Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Confirmed: ‘જબ તક હે જાન’પછી એકવાર ફરીથી સાથે જોવા મળશે અનુષ્કા, Shah Rukh અને કેટરીના

$
0
0

Shah Rukh

સુપરસ્ટાર Shah Rukh Khan નિર્દેશક આનંદ એલ રાયની અપકમિંગ ફિલ્મમાં તેમની 'જબ તક હે જાન' ફિલ્મની કો-એક્ટ્રેસ કેટરીના કેફ અને અનુષ્કા શર્મા સાથે નજર આવવાના છે. Shah Rukh Khan સાથે આનંદ એલ રાયની ફિલ્મની ઘોષણા થયા પછી આ ફિલ્મ ચર્ચાઓમાં છે. આ વર્ષની શરૂઆતમાં કેટરીનાનું નામ ફિલ્મ સાથે જોડાયા પછી ફિલ્મમાં બીજી મુખ્ય અભિનેત્રીને લઈને ચર્ચાઓનું બજાર ગરમ હતું. નિર્માતાઓએ અંતે ફિલ્મમાં અનુષ્કા શર્માનું નામ કન્ફર્મ કરી દીધું છે. રાયે એક નિવેદનમાં જણાવ્યું કે, તેમની આગામી ફિલ્મમાં શાહરૂખ ખાન અને કેટરીનાની સાથે અનુષ્કા આવવાથી ઉત્સાહિત છુ. અનુષ્કા આ ફિલ્મના રોલને લઈને મળનાર પડકાર માટે વધારે ઉત્સાહિત છે. અમે અનુષ્કાના લૂક પર કામ કરી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે, આનંદ એલ રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા માણસનો રોલ પ્લે કરી રહ્યા છે. ડિરેકટર આનંદ એલ. રાયની ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે જેના માટે મુંબઈની ફિલ્મ સીટીમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ફિલ્મમાં એક હિરોઈન કેટરીના કેફ પહેલાથી નક્કી છે અને દીપિકા ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ છે. આ કારણે મેકર્સ અનુષ્કાનાં નામ પર વિચાર કરી રહ્યા હતા. જો કે, સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે, જો આ ફિલ્મ માટે અનુષ્કા શર્મા નાં કહેશે તો આનંદ એલ. રાય તેમની ફેવરેટ એક્ટ્રેસ સોનમ કપૂરને કાસ્ટ કરવાનું વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણને આનંદ એલ રાયની આ ફિલ્મ કરવાની ઈચ્છુક હતી પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' નાં શૂટિંગમા વ્યસ્ત છે અને તેની સાથે બંને ફિલ્મોની તારીખ કલેશ થવાના કારણે દીપિકાએ આનંદ એલ રાયને નાં પાડી છે.

The post Confirmed: ‘જબ તક હે જાન’ પછી એકવાર ફરીથી સાથે જોવા મળશે અનુષ્કા, Shah Rukh અને કેટરીના appeared first on Vishva Gujarat.


Tubelight નાં નવા સોંગમાં જોવા મળ્યો સલમાન-સોહેલનો Bhaihood

$
0
0

Tubelight

રેડિયો સોંગ પછી Tubelight નું બીજું સોંગ 'નાચ મેરી જાન' રિલીઝ થયું છે. આ સોંગ સલમાન ખાન અને સોહેલ ખાન પર ફિલ્માવામાં આવ્યું છે. આ સોંગને અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે અને મ્યુઝિક પ્રીતમનું છે. સોંગને કમાલ ખાન, નક્ષ અજીજ, દેવ નેગી અને તુષાર જોશીએ ગાયું છે. સોંગમાં સલમાન અને સોહેલ ખૂબ ડાંસ કરી રહ્યા છે. ડિરેક્ટર કબીર ખાને ટ્વીટ કરી આ સોંગની લિંક શેર કરી અને લખ્યું નવા સોંગમાં બિશ્ત બ્રધર્સ તેમનો ભાઈહુડ લઈને આવી રહ્યા છે.

સલમાન ખાન આજકાલ સોશિયલ મીડિયા સાઈડ ટ્વિટર પર વધારે એક્ટીવ હોય છે. તેમની ફિલ્મ 'ટ્યુબલાઈટ' ઈદ પર રિલીઝ થઇ રહી છે અને તેમણે તેના પ્રમોશન માટે સૌથી સારો ઓપ્શન ટ્વિટર શોધ્યો છે. થોડા દિવસ પહેલા સલમાને તેમના ભાઈ સોહેલની સાથે બાળપણનો એક ફોટો શેર કર્યો હતો જેને તેમણે ભાઈહુડનું કેપ્શન આપ્યું હતું. સલમાને ટ્વિટર પર બાળપણનો જે ફોટો શેર કર્યો હતો તેમાં તેમની સાથે તેમના ભાઈ સોહેલ ખાન પણ છે. સલમાને ટ્વીટ કરતા લખ્યું કે, બંધુ સોહેલ ખાન અને કપ્તાનનો ભાઈહુડ.

સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું રેડિયો સોંગ રિલીઝ થયું હતું. આ સોંગને અવાજ કમાલ ખાન અને અમિત મિશ્રાએ આપ્યો છે. સોંગ ઘણું મજેદાર છે જેને સાંભળી તમે ડાંસ કરવા મજબુર થઇ જશો અને તમે પણ ગાશો 'સજન રેડિયો'.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

The post Tubelight નાં નવા સોંગમાં જોવા મળ્યો સલમાન-સોહેલનો Bhaihood appeared first on Vishva Gujarat.

ફરીથી ચાલશે બાહુબલી અને દેવસેનાની જોડીનો જાદુ, આ ફિલ્મમાં સાથે આવશે નજર

$
0
0

Prabhas

બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ તોડતી ફિલ્મ 'બાહુબલી 2' ની જોડી Prabhas અને અનુષ્કા શેટ્ટી લોકોએ ખૂબ પસંદ કરી છે. બાહુબલી અને દેવસેનાના ફેંસ માટે એક ખુશખબરી છે કે, હવે આ જોડી બહુ જલ્દી મોટા પડદા પર નજર આવશે. ફિલ્મ બાહુબલીની સફળતા પછી હવે એક્ટર Prabhas નો આગામી પ્રોજેક્ટ સાહો છે. તેનું શૂટિંગ શરુ કર્યા પહેલા જ તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

ખબરોની માનીએ તો પહેલા ફિલ્મમાં લીડ એક્ટ્રેસ માટે કેટરીના કેફ અને શ્રદ્ધા કપૂર જેવી બોલિવુડ એક્ટ્રેસનાં નામની ચર્ચા કરવામાં આવી રહી હતી. પરંતુ હવે ચર્ચા છે કે, બાહુબલી-2 ની હીટ જોડી એકવાર ફરીથી સાહો ફિલ્મમાં નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, અનુષ્કા શેટ્ટીની સાથે સાહોને લઈને ફિલ્મ મેકર્સ વાતચીત કરી રહ્યા છે. એવી ખબર સામે આવી રહી છે કે, અનુષ્કા શેટ્ટીને આ ફિલ્મ માટે ફાઈનલ કરી દેવામાં આવી છે. જો ખબર સત્ય છે તો બાહુબલીના ફેંસ માટે આ ગુડ ન્યૂઝ હશે.

ઉલ્લેખનીય છે કે, બાહુબલી-2 રિલીઝ થયા પછી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થયાના 3 અઠવાડિયા પૂર્ણ થઇ ગયા છે પરંતુ ડિરેકટર રાજામૌલીની આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મે ૨૧ દિવસમાં વર્લ્ડ વાઈડ ૧૫૦૦ કરોડની કમાણી કરી એક ઈતિહાસ રચી દીધો છે. બાહુબલી ૨ જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. 

The post ફરીથી ચાલશે બાહુબલી અને દેવસેનાની જોડીનો જાદુ, આ ફિલ્મમાં સાથે આવશે નજર appeared first on Vishva Gujarat.

જુઓ….ભોજપુરી અભિનેત્રી Monalisa ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Latest Instagram Pics of Ex Bigg Boss Contestant Monalisa

ભોજપુરી અભિનેત્રી Monalisa ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

પ્રખ્યાત રિયાલીટી શો ‘બીગ બોસ’ સીઝન-૧૦ ની સ્પર્ધક રહેલી Monalisa આ દિવસોમાં પોતાના ટ્રાન્સફોર્મેશનના માટે ચર્ચાઓમાં છે. મોનાલિસા આ દિવસો પોતાની ફિટ કરવા માટે ખુબ જ મેહનત કરી રહી છે. મોનાલિસાએ પોતાના વર્કઆઉટની તસ્વીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરે છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

મોનાલિસા આ દિવસોમાં રિયાલિટી શો 'નચ બલીયે’ સીઝન-૮ ના ભાગ છે. આ શોમાં તેમના લાઈફ પાર્ટનર વિક્રાંત જ તેમના ડાન્સ પાર્ટનર બન્યા છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

મોનાલિસાએ પોતાની ટ્રાન્સફોર્મેશનની તસ્વીરો શેર કરતા લખ્યું છે કે, ફિટ થવું મારા માટે પડકાર હતો, મારે તેના પર વધુ કામ કરવાનું છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તમને જણાવી દઈએ કે, મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટીવ રહે છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ઉલ્લેખનીય છે કે, બિગબોસની સીઝનમાં ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે બિગબોસના ઘરમાં મેરેજ કર્યા હતા. આ અવસર પર મોના અને વિક્રાંતના ફેમિલી મેમ્બર્સ સિવાય ભોજપુરી એક્ટર રવિ કિશન, નિરહુઆ સહિત કેટલાક અન્ય ક્લોઝ ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ...

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ….ભોજપુરી અભિનેત્રી Monalisa ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

Tusshar Kapoor એ કંઇક આ રીતે સેલિબ્રેટ કર્યો પુત્ર લક્ષ્યનો બર્થડે

$
0
0

Tusshar Kapoor

Tusshar Kapoor

ગઈકાલે બોલિવુડ એક્ટર Tusshar Kapoor નાં પુત્ર લક્ષ્યનો ફર્સ્ટ બર્થડે હતો અને તેના માટે Tusshar Kapoor એ ગ્રાંડ પાર્ટીનું આયોજન કર્યું હતું. તુષાર કપૂરે તેના જૂહુવાળા બંગલા પર લક્ષ્યનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

તુષાર કપૂર

આ પાર્ટીમાં બાળકો માટે એક ખાસ થીમ પણ બનાવવામાં આવી હતી. આ પાર્ટીમાં બાળકો માટે એક ખાસ કઠપૂતળીનો શો પણ રાખવામાં આવ્યો હતો અને તેના સિવાય એક ટેટુ કોર્નરની સાથે એક ગિટારિસ્ટ પણ બોલાવવામાં આવ્યો હતો.

તુષાર કપૂર

તમને જણાવી દઈએ કે, કામમાં વ્યસ્ત હોવા છતાં તુષાર તેમના પુત્રનું પૂરતું ધ્યાન રાખે છે. તે શૂટિંગ દરમિયાન પણ પોતાના પુત્રને પણ સાથે રાખે છે. આખો કપૂર પરિવાર લક્ષ્યને વધારે પ્રેમ કરે છે. તુષારનાં પિતા અને લક્ષ્યના દાદા બોલિવુડ એક્ટર જીતેન્દ્ર માટે લક્ષ્યની મુસ્કાન તેમનો દિવસ બનાવે છે.

તુષાર કપૂર

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર તુષાર કપૂર ગયા વર્ષે સરોગેસીથી એક બેબી બોયના પિતા બન્યા હતા. આ ખબરથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે, તુષારે તેમના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે અને પોતાના જીવનમાં તે નવા રોલને લઈને ઘણા એક્સાઈટેડ છે.

તુષાર કપૂર

પોતાની ફેમિલીમાં આવેલ આ નવા સભ્ય વિષે તુષારે કહ્યું કે, હું પિતા બની ઘણો ઉત્સાહિત છુ. મને છેલ્લા ઘણા સમયથી પિતા બનવાની ઈચ્છા હતી. લક્ષ્ય આજે મારા જીવનની સૌથી મોટી ખુશીનું કારણ છે. ભગવાનની કૃપાથી અને જસલોકમાં મહાન તબીબી ટીમના કારણે સિંગલ લોકો પણ પેરેંટહુડનો ઓપ્શન પસંદ કરી શકે છે.

તુષાર કપૂર

તમને જણાવી દઈએ કે, તુષાર બોલિવુડના પ્રથમ મેલ એક્ટર છે જે મેરેજ વગર સરોગેસી દ્ધારા બાળકના પિતા બન્યા છે. તુષાર તેના દ્ધારા બોલિવુડમાં ઘણા એલીજીબલ બેચલરને પિતા બનવાની સલાહ આપી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

The post Tusshar Kapoor એ કંઇક આ રીતે સેલિબ્રેટ કર્યો પુત્ર લક્ષ્યનો બર્થડે appeared first on Vishva Gujarat.

ડૉ. ગુલાટીને મળ્યો Salman Khan નો સાથ, આ શોમાં એકસાથે આવશે નજર

$
0
0

Salman Khan

બોલિવુડ એક્ટર Salman Khan તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન શરુ કરી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી ટીવી શોઝ ફિલ્મ પ્રમોશન્સનું સૌથી મોટું મંચ બની ચુક્યું છે. એવી ખબર સામે આવી રહી કે કે, બહુ જલ્દી Salman Khan સુનીલ ગ્રોવર અને તેમની ટીમ સાથે શો શૂટ કરવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન તેમની ફિલ્મના પ્રમોશન માટે સુનીલ ગ્રોવર, અલી અસગર, સુગંધા મિશ્રાની સાથે શૂટિંગ કરવાના છે. કપિલ સાથે થયેલા વિવાદ પછી આ કલાકારોએ કપિલનાં શોને અલવિદા કહી દીધો હતો. અત્યારે સુનીલ સોનીનાં શોમાં પોતાની ટીમ સાથે કોમેડી કરતા નજર આવી રહ્યા છે. એક સૂત્ર પ્રમાણે, તાજેતરમાં એક પ્રોમો શૂટ કરવામાં આવ્યો છે જે બહુ જલ્દી ઓન-એર થશે. સુનીલ ગ્રોવર આ પ્રોમોના ભાગ હતા નહિ. કારણકે તે તેમની એક લાઈવ ઇવેન્ટ માટે ટ્રાવેલ કરી રહ્યા છે. અ બે કલાકનો સ્પેશિયલ એપિસોડ હશે. જેમાં તે બધા કલાકાર સામેલ થવાની આશા છે.

સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે.

થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, કપિલ શર્માનો શો બંધ થવાનો છે. તેના બે કારણ જણાવવામાં આવી રહ્યા હતા. એક કે, શોને હવે તેટલા રેટિંગ મળી નથી રહ્યા જેટલા પહેલા મળતા હતા અને બીજું કારણ સલમાન તેમનો હિટ શો 'દસ કા દમ' લઈને આવના હતા. જો કે, હવે એવી ખબરો સામે આવી રહી છે કે, કપિલ શર્માનો શો હજુ થોડા દિવસ સુધી ચાલતો રહેશે. તેના માટે તેના માટે કપિલે સલમાનનો આભાર માનવો જોઈએ. હવે તમે પૂછશો કેમ તો તેનું કારણ છે સલમાન ખાનનો અપકમિંગ શો 'દસ કા દમ' થોડા સમય પછી ટીવી પર શરુ થશે, જેના કારણે કપિલ શર્માનાં શોને થોડો વધારે સમય મળી જશે.

The post ડૉ. ગુલાટીને મળ્યો Salman Khan નો સાથ, આ શોમાં એકસાથે આવશે નજર appeared first on Vishva Gujarat.

Baywatch Movie Review: પ્રિયંકાની દમદાર એક્ટિંગ, પરંતુ ફિલ્મની સ્ટોરી નબળી

$
0
0

Baywatch

૯૦ નાં દાયકામાં જ્યારે Baywatch સીરીયલ આવી હતી તો તેને જોવા માટે ભારતીય દર્શકોમાં એક અલગ ક્રેઝ હોય છે. હવે લગભગ ૧૬ વર્ષ પછી તે સીરીયલની થીમ પર ફિલ્મ 'Baywatch' બનાવવામાં આવી છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે....

ફિલ્મની સ્ટોરી ફ્લોરિડાનાં દરિયા કિનારે બેવોચ ટીમની છે. જેનો હેડ મિચ (ડ્વેન જોન્સન) છે. એકવાર સિટી કાઉન્સિલે મિચની ટીમમાં મેટ બ્રાડી (જેક એફ્રાન) ની નિમણુક કરી જેનાથી મિચ ખુશ હતા નહિ. કારણકે મેટ તેના કામમાં લાપરવાહી રાખતો હતો. પરંતુ ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે બીચની નજીક ડ્રગ્સની બેગ્સ મળે છે અને મિચની શંકા વિક્ટોરિયા લીડ્સ (પ્રિયંકા ચોપડા) ની ઉપર જાય છે. હવે કેવી રીતે મિચ અને તેમની આખી ટીમ આ ષડ્યંત્રનો પર્દાફાશ કરે છે અને તે જ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

ફિલ્મની સ્ટોરી જૂની-પુરાની છે, જેને વધારે શ્રેષ્ઠ કરી શકાય. મેકર્સને ખબર છે કે, બેવોચ સીરીયલ પોતાના સમયમાં સુપર હીટ શો હતો અને તેના પર જો ફિલ્મ બનાવવામાં આવે તો તે શ્રેષ્ઠ હોવી બહુ જરૂરી છે. એવું કરવામાં આ ફિલ્મ નિષ્ફળ રહી છે. ફિલ્મના કેટલાક સિક્વન્સ એવા પણ આવે છે જેને જોઈ લાગે છે કે, આ સીન જબરદસ્તીથી બતાવવામાં આવ્યા હોય. હોલિવુડ ફિલ્મોના ફેંસ જેઓ આ ફિલ્મથી ઘણું એક્સપેક્ટ કરી રહ્યા હતા. દુર્ભાગ્યવશ તેમને આ બધુ મળી શકશે નહિ.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે ડ્વેન જોનસન, જેક એફ્રોન અને પ્રિયંકા ચોપડાનાં ફેન છો તો આ ફિલ્મ એકવાર જોઈ શકો છો.

The post Baywatch Movie Review: પ્રિયંકાની દમદાર એક્ટિંગ, પરંતુ ફિલ્મની સ્ટોરી નબળી appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડ અભિનેત્રી Sonakshi Sinha નો જન્મદિવસ

$
0
0

બોલીવુડ અભિનેત્રી Sonakshi Sinha

બોલીવુડ અભિનેત્રી Sonakshi Sinha નો આજે જન્મદિવસ છે. સોનાક્ષી સિંહા અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી છે. આજે અમે તેમના કેટલાક ફોટોસ લઈને આવ્યા છીએ તે તમે આ અગાઉ જોયા નહી હોય. તો આવો જોઈએ તેમના જન્મદિવસની તક પર તેમના સુંદર ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

જી હા, તે એજ સોનાક્ષી સિંહા છે જે આજકલ પોતાના શાનદાર દેખાવથી ચાહકોને આકર્ષિત કરે છે, પરંતુ જુઓ પહેલા તેની કેવી પરીસ્થિતિ હતી.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

સોનાક્ષી સિંહા બોલીવુડમાં આવ્યા પહેલા ફેશન ડિઝાઇનીંગની વિધાર્થી હતી. પરંતુ તેના જાડાપણાના કારણે તે રેમ્પ પર આવાનું ટાળતી હતી. એક સમયે તો એવું લાગવા લાગ્યું હતું કે, સોનાક્ષી સિંહા ડાઈટિંગના ચક્કરમાં પોતાને જ બીમાર કરી દીધી હોત. પરંતુ એવું કઈ થયું નહિ તેને ઘણી સમજણથી કામ કર્યું હતું. આજે સોનાક્ષી સિંહાએ એક શ્રેષ્ઠ જ નહિ પરંતુ હોટ અભિનેત્રીઓમાંથી એક ગણવામાં આવે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહ

The post આજે છે બોલીવુડ અભિનેત્રી Sonakshi Sinha નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


Rishi Kapoor ની વિરુદ્ધ નોંધાઈ FIR, BMC એ મોકલી હતી નોટિસ

$
0
0

Rishi Kapoor

બોલિવુડ એક્ટર Rishi Kapoor એકવાર ફરીથી વિવાદોમાં છે અને આ વખતે તેમનું વિવાદમાં હોવાનું કારણ તેમના દ્ધારા આપવામાં આવેલ વિવાદિત નિવેદન નથી પરંતુ તેમના વિરુધ્ધ નોંધાયેલ FIR નોંધાયેલ છે. આ FIR તેમની વિરુધ્ધ બીએમસસી તરફથી ખાર પોલીસ સ્ટેશન, મુંબઈમાં નોંધાવવામાં આવી છે. વાત જાણે એમ છે કે, Rishi Kapoor ને બીએમસી તરફથી નોટીસ મોકલવામાં આવી હતી અને તેનું કારણ છે તેમના ઘરની બહાર આવેલ વૃક્ષો કાપવામાં આવ્યા હતા. રિશી કપૂર મુંબઈનાં બાંદ્રાનાં પાલી હિલ સ્થિત કૃષ્ણારાજ બંગલામાં રહે છે અને તેમને તેમના ઘરમાં કન્સ્ટ્રકશન કામ કરાવવાનું હતું જેના કારણે તેમને ઘરની બહારનાં વૃક્ષો કાપવા પડ્યા હતા.

જો કે, વૃક્ષોની કાપણી માટે બકાયદા બીએમસી પાસેથી મંજૂરી પણ લેવામાં આવી હતી. પરંતુ રિશી કપૂરે પણ બીએમસીનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જે ૬ વૃક્ષોની ડાળીઓ કાપવાની હતી તેને સીધા કાપી દેવામાં આવ્યા હતા. રિશી કપૂરને મોકલવામાં આવેલ નોટીસમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેમને ૬ વૃક્ષોની છટણીની પરવાનગી આપવામાં હતી પરંતુ તેમના કોન્ટ્રાકટર દ્ધારા ફક્ત વૃક્ષોની શાખાઓને સંપૂર્ણ કાપી દેવામાં આવી છે આ સિવાય ૬ કરતા વધુ શાખાઓ કાપી દેવામાં આવી છે. જો કે, મહારાષ્ટ્ર પ્રોટેકશન એન્ડ પ્રિવેંશન ઓફ ટ્રી એક્ટ હેઠળ ખોટું છે અને તેની પર કાર્યવાહી કરવામાં આવશે.

The post Rishi Kapoor ની વિરુદ્ધ નોંધાઈ FIR, BMC એ મોકલી હતી નોટિસ appeared first on Vishva Gujarat.

કંઇક આ અંદાજમાં IIFA 2017 ની પ્રેસ કોન્ફરન્સમાં નજર આવ્યા આલિયા, સલમાન અને કેટરીના

$
0
0

IIFA

કંઇક આ અંદાજમાં IIFA 2017 ની પ્રેસ કોન્ફરન્સમાં નજર આવ્યા આલિયા, સલમાન અને કેટરીના

IIFA 2017 ની ઉજવણી બહુ જલ્દી શરુ થવાની છે અને અત્યારથી આ એવોર્ડ શો માટે માહોલ બનાવવામાં આવી રહ્યો છે. મુંબઈમાં આઈફા ૨૦૧૭ ની એક પ્રેસ કોન્ફરન્સ થઇ હતી. તેમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કેફ જેવા સ્ટાર્સ સામેલ થયા હતા. આ પ્રેસ કોન્ફરન્સ કેટલાક ફોટા શેર કરવામાં આવ્યા છે. તેમાં સલમાન, કેટરીના અને આલિયા આઈફાના રંગમાં જોવા મળ્યા હતા.

કંઇક આ અંદાજમાં IIFA 2017 ની પ્રેસ કોન્ફરન્સમાં નજર આવ્યા આલિયા, સલમાન અને કેટરીના

પ્રાપ્ત માહિતી મુજબ, એવોર્ડ નાઈટને કરણ જોહર તેમના અંદાજમાં હોસ્ટ કરશે. કરણ જોહરનો સાથ આપતા બોલિવુડ એક્ટર રિતેશ દેશમુખ અને ટીવી કલાકાર મનીષ પોલ દર્શકોને હસાવશે. આ વખતે આઈફા ૨૦૧૭ ની ઉજવણી વધારે ખાસ બનાવવા માટે બોલિવુડનાં ફેમસ સિંગર એઆર રહેમાનને સલામ કરવામાં આવશે. કારણકે એઆર રહેમાને બોલિવુડમાં પોતાના ૨૫ વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ કારણે તેને સેલિબ્રેટ કરવા માટે ખાસ પ્રોગ્રામ રાખવામાં આવશે.

કંઇક આ અંદાજમાં IIFA 2017 ની પ્રેસ કોન્ફરન્સમાં નજર આવ્યા આલિયા, સલમાન અને કેટરીના

જો કે, ડાંસ પરફોર્મન્સ વગર આ એવોર્ડ નાઈટ પૂરી થઇ શકે નહિ. એવોર્ડ નાઈટમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ અને કેટરીના કેફ ડાંસ કરતા નજર આવશે. તેની સાથે સુશાંત સિંહ રાજપૂત, કૃતિ સેનન અને શાહિદ કપૂર પણ ડાંસ કરતા જોવા મળશે.

The post કંઇક આ અંદાજમાં IIFA 2017 ની પ્રેસ કોન્ફરન્સમાં નજર આવ્યા આલિયા, સલમાન અને કેટરીના appeared first on Vishva Gujarat.

આ બાયોપિક ફિલ્મમાં નજર આવશે Kareena Kapoor Khan

$
0
0

Kareena Kapoor Khan

બોલિવુડનાં ક્યુટ સ્ટાર કિડ તૈમૂરની ફેશનેબલ મોમ Kareena Kapoor Khan ના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. Kareena Kapoor Khan એકવાર ફરીથી ઓનસ્ક્રીન નજર આવવાની છે અને એવા ન્યૂઝ છે કે, તે બોક્સ ઓફિસ પર હિટ બાયોપિક્સ આપનાર ઓમંગ કુમારની ફિલ્મમાં નજર આવશે. ઓમંગ કુમારે તેની પહેલા પણ બોક્સ ઓફિસ પર બે સફળ બાયોપિક્સ 'મેરી કોમ' અને 'સરબજીત' આપી ચૂક્યા છે. પ્રિયંકા ચોપડા અને એશ્વર્યા રાય બચ્ચનની સાથે કામ કર્યા પછી ઓમંગને કરીના માયે યોગ્ય સ્ક્રિપ્ટ મળી ગઈ છે. પરંતુ હજુ આ વાત પર સસ્પેન્સ બરકરાર છે કે, ઓમંગ હવે કોની રીયલ લાઈફ સ્ટોરી પર બાયોપિક બનાવવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે ફિલ્મ વીર દી વેડિંગનાં શૂટિંગને લઈને ચર્ચાઓમાં છે. પરંતુ આ સિવાય કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં કરીના કપૂર મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. જો કે, કરીના કપૂરએક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.

ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો.

The post આ બાયોપિક ફિલ્મમાં નજર આવશે Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માટે Aamir Khan ની ફી જાણી ચોંકી જશો તમે!

$
0
0

Aamir Khan

મિસ્ટર પરફેકશનિસ્ટ Aamir Khan બોલિવુડમાં સૌથી વધુ ફી લેનાર એક્ટર્સની યાદીમાં સામેલ છે. જો કે, આજકાલ એક્ટર્સ ફિલ્મોમાંથી થનાર પ્રોફિટથી પોતાની ફીસ વસૂલી રહ્યા છે. આમિર ખાન પણ તેમની આગામી ફિલ્મની સાથે કંઇક આવું જ કરી રહ્યા છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માટે આમિર ખાન ફીસ જાણી તેમના ફેંસને પણ હેરાની થશે. પ્રાપ્ત માહિતી મુજબ, આમિર ખાન તેમની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' માટે પ્રોફિટનો ૭૦ ટકા ભાગ લેવાના છે અને અન્ય બચેલો ભાગ ૩૦ ટકા પ્રોડ્યુસર આદિત્ય ચોપડા લેશે.

હવે આ વાત તો ચોંકાવનારી છે. કારણકે કોઈપણ પ્રોડ્યુસર પોતાની ફિલ્મનો આટલો ભાગ આપવા માટે રાજી હશે નહિ. શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાન પણ બધા પોત-પોતાની ફિલ્મોથી થયેલ પ્રોફિટનો ભાગ લેતા હોય છે પરંતુ કોઈને પણ આજસુધી ૫૦ ટકા કરતા વધારે મળ્યો નથી. જો કે, આમિર ખાનની બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર હંમેશા દમદાર પ્રદર્શન કરે છે. દંગલ પણ ૧૭૦૦ કરોડની કમાણી સાથે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. તો બીજી તરફ, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માટે દર્શકોમાં એટલો જ ક્રેઝ છે.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની દંગલ અત્યારે ચીનમાં ધમાકેદાર કમાણી કરી રહી છે. હવે આમિર ખાન બહુ જલ્દી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શૂટિંગ શરુ કરવાના છે. ફિલ્મનું શૂટિંગ ૫ જૂનથી શરુ થશે. હવે આ ફિલ્મનો ફર્સ્ટ લોગો રિલીઝ કરવામાં આવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું કે,આ ફિલ્મ આવતા વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના ખાસ હિસ્સાનાં શૂટિંગ માટે યશરાજ પ્રોડક્શને બે મોટા જહાજ પણ તૈયાર કરાવ્યા છે. જ્યાં ઘણા ઓછા લોકોને જવાની પરવાનગી છે.

બોલિવુડની ફેમસ અભિનેત્રી કેટરીના કેફ મહાનાયક અમિતાભ બચ્ચન અને મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાનની સાથે કામ કરતા નજર આવશે. બોલિવુડ નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્ય ફિલ્મ 'ઠગ ઓફ હિન્દુસ્તાન' નિર્દેશિત કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ 'ઠગ ઓફ હિન્દુસ્તાન' માં કેટરીના ડાંસરનો રોલ પ્લે કરતા નજર આવશે. તેની સાથે તે ફિલ્મમાં એક આઈટમસોંગ કરતા પણ નજર આવશે.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા 'કન્ફેશન્સ ઓફઅ ઠગ' પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ 'ધૂમ' ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે.

The post ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માટે Aamir Khan ની ફી જાણી ચોંકી જશો તમે! appeared first on Vishva Gujarat.

શું મલાઈકાથી અલગ થયા પછી આ વિદેશી યુવતી સાથે મેરેજ કરશે Arbaaz?

$
0
0

Arbaaz Khan

તાજેતરમાં Arbaaz Khan અને મલાઈકા અરોડાનો ૧૮ વર્ષનો સંબંધ તલાકથી પૂરો થઇ ગયો છે. આ તલાકનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અત્યારે એવી ખબર સામે આવી રહી છે કે, Arbaaz Khan તેમની વિદેશી ગર્લફ્રેન્ડ સાથે મેરેજ કરવાના છે. થોડા દિવસ પહેલા અરબાઝ અને એલેકઝેન્ડ્રાનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સલમાન ખાનની જેમ તેમના ભાઈ અરબાઝ પણ રોમાનિયન યુવતીના પ્રેમમાં પડી ચૂક્યા છે. અત્યારે અરબાઝ અને એલેકઝેન્ડ્રા ઘણીવાર હેંગઆઉટ કરતા નજર આવે છે. એવું લાગે છે કે, મલાઈકાથી તલાક લીધા બાદ અરબાઝ સંપૂર્ણ રીતે મુવ ઓન કરી ચૂક્યા છે. જો કે, થોડા સમય પહેલા બોલિવુડ એક્ટર અરબાઝ ખાન ગોવામાં આ મિસ્ટ્રી ગર્લની સાથે વેકેશન એન્જોય કરતા નજર આવ્યા હતા. અરબાઝ અને તેમની ફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પણ શેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોડા અને અરબાઝ ખાન કાયદેસર અલગ થઇ ગયા છે. બાંદ્રા ફેમિલી કોર્ટ પહોચ્યા હતા. જ્યાં તલાકની પ્રક્રિયા પછી તેઓ લીગલી અલગ થઇ ગયા હતા. અરબાઝ-મલાઈકાનાં વકીલ ક્રાંતિ સાઠે અને અમૃતા સાઠે તેમના તલાકની ખબર કન્ફર્મ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પુત્ર અરહાન મલાઈકાની સાથે રહેશે, જ્યારે અરબાઝને તેને મળવા માટેની અનુમતિ રહેશે.

મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાનની વચ્ચે તલાક વિશે એક અન્ય સત્ય સામે આવ્યું છે. આ કપિલનું ૧૮ વર્ષના મેરેજ તૂટવાનું કારણ અરબાઝ ખાનની અસફળ કારકિર્દી બતાવવામાં આવી રહી છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. એવી ખબરો આવી હતી કે, સલમાન ખાને પણ પોતાની ભાભી મલાઈકાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે ૧૮ વર્ષ જૂના સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય ના લે. તેમણે મલાઈકાને વિનંતી કરી કે તે આ સંબંધને તૂટતા બચાવી લે. પરંતુ, વાત ના બની.

The post શું મલાઈકાથી અલગ થયા પછી આ વિદેશી યુવતી સાથે મેરેજ કરશે Arbaaz? appeared first on Vishva Gujarat.

Tubelight નહિ તોડી શકે ‘દંગલ’અને ‘બાહુબલી 2’નો રેકોર્ડ: સલમાન ખાન

$
0
0

Tubelight

આ ખબર સાંભળી તમને વિશ્વાસ થશે નહિ કે, ખુદ સલમાન ખાન આવી વાત કહી શકે છે પરંતુ આ સત્ય છે. બોલિવુડનાં ભાઈજાન સલમાન ખાને આ વાતનો સ્વીકાર કર્યો છે કે, તેમની અપકમિંગ ફિલ્મ Tubelight આમિર ખાનની દંગલ અને પ્રભાસની બાહુબલી-૨ નો બોક્સ ઓફિસ રેકોર્ડ તોડવામાં સફળ થશે નહિ. બોલિવુડનાં ખાન સલમાન ખાને એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. સલમાન ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમને લાગે છે કે, ટ્યુબલાઈટ 'દંગલ' અને 'બાહુબલી -૨' જેવી ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી શકશે? તો સલમાન ખાને તેના ઉત્તરમાં કહ્યું કે, દંગલ અને બાહુબલી-2 ઘણી સારી ફિલ્મો છે. તેમના બોક્સ ઓફિસ રેકોર્ડ સુધી પહોચવા માટે હજુ સમય જોઈએ. સલમાન ખાનની આ વાત તમને થોડી અટપટી લાગી રહી હશે પરંતુ સલમાન ખાન બોક્સ ઓફિસનો ખેલ સારી રીતે સમજે છે. કદાચ એટલા માટે જ તેમણે આ ઉત્તર આપ્યો છે. દંગલ અને બાહુબલી-2 દેશથી લઈને વિદેશ સુધી તહેલકા મચાવી ચૂકી છે. તેની સાથે-સાથે આ ફિલ્મોની સાથે કેટલાક એવા ફેકટર્સ પણ જોડાયેલ છે, જે ટ્યુબલાઈટની સાથે નથી.

સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું રેડિયો સોંગ રિલીઝ થયું હતું. આ સોંગને અવાજ કમાલ ખાન અને અમિત મિશ્રાએ આપ્યો છે. સોંગ ઘણું મજેદાર છે જેને સાંભળી તમે ડાંસ કરવા મજબુર થઇ જશો અને તમે પણ ગાશો 'સજન રેડિયો'.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

The post Tubelight નહિ તોડી શકે ‘દંગલ’ અને ‘બાહુબલી 2’ નો રેકોર્ડ: સલમાન ખાન appeared first on Vishva Gujarat.

જાણો… Kareena Kapoor ના પુત્ર તૈમૂર અને શાહિદની પુત્રી મીશા વચ્ચે આ છે કનેક્શન

$
0
0

Kareena Kapoor

ગુરુવારે તુષાર કપૂરનાં પુત્રની બર્થડે પર બોલિવુડનાં ઘણા સેલેબ્સ તેમના બાળકોની સાથે આ પાર્ટીમાં નજર આવ્યા હતા પરંતુ આ પાર્ટીમાં Kareena Kapoor ના પુત્ર તૈમૂરનાં ક્યુટ લૂક પર બધાની નજર હતી. આ પાર્ટીના ફોટોઝ અને વિડીયો શુક્રવારે રાત્રે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. Kareena Kapoor ના પુત્રની જેમ તેના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂરની પુત્રી મીશાનું લુક્સ પણ સેલિબ્રિટી કિડ્સમાં વધારે ક્યુટ છે. સોશિયલ મીડિયા પર પણ જેટલી વાર શાહિદ તેમની પુત્રીનો ફોટો શેર કરે છે વાયરલ થઇ જાય છે.

ફોટોઝ અને વિડીયોની વાત અલગ કરીએ તો આ બંને સેલિબ્રિટીઝનાં બાળકોમાં એક વાત કોમન છે. જેને જાણી તમે દંગ રહી જશો. કરીનાના પુત્ર તૈમૂર અને શાહિદની પુત્રી મીશા બંને બાળકોને કેમેરા પર લૂક આપતાખૂબ સારી રીતે આવડે છે. આ વાતનો પુરાવો આ બંને સેલિબ્રિટી કિડ્ઝનાં ફોટો જોઈ ખબર પડે છે. તુષારનાં પુત્ર લક્ષ્યની બર્થડે પાર્ટીમાં કરીનાની ગોદમાં તૈમૂર પર જેવી કેમેરાની નજર ગઈ તો તૈમૂરે ખૂબ સારી રીતે ફોટો ક્લિક કરાવ્યો હતો. તો બીજી તરફ, શાહિદ જેટલા પણ તેમની પુત્રીને મીડિયાથી છુપાવાનો પ્રયત્ન કરે મીશા મીડિયાને પોતાની ઝલક આપતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો. બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાંએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. તેમની બેબી ગર્લનું નામ છે મીશા. શાહિદના નામના પહેલા ત્રણ શબ્દ મીરાંના પહેલા બે અક્ષરના સંયોજનથી મળ્યો છે, મી અને શા.

The post જાણો… Kareena Kapoor ના પુત્ર તૈમૂર અને શાહિદની પુત્રી મીશા વચ્ચે આ છે કનેક્શન appeared first on Vishva Gujarat.


લોકોને શાકાહારી બનાવવા માટે નવી પહેલ કરશે Sunny Leone

$
0
0

Sunny Leone

બોલિવુડ એક્ટ્રેસ Sunny Leone Peta સાથે જોડાઈ છે. તાજેતરમાં તેના માટે એક કેમ્પેનનો Sunny Leone નો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં સની લિયોન લાલ મરચા પર સૂતી દેખાઈ રહી છે અને જિંદગીને સ્પાઈસી બનાવવાની વાત કહી રહી છે. તાજેતરમાં People For Ethical Treatment of Animals એટલે કે PETA એ એક કેમ્પેનની જાહેરાતનું શૂટિંગ કર્યું છે, જેમાં સની લિયોનને મોડલ બનાવવામાં આવી છે.

આ જાહેરાતમાં સની વધારે બોલ્ડ લૂકમાં નજર આવી રહી છે. સનીએ આ જાહેરાતના ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ જાહેરાતમાં સની લિયોન લાલ મરચા પર સૂતેલી દેખાઈ રહી છે અને ટાઈટલ છે 'સ્પાઈસ અપ યોર લાઈફ! ગો વેજીટેરિયન'. સની લિયોને તેની આ જાહેરાત વિશે કહ્યું કે, હું જ્યારે જાનવરોને કપાતા જોતી હતી તો હું વધારે રડતી હતી. મેં એવી વસ્તુઓ પણ જોઈ છે જેને હું ભુલાવી શકીશ નહિ અને તે મને નોન-વેજ ખાવાથી રોકે છે.

બોલિવુડ અભિનેત્રી સની લિયોને આગળ કહ્યું કે, હું વધારેમાં વધારે શાકભાજી ખાઉં છુ અને મને તે સારું લાગે છે. સની લિયોન હવે વેજીટેરીયન થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે, પેટા એક પશુ અધિકાર સંગઠન છે. Peta એ તાજેતરમાં એક કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં નોન-વેજ છોડવાની વાતને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી હતી.

The post લોકોને શાકાહારી બનાવવા માટે નવી પહેલ કરશે Sunny Leone appeared first on Vishva Gujarat.

બોલિવુડમાં ડેબ્યુને લઈને ફર્સ્ટ ટાઈમ ‘Baahubali’પ્રભાસે કર્યો ખુલાસો

$
0
0

Baahubali

Baahubali 2 નાં હીરો પ્રભાસ અત્યારે તેમની ફિલ્મની સફળતાનું સેલિબ્રેશન કરી રહ્યા છે. ૫ વર્ષ ફક્ત Baahubali ને આપનાર પ્રભાસ આરામ માટે ફ્રેન્ડસની સાથે વેકેશન એન્જોય કરવા માટે યુએસ ગયા હતા. પ્રભાસ હવે યુએસથી પરત આવ્યા છે અને હવે તેમની અપકમિંગ ફિલ્મ સાહોનું શૂટિંગ કરવાના છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યું દરમિયાન પ્રભાસે જણાવ્યું હતું કે, બાહુબલી તેમના જીવનનો ભાગ નથી પરંતુ તેમના જીવન પર બની છે. જ્યારે પ્રભાસને તેમના બોલિવુડ ડેબ્યુ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ફર્સ્ટ ટાઈમ દિલ ખોલીને વાત કરી છે. પ્રભાસને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે, શું તે કરણ જોહર અને એસએસ રાજામૌલીની સાથે જ બોલિવુડમાં ડેબ્યુ કરશે? તો આ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રભાસે કહ્યું કે, અત્યારે તો કોઈ પ્લાન નથી પરંતુ જો આવી કોઈ ઓફર મળશે તો તેના પર વિચાર કરીશ.

ફિલ્મ બાહુબલી-2 રિલીઝ થયા પછી એક્ટર પ્રભાસના ફેંસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેમની લોકપ્રિયતા ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ વધારે છે. આ ફિલ્મ માટે પોતાના પાંચ વર્ષનું બલિદાન આપ્યા પછી વેકેશન એન્જોય કરવા માટે પ્રભાસ ઉર્ફે બાહુબલી અમેરિકા પહોચ્યા હતા. અમેરિકી એરપોર્ટ પર ફેંસની ભીડ જોઈ પ્રભાસ ભાવુક થઇ ગયા હતા. એરપોર્ટ પર પહોચતા જ પ્રભાસના ફેંસે તેમને ઘેરી લીધા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, પ્રભાસ એક શર્મિલા વ્યક્તિ છે અને જાહેર સ્થાનો પર અજાણ્યા વ્યક્તિની જેમ રહેવાનું પસંદ છે. અમેરિકી એરપોર્ટ પર પોતાનું આ પ્રકારનું વેલકમ જોઈ પ્રભાસ વધારે ભાવુક થઇ ગયા હતા. બાહુબલી-2 રિલીઝ થયા પછી પ્રશંસકો તરફથી મળી રહેલ પ્રેમ માટે આભાર વ્યક્ત કરવા માટે પ્રભાસે ફેસબુક પેજ પર એક મેસેજ જારી કર્યો હતો. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે.

The post બોલિવુડમાં ડેબ્યુને લઈને ફર્સ્ટ ટાઈમ ‘Baahubali’ પ્રભાસે કર્યો ખુલાસો appeared first on Vishva Gujarat.

IIFA 2017: Salman Khan આ પ્રકારે આપશે ઓનસ્ક્રીન માતા રીમા લાગુને શ્રદ્ધાંજલિ

$
0
0

Salman Khan

બોલિવુડનાં દબંગ ખાન Salman Khan ન્યૂયોર્કમાં થનાર આઈફા એવોર્ડ ફંક્શનમાં તેમની ઓનસ્ક્રીન માતા રીમા લાગુને શ્રદ્ધાંજલિ આપશે. Salman Khan ની ઘણી ફિલ્મોમાં રીમા લાગુએ તેમની માતાની ભૂમિકા ભજવી હતી. સલમાનની ફર્સ્ટ ફિલ્મ 'મેને પ્યાર કિયા' થી આ સિલસિલો શરુ થઇ ગયો હતો અને ત્યારબાદ હમ સાથ સાથ હે, કુછ-કુછ હોતા હે અને સાજન જેવી ફિલ્મોમાં આ સિલસિલો ચાલતો રહ્યો. સલમાને રીમા લાગુને યાદ કરતા કહ્યું કે, રીમાજીએ ઘણી ફિલ્મોમાં મારી માતાનો રોલ પ્લે કર્યો છે અને તે શરૂઆતમાં મારા ફ્રેન્ડની જેમ હતા. તે બહુ સારા માણસ હતા. મને એવું લાગે છે કે, મેં મારી ઓનસ્ક્રીન માતાને ગુમાવી દીધી છે. ત્યારબાદ આઈફાનાં અધિકારીઓએ પુષ્ટિ કરી કે, અમે થોડા સમય માટે રીમા લાગુજી માટે પ્રસ્તુતિ આપીશું. આઈફા એવોર્ડ ફંક્શન આગામી મહીને ૧૫ જુલાઈએ ન્યૂયોર્કમાં હશે. ૫ વર્ષ પછી કેટરીના કેફ આઈફા એવોર્ડમાં ડાંસ કરતા જોવા મળશે.

બોલિવુડ અભિનેત્રી રીમા લાગુનું ૫૯ વર્ષની વયે નિધન થયું હતું. રીમા લાગુના નિધનનું કારણ હાર્ટએટેક જણાવવામાં આવી રહ્યું છે. મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ખરાબ તબિયતનાં કારણે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રીમા લાગુ મેને પ્યાર કિયા, સાજન, હમ આપકે હે કોન, વાસ્તવ, કુછ કુછ હોતા હે અને હમ સાથ સાથ હે જેવી ઘણી ફિલ્મોમાં માતાનો રોલ પ્લે કર્યો છે. જેને દર્શકો તરફથી વધારે પસંદ કરવામાં આવતો હતો. રીમા લાગુએ ફિલ્મ સિવાય સીરીયલમાં પણ કામ કર્યું છે. સીરીયલ ‘શ્રીમાન જી શ્રીમતી જી’, ‘તુ તુ મેં મેં’ માં સાસુ-બહુની લડાઈને લોકોએ વધારે પસંદ કરી હતી. જેમાં રીમાએ સાસુનો રોલ પ્લે કર્યો હતો.

આઈફા ૨૦૧૭ ની ઉજવણી બહુ જલ્દી શરુ થવાની છે અને અત્યારથી આ એવોર્ડ શો માટે માહોલ બનાવવામાં આવી રહ્યો છે. મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ થઇ હતી. તેમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કેફ જેવા સ્ટાર્સ સામેલ થયા હતા. આ પ્રેસ કોન્ફરન્સ કેટલાક ફોટા શેર કરવામાં આવ્યા છે. તેમાં સલમાન, કેટરીના અને આલિયા આઈફાના રંગમાં જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, એવોર્ડ નાઈટને કરણ જોહર તેમના અંદાજમાં હોસ્ટ કરશે. કરણ જોહરનો સાથ આપતા બોલિવુડ એક્ટર રિતેશ દેશમુખ અને ટીવી કલાકાર મનીષ પોલ દર્શકોને હસાવશે.

The post IIFA 2017: Salman Khan આ પ્રકારે આપશે ઓનસ્ક્રીન માતા રીમા લાગુને શ્રદ્ધાંજલિ appeared first on Vishva Gujarat.

MOM નાં ટ્રેલરમાં જોવા મળ્યો શ્રીદેવીની એક્ટિંગનો દમ

$
0
0

MOM

બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવીની અપકમિંગ ફિલ્મ 'MOM' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરની શરૂઆત શ્રીદેવીના ફેમસ ડાયલોગથી થાય છે અને ત્યારબાદ તમને MOM નાં ટ્રેલરમાં ઇન્ટ્રેસ્ટ થવા લાગશે. શ્રીદેવીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. ફિલ્મમાં સસ્પેન્સ અને થ્રીલર છે અને માતાના રોલને આ ફિલ્મ માટે લીડ બનાવવામાં આવી છે. જે આ ફિલ્મના નામ પરથી ખબર પડે છે. શ્રીદેવીની ફિલ્મ 'મોમ' ૭ જુલાઈએ રીલીઝ થઇ રહી છે. ટ્રેલરમાં એક્ટર નવાજુદ્દીન અલગ લૂકમાં અલગ અને દિલચસ્પ લાગી રહ્યા છે. તેની સાથે અક્ષય ખન્ના પણ ફિલ્મમાં દમદાર રોલ પ્લે કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોમ શ્રીદેવીની ૩૦૦ મી ફિલ્મ છે અને આ વર્ષે શ્રીદેવી ફિલ્મી કારકિર્દીનાં ૫૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર શ્રીદેવીના પતિએ તે જ દિવસે એટલે કે ૭ જુલાઈએ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ઝી સ્ટુડિયોઝ દ્ધારા પ્રસ્તુત અને રવિ ઉદયવાર દ્ધારા નિર્દેશિત મોમમાં અક્ષય ખન્ના અને નવાજુદ્દીન સિદ્દીકી જેવા સ્ટાર્સ મેઈન રોલમાં છે. બોલિવુડની સ્ટાર અભિનેત્રી શ્રીદેવી અભિનીત ફિલ્મ 'મોમ' હિંદી સિવાય તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ચાર ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતા અને શ્રીદેવીના પતિ બોની કપૂરે કહ્યું કે, જ્યારથી ફિલ્મનું ટીઝર જારી થયું છે ત્યારથી ઓનલાઈન વિતરક તેની માંગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ઈંગ્લીશ-વિન્ગ્લીશ' માં પોતાની શ્રેષ્ઠ અદાકારીથી દર્શકોનું દિલ જીતનાર શ્રીદેવીની ફિલ્મ 'MOM' નું ટ્રેલર ધમાકેદાર છે. ટ્રેલરમાં શ્રીદેવીએ એક્ટિંગનો જે જલવો બતાવ્યો છે, તેને જોયા બાદ દરેક એક્ટ્રેસે પોતાની એક્ટિંગ સ્કીલ્સમાં એક નવો ચેલેન્જ મળી ગયો છે. ક્રાઈમ બેઝ્ડ સ્ટોરી 'મોમ' માં સોતેલી માતાનો પોતાની પુત્રી સાથે સંઘર્ષની સ્ટોરી છે. અક્ષય ખન્ના પણ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. હવે બોલીવુડ તે સ્તર પર આવી ગયું છે, જ્યાં માતાની કહાનીઓ સાથે નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.

The post MOM નાં ટ્રેલરમાં જોવા મળ્યો શ્રીદેવીની એક્ટિંગનો દમ appeared first on Vishva Gujarat.

સંજય દત્તની ફિલ્મ ભૂમિનાં સેટ પર લાગી આગ, Aditi Rao Hydari નો ચમત્કારિક બચાવ

$
0
0

Aditi Rao Hydari

બોલિવુડ એક્ટર સંજય દત્તની અપકમિંગ ફિલ્મ ભૂમિના સેટ પર આગ લાગી ગઈ છે. જેમાં એક્ટ્રેસ Aditi Rao Hydari મુશ્કેલીથી બચી છે. આગ લાગવાની ઘટના ઘટી તે સમયે Aditi Rao Hydari મેરેજના એક સોંગનું શૂટિંગ કરી રહી હતી. આ ઘટના ગુરુવારે સાંજે મુંબઈના આરકે સ્ટુડિયોમાં ઘટી હતી. ઘટના પછી શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું કારણકે નિર્માતા ઈચ્છતા હતા કે, સેટ પર કોઈને ઈજા નાં થાય.

આરકે સ્ટુડિયોમાં એક વિશાળ સેટ લગાવવામાં આવ્યો હતો, જ્યાં મેરેજના સોંગમાં હિસ્સો લેવા માટે ૩૦૦ થી અધિક ડાંસર હતા. સોંગમાં અદિતિ અને સિદ્ધાંત ગુપ્તા નજર આવવાના છે. તેમની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરી રહ્યા હતા. ફિલ્મમાં સંજય અને અદિતિ પિતા અને પુત્રીના રોલમાં છે. ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે અને તેનું નિર્દેશન ઓમંગ કુમાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર સંજય દત્તની કમબેક ફિલ્મ ભૂમિની તેમના ફેંસ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સંજય દત્ત તેમની અપકમિંગ ફિલ્મ ભૂમિના શૂટિંગમાં અત્યારે વ્યસ્ત છે અને આ ફિલ્મનો ક્લાઈમેક્સ સીન મુંબઈમાં શૂટ કરવામાં આવી રહ્યો છે. તેની પહેલા ચંબલ અને આગ્રામાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મ ભૂમિના નિર્માતાઓએ તે સ્પષ્ટ કર્યું છે કે, હવે આ ફિલ્મ દિવાળીની આસપાસ રિલીઝ થશે. ફિલ્મની ફાઈનલ ડેટ ૨૨ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. પહેલા આ ફિલ્મ ૪ ઓગસ્ટે રિલીઝ થવાની પરંતુ હવે ફિલ્મને પોસ્ટપોંડ કરી દેવામાં આવી છે.

The post સંજય દત્તની ફિલ્મ ભૂમિનાં સેટ પર લાગી આગ, Aditi Rao Hydari નો ચમત્કારિક બચાવ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images