Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

સુપરસ્ટાર Rajinikanth એ શરુ કર્યું અગામી ફિલ્મ ‘કાલા’નું શૂટિંગ

$
0
0

Rajinikanth

સાઉથનાં સુપરસ્ટાર Rajinikanth અત્યારે તેમની ફિલ્મ 'કાલા કરીકલન' નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં Rajinikanth મુંબઈના ગ્રાંડ રોડ પર લોકોની ભીડ વચ્ચે શૂટિંગ કરતા સ્પોટ થયા હતા. ગ્રાંડ રોડ પર શૂટિંગ ખતમ થતા 'કાલા કરીકલન' ની આખી ટીમ મોડી રાત્રે ધારાવી અને વડાલામાં શૂટિંગ માટે રવાના થઇ ગયા છે. એવું લાગે છે કે, આ વખતે રજનીકાંત ખૂબ દિલથી આ ફિલ્મના શૂટિંગમાં જોડાઈ ગયા છે એટલે તો આ ફિલ્મના કોઈ મેમ્બરને હોશ જ નથી. પરંતુ શૂટિંગની સાથે રજનીકાંતની સિક્યુરીટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શૂટિંગ દરમિયાન પણ સિક્યોરિટી ગાર્ડ તેમની આસપાસ રહે છે.

એક યુનિટ હેડ સાથે વાત કરવા પર ખબર પડી કે, આ ફિલ્મની સ્ટોરી એક બાળકના જીવન પર આધારિત છે, જેના કારણે આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, ફિલ્મમાં દરેક ઉંમરની સાથે એક્ટર્સનો ગેટઅપ બદલાઈ જશે અને આ તે લોકો માટે સૌથી મોટો પડકાર હશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના મરીન ડ્રાઈવથી લઈને ધારાવી અને વડાલા સુધી અલગ-અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી એક યુવકની છે જે જુર્મની દુનિયામાં જઈ એક દિવસે મોટો માફિયા બની જાય છે. મુંબઈમાં ધારાવીમાંથી તે પોતાના જુર્મને અંજામ આપે છે. આ કારણે આ જગ્યાને ઘણો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે.

The post સુપરસ્ટાર Rajinikanth એ શરુ કર્યું અગામી ફિલ્મ ‘કાલા’ નું શૂટિંગ appeared first on Vishva Gujarat.


TV ની ‘ગીતા માં’આ કોરિયોગ્રાફરને કરે છે ડેટ!

$
0
0

ગીતા કપૂર

Geeta Kapur 2

નાના પડદા પર ગીતા માં ના નામથી ફેમસ કોરિયોગ્રાફર ગીતા કપૂર આજકાલ રાજીવ ખિંચીને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આવેલ ગીતા અને રાજીવના ફોટોઝના આધાર પર કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આવા દાવા કરવામાં આવી રહ્યા છે.

ગીતા કપૂર

Geeta Kapur 3

જો કે, હજુ સુધી ના તો ગીતા અને ના તો રાજીવે આ ખબર પર કોઈ રિએકશન આપ્યું છે.

ગીતા કપૂર

Geeta Kapur 4

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, રાજીવ ફિલ્મ એક્ટર, ડિરેક્ટર અને કોરિયોગ્રાફર છે. જો કે, તેના ખાતામાં કોઈ મોટી ફિલ્મનું નામ દેખાતું નથી. રાજીવે ન્યુયોર્કના મેડિસન સ્કેવેર પર થયેલ નરેન્દ્ર મોદીની ઇવેન્ટને કોરિયોગ્રાફ કરી ચૂક્યા છે.

ગીતા કપૂર

Geeta Kapur 5

૪૩ વર્ષની ગીતાએ 'ફિઝા', 'અશોકા', 'સાથીયા', 'હે બેબી', 'તીસ મારા ખાં' અને 'તેરે નાલ લવ હો ગયા' જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ સિવાય તેણે ટીવી પર 'ડાંસ ઇન્ડિયા ડાંસ', 'ડીઆઈડી લિટલ ચેમ્પ્સ અને 'ઇન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટાર' ની રેગ્યુલર જજ છે.

ગીતા કપૂર

Geeta Kapur 6

ગીતા કપૂરને પણ રિયાલિટી શો દ્વારા જ ફેસ વેલ્યુ મળી છે અને આ વિશે તેમણે જણાવ્યું કે, રિયાલિટી શોથી હું લોકપ્રિય તો થઇ જ છું પણ તેની સાથે-સાથે મારી લાઇફની દરેક બાબતમાં બદલાવ આવી ગયો છે. આગળ જુઓ વધુ ફોટા....

ગીતા કપૂર

Geeta Kapur 7

ગીતા કપૂર

Geeta Kapur 8

ગીતા કપૂર

Geeta Kapur 9

ગીતા કપૂર

Geeta Kapur1

ગીતા કપૂર

geeta1

ગીતા કપૂર

geeta2

The post TV ની ‘ગીતા માં’ આ કોરિયોગ્રાફરને કરે છે ડેટ! appeared first on Vishva Gujarat.

પુત્ર લક્ષ્યનો ફર્સ્ટ બર્થડે આ રીતે ખાસ બનાવશે ડેડી Tusshar Kapoor

$
0
0

Tusshar Kapoor

૧ જૂને બોલિવુડ એક્ટર Tusshar Kapoor નો પુત્ર લક્ષ્ય એક વર્ષનો થવાનો છે. પુત્રના ફર્સ્ટ બર્થડેને યાદગાર બનાવવા માટે Tusshar Kapoor છેલ્લા ઘણા અઠવાડિયાથી તૈયારીઓ કરી રહ્યા છે. તુષાર તેના જૂહુવાળા બંગલા પર લક્ષ્યનો બર્થડે સેલિબ્રેટ કરશે. અત્યારે તુષાર કપૂરે આ બધી માહિતી મીડિયાથી છુપાવીને રાખી છે. પરંતુ એવી ખબર સામે આવી છે કે,આ પાર્ટીમાં બાળકો માટે એક ખાસ થીમ પણ બનાવવામાં આવી છે. આ પાર્ટીમાં બાળકો માટે એક ખાસ કઠપૂતળીનો શો પણ રાખવામાં આવ્યો છે અને તેના સિવાય એક ટેટુ કોર્નરની સાથે એક ગિટારિસ્ટ પણ બોલાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, કામમાં વ્યસ્ત હોવા છતાં તુષાર તેમના પુત્રનું પૂરતું ધ્યાન રાખે છે. તે શૂટિંગ દરમિયાન પણ પોતાના પુત્રને પણ સાથે રાખે છે. આખો કપૂર પરિવાર લક્ષ્યને વધારે પ્રેમ કરે છે. તુષારનાં પિતા અને લક્ષ્યના દાદા બોલિવુડ એક્ટર જીતેન્દ્ર માટે લક્ષ્યની મુસ્કાન તેમનો દિવસ બનાવે છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર તુષાર કપૂર ગયા વર્ષે સરોગેસીથી એક બેબી બોયના પિતા બન્યા હતા. આ ખબરથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે, તુષારે તેમના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે અને પોતાના જીવનમાં તે નવા રોલને લઈને ઘણા એક્સાઈટેડ છે.

પોતાની ફેમિલીમાં આવેલ આ નવા સભ્ય વિષે તુષારે કહ્યું કે, હું પિતા બની ઘણો ઉત્સાહિત છુ. મને છેલ્લા ઘણા સમયથી પિતા બનવાની ઈચ્છા હતી. લક્ષ્ય આજે મારા જીવનની સૌથી મોટી ખુશીનું કારણ છે. ભગવાનની કૃપાથી અને જસલોકમાં મહાન તબીબી ટીમના કારણે સિંગલ લોકો પણ પેરેંટહુડનો ઓપ્શન પસંદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, તુષાર બોલિવુડના પ્રથમ મેલ એક્ટર છે જે મેરેજ વગર સરોગેસી દ્ધારા બાળકના પિતા બન્યા છે. તુષાર તેના દ્ધારા બોલિવુડમાં ઘણા એલીજીબલ બેચલરને પિતા બનવાની સલાહ આપી રહ્યા છે.

The post પુત્ર લક્ષ્યનો ફર્સ્ટ બર્થડે આ રીતે ખાસ બનાવશે ડેડી Tusshar Kapoor appeared first on Vishva Gujarat.

જુઓ…Rakhi Sawant ના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

$
0
0

Bollywood Actress Rakhi Sawant's Latest Instagram Photos999

Rakhi Sawant ના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

બોલીવુડ અભિનેત્રી Rakhi Sawant પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી એક્ટીવ જોવા મળી રહી છે. રાખી સાવંત પ્રતિ દિવસ પોતાની બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતી રહી છે. રાખી સાવંતે તાજેતરમાં જ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

રાખી સાવંતના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી રાખી સાવંત હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

રાખી સાવંતના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે.

રાખી સાવંતના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

રાખી સાવંતના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

રાખી સાવંતે રિયાલીટી શો "ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો.

રાખી સાવંતના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

રાખી સાવંતના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

રાખી સાવંતના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

રાખી સાવંતના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ

The post જુઓ…Rakhi Sawant ના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.

ટ્યુબલાટ રિલીઝ પહેલા Salman Khan એ ટ્વિટર પર બતાવ્યો Bhaihood

$
0
0

Salman Khan

Salman Khan આજકાલ સોશિયલ મીડિયા સાઈડ ટ્વિટર પર વધારે એક્ટીવ હોય છે. તેમની ફિલ્મ 'ટ્યુબલાઈટ' ઈદ પર રિલીઝ થઇ રહી છે અને તેમણે તેના પ્રમોશન માટે સૌથી સારો ઓપ્શન ટ્વિટર શોધ્યો છે. આજે સલમાને તેમના ભાઈ સોહેલની સાથે બાળપણનો એક ફોટો શેર કર્યો છે જેને તેમણે ભાઈહુડનું કેપ્શન આપ્યું છે. સલમાને ટ્વિટર પર બાળપણનો જે ફોટો શેર કર્યો છે તેમાં તેમની સાથે તેમના ભાઈ સોહેલ ખાન પણ છે. સલમાને ટ્વીટ કરતા લખ્યું કે, બંધુ સોહેલ ખાન અને કપ્તાનનો ભાઈહુડ.

સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું રેડિયો સોંગ રિલીઝ થયું હતું. આ સોંગને અવાજ કમાલ ખાન અને અમિત મિશ્રાએ આપ્યો છે. સોંગ ઘણું મજેદાર છે જેને સાંભળી તમે ડાંસ કરવા મજબુર થઇ જશો અને તમે પણ ગાશો 'સજન રેડિયો'.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. બોલિવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ તાજેતરમાં ઘણા કારણોથી ચર્ચામાં છે. તે દરમિયાન એક અન્ય ખબર સામે આવી છે કે, ટ્યુબલાઈટ બોલિવુડની ફર્સ્ટ એવી હિંદી ફિલ્મ છે જેની પાસે ટ્વીટર પર પોતાનું ઈમોજી છે. સૌથી પહેલા ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને આ માહિતી આપી હતી. ત્યારબાદ સલમાને ટ્વીટ કરી કહ્યું કે, ટ્વીટરને ફુલ લાઈટ કરી દેશે હવે ટ્યુબલાઈનું આ ઈમોજી.

The post ટ્યુબલાટ રિલીઝ પહેલા Salman Khan એ ટ્વિટર પર બતાવ્યો Bhaihood appeared first on Vishva Gujarat.

બાહુબલીને મળી ગઈ તેની દેવસેના, જાણો ક્યારે કરશે મેરેજ?

$
0
0

Prabhas

જ્યારથી બાહુબલી ફિલ્મ રિલીઝ થઇ છે ત્યારથી દરેક લોકોનાં મુખ પર બાહુબલી અને દેવસેનાનું નામ રહે છે. જેટલા ફેન ફિલ્મ બાહુબલીના છે તેટલા બાહુબલીનો રોલ પ્લે કરનાર Prabhas ના પણ છે. પ્રભાસ લાખો દિલોની ધડકન બની ગયા છે. પ્રભાસની પાછળ ઘણી યુવતીઓ દિવાની છે. જેમ-જેમ પ્રભાસની લોકપ્રિયતા વધી તેમ-તેમ લોકોના મનમાં એક પ્રશ્ન થવા લાગ્યો કે, અંતે તે કોની સાથે મેરેજ કરશે. બાહુબલી ફિલ્મ કર્યા પછી પ્રભાસને મેરેજના લગભગ ૬૦૦૦ પ્રપોઝલ મળ્યા પરંતુ કોઈપણ યુવતી પ્રભાસનું દિલ જીતી શકી નહિ.

પરંતુ હવે આ પ્રશ્નનો ઉત્તર લોકોને મળવાનો છે. અંતે બાહુબલીને તેની રિયલ દેવસેના મળી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રભાસ આગામી વર્ષ ૨૦૧૮ માં મેરેજ કરવાના છે અને તેમની દુલ્હન ઉદ્યોગપતિ ભૂપતિ રાજૂની પૌત્રી હશે. ભૂપતિ રાજૂ રાસી સિમેન્ટ્સનાં ચેરમેન છે. રિપોર્ટ મુજબ, પ્રભાસ સતત ભૂપતિ રાજુનાં પરિવારના સંપર્કમાં છે. જો કે, આ વિશે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી પરંતુ રિપોર્ટ પ્રમાણે પૂરી સંભાવના છે કે, પ્રભાસ આગામી વર્ષે લગ્નગ્રંથીથી જોડાશે.

ઉલ્લેખનીય છે કે, એસએસ રાજમૌલીની ફિલ્મ 'બાહુબલી 2' દુનિયાભરમાં કમાણી કરી રહી છે. ફિલ્મ ચાર ભાષાઓમાં રિલીઝ થઇ છે અને રેકોર્ડતોડ કમાણી પણ કરી રહી છે. બાહુબલી-2 હિન્દુસ્તાનમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. પ્રભાસની બાહુબલી 2 એ બોલિવુડ સ્ટાર્સની ફિલ્મોના ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે. જો કે, ફિલ્મ બાહુબલી-2 નો આ આંકડો તોડી શકવો કોઈ અન્ય ફિલ્મ માટે અશક્ય બરાબર છે.

The post બાહુબલીને મળી ગઈ તેની દેવસેના, જાણો ક્યારે કરશે મેરેજ? appeared first on Vishva Gujarat.

જ્યારે ટ્રોલ થયો Priyanka Chopra નો ‘ટૂંકો ડ્રેસ’, અભિનેત્રીએ આપ્યો કરારો જવાબ

$
0
0

Priyanka Chopra

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બર્લિનના પ્રવાસ પર છે. પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય નીકાળી નરેન્દ્ર મોદીએ બોલિવુડ એક્ટ્રેસ Priyanka Chopra સાથે મુલાકાત કરી હતી. મોદી સાથે મુલાકાત કર્યા પછી Priyanka Chopra પોતાને વધારે લકી માની રહી છે. બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પણ અત્યારે બર્લીનમાં છે. મોદી સાથે મુલાકાત કરવાની ખુશી વ્યક્ત કરતા પ્રિયંકાએ તેના ટ્વીટર પર નરેન્દ્ર મોદી સાથે પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં મોદી અને પ્રિયંકા વાત કરતા નજર આવી રહ્યા છે.

પ્રિયંકાએ આ માહિતી સોશિયલ મીડિયા દ્ધારા લોકો સુધી પહોચાડી હતી. પ્રિયંકાનો શેર કરવામાં આવેલ ફોટો થોડા સમય પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યાં ઘણા લોકોએ તેમના વખાણ કર્યા હતા. તો બીજી તરફ, આ મુલાકાત દરમિયાન તેના કપડાને લઈને ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાને ટ્રોલ કરવામાં આવી છે. પ્રિયંકાનાં ડ્રેસને ટ્વિટર પર લોકોએ સંસ્કાર સાથે જોડતા કહ્યું કે, પીએમ સાથે મુલાકાત કરતા દરમિયાન પ્રિયંકાએ આવા કપડા પહેરવા જોઈએ નહિ. પ્રિયંકાએ ટ્રોલ કરનાર લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ તેની માતાની સાથે ફોટો શેર કર્યો છે, જેમાં તેણે એવો ડ્રેસ પહેર્યો છે જેમાં તેના પગ દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપડાએ આ મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીની સાથે પોતાનો ફોટો શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં પોતાના દિલની વાત રાખતા લખ્યું હતું કે, વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આજે સવારે મારી સાથે મુલાકાત કરવા માટે તમારો આભાર મોદી સર. આ સંયોગની વાત છે કે, આપણે બંને એક સમયે બર્લિનમાં છીએ. નરેન્દ્ર મોદી સર તમારો ખૂબ ખૂબ આભાર.

અભિનેત્રી પ્રિયંકા ચોપડાની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ 'બેવોચ' બહુ જલ્દી રિલીઝ થવાની છે. તે દરમિયાન પ્રિયંકા માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. ૧ જૂને પ્રિયંકા ચોપડા અને તેની માતા મધુ ચોપડાને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ કેટેગરી નિર્ધારિત કરનાર ટીમે આ નિર્ણય લીધો છે અને પ્રિયંકાને આ એવોર્ડ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવા અને ઇન્ટરનેશનલી સારું પરફોર્મ કરવા માટે આપવામાં આવી રહ્યો છે.

The post જ્યારે ટ્રોલ થયો Priyanka Chopra નો ‘ટૂંકો ડ્રેસ’, અભિનેત્રીએ આપ્યો કરારો જવાબ appeared first on Vishva Gujarat.

Shah Rukh Khan સાથે ફિલ્મના શૂટિંગ દરમિયાન થયો ગંભીર અકસ્માત

$
0
0

Shah Rukh Khan

અભિનેતા Shah Rukh Khan તેમની અપકમિંગ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આનંદ એલ રાયની ફિલ્મનાં શૂટિંગ દરમિયાન સેટ પર દુર્ઘટના થઇ હતી. Shah Rukh Khan ને વધારે ઈજા થઇ હતી. તો બીજી તરફ, બે લોકો ગંભીરરૂપથી ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં શાહરૂખનો જીવ મુશ્કેલીથી બચ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, જે સમયે શાહરૂખ સેટ પર હાજર હતા ત્યારે સેટની છતનો એક મોટો ટુકડો નીચે પડ્યો છે. જેમાં 2 લોકો ઘાયલ થયા છે. ઘાયલને તુરંત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. શાહરૂખ ખાનને વધારે ઈજા થઇ નથી. મુંબઈની ફિલ્મસિટીમાં આ ફિલ્મનો સેટ બનાવવામાં આવ્યો છે. દુર્ઘટના સર્જાવાના કારણે શૂટિંગ અત્યારે ટાળી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આનંદ એલ રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા માણસનો રોલ પ્લે કરી રહ્યા છે. ડિરેકટર આનંદ એલ. રાયની ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે જેના માટે મુંબઈની ફિલ્મ સીટીમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ફિલ્મમાં એક હિરોઈન કેટરીના કેફ પહેલાથી નક્કી છે અને દીપિકા ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ છે. આ કારણે મેકર્સ અનુષ્કાનાં નામ પર વિચાર કરી રહ્યા છે. જો કે, સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે, જો આ ફિલ્મ માટે અનુષ્કા શર્મા નાં કહેશે તો આનંદ એલ. રાય તેમની ફેવરેટ એક્ટ્રેસ સોનમ કપૂરને કાસ્ટ કરવાનું વિચારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણને આનંદ એલ રાયની આ ફિલ્મ કરવાની ઈચ્છુક હતી પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' નાં શૂટિંગમા વ્યસ્ત છે અને તેની સાથે બંને ફિલ્મોની તારીખ કલેશ થવાના કારણે દીપિકાએ આનંદ એલ રાયને નાં પાડી છે.

The post Shah Rukh Khan સાથે ફિલ્મના શૂટિંગ દરમિયાન થયો ગંભીર અકસ્માત appeared first on Vishva Gujarat.


પ્રિયંકા ચોપડાને પાછળ છોડી Deepika Padukone એ મારી બાજી, બની હોટેસ્ટ વુમન ૨૦૧૭

$
0
0

Deepika Padukone

બોલિવુડ એક્ટ્રેસ Deepika Padukone અને પ્રિયંકા ચોપડાએ બોલિવુડમાં જ નહિ પરંતુ હોલિવુડમાં પણ પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. મેક્સિમ ઇન્ડિયા મેગેઝિનમાં Deepika Padukone અને પ્રિયંકાનું નામ હોટેસ્ટ વુમન ઇન ધ વર્લ્ડમાં સામેલ થયું છે. મેક્સિમનાં ૧૦૦ સૌથી સેક્સીએટ વુમન લીસ્ટમાં દીપિકાએ બાજી મારી લીધી છે અને પ્રિયંકાને પાછળ છોડી તે આગળ નીકળી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાં દીપિકા ૧૦ માં સ્થાન પર છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની કેટલીક હિરોઈન ફિલ્મોમાં જ સ્ટન્ટ્સ કરતી નજર આવે છે, પરંતુ દીપિકા પાદુકોણ હોલિવુડ ફિલ્મમાં સ્ટન્ટ્સ કરતી જોવા મળી હતી. દીપિકા પાદુકોણ તેનાં હોલિવુડ ડેબ્યુને લઈને વધારે ચર્ચામાં હતી. તો બીજી તરફ પ્રિયંકા ચોપડા પણ હોલિવુડ ફિલ્મ 'બેવોચ' થી તેની હોલિવુડ કારકિર્દીની શરૂઆત કરી છે. આ ફિલ્મમાં તે ડ્વેન જોનસન અને જેક એફ્રોનની સાથે નજર આવશે. તાજેતરમાં દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી.

અભિનેત્રી પ્રિયંકા ચોપડાની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ 'બેવોચ' બહુ જલ્દી રિલીઝ થવાની છે. તે દરમિયાન પ્રિયંકામાટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. ૧ જૂને પ્રિયંકા ચોપડા અને તેની માતા મધુ ચોપડાને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ કેટેગરી નિર્ધારિત કરનાર ટીમે આ નિર્ણય લીધો છે અને પ્રિયંકાને આ એવોર્ડ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવા અને ઇન્ટરનેશનલી સારું પરફોર્મ કરવા માટે આપવામાં આવી રહ્યો છે.

The post પ્રિયંકા ચોપડાને પાછળ છોડી Deepika Padukone એ મારી બાજી, બની હોટેસ્ટ વુમન ૨૦૧૭ appeared first on Vishva Gujarat.

ચીનમાં Dangal ની ધમાલ, ૧૦૦૦ કરોડ કમાઈ રચ્યો ઈતિહાસ

$
0
0

Dangal

આમિર ખાનની ફિલ્મ 'Dangal' એ ઈતિહાસ રચી દીધો છે. તે ચીનના ફિલ્મ ઈતિહાસમાં એક અબજ યુઆન કમાવનારી 33 મી ફિલ્મ બની ગઈ છે. ભારતીય કરંસીમાં આ રકમ લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા છે. ચીનની ફેમસ ટિકિટ વેબસાઈટ જે દેશનાં મોટાભાગનાં થિયેટરો સાથે જોડાયેલ છે, તેના પ્રમાણે Dangal ની કુલ કમાણી એક અબજ યુઆન કરતા વધારે થઇ છે અને તેની સાથે તે ચીનના સિનેમા ઈતિહાસમાં લગભગ ૩૨ ફિલ્મોના વિશિષ્ટ ક્લબમાં સામેલ થઇ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'દંગલ' દુનિયાભરમાં પૈસા અને નામ કમાવ્યા પછી હવે ભારતના પાડોશી દેશ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. ચીનમાં આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે ૧૫ કરોડનો બિઝનેશ કર્યો હતો. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે.

ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું રાખવામાં આવ્યું છે. ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, ચીનમાં ભારતીય ફિલ્મોનું માર્કેટ વધારે ચાલે છે. ચીનમાં જ્યારથી દંગલ રિલીઝ થઇ છે ત્યારથી ધમાલ મચાવી રહી છે. બાહુબલી 2 નાં મેકર્સ પણ ઈચ્છે છે કે, જેવો રિસપોન્સ ચીનમાં દંગલને મળ્યો છે તેવો રિસપોન્સ તેમની ફિલ્મને પણ મળે. આ કારણે બાહુબલી-2નાં મેકર્સ ચીનમાં ફિલ્મની રિલીઝ લઈને કોઈ લાપરવાહી રાખવા માંગતા નથી. બાહુબલી 2 દુનિયાભરમાં ૧૫૦૦ કરોડની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે. 

The post ચીનમાં Dangal ની ધમાલ, ૧૦૦૦ કરોડ કમાઈ રચ્યો ઈતિહાસ appeared first on Vishva Gujarat.

બહુ જલ્દી શરુ થશે ‘Kaun Banega Crorepati ૯’, જાણો કોણ કરશે હોસ્ટ?

$
0
0

Kaun Banega Crorepati

બોલિવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન 'Kaun Banega Crorepati' ને હોસ્ટ કરતા નજર આવશે. જી હાં, આશ્ચર્યચકિત થવાની જરૂર નથી. અમિતાભ બચ્ચન બહુ જલ્દી ટીવી પર ધમાકેદાર એન્ટ્રી કરવાના છે. અમિતાભ બચ્ચન ઓગસ્ટ મહિનાથી શોનું શૂટિંગ શરુ કરવાના છે. પહેલા એવી ખબર સામે આવી હતી કે, Kaun Banega Crorepati ને તેમની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન હોસ્ટ કરવાની છે.

પ્રાપ્ત માહિતી મુજબ, એ નક્કી છે કે મુંબઈની ફિલ્મસિટીમાં 'કોન બનેગા કરોડપતિ' શો નો ભવ્ય સેટ બનાવવામાં આવી રહ્યો છે. અમિતાભે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય નીકાળી શૂટિંગ માટે ૧૭ દિવસ આપ્યા છે. અમિતાભનો શો 'કોન બનેગા કરોડપતિ' ઓગસ્ટનાં ૧૦ દિવસથી શરુ થઇ સપ્ટેમ્બરનાં ૭ દિવસ સુધી ચાલશે. તેનાથી તો એવું સાબિત થાય છે કે, તેઓ 17 દિવસમાં ૩૦ એપિસોડ પૂરા કરશે.

ઉલ્લેખનીય છે કે, નાના પડદાનો ચર્ચિત રિયાલીટી શો 'કોન બનેગા કરોડપતિ' ની નવી સીઝન બહુ જલ્દી આવવાની છે. કેબીસીની શરૂઆત વર્ષ ૨૦૦૦ માં થઇ હતી, ત્યારથી અત્યાર સુધી બિગબી આ શો હોસ્ટ કરે છે. અમિતાભના ફેંસ માટે આ ન્યૂઝ નિશ્ચિતરૂપથી અકલ્પનીય હશે પરંતુ અત્યારે આ ખબર ચર્ચામાં છે. આ પહેલા એવી પણ ખબર સામે આવી હતી કે, કોન બનેગા કરોડપતિની આ સીઝન રણબીર કપૂર હોસ્ટ કરશે.

The post બહુ જલ્દી શરુ થશે ‘Kaun Banega Crorepati ૯’, જાણો કોણ કરશે હોસ્ટ? appeared first on Vishva Gujarat.

ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી

$
0
0

Television

અર્જુન બિજલાની અને નેહા સ્વામી

arjun-bijlani

ટીવી સિરીયલ 'નાગિન' માં શિવન્યાના દિલની ધડકન બનેલ રિતિક એટલે કે, અર્જુન બિજલાનીનો લવ તેનો પુત્ર છે. તે પોતાના ગોલુ-મોલુ પુત્રને લકી ચાર્મ માને છે.

અમિત ટંડન અને ડોકટર રૂબી

amit-tondon

પિતા પાસેથી મળેલ કુલ લૂક અને માતા પાસેથી મળેલી સ્ટાઈલ જિયાનાને ક્યુટ કિડ બનાવવા માટે ઘણું છે.

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

hiten-tejwani

જેટલું ક્યુટ આ કપલ છે તેનાથી ઘણા વધારે ક્યુટ છે તેમના ટ્વીન્સ, નિવાન અને કાત્યા.

ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

indraneil

ઓન સ્ક્રીન કપલ અને પછી રિયલ લાઈફની જોડીની વ્હાલી પુત્રીનું નામ માયરા છે. માયરાના ડ્રેસ સેન્સનો ક્રેડિટ તેની ગ્લેમરસ મોમ બરખાને જાય છે.

ઇકબાલ ખાન અને સ્નેહા છાબરા

iqbal-khan

ઇકબાલની ફેનની યાદી ઘણી લાંબી છે અને તેમની જેમ તેમની ક્યુટ બેબી અમારાની સ્માઈલ દુનિયા જીતવા માટે પૂરતી છે.

માનવ ગોહિલ અને શ્વેતા કવાત્રા

manav

માનવ અને શ્વેતા પણ ઓનસ્ક્રીન કપલ પછી જ રિયલ લાઈફ કપલ બન્યા અને હવે તેમની જિંદગીને વધારે સુંદર બનાવી રહી છે તેમની પ્રિન્સેસ તારા તબીથા.

ગુરદીપ કોહલી અને અર્જુન પૂંજ

gurdeep

સંજીવની સિરીયલ જેટલી ફેમસ હતી, તેનાથી વધારે તેમની આ ડોકટર જોડી પસંદ કરવામાં આવી હતી. આ રિયલ લાઈફ કપલની પાંચ વર્ષની પુત્રી મેહર પણ ઓછી ગ્લેમરસ નથી.

રોશની ચોપડા અને સિદ્ધાર્થ આનંદ કુમાર

roshni

રોશની ચોપરા ટીવીનું ફેમસ નામ છે અને તે ત્રણ વર્ષના કર્લી હેરવાળા ક્યુટ બેબીની યમ્મી મોમ પણ છે.

શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ

sabbir

આ કપલ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સ્વીટ કપલ્સમાંથી એક છે અને બંને બાળકો પણ તેમની જેમ ક્યુટ લાગી રહ્યા છે.

જૂહી પરમાર અને સચિન શ્રોફ

juhi

ટીવીની ફેવરેટ બહુમાંથી એક કુમકુમ એટલે કે જૂહી પરમાર અને તેમના એક્ટર પતિની જાન છે તેમની પુત્રી સમાયરા.

શરદ કેલકર અને કિર્તી ગાયકવાડ

sharad-kelkar

સ્માર્ટ ડેડી અને બ્યુટીફૂલ મોમની લવલી ગુડિયા પહેલાથી જ વધારે ક્યુટ છે.

વરુણ બડોલા અને રાજેશ્વરી સચદેવા

vraun-badola

સિંગર અને સ્ટાઇલીશ માતાનો પુત્ર વધારે ક્યુટ અને સ્ટાઇલિશ છે.

રોમિત રાજ અને ટીના કક્કડ

kakkar

ટીવી શો અદાલતમાં સ્માર્ટ વકીલ બનેલ આ એક્ટરની પુત્રી રેહા પણ તેમની જેમ અડોરેબલ છે અને પોતાના ડેડીની રાજ દુલારી છે.

બખ્તિયાર ઈરાની અને તનાઝ કરીમ

bakhtiyaar

સો મચ ઇન લવ કપલ બખ્તિયાર અને તનાઝના બે ક્યુટ બાળક છે ,જે ક્યુટનેસનો ઓવરડોઝ છે.

દલજીત કૌર અને શાલીન ભનોત

daljeet

ટીવીનું એક અન્ય સ્ટાર કપલ પરંતુ હવે તેઓ અલગ થઈ ચૂક્યા છે. જો કે, તેમના પુત્ર શારવની સ્માઈલ બહુ જ મસ્ત છે.

The post ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી appeared first on Vishva Gujarat.

જુઓ….ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 1
મોડલ ઈરિના શાયકના નવા ફોટોશૂટના કેટલાક ફોટોસ જોવા મળ્યા છે. આ શૂટમાં તેમનું લુક એકદમ ડિફરન્ટ દેખાઈ રહ્યું છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 2

ઈરિના શાયકે ‘Vogue Brazil’ મેગેઝીનના જાન્યુઆરી મહિના ઇશ્યૂના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 3

તે આ મેગેઝીનની કવર ગર્લ પણ છે. તેમના ફોટોસ ફોટોગ્રાફર Giampaolo Sgura એ કિલક કરી છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 4

તેમણે આ મેગેઝીનની કવર ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 5

તેના સિવાય તેમણે કેટલાક ફોટોસ શેર કરી છે. એક ફોટોને શેર કરતા તેમણે કેપ્શન લખ્યું હતું કે, “2017 off to an amazing star January cover of @voguebrasil by @giampaolosgura @yasminesterea @benskervin @nikmnray’.

જુઓ આગળ વધુ ફોટોસ....

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 6

ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ

Irina Shayk Stuns on the Cover of Vogue Brasil 7

The post જુઓ….ઈરિના શાયકનું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.

કોમેડિયન Kapil Sharma ની તબિયત ખરાબ, હોસ્પિટલમાં એડમિટ

$
0
0

Kapil Sharma

કોમેડિયન Kapil Sharma ના ફેંસ માટે એક બેડ ન્યૂઝ છે. Kapil Sharma ને હોસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. એવી ખબર સામે આવી છે કે, લો બીપીના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કપિલ અત્યારે સ્વસ્થ છે પરંતુ તેમને હોસ્પિટલમાંથી રજા મળી નથી. તે અત્યારે ડોક્ટરની દેખરેખ હેઠળ છે. બુધવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ કપિલ શર્માની તબિયત બગડી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્મા અત્યારે સ્વસ્થ છે પરંતુ તે આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં જશે કે નહિ તે હજુ નક્કી નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, કપિલ શર્માનો શો બંધ થવાનો છે. તેના બે કારણ જણાવવામાં આવી રહ્યા હતા. એક કે, શોને હવે તેટલા રેટિંગ મળી નથી રહ્યા જેટલા પહેલા મળતા હતા અને બીજું કારણ સલમાન તેમનો હિટ શો 'દસ કા દમ' લઈને આવના હતા. જો કે, હવે એવી ખબરો સામે આવી રહી છે કે, કપિલ શર્માનો શો હજુ થોડા દિવસ સુધી ચાલતો રહેશે. તેના માટે કપિલે સલમાનનો આભાર માનવો જોઈએ. હવે તમે પૂછશો કેમ તો તેનું કારણ છે સલમાન ખાનનો અપકમિંગ શો 'દસ કા દમ' થોડા સમય પછી ટીવી પર શરુ થશે, જેના કારણે કપિલ શર્માનાં શોને થોડો વધારે સમય મળી જશે.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post કોમેડિયન Kapil Sharma ની તબિયત ખરાબ, હોસ્પિટલમાં એડમિટ appeared first on Vishva Gujarat.


કોમેડિયન Bharti Singh એ તેના બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ

$
0
0

Bharti Singh

ટેલિવુડ અને બોલિવુડમાં વર્ષ ૨૦૧૭ ની શરૂઆતથી જ મેરેજ અને સગાઈની સીઝન ચાલી રહી છે. ટેલીવિઝનનું ક્યુટ કપલ Bharti Singh અને તેના બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયાએ સગાઈ કરી લીધી છે. આ ગુડ ન્યૂઝ ભારતીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી આપ્યા છે. ફેમસ કોમેડિયન ભારતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફીસ લેનાર સેલિબ્રિટીઝમાંથી એક છે. Bharti Singh એ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું કે, 'રોકા ટાઈમ, સુંદર પલ...'

ઉલ્લેખનીય છે કે, પહેલા એવી અફવા સામે આવી હતી કે, ટેલીવિઝનની ફેમસ કોમેડિયન ભારતી સિંહ તેના બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા સાથે ગુપચુપ સગાઈ કરી લીધી છે. જેમાં ભારતીના ક્લોઝ ફ્રેન્ડ કૃષ્ણા અભિષેક, કશ્મીરા શાહ અને વિપુલ શાહ સામેલ થયા હતા. ભારતી સિંહે તેની સગાઈના મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, રવિવારે તેના ઘરે એક નાની પાર્ટી હતી, કારણકે તેના મંગેતર હર્ષે અંધેરીમાં એક નવું ઘર ખરીદ્યુ હતું. આ અવસર પર પૂજા અને હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, પૂજા દરમિયાન ડ્રીંક કરી ના શકાય આ કારણે ભારતી તેના ફ્રેન્ડસને લઈને બહાર પાર્ટી કરવા ગઈ હતી.

ભારતીનો બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા કોમેડી નાઈટ્સ બચાઓના રાઈટર છે. હર્ષ ભારતી કરતા લગભગ સાત વર્ષ નાનો છે. છેલ્લા બે વર્ષથી ભારતી અને હર્ષના અફેરના ન્યૂઝ મીડિયામાં ચર્ચામાં રહ્યા હતા. પરંતુ ક્યારેય પણ બંને મીડિયાની સાથે પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો નથી. હવે તેમણે તેમના રિલેશન વિશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધો છે. બહુ જલ્દી ભારતીનો એક અન્ય નવો શો શરુ થવાનો છે. જે કોમેડી નાઈટ્સ બચાઓ તાજાને રિપ્લેસ કરશે.

The post કોમેડિયન Bharti Singh એ તેના બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ appeared first on Vishva Gujarat.

દિલ્હીમાં પણ ટેક્સ ફ્રી થઇ સચિનની બાયોપિક ‘Sachin: A Billion Dreams’

$
0
0

Sachin

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પર બનેલ બાયોપિક 'Sachin: A Billion Dreams' દિલ્હીમાં પણ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. તેની પહેલા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરળ અને છત્તીસગઢમાં ફિલ્મ પહેલાથી જ ટેક્સ ફરી કરી દેવામાં આવી છે. Sachin: A Billion Dreams ફિલ્મને ભારતમાં ૨૪૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે અને વિદેશોમાં તેને ૪૦૦ સ્ક્રીન્સ મળી છે. ફિલ્મ 'સચિન: અ બિલિયન ડ્રીમ્સ' માં માસ્ટર બ્લાસ્ટરનાં બાળપણથી લઈને તેમના મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં કરવામાં આવેલ ઇન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ સુધીની સ્ટોરી બખૂબી દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં કોઈપણ એક્ટર મેઈન રોલમાં નથી. આ એક ડોકયુમેન્ટરી ફિલ્મ છે. ૨૬ મે રિલીઝ થયેલ સચિનની ફિલ્મ દર્શકોને વધારે પસંદ આવી છે અને ૬ દિવસમાં જ આ ફિલ્મે 35 કરોડ કરતા વધારે કમાણી કરી છે.

ફિલ્મની સ્ટોરી મુંબઈના દાદર વિસ્તારમાં જન્મેલ સચિન રમેશ તેંડુલકરની છે. જ્યારે દસ વર્ષની ઉંમરમા તેઓ ભારતીય ક્રિકેટ ટીમને ૧૯૮૩ નાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવતા જોવે છે તો તેની અંદર પણ એક અલગ જજ્બા જાગી ઉઠે છે અને તેના ઠીક 28 વર્ષ પછી ૨૦૧૧ માં તે જ સચિન ખુદ પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં બાળપણમાં સચિનનો ક્રિકેટ પ્રતિ લગાવ બતાવવામાં આવ્યો છે. તેની સાથે શિવાજી પાર્કથી લઈને દુનિયાનાં મોટા-મોટા ગ્રાઉન્ડમાં કેવી રીતે આ લિટલ માસ્ટરે ભારતનો ધ્વજ ફરકાવ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તેમની પર્સનલ લાઈફ અને કારકિર્દી સાથે જોડાયેલ વિવાદો પણ બતાવવામાં આવ્યા છે.

ફિલ્મમાં વૈશ્વિક સ્તરના મહાનતમ ક્રિકેટ ખેલાડી સચિનની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેનાં વિશે દર્શક બહુ ઓછુ જાણે છે. સચિન તેંડુલકરની સાથે-સાથે તેમની પત્ની અંજલિ, પુત્ર અર્જુન અને પુત્રી સારા પણ આ ફિલ્મનો ભાગ છે. જેમને બહુ ઓછી વાતચીત કરતા બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં સચિનના સપનાઓ દર્શાવામાં આવ્યા છે. તેની સાથે ક્રિકેટનાં અલગ-અલગ ફેઝમાં સ્ટ્રગલ પણ બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સચિનના બાળપણથી લઈને અત્યાર સુધીના ઘણા વિડીયો ટેપ્સ પણ છે, જે જોવામાં અને સાંભળવામાં વધારે દિલચસ્પ લાગે છે.

The post દિલ્હીમાં પણ ટેક્સ ફ્રી થઇ સચિનની બાયોપિક ‘Sachin: A Billion Dreams’ appeared first on Vishva Gujarat.

Priyanka Chopra ને આજે મળશે દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ

$
0
0

Priyanka Chopra

અભિનેત્રી Priyanka Chopra ની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ 'બેવોચ' બહુ જલ્દી રિલીઝ થવાની છે. તે દરમિયાન Priyanka Chopra માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. ૧ જૂને પ્રિયંકા ચોપડા અને તેની માતા મધુ ચોપડાને દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ કેટેગરી નિર્ધારિત કરનાર ટીમે આ નિર્ણય લીધો છે અને પ્રિયંકાને આ એવોર્ડ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવા અને ઇન્ટરનેશનલી સારું પરફોર્મ કરવા માટે આપવામાં આવી રહ્યો છે. જ્યારે તેની માતા મધુ ચોપડાને મરાઠી ફિલ્મ વેંટીલેટર માટે આપવામાં આવશે. આ વખતે દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડમાં ઇન્ટરનેશનલી સારું પરફોર્મ કરનાર એક્ટરની નવી કેટેગરી બનાવવામાં આવી છે. મધુ ચોપડા ફિલ્મ વેંટીલેટરની નિર્માતા રહી ચૂકી છે અને આ ફિલ્મને નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ હોલિવુડની દુનિયામાં ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા પ્રિયંકા પીપલ્સ ચોઇસ એવોર્ડ્સમાં તે કંઇક અલગ અંદાજમાં સામેલ થઇ હતી. આ પહેલા પણ પ્રિયંકા હોલિવુડના એવોર્ડ્સ શો માં પણ હાજરી આપી ચૂકી છે. પ્રિયંકા ચોપડાએ અમેરિકી ટીવી સિરીઝ માટે પીપલ્સ ચોઈસ એવોર્ડ્સમાં ફેવરેટ એક્ટ્રેસનો એવોર્ડ્સ જીત્યો છે. પ્રિયંકા ગયા વર્ષે અમેરિકી ટીવી સીરીઝ 'ક્વાંટિકો' થી ઘણી પોપ્યુલર થઈ છે. પ્રિયંકાને બોલિવુડ અને હોલિવુડમાં ઘણી પ્રશંસા મળી છે. હવે તે પોતાની પ્રથમ હોલિવુડ ફિલ્મ 'બેવોચ' માં કામ કરી રહી છે, જેમાં તેની સાથે ડ્વેન જ્હોનસન (ધ રોક) અને જેક એફ્રાન જેવા હોલિવુડ સ્ટાર મેઈન રોલમાં નજર આવશે.

The post Priyanka Chopra ને આજે મળશે દાદા સાહેબ ફાળકે એકેડમી એવોર્ડ appeared first on Vishva Gujarat.

સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં ભાઈ સોહેલ સાથે Salman Khan એ કર્યું ‘ટ્યુબલાઈટ’નું પ્રમોશન

$
0
0

Salman Khan

ભાઈ સોહેલ સાથે સલમાન ખાને કર્યું 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન

Salman Khan અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. સલમાન તેમની ફિલ્મના પ્રમોશન માટે સોહેલ ખાન સાથે 'સારેગામાપા લિટલ ચેમ્પ્સ' માં પહોચ્યા હતા. બંને ભાઈઓએ બાળકોનું પરફોર્મન્સ જોયું અને તેમની સાથે ખૂબ એન્જોય કર્યું. સલમાને બાળકો સાથે વાતચીત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે, ટ્યુબલાઈટનાં પ્રમોશન માટે કૃષ્ણાનાં શો 'ઇન્ડિયા બનેગા મંચ' પર પણ ગયા હતા.

ભાઈ સોહેલ સાથે સલમાન ખાને કર્યું 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન

સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે.

ભાઈ સોહેલ સાથે સલમાન ખાને કર્યું 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન

ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું રેડિયો સોંગ રિલીઝ થયું હતું. આ સોંગને અવાજ કમાલ ખાન અને અમિત મિશ્રાએ આપ્યો છે. સોંગ ઘણું મજેદાર છે જેને સાંભળી તમે ડાંસ કરવા મજબુર થઇ જશો અને તમે પણ ગાશો 'સજન રેડિયો'.

ભાઈ સોહેલ સાથે સલમાન ખાને કર્યું 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

ભાઈ સોહેલ સાથે સલમાન ખાને કર્યું 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન

ભાઈ સોહેલ સાથે સલમાન ખાને કર્યું 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન

ભાઈ સોહેલ સાથે સલમાન ખાને કર્યું 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન

ભાઈ સોહેલ સાથે સલમાન ખાને કર્યું 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન

The post સારેગામાપા લિટલ ચેમ્પ્સમાં ભાઈ સોહેલ સાથે Salman Khan એ કર્યું ‘ટ્યુબલાઈટ’ નું પ્રમોશન appeared first on Vishva Gujarat.

શું ‘તારક મહેતા કા….’ની દયાબેન ઉર્ફે Disha Vakani પ્રેગનન્ટ છે?

$
0
0

Disha Vakani

ફેમસ કોમેડી સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' માં પોતાના અલગ ફની ડાયલોગ અને કમાલની અદાકારીથી ઘરઘરમાં પોતાની ઓળખાણ બનાવનારી દયા ભાભીનાં રૂપમાં ફેમસ અભિનેત્રી Disha Vakani અત્યારે ઘરદીઠ ફેમસ છે. Disha Vakani એ ૨૦૧૫ માં મયુર પંડ્યા સાથે મેરેજ કર્યા હતા અને હવે એવી ખબર સામે આવી રહી છે કે, તે પ્રેગનન્ટ છે અને ફર્સ્ટ બાળકને એક્સપેક્ટ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દિશા થોડા સમય માટે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં' નું શૂટિંગ કરી રહી નથી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, શોમાં તેની અચાનક આ પ્રકારની અનુપસ્થિત રહેવાનું કારણ એ છે કે, દિશા પ્રેગનન્ટ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો છોડવા વિશે સોશિયલ મીડિયા પર અફવા આગની જેમ ફેલાઈ રહી છે. પરંતુ સૂત્રો પ્રમાણે દિશા શો છોડી રહી નથી તે ફક્ત પ્રેગ્નન્સીનાં કારણે થોડા દિવસનો બ્રેક લઈ રહી છે.

દિશા વાકાણી સિરીયલ સિવાય ઘણી ફિલ્મો જેવી કે, શાહરૂખ ખાનની 'દેવદાસ' (૨૦૦૨), આમિર ખાનની મંગલ પાંડે : ધ રાઈજિંગ (૨૦૦૫), સી કંપની (૨૦૦૮) અને હૃતિક રોશનની 'જોધા અકબર' (૨૦૦૮), લવ સ્ટોરી ૨૦૫૦ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ફેમસ કોમેડી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' થી દયાભાભીના રૂપમાં ફેમસ થયેલ અભિનેત્રી દિશા વાકાણીએ નવેમ્બરમાં ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

સિરીયલમાં વર્ષોથી એક ગૃહિણીની ભૂમિકા ભજવી રહેલ દિશા વાકાણીએ ગુજરાતના બિઝનેશમેન મયુર સાથે મેરેજ કર્યા હતા. મેરેજનું ફંક્શન સંપૂર્ણ રીતે ખાનગી રાખવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે ‘તારક મહેતા..’ ટીમને પણ આ લગ્ન માટે ઇનવાઈટ કરવામાં આવી હતી નહિ. હાં, પ્રોડ્યુસર અસિત મોદીને આમંત્રણ જરૂર આપવામાં આવ્યું હતું અને તે મેરેજમાં હાજર પણ હતા. મેરેજ પછી રીસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં તેમના રીલેટીવ્સ અને ફ્રેન્ડસ પણ હાજર રહ્યા હતા.

The post શું ‘તારક મહેતા કા….’ ની દયાબેન ઉર્ફે Disha Vakani પ્રેગનન્ટ છે? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images