Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 182 | 183 | (Page 184) | 185 | 186 | .... | 200 | newer

  0 0

  Baaghi 2

  Baaghi 2 નો હીરો ટાઈગર શ્રોફ છે, આ એલાન તો બાગી હીટ થયા પછી થઇ ગયું હતું. પરંતુ નિર્માતા સાજિદ નાડિયાદવાલા અને નિર્દેશક અહેમદ ખાનની હિરોઈનની શોધ ઘણા સમયથી ચાલતી હતી અને હવે અંતે સાજીદને તેમની હિરોઈન મળી ગઈ છે જે કોઈ અન્ય નહિ પરંતુ ટાઈગર શ્રોફની ખાસ ફ્રેન્ડ દિશા પટની છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘બાગી’ માં શ્રદ્ધા કપૂરની સાથે ટાઈગર શ્રોફ હીરોના રોલમાં જોવા મળ્યા હતા.

  એક ઇન્ટરવ્યૂ દરમિયાન સાજિદ નાડિયાદવાલાએ કોઈની પર્સનલ લાઈફ પર કમેન્ટ નાં કરતા કહ્યું કે, ટાઈગર અને દિશાની કેમેસ્ટ્રી ઘણી સારી છે અને આ જ કારણ છે તેમણે આ બંનેને બાગી ૨ માટે કાસ્ટ કર્યા છે. દિશા અને ટાઈગરનાં અફેરની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે, બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. પરંતુ ટાઈગર અને દિશાએ હંમેશા એવું કહ્યું કે, અમે ફક્ત સારા ફ્રેન્ડ છીએ અને હવે આ ફ્રેન્ડ પ્રોફેશનલી ફિલ્મી પડદા પર હીરો-હિરોઈન તરીકે નજર આવશે.

  ઉલ્લેખનીય છે કે, ટાઈગર શ્રોફની સુપરહિટ ફિલ્મ 'બાગી' ની સીકવલ બાગી-2નું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. જેના પ્રમાણે ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં ૨૭ એપ્રિલનાં દિવસે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના આ પોસ્ટરને જોઈ ખબર પડે છે કે, તેને અહેમદ ખાન ડિરેકટ કરશે અને સાજિદ નડિયાદવાલા તેને પ્રોડ્યુસ કરશે. તેની સાથે ફોકસ સ્ટાર સ્ટુડિયો ટાઈગર શ્રોફની આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરશે.

  The post ‘Baaghi 2’ માં આ અભિનેત્રી સાથે રોમાંસ કરતા નજર આવશે ટાઈગર શ્રોફ appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood

  તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ...

  arjun-kapoor

  બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

  અર્જુન કપૂર :
  બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

  સોનાક્ષી સિન્હા

  sonakshi-sinha

  હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

  સંજય દત્ત

  sanjay-dutt

  પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

  સૈફ અલી ખાન

  kareena

  સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

  રેખા

  rekha

  સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

  અમિતાભ બચ્ચન

  big-b

  અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

  શાહરૂખ ખાન

  shahrukh

  શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

  હેમા માલિની

  hema

  ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

  સલમાન ખાન

  salman

  સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

  અનિલ કપૂર

  anil

  અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

   

   

  The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.


  0 0

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 1
  સીરીયલ ‘દહલીજ’ માં સાદગીભર્યું યુવતીનું પાત્ર ભજવનાર ત્રિધા ચૌધરી અસલી જિંદગીમાં ખૂબ જ હોટ છે.

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 2

  ત્રિધા ચૌધરીએ તાજેતરમાં કેટલાક ફોટોસ અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તે તેમની હોટનેસ અને બોલ્ડનેસની પુષ્ટી કરવા માટે પર્યાપ્ત છે.

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 3

  તમને જણાવી દઈએ કે, પહેલા ત્રિધા ચૌધરી ગોવાના બીચ પર હોલીડે એન્જોય કરવાના દરમિયાન આ તસ્વીરો અને વિડીયો ત્રિધા ચૌધરીએ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ તસવીરોમાં ત્રિધા ચૌધરી ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 4

  સ્ટાર પ્લસની સીરીયલ ‘દહલીજ’ માં નિભાવી રહેલ પાત્રમાં ત્રિધા ચૌધરીની ખુબ જ પ્રસંશા થઈ રહી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ......

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 5

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 6

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 7

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 8

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 9

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 10

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 11

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 12

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 13

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 14

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  .
  Tridha Choudhury Beautiful Pics From Instagram 15

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 16

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 17

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 18

  ટીવી સ્ટાર ત્રિધા ચૌધરી

  Tridha Choudhury Beautiful Pics From Instagram 19

  The post ફરીથી જોવા મળ્યો ‘દહલીઝ’ ની ટીવી સ્ટાર ત્રિધા ચૌધરીનો હોટ અંદાજ appeared first on Vishva Gujarat.


  0 0

  Jab Harry Met Sejal

  શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'Jab Harry Met Sejal' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ ઈમ્તિયાઝ અલી ડિરેકટ કરી રહ્યા છે. ઘણા દિવસોથી બંને ફિલ્મોની શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મ લોકેશનથી બંનેના ફોટા સામે આવતા રહ્યા છે. ફિલ્મનાં ટાઈટલને લઈને ઘણા દિવસોથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. પહેલા એવી ખબર સામે આવી રહી હતી કે, ફિલ્મનું નામ ધ રિંગ, રહનુમા કે રોલા રાખવામાં આવશે પરંતુ ફિલ્મના મેકર્સે વિચાર્યું કે, 'Jab Harry Met Sejal' નું નામ જ ફિલ્મ માટે ઠીક હશે.

  ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી ગાઈડ બન્યા છે, જેનું નામ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરૂખને બધા હેરી કહી બોલાવે છે. ફિલ્મમાં અનુષ્કા બબલી ગુજરાતી યુવતી સેજલનાં રોલમાં છે. જ્યારે સેજલ યુરોપ ટ્રીપ પર હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. ત્યારબાદ બંનેને પ્રેમ થઇ જાય છે. બસ આ ફિલ્મની સ્ટોરી છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

  ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મને લઈને પહેલા એવી ખબર આવી હતી કે, આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મની ડેટ હવે આગળ વધારવામાં આવશે નહિ. જી હાં, આ ફિલ્મ તેની નક્કી કરેલ ડેટ પર જ રિલીઝ થશે. ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે.

  આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે ત્યારે તેની ટક્કર બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ- એક પ્રેમકથા' સાથે થશે. તમને જણાવી દઈએ કે, ઈમ્તિયાઝની ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા પંજાબમાં થઇ રહ્યું હતું અને શૂટિંગ સમયના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

  The post First Look: શાહરૂખ-અનુષ્કા સ્ટારર ‘Jab Harry Met Sejal’ નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ appeared first on Vishva Gujarat.


  0 0

  Katrina Kaif

  Katrina Kaif ફિલ્મોમાં તો એક્શન કરતી જોવા મળે છે પરંતુ તે આટલી ડેરિંગ હશે તેનો કોઈ અંદાજો નથી. તાજેતરમાં Katrina Kaif એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે શાર્ક સાથે સ્વિમિંગ કરતા નજર આવી રહી છે. આ વિડીયો અત્યાર સુધી લગભગ ૬ લાખ વાર જોવામાં આવ્યો છે. આ વિડીયો ફિલીપાઈન્સનો છે. હોઈ શકે કે આ વિડીયો કોઈ ફોટોશૂટનો ભાગ હોય. કેટરીના વિડીયોમાં વ્હાઈટ સ્વિમસૂટમાં જોવા મળે છે.

   

  #worldoceansday 💦 @luminousdeep

  A post shared by Katrina Kaif (@katrinakaif) on

  ઉલ્લેખનીય છે કે, કેટરીના કેફે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. કેટરીના ઘણીવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટા શેર કરતી હોય છે. તાજેતરમાં કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે સલમાનની ક્લોઝ નજર આવી રહી હતી અને સલમાન આ ફોટામાં શર્ટલેસ દેખાઈ રહ્યા હતા. એવું લાગે છે કે, આ ફોટા માટે કેટરીના પાસે કોઈ શબ્દ નથી એટલે તેણે કંઈ લખ્યા વગર શેર કર્યો હતો.

  સલમાન ખાન અને કેટરીના કેફ આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' ને લઈને વધારે ચર્ચામાં છે. બંને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન અને કેટરીનાની જોડી વર્ષ ૨૦૧૨ ની ફિલ્મ 'એક થા ટાઈગર' માં જોવા મળી હતી. ટાઈગર જિંદા હે માં બંને ફરીથી સાથે આવવું ફેંસ માટે તે સરપ્રાઈઝથી કંઈ કમ નથી. 'ટાઈગર જિંદા હે' નું આ પ્રથમ શેડ્યુલ છે. ખબરોની માનીએ તો કેટરીના એક રોમેન્ટિક સોંગનું શૂટિંગ કરી ચૂકી છે.

  The post Katrina Kaif શાર્કની સાથે સ્વિમિંગ કરતા આવી નજર, શેર કર્યો વિડીયો appeared first on Vishva Gujarat.


  0 0

  Raabta

  પ્રોડ્યુસર દિનેશ વિઝને ડિરેકટર તરીકે તેમની ફર્સ્ટ ફિલ્મ 'Raabta' બનાવી છે જેમાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન લીડ રોલમાં છે. તો આવો જાણીએ ફિલ્મ Raabta ના રિવ્યુ વિશે.....

  ફિલ્મની સ્ટોરી પંજાબનાં રહેવાસી શિવ (સુશાંત સિંહ રાજપૂત) ની છે જેને બેંકની જોબ માટે બુડાપેસ્ટ બોલાવવામાં આવે છે અને તે તેના ફ્રેન્ડ (વરુણ શર્મા) ની સાથે બુડાપેસ્ટ જાય છે. ત્યાં તેની મુલાકાત સાયરા (કૃતિ સેનન) સાથે થાય છે. જે ચોકલેટ સ્ટોરમાં કામ કરે છે. બંનેની મુલાકાતમાં વન નાઈટ સ્ટેન્ડવાળી વાત પણ થઇ જાય છે. ત્યારબાદ બંનેની વચ્ચે લવ થાય છે પરંતુ સાયરાને સપનામાં હંમેશા ગયા જનમનું યાદ આવતું હોય છે. જેને વિચારી વિચારી ઘણીવાર તેની આંખ ખૂલી જાય છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ આવે છે જ્યારે બિલિયોનર જાકીર મર્ચન્ટ (જીમ સરભ)ની એન્ટ્રી થાય છે. ફિલ્મની સ્ટોરીમાં ફ્લેશબેક આવે છે. તો શું ફિલ્મના અંતમાં શિવ અને સાયરા મળી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મના ડિરેકશન અને એક્શન સિક્વન્સનું શૂટિંગ ઘણું દિલચસ્પ છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મની સ્ટોરી ઘણી સારી છે તો સેકન્ડ હાફમાં સ્ટોરી થોડી ધીમી પડે છે. સુશાંત સિંહ રાજપૂતની એક્ટિંગ ફિલ્મમાં ઘણી દમદાર છે. તેમના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તો બીજી તરફ, કૃતિ સેનનનું કામ પણ વખાણવાલાયક છે. રાજકુમાર રાવનું લૂક પણ ફિલ્મમાં તમને સરપ્રાઈઝ કરી દેશે. ફિલ્મનું મ્યુઝીક ઠીકઠાક છે.

  ફિલ્મ જોવી કે નહિ?
  જો તમે કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂતનાં ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

  The post Raabta Movie Review: સુશાંત સિંહ અને કૃતિ સેનનની કેમેસ્ટ્રી હીટ પણ ફિલ્મની સ્ટોરી નબળી appeared first on Vishva Gujarat.


  0 0

  Kareena Kapoor

  બોલિવુડ એક્ટ્રેસ Kareena Kapoor ફિલ્મ 'વીર દી વેડિંગ' થી કમબેક કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરુ થવાનું છે, જેના માટે Kareena Kapoor જીમમાં ખૂબ પરિશ્રમ કરી રહી છે. પરંતુ હવે ખબર છે કે, આ ફિલ્મમાં કરીનાની અપોઝીટ ટીવી અને વેબ સીરીઝનાં ફેમસ એક્ટર સુમિત વ્યાસને કાસ્ટ કરવાની વાત ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'વીર દી વેડિંગ' નાં મેકર્સ એક્ટર સુમિત વ્યાસને લેવાની વાત કરી રહ્યા છે. એવી ખબર સામે આવી રહી કે કે, તે ફિલ્મમાં કરીનાના બોયફ્રેન્ડનો રોલ પ્લે કરતા નજર આવી શકે છે. ખબરોની માનીએ તો લાંબા સમયથી આ વાત પર ચર્ચા ચાલી રહી છે અને થોડા દિવસમાં તે ફાઈનલ પણ થઇ જશે.

  ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે ફિલ્મ વીર દી વેડિંગનાં શૂટિંગને લઈને ચર્ચાઓમાં છે. પરંતુ આ સિવાય કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં કરીના કપૂર મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. જો કે, કરીના કપૂરએક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.

  ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો.

  The post ‘વીર દી વેડિંગ’ માં આ એક્ટરની સાથે રોમાંસ કરતી નજર આવશે Kareena Kapoor appeared first on Vishva Gujarat.


  0 0

  Thugs Of Hindostan

  આમિર ખાન અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'Thugs Of Hindostan' નું શૂટિંગ તાજેતરમાં શરુ થયું છે પરંતુ શૂટિંગ પહેલા જ ફિલ્મ મુસીબતમાં ફસાતી નજર આવી રહી છે. મુંબઈમાં વરસાદે દસ્તક આપી દીધી છે અને આ જ કારણે શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. હકીકતમાં, સૂત્રોની માનીએ તો ફિલ્મ Thugs Of Hindostan નું શૂટિંગ મલાડમાં ચાલી રહ્યું છે અને વરસાદનાં કારણે તે અત્યારે બંધ કરવું પડ્યું છે. ૨૦૧૮ ની દિવાળી પર રિલીઝ થઇ રહેલ આમિરની આ ફિલ્મ કાસ્ટ અને સ્ટોરીને લઈને ચર્ચામાં છે. ફિલ્મ ચાર લુટેરો આમિર ખાન, અમિતાભ બચ્ચન, ફાતિમા સના શેખ અને કેટરીના કેફની સ્ટોરી છે. ફિલ્મને યશરાજ ફિલ્મસની અત્યાર સુધીની સૌથી મોટી બજેટવાળી ફિલ્મ કહેવામાં આવી રહી છે.

  બોલિવુડ નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્ય ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' નિર્દેશિત કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં કેટરીના ડાંસરનો રોલ પ્લે કરતા નજર આવશે. તેની સાથે તે ફિલ્મમાં એક આઈટમસોંગ કરતા પણ નજર આવશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા 'કન્ફેશન્સ ઓફ અ ઠગ' પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ 'ધૂમ' ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે.

  આ ફિલ્મમાં પણ આમિરનું નવું લૂક જોવા મળશે. આમિર ખાન પણ આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહિત છે. દંગલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા પછી હવે આમિર ખાન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. યશરાજ બેનર માટે આ ફિલ્મમાં આમિર ખાન ફર્સ્ટ ટાઈમ અમિતાભ બચ્ચનની સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનો ફર્સ્ટ લોગો રિલીઝ કરવામાં આવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું કે, આ ફિલ્મ આવતા વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના ખાસ હિસ્સાનાં શૂટિંગ માટે યશરાજ પ્રોડક્શને બે મોટા જહાજ પણ તૈયાર કરાવ્યા છે. જ્યાં ઘણા ઓછા લોકોને જવાની પરવાનગી છે.

  The post મુસીબતમાં ફસાઈ આમિરની ‘Thugs Of Hindostan’, શૂટિંગ પર ફરી વળ્યું પાણી appeared first on Vishva Gujarat.


  0 0

  Babumoshai Bandookbaaz

  બોલિવુડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Babumoshai Bandookbaaz' નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ Babumoshai Bandookbaaz ના ટીઝરમાં નવાજુદ્દીનનો અંદાજ એકદમ હટકે છે. નવાજુદ્દીને તેની માહિતી તેમના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ કરી આપી છે. એક્શન થ્રિલર આ ફિલ્મમાં નવાજુદ્દીનનો દેસી લૂક ફેંસને જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કુષાણ નંદી કરી રહ્યા છે. નવાજુદ્દીનની સાથે ફિલ્મમાં બાંગ્લા એક્ટ્રેસ બિદીતા બાગ પણ મહત્વનાં રોલમાં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ ઉત્તરપ્રદેશમાં થયું છે. ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી બાબુના રૂપમાં એક તેજ શૂટરની ભૂમિકાનો રોલ પ્લે કરે છે. જેના માટે તેમને બંદૂક સાચવવા માટે કઠોર તાલીમ લેવી પડી હતી. અત્યારે 'બાબુમોશાય બંદૂકબાજ' ની રિલીઝ ડેટનો ખુલાસો થયો નથી.

  જો નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મોની વાત કરીએ તો આ વર્ષે નવાજુદ્દીન સિદ્દીકીની ૪ ફિલ્મો રિલીઝ થઇ રહી છે. વર્ષની શરૂઆતમાં આવેલ ફિલ્મ 'રઈસ' માં તે કિંગ ખાનની સાથે નજર આવ્યા હતા. તેમની અપકમિંગ ફિલ્મ મુન્ના માઈકલ, મંટો, મોમ, બાબુમોશાય બંદૂકબાજ છે. હવે જોવું રહ્યું કે, ફેંસને બાબુમોશાય તેમની અન્ય ફિલ્મોની જેમ કેટલી પસંદ આવે છે. તેની પહેલા પણ નવાજુદ્દીનની ફિલ્મ 'મોમ' નું પણ ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. તેમાં પણ નાવાજુદ્દીનનાં લૂક અને તેમની એક્ટિંગનાં વખાણ થઇ રહ્યા છે. ટ્રેલરમાં એક્ટર નવાજુદ્દીન અલગ લૂકમાં અલગ અને દિલચસ્પ લાગી રહ્યા છે. તેની સાથે અક્ષય ખન્ના પણ ફિલ્મમાં દમદાર રોલ પ્લે કરી રહ્યા છે.

  The post નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘Babumoshai Bandookbaaz’ નું ટીઝર રિલીઝ appeared first on Vishva Gujarat.


  0 0

  Ranbir Kapoor

  ફિલ્મ જગ્ગા જાસૂસ

  બોલિવુડ એક્ટર Ranbir Kapoor અને કેટરીના કેફ બ્રેકઅપ પછી ફર્સ્ટ ટાઈમ સાથે નજર આવ્યા છે. Ranbir Kapoor અને કેટરીના તેમની અપકમિંગ ફિલ્મ જગ્ગા જાસૂસનાં સોંગ 'ગલતી સે મિસ્ટેક' લોન્ચ ઇવેન્ટ પર સાથે જોવા મળ્યા હતા. આ અવસર પર રણબીર કપૂર અને કેટરીના કેફની તસવીર વધારે વાયરલ થઇ રહી છે.

  ફિલ્મ જગ્ગા જાસૂસ

  તમને જણાવી દઈએ કે, અનુરાગ બાસુ નિર્દેશિત આ ફિલ્મના શૂટિંગ દરમિયાન રણબીર કપૂર અને કેટરીના કેફના બ્રેકઅપનાં ન્યૂઝ સામે આવ્યા હતા. ત્યારબાદ બંને સ્ટાર્સે અપ્રત્યક્ષ રીતે પુષ્ટિ પણ કરી હતી. હવે આ બધા ઘટનાક્રમ પછી ફર્સ્ટ ટાઈમ બંને સ્ટાર્સ સાથે નજર આવ્યા હતા. હવે જોવું રહ્યું કે, શું આ બંને એકવાર ફરીથી ભેગા થવા માંગે છે કે, ફક્ત કામ પૂરતા જ બંને સાથે છે.

  ફિલ્મ જગ્ગા જાસૂસ

  ઉલ્લેખનીય છે કે, કેટરીના અને રણબીરની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ની રિલીઝ ઘણા દિવસોથી ટળી રહી છે. બ્રેકઅપ પછી બંનેની ફર્સ્ટ ફિલ્મ સાથે આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. કેટરીના અને રણબીર તેની પહેલા 'અજબ પ્રેમ કી ગજબ કહાની' અને 'રાજનીતિ' માં સાથે નજર આવી ચૂક્યા છે.

  ફિલ્મ જગ્ગા જાસૂસ

  ગયા વર્ષે કેટરીના કેફ અને રણબીર કપૂરનું બ્રેકઅપ થઇ ગયું હતું અને ત્યારથી બંને ફક્ત ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના સેટ પર જ જોવા મળ્યા હતા જ્યારે બંને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ કરી રહ્યા હતા. હવે બહુ જલ્દી બોક્સ ઓફિસ પર જગ્ગા જાસૂસ રિલીઝ થવાની છે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે.

  ફિલ્મ જગ્ગા જાસૂસ

  રણબીર કપૂર અને કેટરિના કૈફની આગામી ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરને જોતા તમને રણબીરની બરફી તેમજ રણબીર અને કેટરીનાની અજબ પ્રેમ કી ગજબ કહાનીની પણ યાદ આવશે. ટ્રેલરની શરૂઆતમાં રણબીર કપૂર બાળકોની જેમ પોતાના મોઢાથી મ્યુઝીક વગાડતા નજર આવશે.

  ફિલ્મ જગ્ગા જાસૂસ

  ટ્રેલરમાં બંને મસ્તી કરતા નજર આવી રહ્યા છે. જો કે, આ ટ્રેલરની ખાસ વાત એ છે કે, ટ્રેલરમાં કોઈ ડાયલોગ ડિલીવરી જોવા મળશે નહિ. આખા ટ્રેલરમાં બસ બેકગ્રાઉન્ડ મ્યુઝીક તમને સાંભળવા મળશે. આગળ જુઓ વધુ ફોટા....

  ફિલ્મ જગ્ગા જાસૂસ

  ફિલ્મ જગ્ગા જાસૂસ

  ફિલ્મ જગ્ગા જાસૂસ

  The post બ્રેકઅપ બાદ ફર્સ્ટ ટાઈમ સાથે જોવા મળ્યા Ranbir Kapoor-કેટરીના કેફ appeared first on Vishva Gujarat.


  0 0

  Rajkummar Rao

  આજકાલ નવી વેબ સીરીઝ 'બોસ' ને લઈને Rajkummar Rao વધારે ચર્ચામાં છે. આ વેબ સીરીઝ 'નેતાજી સુભાષ ચન્દ્ર બોઝ' પર આધારિત છે. આ સીરીઝમાં તે એક નવા રોલમાં નજર આવશે. દરેક વખતની જેમ આ વખતે પણ તેઓ એક અલગ રોલમાં નજર આવશે. દરેક વખતની જેમ પોતાના રોલ માટે તેઓ વધારે મહેનત કરી રહ્યા છે. આ સીરીઝમાં તેમણે પોતાનું અડધું માથું મુંડાવી દીધું છે. નિર્દેશક હંસલ મહેતાએ તેમનું માથું મુંડાવાની પુષ્ટિ કરી છે. તેની સાથે તેમણે ટ્વીટ કરી કે, બહુ જલ્દી તેમનો ફર્સ્ટ લૂક જારી કરવામાં આવશે.

  રાજકુમાર રાવ અને સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકીમની સાથે એક ફોટો શુક્રવારે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ ફોટામાં તે મરુન રંગની ટી-શર્ટ અને બોઝ જેવા ચશ્માં પહેરેલ નજર આવી રહ્યા છે. રાજકુમારે તેમનો આ ફોટો શેર કરતા ટ્વીટ કરી કે, બોઝ માટે હેર કટ કરાવ્યા છે. અમે બહુ જલ્દી 'બોઝ' નાં રૂપમાં ફર્સ્ટ સીરીઝની ઝલક શેર કરીશું. તેની સાથે હેરસ્ટાઇલિસ્ટ અલીમ હકીમનો આભાર માન્યો છે.

  રાજકુમારે જણાવ્યું કે, આ સીરીઝનું પ્રસારણ એએલટી બાલાજીની વેબ સીરીઝ પર હશે. તે આ સીરીઝમાં એક્ટ્રેસ પત્રલેખાની સાથે જોવા મળશે. તેમાં તેઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો રોલ પ્લે કરશે. પત્રલેખા હાઈ પ્રોફાઈલ મહિલાનો રોલ પ્લે કરશે. અભિનેતા રાજકુમાર રાવ અને હંસલ મહેતા ૨૦૧૪ માં રિલીઝ થયેલ ફિલ્મ 'સિટીલાઈટ' પછી ફરી સાથે કામ કરશે.

  The post Rajkummar Rao એ નેતાના અભિનય માટે અપનાવ્યો આ લૂક appeared first on Vishva Gujarat.


  0 0

  Jab Harry Met Sejal

  શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ 'Jab Harry Met Sejal' નું નામ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે ફિલ્મના ઘણા પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા છે. હવે બોલિવુડમાં કંઇક થાય અને કમાલ આર ખાન ચૂપ રહે તેવું શક્ય જ નથી. કેઆરકે ટ્વીટ કરી ફિલ્મના ડિરેકટર ઈમ્તિયાઝ અલીને કોપીકેટ કહ્યું છે. કેઆરકે હોલિવુડ ફિલ્મ 'વેન હેરી મેટ સેલી' નું પોસ્ટર શેર કરતા લખ્યું કે, તો કોપીકેટ ઈમ્તિયાઝ અલીએ તેમની ફિલ્મ 'Jab Harry Met Sejal' ને આ ફિલ્મથી કોપી કરી છે. તમને જણાવી દઈએ કે, 'વેન હેરી મેટ સેલી' ૧૯૮૯ ની રોમેન્ટિક ફિલ્મ છે જે આ પ્રશ્નની આસપાસ ફરે છે કે, શું એક યુવક અને યુવતી ફક્ત ફ્રેન્ડ હોઈ શકે છે. કેઆરકેની આ ટ્વીટ પછી ટ્વીટર પર લોકો શાહરૂખનાં બચાવમાં આવી ગયા. લોકોએ કહ્યું કે, 'વેન હેરી મેટ સેલી' થી બોલિવુડ ફિલ્મ 'હમ તુમ' પ્રેરિત હતી. તેની સાથે આ થીમ પર બોલિવુડમાં ઘણી ફિલ્મો બની ચૂકી છે.

  ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ ઈમ્તિયાઝ અલી ડિરેકટ કરી રહ્યા છે. ઘણા દિવસોથી બંને ફિલ્મોની શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મ લોકેશનથી બંનેના ફોટા સામે આવતા રહ્યા છે. ફિલ્મનાં ટાઈટલને લઈને ઘણા દિવસોથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. પહેલા એવી ખબર સામે આવી રહી હતી કે, ફિલ્મનું નામ ધ રિંગ, રહનુમા કે રોલા રાખવામાં આવશે પરંતુ ફિલ્મના મેકર્સે વિચાર્યું કે, 'જબ હેરી મેટ સેજલ' નું નામ જ ફિલ્મ માટે ઠીક હશે. ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી ગાઈડ બન્યા છે, જેનું નામ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરૂખને બધા હેરી કહી બોલાવે છે. ફિલ્મમાં અનુષ્કા બબલી ગુજરાતી યુવતી સેજલનાં રોલમાં છે. જ્યારે સેજલ યુરોપ ટ્રીપ પર હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. ત્યારબાદ બંનેને પ્રેમ થઇ જાય છે. બસ આ ફિલ્મની સ્ટોરી છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

  ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મને લઈને પહેલા એવી ખબર આવી હતી કે, આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મની ડેટ હવે આગળ વધારવામાં આવશે નહિ. જી હાં, આ ફિલ્મ તેની નક્કી કરેલ ડેટ પર જ રિલીઝ થશે. ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે ત્યારે તેની ટક્કર બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ- એક પ્રેમકથા' સાથે થશે. તમને જણાવી દઈએ કે, ઈમ્તિયાઝની ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા પંજાબમાં થઇ રહ્યું હતું અને શૂટિંગ સમયના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

  The post શું ‘Jab Harry Met Sejal’ હોલિવુડ ફિલ્મની કોપી છે, KRK ઉઠાવ્યો પ્રશ્ન appeared first on Vishva Gujarat.


  0 0

  Haseena

  શ્રદ્ધા કપૂર અને સિદ્ધાંત કપૂર સ્ટારર ફિલ્મ 'Haseena- ધ ક્વીન ઓફ મુંબઈ' ૧૪ જુલાઈએ રિલીઝ થવાની હતી અને તે જ દિવસે રણબીર કપૂરની 'જગ્ગા જાસૂસ' પણ રિલીઝ થઇ રહી છે. પરંતુ હવે Haseena ની રિલીઝ ડેટ વધારી દેવામાં આવી છે અને હવે તેની ટક્કર અર્જુન કપૂરની ફિલ્મ સાથે થશે. પ્રાપ્ત માહિતી મુજબ, જગ્ગા જાસૂસમાં રણબીર કપૂર અને કેટરીના કેફ જેવા મોટા સ્ટાર છે. આ કારણે મેકર્સ ફિલ્મ રિલીઝ કરવા માટે વધારે સ્ક્રીન્સ ઈચ્છે છે. તો બીજી તરફ 'હસીના- ધ ક્વીન ઓફ મુંબઈ' ની રિલીઝ ડેટ આગળ વધારી 28 જુલાઈ કરી દીધી છે. હવે આ ફિલ્મ અર્જુન કપૂર અને અનિલ કપૂરની મુબારકા, મધુર ભંડારકરની 'ઇન્દુ સરકાર' અને એકતા કપૂરની 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' ની સાથે બોક્સ ઓફિસ પર કલેશ કરશે.

  ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ ૧૭ થી ૪૦ વર્ષની ઉંમરની વચ્ચે રહેશે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે, તે તેના માટે વધારે મહેનત કરી રહી છે અને જેટલું થઇ શકે તેટલું તે તેને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અપૂર્વ લાખીયાના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ 'હસીના-ધ-ક્વીન ઓફ મુંબઈ' નું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. મુંબઈમાં ૪૫ દિવસ પછી ફિલ્મ હસીનાનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર હસીનાના રોલમાં નજર આવશે. આ ફિલ્મનો એક દિલચસ્પ પહેલું એ પણ છે કે, 'હસીના-ધ કવીન ઓફ મુંબઈ' માં દાઉદના ભાઈના રોલમાં શ્રદ્ધાનો રિયલ ભાઈ સિધ્ધાંત પ્લે કરશે.

  તાજેતરમાં રિલીઝ થયેલ પોસ્ટરમાં શ્રદ્ધાનો લૂક એવો છે કે, તમને લાગશે જ નહિ કે આ એક્ટ્રેસ ગ્લેમર રોલ્સમાં મોટા પડદા પર આવી ચૂકી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ ૧૭ થી ૪૦ વર્ષની ઉંમરની વચ્ચેનો રહેશે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધા એ કહ્યું હતું કે, તે તેના માટે વધારે મહેનત કરી રહી છે અને જેટલું થઇ શકે તે તેને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરશે. જો કે, તેને આ વાતનું દુઃખ છે કે, તે દાઉદની રિયલ બહેન હસીનાને મળી શકી નહિ. જેનું મૃત્યુ ૨૦૧૪ માં થયું હતું.

  The post રણબીર નહિ, હવે અર્જુન કપૂરની ફિલ્મ સાથે ટકરાશે શ્રદ્ધા કપૂરની ‘Haseena’ appeared first on Vishva Gujarat.


  0 0

  Raabta

  બોલિવુડ કપલ સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનનાં રીયલ લાઈફ રોમાંસની બી-ટાઉનમાં ચર્ચા છે અને તેમની તાજેતરમાં રિલીઝ ફિલ્મ Raabta માં ફેંસ તેમની આ કેમેસ્ટ્રીને રીલ લાઈફમાં જોવા માટે પહોચ્યા પરંતુ પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કંઈ ખાસ રહ્યું નથી. પ્રથમ દિવસે ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ સાબિત થઇ નથી. બોક્સ ઓફિસ પર ફિલ્મ Raabta ૧૮૨૦ સ્ક્રીન્સ પર સાથે રિલીઝ થઇ છે. જેણે પ્રથમ દિવસે ૫.૬૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે જે સુશાંતની લાસ્ટ ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ની સામે બહુ ઓછી છે.

  પ્રોડ્યુસર દિનેશ વિઝને ડિરેકટર તરીકે તેમની ફર્સ્ટ ફિલ્મ 'રાબ્તા' બનાવી છે જેમાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી પંજાબનાં રહેવાસી શિવ (સુશાંત સિંહ રાજપૂત) ની છે જેને બેંકની જોબ માટે બુડાપેસ્ટ બોલાવવામાં આવે છે અને તે તેના ફ્રેન્ડ (વરુણ શર્મા) ની સાથે બુડાપેસ્ટ જાય છે. ત્યાં તેની મુલાકાત સાયરા (કૃતિ સેનન) સાથે થાય છે. જે ચોકલેટ સ્ટોરમાં કામ કરે છે. બંનેની મુલાકાતમાં વન નાઈટ સ્ટેન્ડવાળી વાત પણ થઇ જાય છે. ત્યારબાદ બંનેની વચ્ચે લવ થાય છે પરંતુ સાયરાને સપનામાં હંમેશા ગયા જનમનું યાદ આવતું હોય છે. જેને વિચારી વિચારી ઘણીવાર તેની આંખ ખૂલી જાય છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ આવે છે જ્યારે બિલિયોનર જાકીર મર્ચન્ટ (જીમ સરભ)ની એન્ટ્રી થાય છે. ફિલ્મની સ્ટોરીમાં ફ્લેશબેક આવે છે. તો શું ફિલ્મના અંતમાં શિવ અને સાયરા મળી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મના ડિરેકશન અને એક્શન સિક્વન્સનું શૂટિંગ ઘણું દિલચસ્પ છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મની સ્ટોરી ઘણી સારી છે તો સેકન્ડ હાફમાં સ્ટોરી થોડી ધીમી પડે છે. સુશાંત સિંહ રાજપૂતની એક્ટિંગ ફિલ્મમાં ઘણી દમદાર છે. તેમના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તો બીજી તરફ, કૃતિ સેનનનું કામ પણ વખાણવાલાયક છે. રાજકુમાર રાવનું લૂક પણ ફિલ્મમાં તમને સરપ્રાઈઝ કરી દેશે. ફિલ્મનું મ્યુઝીક ઠીકઠાક છે.

  The post ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ પર ફીકી સાબિત થઇ સુશાંત-કૃતિની ‘Raabta’ appeared first on Vishva Gujarat.


  0 0

  Sara Ali Khan

  Sara Ali Khan

  બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી Sara Ali Khan બહુ જલ્દી બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે. થોડા દિવસ પહેલા કન્ફર્મ થયું હતું કે, Sara Ali Khan સુશાંત સિંહ રાજપૂતની અપોઝીટ નજર આવશે. આજે તેનો એક નવો ફોટો નેટ પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ડિરેક્ટર અભિષેક કપૂરની સાથે કેદારનાથ મંદિરની બહાર નજર આવી રહી છે.

  સારા અલી ખાન

  પ્રાપ્ત માહિતી મુજબ, ડિરેક્ટર અભિષેક કપૂર, સારા અલી ખાન અને ફિલ્મ 'કેદારનાથ' ની ટીમ ઉત્તરાખંડ પહોચી છે જ્યાં તેમણે કેદારનાથ મંદિરની સવારની આરતી શ્રદ્ધા ભાવથી અટેન્ડ કરી હતી. ફિલ્મ કેદારનાથની સ્ટોરી એક લવ-સ્ટોરી છે જેમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની જોડી નજર આવશે.

  સારા અલી ખાન

  ઉલ્લેખનીય છે કે, ડિરેકટર અભિષેક કપૂરે કન્ફર્મ કર્યું છે કે, સારા તેમની અપકમિંગ ફિલ્મ 'કેદારનાથ' માં સુશાંત સિંહ રાજપૂતની સાથે ડેબ્યુ કરવાની છે. થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, કરણ જોહરે સારાને તેમની ફિલ્મ માટે સાઈન કરી છે. જો કે, થોડા દિવસ પહેલા કરણની બર્થડે પાર્ટીમાં સારા પણ દેખાઈ હતી. સારાની બોલિવુડમાં એન્ટ્રી હજુ ભલે નાં થઇ હોય પરંતુ તે અત્યારથી બોલિવુડનાં મોટા સ્ટાર્સ સાથે પોઝ આપતા નજર આવે છે.

  સારા ઘણીવાર બોલિવુડ ઈવેન્ટ્સ પર સ્પોટ થાય છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટાને લઈને પણ ખૂબ ચર્ચા પણ થાય છે. તાજેતરમાં સારા અલી ખાનના એક ફોટાને લઈને ચર્ચા હતી. જી હાં,સારા અલી ખાને બોલિવુડના બાજીરાવ એટલે કે, રણવીરની સાથે એક ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોસ્ટ કર્યો હતો.

  The post બોલિવુડ ડેબ્યુ પહેલા કેદારનાથનાં દર્શન કરવા પહોચી Sara Ali Khan appeared first on Vishva Gujarat.


  0 0

  Jab Harry Met Sejal

  શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'Jab Harry Met Sejal' નું ટાઈટલ અને નવું પોસ્ટર ૯ જૂને રિલીઝ કરવામાં આવ્યું હતું. તેની સાથે આ વાતની ખબર પડી છે કે, ફિલ્મનું ટાઈટલ કોણે જણાવ્યું હતું. જીહાં, આ કોઈ અન્ય નહિ પરંતુ એક્ટર રણબીર કપૂર છે. જેમણે શાહરૂખની ફિલ્મ 'Jab Harry Met Sejal' નું ટાઈટલ સૂચવ્યું હતું. શાહરૂખ અને ફિલ્મની ટીમ દ્ધારા ટાઈટલ સૂચવનારને ૫૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાનો પ્લાન હતો પરંતુ આ વિશે રણબીરને ખબર હતી નહિ. આ વાત ત્યારે સામે આવી જ્યારે રણબીરનાં બોલવા પહેલા જ શાહરૂખ ખાને મજાકિયા અંદાજમાં તેનો ટ્વીટર પર ખુલાસો કર્યો હતો.

  શાહરૂખ ખાને શરૂઆતી ઇનકાર પછી માની લીધું કે, તેમની ફિલ્મનું ટાઈટલ રણબીર કપૂરે સૂચવ્યું હતું અને તેના માટે હવે તે રણબીરને ૫૦૦૦ રૂપિયાની ઇનામી રકમ આપવા માટે રાજી પણ થઇ ગયા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરૂખે કહ્યું કે, હું તે કહેવા તો નહોતો માંગતો પરંતુ રણબીરે આ નામ સૂચવ્યું હતું. આ કારણે હવે અમારે રણબીરને ૫૦૦૦ રૂપિયા આપવા પડશે. શાહરૂખે આગળ કહ્યું કે, જે દિવસે ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી, તે દિવસે તેણે મને ફોન કરીને કહ્યું હતું કે, શાહરૂખ ભાઈ ફિલ્મનું નામ 'જબ હેરી મેટ સેજલ' હોવું જોઈએ.

  ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી ગાઈડ બન્યા છે, જેનું નામ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરૂખને બધા હેરી કહી બોલાવે છે. ફિલ્મમાં અનુષ્કા બબલી ગુજરાતી યુવતી સેજલનાં રોલમાં છે. જ્યારે સેજલ યુરોપ ટ્રીપ પર હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. ત્યારબાદ બંનેને પ્રેમ થઇ જાય છે. બસ આ ફિલ્મની સ્ટોરી છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

  ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મને લઈને પહેલા એવી ખબર આવી હતી કે, આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મની ડેટ હવે આગળ વધારવામાં આવશે નહિ. જી હાં, આ ફિલ્મ તેની નક્કી કરેલ ડેટ પર જ રિલીઝ થશે. ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે.

  The post આ અભિનેતાએ સૂચવ્યું ‘Jab Harry Met Sejal’ નું ટાઈટલ, શાહરૂખ આપશે ૫૦૦૦ રૂપિયા appeared first on Vishva Gujarat.


  0 0

  Zaira Wasim

  ફિલ્મ દંગલથી બધાના દિલ પર રાજ કરનારી ફિલ્મ અભિનેત્રી Zaira Wasim ની સાથે તાજેતરમાં એક અકસ્માત થયો છે, જેમાં તેનો જીવ માંડ-માંડ બચ્યો છે. વાસ્તવમાં Zaira Wasim ગુરુવારે તેના એક ખાસ ફ્રેન્ડની સાથે કાશ્મીરનાં દાલ લેકની નજીક કારમાં ફરી રહી હતી. અચાનક ઝાયરાની કાર નીચે દાલ લેકમાં પડી ગઈ. ત્યારબાદ આજુબાજુનાં લોકો દોડી આવ્યા અને તેમને મદદ મળી. ઝાયરાને દાલ લેક માંથી સુરક્ષિત નીકાળવામાં આવી અને તે આ ઘટનામાં તેનો માંડ-માંડ બચાવ થયો છે. એક ઈન્ટરવ્યુંમાં ઝાયરાએ જણાવ્યું કે, આ ઘટના ગુરુવારની છે અને તે આ દુર્ઘટનામાં મુશ્કેલીથી બચી છે અને તે પોતાને નસીબદાર માને છે. તેની સાથે ઝાયરાએ મદદ કરનાર લોકોનો આભાર પણ માન્યો છે.

  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ઝાયરા વસીમે મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા હતા. કેટલાક અલગાવવાદી તેની વિરુધ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા. જેના કારણે ઝાયરા નારાજ હતી. ત્યારબાદ મૂળરૂપથી કાશ્મીરી ઝાયરાએ ફેસબુક અને ટ્વીટર પર એક પોસ્ટ કરી આ મુલાકાત પર સ્પષ્ટતા કરી હતી. આજથી થોડા મહિના પહેલા ઝાયરા વસીમને કોઈ ઓળખતું પણ નહોતું પરંતુ હવે આ નામ અને ચહેરો લોકો માટે અજાણ નથી. ૧૬ વર્ષની ઝાયરા તેની સુંદરતા અને અભિનયના દમ પર 'દંગલ' ફિલ્મમાં મેઈન રોલમાં જોવા મળી હતી. ઝાયરાનો જન્મ કાશ્મીરમાં થયો હતો અને આટલી નાની ઉંમરમાં આટલી મોટી સફળતા મેળવવી ઝાયરા માટે સરળ હતું નહિ.

  સાધારણ યુવતીઓની જેમ રહેતી ઝાયરાએ ક્યારે સપનામાં પણ વિચાર્યું હતું નહિ કે, તે ફિલ્મોમાં અભિનય કરવાની છે. તમને જણાવી દઈએ કે, બે હજાર યુવતીઓના ઓડિશનમાંથી ઝાયરાને પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં ઝાયરાએ ગીતા ફોગટની ભૂમિકા ભજવી છે. ઝાયરાએ જણાવ્યું કે, આ ફિલ્મમાં કામ કર્યા પછી મારી જિંદગી બદલાઈ ગઈ છે. ફિલ્મમાં ગીતાના રોલ માટે મારે કુશ્તીની તાલીમ પણ લેવી પડી હતી.

  The post Zaira Wasim ની કાર દાલ લેકમાં પડી, દંગલ ગર્લનો ચમત્કારિક બચાવ appeared first on Vishva Gujarat.


  0 0

  Amitabh Bachchan

  કોન બનેગા કરોડપતિની નવમી સીઝન બહુ જલ્દી શરુ થવાની છે. લાસ્ટ સીઝનની જેમ આ સીઝન પણ સુપરસ્ટાર Amitabh Bachchan જ હોસ્ટ કરશે. શો નો ફર્સ્ટ પ્રોમો Amitabh Bachchan એ ટ્વીટર પર શનિવારે રિલીઝ કર્યો છે. પ્રોમોની શરુઆત ડાંસ અને ઢોલ-નગાડાથી થાય છે અને ત્યારબાદ અમિતાભ બચ્ચને કહ્યું કે, શરુ થઇ જાઓ, ૧૭ જૂને શરુ થશે મારા પ્રશ્નો અને તમારું કેબીસી રજીસ્ટ્રેશન. ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન 'કોન બનેગા કરોડપતિ' ને હોસ્ટ કરતા નજર આવશે. જી હાં, આશ્ચર્યચકિત થવાની જરૂર નથી. અમિતાભ બચ્ચન બહુ જલ્દી ટીવી પર ધમાકેદાર એન્ટ્રી કરવાના છે. અમિતાભ બચ્ચન ઓગસ્ટ મહિનાથી શોનું શૂટિંગ શરુ કરવાના છે. પહેલા એવી ખબર સામે આવી હતી કે, આ શોને તેમની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન હોસ્ટ કરવાની છે.

  પ્રાપ્ત માહિતી મુજબ, એ નક્કી છે કે મુંબઈની ફિલ્મસિટીમાં 'કોન બનેગા કરોડપતિ' શો નો ભવ્ય સેટ બનાવવામાં આવી રહ્યો છે. અમિતાભે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય નીકાળી શૂટિંગ માટે ૧૭ દિવસ આપ્યા છે. અમિતાભનો શો 'કોન બનેગા કરોડપતિ' ઓગસ્ટનાં ૧૦ દિવસથી શરુ થઇ સપ્ટેમ્બરનાં ૭ દિવસ સુધી ચાલશે. તેનાથી તો એવું સાબિત થાય છે કે, તેઓ ૧૭ દિવસમાં ૩૦ એપિસોડ પૂરા કરશે. કેબીસીની શરૂઆત વર્ષ ૨૦૦૦ માં થઇ હતી, ત્યારથી અત્યાર સુધી બિગબી આ શો હોસ્ટ કરે છે. અમિતાભના ફેંસ માટે આ ન્યૂઝ નિશ્ચિતરૂપથી અકલ્પનીય હશે પરંતુ અત્યારે આ ખબર ચર્ચામાં છે. આ પહેલા એવી પણ ખબર સામે આવી હતી કે, કોન બનેગા કરોડપતિની આ સીઝન રણબીર કપૂર હોસ્ટ કરશે.

  The post Amitabh Bachchan એ શેર કર્યો KBC નો પ્રોમો, જાણો ક્યારે શરુ થશે રજીસ્ટ્રેશન appeared first on Vishva Gujarat.


  0 0

  Akshay Kumar

  બોલિવુડ એક્ટર Akshay Kumar એક પછી એક તેમની ફિલ્મ 'ટોઈલેટ: એક પ્રેમ કથા' નાં પોસ્ટર્સ રિલીઝ કરી રહ્યા છે. આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે Akshay Kumar તેમની કોઈ ફિલ્મને આટલું પ્રમોટ કરી રહ્યા છે. અક્ષય કુમારે તેમની ફિલ્મનું ચોથું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કર્યું હતું કે, તેમણે ફિલ્મનું એક નવું પોસ્ટર આજે ટ્વીટર પર શેર કર્યું છે. જો કે, આ પોસ્ટર તેમના અન્ય પોસ્ટર કરતા અલગ નજર આવી રહ્યું છે. આ પોસ્ટરમાં અક્ષય ગળામાં નોટોની માળા નાખી તેમની બારાતમાં નાચતા દેખાઈ રહ્યા છે.

  તમને જણાવી દઈએ કે, અક્ષયે અત્યાર સુધી ફિલ્મના પાંચ પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ બધા પોસ્ટર્સમાં ફિલ્મ સાથે જોડાયેલ ખાસ મેસેજ શેર કરવામાં આવી રહ્યા છે. આ નવા પોસ્ટરમાં અક્ષયે મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં લખ્યું છે, 'નો ટોઈલેટ, નો બ્રાઈડ' એટલે કે જ્યાં ટોઇલેટ નહિ ત્યાં દુલ્હન પણ નહિ. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ 'ટોઈલેટ એક પ્રેમ કથા' ની રીલીઝ ડેટ પોસ્ટપોંડ થઇ ગઈ છે. આ ફિલ્મ હવે ૧૧ ઓગસ્ટે રીલીઝ થશે. પહેલા આ ફિલ્મ ૨ જૂને રીલીઝ થવાની હતી. અક્ષય કુમારે તેમના ટ્વીટર પર આ વાતની માહિતી આપી હતી.

  અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ એક તરફ વડાપ્રધાનના 'સ્વચ્છ ભારત' અભિયાનને સમર્થન કરે છે તો બીજી તરફ, સ્વચ્છતાનું ધ્યાન ના રાખનાર માટે વ્યંગ કટાક્ષ દર્શકોને હસાવે છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સિવાય આ ફિલ્મમાં અનુપમ ખેર પણ મેઈન રોલમાં નજર આવશે. આ તેમની અને અક્ષયની ૨૦ મી ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર ફર્સ્ટ ટાઈમ સાથે કામ કરવાના છે.

  The post લગ્નમાં નાચતા જોવા મળ્યા Akshay Kumar, કહ્યું- ‘ટોઈલેટ નહિ તો દુલ્હન નહિ’ appeared first on Vishva Gujarat.


  0 0

  આલિયા ભટ્ટ

  alia bhatt

  આજકાલ લોકોમાં સેલ્ફીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને યુવતીઓમાં. તેઓ અલગ અલગ પોઝમાં સેલ્ફી લેતી હોય છે. સેલ્ફીનો આ ક્રેઝ બોલિવૂડ એક્ટ્રેસિસમાં પણ જોવા મળે છે. હાલમાં  બોલિવૂડ એક્ટ્રેસિસ પોતાના ડિફરન્ટ લૂકમાં ડિફરન્ટ ફોટા ક્લિક કરતી હોય છે. તે પણ અલગ અલગ પોઝમાં સેલ્ફી લેતી હોય છે. તેમાં પાઉટ તેમનો પસંદીદા પોઝ છે. ઈન્ડસ્ટ્રીની મોટાભાગની એક્ટ્રેસિસ આ પ્રકારનો પોઝ આપી ચુકી છે. ડક સ્ટાઈલમાં ફેસ બનાવીને લેવામાં આવતી સેલ્ફીને પાઉટ સેલ્ફી કહેવામાં આવે છે. આગળની સ્લાઈડમાં જુઓ બોલિવૂડ એક્ટ્રેસિસની પાઉટ સેલ્ફી....

  અનુષ્કા શર્મા

  anushka

  બિપાશા બાસુ

  BIPASHA BASU

  દીપિકા પાદુકોણ

  DEEPIKA PADUKONE

  જેકલીન ફર્નાડીઝ

  jacqueline

  કંગના રાનૌત

  KANGANA RANAUT

  કરીના કપૂર

  KAREENA KAPOOR

  નેહા ધૂપિયા

  Neha Dhupia

  પ્રિયંકા ચોપડા

  PRIYANKA CHOPRA

  સોનાક્ષી સિન્હા

  SONAKSHI SINHA

  સોનમ કપૂર

  SONAM KAPOOR

  સની લિયોન

  sunny

  The post Bollywood એક્ટ્રેસિસ પણ છે Pout સેલ્ફીની શોખીન appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 182 | 183 | (Page 184) | 185 | 186 | .... | 200 | newer