Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Happy Birthday !! ધક ધક ગર્લ Madhuri Dixit !

$
0
0

Happy Birthday Madhuri Dixit566

Happy Birthday !! ધક ધક ગર્લ Madhuri Dixit !

Happy Birthday Madhuri Dixit566

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની 'ધક ધક ગર્લ' Madhuri Dixit નો આજે જન્મદિવસ છે. બોલીવુડમાં ત્રણ દશકાથી દર્શકોના દિલ જીતનારી માધુરી દીક્ષિતે પોતાની અદાકારીથી તેમના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. માધુરી દીક્ષિતનો જન્મ મુંબઈના એક મધ્યવર્ગી મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો. તથા તેમના માતાપિતા શંકર અને સ્નેહલતા દીક્ષિત છે. તેમણે ૮ વર્ષ સુધી કથકની શિક્ષા હાંસિલ કરી હતી.

બોલીવુડમાં પોતાના ૩૦ વર્ષના કરિયરમાં માધુરીએ કેટલીય યાદગાર ફિલ્મો અને કેટલાય ગીતોને ફિલ્માવ્યા છે. ૬ વખત ફિલ્મફેર એવોર્ડ જીતેલી માધુરીને ભારત સરકારે પદ્મ શ્રી એવોર્ડથી નવાઝી છે. માધુરીએ પોતાના કરિયરની શરૂઆત ૧૯૮૪માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'અબોધ'થી કરી હતી. ત્યારબાદ ફિલ્મ 'તેઝાબ'થી તેને દર્શકોના દિલ જીત્યા હતા. તેનો અદ્દભુત અભિનય, સુંદરતા તથા નૃત્ય પરિપૂર્ણતા એ તેને અગ્રણી અભિનેત્રીઓની હરોળમાં મુકી દીધી હતી. આગળ વાંચો...તેના ફિલ્મી કરિયરની યાદગાર ફિલ્મો વિશે....

Happy Birthday !! ધક ધક ગર્લ માધુરી દીક્ષિત !

1 Film-Abodh.jpg

ફિલ્મ 'અબોધ' : વર્ષ ૧૯૮૪માં આવેલી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'અબોધ'ની માધુરીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અને આજે પણ આ ફિલ્મ તેના માટે ખાસ છે. આ ફિલ્મમાં માધુરીએ નાના વયની એક ગામડાની છોકરીનો કિરદાર નિભાવ્યો હતો. જો કે, આ ફિલ્મ અસફળ રહી હતી પરંતુ ફિલ્મ સમીક્ષકોએ આ ફિલ્મમાં માધુરીના કિરદારની પ્રશંશા કરી હતી. માધુરી કહે છે કે, "આ મારી પહેલી ફિલ્મ હતી,જેથી તે હંમેશા મારા દિલની નજીક રહેશે".

Happy Birthday !! ધક ધક ગર્લ માધુરી દીક્ષિત !

2 Film Devdas

ફિલ્મ 'દેવદાસ' : વર્ષ ૧૯૯૫માં આવેલી સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'દેવદાસ'માં માધુરી દીક્ષિત શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. જયારે આ ફિલ્મમાં એશ્વર્યા રાયે પણ શાહરુખની પ્રેમિકાનો રીલ કર્યો હતો. આ ફિલ્મ બોલીવુડની એક મિસાલ બની ગઈ છે. આ ફિલ્મનું સોંગ 'ડોલા રે...ડોલા રે..' બહુ ફેમસ થયું હતું. જેમાં એશ્વર્યા અને માધુરીનો જુગલબંધી ડાન્સ હજી પર દર્શકોના દિલમાં વસે છે.

Happy Birthday !! ધક ધક ગર્લ માધુરી દીક્ષિત !

3 Film Dil to pagal hai

ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' : આ ફિલ્મનું નામ લેતાની સાથે માધુરીના ચહેરા પર સ્મિત આવી જાય છે. દરેક બોલીવુડ અભિનેત્રીનું સપનું હોય છે કે, તે રોમેન્ટિક ફિલ્મ કરે અને એકવાર યશ ચોપડાની હિરોઈન બને. માધુરી દીક્ષિતને પણ યશ ચોળાની ફિલ્મ 'દિલ તો પાગલ હૈ'માં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. આ ફિલ્મ ડાન્સ પર આધારિત હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કરિશ્મા કપૂર પણ જોવા મળ્યા હતા.આ ફિલ્મ પણ બોક્સ ઓફીસ પર સફળ રહી હતી.

Happy Birthday !! ધક ધક ગર્લ માધુરી દીક્ષિત !

4 Film Dil

ફિલ્મ 'દિલ': નિર્દેશક ઈન્દ્રા કુમારની ફિલ્મ 'દિલ'માં માધુરી દીક્ષિત આમીર ખાન સાથે જોવા મળી હતી. આ ઉપરાંત આ ફિલ્મમાં જોની લીવર, અનુપમ ખેર પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ રહી હતી. આ ફિલ્મમાં એક કોલેજીયનના રોલમાં માધુરીએ દર્શકોના જીતવમ સફળ રહી હતી.

Happy Birthday !! ધક ધક ગર્લ માધુરી દીક્ષિત !

5 Film Hum aapke hain Koun
ફિલ્મ 'હમ આપકે હૈ કોન' : રાજશ્રી પ્રોડક્શનમાં પોતાના કરિયરની શરૂઆત કરનારી માધુરી દીક્ષિત એક દશક બાદ ફરીથી રાજશ્રી ફિલ્મ સાથે વર્ષ ૧૯૯૪ની ફિલ્મ 'હમ આપકે હૈ કોન'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં માધુરીએ ચુલબુલી 'નિશા'નો કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મમાં માધુરી અને સલમાન ખાનની જોડીએ દર્શકો પર જાદુ કર્યો હતો. આ ફિલ્મમાં માધુરીની સલમાન ખાન સાથે ફોન પર 'હેલો' શબ્દની જગ્યાએ 'ઓહો..ઓહો...' અદા બહુ લોકપ્રિય રહી હતી. આ ફિલ્મને માધુરીએ ૮૫ વખત જોઈ છે.

Happy Birthday !! ધક ધક ગર્લ માધુરી દીક્ષિત !

6 Film Ram lakhan
ફિલ્મ 'રામ લખન' : 'તેજાબ'ની હીટ જોડી અનીલ કપૂર અને માધુરી દીક્ષિતને ફરી સુભાષ ઘઈએ 'રામ લખન'માં જેકી શ્રોફ અને ડીમ્પલ કાપડિયા સાથે લીધા હતા. તેને પણ દર્શકોએ વધારે પસંદ કરી હતી. આ ફિલ્મમાં માધુરી અનીલ કપૂરના નાનપણનો પ્રેમ બની હતી. ફિલ્મ 'રામ લખન'માં માધુરીએ પોતાના ડાન્સથી બોલીવુડની સુપર ડાન્સિંગ સ્ટાર બની ગઈ હતી.

Happy Birthday !! ધક ધક ગર્લ માધુરી દીક્ષિત !

7 Film Sajan
ફિલ્મ 'સાજન' : નિર્દેશક લોરેન ડિસુઝાના નિર્દેશનમાં બની ફિલ્મ 'સાજન'માં માધુરી દીક્ષિત સાથે સલમાન ખાન અને સંજય દત્ત જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ બોક્સ ઓફીસ પર સુપર હીટ રહી હતી.આ ફિલ્મનું સોંગ 'દેખા હૈ પહેલી બાર...સાજનની આખો મે પ્યાર' સુપરહિટ રહ્યો હતું. જેમાં માધુરી દીક્ષિતે પૂજા સક્સેનાનો રોલ કર્યો હતો. જેમાં તે આ બંને અભિનેતાઓની પ્રેમિકાનો રોલ કર્યો હતો.

Happy Birthday !! ધક ધક ગર્લ માધુરી દીક્ષિત !

8 Film Tezaab
ફિલ્મ 'તેજાબ' : વર્ષ ૧૯૮૮માં આવેલી ફિલ્મ 'તેજાબ' પહેલા માધુરીએ લગભગ ૮ ફિલ્મો કરી હતી, જે બોક્સ ઓફીસ પર અસફળ રહી, પરંતુ માધુરી ફિલ્મ 'તેજાબ'થી રાતો રાત સ્ટાર બની ગઈ. આ ફિલ્મમાં માધુરી અનીલ કપૂર સાથે જોવા મળી હતી. અનીલ કપૂરે આ ફિલ્મમાં ગુનેગાર મુન્નાનો રોલ કર્યો હતો. અને તેની પ્રેમિકા માધુરી બનીહતી.જેને 'મોહિની'ના કિરદારમાં દર્શકોને મોહિત કરી દીધા હતા. આ ફિલ્મનું એક સોંગ 'એક દો તીન...' બોલીવુડનું સુપરહિટ આઈટમ સોંગ રહ્યું હતું. જેનાથી માધુરી પ્રસિદ્ધ થઈ હતી.

Happy Birthday !! ધક ધક ગર્લ માધુરી દીક્ષિત !

Happy Birthday Madhuri Dixit 55
તેની બોક્સ ઓફિસ હિટ ફિલ્મો જેવી કે, દિલ (૧૯૯૦), સાજન (૧૯૯૧), બેટા (૧૯૯૨), હમ આપકે હે કોન...! (૧૯૯૪) અને રાજા (૧૯૯૫) નો સમાવેશ થાય છે. ત્યારબાદ તેની દિલ તો પાગલ હૈ (૧૯૯૭) અને વિવેચકોની પ્રશંસાપાત્ર ફિલ્મ જેવી કે, મૃત્યુદંડ (૧૯૯૭), પુકાર (૨૦૦૦), લજ્જા (૨૦૦૧) અને દેવદાસ (૨૦૦૨). આ બધી ફિલ્મો માધુરીની બોક્સ ઓફીસ પર સુપરહિટ રહી હતી.

The post Happy Birthday !! ધક ધક ગર્લ Madhuri Dixit ! appeared first on Vishva Gujarat.


Bollywood ની આ અભિનેત્રીઓનો અભ્યાસ જાણી દંગ રહી જશો તમે!

$
0
0

Bollywood

સોનમ કપૂર

મોટા પડદા પર ધૂમ-ધડામ ઈંગ્લીશ બોલનાર Bollywood એક્ટ્રેસ પોતાની રિયલ લાઈફ કેટલી ભણેલી છે તે જાણી દંગ રહી જશો તમે. જી હાં, આજે અમે તમને Bollywood ની ફેમસ એક્ટ્રેસનાં અભ્યાસ વિશે જણાવીશું. જેમણે બહુ ઓછો અભ્યાસ કર્યો છે પરંતુ તોપણ તેઓ બોલિવુડની એવી હસ્તીઓ બની ગઈ છે જેનું નામ દુનિયામાં બની ગયું છે.

સોનમ કપૂર જે રાંઝણામાં JNU ની વિધાર્થીની બની હતી. તેણે સાહિત્યથી ગ્રેજ્યુએશન કરવાનું હતું જેના માટે તેણે કોલેજનું ફોર્મ તો ભરી દીધું પરંતુ ક્યારેય પણ કોલેજ જઈ શકી નહિ. કારણકે તેને એક્ટિંગમાં કારકિર્દી બનાવવાની હતી.

કરીના કપૂર

કરીના કપૂરે મીઠીબાઇ કોલેજમાંથી કોમર્સનો અભ્યાસ કર્યો હતો અને આગળ કાયદાનો અભ્યાસ કરવા માંગતી હતી પરંતુ એક્ટિંગ માટે તેણે આ બધું છોડી દીધું હતું. તો બીજી તરફ, કરીના કપૂર જે એતરાઝમાં વકીલ બની હતી.

એશ્વર્યા રાય

એશ્વર્યા રાયે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે ત્યારબાદ તેના મનમાં આર્કીટેક્ચર બનવાનો વિચાર આવ્યો. જ્યાં તેણે મોડલિંગ કરી ત્યારબાદ ફિલ્મોમાં જતી રહી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ રીયલ લાઈફમાં ક્યારેય કોલેજ ગઈ નથી. દીપિકાએ એક્ટિંગમાં કારકિર્દી બનાવવા માટે આવું કર્યું છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરે ધોરણ-૬ સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેને બોલિવુડ તરફ તેની કારકિર્દી બનાવી હતી.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ બનવાના ચક્કરમાં એટલી વ્યસ્ત થઇ ગઈ કે તેને આગળ વધારે અભ્યાસ કરવા માટે તક મળી નથી.

The post Bollywood ની આ અભિનેત્રીઓનો અભ્યાસ જાણી દંગ રહી જશો તમે! appeared first on Vishva Gujarat.

૮ વર્ષ બાદ Rajinikanth એ ફેંસ સાથે કરી મુલાકાત, ચાર દિવસ સુધી ખેંચાવશે તસવીર!

$
0
0

Superstar Rajinikanth meets fans after 8 years, takes pictures

૮ વર્ષના લાંબા બ્રેક પછી સુપરસ્ટાર Rajinikanth સોમવારથી ૪ દિવસ સુધી સતત તેમના ફેંસને મળશે. Rajinikanth સાથે મુલાકાત કરવા માટે સવારથી જ તેમના ઘર આગળ લાંબી લાઈન લાગવાનું શરુ થઇ ગયું છે. પ્રશંસકોને મળવા દરમિયાન રજનીકાંત તેમને સંબોધિત પણ કરી રહ્યા છે. રજનીકાંતે કહ્યું કે, હું મારા ડિરેક્ટર અને મેકર્સનાં કારણે સુપરસ્ટાર બન્યો છુ. હું આગળ પણ તમને નિરાશ કર્યા વગર શ્રેષ્ઠ ફિલ્મો કરતો રહીશ. આ સિવાય રજનીકાંતે પોલિટિક્સને લઈને કહ્યું કે, કેટલીક પાર્ટી એવા દાવા કરે છે કે, હું તેમની સાથે જોડાયેલો છુ. પરંતુ આ બાબતે હું સ્પષ્ટતા કરું છુ કે, કોઈ પાર્ટી સાથે હું જોડાયો નથી.

સુપરસ્ટાર રજનીકાંતે એવું પણ કહ્યું કે, મારું જીવન યોગ્ય વ્યક્તિનાં હાથોમાં છે. હું મારું પૂરતું ધ્યાન રાખું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ૬૬ વર્ષીય અભિનેતા તેમના ફેંસ સાથે ફોટા ખેંચાવશે. આ સિલસિલામાં ફેંસને ક્લબનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેથી તે ૧૫ અને ૧૯ મે દરમિયાન વિભિન્ન સત્રમાં સામેલ થઇ શકે. ઉલ્લેખનીય છે કે, રજનીકાંત ગયા મહીને પણ આ પ્રકારની મુલાકાત કરવાના હતા. તેમણે તેને ટાળી દીધું હતું. પોતાની ફિલ્મ 'શિવાજી' ની સફળતા પછી તેમણે ૨૦૦૯ માં ફેંસ સાથે આવી મુલાકાત કરી હતી.

વાસ્તવમાં રજનીએ તેમના જન્મદિવસમાં થયેલ ભગદળ પછી ભારતમાં રહી પોતાના ફેંસ સાથે મળવાનું બંધ કરી દીધું હતી. કારણકે તે નથી ઈચ્છતા કે કોઈને તેમના કારણે ઈજા થાય. જો કે, રજનીકાંતનું ચર્ચામાં રહેવાનું કારણે તેમની અપકમિંગ ફિલ્મ પણ છે. જેમાં તેઓ એક ડોનનો રોલ પ્લે કરવાના છે અને એવું માનવામાં આવી રહ્યું હતું કે તે આ ફિલ્મમાં મુંબઈના ફેમસ ડોન હાજી મસ્તાનનો રોલ પ્લે કરવાના છે.

The post ૮ વર્ષ બાદ Rajinikanth એ ફેંસ સાથે કરી મુલાકાત, ચાર દિવસ સુધી ખેંચાવશે તસવીર! appeared first on Vishva Gujarat.

મરાઠી ફિલ્મ નિર્માતા Atul Tapkir એ કરી આત્મહત્યા, ફેસબુક પર લખી સુસાઇડ નોટ

$
0
0

Atul Tapkir

મરાઠી ફિલ્મ નિર્માતા Atul Tapkir ની આત્મહત્યાની ખબર સામે આવી છે જેથી આખી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દુઃખી છે. તમને જણાવી દઈએ કે, Atul Tapkir મરાઠી ફિલ્મ 'ઢોલતાશે' નાં નિર્માતા રહી ચૂક્યા છે અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ફેમસ ચેહરો પણ રહી ચૂક્યા છે. અતુલે પૂણેની એક હોટલમાં આત્મહત્યા કરી છે. જે હોટલમાં અતુલે આત્મહત્યા કરી છે તે હોટલનું નામ 'ધ પ્રેસિડન્ટ' જણાવવામાં આવી રહ્યું છે. જ્યાં અતુલે પહેલા તો પોતાની આખી સ્ટોરી ફેસબુક પર લખી અને ત્યારબાદ ઝેર ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોતાની સુસાઈડ નોટમાં અતુલે સ્પષ્ટ લખ્યું કે, કેવી રીતે તે પોતાના જીવનમાં પરેશાન છે અને તેની પરેશાનીનું કારણ ક્યાંક તેની પત્ની પ્રિયંકા છે.

અતુલે તેની સુસાઈડ નોટમાં લખ્યું કે, પ્રિયંકા ફક્ત તેને માનસિક ત્રાસ આપતી હતી એટલું જ નહિ પરંતુ તે તેમને બાળકોથી પણ દૂર રાખતી હતી. પ્રિયંકા અતુલના પરિવાર સાથે પણ દુર્વ્યવહાર કરતી હતી. તેની સાથે અતુલને ૬ મહિના પહેલા પ્રિયંકાએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. અતુલની પરેશાનીનું કારણ ફક્ત તેની પત્ની પ્રિયંકા સિવાય દેવું પણ હતું. જેનો ઉલ્લેખ તેણે પોતાની સુસાઈડ નોટમાં કર્યો છે. અતુલે આત્મહત્યા કરતા પહેલા તે સ્પષ્ટ કર્યું કે, કેવી રીતે કોઈ મહિલા કાનૂનનો ખોટો ફાયદો ઉઠાવે છે અને પુરુષોએ તેમનો ત્રાસ સહન કરવો પડે છે. અતુલે જતા જતા સરકારને અપીલ કરી કે, તે પુરુષોનું પણ સાંભળે. જો કે,અત્યારે પુણે પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

The post મરાઠી ફિલ્મ નિર્માતા Atul Tapkir એ કરી આત્મહત્યા, ફેસબુક પર લખી સુસાઇડ નોટ appeared first on Vishva Gujarat.

રજનીકાંતની ફિલ્મ બાદ તમિલનાડુમાં Baahubali 2 એ કરી ૧૦૦ કરોડની કમાણી

$
0
0

Baahubali 2

28 એપ્રિલે રિલીઝ થયેલ રાજામૌલીની ઐતિહાસિક ફિલ્મ 'Baahubali 2' બોક્સ-ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. તમિલનાડુમાં આ ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. તેની પહેલા રજનીકાંતની તમિલ ફિલ્મ એંથરીને આ સફળતા પ્રાપ્ત કરી હતી. રજનીકાંતની એંથરીને તમિલનાડુમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો હતો અને તેના સાત વર્ષ પછી Baahubali 2 એ આ સફળતા પ્રાપ્ત કરી છે.

બાહુબલી ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. બાહુબલી ફિલ્મે દુનિયાભરમાં ૧૪૦૦ કરોડ રૂપિયા કરતા અધિક કમાણી કરી લીધી છે. બાહુબલી ૨ જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? આ ઉત્તર જાણવા માટે લોકો વધારે ઉત્સુક હતા.

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં૧૦૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી છે. તેમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન તો ફક્ત અમેરિકાના થિયેટરનું છે.

The post રજનીકાંતની ફિલ્મ બાદ તમિલનાડુમાં Baahubali 2 એ કરી ૧૦૦ કરોડની કમાણી appeared first on Vishva Gujarat.

‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી Priyanka Chopra

$
0
0

‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી Priyanka Chopra

બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra હોલીવુડમાં પણ પોતાનું નામ કરી ચુકી છે. તેમની અપકમિંગ ફિલ્મ ‘બેવોચ’ નું શનિવારે પ્રીમિયર થયું હતું. આ પ્રીમિયરમાં દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો હોટ અંદાજ જોવા મળ્યો હતો.

‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી પ્રિયંકા ચોપરા

મિયામીમાં થયેલા આ પ્રીમિયરમાં રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો હતો અને ચાહકોની નજર તેમના પર જ રહી હતી.

‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા અહી ડાર્ક બ્લુ ગાઉનમાં પહોંચી હતી.

‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ જ્યાં અમેરિકન સીરીયલ “ક્વાંટિકો” ના કારણે ચર્ચાઓમાં રહી છે, ત્યારે આ ફિલ્મમાં નેગેટીવ ભૂમિકામાં જોવા મળશે.

પ્રિયંકા ચોપરા ફિલ્મના સમગ્ર સ્ટારકાસ્ટની સાથે

પ્રિયંકા ચોપરાએ ફિલ્મના સમગ્ર સ્ટારકાસ્ટની સાથે ફિલ્મના મિયામીમાં પ્રીમિયરમાં હાજરી આપી હતી. પ્રીમિયરની આ તસ્વીર પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

ડ્વેન જોનસન અને જેક અફ્રોન

ફિલ્મમાં તેમની સાથે ડ્વેન જોનસન અને જેક અફ્રોન જેવા કલાકાર છે.

ધ રોક

આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના કો-સ્ટાર ડ્વેન ‘ધ રોક’ જોનસન છે.

‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી પ્રિયંકા ચોપરા

તમને જણાવી દઈએ કે, બેવોચ ૧૯૯૦ ની પ્રખ્યાત ટીવી સીરીયલની આવૃત્તિ છે.

‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી પ્રિયંકા ચોપરા

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra થોડા દિવસો પહેલા જ મિયામીમાં જોવા મળી હતી અને ત્યાંના બીચની તેમને કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બ્લેક બિકીનીમાં પ્રિયંકા ચોપરા ખુબ જ હોટ દેખાઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકા ચોપરાએ પોતાની અપકમિંગ ફિલ્મ બેવોચ માટે અહી પહોંચી હતી અને ફોટોશૂટ કરાવ્યું હતું. મેટ ગાલાની વાત હોય અથવા પછી ફિલ્મનું પ્રમોશન હોય પ્રિયંકા ચોપરા સતત પોતાના હોટનેસના કારણે ચર્ચામાં રહે છે. મેટ ગાલાની વાત હોય અથવા પછી ફિલ્મનું પ્રમોશન હોય પ્રિયંકા ચોપરા સતત પોતાના હોટનેસના કારણે ચર્ચામાં રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી પ્રિયંકા ચોપરા

‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી પ્રિયંકા ચોપરા

The post ‘બેવોચ’ ના પ્રીમિયરમાં બ્લૂ ગાઉનમાં જોવા મળી Priyanka Chopra appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Simran’નું ટીઝર રિલીઝ, જોવા મળ્યો ‘ક્વીન’કંગનાનો બિંદાસ અંદાજ

$
0
0

Kangana Ranaut will win your heart in ‘Simran’ Teaser

અભિનેત્રી કંગના રાનૌતની ફિલ્મ 'Simran' નું ટીઝર લોન્ચ થતાંજ ધૂમ મચાવી દીધી છે. Simran નાં ટીઝરમાં કંગના વધારે બબલી અને બિંદાસ અંદાજમાં નજર આવી રહી છે. ફિલ્મમાં કંગના રાનૌત એક ગુજરાતી યુવતીનાં રોલમાં છે, જે અમેરિકામાં રહે છે. કંગના રાનૌતે ટ્વીટર પર ફિલ્મનું ટીઝર શેર કરતા લખ્યું, આજે સોમવાર છે તે તમને હસવા માટે ઘણા કારણ આપશે. અલીગઢનાં નિર્દેશકે પહેલા ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર પણ ટ્વીટર પર શેર કર્યું હતું. પોસ્ટર પર લખ્યું હતું, મીટ ધ મનીબેન ફ્રોમ અમેરિકા ઓન સપ્ટેમ્બર ૧૫.

નિર્માતા ભૂષણ કુમારની ફિલ્મનું ટીઝર બસ થોડા જ કલાકમાં દર્શકોને વધારે પસંદ આવી ગયું. યુટ્યુબ પર સતત દર્શક તેને જોઈ રહ્યા છે ૧૨ કલાકની અંદર લગભગ 2 લાખ 29 હજાર લોકો તેને જોઈ ચૂક્યા છે. ફિલ્મ ૧૫ સપ્ટેમ્બરે મોટા પડદા પર રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, બોલ્ડ બિંદાસ, ફની, ડાયન, ક્વીન જેવા તમામ નામ સાથે સંબંધ રાખનારી બી-ટાઉનની અભિનેત્રી કંગના રાનૌત ઘણીવાર ચર્ચામાં રહે છે.

કંગનાએ કહ્યું કે, જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવી તો અહીં જે સુપરસ્ટાર સાથે કામ કરી લે છે, તે પોતાની જાતને સ્ટાર માની લે છે પરંતુ મારી સાથે આવું થયું નથી. આજ હું પોતે સ્ટાર છુ અને મેં અત્યારે જે સફળતા મેળવી છે તે મારી મહેનતથી મેળવી છે. મારે ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે કોઈ ખાન્સની જરૂરીયાત નથી. હું ફિલ્મોમાં એવું કામ કરવા માંગુ છુ, જ્યાં હું હીરો હોઉ. કંગના રાનૌત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તાજેતરમાં રિતિક અને અધ્યયન સુમનના કારણે ઘણી ચર્ચામાં છે પરંતુ કંગના આ બધી વાતો પર ચુપ્પ છે અને તેનું માનવું છે કે, મારી સફળતા જ લોકોના મોઢા બંધ કરવા માટે પર્યાપ્ત છે. તાજેતરમાં કંગનાને ફિલ્મ 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' માટે ત્રીજી વાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

The post ફિલ્મ ‘Simran’ નું ટીઝર રિલીઝ, જોવા મળ્યો ‘ક્વીન’ કંગનાનો બિંદાસ અંદાજ appeared first on Vishva Gujarat.

Prabhas પર ફિદા થઇ બદ્રીનાથ કી દુલ્હનિયા, કરવા માંગે છે તેની સાથે ફિલ્મ

$
0
0

Alia Bhatt says Baahubali 2 is Superb, wants to work with Prabhas

Prabhas ની ફિલ્મ બાહુબલીએ પૂરી દુનિયામાં ધમાલ મચાવી દીધી છે. કમાણીની બાબતમાં પણ બાહુબલી-2 એ ભારતીય બોક્સ ઓફિસ પર ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, અભિનેત્રી કંગના રાનૌતે Prabhas ના ખૂબ વખાણ કર્યા હતા. હવે આ યાદીમાં એક અન્ય અભિનેત્રીનું નામ સામેલ થઇ ગયું છે. જી હાં, અમે વાત કરી રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચુલબુલી અભિનેત્રી આલિયા ભટ્ટની.

આલિયા ભટ્ટે બાહુબલી ફિલ્મ જોઈ લીધી છે અને તેણે ફિલ્મના ખૂબ વખાણ કર્યા. આલિયા પ્રભાસની દીવાની થઇ ગઈ છે. તેની સાથે આલિયા ભટ્ટે કહ્યું કે, તે પ્રભાસની સાથે કામ કરવા ઈચ્છે છે. આલિયાએ તેના ફેંસ સાથે વાત કરતા આ વાત કહી હતી. એક પ્રશ્નનો ઉત્તર આપતા આલિયાએ કહ્યું કે, બાહુબલી માટે નવા શબ્દની જરૂરિયાત છે. એટલું જ નહિ આલિયાએ કહ્યું કે, તેનો ફેવરેટ સાઉથ ઇન્ડિયન એક્ટર પ્રભાસ છે.

બાહુબલી ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ફિલ્મે દુનિયાભરમાં ૧૪૦૦ કરોડ રૂપિયા કરતા અધિક કમાણી કરી લીધી છે. બાહુબલી ૨ જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં૧૦૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી છે. તેમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન તો ફક્ત અમેરિકાના થિયેટરનું છે.

The post Prabhas પર ફિદા થઇ બદ્રીનાથ કી દુલ્હનિયા, કરવા માંગે છે તેની સાથે ફિલ્મ appeared first on Vishva Gujarat.


Kareena Kapoor Khan એ કરાવ્યું લેટેસ્ટ બ્રાઈડલ ફોટોશૂટ

$
0
0

Kareena Kapoor Khan

Kareena Kapoor Khan

આજકાલ બોલિવુડ અભિનેત્રીઓ પર મેગેઝીનનાં કવર પેજ પર હોટ ફોટોશૂટ કરાવવાનો ખુમાર ચઢ્યો છે. તાજેતરમાં લીઝા હેડન અને દિશા પટાનીએ મેગેઝીનના કવર પેજ પર હોટ બિકીની ફોટોશૂટ કરાવ્યું હતું.

કરીના કપૂર ખાન

હવે આ યાદીમાં એક અન્ય અભિનેત્રીનું નામ જોડાઈ ગયું છે અને તે છે બોલિવુડની બેબો કરીના કપૂર ખાન. મેગેઝીનનાં કવર પેજ પર તૈમૂરની મોમ વધારે ક્યુટ લાગી રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એક કોમર્શિયલ માટે ફોટોશૂટ કરાવવા માટે લંડન ગઈ હતી.

કરીના કપૂર ખાન

કરીના કપૂરે એક મેગેઝીન માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટનાં કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર વધારે વાયરલ થઈ રહ્યા છે. તેમાં કરીના કપૂર બ્લુ કલરના ગાઉનમાં નજર આવી રહી છે. કરીના બ્લુ કલરનાં ગાઉનમાં વધારે સ્ટાઈલીશ અને સુંદર નજર આવી રહી છે.

કરીના કપૂર ખાન

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે ફિલ્મ વીર દી વેડિંગનાં શૂટિંગને લઈને ચર્ચાઓમાં છે. પરંતુ આ સિવાય કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં કરીના કપૂર મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવા મળી હતી.

કરીના કપૂર ખાન

તમને જણાવી દઈએ કે, કરીના કપૂર બહુ જલ્દી તેની અપકમિંગ ફિલ્મ 'વીર દી વેડિંગ' નું શૂટિંગ શરુ કરવાની છે. ખબરોની માનીએ તો કરીના મે મહિનાના અંત સુધી ફિલ્મનું શૂટિંગ શરુ કરી શકે છે. જો કે, કરીના કપૂર એક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.

કરીના કપૂર ખાન

ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો. 

The post Kareena Kapoor Khan એ કરાવ્યું લેટેસ્ટ બ્રાઈડલ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Bollywood સ્ટાર્સના આ ફોટા જોઈ તમે હસવું નહીં રોકી શકો ….

$
0
0

અક્ષય કુમાર

celebs1

જો કે, બોલિવુડ સ્ટાર્સ તો હંમેશાથી ફીટ રહે છે, બોલિવુડ હસ્તીઓ પોતાની ફિટનેસને બનાવી રાખવા માટે શું શું નથી કરતા. તેઓ દરરોજ જીમથી લઈને વોકિંગ જેવી કસરત કરતા હોય છે. આ કારણે તેઓ હંમેશા ફીટ જોવા મળે છે. આજે અમે તમને બોલિવુડ સ્ટાર્સના કેટલાક ફોટા બતાવીશું જેને જોઈ તમે હસી હસીને પાગલ થઇ જશો.  અક્ષય કુમારના ગળામાં શું થઇ ગયું છે. તેમને જોઈ એવું લાગી રહ્યું છે કે, તેમને તેમની ગરદન ફેરવવામાં મુશ્કેલી થઇ રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ અન્ય બોલિવુડ સેલેબ્સના આવા કેટલાક ફોટોઝ....

અક્ષય કુમાર

celebs2

એશ્વર્યા રાય બચ્ચન

celebs3

આમિર ખાન

celebs4

અજય દેવગણ

celebs5

અનુષ્કા શર્મા

celebs6

દીપિકા પાદુકોણ

celebs7

રિતિક રોશન

celebs8

કરીના કપૂર

celebs9

કેટરીના ફેફ

celebs10

પરિણીતી ચોપડા

celebs11

પ્રિયંકા ચોપડા

celebs12

રણવીર સિંહ

celebs13

સૈફ અલી ખાન

celebs14

સલમાન ખાન

celebs15

The post Bollywood સ્ટાર્સના આ ફોટા જોઈ તમે હસવું નહીં રોકી શકો …. appeared first on Vishva Gujarat.

Deepika Padukone એ હટાવ્યું રણબીર કપૂરનાં નામનું ટેટુ, આ રહ્યો પુરાવો

$
0
0

Deepika Padukone

Deepika Padukone તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પોતાના ડેબ્યુને લઈને ચર્ચામાં છે. પરંતુ તેની સાથે તેની લવ લાઈફ સાથે જોડાયેલ એક ખબર આવી છે. જો કે, તે રણવીર સિંહ સાથે નહિ, રણબીર કપૂર સાથે જોડાયેલ છે. Deepika Padukone એ તાજેતરમાં બાંગ્લાદેશ માટે એક સાબુની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં દીપિકા પાદુકોણનો ફોટો જે રીતે લેવામાં આવ્યો છે, તેનાથી એક હેરાન કરનારી વાત સામે આવી છે. વાસ્તવમાં આ ફોટામાં દીપિકાની ગરદન પાછળ ટેટુ નજર આવી રહ્યું છે. જે તેણે રણબીર કપૂરનાં નામ પર બનાવ્યું હતું.

દીપિકાની ગરદન પર બનેલ આ ટેટુમાં RK લખ્યું હતું. આ ટેટુ દીપિકાએ ત્યારે બનાવ્યું હતું, જ્યારે દીપિકા અને રણબીર કપૂરનાં અફેરની ચર્ચા હતી. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. પરંતુ ત્યારબાદ અજબ પ્રેમ કી ગજબ કહાનીના શૂટિંગ દરમિયાન રણબીર કપૂર તેમની કો-સ્ટાર કેટરીના કેફની ક્લોઝ આવ્યા હતા. રણબીર સાથે બ્રેકઅપ પછી દીપિકા પાદુકોણને રણવીર સિંહનો સાથ મળ્યો. ત્યારબાદ દીપિકા રણબીરની સાથે પબ્લિકમાં આવવા લાગી. તે દરમિયાન જો કે, બધા RK વાળું આ ટેટુ બધા ભૂલી ચૂક્યા હતા કે, અચાનક આ જાહેરાતના ફોટાએ ફરીથી તેની યાદ અપાવી દીધી હતી.

જો કે, હવે આ ટેટુ દીપિકાની ગરદન પર નજર આવી રહ્યું નથી તો તેનો અર્થ સ્પષ્ટ છે કે, જેવું તે બતાવે છે કે તેના મનમાં જૂની વાતને લઈને કોઈ કડવાહટ નથી. જો કે, પ્રશ્ન તો બધાને એવો પણ થાય છે કે, શું દીપિકા પાદુકોણે આ ટેટુ રણવીર સિંહના કહેવા પર હટાવ્યું છે?

The post Deepika Padukone એ હટાવ્યું રણબીર કપૂરનાં નામનું ટેટુ, આ રહ્યો પુરાવો appeared first on Vishva Gujarat.

Karishma Kapoor તેની આ બહેનને કરે છે ભારોભાર નફરત

$
0
0

Karishma Kapoor

બોલિવુડની દુનિયામાં કોની ક્યારે કોઈની સાથે ટક્કર થઇ જાય તે કોઈ જાણતું નથી પરંતુ બોલિવુડની કેટલીક હસ્તીઓ એવી પણ છે જે પોતાના કો-સ્ટાર સાથે નહિ પરંતુ પોતાના ઘરના સભ્યોને નફરત કરતી હોય છે. પ્રાપ્ત માહિતી મુજબ, કપૂર ખાનદાનની બે બહેનો પરસ્પર આકરી દુશ્મની નિભાવે છે. બંને એકબીજા સાથે વાત કરવાનું તો છોડો, ક્યાંક સામે પણ દેખાઈ જાય તો નજરઅંદાજ કરી નીકળી જતી હોય છે. જ્યારે બીજી તરફ, ઘરના અન્ય સભ્ય એકબીજા સાથે પ્રેમથી રહે છે.

તમને નવાઈ લાગશે કે, કપૂર ફેમિલીની બે બહેનો કરિશ્મા અને રીદ્ધિમાની વચ્ચે કંઇક આવી જ દુશ્મની છે. જ્યાં એક તરફ, રણબીરનું કરિશ્મા કપૂર સાથે સારું બોન્ડિંગ છે. તે ઘણીવાર કરિશ્માનાં ઘરે જતા આવતા રહે છે અને તેના બાળકો પણ રણબીરને મામા કહી તેની સાથે મસ્તી પણ કરે છે. તો બીજી તરફ, કરિશ્મા તેની બહેન રીદ્ધિમાને બિલકુલ પસંદ કરતી નથી. જો કે, હંમેશાથી આવું હતું નહિ. બંને બહેનોની વચ્ચે પહેલા આવી કોઈ દુશ્મની હતી નહિ પરંતુ અમુક કારણોસર બંને વચ્ચેનો પ્રેમ નફરતમાં બદલાઈ ગઈ છે.

આજકાલ કપૂર ખાનદાનમાં બંનેની કેટ ફાઈટ ફરીથી ચર્ચામાં છે. વાસ્તવમાં રીદ્ધિમા કરિશ્માનાં એક્સ પાર્ટનર સંજય કપૂરની પત્ની પ્રિયા સચદેવની સાથે મળીને કામ કરવાની છે. પ્રિયાનું પોર્ટલ રીદ્ધિમાની ડીઝાઈન કરવામાં આવેલ જ્વેલરી વેચશે. આ કારણે એકવાર ફરીથી બંનેની વચ્ચે કોલ્ડ વોર થવાની ખબરને હવા મળી ગઈ છે. લગભગ એક દાયકાથી કરિશ્મા અને રીદ્ધિમા વચ્ચે કોઈ વાતચીત થઇ નથી.

The post Karishma Kapoor તેની આ બહેનને કરે છે ભારોભાર નફરત appeared first on Vishva Gujarat.

પુત્રીએ આપી હતી Kareena ને સલાહ, કિસ કરવામાં નથી બુરાઈ

$
0
0

Kareena Kapoor

બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન અને તેની પત્ની Kareena Kapoor એ મેરેજ પહેલા નક્કી કરી લીધું હતું કે, મેરેજ પછી બંને કોઈપણ ફિલ્મમાં પોતાના કો-સ્ટારની સાથે કિસિંગ સીન નહિ કરે પરંતુ આ નિયમ વધારે દિવસ સુધી ટકી શક્યો નહિ. Kareena Kapoor એ અર્જુન કપૂરની સાથે ફિલ્મ 'કી એન્ડ કા' અને સૈફ અલી ખાને 'રંગૂન' માં કંગના રાનૌતની સાથે કિસિંગ સીન આપ્યા હતા. વાસ્તવમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને આ ડીલ પુત્રીના કહેવા પર તોડી છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીનાએ જણાવ્યું કે, સારાએ કરીના અને સૈફ અલી ખાનને સૂચન આપ્યું હતું કે, મેરેજમાં આવી કોઈ ડીલ હોવી જોઈએ નહિ. સારાએ બંનેને એવું પણ સમજાવ્યું કે, જેવા ફિલ્મોમાં અન્ય સીન હોય છે, તેમ કિસિંગ સીન પણ હોય છે. ઉલ્લેખનીય છે કે, સારા બહુ જલ્દી ધર્મા પ્રોડક્શનથી બોલિવુડમાં પોતાનું ડેબ્યુ કરવાની છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત થઇ નથી કે આ ફિલ્મ ક્યાં વિષય પર આધારિત હશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે ફિલ્મ વીર દી વેડિંગનાં શૂટિંગને લઈને ચર્ચાઓમાં છે. પરંતુ આ સિવાય કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં કરીના કપૂર મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. જો કે, કરીના કપૂર એક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.

ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો.

The post પુત્રીએ આપી હતી Kareena ને સલાહ, કિસ કરવામાં નથી બુરાઈ appeared first on Vishva Gujarat.

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે Priyanka Chopra

$
0
0

Priyanka Chopra Another Pics of Miami Beach

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે Priyanka Chopra

બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra આ દિવસોમાં મિયામીમાં છે અને ત્યાંના બીચની તેમની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર જોવા મળી છે.

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

બિકીનીમાં પ્રિયંકા ચોપરા ખુબ જ હોટ દેખાઈ રહી

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

કહેવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકા ચોપરાએ પોતાની અપકમિંગ ફિલ્મ બેવોચ માટે અહી પહોંચી હતી અને ફોટોશૂટ કરાવ્યું હતું.

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

મેટ ગાલાની વાત હોય અથવા પછી ફિલ્મનું પ્રમોશન હોય પ્રિયંકા ચોપરા સતત પોતાના હોટનેસના કારણે ચર્ચામાં રહે છે.

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાની હોલીવુડ ફિલ્મ બેવોચ આ મહીને ૨૬ મેએ ભારતમાં રિલીઝ થવાની છે.

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી Priyanka Chopra આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ મેટ ગાલા ૨૦૧૭ માં જોવા મળી હતી. ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા રેડ કાર્પેટ પર બધાને પોતાના દીવાના બનાવી દીધા હતા. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આ ફોટોશૂટ તેમને એક ફેશન મેગેઝિન માટે જુન મહિનાની આવૃત્તિ માટે કરાવ્યું છે. આ ફોટોશૂટની ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. પ્રિયંકા ચોપરાની તસ્વીરો સેબાસ્ટિયન કિમે કિલ્ક કરી છે. તેમને સ્ટાઇલીસ્ટ વનેસા ચાઉંએ કરી છે. આ ફોટોશૂટ માટે પ્રિયંકા ચોપરાની હેર સ્ટાઇલીસ્ટ બોકે કરી અને મેકઅપ આર્ટીસ્ટ યુમી મોરી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે પ્રિયંકા ચોપરા

The post મિયામી બીચ પર કંઇક આવી રીતે એન્જોય કરી રહી છે Priyanka Chopra appeared first on Vishva Gujarat.

આમિર ખાનની Dangal ચીનમાં પણ મચાવી રહી છે ધૂમ, જેને જોઈ દંગ રહી ગયું બોલિવુડ!

$
0
0

Aamir Khan Starrer Dangal China box office collection

આમિર ખાન સ્ટારર Dangal એ ચીનના બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ચીનમાં પણ ફિલ્મ Dangal ને દર્શકો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૧૧ દિવસ પહેલા ચીનના સિનેમાઘરોમાં રિલીઝ થયેલ આમિર ખાનની આ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. તેની સાથે તમને હેરાની થશે કે, આ ફિલ્મે ભારતમાં જેટલી કમાણી કરી હતી તેટલી કમાણી માત્ર ૧૧ દિવસમાં થઇ છે. આમિર ખાનની ફિલ્મ દંગલ ગયા વર્ષે ક્રિસમસનાં અવસર પર ભારતમાં રિલીઝ થઇ હતી. જેણે ભારતમાં કુલ ૩૮૭.૩૬ કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો હતો. તો બીજી તરફ, ચીનમાં અત્યાર સુધી આ ફિલ્મે ૪૧૭.૪૮ કરોડનો આંકડો પાર કરી લીધો છે. જે ભારતની કમાણી કરતા વધારે છે.

બોલિવુડનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'દંગલ' દુનિયાભરમાં પૈસા અને નામ કમાવ્યા પછી હવે ભારતના પાડોશી દેશ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. ચીનમાં આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે ૧૫ કરોડનો બિઝનેશ કર્યો હતો. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે.

ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું રાખવામાં આવ્યું છે. ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

The post આમિર ખાનની Dangal ચીનમાં પણ મચાવી રહી છે ધૂમ, જેને જોઈ દંગ રહી ગયું બોલિવુડ! appeared first on Vishva Gujarat.


Pics : મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા Ranbir Kapoor

$
0
0

Ranbir Kapoor gets Raunchy with Mystery Woman, Photos go Viral

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા Ranbir Kapoor

બોલીવુડ અભિનેતા Ranbir Kapoor ની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે જેમાં તે એક મિસ્ટ્રી ગર્લની સાથે Cozy થઈ રહ્યા છે.

(Courtesy : Instagram)

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા રણબીર કપૂર

આ તસ્વીરોમાં રણબીર કપૂર એક મિસ્ટ્રી ગર્લની સાથે ક્યારેક બેડ પર તો ક્યારેક કાઉચ પર રોમાંસ કરતી દેખાઈ રહી છે.

(Courtesy : Instagram)

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા રણબીર કપૂર

એવા સમાચાર છે કે, જલ્દી જ આ અભિનેતા અરેન્જ મેરેજ કરવાની છે અને આ દરમિયાન તસ્વીરોને જોઇને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો.

(Courtesy : Instagram)

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા રણબીર કપૂર

પરંતુ ભયભીત થવાની જરૂરત નહિ. આ તસ્વીરો રણબીર કપૂરના એક ad-shoot ની છે જે રણબીર કપૂરના ફેન પેજને શેર કર્યું છે.

(Courtesy : Instagram)

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા રણબીર કપૂર

હજુ પણ તમને ખબર ના પડી કે રણબીર કપૂર મેક્રોમૅનના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે આ બ્રાન્ડ માટે ખુબ જ હોટ ટીવી એડ શૂટ કરાવી રહ્યા હતા અને બસ તેમની આ તસ્વીરો વાયરલ થઈ રહી.

જુઓ આગળ વધુ ફોટોસ....

(Courtesy : Instagram)

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા રણબીર કપૂર

(Courtesy : Instagram)

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા રણબીર કપૂર

(Courtesy : Instagram)

મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા રણબીર કપૂર


(Courtesy : Instagram)

The post Pics : મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યા Ranbir Kapoor appeared first on Vishva Gujarat.

OMG! બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડનાર Baahubali 2 ને સિંગાપોરમાં મળ્યું એડલ્ટ સર્ટીફિકેટ

$
0
0

Baahubali 2

એસએસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ 'Baahubali 2' ની ચર્ચા પૂરી દુનિયામાં થઇ રહી છે. નાના-નાના બાળકોનાં મુખ પર પણ અત્યારે બસ ખાલી Baahubali નું નામ છે અને આ ફિલ્મના ડાયલોગ છે. કમાણીનાં મામલે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડી ચૂકી છે. ભારતીય સિનેમામાં એક અલગ ઈતિહાસ રચનાર આ ફિલ્મ દુનિયાભરનાં લોકોએ જોઈ લીધી છે. બાહુબલી રિલીઝ થયા પછી આ ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હવે આ ફિલ્મની ડિમાંડ સૌથી વધુ છે, પરંતુ સિંગાપોરમાં ઘણા લોકો આ ફિલ્મ જોઈ શક્યા નથી. તેનું કારણ છે કે, સિંગાપોર સેન્સર બોર્ડે આ ફિલ્મને એડલ્ટ સર્ટીફિકેટ આપ્યું છે.

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 ને સિંગાપોરમાં NC16 સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે, 16 વર્ષ કરતા ઓછી ઉંમરનાં લોકો આ ફિલ્મ જોઈ શકશે નહિ. સિંગાપોરે આ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ આપ્યું તેના પર ભારતીય સેન્સર બોર્ડના અધ્યક્ષ પહલાઝ નિહલાનીએ કહ્યું કે, અમે ફિલ્મને યુએ સર્ટીફિકેટ આપ્યું હતું. તેની સાથે કોઈ સીન કટ કરવામાં આવ્યા નથી પરંતુ સિંગાપોર સેન્સર બોર્ડને આ ફિલ્મ વધારે હિંસક લાગી.

સિંગાપોરનાં સેન્સર બોર્ડને યુધ્ધવાળો સીન, સૈનિકોનાં ગળા કાપવાવાળો સીન વધારે હિંસક લાગ્યો. એશિયા અને યુરોપમાં મોટાભાગની ભારતીય ફિલ્મોને એ સર્ટીફિકેટ આપવામાં આવે છે. પહલાઝ નિહલાનીનું આ વિશે કહેવું છે કે, અમારી અને તેમની સંસ્કૃતિમાં ફરક છે. તેના ઘણા કારણ પણ છે. જેમ કે, ભારતીય સ્ટોરીમાં રાક્ષસનું માથું કાપવાનો ઉલ્લેખ થાય છે. અમારા દેશના બાળકો આ પ્રકારની સ્ટોરી સાંભળી મોટા થાય છે. જો અમે આ પ્રકારનો કોઈ સીન કાપી દઈએ તો અમને બિન ધાર્મિક માનવામાં આવત.

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે.  એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. આ ફિલ્મે દુનિયાભરમાં૧૦૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી છે. તેમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન તો ફક્ત અમેરિકાના થિયેટરનું છે.

The post OMG! બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડનાર Baahubali 2 ને સિંગાપોરમાં મળ્યું એડલ્ટ સર્ટીફિકેટ appeared first on Vishva Gujarat.

શર્ટલેસ Salman Khan ની સાથે કેટરીનાનો ફોટો થયો વાયરલ

$
0
0

Salman Khan

કેટરીના કેફે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. કેટરીના ઘણીવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કરતી હોય છે. આ વખતે Salman Khan ની સાથે તેણે ફોટો શેર કર્યો છે. કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે Salman Khan ની ક્લોઝ નજર આવી રહી છે અને સલમાન આ ફોટામાં શર્ટલેસ દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે, આ ફોટા માટે કેટરીના પાસે કોઈ શબ્દ નથી એટલે તેણે કંઈ લખ્યા વગર પોસ્ટ શેર કરી છે.

જ્યારે પણ કેટરીના કેફ અને સલમાન ખાન એક સાથે આવે છે તો દરેકની નજર ફક્ત તેમની પર જ હોય છે. તાજેતરમાં ફિલ્મ 'ટાઈગર જિંદા હે' નાં સેટ પરથી સલમાન અને કેટરીનાનો એક ફોટો સામે આવ્યો હતો. આ ફોટામાં બંને સાથે સુંદર લાગી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, અગાઉ જ્યારે બંને આ ફિલ્મનાં સોંગનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એક ફોટો સામે આવ્યો હતો અને તે ફોટો જોત-જોતામાં વાયરલ થયો હતો. સલમાન અને કેટરીનાની રિલેશનશિપ ભલે તૂટી ગઈ છે પરંતુ આજે પણ બંને સારા ફ્રેન્ડ છે. આ બંનેના ફેંસ તો એવું જ ઈચ્છે છે કે, બંને રીલ લાઈફમાં નહિ પરંતુ રિયલ લાઈફમાં પણ સાથે હોય.

સલમાન ખાન અને કેટરીના કેફ આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' ને લઈને વધારે ચર્ચામાં છે. બંને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન અને કેટરીનાની જોડી વર્ષ ૨૦૧૨ ની ફિલ્મ 'એક થા ટાઈગર' માં જોવા મળી હતી. ટાઈગર જિંદા હે માં બંને ફરીથી સાથે આવવું ફેંસ માટે તે સરપ્રાઈઝથી કંઈ કમ નથી. 'ટાઈગર જિંદા હે' નું આ પ્રથમ શેડ્યુલ છે. ખબરોની માનીએ તો કેટરીના એક રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરી ચૂકી છે.

The post શર્ટલેસ Salman Khan ની સાથે કેટરીનાનો ફોટો થયો વાયરલ appeared first on Vishva Gujarat.

ટ્રેલર પહેલા જ સલમાન ખાનની ફિલ્મ ‘Tubelight’એ બનાવ્યો રેકોર્ડ

$
0
0

Tubelight

બોલિવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ Tubelight તાજેતરમાં ઘણા કારણોથી ચર્ચામાં છે. તે દરમિયાન એક અન્ય ખબર સામે આવી છે કે, ટ્યુબલાઈટ બોલિવુડની ફર્સ્ટ એવી હિંદી ફિલ્મ છે જેની પાસે ટ્વીટર પર પોતાનું ઈમોજી છે. સૌથી પહેલા ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને આ માહિતી આપી હતી. ત્યારબાદ સલમાને ટ્વીટ કરી કહ્યું કે, ટ્વીટરને ફુલ લાઈટ કરી દેશે હવે ટ્યુબલાઈનું આ ઈમોજી. આજે આ ફિલ્મનું એક નવું સોંગ રિલીઝ કરવામાં આવશે. આ સોંગના બોલ છે 'અબ બજેગા રેડિયો'. આ સોંગ દુબઈમાં લોન્ચ થશે.

આ સોંગ દુબઈમાં એટલા માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે કારણકે સલમાન અત્યારે અબુ ધાબીમાં કેટરીના કેફની સાથે ફિલ્મ ટાઈગર જિંદા હે નું શૂટિંગ કરી રહ્યા છે. આ સોંગને સલમાને તેમના ઇન્સ્ટાગ્રામ પર #TheRadioSong નાં નામથી શેર કર્યો છે. તેની માહિતી આપતા સલમાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, લઈને આવી રહ્યો છુ ટ્યુબલાઈટનું ફર્સ્ટ સોંગ 16 મે. હવે વાગશે #TheRadioSong.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝરે આવતા જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ટીઝરની શરૂઆત તો યુધ્ધનાં સીન્સથી થાય છે પરંતુ તેવામાં સલમાન તમને આ બધાથી અલગ વધારે માસૂમ નજર આવશે. ટીઝરમાં સલમાન ખાન એક નિર્દોષ યુવકના રોલમાં નજર આવી રહ્યા છે. જે વધારે સીધોસાદો અને માસૂમ દેખાઈ રહ્યો છે. સોહેલ ખાન એક સીનમાં સૈનિકની વર્દીમાં નજર આવે છે અને સલમાન ખાન તેમને હગ કરીને રડે છે. ટીઝર જોઈ અનુમાન લગાવી શકાય છે કે, ફિલ્મમાં ઈમોશનની ભરમાર હોવાની છે. ફિલ્મ ટ્યુબલાઈટમાં બોલિવુડનાં સુપરસ્ટાર સલમાન ખાન, સોહેલ ખાન અને ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ લીડ રોલમાં છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે.

The post ટ્રેલર પહેલા જ સલમાન ખાનની ફિલ્મ ‘Tubelight’ એ બનાવ્યો રેકોર્ડ appeared first on Vishva Gujarat.

એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી!

$
0
0

Bollywood

એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી

nargis-fakhri

કલા તે આઝાદ પક્ષીની જેમ છે જેને કોઈ સીમા બાંધીને રાખતી નથી. કલાકાર પોતાની કલાના પંખ ફેલાવીને દરેક સરહદ પાર કરી દેતા હોય છે. Bollywood માં કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેની પાસે ભારતીય નાગરિકતા નથી. તો બીજી તરફ, કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેને આપણે વિદેશી માનીએ છીએ પરંતુ તેમની પાસે ભારતીય નાગરિકતા છે.

નરગિસ ફખરી :
નરગિસ ફખરી અમેરિકન મૂળની મોડલ અને એક્ટ્રેસ છે. ન્યૂયોર્કમાં જન્મેલ નરગિસના પિતા મોહમ્મદ ફખરી પાકિસ્તાની છે અને માતા મેરી યુરોપના દેશ ચેક રિપબ્લિક મૂળની છે. નરગિસ જ્યારે ૬ વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્સના તલાક થઇ ગયા હતા અને નરગિસની ટીનએઝમાં તેના પિતાનું મોત થઇ ગયું હતું. નરગિસે ૨૦૧૧ માં બોલિવુડમાં 'રોકસ્ટાર' થી ડેબ્યુ કર્યું હતું.

ઇમરાન ખાન

imran-khan

બોલિવુડ એક્ટર ઇમરાન ખાનની પાસે જન્મતાની સાથે જ યુએસની નાગરિકતા છે. ઈમરાને બધી જગ્યાએ ઇન્ડિયન-અમેરિકન એક્ટર લખ્યું છે. ઈમરાને ૨૦૦૮ માં આવેલ ફિલ્મ 'જાને તુ યા જાને ના' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

આલિયા ભટ્ટ

alia-bhatt

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની માતા સોની રાજદાન બ્રિટીશ (ઇંગ્લેન્ડના શહેર બર્મિંગહામ) ના જન્મી છે તેની પાસે તેની ત્યાંની નાગરિકતા છે. આ કારણે આલિયાની પાસે પણ બ્રિટીશ પાસપોર્ટ છે અને ત્યાની નાગરિકતા પણ છે. આલિયાએ ૨૦૧૨ માં આવેલ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

કેટરીના કેફ

katrina-kaif

હોંગ કોંગમાં જન્મેલ કેટરીના કેફની પાસે બ્રિટીશની નાગરિકતા છે. કેટરીનાએ ૨૦૦૩ માં આવેલ ઈરોટિક ફિલ્મ 'બૂમ' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ૨૦૦૫ માં આવેલ 'સરકાર' માં જોવા મળી હતી. કેટરીનાના પિતા મોહમ્મદ કેફ ઇન્ડિયન છે અને માતા અમેરિકન છે. પરંતુ કેટરીના બાળપણથી દુનિયાના ઘણા મહાદ્ધીપોમાં ફરી છે.

જેકલીન ફર્નાડીઝ

jacqueline-fernandez

બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. જેક્લીનના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. જેકલીને ૨૦૦૬ માં મિસ યુનિવર્સ માટે શ્રીલંકાને રિપ્રેજન્ટ કર્યું હતું. ૨૦૦૯ માં આવેલ સુજોય ઘોષની ફિલ્મ 'અલાદીન' થી જેકલીને બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

મોનિકા ડોગરા

monica-dogra

મોનિકા ભારતીય મૂળની અમેરિકન સિંગર અને એક્ટ્રેસ છે. મોનિકાના માતા પિતા અપ્રવાસી (મૂળ ભારતીય પરંતુ બીજા દેશમાં જઈને રહેવું) છે. મોનિકાનો ઉછેર યુ.એસ.શહેરના બોલ્ટમોરમાં થયો છે. મોનિકાએ ૨૦૧૦ માં આવેલ ફિલ્મ 'ધોબી ઘાટ' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

એલી અવરામ

elli-avram

એલી અવરામ સ્વીડિશ એક્ટ્રેસ છે. એલી અવરામનું પૂરું નામ એલિઝાબેટ અવરામીડીઓ ગ્રેલોન્ડ છે. એલીએ બોલિવુડમાં ૨૦૧૩ માં આવેલ ફિલ્મ 'મિકી વાયરસ' થી ડેબ્યુ કર્યું અને રિયાલીટી શો 'બિગબોસ ૮' માં પણ ભાગ લીધો હતો.

દીપિકા પાદુકોણ

deepika-padukone

દીપિકા પદુકોણ ડેનમાર્કમાં જન્મી છે. પરંતુ તે ત્યાં વધારે સમય રહી નથી. દીપિકા જ્યારે એક વર્ષની હતી ત્યારે જ તેની ફેમિલી ઇન્ડિયા આવી ગઈ હતી. દીપિકાએ પોતાની નાગરિકતાને લઈને નવેમ્બર ૨૦૧૫ માં ક્લીયર કરી દીધું હતું કે, હવે તેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે અને તે ભારતીય નાગરિક છે.

એમી જેક્સન

amy-jackson

એમી જેક્સન બ્રિટીશ મોડલ અને એક્ટ્રેસ છે. એમીએ તમિલ ફિલ્મોથી ભારતીય સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ૨૦૧૨ માં આવેલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'એક દિવાના થા' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

સની લિયોન

sunny-leone

કેનેડા મૂળની એક્ટ્રેસ સની લિયોનને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. જો કે, પહેલા સની લિયોન અમેરિકન હતી. પરંતુ તેણે ૧૪ એપ્રિલ ૨૦૧૨ ના રોજ આ વાતની માહિતી આપી હતી કે તેને ભારતીય નાગરિકતા મળી ચૂકી છે.

અદનાન સામી

adnan-sami

પાકિસ્તાન મૂળના સિંગર અદનાન સામીને ૧ જાન્યુઆરી ૨૦૧૬ થી ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સામી ૩૧ માર્ચ ૨૦૦૧ ના રોજ પર્યટક વિઝા પર ફર્સ્ટ ટાઈમ ભારત આવ્યા હતા.

The post એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images