Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આમિર ખાનની ફિલ્મને લઈને હવે ચીનમાં થઇ રહ્યું છે Dangal

$
0
0

Aamir’s Dangal Boycotted by China’s Biggest Multiplex Chain

થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે, આમિર ખાનની Dangal ચીનના ૧૦, ૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થશે પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, ચીનના સૌથી મોટા મલ્ટીપ્લેકસ ચેન વાંડા સિનેમાઝ ઘણા થિયેટર્સમાં ફિલ્મ રિલીઝ કરી રહ્યા નથી. Dangal નાં બહુ ઓછા શોઝ જોઈ ચીનના એક સિનેમા રાઈટરે લખ્યું કે, શું દંગલને વાંડાએ બાયકોટ કરી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચેન સિનેમામાં ૧,૬૫૭ સ્ક્રીન્સ છે, જે હવે વધીને ૩૦૦૦ થવાની છે. પ્રાપ્ત માહિતી મુજબ, દંગલ ફક્ત ૩૭ સ્ક્રીન્સ પર બતાવવામાં આવી રહી છે, જે પૂરી સ્ક્રીન્સનો ફક્ત ૧% છે. બેઈજિંગમાં વાંડા થિયેટર્સમાં દંગલનાં ફક્ત 3 શોઝ ચાલી રહ્યા છે અને કાલથી તો ત્યાં એક પણ શો હશે નહિ.

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. જી હાં, આજે ૫ મે નાં રોજ દંગલ ચીનમાં રિલીઝ થઇ રહી છે. ખબરોની માનીએ તો ફિલ્મ દંગલ ચીનમાં ૯૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થઇ રહી છે. જે પોતાનામાં એક મોટો રેકોર્ડ છે. દંગલ ચીન બોલિવુડ અથવા ભારતની સૌથી મોટી ફિલ્મ હશે કારણકે જેટલી સ્ક્રીન્સ પર બાહુબલી પૂરી દુનિયામાં રિલીઝ થઇ છે, આમિરની દંગલ ફક્ત ચીનમાં તેટલી સ્ક્રીન્સ પર રિલીઝ થઇ રહી છે. બીજી તરફ, ખાસ વાત એ છે કે, ચીનમાં જ નહિ કોઈપણ દેશમાં કોઈ બોલિવુડ ફિલ્મ રિલીઝ થનાર આ ફર્સ્ટ ફિલ્મ છે. આ દ્રષ્ટિએ હવે આ વખતે બોલિવુડની બે સુપરહિટફિલ્મ આમને-સામને હશે.

બીજી દિલચસ્પ વાત એ છે કે, બાહુબલીએ અત્યાર સુધી ૭૭૦ કરોડની લગભગ કમાણી કરી લીધી છે. બીજી તરફ, દંગલની વૈશ્વિક કમાણી ૭૨૩ કરોડ હતી. એટલે કે, બંને ફિલ્મ પોતાનામાં ૧૦૦૦ કરોડનાં સફર બરાબરીની સાથે શરુ કરશે. તેવામાં જોવું રહ્યું કે, બાજી કોના હાથમાં આવે છે. એટલું જ નહિ ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું નામ પણ રાખવામાં આવ્યું છે.ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

The post આમિર ખાનની ફિલ્મને લઈને હવે ચીનમાં થઇ રહ્યું છે Dangal appeared first on Vishva Gujarat.


ભારતમાં Justin Bieber ની સુરક્ષાની જવાબદારી ઉઠાવશે સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા

$
0
0

Salman Khan's bodyguard appointed to handle Justin Bieber's security

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને મુંબઈમાં Justin Bieber ની સિક્યુરિટીની જવાબદારી મળી છે. વર્લ્ડ ટૂર માટે Justin Bieber મુંબઈ આવી રહ્યા છે. આટલા મોટા ગ્લોબલ સ્ટારની સિક્યુરીટી માટે સલમાન ખાનના સૌથી વિશ્વાસપત્ર બોડીગાર્ડને હાયર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, શેરા છેલ્લા ૨૦ વર્ષોથી સલમાન ખાનની સિક્યુરીટી કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈમાં સલમાન ખાનનો બોડીગાર્ડ શેરાને બીબર અને તેની ટીમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

શેરા તેની કંપની ટાઈગર સિક્યુરીટીની સાથે અહીં કામ કરશે. તેની સાથે બધા બોડીગાર્ડ ટાઈગર સિક્યુરીટીની બેચ પહેરે છે. તમને જણાવી દઈએ કે, શેરાનો ઉલ્લેખ ૨૦૧૧ માં આવેલ સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં પણ થયો હતો. તેની પહેલા શેરા અને તેની કંપની વિલ સ્મિથ અને જેકી ચેન જેવા હોલિવુડ સ્ટારની સુરક્ષાની જવાબદારી પ્લે કરી ચૂકી છે. શેરાનું વાસ્તવિક નામ ગુરમીત સિંહ જોલી છે. પ્રાપ્ત માહિતી મુજબ, જસ્ટિન બીબરનાં શોમાં સલમાન ખાન મેજબાનની ભૂમિકા નિભાવી શકે છે.

ઇન્ટરનેશનલ પોપ સ્ટાર જસ્ટિન બીબર પાંચ દિવસના ટૂર પર ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવી રહ્યા છે. તેમનો મ્યુઝીક કોન્સર્ટ ૧૦ મે નાં રોજ મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં છે. જેની મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ પણ એવી કે જેના વિશે તમે જાણી હેરાન થઇ જશો. વાસ્તવમાં અંગત જીવનમાં જસ્ટિન જે પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, તેવી જ સુખ-સુવિધાઓ તેમને ભારત પ્રવાસ દરમિયાન આપવા માટે આયોજક પ્રયત્ન કરી રહ્યા છે. કારણકે ઇન્ટરનેશનલ પોપ-સિંગરની ટીમે કાર્યક્રમના આયોજક સામે એક લાંબી ડિમાંડ યાદી આપી છે.

આયોજક આ મ્યુઝીક પ્રોગ્રામને ભારતના સૌથી સફળ મ્યુઝીક પ્રોગ્રામમાંથી એક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતમાં બીબરના ૮૦ ટકા કરતા વધારે પ્રશંસક છે. તેવામાં તેને વર્ષનો સૌથી મોટો કાર્યક્રમ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભારે ભીડ થવાની આશા છે.

The post ભારતમાં Justin Bieber ની સુરક્ષાની જવાબદારી ઉઠાવશે સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 01
મોડલ અને બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને મેક્સિમ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની બધી તસ્વીરોમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે. તો આવો જોઈએ ફોટોશૂટ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 02

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં એમી જેક્સને ફરીથી એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 03

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળભૂત રૂપથી બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 04

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી. એમી જેક્સન ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 05

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 06

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 07

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 08

The post બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics !

$
0
0

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 1

બોલીવુડની ટોપ અભિનેત્રી Katrina Kaif અત્યારે સફળ થઇ ચૂકી છે. પરંતુ, તેના કેટલાક એવા ફોટા વાઈરલ થયા છે જેનાથી તમને શોક લાગશે. કેટલાક શોકિંગ ફોટોસ આજે અમે તમારા માટે લાવ્યા છીએ જેને જોઇને તમને ખરેખર નવાઈ લાગશે. આગળ જુઓ વધુ ફોટા...

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 3

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી છે Katrina Kaif. કેટરીના કૈફ છે

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 4

લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 5

લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 6

આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું. પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 7

કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 8

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 9

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 10

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 11

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 13

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 14

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 15

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 16

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 17

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 18

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 19

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 20

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 21

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 22

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 23

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 24

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 25

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 26

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 27

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 28

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 30

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics ! appeared first on Vishva Gujarat.

Tubelight નાં ટીઝરે બનાવ્યો રેકોર્ડ, એક જ દિવસમાં ૭૦ લાખ વ્યૂ મળ્યા!

$
0
0

Salman Khan Tubelight Teaser Makes Most Liked Teaser in One day Record

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ Tubelight નાં ટીઝરની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફેંસનો ઈન્તઝાર ખતમ થઇ ગયો છે અને સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ Tubelight નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના ટીઝરે એક દિવસમાં સૌથી વધુવાર જોવામાં આવેલ ટીઝરનો રેકોર્ડ પણ બાનવી લીધો છે. સલમાન ખાનનો ક્રેઝ લોકોમાં એટલો છે કે, ૨૪ કલાકમાં ટીઝર ૭૦ લાખ કરતા પણ વધુ વખત જોવામાં આવ્યું છે.

ટીઝરે સૌથી વધુ વખત જોવામાં આવેલ ટીઝર સિવાય એક દિવસમાં સૌથી વધુ લાઈક્સ મળવાનો પણ રેકોર્ડ બનાવી લીધો છે. ટીઝરને 2 લાખ કરતા વધારે લાઈક્સ મળી ચૂકી છે. ટ્વીટર પર #TubelightMostLikedBWTeaser ટ્રેન્ડ પણ કરવા લાગ્યો હતો. સલમાનના ફેંસે ઘણી ટ્વીટસ પણ કરી છે.

ટીઝરમાં સલમાન ખાન એક નિર્દોષ યુવકના રોલમાં નજર આવી રહ્યા છે. જે વધારે સીધોસાદો અને માસૂમ દેખાઈ રહ્યો છે. સોહેલ ખાન એક સીનમાં સૈનિકની વર્દીમાં નજર આવે છે અને સલમાન ખાન તેમને હગ કરીને રડે છે. ટીઝર જોઈ અનુમાન લગાવી શકાય છે કે, ફિલ્મમાં ઈમોશનની ભરમાર હોવાની છે. ફિલ્મ ટ્યુબલાઈટમાં બોલિવુડનાં સુપરસ્ટાર સલમાન ખાન, સોહેલ ખાન અને ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ લીડ રોલમાં છે. ફિલ્મના પ્રોડ્યુસર સલમા ખાન અને સલમાન ખાન છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post Tubelight નાં ટીઝરે બનાવ્યો રેકોર્ડ, એક જ દિવસમાં ૭૦ લાખ વ્યૂ મળ્યા! appeared first on Vishva Gujarat.

ELLE મેગેઝીન માટે Lisa Haydon એ કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

$
0
0

See the Baby Bump photo Shoot of Lisa Haydon for ELLE magazine

ELLE મેગેઝીન માટે Lisa Haydon એ કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

પ્રેગ્નેન્સીના દરમિયાન બોલીવુડ અભિનેત્રી લિઝા હેડને Elle મેગેઝિન માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. તેમની પ્રેગ્નેન્સીની ખાસ વાત એ રહી છે કે, તેમને આ બાબતની જાણકારી ખુબ જ પ્રેમથી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી.

ELLE મેગેઝીન માટે લીઝા હેડને કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

તમને જણાવી દઈએ કે, ‘હાઉસફુલ-૩, ‘ક્વીન’, ‘એ દિલ હૈ મુશ્કેલ’ જેવી ફિલ્મોમાં પોતાના નાના-નાના પાત્રોથી બોલીવુડમાં ઓળખાણ બનાવનારી લિઝા હેડને ગયા વર્ષે ઓક્ટોબરમાં ડીનો લાલવાણીથી લગ્ન કર્યા હતા. ડીનો લાલવાણી પાકિસ્તાન મૂળના ઉધોગપતિ ગુલ્લુ લાલવાણીના પુત્ર છે.

ELLE મેગેઝીન માટે લીઝા હેડને કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'હાઉસફુલ' 3 અભિનેત્રી Lisa Haydon એ ૨૯ ઓક્ટોબરે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાનીના સાથે લગ્ન કરી લીધા હતા.

ELLE મેગેઝીન માટે લીઝા હેડને કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

બંનેએ થાઈલેન્ડના ફૂકેટમાં આવેલ અમનપૂરી બીચ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. લીસા હેડને લગ્નના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ દરમિયાન લીસા હેડને લોન્ગ વ્હાઈટ ગાઉન જયારે ડીનો લલવાનીએ વ્હાઈટ બ્લેઝર પહેર્યું હતું.

ELLE મેગેઝીન માટે લીઝા હેડને કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

લીસા હેડને હમણાં જ ડીનો લલવાની સાથેના લગ્નની જાહેરાત કરી દીધી હતી. લીસા હેડને ડીનો લલવાની કિસ કરતા એક ફોટો પોસ્ટ કરી પોતાના લગ્નની જાહેરાત કરી હતી. ફોટોની સાથે જ તેમણે કેપ્શન લખ્યું હતું Gonna maary Him. લીસા હેડનના પતિ પાકિસ્તાની મૂળના બ્રિટીશ એન્ટરપ્રેન્યોર ગુલ્લુ લલવાનીના પુત્ર છે. ડીનો લલવાની છેલ્લા વર્ષથી લીસા હેડનને ડેટ કરી રહ્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ...

ELLE મેગેઝીન માટે લીઝા હેડને કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

ELLE મેગેઝીન માટે લીઝા હેડને કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

ELLE મેગેઝીન માટે લીઝા હેડને કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

ELLE મેગેઝીન માટે લીઝા હેડને કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ

The post ELLE મેગેઝીન માટે Lisa Haydon એ કરાવ્યું બેબી બમ્પ ફોટો શૂટ appeared first on Vishva Gujarat.

રાજામૌલીનું એલાન, Baahubali-૨ બાદ હવે બનશે બાહુબલી-3

$
0
0

Is Baahubali director SS Rajamouli planning to make Baahubali 3

Baahubali ના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. બાહુબલીના ડિરેક્ટર એસએસ રાજામૌલીએ એનાઉન્સ કર્યું કે, તે બાહુબલી 3 પણ બનાવશે. રાજામૌલીએ જણાવ્યું કે, બાહુબલીનું માર્કેટ છે પરંતુ કોઈ સારી સ્ટોરી વગર અમે ફિલ્મ બનાવીશું તો તે બેઈમાની હશે. જો મારા પિતા પહેલાની જેમ સારી સ્ટોરી લઈને આવશે તો હું જરૂર ફિલ્મ બનાવીશ. તેની પહેલા ૨૦૧૫ માં રાજામૌલીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તે બાહુબલી 3 બનાવશે પરંતુ તે બાહુબલી 2 ની આગળની સ્ટોરી હશે નહિ. તેમણે જણાવ્યું હતું કે, બાહુબલીની સ્ટોરી બીજા પાર્ટમાં પૂરી થઇ જાય છે. ફિલ્મ બાહુબલી ૨ સમગ્ર દેશમાં ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મે ફક્ત ૭ દિવસમાં ૮૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી એક નવો ઈતિહાસ રચી નાખ્યો છે.

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાહુબલી 2’ 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ ‘બાહુબલી : ધ કનક્લુજન’ ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. તેની સાથે જ બોક્સ ઓફિસ પર બાહુબલીએ રેકોર્ડ પણ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રથમ દિવસે આ ફિલ્મે ભારતમાં ૧૪૫ કરોડ, યુએસમાં ૩૩ કરોડ, ગલ્ફમાં ૧૧ કરોડ અને અન્ય જગ્યાઓ પર ૧૨ કરોડની કમાણી કરી છે. કુલ મળીને બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ ૨૦૧ રૂપિયાની કમાણી કરી હતી.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

The post રાજામૌલીનું એલાન, Baahubali-૨ બાદ હવે બનશે બાહુબલી-3 appeared first on Vishva Gujarat.


Salman Khan ના પિતાને ઘરની બહાર બની રહેલ પબ્લિક ટોયલેટથી આપત્તિ, BMC ને લખ્યો પત્ર

$
0
0

Salman Khan's Father does not want Public Toilet outside Galaxy Apartment

Salman Khan ના પિતા સલીમ ખાને તાજેતરમાં મુંબઈ મહાનગરપાલિકા એટલેકે બીએમસીને એક પત્ર લખ્યો છે. તેમણે આ પત્ર એક પબ્લિક ટોયલેટને લઈને લખ્યો છે. જે મુંબઈ સ્થિત તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બીએમસી દ્ધારા બનાવવામાં આવી રહ્યું છે. આ પબ્લિક ટોયલેટ પર સલીમ ખાને આપત્તિ વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, સલીમ ખાને આ મામલે પત્રમાં બીએમસી પાસેથી માંગણી કરી છે કે, તે ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે પબ્લિક ટોયલેટ નાં બનાવી તેનાથી થોડું દૂર બનાવે.

સલીમ ખાન રોજ સવારે ત્યાં વોક પર નીકળે છે અને આ કારણે તેમણે બીએમસીને પત્ર લખ્યો છે. સલીમ ખાન દ્ધારા લખેલ આ પત્રને સોસાયટીનાં અન્ય લોકો દ્ધારા પણ સાઈન કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસમાં અત્યારે બીએમસીએ ફક્ત એટલું જ કહ્યું છે કે, તેમને માત્ર સલીમ ખાન તરફથી એક પત્ર મળ્યો છે અને તે અત્યારે આ કેસને જોઈ રહ્યા છે. સલીમ ખાનના આ પત્ર બાદ હવે જોવું રહ્યું કે, શું બીએમસી પોતાનો નિર્ણય બદલે છે કે નહિ?

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને થોડા દિવસ સમય પહેલા બીએમસીને પત્ર લખી ફરિયાદ કરી હતી કે, તેમના ઘરની સામે લોકો ખુલ્લામાં શૌચ કરે છે અને તેને રોકવા માટે તેમણે બીએમસીને ૫ મોબાઈલ ટોયલેટ આપવાની વાત કહી હતી. બીએમસીએ પણ સલમાનના વિચારોને આવકારતા તેમણે સલમાનને બીએમસીના બ્રાંડ એમ્બેસેડર બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. બીએમસીનું કહેવું છે કે, માત્ર સલમાનના ઘરની આસપાસનાં વિસ્તારમાં જ નહિ પરંતુ મુંબઈમાં એવી ઘણી જગ્યા છે જ્યાં લોકો જાહેરમાં શૌચ કરે છે. આ સમસ્યાના સમાધાન માટે સલમાન જેવા સ્ટાર્સ જોડાવવાથી આમ આદમીની વાત રાખવી સરળ રહેશે.

The post Salman Khan ના પિતાને ઘરની બહાર બની રહેલ પબ્લિક ટોયલેટથી આપત્તિ, BMC ને લખ્યો પત્ર appeared first on Vishva Gujarat.

ચીની બોક્સ ઓફિસ પર Dangal નો ધમાકો, પ્રથમ દિવસે કરી ધમાકેદાર કમાણી

$
0
0

Aamir Khan's Dangal 1st Day Box-office Collection In China

બોલિવુડનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'Dangal' દુનિયાભરમાં પૈસા અને નામ કમાવ્યા પછી હવે ભારતના પાડોશી દેશ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. ચીનમાં આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે ૧૫ કરોડનો બિઝનેશ કર્યો છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે.

ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું રાખવામાં આવ્યું છે. ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા એવી ખબર આવી હતી કે, આમિર ખાનની દંગલ ચીનના ૧૦, ૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થશે પરંતુ પછી એવી ખબર સામે આવી હતી કે, ચીનના સૌથી મોટા મલ્ટીપ્લેકસ ચેન વાંડા સિનેમાઝ ઘણા થિયેટર્સમાં ફિલ્મ રિલીઝ કરી રહ્યા નથી. દંગલનાં બહુ ઓછા શોઝ જોઈ ચીનના એક સિનેમા રાઈટરે લખ્યું કે, શું દંગલને વાંડાએ બાયકોટ કરી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચેન સિનેમામાં ૧,૬૫૭ સ્ક્રીન્સ છે, જે હવે વધીને ૩૦૦૦ થવાની છે. પ્રાપ્ત માહિતી મુજબ, દંગલ ફક્ત ૩૭ સ્ક્રીન્સ પર બતાવવામાં આવી રહી છે, જે પૂરી સ્ક્રીન્સનો ફક્ત ૧% છે.

The post ચીની બોક્સ ઓફિસ પર Dangal નો ધમાકો, પ્રથમ દિવસે કરી ધમાકેદાર કમાણી appeared first on Vishva Gujarat.

Bahubali-2 એ પ્રથમ વિકેન્ડમાં તોડ્યા બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ

$
0
0

Bahubali

રાજામૌલીની ફિલ્મ Bahubali-૨ એ બોક્સઓફિસ પણ ઘણા રેકોર્ડ તોડી દીધા છે અને તે ભારતીય સિનેમાની નંબર-૧ બ્લોકબસ્ટર સાબિત થઇ ગઈ છે. Bahubali ફિલ્મના હિંદી વર્ઝને આઠ દિવસમાં ૨૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ૨૮ એપ્રિલે રિલીઝ થયેલ બાહુબલી-૨ એ પ્રથમ અઠવાડિયે બોક્સ ઓફિસ પર વર્લ્ડવાઈડ ૮૬૦ કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી લીધી છે. ફિલ્મનું બજેટ ૨૫૦ કરોડ રૂપિયા છે, જ્યારે ભારતમાં જ ફિલ્મે એક અઠવાડિયામાં ૫૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

બાહુબલી-૨ એ કમાણીના બધા રેકોર્ડ તોડતા આમિર ખાનની પીકે અને દંગલ બંનેને બોક્સ ઓફિસ પર પાછળ છોડી દીધા છે અને તેની કમાણીનો આંકડો ૮૦૦ કરોડની નજીક પહોચી ગયો છે. હજુ સુધી વર્લ્ડવાઈડ સૌથી વધુ કમાણીનો રેકોર્ડ આમિર ખાનની પીકે નાં નામ પર છે. પીકે ૭૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બાહુબલી-૨ પીકેનો રેકોર્ડ તોડવામાં બસ ૪૨ કરોડ રૂપિયા પાછળ છે.

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

The post Bahubali-2 એ પ્રથમ વિકેન્ડમાં તોડ્યા બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ appeared first on Vishva Gujarat.

એકતા કપૂરે કર્યો ખુલાસો, ‘Ye Hai Mohabbatein’માં નહિ થયા ઈશિતા ભલ્લાનું મોત

$
0
0

Ekta Kapoor clarifies about Ishita's death on Yeh Hai Mohabbatein

તાજેતરમાં એવી ખબર સામે આવી હતી કે, Ye Hai Mohabbatein ની ઈશિતા ભલ્લા એટલે કે, દિવ્યાંકા ત્રિપાઠી શો છોડવાની છે. પરંતુ હવે દિવ્યાંકાનાં ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. દિવ્યાંકા ત્રિપાઠી Ye Hai Mohabbatein શો છોડવાની નથી. એવી ખબર સામે આવી હતી કે, યે હે મોહબ્બતેમાં એક મોટો ટ્વીસ્ટ આવશે જેમાં ઈશિતા ભલ્લાનું મોત થઇ જશે. આ વાતની ખબર ત્યારે પડી જ્યારે જ્યારે નેટ પર 'યે હે મોહબ્બતે' નાં નિર્દેશક સંદિપ સિકંદ અને એકતા કપૂરનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં એકતા કપૂર ઈશિતાનાં મૃત્યુની વાત કરી રહી છે. પરંતુ ઈશિતાનાં ફેંસને નિરાશ થવાની જરૂર નથી. હકીકતમાં આ એક મજાક હતી.

શોમાં નિર્માતાએ ઈશિતાને મારવાની કોઈ પ્લાનિંગ કર્યું નથી. જો કે, જોત જોતામાં આ ખબર ફેલાઈ ગઈ હતી કે, યે હે મોહબ્બતેમાં ઈશિતાનું મોત થઇ જશે પરંતુ હવે તમે રાહતના શ્વાસ લઇ શકો છો કારણકે ખુદ એકતા કપૂરે આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે, ઈશિતા શોમાં મરવાની નથી. જી હાં, એકતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિવ્યાંકાની સાથે એક ફોટો શેર કર્યો છે અને સ્પષ્ટતા કરતા લખ્યું છે કે, શોમાં ઈશિતાનું મોત થશે નહિ.

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ટીવી પર સકારાત્મક રોલ પ્લે કરવા માટે ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા દિવ્યાંકાએ નેગેટિવ રોલ પ્લે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દિવ્યાંકાએ કહ્યું કે, તે એક એવો રોલ પ્લે કરવા માંગે છે જે વેબ સીરીઝ અથવા શોર્ટ ફિલ્મમાં પ્લે કરવામાં આવતો હોય. દિવ્યાંકાએ જણાવ્યું કે, હું નેગેટિવ રોલ માટે તૈયાર છુ પરંતુ હું સીરીયલમાં નેગેટિવ રોલ પ્લે કરવા માંગતી નથી.

દિવ્યાંકા ત્રિપાઠીએ કહ્યું કે, હું સામાન્ય રીતે કેરેક્ટરની ઊંડાઈમાં જતી રહું છુ. ધારાવાહિકો માટે અમારે ઘણા કલાક શૂટિંગ કરવું પડે છે અને હું તે નેગેટિવીટીની સાથે જીવી શકીશ નહિ. તેણે કહ્યું કે, કોઈ ફિલ્મ, શોર્ટ ફિલ્મ અને વેબ સીરીઝ માટે હું નેગેટિવ રોલ પ્લે કરવા માટે તૈયાર છુ. કારણકે આ બહુ ઓછા સમય માટે હોય છે. હું પ્રયોગ કરવા માંગુ છુ પરંતુ એક અલગ માધ્યમથી.

The post એકતા કપૂરે કર્યો ખુલાસો, ‘Ye Hai Mohabbatein’ માં નહિ થયા ઈશિતા ભલ્લાનું મોત appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

$
0
0

Love Affairs

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

Anushka Sharma & Virat Kohli

ક્રિકેટર અને બોલિવુડનો સંબંધ બહુ જૂનો છે. બોલિવુડ સ્ટાર્સનું ક્રિકેટર સાથે અફેરની ચર્ચા હંમેશા રહી છે. આ સિલસિલો આજનો નથી પરંતુ તે ૧૯ મી સદીથી ચાલતો આવી રહ્યો છે. આ અફેર્સમાં કોઈની સફર મેરેજ સુધી પહોચી તો કોઈ મઝધારમાં જ અલગ થઈ ગયા છે. પોતાની ડેટ અને અફવાહોના કારણથી દરેક કોઈ વિવાદનો ભાગ બન્યો છે. તો જાણો કેટલીક ફેમસ જોડીઓ વિષે.....

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી:

બોલિવુડની હસીના અનુષ્કા શર્મા અને ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીની મુલાકાત એક શેમ્પૂની જાહેરાતમાં થઈ હતી. અફવા ત્યારે શરુ થઈ જ્યારે અનુષ્કા એક મેચ દરમિયાન વિરાટને મળવા ન્યુઝીલેન્ડ પહોચી હતી. ત્યારબાદ વિરાટ કોહલી પણ બોમ્બે વેલવેટના સેટ પર અનુષ્કાને મળવા પહોચ્યો હતો.

ગીતા બસરા અને હરભજન સિંહ

Geeta Basra & Harbhajan Singh

આ ન્યૂ મેરિડ કપલે પોતાના રિલેશનશિપની માહિતી મીડિયા સામે કબૂલી હતી જેના કારણે હરભજનને ઘણીવાર એવોર્ડ શો દરમિયાન મજાકનો ભાગ બનવો પડ્યો હતો.

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ

Neena Gupta & Vivian Richards

લેજેન્ડરી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ અને બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા ગોપનીય રૂપે રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના રિલેશનશિપ ઘણા ચર્ચામાં રહ્યા હતા, જો કે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શક્યા નહિ.

યુવરાજ સિંહ અને હેઝલ કિચ

Yuvraj Singh and Hazel Keech

યુવરાજ હંમેશા પોતાના લવ સર્કલને કારણે ચર્ચામાં બની રહ્યા છે, ભલે પછી તે કીમ શર્મા હોય અથવા દીપિકા પાદુકોણ. તાજેતરમાં યુવરાજનું નામ બ્રિટિશની મોડલ હેઝલ કીચની સાથે પણ જોડાયું અને આ સંબંધ ઘણો આગળ વધ્યો અને થોડા સમય પહેલા જ આ કપલે સગાઈ કરી પોતાના રિલેશનશિપની મીડિયા સામે કબૂલાત કરી.

ઝહીર ખાન અને ઈશા શેરવાની

Isha Sharvani & Zaheer Khan

આ જોડીએ ૮ વર્ષની પોતાની રિલેશનશિપની મજબૂરીઓના કારણે ખતમ કરી દીધી હતી. તેમણે પોતાના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવનો પણ સામનો પણ કર્યો છે. જો કે, બધા લોકો આ કપલના મેરેજની અપેક્ષા કરી રહ્યા હતા પરંતુ તેમણે પોતાના બ્રેકઅપના ન્યૂઝ આપી બધાને હેરાન આકરી દીધા હતા.

અમૃતા અરોડા અને અને ઉસ્માન અફઝલ

Amrita Aroraબોલિવુડની મુન્ની મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું અફેર ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે હતું. આ જોડી ઘણીવાર ઇવેન્ટ દરમિયાન કેમેરામાં કેદ થઈ હતી પરંતુ એક વર્ષ પછી તેમણે પોતાના રસ્તા બદલી લીધા.

જીન્નત અમાન અને ઇમરાન ખાન

Zeenat Aman & Imran Khan

૭૦ ના દાયકાની સેક્સી ડીવા જીન્નત અમાને પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. રાષ્ટ્રીય અવરોધો અને ગલતફેમીના કારણે આ કપલને અલગ થવું પડ્યું હતું.

રીના રોય અને મોહસીન ખાન

Reena Roy & Mohsin Khan

બોલિવુડ એક્ટ્રેસ રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. મેરેજ પછી રીના રોયએ પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું અને પોતાના પરિવારને સમય આપ્યો પરંતુ ટૂંક સમયમાં જ આ સંબંધ તલાક પર ખતમ થઈ ગયો.

મોહમ્મદ અઝહરૂદ્દીન અને સંગીતા બિજલાની

Sangeeta Bijlani & Mohammad Azharuddin

આ કપલે જાહેરમાં મીડિયાની સામે પોતાના રિલેશનશિપને કબૂલી હતી. અફવાહોએ આગ ત્યારે પકડી જ્યારે સંગીતા ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી પરંતુ તેનો પ્રભાવ અઝહરૂદ્દીન ના પ્રદર્શન પર પડ્યો હતો.

અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી

amruta singh and ravi shashtri

ડેશિંગ ક્રિકેટર રવિ શાસ્ત્રી બોલિવુડની ચમેલી અમૃતા સિંહના પ્રેમમાં પાગલ થઈ ગયા અને આ જોડીએ કેમેરાની સામે પણ પોતાના સંબંધને કબૂલ્યો હતો પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ રિતુ અને અમૃતા સિંહે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે મેરેજ કર્યા હતા.

The post બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs appeared first on Vishva Gujarat.

જુઓ…જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Latest Instagram pics of Jackie shroff's Daughter Krishna Shroff

જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ તસ્વીર જૈકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન Krishna Shroff ની છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ તાજા તસ્વીર તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર પોસ્ટ કરી છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બીજા સ્ટાર કિડ્સની જેમ જ કૃષ્ણા શ્રોફ પણ આજકાલ તેના ડ્રેસિંગને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

કૃષ્ણા શ્રોફ મોટે ભાગે સોશિયલ મીડિયા પર એક્ટીવ જોવા મળે છે તેના કારણે તેમના ચાહકોમાં વધારો થયો છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

પોતાના ભાઈ ટાઇગરની જેમ ફિલ્મોમાં ના હોવા છતાં કૃષ્ણા શ્રોફના પણ ઘણા ચાહકો છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

કૃષ્ણા શ્રોફે ઘણા ટેટૂઝ બનાવી રાખ્યા છે જેનું કોમ્બીનેશન પોતાના ડ્રેસની સાથે બનાવી પોતાની તસ્વીર પોસ્ટ કરતી રહે છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તેની અસર એવી હોય છે કે તેમના ચાહકો દીવાના થઈ જાય છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ…જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

જુઓ…સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

$
0
0

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-1
આ સ્ટાર પ્લસનો શો સાથ નિભાના સાથિયાની પ્રખ્યાત ગોપી વહુ છે. હંમેશા તમે તેમણે ઇન્ડીયન લુકમાં જ જોઈ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, ટીવીની આ વહુ સંસ્કારી હોવાની સાથે હોટ પણ છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-2

દેવોલીના અત્યારના દિવસોમાં કેલેન્ડર શૂટ માટે મલેશિયા ગઈ છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-3

ગોપી વહુ એટલે દેવોલીનાએ આ ફોટોશૂટના ફોટોસ શેર કર્યા છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-4

ટીવી શોમાં ભલે તે દાદીના રોલમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં શું છે તેમણે તે તેમણે દેખાડ્યું છે. હકીકતમાં ગોપી આ ફોટોસમાં ઘણી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ દેખાઈ રહી છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-6

દેવોલીના ટીવી શો સાથ નિભાના સાથિયાનો જાણીતો ચહેરો છે. આ શો સાંજે ૭ વાગે સ્ટાર પલ્સ પર આવે છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-7

દેવોલીના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટીવ છે. તે ઘણી વખત તસ્વીરો શેર કરતી રહે છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-8

દેવોલીનાને ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૨ ના ઓડિશનના દ્વ્રારા નોટિસ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે એનડીટીવી ઇમેજિનનો શો સંવારે સબકે સપને પ્રીતોમાં કામ કરવાની ઓફર મળી હતી.

The post જુઓ…સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ appeared first on Vishva Gujarat.


વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap

$
0
0

Bollywood

કરીના કપૂર અને સારા અલી ખાન

vg_5

ગયા મહીને Bollywood એક્ટ્રેસ કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં ઘણા બોલિવુડ સેલેબ્સ પહોચ્યા હતા પરંતુ બધાની નજર સૈફની પુત્રી સારા અલી ખાન પર હતી, જે પોતાની સોતેલી માં કરીનાને બર્થડે વિશ કરવા માટે પહોચી હતી. તમને જણાવી દઈએ કે, સારા અને કરીનાનું સારું બોન્ડીંગ છે. બંને એક-બીજા સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરે છે.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારાનો જન્મ ૧૯૯૩ માં થયો હતો. તમને જણાવી દઈએ કે, સૈફ અને અમૃતા ૨૦૦૪ માં અલગ થઈ ગયા હતા. ૨૦૧૨ માં સૈફ અલી ખાને મેરેજ કર્યા હતા. ૨૩ વર્ષીય સારા તેની સોતેલી માં કરીનાથી માત્ર ૧૩ વર્ષ નાની છે.

હેમા માલિની અને સની દેઓલ

vg_6

સની એક એવા એક્ટર છે જેમણે હંમેશા પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી દૂર રાખી છે. જો કે, હેમા માલિની સાથે સંબંધોને લઈને તે જરૂર ચર્ચામાં રહે છે. સની-હેમા સંબંધમાં ભલે માં-દીકરો હોય પરંતુ તેમની ઉંમરમાં વધારે અંતર નથી. હેમા માલિની નો જન્મ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૮ અને સની દેઓલનો જન્મ ૧૯ ઓકટોબર, ૧૯૫૬ માં છે બન્ને વચ્ચે ઉંમરમાં ૮ વર્ષનું અંતર છે.

માન્યતા દત્ત અને ત્રિશાલા દત્ત

vg_7

સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત (પ્રથમ પત્ની રુચા શર્માથી ) અને બીજી પત્ની માન્યતા દત્તની ઉંમરમાં લગભગ ૯ વર્ષનો ડિફરન્ટ છે.

પૂજા બેદી અને પરવીન દોસાંજ

vg_8

કબીર અને પ્રતિમા બેદીની પુત્રી પૂજા બેદીનો જન્મ ૧૯૭૦ માં થયો. જ્યારે તેની સોતેલી માં પરવીન દોસાંજ (કબીરની ચોથી પત્ની) ૧૯૭૫ માં જન્મેલ છે.

સોની રાજદાન અને પૂજા ભટ્ટ

vg_9

મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ અને તેની સોતેલી માતાની વચ્ચે ઉંમરમાં ૧૬ વર્ષનો ગેપ છે. પૂજા મહેશ અને કિરણ ભટ્ટની પુત્રી છે.

The post વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap appeared first on Vishva Gujarat.

પુણેમાં હોલીડે એન્જોય કરી રહી છે Lisa Ray

$
0
0

Bollywood Actress Lisa Ray is Holidaying at Mulshi Pune

પુણેમાં હોલીડે એન્જોય કરી રહી છે Lisa Ray

કસૂર અને વિરપ્પન જેવી ફિલ્મોમાં કામ કરનારી Lisa Ray આ દિવસોમાં પુણેમાં હોલીડે એન્જોય કરી રહી છે.

પુણેમાં હોલીડે એન્જોય કરી રહી છે લિઝા રે

તેમણે આ હોલીડેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

પુણેમાં હોલીડે એન્જોય કરી રહી છે લિઝા રે

લિઝા રે અનસીન વર્લ્ડ અને આઈ કાંટ થિંક સ્ટ્રેટ જેવી અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું છે.

પુણેમાં હોલીડે એન્જોય કરી રહી છે લિઝા રે

૪૫ ની લિઝા રેની છેલ્લી ફિલ્મ વર્ષ ૨૦૦૮ માં આવી હતી.

પુણેમાં હોલીડે એન્જોય કરી રહી છે લિઝા રે

આમ તો તેમની સોશિયલ મીડિયા પર સતત પોતાની હાજરી આપતી રહે છે અને તેના ફોટોસ પોસ્ટ કરતી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પુણેમાં હોલીડે એન્જોય કરી રહી છે લિઝા રે

The post પુણેમાં હોલીડે એન્જોય કરી રહી છે Lisa Ray appeared first on Vishva Gujarat.

ટીવીનાં આ ફેમસ કોમેડીમાં જજ તરીકે નજર આવશે Akshay Kumar

$
0
0

Akshay Kumar to be judge on a comedy show next

કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ આઠ વર્ષનાં લાંબા ગેપ બાદ એક વાર ફરીથી ટીવી પર વાપસી કરી રહ્યો છે. તેની સાથે નાના પડદા પર બોલીવુડ એક્ટર Akshay Kumar પણ એક વાર ફરીથી દેખાશે.

બોલીવુડ એક્ટર ખેલાડી Akshay Kumar આ પહેલા ડેર ૨ ડાન્સ શો જજ કરી ચુક્યા છે, પરંતુ આ વખતે એક કોમેડી શો ને જજ કરતા દેખાશે. મોટા પડદા પર પોતાની પરફેક્ટ કોમિક ટાઈમિંગથી લોકોને હસાવનાર અક્ષય કુમાર હેરાફેરીથી લઈને હાઉસફુલ જેવી મોટી મોટી હીટ ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે. આ પહેલી વખત હશે, હવે અક્ષય કુમાર ટીવી પર કોમેડી શો માં આવશે. આ પહેલા અક્ષય એક્શન રિયલિટી શો જોખમનાં ખેલાડીને હોસ્ટ કરી ચુક્યા છે.

અક્ષયની કોમેડી હીરોની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા આ શોનાં મેકર્સે તેમને બોસ ઓફ કોમેડીનાં રૂપમાં પ્રેઝન્ટ કરવાનો પ્લાન કર્યો છે. અક્ષય શોનાં મેન જજ હશે અને બીજી તરફ તેમના સાથે ત્રણ મેંટર્સ પણ હશે. શોમાં ગ્લેમર બનાવી રાખતા માટે ફીમેલ હોસ્ટ હશે. તે પહેલા આ શોને પેરિઝાદ કોલહ અને સોનાલી નાગરની હોસ્ટ કરી ચુક્યા છે.

ખબરોનું માનીએ તો આ વખતે શોને હોસ્ટ માટે એલી એવરમ સાથે વાત ચાલી રહી છે. આ શોની પહેલા સિઝનમાં નવજોત સિંહ સિંધુ અને શેખર સુમન જજ કરતા નજર આવ્યા હતા.

The post ટીવીનાં આ ફેમસ કોમેડીમાં જજ તરીકે નજર આવશે Akshay Kumar appeared first on Vishva Gujarat.

Baahubali 2 એ રચ્યો મોટો ઈતિહાસ, કરી અધધધ…કમાણી

$
0
0

Baahubali 2 Becomes First Indian Movie Ever To Collect Rs. 1000 Crore

બોક્સ ઓફિસ પર સતત રોજ નવા રેકોર્ડ તોડી રહી છે. એસએસ રાજમૌલીની ફિલ્મ 'Baahubali 2' એ કમાણીનો એક નવો ઈતિહાસ રચ્યો છે. Baahubali 2 ભારતની પહેલી ફિલ્મ બની છે, જેને દુનિયાભરમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ વાતની જાણકારી ટ્રેડ એનાલીસ્ટ રમેશ બાલાએ ટ્વીટ કરીને આપી છે. કરણ જોહરે પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર ફિલ્મનાં ૧,૦૦૦ કરોડ પાર કરવાની ખબર આપી છે અને કહ્યું છે કે, ફિલ્મ ભારતીય સિનેમા માટે માઈલસ્ટોન સાબિત થઇ છે.

તમને જણાવી દઈએ કે, માત્ર ૯ દિવસોમાં આ આંકડો પાર કરી લીધો છે. 'બાહુબલી ૨' એ ભારતમાં ૮૦૦ કરોડથી વધારે કમાણી કરી છે તો બીજી તરફ વિદેશમાં લગભગ ૨૦૦ કરોડની કમાણી કરી છે. ફિલ્મનાં હાઉસફુલ શોને જોતા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ફિલ્મ ૧,૫૦૦ કરોડ આંકડો પણ પાર કરી શકે છે.

ફિલ્મનાં એક્ટર પ્રભાસે પોતાના ફેસબુક પેજ પર પોતાના ફેંસને ફિલ્મની સફળતા અને તેના પ્રેમ માટે આભાર વ્યક્ત કરતા સ્પેશિયલ નોટ લખ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ફિલ્મ દરમિયાન તેનો ઉત્તર દિલચસ્પ રીતે જાણવા મળે છે. ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીનું પરફોર્મન્સ ઘણું શાનદાર છે. તો બીજી તરફ, અનુષ્કા શેટ્ટી તમને વધારે સરપ્રાઈઝ કરશે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ સહજ છે. અન્ય કિરદારોનો અભિનય પણ સારો છે.

The post Baahubali 2 એ રચ્યો મોટો ઈતિહાસ, કરી અધધધ… કમાણી appeared first on Vishva Gujarat.

Sarkar 3 ને લઈને રામગોપાલ વર્માએ કર્યો મોટો ખુલાસો

$
0
0

Sarkar 3

અપકમિંગ ફિલ્મ 'Sarkar 3' નાં રિલીઝ માટે તૈયાર ફિલ્મકાર રામ ગોપાલ વર્માએ કહ્યું કે, તેમણે પોતાની આ ફિલ્મના માધ્યમથી ભાઈ-ભત્રીજાવાદનાં મુદ્દાને પ્રભાવી રૂપે ઉઠાવ્યો છે અને તેના સમાધાનની રીત ફિલ્મમાં બતાવવામાં આવી છે. રામ ગોપાલે ફિલ્મના પ્રચાર માટે શુક્રવારે આયોજિત કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, આ વખતે મે વિચાર્યું કે, 'Sarkar 3' દ્ધારા ભાઈ-ભત્રીજાવાદનાં મુદ્દાને ઉકેલવાનો પ્રયત્ન કેમ નાં કરવામાં આવે. લોકો ભારી તુલનામાં સંબંધીઓનો વધારે પક્ષ લેતા હોય છે. લોકતંત્રમાં શું આ સૌથી મોટી લડાઈ નથી? ફિલ્મમાં આ મુદ્દા પર ખાસ નજર નાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, આપણા સમાજમાં વૃધ્ધ લોકો પોતાના પુત્રો અને સંબંધીઓનાં નામ પર પોતાની સંપત્તિ છોડી જતા હોય છે અને મને લાગે છે કે બધા આવું કરતા હશે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન સ્ટારર રામ ગોપાલ વર્માની ફિલ્મ 'સરકાર ૩' ની રીલીઝ ડેટ થોડા દિવસ પહેલા ફાઈનલ થઇ હતી પરંતુ હવે આ ફિલ્મની ડેટ ૭ એપ્રિલ થી વધારી ૧૨ મે કરી દેવામાં આવી છે. ઈરોઝ નાવે તેમના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતની માહિતી આપી હતી કે ફિલ્મ હવે ૧૨ મે ના દિવસે રીલીઝ થશે. ફિલ્મમાં અમિતાભની સાથે યામી ગૌતમ, જેકી શ્રોફ, અમિત સાધ અને મનોજ વાજપેયી નજર આવશે. 'સરકાર' સીરીઝની ત્રીજી ફિલ્મ 'સરકાર ૩'નું ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયું છે. ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં 'સરકાર ૩' ની સ્ટારકાસ્ટ ડિકલેર કરી છે. પાર્ટ૩ માં અમિતાભની સાથે સિનેજગતના અન્ય દિગ્ગજ છે. ૨૦૦૫ માં અમિતાભ અને અભિષેક સ્ટારર 'સરકાર' એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

૨૦૦૮ માં તેની સિકવલ 'સરકાર રાજ' એ પણ સારો બિઝનેસ કર્યો અને તેના ૮ વર્ષ પછી રામ ગોપાલ વર્માએ તેની ત્રીજી સિકવલની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ડિરેકટરે આ વખતે અભિષેક અને એશ્વર્યાને આ ફિલ્મમાં લીધા નથી. તેઓ જણાવે છે કે, આ ફિલ્મ બીજા સમય અને બીજી પરિસ્થિતિમાં બનાવવામાં આવી છે.

The post Sarkar 3 ને લઈને રામગોપાલ વર્માએ કર્યો મોટો ખુલાસો appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images