Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 175 | 176 | (Page 177) | 178 | 179 | .... | 200 | newer

  0 0

  Hindi Medium

  ઈરફાન ખાનની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 'Hindi Medium' ની શરૂઆત ભલે થોડી ધીમી રહી હોય પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાનો જલવો વિખેરવાનું શરુ કરી દીધું છે. વિકેન્ડ પર 'હાફ-ગર્લફ્રેન્ડ' થી અડધો બિઝનેશ કરનારી ફિલ્મ Hindi Medium હવે કડક ટક્કર આપી રહી છે. જો ફિલ્મની અત્યાર સુધીની કમાણીની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર ૧૯.૦૧ કરોડનો બિઝનેશ કરી લીધો છે. ફિલ્મે તેના વિકેન્ડ પર ફક્ત ૧૨.૫૬ કરોડનો બિઝનેશ કર્યો હતો અને પ્રથમ સોમવારે 3.૧૫ કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ હિંદી મીડિયમે ૩.૩૦ કરોડની કમાણી કરી બધાને ચોંકાવી દીધા છે.

  હિંદી મિડીયમ ફિલ્મની સ્ટોરી દિલ્હીના ચાંદની ચોકમાં રહેતા કપડાના વિક્રેતા રાજ બત્રા(ઈરફાન ખાન) ની છે જેણે હિંદી મીડિયમમાંથી અભ્યાસ કર્યો છે અને તેને તૂટી-ફૂટી અંગ્રેજી આવડે છે. તો બીજી તરફ, તેની વાઈફ મીતા (સબા કમર) નું અંગ્રેજી સારું છે અને મીતા ઈચ્છે છે કે, તેની બાળકી પિયા ટોપ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં અભ્યાસ કરે. તેના એડમીશન માટે પણ રાજ અને મીતા પૂરતા પ્રયત્ન કરે છે પરંતુ બાળકોના એડમીશન પહેલા માતા-પિતાના ઈન્ટરવ્યું દરમિયાન તેમને ઘણી મુસીબતો સામનો કરવો પડે છે. ત્યારબાદ તેમને ખબર પડે છે કે, ગરીબ કોટામાં પણ તેમના બાળકોનું એડમીશન થઇ શકે છે. ત્યારબાદ બંને ગરીબોના વિસ્તારમાં જઈને રહે છે. જ્યાં તેમની મુલાકાત શ્યામ પ્રકાશ (દીપક ડોબરિયાલ) અને તેમના પરિવાર સાથે થાય છે. હવે શું રાજ અને મીતાની બાળકીનું એડમીશન થઇ શકે છે કે અન્ય મુસીબતનો સામનો કરવો પડે છે તેની ખબર તો ફિલ્મ જોયા પછી ખબર પડશે.

  The post હાફ-ગર્લફ્રેન્ડને બોક્સ ઓફિસ પર ટક્કર આપી રહી છે ઈરફાન ખાનની Hindi Medium appeared first on Vishva Gujarat.


  0 0

  Television Actress Nia Sharma is Celebrating Holidays in Spain

  સ્પેનમાં હોલીડે એન્જોય કરી રહી છે Nia Sharma

  Nia Sharma ને એશિયાની ત્રીજી સૌથી સુંદર મહિલાનું ટાઈટલ મળ્યું છે. નિયા શર્મા આ દિવસોમાં સ્પેનમાં હોલીડે એન્જોય કરી રહી છે. તેમને પોતાની શાનદાર હોલીડેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

  સ્પેનમાં હોલીડે એન્જોય કરી રહી છે નિયા શર્મા

  તસ્વીરોથી સ્પસ્ટ છે કે, તેમની બસ શરૂ જ થઈ છે અને હજુ પણ ઘણી તસ્વીરો આવામાં બાકી છે.

  સ્પેનમાં હોલીડે એન્જોય કરી રહી છે નિયા શર્મા

  પ્રખ્યાત ટીવી અભિનેત્રી Nia Sharma ને જી ટીવીની સીરીયલ ‘જમાઈ રાજા’ માં ‘રોશની’ ના ભૂમિકાથી જાણીતી બની હતી. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે.

  સ્પેનમાં હોલીડે એન્જોય કરી રહી છે નિયા શર્મા

  ઉલ્લેખનીય છે કે, નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

  નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ખૂબ ક્લોઝ છે.

  The post સ્પેનમાં હોલીડે એન્જોય કરી રહી છે Nia Sharma appeared first on Vishva Gujarat.


  0 0

  Arbaaz Khan

  તાજેતરમાં Arbaaz Khan અને મલાઈકા અરોડાનો ૧૮ વર્ષનો સંબંધ તલાકથી પૂરો થઇ ગયો છે. આ તલાકનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અત્યારે એવી ખબર સામે આવી રહી છે કે, Arbaaz Khan તેમની વિદેશી ગર્લફ્રેન્ડ સાથે મેરેજ કરવાના છે. થોડા દિવસ પહેલા અરબાઝ અને એલેકઝેન્ડ્રાનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સલમાન ખાનની જેમ તેમના ભાઈ અરબાઝ પણ રોમાનિયન યુવતીના પ્રેમમાં પડી ચૂક્યા છે. અત્યારે અરબાઝ અને એલેકઝેન્ડ્રા ઘણીવાર હેંગઆઉટ કરતા નજર આવે છે. એવું લાગે છે કે, મલાઈકાથી તલાક લીધા બાદ અરબાઝ સંપૂર્ણ રીતે મુવ ઓન કરી ચૂક્યા છે. જો કે, થોડા સમય પહેલા બોલિવુડ એક્ટર અરબાઝ ખાન ગોવામાં આ મિસ્ટ્રી ગર્લની સાથે વેકેશન એન્જોય કરતા નજર આવ્યા હતા. અરબાઝ અને તેમની ફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પણ શેર કર્યા હતા.

  ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોડા અને અરબાઝ ખાન કાયદેસર અલગ થઇ ગયા છે. બાંદ્રા ફેમિલી કોર્ટ પહોચ્યા હતા. જ્યાં તલાકની પ્રક્રિયા પછી તેઓ લીગલી અલગ થઇ ગયા હતા. અરબાઝ-મલાઈકાનાં વકીલ ક્રાંતિ સાઠે અને અમૃતા સાઠે તેમના તલાકની ખબર કન્ફર્મ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પુત્ર અરહાન મલાઈકાની સાથે રહેશે, જ્યારે અરબાઝને તેને મળવા માટેની અનુમતિ રહેશે.

  મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનની વચ્ચે તલાક વિશે એક અન્ય સત્ય સામે આવ્યું છે. આ કપિલનું ૧૮ વર્ષના મેરેજ તૂટવાનું કારણ અરબાઝ ખાનની અસફળ કારકિર્દી બતાવવામાં આવી રહી છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. એવી ખબરો આવી હતી કે, સલમાન ખાને પણ પોતાની ભાભી મલાઈકાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે ૧૮ વર્ષ જૂના સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય ના લે. તેમણે મલાઈકાને વિનંતી કરી કે તે આ સંબંધને તૂટતા બચાવી લે. પરંતુ, વાત ના બની.

  The post શું મલાઈકાથી અલગ થયા પછી આ વિદેશી યુવતી સાથે મેરેજ કરશે Arbaaz? appeared first on Vishva Gujarat.


  0 0

  Shobha De raised the question of being the protagonist of Major Gogoi, Challenged to give survey

  લેખિકા શોભા ડેએ ભારતીય સેનાના Major નીતિન લીતુલ ગોગોઈને રાષ્ટ્રીય હીરો કહેવા અંગે સવાલ ઉભા કર્યા છે. શોભા ડેએ ટ્વીટ કરીને કહ્યું છે કે, "Major ગોગોઈ, એક રાષ્ટ્રીય હીરો? સાચું? જો તમારામાં હિંમત હોય તો સાચું જાણવા માટે સર્વેક્ષણ કરાવી લેજો."

  શોભા ડેએ અન્ય એક ટ્વીટમાં ફિલ્મ ગાયક અભિજિત ભટ્ટાચાર્ય ઉપર પણ કટાક્ષ કર્યો છે. શોભા ડેએ ટ્વીટ કર્યું છે, "અભિજિત બી? કોણ છે? શું છે? કેમ છે? ઇગ્નોર!"

  શોભા ડેએ બુધવારે (તા.૨૪ મે)ના રોજ એક પછી એક ત્રણ ટ્વીટ કરી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પ દ્વારા હાથ ન પકડવા અને વાળ સવારવાના સમચારો ઉપર પણ ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું છે કે, "....દુનિયાને આ સમયે એક થપ્પડની જરૂરિયાત છે."

  ભારતીય સેનાના Major નીતિન ગોગોઈ તે સમયે ચર્ચામાં આવ્યા હતા કે જયારે એક કાશ્મીરી યુવક ફારુક ડારને જીપના બોનેટની આગળ બાંધીને ફેરવવાનો વીડિઓ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો હતો. વીડિઓ સામે આવ્યા પછી Major ગોગોઈ આલોચનાઓથી ઘેરાઈ ગયા હતા. પરંતુ ભારતીય સેનાએ પોતાની તપાસમાં મેજર ગોગોઈને ક્લીનચિટ આપી હતી.

  મેજર ગોગોઈને તાજેતરમાં સેના પ્રમુખ બીપીન રાવતે જમ્મુ-કાશ્મીરમાં તેમની સેવા માટે સન્માનિત કર્યા હતા. સન્માન મળ્યા પછી મેજર ગોગોઈએ મીડિયાને કહ્યું હતું કે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા હતા, એટલા માટે કેટલાય લોકોના જીવ બચાવવા માટે તેમણે ફારુક ડારને જીપની આગળ બાંધવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

  Major ગોગોઈને સેના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા પછી ફરી એક વખત આ મામલો ચર્ચામાં આવ્યો છે. જ્યાં જેડીયુ અને સીપીઆઈ જેવા રાજકીય પક્ષોએ આ ઘટનાને કાશ્મીરમાં પરિસ્થિતિ બગાડનારો નિર્ણય ગણાવ્યો હતો, જયારે પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગ અને ગાયક અભિજિત ભટ્ટાચાર્યે મેજર ગોગોઈનું સમર્થન કરતા તેમને રાષ્ટ્રીય હીરો ગણાવ્યા હતા.

  જયારે બીજી તરફ જીપની સાથે બાંધવામાં આવેલા યુવક ફારુક ડારે મીડિયાને જણાવ્યું હતું કે તેને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ જાનવર હોય. ફારૂકે કહ્યું કે તે હંમેશા ચૂંટણીમાં મત આપતો હતો પરંતુ આ ઘટના પછી તેનો લોકતંત્ર ઉપરથી ભરોસો ઉઠી ગયો.

  ફિલ્મ અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલે પણ ૨૧ મેના રોજ ટ્વીટ કરીને જીપથી બાંધવાની ઘટના અંગે સંકેત કરીને ટ્વીટ કર્યું હતું કે ભારતીય સેનાએ કાશ્મીરમાં લેખિકા અરુંધતી રોયને જીપની આગળ બાંધીને ફેરવવા જોઈએ. પરેશ રાવલની આ ટ્વીટ ઉપર પણ ભારે તીખી પ્રતિક્રિયાઓ આવી હતી. જો કે મંગળવાર(૨૪ મે)ના રોજ પરેશ રાવલે પોતાની જૂની ડિલીટ કરી દીધી હતી.

  The post શોભા ડેએ Major ગોગોઈના નાયક હોવા અંગે ઉઠાવ્યા સવાલ, આપ્યો સર્વેક્ષણ કરાવવાનો પડકાર appeared first on Vishva Gujarat.


  0 0

  Soha Ali Khan

  કરીના કપૂર પછી હવે Soha Ali Khan બહુ જલ્દી તેનાં ફેંસને ગુડ ન્યૂઝ આપવાની છે. જી હાં, ભાભી કરીના પછી હવે Soha Ali Khan મમ્મી બનવાની છે. બોલિવુડ એક્ટર કૃણાલ ખેમુએ તેની પત્ની અભિનેત્રી સોહા અલી ખાનની પ્રેગ્નન્સી હોવાની ખબર આપી છે. કૃણાલે સોહાનાં પ્રેગ્નન્સીનાં ન્યૂઝ સાથે જોડાયેલ એક નિવેદનમાં કહ્યું કે, આ વાત સત્ય છે. તેમણે કહ્યું કે, સોહા અને મને આ વર્ષના અંતમાં આવી રહેલ એક જોઈન્ટ પ્રોડક્શનની ઘોષણા કરવામાં વધારે ખુશીનો અનુભવ થઇ રહ્યો છે, જો કે, આ અમારું પ્રથમ બાળક છે.

  કૃણાલ ખેમુએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ ફોટો શેર કરી લખ્યું કે, માશા અલ્લાહ! તમને જણાવી દઈએ કે આ ફોટો લંડનનો છે. જી હાં, સોહા અને કૃણાલ અત્યારે લંડનમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. આ ફોટામાં સોહા અને કૃણાલ સાથે વધારે ક્યુટ લાગી રહ્યા છે. સોહા અલી ખાને ૨૦૦૪ માં આવેલ ફિલ્મ 'દિલ માંગે મોર' થી બોલિવુડમાં એન્ટ્રી કરી છે. આ સિવાય તેણે રંગ દેબસંતી, ખોયા ખોયા ચાંદ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર જેવી મોટી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે.

  કૃણાલે કહ્યું કે, અમે પોતાને ભાગ્યશાળી અનુભવી રહ્યા છે અને તમારા બધાની શુભકામનાઓ માટે આભાર. સોહા અને કૃણાલે ૯૯ અને ઢુંઢતે રહ જાઓગે જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. સોહા અલી ખાન શર્મિલા ટેગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી અને સૈફ અલી ખાનની બહેન છે. સોહાએ ૨૦૧૫ માં 33 વર્ષીય અભિનેતા કૃણાલ ખેમુ સાથે મેરેજ કર્યા હતા.

  The post ફર્સ્ટ ટાઈમ Soha Ali Khan બેબી બંપ સાથે થઇ સ્પોટ appeared first on Vishva Gujarat.


  0 0

  Prabhas

  બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ તોડતી ફિલ્મ 'બાહુબલી 2' ની જોડી Prabhas અને અનુષ્કા શેટ્ટી લોકોએ ખૂબ પસંદ કરી છે. બાહુબલી અને દેવસેનાના ફેંસ માટે એક ખુશખબરી છે કે, હવે આ જોડી બહુ જલ્દી મોટા પડદા પર નજર આવશે. ફિલ્મ બાહુબલીની સફળતા પછી હવે એક્ટર Prabhas નો આગામી પ્રોજેક્ટ સાહો છે. તેનું શૂટિંગ શરુ કર્યા પહેલા જ તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

  ખબરોની માનીએ તો પહેલા ફિલ્મમાં લીડ એક્ટ્રેસ માટે કેટરીના કેફ અને શ્રદ્ધા કપૂર જેવી બોલિવુડ એક્ટ્રેસનાં નામની ચર્ચા કરવામાં આવી રહી હતી. પરંતુ હવે ચર્ચા છે કે, બાહુબલી-2 ની હીટ જોડી એકવાર ફરીથી સાહો ફિલ્મમાં નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, અનુષ્કા શેટ્ટીની સાથે સાહોને લઈને ફિલ્મ મેકર્સ વાતચીત કરી રહ્યા છે. એવી ખબર સામે આવી રહી છે કે, અનુષ્કા શેટ્ટીને આ ફિલ્મ માટે ફાઈનલ કરી દેવામાં આવી છે. જો ખબર સત્ય છે તો બાહુબલીના ફેંસ માટે આ ગુડ ન્યૂઝ હશે.

  ઉલ્લેખનીય છે કે, બાહુબલી-2 રિલીઝ થયા પછી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થયાના 3 અઠવાડિયા પૂર્ણ થઇ ગયા છે પરંતુ ડિરેકટર રાજામૌલીની આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મે ૨૧ દિવસમાં વર્લ્ડ વાઈડ ૧૫૦૦ કરોડની કમાણી કરી એક ઈતિહાસ રચી દીધો છે. બાહુબલી ૨ જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

  તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. 

  The post ફરીથી ચાલશે બાહુબલી અને દેવસેનાની જોડીનો જાદુ, આ ફિલ્મમાં સાથે આવશે નજર appeared first on Vishva Gujarat.


  0 0

  Virat Kohli, Anushka Sharma attend premiere of ‘Sachin A Billion Dreams’

  Sachin ની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા અનુષ્કા અને વિરાટ

  માસ્ટર બ્લાસ્ટર Sachin તેંડુલકરની બાયોપિક ‘સચિન-એ બિલિયન ડ્રીમ્સ’ ની ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોના માટે બુધવારે ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. આ તક પર મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, યુવરાજ સિંહ સહીત બધા ક્રિકેટર પહોંચ્યા હતા.

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  વિરાટ કોહલીની સાથે તેમની ગર્લફ્રેન્ડ અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ આ ફિલ્મનો આનંદ ઉઠાવવા માટે પહોંચી હતી.

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  સચિન તેંડુલકરે પોતાની પત્ની અંજલીની સાથે ભારતીય ટીમના બધા ખેલાડીઓ અને ટીમથી જોડાયેલ અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. ભારતીય ટીમને બુધવાર રાત્રે ઇંગ્લેન્ડના રવાના થવાનો કાર્યક્રમ છે.

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  સચિન તેંડુલકરની બાયોપિક જોવા પહોચેલા ખેલાડીઓમાં અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ શામી, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને કેદાર જાદવનો સમાવેશ થાય છે.

  જુઓ આગળ વધુ ફોટોસ.....

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  સચિનની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા આ ક્રિકેટર

  The post Sachin ની બાયોપિકની સ્પેશલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા અનુષ્કા અને વિરાટ appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood

  આયુષ શર્મા

  ayush

  આયુષ Bollywood ના ફેમસ સ્ક્રીન-રાઈટર સલીમ ખાનના જમાઈ છે, આ સંબંધથી તે સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના બનેવી છે. તાજેતરમાં અર્પિતા ખાન મમ્મી બની છે. તેના પુત્રનું નામ આહિલ છે.

  અક્ષય કુમાર

  akshay

  એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.

  આદિત્ય ચોપડા

  aaditya

  ફિલ્મમેકર આદિત્ય ચોપડા ફેમસ પ્રોડ્યુસર-ડિરેકટર મુખર્જીના જમાઈ છે. આ વર્ષે રાણી-આદિત્યના ઘરે પુત્રી આદિરાનો જન્મ થયો છે.

  અજય દેવગણ

  ajay

  અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે મેરેજ કર્યા હતા. તે એક્ટ્રેસ તનુજાના જમાઈ છે. અજય અને કાજોલને બે બાળકો છે ન્યાસા અને યુગ.

  ભરત તખ્તાની

  bharat

  ભરત તખ્તાનીએ વર્ષ ૨૦૧૨માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ સાથે મેરેજ કર્યા છે.

  સૈફ અલી ખાન

  saif

  એક્ટર સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨ માં રણધીર કપૂર અને બબીતા કપૂરની પુત્રી કરીના કપૂર સાથે મેરેજ કર્યા છે.

  ભરત સાહની

  bharat-sahni

  ભરત સાહની એક્ટર રિશી કપૂર અને નીતુ કપૂરના જમાઈ છે. ભરત-રિદ્ધીમાની પુત્રીનું નામ સમારા છે.

  નિખિલ નંદા

  nikhil

  ફેમસ બિઝનેશમેન નિખિલ નંદા, બચ્ચન પરિવારના જમાઈ છે. તેમણે અભિષેકની મોટી બહેન શ્વેતા સાથે મેરેજ કર્યા છે.

   કૃણાલ ખેમુ

  kunal

  ૨૦૦૯ માં ફિલ્મ ઢુંઢતે રહ જાઓગેના સેટ પર કૃણાલની મુલાકાત સોહા અલી ખાન સાથે થઈ હતી. ત્રણ વર્ષ ડેટિંગ અને ત્યારબાદ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે ૨૦૧૫ માં મેરેજ કર્યા હતા.

  ધનુષ

  dhanush

  ધનુષ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે.

  The post આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ appeared first on Vishva Gujarat.


  0 0

  Raveena Tandon shuts trollers like a boss on Twitter

  છેલ્લા કેટલાક દિવસોથી બોલીવુડ સેલેબ્સ માટે સોશીયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર જંગનું મેદાન બની ચુક્યું છે. અભિજિત ભટ્ટાચાર્ય અને સોનું નિગમ બાદ હવે આ લિસ્ટમાં એક્ટ્રેસ Raveena Tandon નું નામ પણ જોડાઈ ગયું છે. રવિના ટંડને છેલ્લા કેટલાક દિવસોમાં રામાયણ વિશે કેટલીક પોસ્ટ કરી હતી. જેને લઈને લોકોએ તેમને ટ્વીટર પર ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે.

  તમને જણાવી દઈએ કે, પહેલા રવિનાએ ટ્વીટ કરતા લખ્યું છે કે, મુઘલ અને બ્રિટીશે આપણા ઈતિહાસ સાથે છેડછાડ કરી છે અને આપણને તે માનવા પર વિવશ કરી દીધા છે કે, રામાયણ મીથ હતી. તેની સાથે તેમણે રામાયણ વાસ્તવિક હોવાને લઈને એક ખબરની લીંક પણ શેર કરી હતી.

  તેમની આ ટ્વીટ બાદ લોકોની ઘણી બધી ટ્વીટ આવવા લાગી હતી. જેમાંથી એક યુઝર પ્રેરણા બક્શીએ લખ્યું છે કે, જો રામાયણ મીથ નથી તો ગાંધીએ ગોડસેને માર્યા છે. ચેક ગ્વેરાએ સાવરકર પાસેથી ટ્યુશન લીધું હતું અને બોલીવુડ એક્ટરને સ્પાઈન હોય છે. ત્યાર બાદ સુજાતા બાસુએ એક ટ્વીટ કરીને રવિનાને હિન્દુત્વનું નવું આઇકન જણાવ્યું છે.

  ત્યાર બાદ રવિનાએ પણ ટ્રોલર્સને ખુલ્લો જવાબ આપતા લખ્યું છે કે, કારણ કે હું હિંદુ છુ અને રામાયણ અને ગીતા પર વિશ્વાસ રાખું છુ તો તમે ઈચ્છો છો કે, હું શરમ અનુભવું. આ મેથોલોજી મને બીજાની ઈજ્જત કરવાનું શીખવે છે. ત્યાર બાદ પણ ટ્રોલર્સ દ્વારા સતત ટ્રોલ કરવા પર કેટલાક લોકોને રવિનાએ બ્લોક કરી દીધા હતા.

  The post રામાયણ પર થયેલ વિવાદને લઈને ટ્વીટર પર ટ્રોલ થઇ Raveena Tandon appeared first on Vishva Gujarat.


  0 0

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ


  ક્રિકેટ આઇકોન Sachin Tendulkar ના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ ‘સચિન-એ બિલિયન ડ્રીમ્સ’ ની સ્પેશલ પ્રીમિયરમાં બોલીવુડની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. ૨૬ મેએ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મના પ્રીમિયરમાં બોલીવુડ જગતની દિગ્ગજ હસ્તીઓએ ભરપુર આનંદ ઉઠાવ્યો છે.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  સચિનના આમંત્રણ પર તેમની ફિલ્મ જોવા સમગ્ર બચ્ચન કુંટુંબ આવી પહોચ્યું હતું. પ્રીમિયર પર અમિતાભ બચ્ચ્ન, પુત્ર અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય જોવા મળી હતી.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  સચિનના આમંત્રણ પર બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પણ તેમની ફિલ્મ જોવા પહોંચ્યા હતા.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  બોલીવુડના સ્ટાર આમિર ખાન પણ સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં જોવા મળ્યા હતા.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  સચિનના આમંત્રણ પર દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ ફિલ્મની પ્રીમિયરમાં પહોચ્યા હતા.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  પ્રીમિયરમાં બોલીવુડ સ્ટાર અનીલ કપૂર પણ સામેલ થયા હતા.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  ‘સચિન-એ બિલિયન ડ્રીમ્સ’ ના પ્રીમિયરમાં એ આર રહેમાન પણ પહોંચ્યા હતા.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  સ્પેશલ પ્રીમિયર પર બોલીવુડ અભિનેત્રી અરશદ વારસી પણ પહોચ્યા હતા.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  સચિન-એ બિલિયન ડ્રીમ્સ જોવા બોલીવુડ સ્ટાર જોહન અબ્રાહમ પણ પ્રીમિયરમાં પહોચ્યા હતા.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  પ્રીમિયરમાં ફિલ્મ ડાયરેક્ટર કબીર ખાન પણ જોવા મળ્યા હતા.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  ફિલ્મમાં પ્રીમિયર બોલીવુડ સ્ટાર રણબીર સિંહ પણ જોવા મળ્યા હતા.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  સચિન-એ બિલિયન ડ્રીમ્સ ની પ્રીમિયર પર બોલીવુડ અબિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી કુર્તી સેનેન પણ પહોચ્યા

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  સચિનની ફિલ્મમાં પ્રીમિયર પર ક્રિકેટર ઝહિર ખાન અને સાગરિકા ઘાટગે પણ જોવા મળી હતી.

  સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ

  ગાયિકા આશા ભોસલે પણ સચિનની ફિલ્મ જોવા પહોંચી હતી.

  The post સચિન-એ બિલિયન ડ્રીમ્સની પ્રીમિયરમાં સામેલ થઈ બોલીવુડની આ હસ્તીઓ appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood

  માત્ર Aishwarya Rai જ નહિ આ Bollywood સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર

  aishwarya-rai

  આજના સમયમાં કોઈપણ સેલિબ્રિટીની તબિયત ખરાબ થઇ જાય કે કેટલાક દિવસ તેઓ ગાયબ રહે તો તેમના વિશે ખોટી અફવાહો ફેલાવવાનું શરુ થઇ જતું હોય છે. તેની પાછળનું મોટું કારણ છે ઇન્ટરનેટની દુનિયા. ઇન્ટરનેટની આ દુનિયા કોઈ સામાન્ય માણસને ખાસ બનાવી દે છે તો કેટલાકને અચાનકથી મોટો ઝટકો પણ આપી શકે છે. તેવામાં જો ખબર કોઈ Bollywood સેલિબ્રિટીના મોતની હોય તો તે ખબર આગની જેમ ફેલાઈ જાય છે. આવી મોતની અફવાહોથી આપણા બોલિવુડ સ્ટાર્સ પણ બચી શક્યા નથી. આજે અમે તમને જણાવીશું એવા બોલિવુડ સેલિબ્રિટીઝ વિશે જેઓ જૂઠી મોતની અફવાહો શિકાર થઇ ચૂક્યા છે.

  અમિતાબ બચ્ચન

  big-b

  થોડા વર્ષો પહેલા મહાનાયક અમિતાભ બચ્ચન યુએસમાં એક કાર અકસ્માતમાં માર્યા ગયા છે તે ખબર અચાનકથી વાયરલ થઇ ગઈ હતી. આ ન્યૂઝ પછી તેમના ફેંસમાં હડબડી મચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ અમિતાભ બચ્ચને તેના પર કોઈ સ્પષ્ટતા આપી હતી નહિ પરંતુ બધાની સામે આ ન્યુઝની હવા નીકાળી દીધી હતી.

  દિલીપ કુમાર

  dilip-kumar

  સુપરસ્ટાર દિલીપ કુમારની તબિયત ખરાબ થઇ જવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેટ પર એવી ખબર ફેલાઈ ગઈ કે,આ સુપરસ્ટાર હવે દુનિયામાં રહ્યા નથી. ત્યારબાદ ઘણા લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું પંરતુ થોડા જ કલાકમાં આ ન્યૂઝની હકીકત બધાની સામે આવી ગઈ હતી.

  ઐશ્વર્યા રાય બચ્ચન

  aishwarya

  તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક શોકિંગ અફવાહ સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનું કારણ પણ રસપ્રદ જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઐશ્વર્યા તેની મેરિડ લાઈફથી પરેશાન છે. આ કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમને જણાવી દઈએ કે, એશ્વર્યાના આત્મહત્યાના ન્યૂઝમાં કોઈ સચ્ચાઈ નથી. આ ન્યૂઝ તદ્દન ખોટા છે.

  માધુરી દીક્ષિત

  madhuri-dixit

  અચાનકથી ઇન્ટરનેટ પર માધુરી દીક્ષિતના મોતના ન્યૂઝે બધાને હેરાન કરી દીધા હતા. એવા ન્યુઝ વાયરલ થઇ રહ્યા હતા કે હાર્ટએટેકના કારણે માધુરી દીક્ષિતનું મોત થયું છે. પરંતુ વાસ્તવમાં માધુરી નામની કોઈ અન્ય મહિલાનું મોત તેમના ઘરની આસપાસ થયું હતું જેના કારણે ઇન્ટરનેટ પર આ ગરબડ થઇ હતી.

  હની સિંહ

  honey-singh

  ફેમસ સિંગર હની સિંહના કેટલાક ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા હતા જેના કારણે તેમના મોતના ન્યૂઝની અફવાહ તેજીથી ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ ખુદ હની સિંહે ટ્વીટર પર આ ન્યૂઝનું ખંડન કર્યું હતું.

  લતા મંગેશકર

  lata

  સ્વર કોકિલા લતા મંગેશકર પણ ખોટી મોતની અફવાહોનો શિકાર બની ચૂકી છે. ત્યારબાદ તેમણે આ ખબરની પોલ ખોલી હતી.

  કેટરિના કૈફ

  katrina

  વર્ષ ૨૦૧૩ માં કેટરિના કૈફના મોતના ન્યૂઝ પણ એક ફેસબુક પેજ દ્ધારા બધાની સામે આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આ ખબર ખોટી જણાવવામાં આવી હતી.

  રજનીકાંત

  rajnikanth

  સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને કોઈક કારણોસર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તો આ કારણે તેમના મોતની અફવાહ વાયરલ થવા લાગી હતી.

   

  The post માત્ર Aishwarya Rai જ નહિ આ Bollywood સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર appeared first on Vishva Gujarat.


  0 0

  શુટિંગ દરમિયાન ‘Khatron Ke Khiladi 8’ ના સ્પર્ધકોએ કંઇક આવી રીતે કરી મસ્તી

  ટીવી રિયાલીટી શો ‘Khatron Ke Khiladi 8’ જૂનથી પ્રસારિત કરવામાં આવશે. ‘ખતરો કે ખેલાડી-૮’ સીઝન-૮ ની શુટિંગ શરૂ થઈ ચુકી છે. તાજેતરમાં સ્પર્ધકની કેટલીક તસ્વીરો અને વિડીયો સામે આવી છે જેમાં તે ખુબ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

  શુટિંગ દરમિયાન ‘ખતરો કે ખેલાડી ૮’ ના સ્પર્ધકોએ કંઇક આવી રીતે કરી મસ્તી

  ટીવીની દુનિયાની પ્રખ્યાત હસ્તીઓ હીના ખાન, નિયા શર્મા, બીગ બોસ-૧૦ ની વિજેતા મનવીર ગુર્જર, રવી દુબે આ વખતે શોમાં ભાગ લઇ રહ્યા છે. આ સ્ટારોએ પોતાની મસ્તી કરેલી તસ્વીરો અને વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

  શુટિંગ દરમિયાન ‘ખતરો કે ખેલાડી ૮’ ના સ્પર્ધકોએ કંઇક આવી રીતે કરી મસ્તી

  તમને જણાવી દઈએ કે, બીગ બોસ-૧૦ ની વિજેતા મનવીર ગુર્જરે ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો શેર કર્યો છે તેમાં નિયા શર્મા અને મનવીર ડાન્સ કરી રહ્યા છે. આ વિડીયોમાં મનવીર અને નિયા શર્મા પંજાબી ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

  શુટિંગ દરમિયાન ‘ખતરો કે ખેલાડી ૮’ ના સ્પર્ધકોએ કંઇક આવી રીતે કરી મસ્તી

  મનવીર ગુર્જરે વિડીયો પોસ્ટ કરતા જણાવ્યું છે કે, “સ્ટંટના વિશે હું કઈ નથી જાણતો, પરંતુ અમારા ભાંગડા આ સીઝનમાં રોક કરશે.

  The post શુટિંગ દરમિયાન ‘Khatron Ke Khiladi 8’ ના સ્પર્ધકોએ કંઇક આવી રીતે કરી મસ્તી appeared first on Vishva Gujarat.


  0 0

  Here Film Tubelight trailer launch date and time details

  બોલીવુડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ Tubelight નો તેના ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર અને ટીઝર પણ લોકો ઘણું જ પસંદ કર્યું છે. તેમજ સલમાનનાં પિતા સલીમ ખાનને તેમના સૌથી મોટા ક્રિટિકનાં રૂપમાં જોઈ શકાય છે. તેમને છેલ્લા ૨ વર્ષોમાં રીલીઝ થયેલ ત્રણેય ફિલ્મો પસંદ આવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ફિલ્મ Tubelight ને સલમાનની પરફોર્મન્સ માટે એવોર્ડ મળી શકે છે, તો તેમને કહ્યું કે ઘરમાં કોઈ પણ એવોર્ડ માટે લાલચ નથી. સલમાન ખાનને બજરંગી ભાઈજાન અને સુલતાનમાં સારું કામ કર્યું છે અને ફિલ્મ ટ્યૂબલાઈટમાં પણ સારું કામ કર્યું છે. પરંતુ તમે ત્રણેય ફિલ્મોની તુલના ન કરી શકો.

  તેમજ સલમાન ખાને પોતાના ટ્વીટર પર ફિલ્મનું એક પોસ્ટર શેર કરતા ટ્વીટ કરી છે કે, ફિલ્મનું ટ્રેલર આજે રાત્રે ૮ વાગીને ૫૯ મિનીટ પર સ્ટાર પ્લસ અને સ્ટાર ગોલ્ડ પર બતાવવામાં આવશે.

  કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું રેડિયો સોંગ રિલીઝ થયું હતું. આ સોંગને અવાજ કમાલ ખાન અને અમિત મિશ્રાએ આપ્યો છે. સોંગ ઘણું મજેદાર છે જેને સાંભળી તમે ડાંસ કરવા મજબુર થઇ જશો અને તમે પણ ગાશો 'સજન રેડિયો'.

  તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

  ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. બોલિવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ તાજેતરમાં ઘણા કારણોથી ચર્ચામાં છે. તે દરમિયાન એક અન્ય ખબર સામે આવી છે કે, ટ્યુબલાઈટ બોલિવુડની ફર્સ્ટ એવી હિંદી ફિલ્મ છે જેની પાસે ટ્વીટર પર પોતાનું ઈમોજી છે. સૌથી પહેલા ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને આ માહિતી આપી હતી. ત્યારબાદ સલમાને ટ્વીટ કરી કહ્યું કે, ટ્વીટરને ફુલ લાઈટ કરી દેશે હવે ટ્યુબલાઈનું આ ઈમોજી.

  The post સલમાન ખાન નાં પિતાએ જોઈ ફિલ્મ Tubelight, ટ્રેલર આજે ૮:૫૯ વાગ્યે થશે રીલીઝ appeared first on Vishva Gujarat.


  0 0

  Tattoos

   Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  malika

  બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોડા ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તાજેતરમાં તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આઈટમ નંબર અને બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહેનાર મલાઈકાએ પોતાના લુકને વધારે ફેશનેબલ બનાવવા માટે ત્રણ ટેટુ બનાવ્યા છે. મલાઈકા પોતાની બોડી પર ત્રણ ટેટુ બનાવડાવી ચૂકી છે. તેમાં એક ટેટુ તેના હાથ પર છે, જે એક રોમન નંબર છે. આ નંબર 'IX-XI-MMII' છે. બીજું ટેટુ તેની બેક પર છે, જે એક અંગ્રેજી અક્ષર છે. ત્રીજું ટેટુ તેની પીઠ પર છે જેમાં ત્રણ બર્ડ્સ છે જેઓ ઉડી રહ્યા છે.

  જો કે, બોલિવુડમાં ટેટુનું ચલણ ઘણું ફેમસ છે. મલાઈકા સિવાય દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિત ઘણી એક્ટ્રેસે શરીરના અલગ-અલગ અંગો પર ટેટુ બનાવ્યું છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  aliya

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  Deepika

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  Esha

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  kangna

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  mandira bedi

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  priyanka

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  ravina

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  shruti

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  sonakshi

  Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

  sushmita

  The post જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ appeared first on Vishva Gujarat.


  0 0

  Sachin Tendulkar

  Sachin Tendulkar નાં જીવન પર આધારિત ફિલ્મ બની ગઈ છે. 'સચિન અ બિલિયન ડ્રીમ્સ' ૨૬ મે નાં રોજ મોટા પડદા પર રિલીઝ થઇ છે. ફિલ્મને બનાવવા અને Sachin Tendulkar ના જીવન સાથે જોડાયેલ નવી વાત સતત સામે આવી રહી છે. જેમ્સ અર્સકિને આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મને પૂર્ણ કરવા માટે લગભગ સાડા ત્રણ વર્ષ સુધી સતત કેમેરાની સાથે સચિન તેંડુલકરને ફોલો કરવામાં આવ્યા છે. સચિન જ્યાં પણ જતા હતા ત્યાં તેમને ફોલો કરવામાં આવતા હતા. તે દરમિયાન ૧૦ હજાર કલાકના વિડીયો ફૂટેજ શોધવામાં આવ્યા છે. રવિ અને જેમ્સે આ ફિલ્મ બનાવવાના વિચારથી લઈને મોટા પડદા પર લાવવા સુધી દરેક વસ્તુ વિશે જણાવ્યું છે.

  પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મની પાછળ વધારે મહેનત કરવામાં આવી છે. ૬ થી ૮ મહિના તો ફક્ત સચિનને મળવામાં જ નીકળી ગયા હતા. જેમ્સ અર્સકિને જણાવ્યું કે, તે પણ ક્રિકેટ રમતા હતા. તેમને ક્રિકેટનો વધારે શોખ છે. તેમણે ઘણી સ્પોર્ટ્સ ફિલ્મો જોઈ છે અને ત્યાંથી તેમને વિચાર આવ્યો કે સચિન પર પણ આવી એક ફિલ્મ બનવી જોઈએ. જે આપણો રીયલ હીરો છે. સ્પોર્ટ્સમાં તેમનાથી મોટું કોઈ નથી. તેમની સ્ટોરી ઘણા લોકો અને જનરેશન માટે પ્રેરણા છે.

  જેમ્સ અર્સકિને જણાવ્યું કે, ૨૦૧૨ માં અમે સચિન સાથે ફર્સ્ટ ટાઈમ વાત કરી. સચિન સાથે મુલાકાત કરવામાં જ ૬ થી ૮ મહિના લાગી ગયા હતા. ત્યારબાદ તેમને ફિલ્મ માટે તૈયાર કરવામાં સમય લાગ્યો. સચિને કહ્યું કે, તે એક સ્પોર્ટ્સમેન છે. એક્ટિંગ તેમનાથી થશે નહિ. તેમની વાત પર જેમ્સ અર્સકિને કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે તમે એક્ટિંગ કરો. અમે થોડો સમય તમને ફોલો કરીશું અને કેટલીક ખાસ મુમેન્ટ શૂટ કરીશું. પરંતુ એક્ટિંગ હશે નહિ. તમે જે સિચ્યુએશનમાં હશો અમે તેમ જ તેને કેમેરામાં કેદ કરવામાં આવશે. ત્યારબાદ સાડા ત્રણ વર્ષ સુધી કેમેરાની સાથે દરેક જગ્યાએ ફોલો કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સૌથી વધુ સમય એડીટીંગમાં લાગ્યો. લગભગ ત્રણ વર્ષ.

   

  The post જાણો… કેવી રીતે બની ક્રિકેટનાં ભગવાન Sachin Tendulkar ની બાયોપિક appeared first on Vishva Gujarat.


  0 0

  Sachin

  ભારતમાં ક્રિકેટને તહેવારની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં અલગ-અલગ દાયકામાં ઘણા ખેલાડી આવ્યા અને પોતાનું કરતબ બતાવ્યું. પરંતુ એક ખેલાડી એવો છે જેણે દરેક તબક્કાનાં લોકોને પૂરું સમ્માન આપ્યું અને તેમને 'ક્રિકેટનાં ભગવાન' ની ઉપાધિ પણ આપી. આજે Sachin Tendulkar નાં જીવન પર આધારિત 'Sachin: A Billion Dreams' ફિલ્મ રિલીઝ થઇ છે તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે...

  ફિલ્મની સ્ટોરી મુંબઈના દાદર વિસ્તારમાં જન્મેલ સચિન રમેશ તેંડુલકરની છે. જ્યારે દસ વર્ષની ઉંમરમા તેઓ ભારતીય ક્રિકેટ ટીમને ૧૯૮૩ નાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવતા જોવે છે તો તેની અંદર પણ એક અલગ જજ્બા જાગી ઉઠે છે અને તેના ઠીક 28 વર્ષ પછી ૨૦૧૧ માં તે જ સચિન ખુદ પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં બાળપણમાં સચિનનો ક્રિકેટ પ્રતિ લગાવ બતાવવામાં આવ્યો છે. તેની સાથે શિવાજી પાર્કથી લઈને દુનિયાનાં મોટા-મોટા ગ્રાઉન્ડમાં કેવી રીતે આ લિટલ માસ્ટરે ભારતનો ધ્વજ ફરકાવ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તેમની પર્સનલ લાઈફ અને કારકિર્દી સાથે જોડાયેલ વિવાદો પણ બતાવવામાં આવ્યા છે.

  ફિલ્મમાં વૈશ્વિક સ્તરના મહાનતમ ક્રિકેટ ખેલાડી સચિનની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેનાં વિશે દર્શક બહુ ઓછુ જાણે છે. સચિન તેંડુલકરની સાથે-સાથે તેમની પત્ની અંજલિ, પુત્ર અર્જુન અને પુત્રી સારા પણ આ ફિલ્મનો ભાગ છે. જેમને બહુ ઓછી વાતચીત કરતા બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં સચિનના સપનાઓ દર્શાવામાં આવ્યા છે. તેની સાથે ક્રિકેટનાં અલગ-અલગ ફેઝમાં સ્ટ્રગલ પણ બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સચિનના બાળપણથી લઈને અત્યાર સુધીના ઘણા વિડીયો ટેપ્સ પણ છે, જે જોવામાં અને સાંભળવામાં વધારે દિલચસ્પ લાગે છે.

  ફિલ્મ જોવી કે નહિ?
  સચિનનાં ફેંસ અને ક્રિકેટનાં ચાહકોને આ ફિલ્મ ચોક્કસ ગમશે.

  The post Movie Review: ખેલાડીથી લઈને ક્રિકેટના ભગવાન સુધીની મનમોહક સફર ‘Sachin: A Billion Dreams’ appeared first on Vishva Gujarat.


  0 0

  Salman Khan

  Salman Khan આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં Salman Khan એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું રેડિયો સોંગ રિલીઝ થયું હતું. આ સોંગને અવાજ કમાલ ખાન અને અમિત મિશ્રાએ આપ્યો છે. સોંગ ઘણું મજેદાર છે જેને સાંભળી તમે ડાંસ કરવા મજબુર થઇ જશો અને તમે પણ ગાશો 'સજન રેડિયો'.

  તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

  ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. બોલિવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ તાજેતરમાં ઘણા કારણોથી ચર્ચામાં છે. તે દરમિયાન એક અન્ય ખબર સામે આવી છે કે, ટ્યુબલાઈટ બોલિવુડની ફર્સ્ટ એવી હિંદી ફિલ્મ છે જેની પાસે ટ્વીટર પર પોતાનું ઈમોજી છે. સૌથી પહેલા ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને આ માહિતી આપી હતી. ત્યારબાદ સલમાને ટ્વીટ કરી કહ્યું કે, ટ્વીટરને ફુલ લાઈટ કરી દેશે હવે ટ્યુબલાઈનું આ ઈમોજી.

  The post રિલીઝ થયું Salman Khan ની મોસ્ટ અવેટે ફિલ્મ ટ્યુબલાઈટનું ટ્રેલર appeared first on Vishva Gujarat.


  0 0

  Sachin Tendulkar

  ભારતમાં ક્રિકેટને તહેવારની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં અલગ-અલગ દાયકામાં ઘણા ખેલાડી આવ્યા અને પોતાનું કરતબ બતાવ્યું. પરંતુ એક ખેલાડી એવો છે જેણે દરેક તબક્કાનાં લોકોને પૂરું સમ્માન આપ્યું અને તેમને 'ક્રિકેટનાં ભગવાન' ની ઉપાધિ પણ આપી. આજે Sachin Tendulkar નાં જીવન પર આધારિત 'સચિન: અ બિલીયન ડ્રીમ્સ' ફિલ્મ રિલીઝ થઇ છે. લોકોમાં આ ફિલ્મને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ તે દરમિયાન એક વાત છે જે ખટકી રહી છે. Sachin Tendulkar અંતે કેમ તેમની ફિલ્મનું પ્રમોશન કરવા માટે કપિલ શર્માનાં શો પર ગયા નહિ?

  કપિલ શર્માના શો પર મોટા-મોટા સુપરસ્ટાર તેમની ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવે છે તો સચિન કેમ આવ્યા નહિ? જો કે, એવી ખબર છે કે કપિલ શર્મા અને તેમની પૂરી ટીમે સચિનને શો પર બોલાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ વાત બની નહિ. કપિલ ઈચ્છતા હતા કે,સચિન ભલે તેમની ફિલ્મે પ્રમોટ કરવા માટે નાં આવે, ખાલી મહેમાન બનીને તેમના શો પર જાય પરંતુ સચિને તેના માટે હામી ભરી નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, સચિન તેંડુલકરે તેમની ટીમ માટે એક શરત રાખી હતી કેમ તે તેમની ફિલ્મના પ્રમોશન માટે કોઈ હિંદી શો પર જાય નહિ. આ કારણે કપિલ શર્માનાં શોનું પણ પત્તું કટ થઇ ગયું. જો કે,સચિન તેંડુલકર તેમની ફિલ્મનું ઘણા મરાઠી શોઝ પર પ્રમોશન કર્યું હતું. તો હિંદી શોઝ માટે તેમણે કેમ હામી ભરી નહિ? આ કારણ તો ફક્ત સચિન જ બતાવી શકે છે.

  ઉલ્લેખનીય છે કે, ફિલ્મની સ્ટોરી મુંબઈના દાદર વિસ્તારમાં જન્મેલ સચિન રમેશ તેંડુલકરની છે. જ્યારે દસ વર્ષની ઉંમરમા તેઓ ભારતીય ક્રિકેટ ટીમને ૧૯૮૩ નાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવતા જોવે છે તો તેની અંદર પણ એક અલગ જજ્બા જાગી ઉઠે છે અને તેના ઠીક 28 વર્ષ પછી ૨૦૧૧ માં તે જ સચિન ખુદ પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં બાળપણમાં સચિનનો ક્રિકેટ પ્રતિ લગાવ બતાવવામાં આવ્યો છે. તેની સાથે શિવાજી પાર્કથી લઈને દુનિયાનાં મોટા-મોટા ગ્રાઉન્ડમાં કેવી રીતે આ લિટલ માસ્ટરે ભારતનો ધ્વજ ફરકાવ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તેમની પર્સનલ લાઈફ અને કારકિર્દી સાથે જોડાયેલ વિવાદો પણ બતાવવામાં આવ્યા છે.

  The post ….તો આ કારણે કપિલ શર્માના શો પર ફિલ્મના પ્રમોશન માટે ના પહોચ્યા Sachin Tendulkar appeared first on Vishva Gujarat.


  0 0

  Mallika Sherawat sizzles in a beautiful gown at the Cannes 2017 1

  કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો Mallika Sherawat નો બોલ્ડ લુક

  અભિનેત્રી Mallika Sherawat એ પણ કાન્સ ફેસ્ટિવલમાં આ વર્ષે ખુબ જ ધૂમ મચાવી છે. એશ્વર્યા રાય અને સોનમની જેમ તે પણ પોતાના બોલ્ડ લુકમાં રેડ કાર્પેટ જોવા મળી

  કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવતનો બોલ્ડ લુક

  તમને જણાવી દઈએ કે, આ કાન્સ ફેસ્ટિવલમાં પર્પલ કલરનું એક ગાઉન પહેર્યું હતું જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. મલ્લિકા શેરાવતે આ ગાઉન ડિઝાઈનર George Hobeika નું પહેર્યું હતું. મલ્લિકા શેરાવતે ગાઉનની સાથે કોઈ મોંઘા ઘરેણા નહિ પરંતુ માત્ર ઈયરીંગ્સ પહેરી હતી અને લાઈટ મેકઅપમાં હતી.

  કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવતનો બોલ્ડ લુક

  મલ્લિકા શેરાવતે કાન્સ ફેસ્ટિવલમાં ફ્રેન્ચ ફિલ્મ માટે રેડ કાર્પેટ પર ઉતરી હતી. આ ફેસ્ટિવલમાં મલ્લિકા શેરાવતે છોકરીઓને Human Trafficking ના વિશેમાં જાણકારી આપી હતી. મલ્લિકા શેરાવતનો બોલ્ડ લુક અને તેમની વાતોને દર્શકોએ ખુબ જ પસંદ કરી જેના કારણે તે કાન્સ ફેસ્ટિવલમાં ખુબ જ ચર્ચામાં રહી હતી.

  જુઓ આગળ વધુ ફોટોસ.....

  કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવતનો બોલ્ડ લુક

  કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવતનો બોલ્ડ લુક

  કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવતનો બોલ્ડ લુક

  કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવતનો બોલ્ડ લુક

  કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવતનો બોલ્ડ લુક

  કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો મલ્લિકા શેરાવતનો બોલ્ડ લુક

  The post કાન્સ ફેસ્ટિવલમાં જોવા મળ્યો Mallika Sherawat નો બોલ્ડ લુક appeared first on Vishva Gujarat.


  0 0

  Karan Johar ની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  બોલિવુડનાં દિગ્ગજ ડિરેક્ટર Karan Johar નો ગુરુવારે બર્થડે હતો. કરણ જોહરનાં આ બર્થડે સેલિબ્રેશનમાં બોલિવુડની ઘણી હસ્તીઓ સામેલ થઇ હતી. આ સેલિબ્રેશનમાં કિંગ ખાન શાહરુખ, ખેલાડી અક્ષય કુમારથી લઈને રાણા દગ્ગુબત્તી સુધી બધા સ્ટાર્સ સામેલ થયા હતા. આ પાર્ટીમાં અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ ગોર્જીયસ લૂકમાં જોવા મળી હતી. આ સિવાય પાર્ટીમાં સિદ્ધાર્થ કપૂરની સાથે આલિયા ભટ્ટ અને ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે વરુણ ધવન તેમજ તેમની સાથે રણબીર કપૂર સંજય દત્ત લૂકમાં સ્પોટ થયા હતા.

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  આ સિવાય કરણની બર્થડે પાર્ટીમાં અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, આમિર ખાન, કિરણ રાવ, સોનમ કપૂર, કેટરિના કેફ, સુશાંત સિંહ રાજપૂત, કૃતિ સેનન, અર્જુન કપૂર, આદિત્ય કપૂર, ટાઈગર શ્રોફ, દિશા પટની, તબ્બુ, શાહિદ કપૂર, અદીતી રાવ હૈદરી, મોહિત સુરી, ઉદિતા ગોસ્વામી, નેહા ધૂપિયા, આથિયા શેટ્ટી, ફરાહ ખાન, મનીષ મલ્હોત્રા, સોફી ચૌધરી સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

  જુઓ આગળ વધુ ફોટોસ...

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

  The post Karan Johar ની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 175 | 176 | (Page 177) | 178 | 179 | .... | 200 | newer