કાન્સ ફેસ્ટિવલ
આજથી ૭૦ મો Cannes Film Festival શરુ થઇ રહ્યો છે જે ૨૮ મે સુધી ચાલશે. ઇન્ડિયા માટે Cannes Film Festival ખાસ છે કારણકે તેમાં બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કારપેટ પર નજર આવશે. આ ત્રણેય એક્ટ્રેસ રેડ કારપેટ પર ફેશન બ્રાંડ લોરિયલ પેરિસનું નેતૃત્વ કરશે. એશ્વર્યા અને સોનમ કાન્સમાં ૨૦૦૨ અને ૨૦૧૧ થી દર વર્ષે જઈ રહી છે. થોડા દિવસ પહેલા કાન્સ માટે લોરિયલે એશ્વર્યાનો લૂક બતાવ્યો હતો જેમાં તેને વધારે પસંદ કરવામાં આવી છે. તો આવો એક નજર કરીએ કાન્સમાં એશ્વર્યા રાય બચ્ચનના સફર પર.
કાન્સ ૨૦૦૨
એશ્વર્યા રાય બચ્ચનનો કાન્સના રેડ કાર્પેટ પર ફેશનની સાથે સારો લગાવ છે. કાન્સમાં પ્રથમ વખત એશ્વર્યા રાય નીતા લુલ્લાની ડિઝાઈનની ગોલ્ડન સાડી અને ગોલ્ડ જ્વેલરીમાં નજર આવી હતી.
કાન્સ ૨૦૦૩
વર્ષ ૨૦૦૩ માં એશ્વર્યા રાય પહેલા એવી ભારતીય અભિનેત્રી બની જેને જ્યુરી સભ્યમાં સામેલ કરવામાં આવી. તે સમયે તેણે નીતા લુલ્લાની ડિઝાઈનર લીલા રંગની સાડી પહેરી હતી.
કાન્સ ૨૦૦૪
એશ્વર્યાએ ચોપાર્ડ જ્વેલરી પહેરી રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો.
કાન્સ ૨૦૦૫
કાન્સમાં ત્રણ વર્ષ ફેશન ડિઝાસ્ટર પછી એશ્વર્યાએ ૨૦૦૫ માં ગિયોરજિયો અરમાનીનો ડિઝાઈન કરેલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો.
કાન્સ ૨૦૦૬
એશ્વર્યા રાય બચ્ચને નેવી બ્લુ સ્ટ્રેપલેસ ગાઉન ડ્રેસમાં પોતાનો જલવો બતાવ્યો હતો.
કાન્સ ૨૦૦૭
આ વર્ષે એશ્વર્યા રાય લગ્નના બંધનમાં બંધાઈ ગઈ અને કાન્સના રેડ કાર્પેટ પર પતિ અભિષેક બચ્ચનની સાથે નજર આવી હતી. તે દરમિયાન એશ્વર્યાએ ડાયમન્ડસ અને સફેદ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું.
કાન્સ ૨૦૦૮
એશ્વર્યા રાય બચ્ચન ગાઉનની સાથે અલગ અંદાજમાં દેખાઈ. આગલા દિવસે રેડ કાર્પેટ પર કાળા રંગના ગાઉનમાં દેખાઈ હતી.
કાન્સ ૨૦૦૯
કાન્સમાં એશ્વર્યા રાયની આ સૌથી સારી હાજરી હતી. એશ્વર્યા પ્રથમ દિવસે રોબર્ટો કવાલીનું ડિઝાઈન કરવામાં આવેલ સફેદ ગાઉન પહેર્યું હતું. જ્યારે બીજા દિવસે એશ્વર્યા ગ્રે રંગના વન-શોલ્ડર ગાઉનમાં દેખાઈ હતી.
કાન્સ ૨૦૧૦
તે સમયે એશ વાયોલેટ રંગના ગાઉનમાં રેડ કાર્પેટ પર દેખાઈ હતી. આ દિવસે બપોરે તે બ્લેક રંગના દેશમાં રેડ કાર્પેટ પર દેખાઈ હતી.
કાન્સ ૨૦૧૧
એશ્વર્યાએ ડિઝાઈનર એલી સાબના ડિઝાઈન કરેલ શોલ્ડર એમ્બ્રોઇડરી ગાઉનમાં નજર આવી હતી.
કાન્સ ૨૦૧૨
એશ્વર્યા એલી સાબ ડિઝાઈનરના બ્રાઉન ગાઉનમાં નજર આવી. તે સમયે તે પ્રેગ્નન્ટ હતી.
કાન્સ ૨૦૧૩
કાન્સના પ્રથમ દિવસે એશ્વર્યાએ વન શોલ્ડર ગુસી ગાઉન પહેર્યું. જ્યારે બીજા દિવસે બ્લેક અને ગ્રે રંગના ગાઉનમાં જોવા મળી હતી.
કાન્સ ૨૦૧૪
એશ્વર્યાએ અરમાનીનું ડિઝાઈન કરેલ ગાઉન પહેર્યું હતું, જ્યારે અભિષેકે જેકેટ પહેર્યું હતું.
કાન્સ ૨૦૧૫
આંતરરાષ્ટ્રીય કોસ્મેટિક બ્રાન્ડ લોરિયલ પેરિસની બ્રાંડ એમ્બેસેડર રહેલી એશ્વર્યા રાય ૧૭ મે ના રોજ 'કારોલની સ્ક્રીનિંગમાં સામેલ થઈ હતી અને તે દરમિયાન તે લીલા કલરના ગાઉનમાં વધારે સુંદર નજર આવી રહી હતી.
એશ્વર્યા રાય ૨૦૧૫ કાન્સથી બહાર સંયુક્ત રાષ્ટ્ર મહિલા પેનલ ચર્ચામાં સામેલ થઈ હતી. અહીં તે સવ્યસાચી ડિઝાઇન જંપસ્યૂટમાં દેખાઈ હતી.
કાન્સ ૨૦૧૬
ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાની આગમી ફિલ્મ 'સરબજીત' ની સ્ક્રીનિંગના અવસર પર રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિક લગાવેલી નજર આવી હતી. એશ્વર્યાએ સોશિયલ મીડિયા પર કાન્સના રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિકમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા અને તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. દરેક તરફથી તેને લઈને કમેન્ટ આવવાની શરુ થઈ ગઈ હતી.
The post જુઓ….. 15 વર્ષમાં કાન્સ ફેસ્ટિવલમાં Aishwarya Rai Bachchan નો જલવો appeared first on Vishva Gujarat.