Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ટ્વિટર પર Amitabh Bachchan ના ૨.૭૦ કરોડ ફોલોઅર્સ, પીએમ મોદી કરતા હજુ પાછળ

$
0
0

Amitabh Bachchan

Amitabh Bachchan ને ટ્વીટર પર ફોલો કરનાર ફોલોઅર્સની સંખ્યા ૨.૭૦ કરોડ પહોચી ગઈ છે. Amitabh Bachchan એ તેના પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તે પોતાને નસીબદાર અને સમ્માનિત અનુભવી રહ્યા છે. અમિતાભે શનિવારે રાત્રે ટ્વીટ કરી કે, 'ટ્વીટર પર ૨.૭૦ કરોડ ફોલોઅર્સ! ૨.૭૦ કરોડ! હું વાસ્તવમાં નસીબદાર અને સમ્માનિત અનુભવ કરી રહ્યો છે. અમિતાભ અન્ય કલાકારો જેવા કે, શાહરૂખ ખાન (૨.૫૧ કરોડ), સલમાન ખાન (૨.3 કરોડ), આમિર ખાન (૨.૦૯ કરોડ), પ્રિયંકા ચોપડા (૧.૭૪ કરોડ) અને દીપિકા પાદુકોણ (૧.૮૫ કરોડ) કરતા આગળ છે.

જો કે, અમિતાભ હજુ પણ પીએમ નરેન્દ્ર મોદી કરતા પાછળ છે. મોદીના ટ્વીટર પર ૩.૦૨ કરોડ ફોલોઅર્સ છે. અમિતાભે રાજનીતિ પર આધારિત પોતાની તાજેતરની રિલીઝ ફિલ્મ 'સરકાર-3' માં સુભાષ નાગરેનો રોલ પ્લે કર્યો હતો. અત્યારે અમિતાભ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આમિર ખાન અને ફાતિમા સના શેખ પણ છે.

ઉલ્લેખનીય છે કે, ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરુ કરવામાં આવશે અને આગામી વર્ષે દિવાળીનાં અવસર પર આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં પણ આમિરનું નવું લૂક જોવા મળશે. આમિર ખાન પણ આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહિત છે. દંગલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા પછી હવે આમિર ખાન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. યશરાજ બેનર માટે આ ફિલ્મમાં આમિર ખાન ફર્સ્ટ ટાઈમ અમિતાભ બચ્ચનની સાથે કામ કરી રહ્યા છે.

The post ટ્વિટર પર Amitabh Bachchan ના ૨.૭૦ કરોડ ફોલોઅર્સ, પીએમ મોદી કરતા હજુ પાછળ appeared first on Vishva Gujarat.


Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

$
0
0

Bollywood

 આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

sushmita

ઘણીવાર એવું જોવા મળે છે કે, બોલિવુડ સ્ટાર્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના કો-સ્ટારના પ્રેમમાં પડી જાય છે અને પોતાના જીવનસાથીને ઠગતા હોય છે. પરંતુ ફિલ્મી દુનિયામાં તે સામાન્ય વાત થઇ ગઈ છે. અહીં તો બોલિવુડ સ્ટાર્સના ઘણા અફેર હોય છે. આજે અમે તે સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ જેમના એક કરતા વધારે અફેર રહ્યા છે.

વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન:
ફિલ્મ દસ્તકના શૂટિંગ દરમિયાન સુષ્મિતા સેન વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી ગઈ હતી. જો કે, વિક્રમ ભટ્ટ પહેલાથી જ મેરિડ હતા. આ વાતને લઈને વિક્રમ ભટ્ટ પોતે કન્ફયુઝ થઈ ગયા હતા.

આમિર ખાન અને કિરણ રાવ

aamir

આમિર ખાન અને કિરણ રાવ :
આમિર ખાને તેમની બાળપણની ફ્રેન્ડ રીના દત્ત સાથે ૧૯૮૬ માં મેરેજ કર્યા હતા પરંતુ આ મેરેજ ૧૬ વર્ષ સુધી ટક્યા હતા. ત્યારબાદ તેમના તલાક થઇ ગયા હતા. રીના દત્તાએ આરોપ લગાવ્યો હતો કે, આમિરનું કોઈ અન્ય સાથે અફેર છે.

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો

saif

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો :
સૈફ અલી ખાને તેના ફર્સ્ટ મેરેજ અમૃતા સિંહ સાથે કર્યા હતા જે તેમના કરતા 12 વર્ષ મોટી હતી. ત્યારબાદ સૈફ એક વિદેશી મોડલના પ્રેમમાં પડી ગયા અને ત્યારબાદ તેમણે કરીના કપૂર સાથે મેરેજ કરી લીધા.

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય

shatrughan

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય :
શત્રુઘ્ન સિન્હાએ પૂનમ સિન્હા સાથે મેરેજ કર્યા હોવા છતાં તે રીના રોયને ડેટિંગ કરી રહ્યા છે એવા ન્યૂઝ સાંભળવા મળ્યા હતા.

ગોવિંદા અને રાણી મુખરજી

govinda

ગોવિંદા અને રાણી મુખરજી :
ગોવિંદા અને રાણી ફિલ્મ 'હદ કરદી આપને' ના સેટ પર એકબીજાને ક્લોઝ આવ્યા હતા. પરંતુ તે સમયે ગોવિંદા પહેલાથી જ સુનીતા આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.

બોની કપૂર અને શ્રીદેવી

4

બોની કપૂર અને શ્રીદેવી:
બોની કપૂર પહેલાથી જ મેરિડ હોવા છતાં શ્રીદેવીએ તેમની સાથે મેરેજ કર્યા હતા.

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન

arjun-kapoor

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન:
અર્જુન કપૂર સલમાનની બહેન અર્પિતાને ડેટ કરી રહ્યા હતા પરંતુ ત્યારે પણ તેમના અફેરની ચર્ચા મલાઈકા અરોડા ખાન સાથે થવા લાગી હતી.

 

 

The post Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર appeared first on Vishva Gujarat.

Priyanka Chopra ને મળશે દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ

$
0
0

Priyanka Chopra

અભિનેત્રી Priyanka Chopra ની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ 'બેવોચ' બહુ જલ્દી રિલીઝ થવાની છે. તે દરમિયાન Priyanka Chopra માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. ૧ જૂને પ્રિયંકા ચોપડા અને તેની માતા મધુ ચોપડાને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ કેટેગરી નિર્ધારિત કરનાર ટીમે આ નિર્ણય લીધો છે અને પ્રિયંકાને આ એવોર્ડ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવા અને ઇન્ટરનેશનલી સારું પરફોર્મ કરવા માટે આપવામાં આવી રહ્યો છે. જ્યારે તેની માતા મધુ ચોપડાને મરાઠી ફિલ્મ વેંટીલેટર માટે આપવામાં આવશે. આ વખતે દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડમાં ઇન્ટરનેશનલી સારું પરફોર્મ કરનાર એક્ટરની નવી કેટેગરી બનાવવામાં આવી છે. મધુ ચોપડા ફિલ્મ વેંટીલેટરની નિર્માતા રહી ચૂકી છે અને આ ફિલ્મને નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ હોલિવુડની દુનિયામાં ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા પ્રિયંકા પીપલ્સ ચોઇસ એવોર્ડ્સમાં તે કંઇક અલગ અંદાજમાં સામેલ થઇ હતી. આ પહેલા પણ પ્રિયંકા હોલિવુડના એવોર્ડ્સ શો માં પણ હાજરી આપી ચૂકી છે. પ્રિયંકા ચોપડાએ અમેરિકી ટીવી સિરીઝ માટે પીપલ્સ ચોઈસ એવોર્ડ્સમાં ફેવરેટ એક્ટ્રેસનો એવોર્ડ્સ જીત્યો છે. પ્રિયંકા ગયા વર્ષે અમેરિકી ટીવી સીરીઝ 'ક્વાંટિકો' થી ઘણી પોપ્યુલર થઈ છે. પ્રિયંકાને બોલિવુડ અને હોલિવુડમાં ઘણી પ્રશંસા મળી છે. હવે તે પોતાની પ્રથમ હોલિવુડ ફિલ્મ 'બેવોચ' માં કામ કરી રહી છે, જેમાં તેની સાથે ડ્વેન જ્હોનસન (ધ રોક) અને જેક એફ્રાન જેવા હોલિવુડ સ્ટાર મેઈન રોલમાં નજર આવશે.

The post Priyanka Chopra ને મળશે દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ appeared first on Vishva Gujarat.

જાણો કોની સાથે Shweta Tiwari ની પુત્રી બોલિવુડમાં કરશે ડેબ્યુ

$
0
0

Shweta Tiwari

ટીવી એક્ટ્રેસ Shweta Tiwari ની મોટી પુત્રી પલક તિવારી બહુ જલ્દી મોટા પડદા પર નજર આવી શકે છે. Shweta Tiwari ની પુત્રી દર્શિલ સફારી સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે. શ્વેતા તિવારીએ કહું કે, તેમની પુત્રી બોલિવુડમાં ડેબ્યુ માટે તૈયાર છે અને કેટલાક પ્રોજેક્ટ પર વાતચીત ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, શ્વેતાની પુત્રી પલક 'તારે જમીન પર' ફિલ્મથી ફેમસ થનાર દર્શીલ સફારીની સાથે ફિલ્મ 'ક્વીકી' થી પોતાની કારકિર્દીની શરુઆત કરી શકે છે. શ્વેતાએ કહ્યું કે, હાં, પલક ફિલ્મ ડેબ્યુ કરવા જઈ રહી છે. દર્શિલની સાથે એક ફિલ્મ માટે તેની વાતચીત થઇ રહી છે. સત્તાવાર નિવેદન બહુ જલ્દી જારી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરતી હોય છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી. ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા. જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૭ ની સૌથી ચર્ચિત ફિલ્મ 'તારે ઝમી પર' થી ફેમસ થયેલ એક્ટર દર્શિલ સફારી એકવાર ફરીથી મોટા પડદા પર નજર આવશે. આ ફિલ્મનું નામ 'ક્વીકી' છે અને આ એક ટીનેજ લવ સ્ટોરી હશે. ફિલ્મનું નિર્દેશન પ્રદીપ અતલુરી કરશે, જ્યારે ફિલ્મને ટોની ડિસોઝા, અમુલ વિકાસ મોહન અને નીતિન ઉપાધ્યા પ્રોડ્યુસ કરશે. ફિલ્મના પોસ્ટર પર લખ્યું છે, બફરીંગ, નો સફરિંગ. આ સિવાય આ ફિલ્મની સ્ટોરી સાચી ભાવનાઓ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, 'તારે ઝમી પર' પછી દર્શિલ 'બમ બમ બોલે' અને 'ઝોકોમોન' જેવી ફિલ્મોમાં નજર આવ્યા હતા. દર્શિલને 'તારે ઝમી પર' માટે દર્શિલને ફિલ્મફેરના બેસ્ટ એક્ટર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

The post જાણો કોની સાથે Shweta Tiwari ની પુત્રી બોલિવુડમાં કરશે ડેબ્યુ appeared first on Vishva Gujarat.

જુઓ….ટીવી અભિનેત્રી Sonarika Bhadoria ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

$
0
0

TV actress Sonarika Bhadoria Instagram Photos

ટીવી અભિનેત્રી Sonarika Bhadoria ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

‘દેવોના દેવ મહાદેવ’ ની ‘પાર્વતી’ એટલે Sonarika Bhadoria એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક સુંદર તસ્વીરોને શેર કરી

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

‘દેવોના દેવ...મહાદેવ’ સીરીયલમાં ‘પાર્વતી’ નું પાત્ર નિભાવી ચુકેલી અભિનેત્રી સોનારિકા ભદોરિયા આ દિવસોમાં બીચના કિનારે પોતાનો સમય વિતાવી રહી છે.

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

સોનારિકા ભદોરિયાના વિષે એવા સમાચાર આવ્યા હતા તે સોની ટીવીની એક ઐતહાસિક સીરીયલની સાથે ટીવી પર વાપસી કરવાની છે.

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

તમને જણાવી દઈએ કે, છેલ્લા દિવસોમાં સોનારિકા હોલીડે એન્જોય કરવા ગઈ હતી અને ત્યાંની કેટલીક તસ્વીરો તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જે ખુબ જ વાયરલ થઈ હતી.

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

આ તસવીરોના કારણે સોનારિકાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી.

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

બાદમાં સોનારિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “થોડા સમય પહેલા મે બિકીનીમાં તસ્વીર પોસ્ટ કરી હતી અને થોડા સમય બાદ મારે ડીલીટ કરવી પડી કેમકે જે તરીકેની ટિપ્પણી કરવામાં આવી રહી હતી તે તેણે શહન કરી શક્યા નહિ.

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

B

આ પોસ્ટને થોડા સમય બાદ જ સોનારિકાએ આ પોસ્ટને ડીલીટ કરી દીધી અને પોતાની ઘણી બધી બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ....

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયાના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

The post જુઓ….ટીવી અભિનેત્રી Sonarika Bhadoria ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.

સલમાન ખાનના કારણે બંધ નહિ થયા Kapil Sharma નો શો, જાણો કેમ?

$
0
0

Kapil Sharma

થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, Kapil Sharma નો શો બંધ થવાનો છે. તેના બે કારણ જણાવવામાં આવી રહ્યા હતા. એક કે, શોને હવે તેટલા રેટિંગ મળી નથી રહ્યા જેટલા પહેલા મળતા હતા અને બીજું કારણ સલમાન તેમનો હિટ શો 'દસ કા દમ' લઈને આવના હતા. જો કે, હવે એવી ખબરો સામે આવી રહી છે કે, Kapil Sharma નો શો હજુ થોડા દિવસ સુધી ચાલતો રહેશે. તેના માટે તેના માટે કપિલે સલમાનનો આભાર માનવો જોઈએ. હવે તમે પૂછશો કેમ તો તેનું કારણ છે સલમાન ખાનનો અપકમિંગ શો 'દસ કા દમ' થોડા દિવસ પછી ટીવી પર શરુ થશે, જેના કારણે કપિલ શર્માનાં શોને થોડો વધારે સમય મળી જશે.

બોલિવુડનાં ભાઈજાન સલમાન ખાન અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. જે આ વર્ષે ઇદના અવસર પર રિલીઝ કરવામાં આવશે. તેની સાથે-સાથે સલમાન ખાન તેમની નવી ફિલ્મ ટાઈગર જિંદા હે નાં શૂટિંગમાં પણ વ્યસ્ત છે. જેમાં તે ઘણા સમય પછી કેટરીના કેફની સાથે જોવા મળશે. આપણે બધા જાણીએ છીએ કે, સુનીલ ગ્રોવર કોમેડી કિંગ બની ચૂક્યા છે અને તેમના વગર હવે 'ધ કપિલ શર્મા શો' માં પહેલા જેવી વાત રહી નથી. જ્યારથી સુનીલ ગ્રોવરે શો છોડ્યો છે ત્યારથી દર્શક ડૉ. મશહૂર ગુલાટીને શોમાં મિસ કરી રહ્યા છે. શોના હોસ્ટ કપિલ શર્મા પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે કે તે તેમના ફેંસને ખુશ કરી શકે અને ટીઆરપીમાં ફરીથી આગળ આવી શકે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મામુશ્કેલીમાં આવી ગયા છે. 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું હતું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post સલમાન ખાનના કારણે બંધ નહિ થયા Kapil Sharma નો શો, જાણો કેમ? appeared first on Vishva Gujarat.

કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે

$
0
0

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 1
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 2

કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 3

કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 4

કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 5

આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 6

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 7

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 8

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 9

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 10

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 11

The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.

જવાનોના પરિજનોને મદદ કરવા પર ભડક્યા નક્સલી, Akshay-સાઈનાને આપી ધમકી

$
0
0

Akshay

બોલિવુડ એક્ટર Akshay Kumar અને બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને માઓવાદીઓ તરફથી ધમકી મળી છે. નક્સલી હુમલમાં મૃત્યુ પામેલા જવાનોના પરિવારની આર્થિક મદદ કરવા માટે પીપલ્સ લિબરેશન ગુરીલ્લા આર્મીએ એક પરચો જારી કહ્યું કે, તેઓ તેમની કડક નિંદા કરે છે. પ્રેસ નોટમાં સ્ટાર્સને ધમકાવવાની સાથે-સાથે નક્સલીઓએ સીઆરપીએફનાં શહીદ જવાનો માટે આપત્તિજનક શબ્દનો પ્રયોગ પણ કર્યો છે. પ્રેસ નોટમાં નક્સલીઓએ લખ્યું કે, તેમને દેશભક્ત કહેવાય નહિ પરંતુ દેશની ગરીબ જનતાનાં હત્યારા છે. બસ્તરમાં અર્ધસૈનિક દળોની તૈનાતી ગરીબ જનતાનાં દમન માટે કરવામાં આવી છે. ખૂની કૂતરાને શહીદ માનીને સીનીયર એક્ટર અક્ષય કુમાર અને સાઈના નેહવાલ દ્ધારા પીજીએલએનાં હુમલામાં માર્યા ગયેલ જવાનોના પરિવારની આર્થિક મદદની કડક નિંદા કરે છે.

વાસ્તવમાં, છત્તીસગઢના સુકમામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલ નક્સલી હુમલામાં કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળ એટલે કે, સીઆરપીએફનાં ૨૫ જવાનોના મોત થયા હતા. અક્ષય કુમાર અને સાઈના નેહવાલે મૃતક જવાનોના પરિજનોને આર્થિક મદદ આપવાની ઘોષણા કરી હતી. તાજેતરમાં અક્ષય કુમારે હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાનોના પરિવારોને આર્થિક મદદ આપવા માટે 'ભારત કે વીર' એપ બનાવી છે. આ એપને ભારત સરકારની સાથે મળીને બનાવવામાં આવી છે. જેને ગયા મહીને લોન્ચ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ સામેલ થયા હતા.

The post જવાનોના પરિજનોને મદદ કરવા પર ભડક્યા નક્સલી, Akshay-સાઈનાને આપી ધમકી appeared first on Vishva Gujarat.


ટ્વિટ પર પરત આવ્યા Abhijeet Bhattacharya, કહ્યું- દેશવિરોધીઓ નહિ દબાવી શકે મારો અવાજ

$
0
0

Abhijeet Bhattacharya

થોડા દિવસ પહેલા મહિલાઓ પર આપત્તિજનક ટ્વીટસ કરવાના કારણે સિંગર Abhijeet Bhattacharya નું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે Abhijeet Bhattacharya એ સાત દિવસ પછી ટ્વીટર પર એક નવું એકાઉન્ટ બનાવી ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે. અભિજીતે આ નવા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે વંદે માતરમ બોલતા વિડીયોની શરુઆત કરી છે. અભિજીતે આ વિડીયોમાં આગળ કહ્યું કે, તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમના નામથી એકાઉન્ટ બનાવી તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ કારણે તેમણે નવું એકાઉન્ટ બનાવી આ વિડીયો પોસ્ટ કર્યો છે. અભિજીતે આગળ કહ્યું કે, હું તે લોકોની વિરુધ્ધ છુ જેઓ દેશની અને ઇન્ડિયન આર્મીની વિરુધ્ધ છે.

સિંગર અભિજીત ભટ્ટાચાર્યનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનાં મામલે અભિજીતે કહ્યું કે, જો ટ્વીટરે તેમને સસ્પેન્ડ કર્યો છે તો તે પોતાનું યુ-ટ્યુબ એકાઉન્ટ ખોલશે અને પોતાના ફેંસ સાથે યુ-ટ્યુબ દ્ધારા જોડાશે. અભિજીતે શેહલા રાશિદને પણ નસીહત આપી અને તેમને દેશ માટે ખતરનાક જણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, અભિજીતે શેહલા રાશિદને બીજેપી નેતાઓનાં સેક્સ રેકેટ ચલાવવાનાં આરોપો વાળી ટ્વીટનો જવાબ આપતા શેહલાનાં ચરિત્રને લઈને આપત્તિજનક ટ્વીટ કરી હતી. તેની સાથે અભિજીતે એવુ પણ કહ્યું કે, તે તેમની ટ્વીટ પર અફસોસ કરતા નથી અને શેહલા રાશિદ માટે જીન શબ્દનો પ્રયોગ કર્યો તે બરાબર છે.

ઉલ્લેખનીય છે કે, અભિજીતનાં સપોર્ટમાં સિંગર સોનુ નિગમે પણ તેમનું ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. તેના પર અભિજીતે કહ્યું કે, તે સોનુના આ પગલાથી વધારે ખુશ છે. સોનુ નિગમે લખ્યું કે, અભદ્ર ભાષાનાં પ્રયોગના કારણે સિંગર અભિજીતનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે પરંતુ જે લોકોને ભડકાવ્યા તેના પર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ત્યારબાદ એવા લોકોની વિરુદ્ધ કોઈ પગલું ઉઠાવ્યું જેઓ ઘણીવાર લોકો ગાળો લખે છે. અરુંધતી રોય પર તેમણે લખ્યું કે, જો તેમને કાશ્મીર મુદ્દા પર પોતાની રાય રાખવાનો હક છે તો તેના પર નારાજ થનાર પણ પોતાની વાત આ પ્લેટફોર્મ જાહેરમાં રાખી શકે છે.

The post ટ્વિટ પર પરત આવ્યા Abhijeet Bhattacharya, કહ્યું- દેશવિરોધીઓ નહિ દબાવી શકે મારો અવાજ appeared first on Vishva Gujarat.

‘Thugs of Hindostan’નો ફર્સ્ટ શાનદાર લોગો થયો રિલીઝ

$
0
0

Thugs of Hindostan

આમિર ખાનની દંગલ અત્યારે ચીનમાં ધમાકેદાર કમાણી કરી રહી છે. હવે આમિર ખાન બહુ જલ્દી ફિલ્મ Thugs of Hindostan નું શૂટિંગ શરુ કરવાના છે. ફિલ્મનું શૂટિંગ ૫ જૂનથી શરુ થશે. હવે આ ફિલ્મનો ફર્સ્ટ લોગો રિલીઝ કરવામાં આવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું કે, Thugs of Hindostan આવતા વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના ખાસ હિસ્સાનાં શૂટિંગ માટે યશરાજ પ્રોડક્શને બે મોટા જહાજ પણ તૈયાર કરાવ્યા છે. જ્યાં ઘણા ઓછા લોકોને જવાની પરવાનગી છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની ફેમસ અભિનેત્રી કેટરીના કેફ મહાનાયક અમિતાભ બચ્ચન અને મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાનની સાથે કામ કરતા નજર આવશે. બોલિવુડ નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્ય ફિલ્મ 'ઠગ ઓફ હિન્દુસ્તાન' નિર્દેશિત કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ 'ઠગ ઓફ હિન્દુસ્તાન' માં કેટરીના ડાંસરનો રોલ પ્લે કરતા નજર આવશે. તેની સાથે તે ફિલ્મમાં એક આઈટમસોંગ કરતા પણ નજર આવશે.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા 'કન્ફેશન્સ ઓફઅ ઠગ' પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ 'ધૂમ' ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે.

આ ફિલ્મમાં પણ આમિરનું નવું લૂક જોવા મળશે. આમિર ખાન પણ આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહિત છે. દંગલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા પછી હવે આમિર ખાન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. યશરાજ બેનર માટે આ ફિલ્મમાં આમિર ખાન ફર્સ્ટ ટાઈમ અમિતાભ બચ્ચનની સાથે કામ કરી રહ્યા છે.

The post ‘Thugs of Hindostan’ નો ફર્સ્ટ શાનદાર લોગો થયો રિલીઝ appeared first on Vishva Gujarat.

જાણો.. બોક્સ ઓફિસ પર Sachin ની ફિલ્મે કેટલી કરી કમાણી

$
0
0

Sachin Tendulkar

માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar નાં જીવન પર આધારિત ફિલ્મ 'સચિન: અ બિલિયન ડ્રીમ્સ' એ ત્રીજા દિવસે એટલે કે રવિવારે સિનેમાઘરોમાં શાનદાર કમાણી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'સચિન: અ બિલિયન ડ્રીમ્સ' એ ત્રીજા દિવસે ૧૦.૨૫ કરોડની કમાણી કરી છે. પ્રથમ દિવસે ૮.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરનાર આ ફિલ્મે બીજા દિવસે પણ સારી કમાણી કરી હતી. શનિવારે ફિલ્મે ૯.૨૦ કરોડની કમાણી કરી હતી. આ પ્રકારે વિકેન્ડ પર ફિલ્મે ૨૭.૮૫ કરોડની કમાણી કરી છે. ભારતમાં ક્રિકેટને તહેવારની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં અલગ-અલગ દાયકામાં ઘણા ખેલાડી આવ્યા અને પોતાનું કરતબ બતાવ્યું. પરંતુ એક ખેલાડી એવો છે જેણે દરેક તબક્કાનાં લોકોને પૂરું સમ્માન આપ્યું અને તેમને 'ક્રિકેટનાં ભગવાન' ની ઉપાધિ પણ આપી. શુક્રવારે Sachin Tendulkar નાં જીવન પર આધારિત 'સચિન: અ બિલીયન ડ્રીમ્સ' ફિલ્મ રિલીઝ થઇ છે.

ફિલ્મની સ્ટોરી મુંબઈના દાદર વિસ્તારમાં જન્મેલ સચિન રમેશ તેંડુલકરની છે. જ્યારે દસ વર્ષની ઉંમરમા તેઓ ભારતીય ક્રિકેટ ટીમને ૧૯૮૩ નાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવતા જોવે છે તો તેની અંદર પણ એક અલગ જજ્બા જાગી ઉઠે છે અને તેના ઠીક 28 વર્ષ પછી ૨૦૧૧ માં તે જ સચિન ખુદ પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં બાળપણમાં સચિનનો ક્રિકેટ પ્રતિ લગાવ બતાવવામાં આવ્યો છે. તેની સાથે શિવાજી પાર્કથી લઈને દુનિયાનાં મોટા-મોટા ગ્રાઉન્ડમાં કેવી રીતે આ લિટલ માસ્ટરે ભારતનો ધ્વજ ફરકાવ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તેમની પર્સનલ લાઈફ અને કારકિર્દી સાથે જોડાયેલ વિવાદો પણ બતાવવામાં આવ્યા છે.

ફિલ્મમાં વૈશ્વિક સ્તરના મહાનતમ ક્રિકેટ ખેલાડી સચિનની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેનાં વિશે દર્શક બહુ ઓછુ જાણે છે. સચિન તેંડુલકરની સાથે-સાથે તેમની પત્ની અંજલિ, પુત્ર અર્જુન અને પુત્રી સારા પણ આ ફિલ્મનો ભાગ છે. જેમને બહુ ઓછી વાતચીત કરતા બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં સચિનના સપનાઓ દર્શાવામાં આવ્યા છે. તેની સાથે ક્રિકેટનાં અલગ-અલગ ફેઝમાં સ્ટ્રગલ પણ બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સચિનના બાળપણથી લઈને અત્યાર સુધીના ઘણા વિડીયો ટેપ્સ પણ છે, જે જોવામાં અને સાંભળવામાં વધારે દિલચસ્પ લાગે છે.

The post જાણો.. બોક્સ ઓફિસ પર Sachin ની ફિલ્મે કેટલી કરી કમાણી appeared first on Vishva Gujarat.

તમને દંગ કરી દેશે બોલિવુડ સ્ટાર્સના આ Wedding Cards!

$
0
0

શાહીદ કપૂર અને મીરા રાજપૂત

Shahid Kapoor and Mira Rajput

આ છે શાહીદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નનુ કાર્ડ, જે દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક છે. આ કાર્ડની બધી ડિટેલ્સ શાહિદ કપૂરે પસંદ કરી હતી. નામથી લઈને રંગ સુધી. આ કાર્ડની નીચે એવુ લખવામાં આવ્યુ છે કે 'નો ગિફ્ટ પ્લીઝ, ઓનલી બ્લેશિંગ'. આ કાર્ડમાં મીરા રાજપૂતના માતા-પિતા બેલા અને વિક્રમાદિત્ય રાજપૂત તથા શાહિદના માતા-પિતા નીલિમા અઝીમ અને પંકજ કપૂરના નામ લખવામાં આવ્યા છે. સાથે તેની સાવકી માતા સુપ્રિયા પાઠકનુ નામ પણ છે.

એશ્વર્યા અને અભિષેક બચ્ચન

aishwarya
આ છે એશ્વર્યા અને અભિષેકનું વેડિંગ કાર્ડ. આ કાર્ડની સૌથી સારી વસ્તુ છે હિન્દીમાં લખવામાં આવેલ આમંત્રણ જે તેને એકદમ બચ્ચન પરિવારની વિરાસતની જેમ ખાસ બનાવી દે છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

saif
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનું વેડિંગ કાર્ડ પણ શાહિદ અને મીરાંના કાર્ડ સાથે થોડું મેચ થાય છે. બંનેના વેડિંગ કાર્ડ ખૂબ સુંદર છે.

સોહા અને કૃણાલ ખેમુ

Soha Ali Khan and Kunal Khemuસોહા અને કૃણાલ ખેમુનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ હતું. સોહા અને કૃણાલ બંને સિમ્પલ મેરેજ કરવા ઈચ્છતા હતા.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

shilpaશિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ચમકતું-દમકતું અને ભારે ભરખમ હતું.
તેમનું વેડિંગ કાર્ડ ખરેખર બ્યુટીફૂલ હતું.

રિતેશ અને જેનેલિયા

ritesh and geneliaરિતેશ અને જેનેલિયાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ક્યુટ છે. જો કે, આ બંને પણ બોલિવુડનું ક્યુટ કપલ છે.

અર્પિતા અને આયુષ

arpita1સલમાને તેની બહેન અર્પિતાના મેરેજમાં કંઇ કમી રાખી હતી નહિ. તે તમને અર્પિતા અને આયુષનું વેડિંગ કાર્ડ જોઇને જ ખબર પડી જશે.

દિયા મિર્ઝા અને સાહિલ

Dia Mirza-Sahil Sangha

દિયા મિર્ઝા અને સાહિલ સાંધાનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ અને બ્યુટીફૂલ હતુ. તેમજ વેડિંગના કાર્ડની સાથે મોતીચૂરના લાડુ પણ હતા.

વિવેક અને પ્રિયા

Vivek Oberoi and Priyanka Alvaવિવેક ઓબેરોય પોતાનું વેડિંગ કાર્ડ પોતાના કપડા સાથે મેચ કર્યું હતું. જો કે, રેડ કલરનું વેડિંગ કાર્ડ આકર્ષક હતું.

ઇમરાન ખાન અને અવંતિકા

Imran Khan and Avantika Kapoor

ઇમરાન ખાન અને અવંતિકાનું વેડિંગ કાર્ડ એટલું ખાસ હતું કે તે લોકોના દિલને સ્પર્શી ગયું હતું.

અસીન અને રાહુલ શર્મા

rahulઅસીન અને રાહુલ શર્માનું વેડિંગ કાર્ડ એકદમ યુનિક હતું. ગોલ્ડન કલરના આ કાર્ડ પર લખ્યું હતું કે, "Save The Date: Celebrating Asin and Rahul. Saturday January 23, 2016. Invite to Follow."

ઈશા દેઓલ અને ભરત તખ્તાની

Esha Deol-Bharat Takhtaniઈશા દેઓલના મેરેજમાં કોઈ વાતની કમી જોવા મળી નહોતી. ઇશાનું વેડિંગ કાર્ડ પણ કંઇક હટકે જ હતુ. તેમના મેરેજ પણ વધારે શાનદાર હતા.

The post તમને દંગ કરી દેશે બોલિવુડ સ્ટાર્સના આ Wedding Cards! appeared first on Vishva Gujarat.

એકવાર ફરીથી બનશે Akshay અને રવિનાની જોડી, આ ટીવી શોમાં આવશે નજર

$
0
0

Akshay Kumar

થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, Akshay Kumar નાના પડદા પર જજ તરીકે પરત આવી રહ્યા છે. તેમને 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' ની આગામી સીઝન માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. પરંતુ હવે શો મેકર્સે Akshay Kumar ની એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રવીના ટંડનને પણ શોમાં જજ બનાવવા માટેની વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, રવીના આ શોમાં દિલચસ્પી બતાવી છે પરંતુ હજુ સુધી તેમણે શો સાઈન કર્યો નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, અક્ષય આ શોના મુખ્ય જજ હશે અને તેમને શોમાં સુપર બોસ કહેવામાં આવશે. અક્ષયે તેની પહેલા નાના પડદા પર 'ડેર ટુ ડાંસ અને ખતરો કે ખેલાડી' જેવા શો કર્યા છે. અક્ષય ઘણા રિયાલીટી શોમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે પણ નજર આવી ચૂક્યા છે. રવીના અત્યારે રિયાલીટી શો સબસે બડા કલાકારને જજ કરી રહી છે. હમણાં થોડા સમય પહેલા રવીનાની ફિલ્મ માતૃ પણ રિલીઝ થઇ છે.

તમને જણાવી દઈએ કે, ૯૦ નાં દાયકામાં અક્ષય અને રવીનાનું અફેર હતું અને બંને સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ આ રિલેશન વધારે લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ અક્ષયે શિલ્પા શેટ્ટીને ડેટ કરી પરંતુ તેમનું રિલેશન આગળ વધી શક્યું નહિ અને પછી અક્ષયે ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કરી લીધા. ફિલ્મોની વાત કરવામાં આવે તો અક્ષય અત્યારે પેડમેનનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મમાં તેમની અપોઝીટ સોનમ કપૂર છે. તેની સાથે ફિલ્મમાં અમિતાભ બચ્ચન કેમિયો કરતા પણ દેખાશે.

The post એકવાર ફરીથી બનશે Akshay અને રવિનાની જોડી, આ ટીવી શોમાં આવશે નજર appeared first on Vishva Gujarat.

OMG! એકવાર ફરીથી સસ્પેન્ડ થયું સિંગર Abhijeet Bhattacharya નું ટ્વિટર એકાઉન્ટ

$
0
0

Abhijeet Bhattacharya

સિંગર Abhijeet Bhattacharya નું ટ્વીટર એકાઉન્ટ ફરીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા મહિલાઓ પર આપત્તિજનક ટ્વીટસ કરવાના કારણે સિંગર Abhijeet Bhattacharya નું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ અભિજીતે સાત દિવસ પછી ટ્વીટર પર એક નવું એકાઉન્ટ બનાવી ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પરંતુ ત્યારબાદ તેમને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમનું ટ્વીટર એકાઉન્ટ ફરીથી સસ્પેન્ડ થઇ ગયું.

ઉલ્લેખનીય છે કે, અભિજીતે આ નવા એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે વંદે માતરમ બોલતા વિડીયોની શરુઆત કરી હતી. અભિજીતે આ વિડીયોમાં આગળ કહ્યું કે, તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમના નામથી એકાઉન્ટ બનાવી તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ કારણે તેમણે નવું એકાઉન્ટ બનાવી આ વિડીયો પોસ્ટ કર્યો છે. અભિજીતે આગળ કહ્યું કે, હું તે લોકોની વિરુધ્ધ છુ જેઓ દેશની અને ઇન્ડિયન આર્મીની વિરુધ્ધ છે.

સિંગર અભિજીત ભટ્ટાચાર્યનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનાં મામલે અભિજીતે કહ્યું કે, જો ટ્વીટરે તેમને સસ્પેન્ડ કર્યો છે તો તે પોતાનું યુ-ટ્યુબ એકાઉન્ટ ખોલશે અને પોતાના ફેંસ સાથે યુ-ટ્યુબ દ્ધારા જોડાશે. અભિજીતે શેહલા રાશિદને પણ નસીહત આપી અને તેમને દેશ માટે ખતરનાક જણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, અભિજીતે શેહલા રાશિદને બીજેપી નેતાઓનાં સેક્સ રેકેટ ચલાવવાનાં આરોપો વાળી ટ્વીટનો જવાબ આપતા શેહલાનાં ચરિત્રને લઈને આપત્તિજનક ટ્વીટ કરી હતી. તેની સાથે અભિજીતે એવુ પણ કહ્યું કે, તે તેમની ટ્વીટ પર અફસોસ કરતા નથી અને શેહલા રાશિદ માટે જીન શબ્દનો પ્રયોગ કર્યો તે બરાબર છે.

ઉલ્લેખનીય છે કે, અભિજીતનાં સપોર્ટમાં સિંગર સોનુ નિગમે પણ તેમનું ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. તેના પર અભિજીતે કહ્યું કે, તે સોનુના આ પગલાથી વધારે ખુશ છે. સોનુ નિગમે લખ્યું કે, અભદ્ર ભાષાનાં પ્રયોગના કારણે સિંગર અભિજીતનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે પરંતુ જે લોકોને ભડકાવ્યા તેના પર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ત્યારબાદ એવા લોકોની વિરુદ્ધ કોઈ પગલું ઉઠાવ્યું જેઓ ઘણીવાર લોકો ગાળો લખે છે. અરુંધતી રોય પર તેમણે લખ્યું કે, જો તેમને કાશ્મીર મુદ્દા પર પોતાની રાય રાખવાનો હક છે તો તેના પર નારાજ થનાર પણ પોતાની વાત આ પ્લેટફોર્મ જાહેરમાં રાખી શકે છે.

The post OMG! એકવાર ફરીથી સસ્પેન્ડ થયું સિંગર Abhijeet Bhattacharya નું ટ્વિટર એકાઉન્ટ appeared first on Vishva Gujarat.

Happy Birthday જેનિફર વિંગેટ, જાણો તેની સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો….

$
0
0

જેનિફર વિંગેટ

jennifer1

બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુના પતિ કરણ સિંહ ગ્રોવરની એક્સ વાઈફ જેનિફર વિંગેટનો આજે બર્થ ડે છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલ કેટલીક વાતો....

જેનિફર વિંગેટ

jennifer2

ટીવી એક્ટ્રેસ જેનિફરનો જન્મ ૩૦ મે, ૧૯૮૫ના રોજ ગોરેગાંવ, મુંબઇમાં થયો હતો. જેનિફરને તેના ઘરવાળા અને ખાસ મિત્ર જેનિફર સિવાય જેની, સ્નેહા અને ગંગાના નામથી બોલાવે છે.

જેનિફર વિંગેટ

jennifer3

જેનિફરે ૯ એપ્રિલે ૨૦૧૨ માં ટીવી એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા હતા, પરંતુ આ મેરેજ લાંબા સમય સુધી ચાલી શક્યા નહિ અને વર્ષ ૨૦૧૪ માં બંને અલગ થઈ ગયા હતા.

જેનિફર વિંગેટ

jennifer4

જેનિફરે ૨૦૦૩ માં બાળકોની સિરીયલ 'શાકા લાકા બૂમ બૂમ' થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. આ સિરીયલમાં તે પિયાના રોલમાં નજર આવી હતી. તે સમયે તેની ઉંમર લગભગ ૧૨ વર્ષની હતી.

જેનિફર વિંગેટ

jennifer5

જેનિફર 'દિલ મિલ ગયે', 'સરસ્વતીચંદ્ર', 'શાકા લાકા બુમ બુમ', 'કુસુમ', 'કોઇ દિલ મેં હૈ', 'કસોટી જિંદગી કી', 'ક્યા હોગા નિમ્મો કા', 'સંગમ', 'કહીં તો હોગા' અને 'કૃતિકા' જેવી સીરિયલ્સમાં જોવા મળી છે.

જેનિફર વિંગેટ

jennifer6

જેનિફરને ખાસ કરીને 'કસોટી જિંદગી કી' માં સપોર્ટિંગ રોલ, 'દિલ મિલ ગયે' અને 'સરસ્વતીચંદ્ર'માં લીડ રોલ માટે ઓળખવામાં આવે છે.

જેનિફર વિંગેટ

jennifer8

૨૦૧૩ અને ૨૦૧૪માં તેને 'સરસ્વતીચંદ્ર' માટે ઇન્ડિયન ટેલિવિઝન એકેડમીનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ સીરિયલમાં તે કુમુદ સુંદરીના પાત્રમાં જોવા મળી હતી. આગળ જુઓ વધુ ફોટા......

જેનિફર વિંગેટ

jennifer10

જેનિફર વિંગેટ

jennifer11

જેનિફર વિંગેટ

jennifer12

જેનિફર વિંગેટ

jennifer13

જેનિફર વિંગેટ

jennifer

જેનિફર વિંગેટ

jennifer1

જેનિફર વિંગેટ

jennifer2

જેનિફર વિંગેટ

jennifer3

જેનિફર વિંગેટ

jennifer4

જેનિફર વિંગેટ

jennifer5

જેનિફર વિંગેટ

jennifer6

જેનિફર વિંગેટ

jennifer7

જેનિફર વિંગેટ

jennifer8

જેનિફર વિંગેટ

jennifer9

જેનિફર વિંગેટ

jennifer10

જેનિફર વિંગેટ

jennifer11

જેનિફર વિંગેટ

jennifer13

જેનિફર વિંગેટ

jennifer21

જેનિફર વિંગેટ

jennifir14

જેનિફર વિંગેટ

jennifir15

જેનિફર વિંગેટ

uennifer4

The post Happy Birthday જેનિફર વિંગેટ, જાણો તેની સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો…. appeared first on Vishva Gujarat.


આજે છે બોલીવુડના હાસ્યકલાકાર Paresh Rawal નો જન્મદિવસ

$
0
0

Today is birthday of Bollywood Actor Paresh Rawal

આજે છે બોલીવુડના હાસ્યકલાકાર Paresh Rawal નો જન્મદિવસ

બોલિવુડના પ્રખ્યાત અભિનેતા Paresh Rawal પોતાના દમદાર અભિનયથી લગભગ ત્રણ દાયકાથી દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે પરંતુ તેઓ પ્રથમ એન્જિનિયર બનવા માગતા હતા. પરેશ રાવલનો જન્મ ૩૦ મે ૧૯૫૦ ના રોજ થયો હતો. ૨૨ વર્ષની ઉંમરમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ મુંબઈ આવ્યા હતા અને સિવિલ એન્જીનિયરના રૂપમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરવા લાગ્યા હતા. તે સમયે તેમનો અભિનય જોઈને કેટલાક લોકોએ કહ્યું કે, તેઓ અભિનેતાના રૂમાં વધારે સફળ થઈ શકે છે.પરેશ રાવલે પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૮૪માં પ્રદર્શિત ફિલ્મ ‘હોલી’ થી કરી હતી. આ ફિલ્મથી આમિર ખાન પણ અભિનેતાના રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આજે છે બોલીવુડના હાસ્યકલાકાર પરેશ રાવલનો જન્મદિવસ

તે ફિલ્મ પછી પરેશ રાવલને હિફાજત, દુશ્મન કા દુશ્મન, લોરી અને ભગવાન દાદા જેવા ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી પરંતુ તેનાથી તેમને કઈ ખાસ ફાયદો થયો હતો નહિ. વર્ષ ૧૯૮૬માં પરેશ રાવલને રાજેન્દ્ર કુમાર નિર્મિત ફિલ્મ ‘નામ’માં કામ કરવાની તક મળી હતી.

આજે છે બોલીવુડના હાસ્યકલાકાર પરેશ રાવલનો જન્મદિવસ

સંજય દત્ત અને કુમાર ગૌરવ અભિનીત આ ફિલ્મમાં તેઓ ખલનાયકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. નામની સફળતા પછી પરેશ રાવલને ઘણા સારા ફિલ્મોમાં કામ કરવાનો પ્રસ્તાવ મળવાનું શરુ થઈ ગયું હતું. જેમાં મરતે દમ તક, સોને પે સુહાગા, ખતરો કે ખેલાડી, રામ લખન, ઈજ્જત જેવી મોટા બજેટની ફિલ્મો પણ સામેલ હતી. આ ફિલ્મોની સફળતા પછી પરેશ રાવલે સફળતાની નવી સફળતા પ્રાપ્ત કરી હતી અને પોતાના અભિનય બતાવીને દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા.

આજે છે બોલીવુડના હાસ્યકલાકાર પરેશ રાવલનો જન્મદિવસ

વર્ષ ૧૯૯૩ પરેશ રાવલનું ફિલ્મ કારકિર્દી વર્ષ સાબિત થયું છે. આ વર્ષે તેમની દામિની, આદમી અને મુકાબલા જેવી સુપરહિટ ફિલ્મો પ્રદર્શિત થઈ હતી. ફિલ્મ ‘સર’ માટે તેમણે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મ ફેર પુરસ્કાર પ્રાપ્ત થયો હતો જ્યારે ફિલ્મમાં તેઓ છોકરીના દમદાર અભિયાન માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આજે છે બોલીવુડના હાસ્યકલાકાર પરેશ રાવલનો જન્મદિવસ

પરેશ રાવલને અત્યાર સુધી ત્રણ વખત ફિલ્મ ફેર પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવેલા છે. વર્ષ ૧૯૯૩માં પ્રદર્શિત ફિલ્મ ‘સર’ માટે સૌથી પહેલા તેમને સર્વશ્રેષ્ઠ ખલનાયક ફિલ્મ ફેર પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ ૨૦૦૦માં ફિલ્મ ‘હેરાફેરી’ અને ૨૦૦૨માં ફિલ્મ ‘આવારા પાગલ દિવાના’ માટે પણ તેમને સર્વશ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો ફિલ્મ ફેર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

The post આજે છે બોલીવુડના હાસ્યકલાકાર Paresh Rawal નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

જુઓ…ટીવી અભિનેત્રી Radhika Madan નું લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

Latest Photoshoot of Television Actress Radhika Madan

ટીવી અભિનેત્રી Radhika Madan નું લેટેસ્ટ ફોટોશૂટ

સીરીયલ ‘મેરી આશિકી તુમસે હૈ’ ની અભિનેત્રી Radhika Madan એ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. રાધિકા મદને પોતાના ફોટોશૂટની તસ્વીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ટીવી અભિનેત્રી રાધિકા મદનનું લેટેસ્ટ ફોટોશૂટ

ટીવી પર શર્મીલી અને માસુમ છોકરીની ભૂમિકા નિભાવનારી રાધિકા મદન આ ફોટોશૂટમાં ખુબ જ બોલ્ડ દેખાઈ રહી છે.

ટીવી અભિનેત્રી રાધિકા મદનનું લેટેસ્ટ ફોટોશૂટ

તમને જણાવી દઈએ કે, શો ‘મેરી આશિકી તુમસે હૈ’ માં રાધિકા એ ‘ઇશાની’ ના પાત્રમાં હજારો લોકોના દિલ જીતી લીધી હતા. શો બાદ અભિનેત્રી ડાન્સિંગ રિયાલીટી શો ‘ઝલક દિખલા જા’ માં જોવા મળી હતી. સીરીયલ ‘મેરી આશિકી તુમસે હૈ’ માં રાધિકા અને શક્તિ અરોડાની કેમિસ્ટ્રીને તેમને લોકપ્રિય બનાવી દીધા હતા.

ટીવી અભિનેત્રી રાધિકા મદનનું લેટેસ્ટ ફોટોશૂટ

આ શોના કારણે અભિનેત્રીને વર્ષ ૨૦૧૫ માં ઇન્ડિયન ટેલી એવોર્ડ્સમાં ‘બેસ્ટ ડેબ્યુ અભિનેત્રી’ અને ઝી ગોલ્ડ એવોર્ડ્સમાં ‘ગ્રેટ પરફોર્મર ઓફ ધ ઈયર’ જેવા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. હવે રાધિકાએ બધા ચાહકોને તેમને ટીવી પર ફરીથી જોવાની પ્રતિક્ષા છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ટીવી અભિનેત્રી રાધિકા મદનનું લેટેસ્ટ ફોટોશૂટ

ટીવી અભિનેત્રી રાધિકા મદનનું લેટેસ્ટ ફોટોશૂટ

ટીવી અભિનેત્રી રાધિકા મદનનું લેટેસ્ટ ફોટોશૂટ

ટીવી અભિનેત્રી રાધિકા મદનનું લેટેસ્ટ ફોટોશૂટ

The post જુઓ…ટીવી અભિનેત્રી Radhika Madan નું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

….. જ્યારે Amitabh Bachchan ના પ્રશંસકોને જોઈ ડરી ગઈ પૌત્રી આરાધ્યા

$
0
0

Amitabh Bachchan

બોલિવુડનાં શહેનશાહ કહેવાતા મેગાસ્ટાર Amitabh Bachchan ઘણીવાર તેમના ફેંસને રૂબરૂ થતા હોય છે. તે ઘણા વર્ષોથી સતત આવું કરે છે. Amitabh Bachchan ફર્સ્ટ ટાઈમ તેમની પૌત્રી આરાધ્યાની સાથે ફેંસને મળવા પહોચ્યા તો પ્રશંસકોની ભીડ જોઈ તે ડરી ગઈ હતી. તેવું ખુદ અમિતાભે ટ્વીટર પોસ્ટમાં જણાવ્યું છે. તેમણે આરાધ્યાની સાથે ફેંસને મળવાનો ફોટો પોસ્ટ કરતા લખ્યું કે,રવિવારે મારા શુભચિંતક સાથે. તેમણે તેમની પૌત્રીનો પરિચય પણ કરાવ્યો. જો કે, પછી આરાધ્યાએ જણાવ્યું કે, તે થોડી ડરી ગઈ હતી.

અમિતાભ બચ્ચન લગભગ દર રવિવારે તેમના ફેંસ સાથે બંગલા પર મુલાકાત કરતા હોય છે. જો કે, થોડા દિવસ પહેલા સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે તે ફેંસ સાથે મુલાકાત કરી શક્યા નહોતા. આ વિશે તેમણે નિરાશા વ્યક્ત કરતા ટ્વીટર પર દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. અમિતાભ બચ્ચને તાજેતરમાં રામગોપાલ વર્માનાં નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'સરકાર 3' માં અભિનય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની જોડી ૨૬ વર્ષ પછી એકવાર ફરીથી મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મ ગુજરાતી રાઈટર-ડિરેકટર સૌમ્યા જોશીનું નાટક '૧૦૨ નોટ આઉટ' પર બની રહ્યું છે. ફિલ્મમાં અમિતાભ ૧૦૨ વર્ષનાં વ્યક્તિનાં રોલમાં છે અને રિશી તેમના ૭૫ વર્ષનાં પુત્ર બન્યા છે. ફિલ્મનું શૂટિંગ બુધવારે મુંબઈમાં શરુ થઇ ગયું. ફિલ્મને ઉમેશ શુક્લા ડિરેક્ટ કરી રહ્યા છે.

ઉમેશે જણાવ્યું કે, અમિતજી અને રિશી કપૂર ૨૬ વર્ષ પછી સાથે આવી રહ્યા છે. બંને ફર્સ્ટ ટાઈમ ગુજરાતી રોલમાં નજર આવશે.ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં આ મહિનાનાં અંત સુધી ચાલશે. ત્યારબાદ જુલાઈમાં શૂટિંગ ફરીથી શરુ કરવામાં આવશે. ફિલ્મ મેકર્સ જુલાઈના અંત સુધી શૂટિંગ પૂર્ણ કરવા માંગે છે. ફિલ્મમાં એક પિતા અને પુત્રની વચ્ચે લવસ્ટોરી બતાવવામાં આવશે.

The post ….. જ્યારે Amitabh Bachchan ના પ્રશંસકોને જોઈ ડરી ગઈ પૌત્રી આરાધ્યા appeared first on Vishva Gujarat.

Lisa Haydon એ શેર કરી પુત્ર જૈકની પ્રથમ તસ્વીર

$
0
0

Bollywood Actress Lisa Haydon shares Son Zack Lalvani Photo9

Lisa Haydon એ શેર કરી પુત્ર જૈકની પ્રથમ તસ્વીર


બોલીવુડ અભિનેત્રી Lisa Haydon એ ૧૭ મેએ બેબી બોયને જન્મ આપ્યો હતો. લીઝા હેડને પોતાના પુત્રનું નામ જૈક રાખ્યું છે. આજે લીઝા હેડને જેકની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીરમાં જૈક પૂરો ચહેરો તો નથી જોવા મળી રહ્યો પરંતુ તેમના ક્યુટ લીપ્સ જરૂર દેખાઈ રહ્યા છે. જેકે સફેદ શર્ટ પહેરી છે.

લિઝા હેડને શેર કરી પુત્ર જૈકની પ્રથમ તસ્વીર

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નેટ હોવાના સમાચાર જાન્યુઆરીમાં આવ્યા હતા. લીઝા હેડને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર અને પતી સાથેની ફોટો શેર કરતા જણાવ્યું હતું, કે, જૈક લલવાનીએ ૧૭ મેએ જન્મ થયો હતો.

લિઝા હેડને શેર કરી પુત્ર જૈકની પ્રથમ તસ્વીર

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'હાઉસફુલ' 3 અભિનેત્રી Lisa Haydon એ ૨૯ ઓક્ટોબરે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાનીના સાથે લગ્ન કર્યા હતા. બંનેએ થાઈલેન્ડના ફૂકેટમાં આવેલ અમનપૂરી બીચ રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. લીઝા હેડને લગ્નના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ દરમિયાન લીઝા હેડને લોન્ગ વ્હાઈટ ગાઉન જયારે ડીનો લલવાનીએ વ્હાઈટ બ્લેઝર પહેર્યું હતું.

લિઝા હેડને શેર કરી પુત્ર જૈકની પ્રથમ તસ્વીર

લીઝા હેડને હમણાં જ ડીનો લલવાની સાથેના લગ્નની જાહેરાત કરી દીધી હતી. લીઝા હેડને ડીનો લલવાની કિસ કરતા એક ફોટો પોસ્ટ કરી પોતાના લગ્નની જાહેરાત કરી હતી. ફોટોની સાથે જ તેમણે કેપ્શન લખ્યું હતું Gonna maary Him. લીઝા હેડનના પતિ પાકિસ્તાની મૂળના બ્રિટીશ એન્ટરપ્રેન્યોર ગુલ્લુ લલવાનીના પુત્ર છે. ડીનો લલવાની છેલ્લા વર્ષથી લીઝા હેડનને ડેટ કરી રહ્યા હતા. લીઝા હેડને બોલીવુડની હમણાં જ રીલીઝ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં પણ કામ કરી ચુકી છે. આ પહેલા લીઝા હેડને ‘હાઉસફુલ ૩’ માં પણ જોવા મળી હતી.

લિઝા હેડને શેર કરી પુત્ર જૈકની પ્રથમ તસ્વીર

The post Lisa Haydon એ શેર કરી પુત્ર જૈકની પ્રથમ તસ્વીર appeared first on Vishva Gujarat.

બર્લિનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે Priyanka Chopra એ કરી મુલાકાત

$
0
0

Priyanka Chopra

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બર્લિનના પ્રવાસ પર છે. પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય નીકાળી નરેન્દ્ર મોદીએ બોલિવુડ એક્ટ્રેસ Priyanka Chopra સાથે મુલાકાત કરી હતી. મોદી સાથે મુલાકાત કર્યા પછી Priyanka Chopra પોતાને વધારે લકી માની રહી છે. બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પણ અત્યારે બર્લીનમાં છે. મોદી સાથે મુલાકાત કરવાની ખુશી વ્યક્ત કરતા પ્રિયંકાએ તેના ટ્વીટર પર નરેન્દ્ર મોદી સાથે પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં મોદી અને પ્રિયંકા વાત કરતા નજર આવી રહ્યા છે.

પરદેશમાં પોતાના લોકો સાથે મુલાકાત કરવાની ખુશી કંઇક ખાસ હોય છે અને આ ફોટાથી તે સાબિત થાય છે. પ્રિયંકા ચોપડાએ આ મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીની સાથે પોતાનો ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં પોતાના દિલની વાત રાખતા લખ્યું કે, વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આજે સવારે મારી સાથે મુલાકાત કરવા માટે તમારો આભાર મોદી સર. આ સંયોગની વાત છે કે, આપણે બંને એક સમયે બર્લિનમાં છીએ. નરેન્દ્ર મોદી સર તમારો ખૂબ ખૂબ આભાર.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસનાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમ્યાન મોદી, જર્મની, સ્પેન, રૂસ અને ફ્રાંસની મુલાકાત લેશે. આંતરરાષ્ટ્રીય સંબધોના ઉતાર- ચઢાવને જોતા દુનિયાના તમામ દેશો પોતાની જરુરીયાત અને સમસ્યાઓને સમજીને નીતિ બનાવે છે. પીએમ મોદી ચાર યુરોપીય દેશો જર્મની, સ્પેન, રૂસ અને ફ્રાંસની યાત્રાને પણ આ રીતે જ જોવે છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપડાની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ 'બેવોચ' બહુ જલ્દી રિલીઝ થવાની છે. તે દરમિયાન પ્રિયંકા માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. ૧ જૂને પ્રિયંકા ચોપડા અને તેની માતા મધુ ચોપડાને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ કેટેગરી નિર્ધારિત કરનાર ટીમે આ નિર્ણય લીધો છે અને પ્રિયંકાને આ એવોર્ડ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવા અને ઇન્ટરનેશનલી સારું પરફોર્મ કરવા માટે આપવામાં આવી રહ્યો છે.

The post બર્લિનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે Priyanka Chopra એ કરી મુલાકાત appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images