Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Movie Review: શ્રધ્ધા અને અર્જુનની લવસ્ટોરી ‘Half Girlfriend’નાં કરી શકી કોઈ જાદુ

0
0

Half Girlfriend

ચેતન ભગતની નોવેલ પર આધારિત ઘણી ફિલ્મો બની છે. હવે એકવાર ફરીથી તેમની નોવેલ પર આધારિત ફિલ્મ 'Half Girlfriend' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. તો આવો જાણીએ ફિલ્મ Half Girlfriend ના રિવ્યુ વિશે....

ફિલ્મની સ્ટોરી બિહારના બક્સર જીલ્લાનાં ડુમરાંવ ગામના રહેવાસી માધવ ઝા (અર્જુન કપૂર) ની છે જે દિલ્હી શહેરમાં અભ્યાસ માટે જાય છે અને ત્યાં તેની મુલાકાત અમીર ઘરની યુવતી રિયા સોમાની (શ્રદ્ધા કપૂર) સાથે થાય છે. માધવ અને રિયા બંનેને બાસ્કેટબોલ વધારે પસંદ છે. બાસ્કેટબોલ કોર્ટ પર જ બંનેની મુલાકાત થવા લાગે છે. માધવને અંગ્રેજી આવડતું નથી જેના કારણે તેનો વારંવાર મજાક ઉડાવવામાં આવે છે. માધવનો ફ્રેન્સ શૈલેશ (વિક્રાંત મસ્સી) હંમેશા તેનો સાથ આપે છે. એક દિવસે કંઇક એવું થાય છે, જેના કારણે માધવ અને તેની હાફ ગર્લફ્રેન્ડ રિયાની વચ્ચે બ્રેકઅપ થઇ જાય છે. આ કારણે માધવ તેના ગામડે પરત જતો રહે છે અને રિયા બીજે ક્યાય નીકળી જાય છે. ત્યારબાદ સ્ટોરીમાં ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે અને એકવાર ફરીથી માધવ અને રિયાની મુલાકાત અલગ પરિસ્થિતિઓમાં થાય છે. ફિલ્મની સ્ટોરી ફરીથી લંડન સુધી પહોચી જાય છે અને તેને અંજામ મળે છે.

ફિલ્મનું ડિરેકશન સારું છે. લોકેશન્સ પણ કમાલના છે. ફિલ્મની સ્ટોરી વધારે પ્રેડીકટેબલ અને નબળી છે. ફિલ્મની સ્ટોરી એવી રીતે આગળ વધે છે કે તે કંટાળાજનક લાગે છે. ચેતન ભગતની નોવેલને ફિલ્મમાં તબદીલ કરવામાં આવી પરંતુ આ ફિલ્મ તે લેવલની બની શકી નથી. અર્જુન કપૂરની એક્ટિંગ સારી છે. તેમની વાત કરવાની સ્ટાઈલ તેમના રોલ પ્રમાણે પરફેક્ટ છે. અર્જુનના મિત્રના રૂપમાં વિક્રાંત મસ્સીની એક્ટિંગ સારી છે. શ્રદ્ધા કપૂરની એક્ટિંગ પણ વખાણવાલાયક છે. ફિલ્મનું સંગીત પણ ઘણું સારું છે. 'ફિર ભી તુમકો ચાહુગા' સોંગ પહેલાથી જ હીટ છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂરનાં ફેન હોવ તો આ ફિલ્મ એકવાર જોઈ શકાય.

The post Movie Review: શ્રધ્ધા અને અર્જુનની લવસ્ટોરી ‘Half Girlfriend’ નાં કરી શકી કોઈ જાદુ appeared first on Vishva Gujarat.


Kejriwal ની ફિલ્મ રીલીઝ માટે સેન્સર બોર્ડને જોઈએ પીએમ મોદીનું એનઓસી

0
0

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા અરવિંદ Kejriwal પર બનેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મની રીલીઝ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એનઓસી આપવું પડશે. જો કે, આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પણ ફૂટેજ છે. તેથી સેન્સર બોર્ડે ફિલ્મ નિર્માતાને પીએમ મોદી અને શીલા દીક્ષિતનું એનઓસી આપવાનું કહ્યું છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન બાદ ઉભી થયેલ આમઆદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર બનેલ આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મને સેન્સર બોર્ડે સાત કટ સાથે મંજુરી તો આપી દીધી છે પરંતુ વડાપ્રધાન મોદી અને શીલા દીક્ષિતના ફૂટેજના ઉપયોગના કારણે બંને પાસેથી અનાપત્તિ પ્રમાણપત્ર લાવવાનું કહેવામાં આવ્યું છે.

આમ તો, અરવિંદ કેજરીવાલ હંમેશા આરોપ લગાવતા રહ્યા છે કે, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મરજી વગર કોઈ કામ કરવા દેવામાં નથી આવતું. બીજા મામલે તો ખબર નહિ તેમાં કેટલી હકીકત છે, પરંતુ ડોક્યુમેન્ટ્રી ફિલ્મને લીલીઝંડી આપવા માટે સેન્સર બોર્ડે પણ નિર્માતાઓને મોદી સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું એનઓસી લાવવા માટે કહ્યું છે.

The post Kejriwal ની ફિલ્મ રીલીઝ માટે સેન્સર બોર્ડને જોઈએ પીએમ મોદીનું એનઓસી appeared first on Vishva Gujarat.

Cannes 2017: બીજા દિવસે પણ રેડ કારપેટ પર Deepika Padukone નો જલવો બરકરાર

0
0

Deepika Padukone

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરુઆત થઇ ગઈ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની બેસ્ટ ફિચર અને ડોકયુમેન્ટરી ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને રેડ કારપેટ પર દુનિયાભરની સુંદર હસીનાઓ પોતાનો જલવો વિખેરતી જોવા મળે છે. કાન્સ અપીરિયન્સ માટે Deepika Padukone સૌથી પહેલા ફ્રેંચ રીવિરા પહોચી ગઈ છે. Deepika Padukone એ રેડ કારપેટ પર પ્રથમ દિવસે હાજરી આપી હતી.

દીપિકા પાદુકોણ

દીપિકાએ રેડ કારપેટ પર પ્રથમ દિવસે હાજરી આપી હતી. દીપિકાના રેડ કારપેટ પરના ફોટા વાયરલ થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા પાદુકોણ ૧૭-૧૮ મે નાં રોજ રેડ કારપેટ પર, એશ્વર્યા રાય ૧૯-૨૦ મે નાં રોજ સોનમ કપૂર ૨૧-૨૨ મે નાં રોજ રેડ કારપેટ પર ચાલશે.

દીપિકા પાદુકોણ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનાં બીજા દિવસે પણ દીપિકા પાદુકોણનો જાદુ છવાયો હતો. ગ્રીન કલરનાં ફ્લોર લેન્થ ગાઉનમાં દીપિકા વધારે સુંદર લાગી રહી હતી. ડ્રેસની સાથે મેચિંગ મેકઅપ અને હાઈ બનમાં દીપિકા વધારે ગ્લેમરસ લાગી રહી હતી.

દીપિકા પાદુકોણ

ઉલ્લેખનીય છે કે, 17 મેથી ૭૦ મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થયો છે જે ૨૮ મે સુધી ચાલશે. ઇન્ડિયા માટે આ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ છે કારણકે તેમાં બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કારપેટ પર નજર આવશે. આ ત્રણેય એક્ટ્રેસ રેડ કારપેટ પર ફેશન બ્રાંડ લોરિયલ પેરિસનું નેતૃત્વ કરશે. ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે દીપિકા પાદુકોણ પહેલાથી ત્યાં પહોચી ચૂકી છે. 

દીપિકા પાદુકોણ

તમને જણાવી દઈએ કે, દીપિકા ફર્સ્ટ ટાઈમ આ ફેસ્ટિવલમાં નજર આવવાની છે જ્યારે એશ્વર્યા અને સોનમ કાન્સમાં ૨૦૦૨ અને ૨૦૧૧ થી દર વર્ષે જઈ રહી છે. થોડા દિવસ પહેલા કાન્સ માટે લોરિયલે એશ્વર્યાનો લૂક બતાવ્યો હતો જેમાં તેને વધારે પસંદ કરવામાં આવ્યો છે.

દીપિકા પાદુકોણ

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાની આગમી ફિલ્મ'સરબજીત' ની સ્ક્રીનિંગના અવસર પર રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિક લગાવેલી નજર આવી હતી. એશ્વર્યાએ સોશિયલ મીડિયા પર કાન્સના રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિકમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા અને તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. દરેક તરફથી તેને લઈને કમેન્ટ આવવાની શરુ થઈ ગઈ હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

The post Cannes 2017: બીજા દિવસે પણ રેડ કારપેટ પર Deepika Padukone નો જલવો બરકરાર appeared first on Vishva Gujarat.

આ ફિલ્મમાં સાથે જોવા મળશે ‘અકબર’અને ‘એંથોની’, રિશી કપૂરનાં પિતા બનશે Amitabh

0
0

Amitabh Bachchan

Amitabh Bachchan અને રિશી કપૂરની જોડી ૨૬ વર્ષ પછી એકવાર ફરીથી મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મ ગુજરાતી રાઈટર-ડિરેકટર સૌમ્યા જોશીનું નાટક '૧૦૨ નોટ આઉટ' પર બની રહ્યું છે. ફિલ્મમાં Amitabh Bachchan ૧૦૨ વર્ષનાં વ્યક્તિનાં રોલમાં છે અને રિશી તેમના ૭૫ વર્ષનાં પુત્ર બન્યા છે. ફિલ્મનું શૂટિંગ બુધવારે મુંબઈમાં શરુ થઇ ગયું. ફિલ્મને ઉમેશ શુક્લા ડિરેક્ટ કરી રહ્યા છે.

ઉમેશે જણાવ્યું કે, અમિતજી અને રિશી કપૂર ૨૬ વર્ષ પછી સાથે આવી રહ્યા છે. બંને ફર્સ્ટ ટાઈમ ગુજરાતી રોલમાં નજર આવશે. હું પોતે ગુજરાતી છુ એટલે બંનેના લૂકને લઈને મારા મગજમાં કેટલીક વસ્તુઓ હતી. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં આ મહિનાનાં અંત સુધી ચાલશે. ત્યારબાદ જુલાઈમાં શૂટિંગ ફરીથી શરુ કરવામાં આવશે. ફિલ્મ મેકર્સ જુલાઈના અંત સુધી શૂટિંગ પૂર્ણ કરવા માંગે છે. ફિલ્મમાં એક પિતા અને પુત્રની વચ્ચે લવસ્ટોરી બતાવવામાં આવશે. ઉમેશે કહ્યું કે, મેં રીયલ નાટકને પ્રોડ્યુસ કર્યું હતું અને હું જાણતો હતો કે, તેને એક સારી ફિલ્મમાં બદલી શકાય છે. સૌમ્યાએ લખેલી ફિલ્મની સ્ટોરી સારી છે.

ઉમેશે આગળ જણાવ્યું કે, અમિતાભ અને રિશી કેટલીક લાઈન્સ જ ગુજરાતીમાં બોલશે. તે આ ભાષામાં શ્રેષ્ઠ છે અને તેમની મદદ માટે એક ટ્યુટર પણ રાખવામાં આવ્યો છે. તેમની સાથે કામ કરી વધારે મજા આવી રહી છે. હું તેમની ફિલ્મો જોઈ મોટો થયો છુ. બંને ઘણા સારા એક્ટર્સ છે અને બંનેની કામ કરવાની પોતાની એક અલગ સ્ટાઈલ છે. અમે ગયા મહિને ત્રણ-ચાર દિવસોનું વર્કશોપ કર્યું હતું. જે વધારે મજેદાર હતું. તમને જણાવી દઈએ કે, ઉમેશ શુક્લાએ તેની પહેલા 'ઓલ ઈઝ વેલ' બનાવી હતી. જેમાં અભિષેક બચ્ચન, અસીન, રિશી કપૂર અને સુપ્રિયા પાઠક લીડ રોલમાં હતા.

The post આ ફિલ્મમાં સાથે જોવા મળશે ‘અકબર’ અને ‘એંથોની’, રિશી કપૂરનાં પિતા બનશે Amitabh appeared first on Vishva Gujarat.

કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો Mallika Sherawat જલવો

0
0

Mallika Sherawat sports Georges Hobeika gown at Cannes

કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો Mallika Sherawat જલવો

૭૦ માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. દીપિકા પાદુકોણ બાદ હવે કાન્સ ફેસ્ટિવલમાં બોલીવુડની હોટ અભિનેત્રી Mallika Sherawat પણ રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડતી જોવા મળી છે. મલ્લિકા શેરાવતે અહી એક ફેન્ચ ફિલ્મની સ્ક્રીનિંગ પર પહોંચી છે.

કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવત જલવો

મલ્લિકા શેરાવતે સફેદ રંગનું ગાઉન પહેર્યું હતું જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવત જલવો

મલ્લિકા શેરાવતે અહી જ્યોર્જ હાબીકાનું ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું.

કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવત જલવો

તેમને પોતાની આ તસ્વીર ટ્વીટર પર શેર કરી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવત જલવો

ઉલ્લેખનીય છે કે, 17 મેથી ૭૦ મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થયો છે જે ૨૮ મે સુધી ચાલશે. ઇન્ડિયા માટે આ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ છે કારણકે તેમાં બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કારપેટ પર નજર આવશે. આ ત્રણેય એક્ટ્રેસ રેડ કારપેટ પર ફેશન બ્રાંડ લોરિયલ પેરિસનું નેતૃત્વ કરશે. ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે દીપિકા પાદુકોણ પહેલાથી ત્યાં પહોચી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે, દીપિકા ફર્સ્ટ ટાઈમ આ ફેસ્ટિવલમાં નજર આવવાની છે જ્યારે એશ્વર્યા અને સોનમ કાન્સમાં ૨૦૦૨ અને ૨૦૧૧ થી દર વર્ષે જઈ રહી છે. થોડા દિવસ પહેલા કાન્સ માટે લોરિયલે એશ્વર્યાનો લૂક બતાવ્યો હતો જેમાં તેને વધારે પસંદ કરવામાં આવ્યો છે.

The post કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો Mallika Sherawat જલવો appeared first on Vishva Gujarat.

Movie Review: ગંભીર મુદ્દા પર ધ્યાન આકર્ષક ફિલ્મ છે Hindi Medium

0
0

Hindi Medium

'ફિર ભી દિલ હે હિંદુસ્તાની' ફિલ્મથી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરનાર સાકેત ચૌધરીએ પ્યાર કે સાઈડ ઈફેક્ટસ જેવી ફિલ્મ ડિરેક્ટર કરી છે અને હવે સાકેતે ફિલ્મ 'Hindi Medium' નું નિર્દેશન કર્યું છે. તો આવો જાણીએ ફિલ્મ Hindi Medium ના રિવ્યુ વિશે......

ફિલ્મની સ્ટોરી દિલ્હીના ચાંદની ચોકમાં રહેતા કપડાના વિક્રેતા રાજ બત્રા(ઈરફાન ખાન) ની છે જેણે હિંદી મીડિયમમાંથી અભ્યાસ કર્યો છે અને તેને તૂટી-ફૂટી અંગ્રેજી આવડે છે. તો બીજી તરફ, તેની વાઈફ મીતા (સબા કમર) નું અંગ્રેજી સારું છે અને મીતા ઈચ્છે છે કે, તેની બાળકી પિયા ટોપ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં અભ્યાસ કરે. તેના એડમીશન માટે પણ રાજ અને મીતા પૂરતા પ્રયત્ન કરે છે પરંતુ બાળકોના એડમીશન પહેલા માતા-પિતાના ઈન્ટરવ્યું દરમિયાન તેમને ઘણી મુસીબતો સામનો કરવો પડે છે. ત્યારબાદ તેમને ખબર પડે છે કે, ગરીબ કોટામાં પણ તેમના બાળકોનું એડમીશન થઇ શકે છે. ત્યારબાદ બંને ગરીબોના વિસ્તારમાં જઈને રહે છે. જ્યાં તેમની મુલાકાત શ્યામ પ્રકાશ (દીપક ડોબરિયાલ) અને તેમના પરિવાર સાથે થાય છે. હવે શું રાજ અને મીતાની બાળકીનું એડમીશન થઇ શકે છે કે અન્ય મુસીબતનો સામનો કરવો પડે છે તેની ખબર તો ફિલ્મ જોયા પછી ખબર પડશે.

ફિલ્મનું ડિરેકશન શ્રેષ્ઠ છે અને સિનેમેટોગ્રાફી પણ કમાલની છે. ફિલ્મમાં ઘણા એવા પલ આવે છે જે તમને અંત સુધી યાદ રહેશે. ઈરફાન ખાને એકવાર ફરીથી તે સાબિત કરી દીધું કે, અંતે તેમને કેમ એક પરફેક્ટ એક્ટર કહેવામાં આવે છે. ઈરફાન ખાન એક્ટિંગ ફિલ્મમાં ઘણી સારી છે. અન્ય કલાકારો ની એક્ટિંગ પણ શ્રેષ્ઠ છે. ફિલ્મનું મ્યુઝીક સારું છે જે ફિલ્મની સાથે-સાથે ચાલે છે.

ફિલ્મ જોવી કે નહિ?
આ એક ફેમિલી ફિલ્મ છે જે તમને ચોક્કસ ગમશે.

The post Movie Review: ગંભીર મુદ્દા પર ધ્યાન આકર્ષક ફિલ્મ છે Hindi Medium appeared first on Vishva Gujarat.

રાજનીતિમાં એન્ટ્રી પર Rajinikanth નો મોટો ઈશારો, કહ્યું –સડી ગઈ છે સિસ્ટમ, જંગ માટે તૈયાર

0
0

દક્ષીણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર Rajinikanth શું હવે રાજનીતિમાં રંગ બતાવવાની તૈયારીમાં છે? તમિલનાડુમાં લોકોને વારંવાર સતાવી રહેલ આ સવાલ પર Rajinikanth એ તેના પર અત્યાર સુધીનો સૌથી મોટો ઈશારો કરતા કહ્યું કે, આ સીસ્ટમ સડી ગઈ છે અને તેમાં બદલાવ માટે મોટા સુધારાની જરૂર છે.

રજનીકાંતે સાથે જ કહ્યું કે, અમારી પાસે (એમકે)સ્ટાલિન, અંબુમણી (રામદૌસ) અને સીમન જેવા સારા નેતા છે. પરંતુ જયારે સીસ્ટમ જ સડી ગઈ છે, ત્યારે અમે શું કરીએ. આ સીસ્ટમને બદલવાની જરૂર છે અને આ બદલાવ લોકોના વિચારથી શરુ થવો જોઈએ, ત્યારે અમારો દેશ વિકસિત બનશે.

ફેન્સ વચ્ચે ભગવાનની જેમ પૂજાતા આ સુપરસ્ટારે કહ્યું કે, મારી કારકિર્દી મારું કામ છે. મારી ઉપર કેટલીક જવાબદારીઓ છે અને તમારી પાસે તમારું કામ. તમે પોતપોતાની જગ્યા પર જાવ અને પોતાનું કામ કરો. જયારે લડાઈની જરૂરિયાત હશે ત્યારે આપણે ફરીથી મળીશું.

જો કે, તમિલ રાજનીતિના સિતારા જયલલિતાના નિધન અને ડીએમકે પ્રમુખ એમ.કરુણાનિધિની રાજકીય તસ્વીર થયા બાદ હવે રજનીકાંતના ફેન્સને વિશ્વાસ છે કે, આ રાજકીય ખાલીપણાને તે પ્રભાવી ઢંગથી ભરી શકશે. આ ચર્ચાઓ રાજનીતિમાં સામેલ થવા માટે રજનીકાંતના નિવેદનથી શરુ થઇ છે.

જો કે, રાજનીતિમાં રજનીની એન્ટ્રીને લઈને પહેલી વાર અટકળો નથી લાગી રહી. તેનાથી પહેલા વર્ષ ૧૯૯૬ માં પણ અટકળો લાગી હતી, જયારે તેમણે જનતાને સાર્વજનિક રૂપે કહ્યું હતું કે, તે જયલલિતાના પક્ષમાં મતદાન ન કરે. રજનીકાંતે ત્યારે કહ્યું હતુ કે, જો એઆઈએડીએમકે ફરીથી ચૂંટાઈ જશે તો ભગવાન પણ તમિલનાડુને નહિ બચાવી શકે. ત્યારબાદ અમ્મા તે વિધાનસભા ચૂંટણી હારી ગઈ હતી અને ડીએમકે - ટીએમસીને ભારે જીત મળી હતી.

ત્યારબાદ રજનીકાંતે વર્ષ ૨૦૦૨ માં આવેલ ફિલ્મ બાબામાં રાજકીય શરૂઆત કરવાનો ફરીથી સંકેત આપ્યા. રજનીકાંતે હજુ હાલમાં પણ કહ્યું હતું કે, રાજનીતિમાં આવવાની તેમની કોઈ ઈચ્છા નથી, પરંતુ જો તે રાજનીતિમાં આવશે તો પૈસા પાછળ ભાગનાર લોકોને બહારનો રસ્તો બતાડી દેશે.

જયારે પણ આ સુપરસ્ટારના ફેન્સ તમિલનાડુમાં પોસ્ટર લગાવીને તેમને રાજનીતિમાં આવવા , નેતૃત્વ કરવા અને તમિલનાડુંને બચાવવાની અપીલ કરતા જોવા મળ્યા છે. ત્યારે એઆઈએડીએમકે ને છોડીને અન્ય કોઈ રાજકીય દળોએ તેમને પોતાના દળમાં સામેલ થવાનો અનુરોધ કરી ચુક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભારતીય જનતા પાર્ટીના ઘણા શીર્ષ નેતાઓ સાથે રજનીકાંતના ઘણા સારા સબંધ છે, જેમનું કહેવું છે કે, પાર્ટીમાં અભિનેતાનું સ્વાગત છે. તમિલનાડુંના ભાજપ એનતા અને કેન્દ્રીય રાજ્યમંત્રી પોન રાધાકૃષ્ણને હાલમાં જ કહ્યું હતું કે, જો તે રાજનીતિમાં આવે છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તે ભાજપમાં સામેલ થાય છે તો તેમનું સ્વાગત છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ વર્ષ ૨૦૧૪ માં પોતાના ચેન્નાઈ પ્રવાસ દરમિયાન રજનીકાંત સાથે આવાસ પર તેમની સાથે મુલાકાત કરી હતી, જયારબાદ તેમના ભાજપમાં સામેલ થવાની અટકળો જોર પર છે.

ઉલ્લેખનીય છે કે, તમિલ સિનેમાના રાજનીતિમાં હંમેશા નજીકના સબંધ રહ્યા છે. દિવંગત એમજી રામચંદ્રન અને જે જયલલિતા ઉપરાંત સ્ક્રીપ્ટ રાઈટર એમ કરુણાનિધિએ પણ રાજ્યની સત્તા સંભાળી છે. રામચંદ્રન તો રાજનીતિની જેમ જ સિનેમામાં પણ બહુ જ સફળ રહે. રજનીકાંતના પ્રશંસક એ જોવા ઈચ્છે છે કે, શું તે પણ એમજીઆર જેવો કરિશ્મા દોહરાવી શકે છે.

The post રાજનીતિમાં એન્ટ્રી પર Rajinikanth નો મોટો ઈશારો, કહ્યું – સડી ગઈ છે સિસ્ટમ, જંગ માટે તૈયાર appeared first on Vishva Gujarat.

Kalki Koechlin થઈ Marilyn Monroe Moment નો શિકાર

0
0

Kalki Koechlin થઈ Marilyn Monroe Moment નો શિકાર

બોલીવુડ અભિનેત્રી Kalki Koechlin તાજેતરમાં રેઝર Venus Breeze ના લોન્ચમાં પહોંચી હતી, જયારે તે પિંક કલરના ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. લોન્ચ દરમિયાન હવા ચાલી રહી હતી જેના કારણે ડ્રેસ સંભાળવામાં મુશ્કેલ થઈ રહી હતી.

કલ્કિ કોચલિન થઈ Marilyn Monroe Moment નો શિકાર

તેમને The Girl in Yellow Boots અને Margarita, with a Straw જેવી ઘણી ઓફવિટ હિન્દી ફિલ્મો કરી છે. તેમને યે જવાની હૈ દીવાની અને દેવ ડી જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તેમ છતાં તે Revolutionary (ક્રાંતિકારી) બતાવવામાં આવી રહેલા રેઝર Venus Breeze ના લોન્ચમાં પહોંચી હતી. Venuse Breeze ને સૌથી પ્રખ્યાત રેઝર બ્રાન્ડ Gillette ને લોન્ચ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

કલ્કિ કોચલિન થઈ Marilyn Monroe Moment નો શિકાર

કલ્કિ કોચલિન થઈ Marilyn Monroe Moment નો શિકાર

કલ્કિ કોચલિન થઈ Marilyn Monroe Moment નો શિકાર

કલ્કિ કોચલિન થઈ Marilyn Monroe Moment નો શિકાર

કલ્કિ કોચલિન થઈ Marilyn Monroe Moment નો શિકાર

The post Kalki Koechlin થઈ Marilyn Monroe Moment નો શિકાર appeared first on Vishva Gujarat.


જુઓ….. 15 વર્ષમાં કાન્સ ફેસ્ટિવલમાં Aishwarya Rai Bachchan નો જલવો

0
0

main

કાન્સ ફેસ્ટિવલ
aishwarya

આજથી ૭૦ મો Cannes Film Festival શરુ થઇ રહ્યો છે જે ૨૮ મે સુધી ચાલશે. ઇન્ડિયા માટે Cannes Film Festival ખાસ છે કારણકે તેમાં બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કારપેટ પર નજર આવશે. આ ત્રણેય એક્ટ્રેસ રેડ કારપેટ પર ફેશન બ્રાંડ લોરિયલ પેરિસનું નેતૃત્વ કરશે. એશ્વર્યા અને સોનમ કાન્સમાં ૨૦૦૨ અને ૨૦૧૧ થી દર વર્ષે જઈ રહી છે. થોડા દિવસ પહેલા કાન્સ માટે લોરિયલે એશ્વર્યાનો લૂક બતાવ્યો હતો જેમાં તેને વધારે પસંદ કરવામાં આવી છે. તો આવો એક નજર કરીએ કાન્સમાં એશ્વર્યા રાય બચ્ચનના સફર પર.

કાન્સ ૨૦૦૨

aishwarya2002

એશ્વર્યા રાય બચ્ચનનો કાન્સના રેડ કાર્પેટ પર ફેશનની સાથે સારો લગાવ છે. કાન્સમાં પ્રથમ વખત એશ્વર્યા રાય નીતા લુલ્લાની ડિઝાઈનની ગોલ્ડન સાડી અને ગોલ્ડ જ્વેલરીમાં નજર આવી હતી.

કાન્સ ૨૦૦૩

akishwarya2003

વર્ષ ૨૦૦૩ માં એશ્વર્યા રાય પહેલા એવી ભારતીય અભિનેત્રી બની જેને જ્યુરી સભ્યમાં સામેલ કરવામાં આવી. તે સમયે તેણે નીતા લુલ્લાની ડિઝાઈનર લીલા રંગની સાડી પહેરી હતી.

કાન્સ ૨૦૦૪

aishwarya2004

એશ્વર્યાએ ચોપાર્ડ જ્વેલરી પહેરી રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો.

કાન્સ ૨૦૦૫

aishwarya2005

કાન્સમાં ત્રણ વર્ષ ફેશન ડિઝાસ્ટર પછી એશ્વર્યાએ ૨૦૦૫ માં ગિયોરજિયો અરમાનીનો ડિઝાઈન કરેલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો.

કાન્સ ૨૦૦૬

aishwarya-2006

એશ્વર્યા રાય બચ્ચને નેવી બ્લુ સ્ટ્રેપલેસ ગાઉન ડ્રેસમાં પોતાનો જલવો બતાવ્યો હતો.

કાન્સ ૨૦૦૭

aishwaryarai-2007

આ વર્ષે એશ્વર્યા રાય લગ્નના બંધનમાં બંધાઈ ગઈ અને કાન્સના રેડ કાર્પેટ પર પતિ અભિષેક બચ્ચનની સાથે નજર આવી હતી. તે દરમિયાન એશ્વર્યાએ ડાયમન્ડસ અને સફેદ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું.

કાન્સ ૨૦૦૮

aishwaryarai-2008

એશ્વર્યા રાય બચ્ચન ગાઉનની સાથે અલગ અંદાજમાં દેખાઈ. આગલા દિવસે રેડ કાર્પેટ પર કાળા રંગના ગાઉનમાં દેખાઈ હતી.

કાન્સ ૨૦૦૯

aishwaryarai-2009

કાન્સમાં એશ્વર્યા રાયની આ સૌથી સારી હાજરી હતી. એશ્વર્યા પ્રથમ દિવસે રોબર્ટો કવાલીનું ડિઝાઈન કરવામાં આવેલ સફેદ ગાઉન પહેર્યું હતું. જ્યારે બીજા દિવસે એશ્વર્યા ગ્રે રંગના વન-શોલ્ડર ગાઉનમાં દેખાઈ હતી.

કાન્સ ૨૦૧૦

aishwaryarai-2010

તે સમયે એશ વાયોલેટ રંગના ગાઉનમાં રેડ કાર્પેટ પર દેખાઈ હતી. આ દિવસે બપોરે તે બ્લેક રંગના દેશમાં રેડ કાર્પેટ પર દેખાઈ હતી.

કાન્સ ૨૦૧૧

aishwarya2011

એશ્વર્યાએ ડિઝાઈનર એલી સાબના ડિઝાઈન કરેલ શોલ્ડર એમ્બ્રોઇડરી ગાઉનમાં નજર આવી હતી.

કાન્સ ૨૦૧૨

aishwarya-2012

એશ્વર્યા એલી સાબ ડિઝાઈનરના બ્રાઉન ગાઉનમાં નજર આવી. તે સમયે તે પ્રેગ્નન્ટ હતી.

કાન્સ ૨૦૧૩

aishwarya2013

કાન્સના પ્રથમ દિવસે એશ્વર્યાએ વન શોલ્ડર ગુસી ગાઉન પહેર્યું. જ્યારે બીજા દિવસે બ્લેક અને ગ્રે રંગના ગાઉનમાં જોવા મળી હતી.

કાન્સ ૨૦૧૪

aishwarya 2014

એશ્વર્યાએ અરમાનીનું ડિઝાઈન કરેલ ગાઉન પહેર્યું હતું, જ્યારે અભિષેકે જેકેટ પહેર્યું હતું.

કાન્સ ૨૦૧૫

aishwarya2015

આંતરરાષ્ટ્રીય કોસ્મેટિક બ્રાન્ડ લોરિયલ પેરિસની બ્રાંડ એમ્બેસેડર રહેલી એશ્વર્યા રાય ૧૭ મે ના રોજ 'કારોલની સ્ક્રીનિંગમાં સામેલ થઈ હતી અને તે દરમિયાન તે લીલા કલરના ગાઉનમાં વધારે સુંદર નજર આવી રહી હતી.

એશ્વર્યા રાય ૨૦૧૫ કાન્સથી બહાર સંયુક્ત રાષ્ટ્ર મહિલા પેનલ ચર્ચામાં સામેલ થઈ હતી. અહીં તે સવ્યસાચી ડિઝાઇન જંપસ્યૂટમાં દેખાઈ હતી.

કાન્સ ૨૦૧૬

ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાની આગમી ફિલ્મ 'સરબજીત' ની સ્ક્રીનિંગના અવસર પર રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિક લગાવેલી નજર આવી હતી. એશ્વર્યાએ સોશિયલ મીડિયા પર કાન્સના રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિકમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા અને તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. દરેક તરફથી તેને લઈને કમેન્ટ આવવાની શરુ થઈ ગઈ હતી.

The post જુઓ….. 15 વર્ષમાં કાન્સ ફેસ્ટિવલમાં Aishwarya Rai Bachchan નો જલવો appeared first on Vishva Gujarat.

સિરીયલ કુમકુમ ભાગ્યની આ એક્ટ્રેસ Kapil Sharma નાં શોમાં કરશે એન્ટ્રી

0
0

Kapil Sharma

Kapil Sharma  અને સુનીલ ગ્રોવર વચ્ચેની લડાઈ ભલે હવે જૂની વાત થઇ ગઈ પરંતુ આ બધા જાણે છે કે, તે ઘટનાનું 'ધ કપિલ શર્મા શો' પર ખરાબ અસર પડી રહી છે. ઝઘડા પછી સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરે શો છોડી દીધો છે, જેનાથી શોની ટીઆરપી ઘટી ગઈ છે. પરંતુ હવે એવી ખબર છે કે, 'કુમકુમ ભાગ્ય' માં પ્રજ્ઞાની માતા સરલાનો રોલ પ્લે કરનાર સુપ્રિયા શુક્લા બહુ જલ્દી Kapil Sharma નાં શોમાં નજર આવશે. તેની પહેલા સુપ્રિયા 'સાહેબ બીવી ઔર બોસ' માં પણ ફની અંદાજમાં નજર આવી ચૂકી છે.

સુપ્રિયા એક શ્રેષ્ઠ અદાકારા છે અને દર્શક તેને 'ધ કપિલ શર્મા શો' માં જરૂર પસંદ કરશે. એક ઇન્ટરવ્યૂમાં સુપ્રિયાએ કહ્યું કે, હું આ શો માટે થોડી નર્વસ હતી. જો કે, કપિલની ટીમ વધારે સ્પોર્ટીવ છે. હું મારી ભાષામાં કાનપુરનો ફ્લેવર લાવીશ. મેં શોના રાઈટર્સની સાથે પોતાની ભાષા પર વધારે મહેનત કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મામુશ્કેલીમાં આવી ગયા છે. 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું હતું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post સિરીયલ કુમકુમ ભાગ્યની આ એક્ટ્રેસ Kapil Sharma નાં શોમાં કરશે એન્ટ્રી appeared first on Vishva Gujarat.

ચીનમાં Dangal ની કમાણી ૫૦૦ કરોડને પાર, બનાવ્યા આ 5 મોટા રેકોર્ડ!

0
0

Dangal

આમિર ખાનની Dangal એ ભારતમાં જબરદસ્ત કમાણી કરી હતી અને હવે ચીનમાં પણ ફિલ્મે કમાણીનાં ઘણા રેકોર્ડ તોડી દીધા છે. આમિરની Dangal એ ચીનમાં અત્યાર સુધી ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે આમિર ખાનની દંગલ તે પ્રથમ ભારતીય ફિલ્મ છે જેણે ચાઇનીઝ બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી છે. આમિર ખાનની દંગલે ચીનમાં ધમાકેદાર કમાણી કરી ૫૦૦ કરોડ રૂપિયા ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'દંગલ' દુનિયાભરમાં પૈસા અને નામ કમાવ્યા પછી હવે ભારતના પાડોશી દેશ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. ચીનમાં આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે ૧૫ કરોડનો બિઝનેશ કર્યો હતો. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે.

ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું રાખવામાં આવ્યું છે. ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

તેની સાથે દંગલે ચીનમાં 5 રેકોર્ડ પણ બનાવ્યા છે:
- દંગલ ફર્સ્ટ ભારતીય ફિલ્મ છે, જેને ચીનમાં સૌથી વધારે સ્ક્રીન્સ મળી છે. દંગલ ચીનના ૭૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે.
- ૧૩.૧૯ કરોડ રૂપિયા કમાવી ફિલ્મે પ્રથમ દિવસે સૌથી વધુ કમાણીનો પણ રેકોર્ડ બનાવ્યો છે.
- દંગલ ચીનમાં ફર્સ્ટ વિકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની ગઈ છે.
- ચીનમાં સૌથી વધુ કલેક્શન કરનાર 'દંગલ' ફર્સ્ટ ભારતીય ફિલ્મ છે.
- દંગલ ફર્સ્ટ ભારતીય ફિલ્મ છે જેણે ભારત કરતા વધારે ચીનમાં કમાણી કરી છે.

The post ચીનમાં Dangal ની કમાણી ૫૦૦ કરોડને પાર, બનાવ્યા આ 5 મોટા રેકોર્ડ! appeared first on Vishva Gujarat.

Baahubali 2 બની ૧૫૦૦ કરોડની કમાણી કરનાર ફર્સ્ટ ભારતીય ફિલ્મ

0
0

Baahubali 2

Baahubali 2 રિલીઝ થયા પછી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. આજે આ ફિલ્મ રિલીઝ થયાના 3 અઠવાડિયા પૂર્ણ થઇ ગયા છે પરંતુ ડિરેકટર રાજામૌલીની આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મે ૨૧ દિવસમાં વર્લ્ડ વાઈડ ૧૫૦૦ કરોડની કમાણી કરી એક ઈતિહાસ રચી દીધો છે. Baahubali 2 જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે.

એસએસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ 'બાહુબલી-2' ની ચર્ચા પૂરી દુનિયામાં થઇ રહી છે. નાના-નાના બાળકોનાં મુખ પર પણ અત્યારે બસ ખાલી બાહુબલીનું નામ છે અને આ ફિલ્મના ડાયલોગ છે. કમાણીનાં મામલે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બધા રેકોર્ડ તોડી ચૂકી છે. ભારતીય સિનેમામાં એક અલગ ઈતિહાસ રચનાર આ ફિલ્મ દુનિયાભરનાં લોકોએ જોઈ લીધી છે.

The post Baahubali 2 બની ૧૫૦૦ કરોડની કમાણી કરનાર ફર્સ્ટ ભારતીય ફિલ્મ appeared first on Vishva Gujarat.

Cannes ૨૦૧૭: દીપિકા પછી Aishwarya Rai Bachchan ગ્રીન ગાઉનમાં આવી નજર

0
0

Aishwarya Rai Bachchan

Aishwarya Rai Bachchan

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૭ માં એશ્વર્યા રાય બચ્ચનનો લૂક સામે આવ્યો છે. એશ્વર્યા 16 મી વાર આ સમારોહમાં ભાગ લઇ રહી છે. એશ્વર્યાએ ગ્રીન ગાઉન પહેર્યું છે. આ ફલોરલ ગાઉન નીચેથી ટ્રાન્સપેરેન્ટ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરુઆત થઇ ગઈ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની બેસ્ટ ફિચર અને ડોકયુમેન્ટરી ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને રેડ કારપેટ પર દુનિયાભરની સુંદર હસીનાઓ પોતાનો જલવો વિખેરતી જોવા મળે છે. કાન્સ અપીરિયન્સ માટે દીપિકા સૌથી પહેલા ફ્રેંચ રીવિરા પહોચી ગઈ છે.

એશ્વર્યા રાય બચ્ચન

દીપિકાએ રેડ કારપેટ પર પ્રથમ દિવસે હાજરી આપી હતી. દીપિકાના રેડ કારપેટ પરના ફોટા વાયરલ થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા પાદુકોણ ૧૭-૧૮ મે નાં રોજ રેડ કારપેટ પર, એશ્વર્યા રાય ૧૯-૨૦ મે નાં રોજ સોનમ કપૂર ૨૧-૨૨ મે નાં રોજ રેડ કારપેટ પર ચાલશે.

એશ્વર્યા રાય બચ્ચન

ઉલ્લેખનીય છે કે, 17 મેથી ૭૦ મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થયો છે જે ૨૮ મે સુધી ચાલશે. ઇન્ડિયા માટે આ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ છે કારણકે તેમાં બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કારપેટ પર નજર આવશે. આ ત્રણેય એક્ટ્રેસ રેડ કારપેટ પર ફેશન બ્રાંડ લોરિયલ પેરિસનું નેતૃત્વ કરશે. 

એશ્વર્યા રાય બચ્ચન

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાની આગમી ફિલ્મ'સરબજીત' ની સ્ક્રીનિંગના અવસર પર રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિક લગાવેલી નજર આવી હતી. એશ્વર્યાએ સોશિયલ મીડિયા પર કાન્સના રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિકમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા અને તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. દરેક તરફથી તેને લઈને કમેન્ટ આવવાની શરુ થઈ ગઈ હતી.

The post Cannes ૨૦૧૭: દીપિકા પછી Aishwarya Rai Bachchan ગ્રીન ગાઉનમાં આવી નજર appeared first on Vishva Gujarat.

વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap

0
0

Bollywood

કરીના કપૂર અને સારા અલી ખાન

vg_5

ગયા મહીને Bollywood એક્ટ્રેસ કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં ઘણા Bollywood સેલેબ્સ પહોચ્યા હતા પરંતુ બધાની નજર સૈફની પુત્રી સારા અલી ખાન પર હતી, જે પોતાની સોતેલી માં કરીનાને બર્થડે વિશ કરવા માટે પહોચી હતી. તમને જણાવી દઈએ કે, સારા અને કરીનાનું સારું બોન્ડીંગ છે. બંને એક-બીજા સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરે છે.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારાનો જન્મ ૧૯૯૩ માં થયો હતો. તમને જણાવી દઈએ કે, સૈફ અને અમૃતા ૨૦૦૪ માં અલગ થઈ ગયા હતા. ૨૦૧૨ માં સૈફ અલી ખાને મેરેજ કર્યા હતા. ૨૩ વર્ષીય સારા તેની સોતેલી માં કરીનાથી માત્ર ૧૩ વર્ષ નાની છે.

હેમા માલિની અને સની દેઓલ

vg_6

સની એક એવા એક્ટર છે જેમણે હંમેશા પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી દૂર રાખી છે. જો કે, હેમા માલિની સાથે સંબંધોને લઈને તે જરૂર ચર્ચામાં રહે છે. સની-હેમા સંબંધમાં ભલે માં-દીકરો હોય પરંતુ તેમની ઉંમરમાં વધારે અંતર નથી. હેમા માલિની નો જન્મ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૮ અને સની દેઓલનો જન્મ ૧૯ ઓકટોબર, ૧૯૫૬ માં છે બન્ને વચ્ચે ઉંમરમાં ૮ વર્ષનું અંતર છે.

માન્યતા દત્ત અને ત્રિશાલા દત્ત

vg_7

સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત (પ્રથમ પત્ની રુચા શર્માથી ) અને બીજી પત્ની માન્યતા દત્તની ઉંમરમાં લગભગ ૯ વર્ષનો ડિફરન્ટ છે.

પૂજા બેદી અને પરવીન દોસાંજ

vg_8

કબીર અને પ્રતિમા બેદીની પુત્રી પૂજા બેદીનો જન્મ ૧૯૭૦ માં થયો. જ્યારે તેની સોતેલી માં પરવીન દોસાંજ (કબીરની ચોથી પત્ની) ૧૯૭૫ માં જન્મેલ છે.

સોની રાજદાન અને પૂજા ભટ્ટ

vg_9

મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ અને તેની સોતેલી માતાની વચ્ચે ઉંમરમાં ૧૬ વર્ષનો ગેપ છે. પૂજા મહેશ અને કિરણ ભટ્ટની પુત્રી છે.

The post વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap appeared first on Vishva Gujarat.

બિગબોસનાં વિવાદિત કન્ટેસ્ટંટ Swami Om ને ચીફ ગેસ્ટ બનવું પડ્યું ભારે!

0
0

Swami Om

કલર્સનાં રિયાલીટી શો બિગબોસ સીઝન ૧૦ માં નજર આવનાર Swami Om નો વિવાદ સાથે ગાઢ સંબંધ છે. શો પૂર્ણ થઇ ગયો છે પરંતુ Swami Om તેમની હરકતોનાં કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ બની ગયેલ સ્વામી ઓમની ત્યાં હાજર ભીડે વધારે પિટાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે, વિવાદોમાં રહેનાર સ્વામી ઓમે દિલ્હીના એક કાર્યક્રમ જવું મોંઘુ પડ્યું છે. વાત જાણે એમ છે કે, સ્વામી ઓમ દિલ્હીના વિકાસ નગરમાં નાથુરામ ગોડસે જયંતીનાં એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બનીને ગયા હતા. જેવું તેમને સ્વાગત માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા તો લોકોએ આ વાતનો વિરોધ કર્યો અને નીચે જ તેમને ઘેરી પિટાઈ કરવામાં આવી હતી.

ત્યાં હાજર લોકોનું કહેવું હતું કે, ગોડસે એક મહાન વ્યક્તિ હતા અને સ્વામી ઓમને તેમના કાર્યક્રમમાં બોલાવવું તેમનું અપમાન કરવા જેવું હતું. કાર્યક્રમનાં આયોજકોએ કોઈપણ પ્રકારે સ્વામી ઓમને ભીડથી બચાવી તેમની ગાડી સુધી પહોચાડ્યા પરંતુ લોકોએ ત્યાં પહોચી તેમની ગાડીનો કાચ પણ તોડી દીધો હતો. ખબર છે કે, તે દરમિયાન સ્વામી ઓમનો ડ્રાઈવર પણ ઘાયલ થયો છે. થોડા દિવસ પહેલા જ એક વિડીયોને લઈને સ્વામી ઓમ ચર્ચામાં આવ્યા હતા. આ વિડીયોમાં સ્વામી ઓમ તપસ્યા કરતા નજર આવ્યા હતા અને એક યુવતી બિકીની પહેરી તેમની આસપાસ ડાંસ કરતા જોવા મળી રહી છે. આ વિડીયોને લગભગ ૩૦ લાખ લોકો દેખી ચૂક્યા છે. આ વિડીયોમાં દેખાઈ રહેલ મોડલનું નામ અનમ છે.

The post બિગબોસનાં વિવાદિત કન્ટેસ્ટંટ Swami Om ને ચીફ ગેસ્ટ બનવું પડ્યું ભારે! appeared first on Vishva Gujarat.


Cannes Film Festival: રેડ કારપેટ Aishwarya Rai જોવા મળી બોલ્ડ લૂકમાં

0
0

Aishwarya Rai

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે ધમાકેદાર એન્ટ્રી પછી બધાની નજર બોલિવુડની સુંદર અભિનેત્રી Aishwarya Rai પર છે. ગઈ કાલે રેડ કારપેટ પર એશ્વર્યાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એશ્વર્યા રાય રેડ કારપેટ પર ડિઝાઈનર Michael Cinco નાં પાઉડર બ્લુ બાલગાઉડ ડ્રેસ પહેર્યો હતો અને જેમાં તે એકદમ રાજકુમારી લાગી રહી હતી.

એશ્વર્યા રાય બચ્ચન

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરુઆત થઇ ગઈ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની બેસ્ટ ફિચર અને ડોકયુમેન્ટરી ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને રેડ કારપેટ પર દુનિયાભરની સુંદર હસીનાઓ પોતાનો જલવો વિખેરતી જોવા મળે છે. કાન્સ અપીરિયન્સ માટે દીપિકા સૌથી પહેલા ફ્રેંચ રીવિરા પહોચી ગઈ છે.

એશ્વર્યા રાય બચ્ચન

દીપિકાએ રેડ કારપેટ પર પ્રથમ દિવસે હાજરી આપી હતી. દીપિકાના રેડ કારપેટ પરના ફોટા વાયરલ થઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા પાદુકોણ ૧૭-૧૮ મે નાં રોજ રેડ કારપેટ પર, એશ્વર્યા રાય ૧૯-૨૦ મે નાં રોજ સોનમ કપૂર ૨૧-૨૨ મે નાં રોજ રેડ કારપેટ પર ચાલશે.

એશ્વર્યા રાય બચ્ચન

ઉલ્લેખનીય છે કે, 17 મેથી ૭૦ મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થયો છે જે ૨૮ મે સુધી ચાલશે. ઇન્ડિયા માટે આ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ છે કારણકે તેમાં બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કારપેટ પર નજર આવશે. આ ત્રણેય એક્ટ્રેસ રેડ કારપેટ પર ફેશન બ્રાંડ લોરિયલ પેરિસનું નેતૃત્વ કરશે.

એશ્વર્યા રાય બચ્ચન

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાની આગમી ફિલ્મ'સરબજીત' ની સ્ક્રીનિંગના અવસર પર રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિક લગાવેલી નજર આવી હતી. એશ્વર્યાએ સોશિયલ મીડિયા પર કાન્સના રેડ કારપેટ પર પર્પલ લિપસ્ટિકમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા અને તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. દરેક તરફથી તેને લઈને કમેન્ટ આવવાની શરુ થઈ ગઈ હતી. આગળ જુઓ વધુ ફોટા...

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન

એશ્વર્યા રાય બચ્ચન

The post Cannes Film Festival: રેડ કારપેટ Aishwarya Rai જોવા મળી બોલ્ડ લૂકમાં appeared first on Vishva Gujarat.

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી Poonam Pandey

0
0

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી Poonam Pandey

પોતાની હોટ અને બોલ્ડ અદાઓ માટે પ્રખ્યાત અભિનેત્રી Poonam Pandey કાલે સિધ્ધી વિનાયક મંદિર પુજા કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન કેટલીક તસ્વીરો જોવા મળી છે.

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી પુનમ પાંડે

જયારે પુનમ પાંડે અહી પહોંચી ત્યારે હાજર રહેલા લોકો સાથે સેલ્ફી લેતી દેખાઈ રહી હતી.

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી પુનમ પાંડે

કેટલાક દિવસો પહેલા પુનમ પાંડેએ પોતાની એપ લોન્ચ કરી છે અને તેના કારણે તે ચર્ચાઓમાં પણ છે.

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી પુનમ પાંડે

પુનમ પાંડેની આ એપને ગુગલે પ્રતિબંધ મુક્યો હતો. બાદમાં ગુગલે પ્રતિબંધ દુર કરી દીધો હતો.

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી પુનમ પાંડે

પુનમ પાંડે છેલ્લી વખત ૨૦૧૭ માં અભિનેતા ગોવિંદાની ફિલ્મ ‘આ ગયા હીરો’ માં વિશેષ અતિથી ભૂમિકામાં જોવા મળી હતી.

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી પુનમ પાંડે

પુનમ પાંડે આ અગાઉ ૨૦૧૧ માં ક્રિકેટ વિશ્વ કપના દરમિયાન ટીમ ઇન્ડિયાના જીતવા પર કપડા ઉતારવાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવી હતી.

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી પુનમ પાંડે

ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 'ટ્વીટર ક્વીન' નામથી ઓળખાતી બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેને વિવાદો સાથે સારો સબંધ રહે છે. પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૧માં ૨૯ કેલેન્ડર માટે ફોટોશૂટ કર્યું હતું. તે ૨૦૧૧ના કિંગફિશર કેલેન્ડરમાં પોતાની અદાઓ બતાવી ચુકી છે. પૂનમ સૌથી પહેલા લાઇમલાઇટમાં ત્યારે આવી, જયારે તેને વર્લ્ડકપ ૨૦૧૧માં ભારતની જીત પર ન્યુડ થવાની વાત કરી હતી.

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી પુનમ પાંડે

પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ 'નશા'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં પૂનમ પાંડેએ જોરદાર હોટ સીન આપ્યા હતા. પૂનમ પાંડેની આવનારી ફિલ્મ 'માલિની એંડ કંપની' છે. આ ફિલ્મમાં તે દેસી અવતારમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં પૂનમ જબરદસ્ત રોલ કરતી જોવા મળી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી પુનમ પાંડે

The post સિધ્ધી વિનાયક મંદિર પહોંચી અભિનેત્રી Poonam Pandey appeared first on Vishva Gujarat.

સિરીયલ નામકરણમાં Reema Lagoo ના નિધન બાદ આ અભિનેત્રી નિભાવશે દયાવંતીનો રોલ

0
0

Ragini Shah takes over Reema Lagoo's role in Naamkaran

બોલિવુડ અને ટેલિવુડ દુનિયાની દિગ્ગજ અભિનેત્રી Reema Lagoo નું હાર્ટએટેકનાં કારણે નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનના કારણે ઇન્ડસ્ટ્રીથી લઈને ફેંસને તગડો ઝટકો લાગ્યો છે. Reema Lagoo સ્ટાર પ્લસનાં ફેમસ શો 'નામકરણ' માં મહત્વપૂર્ણ રોલ પ્લે કરતી નજર આવી રહી હતી. આ શોમાં તે દયાવંતી મહેતાનો રોલ પ્લે કરી રહી હતી. રીમાના આકસ્મિક નિધન પછી શોનાં નિર્માતાને આ રોલ માટે નવા ચહેરાની શોધ છે. જીહાં,દયાવંતીનાં રોલ માટે એક ગુજરાતી અભિનેત્રી રાગિની શાહને ફાઈનલ કરી લીધી છે.

અત્યારે સીરીયલ નામકરણમાં તમે જોઈ રહ્યા છો કે, અવનીનાં મેરેજ નીલ સાથે થઇ રહ્યા છે. આ એપિસોડમાં રીમાનો મહત્વપૂર્ણ સીન હતો જેને તેમણે પોતાના નિધન પહેલા શૂટ કર્યો હતો. જો કે, હવે તે સીનથી રાગિણીની દયાવંતીનાં રૂપમાં એન્ટ્રી થશે. આ શોમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવવાના છે. નામકરણનાં અપકમિંગ એપિસોડમાં તમે જોશો કે, દયાવંતી તે જોઈ હેરાન થઇ જાય કે, તેની પૌત્રી રિયાની જગ્યાએ નીલનાં મેરેજ અવની સાથે થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રીમા લાગુએ મેને પ્યાર કિયા, સાજન, હમ આપકે હે કોન, વાસ્તવ, કુછ કુછ હોતા હે અને હમ સાથ સાથ હે જેવી ઘણી ફિલ્મોમાં માતાનો રોલ પ્લે કર્યો છે. જેને દર્શકો તરફથી વધારે પસંદ કરવામાં આવતો હતો. રીમા લાગુએ ફિલ્મ સિવાય સીરીયલમાં પણ કામ કર્યું છે. સીરીયલ ‘શ્રીમાન જી શ્રીમતી જી’, ‘તુ તુ મેં મેં’ માં સાસુ-બહુની લડાઈને લોકોએ વધારે પસંદ કરી હતી. જેમાં રીમાએ સાસુનો રોલ પ્લે કર્યો હતો.

રીમા લાગુને બોલીવુડમાં ૯૦ નાં દાયકાથી શરુ થયેલ નવા જમાનાની માતાનાં રૂપમાં યાદ કરવામાં આવશે. તે ફિલ્મમાં સલમાન ખાનની માતાનાં રોલમાં પણ જોવા મળી હતી. ફિલ્મ મેંને પ્યાર કિયામાં સલમાન ખાનની માતાનાં રોલ સાથે તેમને પણ એક ઓળખાણ મળી હતી. ત્યારબાદ માતા-પુત્રની વચ્ચે એક અલગ જ બોન્ડ ‘હમ સાથ સાથ હે’ માં જોવા મળ્યો હતો. ૧૯૭૦ નાં અંતિમ અને ૧૯૮૦ ની શરૂઆતમાં તેમણે હિંદી અને મરાઠી ફિલ્મોમાં કામ શરુ કર્યું. રીમા લાગુએ મરાઠી એક્ટર વિવેક લાગુ સાથે મેરેજ કર્યા હતા. જો કે, થોડા વર્ષો પછી બંને અલગ થઇ ગયા હતા. તેમની એક પુત્રી પણ છે.

The post સિરીયલ નામકરણમાં Reema Lagoo ના નિધન બાદ આ અભિનેત્રી નિભાવશે દયાવંતીનો રોલ appeared first on Vishva Gujarat.

Good News : Lisa Haydon એ આપ્યો પુત્રને જન્મ

0
0

Lisa Haydon and Dino Lalvani are now proud parents to Zack

Good News : Lisa Haydon એ આપ્યો પુત્રને જન્મ

બોલીવુડ Lisa Haydon ના ઘરે નાના મહેમાન આવ્યા છે. જી હા, લીસા હેડને એક પુત્રને જન્મ આપ્યો છે. તેમને આ ખુશખબરી પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની સાથે એક તસ્વીર પણ શેર કરી છે. પુત્રનું નામ જૈક લલવાની રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, લિસા હેડને છેલ્લા વર્ષે લગ્ન કર્યા હતા.

Good News : લીસા હેડને આપ્યો પુત્રને જન્મ

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'હાઉસફુલ' 3 અભિનેત્રી Lisa Haydon એ ૨૯ ઓક્ટોબરે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાનીના સાથે લગ્ન કરી લીધા હતા.

Good News : લીસા હેડને આપ્યો પુત્રને જન્મ

બંનેએ થાઈલેન્ડના ફૂકેટમાં આવેલ અમનપૂરી બીચ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. લીસા હેડને લગ્નના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ દરમિયાન લીસા હેડને લોન્ગ વ્હાઈટ ગાઉન જયારે ડીનો લલવાનીએ વ્હાઈટ બ્લેઝર પહેર્યું હતું.

લીસા હેડને હમણાં જ ડીનો લલવાની સાથેના લગ્નની જાહેરાત કરી દીધી હતી. લીસા હેડને ડીનો લલવાની કિસ કરતા એક ફોટો પોસ્ટ કરી પોતાના લગ્નની જાહેરાત કરી હતી. ફોટોની સાથે જ તેમણે કેપ્શન લખ્યું હતું Gonna maary Him. લીસા હેડનના પતિ પાકિસ્તાની મૂળના બ્રિટીશ એન્ટરપ્રેન્યોર ગુલ્લુ લલવાનીના પુત્ર છે. ડીનો લલવાની છેલ્લા વર્ષથી લીસા હેડનને ડેટ કરી રહ્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ.....

Good News : લીસા હેડને આપ્યો પુત્રને જન્મ

The post Good News : Lisa Haydon એ આપ્યો પુત્રને જન્મ appeared first on Vishva Gujarat.

Sachin Tendulkar બાયોપિકના માધ્યમથી આ રીતે વ્યક્ત કરશે ભારતીય સેનાનો ધન્યવાદ

0
0

Sachin Tendulkar

સામાન્ય રીતે ભારતમાં ફિલ્મોની સ્પેશિયલ સ્ક્રીનિંગ બોલિવુડ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ માટે હોય છે પરંતુ ક્રિકેટનાં ભગવાન Sachin Tendulkar એ કંઈક નવું કરવાનો નિર્ણય કર્યો છે. દિગ્ગજ ક્રિકેટર Sachin Tendulkar એ તેમના જીવન પર બનેલ ફિલ્મ 'સચિન: અ બિલિયન ડ્રીમ્સ' નું પ્રીમિયર ભારતીય સશસ્ત્ર દળો માટે આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મનું સ્ક્રીનિંગ શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત કરવામાં આવશે. તેંડુલકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમે અહીં ફિલ્મનું પ્રીમિયર કરી રહ્યા છીએ. અમે ભારતીય સશસ્ત્ર દળો માટે ફિલ્મની ખાસ સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે. આ બધું તેમને એક આભાર માટે કરવામાં આવી રહ્યું છે, જે તેઓ આપણા માટે કરે છે.

સચિન તેંડુલકરનાં જીવન પર આધારિત ફિલ્મ બની ગઈ છે. 'સચિન અ બિલિયન ડ્રીમ્સ' ૨૬ મે નાં રોજ મોટા પડદા પર રિલીઝ થશે. ફિલ્મને બનાવવા અને સચિનના જીવન સાથે જોડાયેલ નવી વાત સતત સામે આવી રહી છે. જેમ્સ અર્સકિને આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મને પૂર્ણ કરવા માટે લગભગ સાડા ત્રણ વર્ષ સુધી સતત કેમેરાની સાથે સચિન તેંડુલકરને ફોલો કરવામાં આવ્યા છે. સચિન જ્યાં પણ જતા હતા ત્યાં તેમને ફોલો કરવામાં આવતા હતા. તે દરમિયાન ૧૦ હજાર કલાકના વિડીયો ફૂટેજ શોધવામાં આવ્યા છે. રવિ અને જેમ્સે આ ફિલ્મ બનાવવાના વિચારથી લઈને મોટા પડદા પર લાવવા સુધી દરેક વસ્તુ વિશે જણાવ્યું છે.

સચિન તેંડુલકર પર બનેલ ફિલ્મ 'સચિન: અ બિલિયન ડ્રીમ્સ' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ૨ મિનિટ ૧૩ સેકન્ડનાં આ વિડીયોમાં ક્રિકેટનાં ભગવાનના જીવનની શાનદાર ઝલક નજર આવી છે. ક્રિકેટના ફેંસ માટે ખુશખબરી એ છે કે, આ ટ્રેલરમાં સચિનની સાથે મહેન્દ્ર સિંહ ધોની પણ નજર આવી રહ્યા છે. જો કે, ફિલ્મમાં તેમનો રોલ કેટલો છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ફિલ્મ સચિન તેંડુલકરની બાયોપિક છે તો તેમાં આ મહાન ખેલાડીના જીવન સાથે જોડાયેલ ઘણા દિલચસ્પ પહેલું સામે આવશે. ફિલ્મમાં બતાવવામાં આવશે કે, બાળપણમાં સચિને બેટ પકડી કેવી રીતે ક્રિકેટ રમવાની શરૂઆત કરી અને જોત જોતામાં તે કેવી રીતે દુનિયાનાં સૌથી મોટા ક્રિકેટર બની ગયા હતા. મુંબઈનાં શિવાજી મેદાનથી શરુ થનાર સચિનનો સંઘર્ષ લોકો મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સચિને ૪૨ વર્ષની ઉંમરમાં ફર્સ્ટ ટાઈમ બોલિવુડ ડેબ્યુ કર્યું છે. ફિલ્મના નિર્દેશક જેમ્સ અર્સકિન છે અને પ્રોડક્શન રવિ ભાગચંડકા કાર્નિવાલ મોશન પિક્ચર્સનું છે. ફિલ્મ ૨૬ મે નાં રોજ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં ભારતના દિગ્ગજ ખેલાડી સચિનનાં સંઘર્ષ અને સફળતાની સ્ટોરી મોટા પડદા પર જોવા મળશે.

The post Sachin Tendulkar બાયોપિકના માધ્યમથી આ રીતે વ્યક્ત કરશે ભારતીય સેનાનો ધન્યવાદ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images