશ માટે તેમની પુત્રીઓ ગોલ્ડ પણ જીતી શકે છે. મહાવીર બંને પુત્રીઓને રેસલિંગની ટ્રેનીંગ આપે છે અને અંતમાં આ યુવતીઓ માં-બાપની સાથે દેશનું નામ પણ વર્લ્ડ લેવલ પર લઇ જાય છે.

The post આમિરની ‘Dangal’ ચીનમાં ૯૦૦૦ સ્ક્રીન પર આજે રીલીઝ, રચશે નવો ઈતિહાસ! appeared first on Vishva Gujarat.

‘Yeh Hai Mohabbatein’માં મોટો ટ્વીસ્ટ, થશે ઈશિતા ભલ્લાનું મોત…..

$
0
0

Yeh Hai Mohabbatein

લાખો લોકોની ફેવરેટ બહુ ઈશિતા ભલ્લા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠી બહુ જલ્દી શો છોડવાની છે. સાંભળવામાં આવ્યું છે કે, Yeh Hai Mohabbatein માં એક મોટો ટ્વીસ્ટ આવશે જેમાં ઈશિતા ભલ્લાનું મોત થઇ જશે. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે જ્યારે નેટ પર 'Yeh Hai Mohabbatein' નાં નિર્દેશક સંદિપ સિકંદ અને એકતા કપૂરનો એક વિડીયો સામે આવ્યો. જેમાં એકતા કપૂર ઈશિતાનાં મૃત્યુની વાત કરી રહી છે. હવે એ કહેવું તો મુશ્કેલ છે કે, આ મજાક છે કે, હકીકતમાં દિવ્યાંકા આપણને છોડી જવાની છે. પરંતુ આ વાત તો નક્કી છે કે, જો આવું થયું તો ઈશિતાનાં ફેંસ ઘણા નિરાશ થશે.

એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ટીવી પર સકારાત્મક રોલ પ્લે કરવા માટે ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા દિવ્યાંકાએ નેગેટિવ રોલ પ્લે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દિવ્યાંકાએ કહ્યું કે, તે એક એવો રોલ પ્લે કરવા માંગે છે જે વેબ સીરીઝ અથવા શોર્ટ ફિલ્મમાં પ્લે કરવામાં આવતો હોય. દિવ્યાંકાએ જણાવ્યું કે, હું નેગેટિવ રોલ માટે તૈયાર છુ પરંતુ હું સીરીયલમાં નેગેટિવ રોલ પ્લે કરવા માંગતી નથી.

દિવ્યાંકા ત્રિપાઠીએ કહ્યું કે, હું સામાન્ય રીતે કેરેક્ટરની ઊંડાઈમાં જતી રહું છુ. ધારાવાહિકો માટે અમારે ઘણા કલાક શૂટિંગ કરવું પડે છે અને હું તે નેગેટિવીટીની સાથે જીવી શકીશ નહિ. તેણે કહ્યું કે, કોઈ ફિલ્મ, શોર્ટ ફિલ્મ અને વેબ સીરીઝ માટે હું નેગેટિવ રોલ પ્લે કરવા માટે તૈયાર છુ. કારણકે આ બહુ ઓછા સમય માટે હોય છે. હું પ્રયોગ કરવા માંગુ છુ પરંતુ એક અલગ માધ્યમથી.

The post ‘Yeh Hai Mohabbatein’ માં મોટો ટ્વીસ્ટ, થશે ઈશિતા ભલ્લાનું મોત….. appeared first on Vishva Gujarat.

આ અભિનેત્રી ફરીથી બનશે Aamir Khan ની પુત્રી, જૂનમાં શરુ કરશે ફિલ્મનું શૂટિંગ

$
0
0

Aamir Khan

ફિલ્મ દંગલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી સના શેખને બીજી ફિલ્મ મળી ગઈ છે. તેમાં તે એકવાર ફરીથી તેના મેન્ટર Aamir Khan ની સાથે કામ કરશે. તમને જણાવી દઈએ કે, Aamir Khan ની અપકમિંગ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં ફાતિમા સના શેખ ફાઈનલ થઇ ગઈ છે. આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરના નામની ચર્ચા હતી. તો એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમાં આલિયા ભટ્ટને પણ રોલ મળી શકે છે. જો કે, અત્યારે તો આ ખબર પર પૂર્ણવિરામ લગાવતા ફાતિમા સના શેખને સત્તાવાર રીતે યશરાજ ફિલ્મ્સ તરફથી કન્ફર્મ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા ફાતિમાએ તેના માટે લૂક ટેસ્ટ પણ આપ્યો હતો અને તેની સાથે યાદ પણ અપાવ્યું કે, ફાતિમા ચાઇલ્ડ આર્ટિસ્ટ કમલ હાસનની સાથે ચાચી ૪૨૦ માં કામ કરી ચૂકી છે.

કમલ અને આમિર જેવા બે દિગ્ગજોની સાથે કામ કર્યા પછી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફાતિમા માટે મોટી તક હશે કારણકે તેમાં તેની સાથે અમિતાભ બચ્ચન પણ હશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરુ કરવામાં આવશે અને આગામી વર્ષે દિવાળીનાં અવસર પર આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં પણ આમિરનું નવું લૂક જોવા મળશે. આમિર ખાન પણ આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહિત છે. દંગલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા પછી હવે આમિર ખાન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. યશરાજ બેનર માટે આ ફિલ્મમાં આમિર ખાન ફર્સ્ટ ટાઈમ અમિતાભ બચ્ચનની સાથે કામ કરી રહ્યા છે.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા 'કન્ફેશન્સ ઓફઅ ઠગ' પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ 'ધૂમ' ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે.

The post આ અભિનેત્રી ફરીથી બનશે Aamir Khan ની પુત્રી, જૂનમાં શરુ કરશે ફિલ્મનું શૂટિંગ appeared first on Vishva Gujarat.

માર્ગ અકસ્માતમાં ૨૨ વર્ષની ટીવી એક્ટ્રેસનું મોત

$
0
0

Kannada TV actress Rekha Sindhu died in road accident

કન્નડ અભિનેત્રી રેખા સિંધુનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ દુર્ઘટના વેલ્લોર સ્થિત નંદ્રામલ્લીની પાસે થયો છે. ચેન્નાઈની રહેવાસી એક્ટ્રેસ રેખા સિંધુ બેંગ્લોર જઈ રહી હતી અને તેની સાથે ત્રણ અન્ય લોકો પણ હતા. પરાનામપટ્ટુની આસપાસ ચેન્નાઈ-બેંગ્લોર હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટના સ્થળ પર જ રેખાનું મોત થઇ ગયું હતું. રેખા સિવાય મૃતકોમાં તેમની સાથે સફર કરી રહેલ અભિષેક કુમારન(૨૨), જયાકન્દ્રન (૨૩) અને રક્ષન (૨૦) પણ સામેલ છે.

જો કે, દુર્ઘટનાની ખબર આવ્યા પછી થોડા સમય માટે તેના પર ભ્રમ બની રહ્યો કારણકે, એવું કહેવામાં આવ્યું હતું કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલ અભિનેત્રી રેખા સિંધુ નાં હોઈ રેખા કૃષ્ણપ્પા છે. રેખા કૃષ્ણપ્પા કન્નડ ફિલ્મો અને ટીવીની કલાકાર છે. ત્યારબાદ રેખા કૃષ્ણપ્પાએ પોતાના ફેસબુક પેજ પર એક વિડીયો મેસેજ દ્ધારા માહિતી આપી કે, તે એકદમ ઠીક-ઠાક છે અને આ ઘટનામાં તેમની નહિ પરંતુ રેખા સિંધુનું મોત થયું છે.

The post માર્ગ અકસ્માતમાં ૨૨ વર્ષની ટીવી એક્ટ્રેસનું મોત appeared first on Vishva Gujarat.

Sushant Singh રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Sushant Singh Rajput's Bold Photoshoot with Kendall Jenner for Vogue Magazine

Sushant Singh રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

આંતરરાષ્ટ્રીય સુપર મોડલ અને કિમ કાર્દાશીયનની બહેન કેન્ડલ જેનરે તાજેતરમાં જ મેટ ગાલામાં પોતાના ફેશન જલવો દેખાડ્યો હતો. તેમને બ્લેક કલરની શીયર ગાઉન પહેરી હતી જેના કારણે તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. પરંતુ હવે કેન્ડલ જેનરે જે કર્યું છે તે કદાચ તેનાથી પણ મોટા સમાચાર છે. ખરેખર કેન્ડલ જેનરે બોલીવુડ અભિનેતા Sushant Singh રાજપૂત સાથે એક ફોટોશૂટ કરાવ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

બિહારના પટનાથી સંલગ્ન એવા કલાકાર સુશાંત સિંહ ગત વર્ષે મોટી હીટ ફિલ્મ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં મુખ્ય પાત્રની ભૂમિકા નિભાવી હતી.

સુશાંત સિંહ રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

સુશાંત સિંહ રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

સુપરમોડલ કેન્ડલ જેનરની સાથે આ ફોટોશૂટ વોગ મેગેઝીન માટે કરાવ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

આ ફોટોશૂટ વોગના મે મહિનાની આવૃત્તિ માટે કરાવ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

એક તરફ મોટી વાત એ છે કે, આ ફોટોશૂટના માટે કેન્ડલ જેનર ઇન્ડિયામાં આવી હતી.

સુશાંત સિંહ રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

આ ફોટોશૂટ રાજસ્થાનના જયપુરના Samode Palace માં કરવામાં આવ્યું હતું.

જુઓ આગળ વધુ ફોટોસ....

સુશાંત સિંહ રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

સુશાંત સિંહ રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ

The post Sushant Singh રાજપૂત સાથે સુપર મોડલ કેન્ડલ જેનરે ભારતમાં કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images