Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

એકવાર ફરીથી બનશે Akshay અને રવિનાની જોડી, આ ટીવી શોમાં આવશે નજર

$
0
0

Akshay Kumar

થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, Akshay Kumar નાના પડદા પર જજ તરીકે પરત આવી રહ્યા છે. તેમને 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' ની આગામી સીઝન માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. પરંતુ હવે શો મેકર્સે Akshay Kumar ની એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રવીના ટંડનને પણ શોમાં જજ બનાવવા માટેની વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, રવીના આ શોમાં દિલચસ્પી બતાવી છે પરંતુ હજુ સુધી તેમણે શો સાઈન કર્યો નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, અક્ષય આ શોના મુખ્ય જજ હશે અને તેમને શોમાં સુપર બોસ કહેવામાં આવશે. અક્ષયે તેની પહેલા નાના પડદા પર 'ડેર ટુ ડાંસ અને ખતરો કે ખેલાડી' જેવા શો કર્યા છે. અક્ષય ઘણા રિયાલીટી શોમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે પણ નજર આવી ચૂક્યા છે. રવીના અત્યારે રિયાલીટી શો સબસે બડા કલાકારને જજ કરી રહી છે. હમણાં થોડા સમય પહેલા રવીનાની ફિલ્મ માતૃ પણ રિલીઝ થઇ છે.

તમને જણાવી દઈએ કે, ૯૦ નાં દાયકામાં અક્ષય અને રવીનાનું અફેર હતું અને બંને સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ આ રિલેશન વધારે લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ અક્ષયે શિલ્પા શેટ્ટીને ડેટ કરી પરંતુ તેમનું રિલેશન આગળ વધી શક્યું નહિ અને પછી અક્ષયે ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કરી લીધા. ફિલ્મોની વાત કરવામાં આવે તો અક્ષય અત્યારે પેડમેનનું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મમાં તેમની અપોઝીટ સોનમ કપૂર છે. તેની સાથે ફિલ્મમાં અમિતાભ બચ્ચન કેમિયો કરતા પણ દેખાશે.

The post એકવાર ફરીથી બનશે Akshay અને રવિનાની જોડી, આ ટીવી શોમાં આવશે નજર appeared first on Vishva Gujarat.


Arjun Rampal ની ફિલ્મ ડેડીનું ટ્રેલર રિલીઝ, શાનદાર છે અર્જુનનો લૂક

$
0
0

Arjun Rampal

ડેડી ફિલ્મ ટ્રેલર

Arjun Rampal ને અલગ અંદાજમાં જોવા માટે તેમના ફેંસ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. Arjun Rampal તેમની અપકમિંગ ફિલ્મ ડેડીમાં તે એક એવા રોલમાં નજર આવશે જેમાં તેમને પહેલા તમે ક્યારેય જોયા નહિ હોય. આ મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેને જોઈ લાગે છે કે, ૪૪ વર્ષના એક્ટરને આ રોલ પ્લે કરવા માટે વધારે મહેનત કરવી પડી હશે. ડેડી ગેંગસ્ટરથી રાજનેતા બનેલ અરુણ ગવલીની બાયોપિક છે. થોડા સમય પહેલા અર્જુને કહ્યું હતું કે, આ ફિલ્મ દ્ધારા ગવલીની ઈમેજને ચમકાવવામાં આવી રહી નથી. તેમાં બધું સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. ટ્રેલર આ વાતને સાબિત કરે છે.

ડેડી ફિલ્મ ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર સફળતાપૂર્વક ૧૯૭૦ નાં મુંબઈ અંડરવર્લ્ડનાં જમાનાને સ્ક્રીન પર ફરીથી રીક્રીએટ કરે છે. તેમાં અર્જુન રામપાલ એકદમ મહારાષ્ટ્રીયન કપડામાં અને પરફેક્ટ મરાઠી બોલતા સંભળાઈ રહ્યા છે. અર્જુન રામપાલ ગેંગસ્ટરનાં રોલમાં સૂટ થઇ રહ્યા છે અને ડાયલોગ બોલતા સમયે તેની બોડી લેંગ્વેજ પણ કમાલની લાગી રહી છે. એક સીનમાં અર્જુન કહે છે, હું ભાગેડુ નથી, મારો દેશ છોડી જઈશ નહિ.

ડેડી ફિલ્મ ટ્રેલર

થોડા સમય પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ  કરવામાં આવ્યું હતું. અસીમ આહલુવાલિયાનાં ડીરેક્શનમાં બની રહેલ આ ફિલ્મમાં અર્જુન રામપાલ ગેંગસ્ટર ગવલીનો રોલ પ્લે કરી રહ્યા છે. મોશન પોસ્ટરમાં અર્જુન એકદમ ગવલીની જેમ દેખાઈ રહ્યા છે. જો તમે ફિલ્મનાં ટાઈટલને લઈને થોડા કન્ફયુઝ છો તો તમને જણાવી અરુણ ગવલીને ઓળખતા લોકો પ્રેમથી તેમને ડેડી કહી બોલાવે છે. આ કારણે આ ફિલ્મનું નામ ડેડી રાખવામાં આવ્યું છે. આ ફિલ્મના ફર્સ્ટ લૂકને અર્જુનને તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.

The post Arjun Rampal ની ફિલ્મ ડેડીનું ટ્રેલર રિલીઝ, શાનદાર છે અર્જુનનો લૂક appeared first on Vishva Gujarat.

Kapil Sharma ને લઈને અલી અસગરે કર્યો ચોંકાવનારો ખુલાસો

$
0
0

kapil sharma

અલી અસગર

Kapil Sharma નો સુનીલ ગ્રોવર સાથે થયેલા ઝઘડા પછી સુનીલની સાથે 'ધ કપિલ શર્મા શો' છોડનાર અલી અસગર આજે પણ Kapil Sharma ને યાદ કરે છે. કપિલના શોની બંને સીઝનમાં નાનીનો રોલ અલીએ પ્લે કર્યો હતો. તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન અલીએ કહ્યું કે, તે આજે પણ તે સ્ટેજ અને પોતાની ટીમને યાદ કરે છે અને તેને છોડવાનું કારણ ક્રિએટીવ ડિફરન્સ છે.

અલી અસગર

અલીએ આગળ કહ્યું કે, તે દુર્ભાગ્ય છે. જે થયું તે સારું થયું, પરંતુ ક્યારેક-ક્યારેક તમે એક એવા મોડ પર આવો છો. જ્યારે તમારે એક નિર્ણય લેવો પડે છે. હું શો અને સ્ટેજને મિસ કરું છુ. અમારું ગ્રુપ હતું પરંતુ એક એવી પરિસ્થિતિ આવી ગઈ જ્યાં પ્રોફેશનલી કારકિર્દીને જોતા લાગ્યું કે મારો રોલ ક્યાંય જઈ રહ્યો નથી, તે એક જગ્યા પર રોકાઈ ગયો હતો અને તેમાં સુધારણાને કોઈ સ્થાન નથી.

અલી અસગર

જો કે, હવે એવી ખબર છે કે, સુનીલ ગ્રોવરની ટીમ અલી અસગર, સુગંધા મિશ્રા, સંકેત ભોંસલે અને ક્રિએટીવ ડિરેક્ટર પ્રીતિ સિમોસ બહુ જલ્દી કૃષ્ણા અભિષેકની સાથે એક નવા કોમેડી શો માં નજર આવશે. આ શો સોની ચેનલ પર જ ટેલીકાસ્ટ કરવામાં આવશે.

અલી અસગર

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન આ વખતે તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નાં પ્રમોશન માટે કપિલનાં શોમાં ગયા નથી. આ ખબરથી કપિલનાં ફેંસ નાખુશ થયા હશે. સલમાન ખાન સુનીલ ગ્રોવર, અલી અસગર અને તેમની ટીમ સાથે બે કલાકનો સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરી ચૂક્યા છે. શોના શૂટિંગ દરમિયાન સુનીલ ગ્રોવરની સાથે અલી અસગર, સુગંધ મિશ્રા, ચંદન પ્રભાકર જેવા સ્ટાર્સ ત્યાં હાજર હતા.

અલી અસગર

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post Kapil Sharma ને લઈને અલી અસગરે કર્યો ચોંકાવનારો ખુલાસો appeared first on Vishva Gujarat.

Taarak Mehta Ka Ooltah Chashma માં જગમગાઈ સલમાન ખાનની ‘ટ્યુબલાઈટ’

$
0
0

Taarak Mehta Ka Ooltah Chashmah

Taarak Mehta Ka Ooltah Chashmah

સલમાન ખાન અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. સલમાન તેમની ફિલ્મનું પ્રમોશન કરવામાં કોઈ કસર છોડવા માંગતા નથી. સલમાન અને તેમના ભાઈ સોહેલ ખાન સબ ટીવીનાં ફેમસ શો Taarak Mehta Ka Ooltah Chashmah માં તેમની ફિલ્મનું પ્રમોશન કરવા પહોચ્યા હતા.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

સલમાન અને સોહેલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનાં એક એપિસોડ માટે શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ સમયે બંન્ને ખાન ભાઈ અને તારક મહેતાની આખી ટીમ ઉત્સાહિત દેખાઈ રહી છે. તારક મહેતાના સેટ પર દરેક લોકો તેમની સાથે સેલ્ફી લેવા માંગે છે અને આ ખાસ મુમેન્ટ તેમને કેમેરામાં કેદ કરવા માંગતા હતા.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનાં શો મેકર્સ અસિત મોદીને ટ્વીટર પર માહિતી આપતા કહ્યું કે, સલમાન ખાન અને સોહેલ ખાન તમારી સાથે કામ કરવામાં અને સમય પસાર કરવો અદ્દભુત અને અવિસ્મરણીય શૂટિંગ અનુભવ હતો.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

આ સિવાય આ શૂટિંગનાં કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ થતા નજર આવ્યા હતા. આ ફોટાઓમાં તારક મહેતા... નાં સેટ પર ચહેલ-પહેલ નજર આવી રહી છે. સલમાન ખાને પણ સેટ પર ઘણા ફોટા ખેંચ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં

The post Taarak Mehta Ka Ooltah Chashma માં જગમગાઈ સલમાન ખાનની ‘ટ્યુબલાઈટ’ appeared first on Vishva Gujarat.

Ajaz Khan ને PMO તરફથી મળી ચિઠ્ઠી, વિડીયોમાં આપ્યું હતું વિવાદિત નિવેદન

$
0
0

Ajaz Khan

હંમેશાથી પોતાના વિવેદનોને લઈને ચર્ચામાં રહેનાર એક્ટર Ajaz Khan ના ઘરે વડાપ્રધાનના કાર્યાલયમાંથી ચિઠ્ઠી આવી છે. તમને જણાવી દઈએ કે, ગયા મહીને Ajaz Khan એ સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રીને યોગી આદિત્યનાથને ચુનોતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, એઝાઝ ખાને ફેસબુક પર એક વિડીયો અપલોડ કરી ગૌ રક્ષાનાં નામ પર થઇ રહેલ હુમલા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. પરંતુ વાત કરતા જે ભાષા પર એઝાઝ પહોચી ગયા તેનાથી નવો વિવાદ તો થવાનો જ હતો. વિડીયોમાં એઝાઝ ખાને કહ્યું હતું કે, જો તમે લોકો મર્દ છો, માઈ કા લાલ છો - મોદીજી, યોગીજી અને ગૌરક્ષક આ હાર્લે ડેવિડસનનો બેલ્ટ છે. આ મેં એરપોર્ટ પરથી ખરીદ્યો છે. આ તેનું બીલ છે, મેં ૮ હજાર રૂપિયા ખર્ચ્યા છે. હવે હું ગૌ રક્ષકોને, મોદીજીને અને યોગીજીને કહ્યું છું કે, હાર્લે ડેવિડસન ગાય માતાનો બેલ્ટ વેચી રહ્યા છે. ધીસ ઈઝ ધ કાઉ લેધર બેલ્ટ જે પુરા હિન્દુસ્તાનમાં અને દુનિયાભરમાં વેચાઈ રહ્યા છે.

પરંતુ હવે એઝાઝ ખન્ના નામે મોદીજીનાં PMO કાર્યાલયથી એક ઉત્તર આવ્યો છે જેમાં ગાયનાં ચામડાથી બનેલા સામાનનું વેચાણ કરનાર કંપની હાર્લે ડેવિડસન પર કર્યવાહી કરવાનું કહ્યું છે. એઝાઝ ખાન માને છે કે, આ ફક્ત એક પત્ર છે અને તેમાં એવી દુકાન જ્યાં ગાયની ચામડીથી બનેલો સામાન વેચવામાં આવે છે તેને બંધ કરવાનો કોઈ પ્લાન આપવામાં આવ્યો નથી. એઝાઝ મુજબ, તે આવી દુકાનો બંધ કરાવવા માટે હંમેશા મોદી અને યોગીજી નો સાથે આપશે પરંતુ બહુ જલ્દી તેનાં પર કાર્યવાહી કરવાની કરવાની માંગ કરી છે. તાજેતરમાં એઝાઝ ખાને એકવાર ફરીથી ફેસબુક પર વિડીયો શેર કરી સેના અને કાશ્મીરને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. એઝાઝે પથ્થરબાજોનો પક્ષ લેતા કહ્યું કે, જો કોઈ બીજાના ઘરમાં ઘૂસશે તો પથ્થર જ ખાશે.

The post Ajaz Khan ને PMO તરફથી મળી ચિઠ્ઠી, વિડીયોમાં આપ્યું હતું વિવાદિત નિવેદન appeared first on Vishva Gujarat.

આ મહિલાના કારણે મોંઘી કારનાં બદલે રીક્ષામાં ઘરે જવા મજબૂર થયા Salman Khan!

$
0
0

Salman Khan

બોલિવુડનાં દબંગ ખાન Salman Khan એકવાર ફરીથી મુંબઈમાં ઓટોરિક્ષામાં બેઠેલા નજર આવ્યા. વાત જાણે એમ છે કે, Salman Khan મુંબઈનાં બાંદ્રા સ્થિત મેહબૂબ સ્ટુડિયોમાં તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નાં પ્રમોશનમાં વ્યસ્ત હતા અને ઇન્ટરવ્યૂ પછી સલમાન ફિલ્મમેકર રમેશ તૌરાની સાથે તેમની મોંઘી કારના બદલે ચાલતા-ચાલતા મેહબૂબા સ્ટુડિયોથી તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યા હતા.

સલમાન ખાન

તે સમયે સલમાન ખાનની એક ફેન માતા-પુત્રીને જોડીએ સલમાન ખાનને જોઈ લીધા. સલમાન ખાન તેમને મળ્યા પણ અને તે દરમિયાન રસ્તા પર ભીડ જામી ગઈ હતી. ઉતાવળમાં સલમાન ખાને નજીકમાં ઉભેલી એક રિક્ષા બોલાવી અને ગેલેક્સી એપાર્ટમેન્ટ જવા માટે કહ્યું. ત્યારબાદ સલમાન ખાન રમેશ તૌરાનીની સાથે રિક્ષામાં બેસી ઘરે જતા રહ્યા હતા.

સલમાન ખાન

સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે.

સલમાન ખાન

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

સલમાન ખાન

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ  ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. બોલિવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ તાજેતરમાં ઘણા કારણોથી ચર્ચામાં છે. 

The post આ મહિલાના કારણે મોંઘી કારનાં બદલે રીક્ષામાં ઘરે જવા મજબૂર થયા Salman Khan! appeared first on Vishva Gujarat.

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર મૂકી પતિ સાથેની અંતરંગ વિડીયો કલીપ

$
0
0

Sofia Hayat shares intimate love making music video with her Husband on Instagram99

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર મૂકી પતિ સાથેની અંતરંગ વિડીયો કલીપ

Sofia Hayat પોતાનો નવો મ્યુઝિક વિડીઓ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને તેની સાથે જ જણાવ્યું છે કે, પૂરો વિડીયો જોવા માટે લોકોને તેમના યુટ્યુબ પર જવું પડશે. આ વિડીયોની થીમ ઓમ શાંતિ ઓમ છે. આધ્યાત્મિકતાના આધારે બનાવી આ વિડીયોને શૂટ કરવામાં આવ્યો છે. તેમાં પણ તેજ ડ્રામાબાજી છે જે સોફિયા હયાતે લાંબા સમયથી કરતી આવી છે.

સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકી પતિ સાથેની અંતરંગ વિડીયો કલીપ

આ વિડીયોથી જોડાયેલ લાંબા ટેક્સ્ટમાં સોફિયા હયાત જણાવે છે કે, સેક્સને માત્ર સેક્સ તરીકે જોવું જોઈએ નહિ. તેમાં પ્યાર હોવો ખુબ જ જરૂરી છે. આ ના હોવાના કારણે સેક્સ તદ્દન અયુક્ત થઈ જાય છે.

સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકી પતિ સાથેની અંતરંગ વિડીયો કલીપ


તેમને પોર્નનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, પોર્ને સેક્સને બદનામ કર્યું છે કેમકે તેમાં થનાર સેક્સમાં ભાવનાઓ હોતી નથી.

સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકી પતિ સાથેની અંતરંગ વિડીયો કલીપ

ત્યારે તેમને એ પણ લખ્યું છે કે, સેક્સના વિશે જીવનથી જોડાયેલ લાગણીઓથી જોડાઈને દર્શાવવી અને શીખડાવવામાં આવે તો રેપ જેવી ઘટનાઓ બને નહિ.

સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકી પતિ સાથેની અંતરંગ વિડીયો કલીપ

તેમને જણાવ્યું છે કે, તેમાં વર્તમાન પ્રેમને પ્રાથમિકતા મળવી જોઈએ કેમકે પ્રેમ પવિત્ર છે, તેમાં માન અને સમ્માન હોય છે.

સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર મૂકી પતિ સાથેની અંતરંગ વિડીયો કલીપ

 

My new music video and song is out now! Om Shanti Om. Watch the full video on my You Tube channel exclusively! Please see the whole video on my You Tube so you can see the whole story of Om Ashanti Om I AM SOFIA MARIA HAYAT. I AM THE ARK OF THE COVENANT. I AM HERE NOW. WE ARE ENTERING A NEW ERA ON EARTH. UNITY ONENESS 666 333 999 1 0 10 UNITY 1 ZERO. LOVE . WAKEUP CHILDREN YOU ARE IN HEAVEN True love and intimacy is what all people should know. Intimacy like this is sacred. It is not dirty or rude but incredibly beautiful. Those who think this is wrong..have not been taught about love and intimacy and therefore only recognise sex. If intimacy and connection and deep respect were taught as a pre requisite to love making..then we would not have rape or sexual violence. All things come from creation and creation is love. Pornography has also de-sensitized men, and turned women into objects. It shows sex without feeling and love..which is a dishonour to divine creation..showing sex without love teaches it. And then feelings are lost in the sacred act..leaving emptiness. LOVE IS sacred..making love is sacred..in true honour and respect Produced, written and sung by me including all harmonies and instruments. https://youtu.be/p2W-mSv3mGE

A post shared by Sofia Hayat (@sofiahayat) on

The post Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર મૂકી પતિ સાથેની અંતરંગ વિડીયો કલીપ appeared first on Vishva Gujarat.

મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગશે દેશની આ મહાન ગાયિકાનું મીણનું પૂતળું

$
0
0

Asha Bhosle

બોલિવુડનાં સ્વર્ણિમ યુગની ફેમસ ગાયિકા Asha Bhosle (૮૩) નું ભારતના ફર્સ્ટ મેડમ તુસાદ મ્યુઝીયમમાં મીણનું પૂતળું લાગશે. આ પ્રતિમાને એક ઈન્ટ્રેક્ટીવ થીમવાળા વાતાવરણમાં બોલિવુડ સંગીત ક્ષેત્રમાં અગ્રણી ગાયકોની હાજરીમાં લગાવવામાં આવશે. અહીં પ્રશંસકોને તેમના ફેવરેટ કલાકારોનાં ગીત સાંભળવાની તક મળશે. આ વિશે ગયા વર્ષે મુંબઈમાં એક બેઠક માટે મેડમ તુસાદ મ્યુઝીયમનાં નિષ્ણાતોનું સમૂહ ૮૩ વર્ષીય ગાયિકા આશા ભોસલેને મળ્યા હતા. નિષ્ણાતોએ તેમનાં ૧૫૦ વિશિષ્ટ માપ અને ફોટા લીધા હતા.

આશા ભોસલે

મેડમ તુસાદ મ્યુઝીયમમાં પોતાની પ્રતિમા લગાવવાની ઘોષણાથી આશા રોમાંચિત છે. ગાયિકાએ એક નિવેદનમાં કહ્યું કે, આ અદ્દભુત સમ્માન માટે મારી પસંદગી કરવા માટે મેડમ તુષાદ અને મારા પ્રશંસકોનો આભાર. મારા મીણનાં પૂતળાથી વધારે ઉત્સાહિત છુ અને આ મારા માટે એક નવો અનુભવ છે.

આશા ભોસલે

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં સેલેબ્સના મીણના પૂતળા માટે ફેમસ મેડમ તુસાદ હવે દિલ્હીમાં જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાભરના પ્રતિષ્ઠિત સંગ્રહાલય માંથી એક મેડમ તુસાદ છેલ્લા ૨૫૦ વર્ષોથી મીણનું પુતળું બનાવવા માટે ફેમસ છે. મ્યુઝિયમને દિલ્હીમાં લાવવાનું કામ યુરોપની ફેમસ મીડિયા એન્ટરટેઈનમેન્ટસ કંપની મર્લિન એન્ટરટેઈનમેન્ટસ કરશે.

આશા ભોસલે

તુસાદના દિલ્હી સ્ટુડિયોમાં બોલિવુડથી લઈને હોલિવુડની ફેમસ હસ્તીઓના પૂતળા હાજર હશે. માત્ર ફિલ્મી દુનિયામાંથી નહિ પરંતુ ખેલ અને મ્યુઝિક ક્ષેત્રની મોટી હસ્તીઓના પૂતળા પણ અહીં નજર આવશે. દિલ્હીમાં શરુ થનાર આ સ્ટુડિયો 22 મો મેડમ તુસાદ સ્ટુડિયો હશે. ન્યૂ ઓપનિંગ ઓફિસર જ્હોન જેકોબસને કહ્યું કે, વર્ષ ૨૦૦૦ માં મેડમ તુસાદમાં અમિતાભ બચ્ચનના મીણના પૂતળાને જગ્યા મળી હતી, ત્યારથી ભારતીયોની વચ્ચે મેડમ તુસાદની લોકપ્રિયતા વધી ગઈ હતી.

The post મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગશે દેશની આ મહાન ગાયિકાનું મીણનું પૂતળું appeared first on Vishva Gujarat.


આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ!

$
0
0

TV

અસ્મિતા સૂદ અને પર્લ વી. પુરી

shmita

સામાન્ય રીતે આપણા ફેવરેટ TV  સ્ટાર્સ તેમના જીવનની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને આ કારણે તેમના ફેંસ જાણી શકે છે કે તેમની ફેમિલી અને રિયલ લાઈફમાં શું ચાલી રહ્યું છે. તેમાંથી ઘણા લોકો તેમની લવ લાઈફને લઈને ઓપન હોય છે અને આ કારણે તેમના રિલેશનશિપને લઈને ચર્ચા થાય છે. પરંતુ ઘણા TV સેલેબ્સ એવા હોય છે જે પોતાની પર્સનલ લાઈફને પર્સનલ રાખવા માંગે છે.

તે લોકોને ડેટિંગનું ચક્કર એટલું મોંઘુ પડે છે કે લોકોને જાણે જોઈ તેમની લવ લાઈફ છુપાવી પડે છે. ખેર કારણ કંઈ પણ હોય, પરંતુ ઘણા સ્ટાર્સ એવા પણ છે જે એક-બીજાને સિક્રેટલી ડેટ કરી રહ્યા છે અથવા આ અફવાહોનું બજાર ગરમ રહે છે. તો આજે અમે તમને જણાવીએ નાના પડદાની એવી કઈ જોડીઓ છે જેના વિશે તમે નથી જાણતા કારણકે તેમનો પ્રેમ એક સિક્રેટ છે.

કૃણાલ કરણ કપૂર અને શ્રીતી ઝા

krunal

જિજ્ઞાસા સિંહ અને અંકિત બઠલા

jignasha

કપિલ શર્મા અને પ્રીતિ સિમોસ

kapil

કરણ ટેકર અને ક્રિસ્ટલ ડિસોઝા

karan

કરણ વાહી અને કરિશ્મા કોટક

karishma kotak

મોહિત રૈના અને મૌની રોય

mohit

રૂબીના દિલેક અને અભિનવ શુક્લા

rubina

જેનિફર વિંગેટ અને સાહબાન અઝીમ

jeeny

તનીષા મુખર્જી અને સિદ્ધાર્થ

tanisha

 

The post આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ! appeared first on Vishva Gujarat.

Kapil Sharma ની મુશ્કેલી વધી, હવે સુનીલ ગ્રોવર કૃષ્ણા અભિષેક સાથે આ શો માં આવશે નજર!

$
0
0

Kapil Sharma

Kapil Sharma સાથે લડાઈ પછી સુનીલ ગ્રોવરની કારકિર્દીને સોની ટીવી અને લાઈવ શોઝે થામી લીધી છે. પરંતુ હવે ખબર આવી રહી છે કે, સુનીલ ગ્રોવર બહુ જલ્દી પોતાનો એક શો લઈને આવી રહ્યા છે અને તેમની સાથે કોઈ બીજું નહિ પરંતુ Kapil Sharma ના દુશ્મન કહેવાતા કૃષ્ણા અભિષેક નજર આવશે.

સુનીલ ગ્રોવર

પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલ બહુ જલ્દી તેમનો નવો શો લઈને આવવાના છે અને કપિલ પછી સુનીલ ફક્ત કૃષ્ણા અભિષેક પર વિશ્વાસ કરી રહ્યા છે. આ કારણે તેઓ બહુ જલ્દી તેમની સાથે એક નવો શો લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ શોમાં કૃષ્ણાની સાથે સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા સાથે નજર આવી શકે છે.

કૃષ્ણા અભિષેક

પ્રાપ્ત માહિતી મુજબ, સોની બહુ જલ્દી પોતાનો એક નવો શો લઈને આવવાના છે. કૃષ્ણા આ શોનો હિસ્સો ભાગ બનશે. એટલું જ નહિ થોડા દિવસ પહેલા કપિલે સોશિયલ મીડિયા પર ફેંસ સાથે વાત કરી હતી. તે દરમિયાન કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે, તે સુનીલ ગ્રોવરને શો પર ક્યારે પરત લાવી રહ્યા છે. તો કપિલે તેના ઉત્તરમાં કહ્યું કે, જ્યારે પણ તેમનું મન થાય.... હું તો તેમને ઘણીવાર પરત આવવા માટે કહી ચૂક્યો છુ. તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની સાથે ફ્લાઈટમાં ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી સુનીલ ગ્રોવર આ શોમાં પરત આવ્યા નથી.

કપિલ શર્મા

કપિલનો શો છોડ્યા પછી સુનીલને ઘણીબધી ચેનલો તરફથી પોતાનો કોમેડી શો કરવાની ઓફર મળી છે. ખબરો મુજબ, સુનીલને સોની ચેનલ તરફથી ઓફર આવી હતી અને સુનીલ આ ઓફરને ગંભીરતાથી લઇ રહ્યા છે. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે કેટલાક મહિના પહેલા થયેલ ઝઘડા પછી વધારે ચર્ચામાં રહ્યા હતા. કપિલ શર્માના શોને અલવિદા કહ્યા પછી સુનીલ ગ્રોવર ઇન્ડિયામાં થનાર તેમના લાઈવ પરફોર્મન્સ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. પરંતુ તેમના ફ્યુચર પ્લાનને લઈને હજુ ચુપ્પી સાધી રાખી છે.

The post Kapil Sharma ની મુશ્કેલી વધી, હવે સુનીલ ગ્રોવર કૃષ્ણા અભિષેક સાથે આ શો માં આવશે નજર! appeared first on Vishva Gujarat.

Rishi Kapoor એ પાકિસ્તાનની જીત પર આપી શુભેચ્છા, હવે ભારત સામે હારવા તૈયાર રહો

$
0
0

Rishi Kapoor has some comments to make about the Pakistani Cricket Team

ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમીફાઈનલ મેચમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડને ૮ વિકેટથી હરાવી શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે જ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

ફાઈનલમાં પાકિસ્તાની ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે રમાવનારી બીજી સેમીફાઈનલની વિજેતા ટીમ સામે રમશે. પાકિસ્તાનની આ જીત બાદ પોતના ટ્વીટરથી લઈને ઘણી વખત ચર્ચાઓમાં રહેનાર દિગ્ગજ અભિનેતા Rishi Kapoor એ એક ટ્વીટ કરી હતી. પાકિસ્તાનની જીત પર કરવામાં આવેલ ઋષિ કપૂરની આ ટ્વીટ પર હંગામો શરૂ થઈ ગયો છે. ઋષિ કપૂરે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન તમને જીત માટે શુભકામનાઓ, તમને ભારતના લીલા રંગના ડ્રેસમાં જોઇને સારૂ લાગ્યું, હવે ફાઈનલમાં ભારત સામે હારવા માટે તૈયાર થઈ જાવો.

ઋષિ કપૂરે આ ટ્વીટ બાદ એક પાકિસ્તાની યુઝરે ટ્વીટ કરી, “અમને પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવી પસંદ છે, જે શાનદાર રમશે તે જીતી જાશે. અમે ભારતની જીત પર તેમની પ્રશંસા કરીશું અને અમે તમારી પાસે એ જ અપેક્ષા રાખીએ છીએ.”

એક વધુ પાકિસ્તાન યુઝરે ટ્વીટ કરતા જણાવ્યું છે કે, “અમે તમને પસંદ કરીએ છીએ સર, પરંતુ અમે પોતાના લીલા રંગને પ્રેમ કરીએ છીએ. અમે તમને અને તમારા બ્લુ રંગને મેદાનમાં જોશું. અમને પાકિસ્તાની હોવા પર ગર્વ છે.

આ ટ્વીટસનો જવાબ આપતા ઋષિ કપૂરે જણાવ્યું છે કે, “યોગ્ય, આ રમતભાવના હોવી જોઈએ. બીજાની જેમ અપમાનજનક નથી. પ્રેમ અને ક્રિકેટમાં બધું ઉચિત છે. તમે પોતાની ટીમ પ્રેમ કરો અને હું મારી ટીમથી, ચાલો બેસ્ટ ટીમને જીતવા દઈએ.”|

હીના નામના એક યુઝરે ઋષિ કપૂરને ટ્વીટ કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાન સામે મેચ રમવા પહેલા ભારતને બાંગ્લાદેશને હરાવવું પડશે, જો કે મને નથી લાગતું કે તે સંભવ છે.

The post Rishi Kapoor એ પાકિસ્તાનની જીત પર આપી શુભેચ્છા, હવે ભારત સામે હારવા તૈયાર રહો appeared first on Vishva Gujarat.

‘પત્રકારો’એ પૂછ્યો એવો પ્રશ્ન કે, Salman Khan ની થઇ ગઈ બોલતી બંધ!

$
0
0

Salman Khan

Salman Khan

Salman Khan ની ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રિલીઝ થઇ રહી છે અને અત્યારે સલમાન તેમનાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં સલમાન સોનીનાં શો સબસે બડા કલાકારમાં નજર આવશે ત્યાં હાજર બાળકોએ તેમને એવો પ્રશ્ન કર્યો કે, સલમાનની બોલતી બંધ થઇ ગઈ.

સલમાન ખાન

તમને જણાવી દઈએ કે, સલમાન તેમની ફિલ્મના પ્રમોશન માટે સોનીના રિયાલીટી શો સબસે બડા કલાકારમાં પહોચ્યા હતા. જ્યાં આ શોના બાળકોએ પત્રકાર બની સલમાનની ક્લાસ લીધી હતી. એક બાળકે તેમને પૂછ્યું કે, તમને બાળકો વધારે પસંદ છે તો આ વાતનો જવાબ આપો કે, તમારે બાળકો ક્યારે થશે. આ પ્રશ્ન સાંભળી સલમાન ખાન પણ દંગ રહી ગયા હતા.

સલમાન ખાન

સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે.

સલમાન ખાન

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

સલમાન ખાન

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ  ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. બોલિવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ તાજેતરમાં ઘણા કારણોથી ચર્ચામાં છે. 

 

The post ‘પત્રકારો’ એ પૂછ્યો એવો પ્રશ્ન કે, Salman Khan ની થઇ ગઈ બોલતી બંધ! appeared first on Vishva Gujarat.

પાકિસ્તાનમાં ઇદના દિવસે રિલીઝ નહિ થાય સલમાનની ફિલ્મ ‘Tubelight’, જાણો કેમ?

$
0
0

Tubelight

સલમાન ખાનના ફેંસ માટે બેડ ન્યૂઝ છે. ફિલ્મ Tubelight પાકિસ્તાનમાં ઇદના અવસર પર રિલીઝ કરવામાં આવશે નહિ. કોઈ સ્થાનિક ડીસ્ટ્રીબ્યુટર સલમાનની ફિલ્મને રિલીઝ કરવા તૈયાર નથી. ભારતીય ફિલ્મ એક્સપોર્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ, હિરાચંદ ડેન્ડ મુજબ, પાકિસ્તાનના સ્થાનિક ડિસ્ટ્રિબ્યુટર સલમાનની ફિલ્મ રિલીઝ કરવાથી ડરી રહ્યા છે. કારણકે ઇદના દિવસે જ પાકિસ્તાનમાં બે મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. સલમાનની ફિલ્મ રિલીઝ કરી મેકર્સ કોઈ પ્રકારનું રિસ્ક લેવા માંગતા નથી. બોલિવુડમાં ઇદનો તહેવાર સલમાન ખાનના નામ પર હોય છે. આ કારણે ઈદના અવસર પર સલમાન ખાનની સામે કોઈ બીજો ફિલ્મમેકર પોતાની ફિલ્મ રિલીઝ કરતો નથી. સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' આ ઈદ પર રિલીઝ થવાની છે. સલમાનના ફેંસ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં તો ફિલ્મ સારો બિઝનેશ કરશે તે વાત તો નક્કી છે પરંતુ પાકિસ્તાનમાં આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જી હાં, પાકિસ્તાનમાં પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે, સલમાનની 'ટ્યુબલાઈટ' ને ઇદના અવસર પર રિલીઝ કરવામાં નાં આવે. આ વખતે પાકિસ્તાન ટ્યુબલાઈટ ફિલ્મનો વિરોધ કરી રહી છે. કારણકે આ ફિલ્મ સાથે પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોચી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ઈદ પર પાકિસ્તાનમાં બે મોટી ફિલ્મો 'યલગાર' અને 'શોર-શરાબા' રિલીઝ થઇ રહી છે. તેવામાં પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકો ઈચ્છે છે કે, ટ્યુબલાઈટ ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ થતા રોકવામાં આવે. પાકિસ્તાનના ફિલ્મ વિતરક અને ફિલ્મ નિર્માતા સંઘ સલમાનની ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે, સ્થાનિક ફિલ્મો સારો બિઝનેશ કરે. આ મુદ્દો હવે કોર્ટમાં પણ પહોચી ગયો છે. 'યલગાર' અને 'શોર-શરાબા' ફિલ્મનાં પ્રોડ્યુસરે તો એવું પણ કહી દીધું છે કે, જો ઈદ પર સલમાનની ટ્યુબલાઈટ રિલીઝ કરવામાં આવશે તો તેઓ પોતાની ફિલ્મો રિલીઝ કરેશે નહિ.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

The post પાકિસ્તાનમાં ઇદના દિવસે રિલીઝ નહિ થાય સલમાનની ફિલ્મ ‘Tubelight’, જાણો કેમ? appeared first on Vishva Gujarat.

કોમેડિયન Chandan Prabhakar એ શેર કર્યો તેમની પુત્રીનો ક્યુટ Photo

$
0
0

Chandan Prabhakar

ફેમસ કોમેડી સીરીયલ 'ધ કપિલ શર્મા શો' નો મહત્વ હિસ્સો રહેલ Chandan Prabhakar એ તેમની પુત્રીઓનો ફોટો ટ્વીટર પર શેર કર્યો છે. આ બીજીવાર છે જ્યારે ચંદને તેમની પુત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ચંદન અને તેમની પત્ની નંદીની તેમના આ પ્રથમ બાળકના જન્મ પછી વધારે ખુશ છે. ચંદને તેમની પુત્રીનો ફોટો શેર કરી લખ્યું કે, 'આ મારા જીવનની સૌથી સારી ફ્રેમ છે.... ભગવાનનો આભાર.'

ચંદન પ્રભાકર

ઉલ્લેખનીય છે કે, 'ધ કપિલ શર્મા શો' માં ચંદુ ચાયવાલાનો રોલ પ્લે કરનાર ચંદન પ્રભાકરને રીયલ લાઈફમાં પણ ખુશીઓએ દસ્તક આપી દીધી છે. આ ખુશી તેમને બીજા શો સાથે જોડાવવાના કારણે નથી પરંતુ તેમની અંગત જિંદગી સાથે જોડાયેલ છે. જી હાં, ચંદન પ્રભાકર ઉર્ફે ચંદુ રિયલ લાઈફમાં પણ પિતા બની ગયા છે. એક તરફ, જ્યાં કપિલના શોમાં ચંદુ ચાયવાલા ૧૦ વર્ષના અખરોટના પિતાના રોલમાં નજર આવતા હતા તો બીજી તરફ, હવે રિયલ લાઈફમાં ચંદન તેમની પુત્રીના પિતાના રોલમાં જોવા મળશે.

ચંદન પ્રભાકર

તમને જણાવી દઈએ કે, ચંદન પ્રભાકરે ૨૦૧૫ માં નંદિની ખન્ના સાથે મેરેજ કર્યા હતા અને તેમનું આ ફર્સ્ટ બાળક છે. પુત્રી હોવાની ખબર ચંદને ટ્વીટર પર અલગ અંદાજમાં શેર કરી હતી. આ મેસેજથી સ્પષ્ટ છે કે, ચંદન તેમની પુત્રીના જન્મ પછી વધારે એક્સાઈટેડ છે.

ચંદન પ્રભાકર

જ્યાં સુધી વર્ક ફ્રંટની વાત છે તો ચંદન પ્રભાકરે થોડા દિવસથી કપિલ શર્માના શોથી અંતર બનાવી દીધું છે. કપિલે સુનીલ ગ્રોવર સાથે જે ખરાબ વ્યવહાર કર્યો હતો, તે કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ચંદનને કપિલ શર્માનો સૌથી સારા અને નજીકના મિત્ર માનવામાં આવે છે.

The post કોમેડિયન Chandan Prabhakar એ શેર કર્યો તેમની પુત્રીનો ક્યુટ Photo appeared first on Vishva Gujarat.

Rohit Sharma ને તેની EX-ગર્લફ્રેન્ડ સોફિયા હયાતે ટ્વીટર પર કર્યો બ્લોક

$
0
0

Rohit Sharma's ex-girlfriend Sofia Hayat blocks him on Twitter

ભારતીય મૂળની બ્રિટિશ મોડલ સોફિયા હયાતે દાવો કર્યો છે કે, તેમને તેમના ભૂતપૂર્વ પ્રેમી અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર Rohit Sharma એ ટ્વીટર પર બ્લોક કરી દીધા છે. વર્ષ ૨૦૧૨ માં સોફિયા હયાતે દાવો કર્યો હતો કે તે ક્રિકેટર રોહિત શર્મા સાથે ડેટ પર ગઈ હતી. પરંતુ આ ઘટનાના પાંચ વર્ષ બાદ સોફિયા હયાતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં એ દેખાઈ રહ્યું છે કે, તેમને રોહિર શર્માના એકાઉન્ટને બ્લોક કરી દીધું છે. તેની સાથે સોફિયા હયાતે એ પણ જણાવ્યું છે કે, આખરે મારે તેને બ્લોક કરવો જ પડ્યો.

રોહિત શર્મા અને સોફિયા હયાત બંને પરણિત છે. સોફિયા હયાતે Vlad Stanscu અને રોહિર શર્માએ રિતિકા સજદેહની સાથે લગ્ન કર્યા છે. રિતિકા સજદેહ રોહિત શર્મા સાથે વિદેશ પ્રવાસ જાતી રહે છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ તે રોહિત શર્માની સાથે છે. આઈપીએલના દરમિયાન પણ તે રોહિત શર્માની સાથે પડછાયાની જેમ રહે છે.

ઉલ્લેખનીય છે કે, સોફિયા હયાતે રોમાનિયાના એક ઇન્ટિરિયર ડિઝાઇનિંગ Vlad Stanescu થી લગ્ન કર્યા હતા જે તેણે ખુબ જ પ્રેમ કરે છે. પોતના છેલ્લા લગ્નથી અલગ સોફિયા હયાતે આ વખતે એક મંદિરમાં લગ્ન કર્યા હતા. સોફિયા હયાતે આ લગ્નની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે, “અંતે અમારા લગ્ન મંદિરમાં થઈ ગયા, બધા ભગવાન અને ધર્મ એક છે.”

તમને જણાવી દઈએ કે, સોફિયા હયાતે “Vlad ને પોતાના પુત્ર, પોતાના પિતા અને પોતાના પતી જણાવ્યા છે.” છેલ્લા વર્ષે સોફિયા હયાતે નન બની બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને જણાવ્યું હતું કે, ક્યારેય તે લગ્ન કરશે નહિ. પરંતુ સોફિયા હયાતે ત્રીજી વખત લગ્ન કર્યા લીધી હતા.

The post Rohit Sharma ને તેની EX-ગર્લફ્રેન્ડ સોફિયા હયાતે ટ્વીટર પર કર્યો બ્લોક appeared first on Vishva Gujarat.


સૈફ અલી ખાન અને કરણ જોહર કરશે IIFA 2017 ની મેજબાની

$
0
0

IIFA

એક્ટર સૈફ અલી ખાન, ફિલ્મ નિર્માતા કરણ જોહરની સાથે ન્યૂયોર્કમાં ૧૮ માં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ્સની મેજબાની કરવા માટે તૈયાર છે. ૧૫ જુલાઈએ બોલિવુડ સ્ટાર્સથી સજેલ સમારોહમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કેફ, શાહિદ કપૂર, સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેન્નનું શાનદાર પરફોર્મન્સ જોવા મળશે. સૈફ અલી ખાને એક નિવેદનમાં કહ્યું કે, હું મારા ક્લોઝ ફ્રેન્ડ કરણ જોહરની સાથે ન્યૂયોર્કમાં આઈફા એવોર્ડ્સની મેજબાની કરવા માટે આ વર્ષે આઈફા સ્ટેજ પર આવવા માટે ખુશ છુ. આ વર્ષે આ એવોર્ડ સેરેમની દરેક રીતે વધારે મજેદાર અને આકર્ષક થવા જઈ રહી છે. કારણકે કરણ અને મારી પાસે અમારા આંતરરાષ્ટ્રીય પ્રશંસકો માટે વધારે સરપ્રાઈઝ છે.

અભિનેતા વરુણ ધવન પણ તેમના શાનદાર પરફોર્મન્સની સાથે સમારોહની શરૂઆત કરશે અને એવોર્ડ નાઈટનાં એક ભાગની મેજબાની કરતા પણ દેખાશે. વરુણ ધવને કહ્યું કે, હું આ વર્ષે ન્યૂયોર્કમાં આઈફા એવોર્ડનો હિસ્સો બની ઉત્સાહિત છું. હું બધાને મળવા અને શ્રેષ્ઠ મેટલાઈફ સ્ટેડિયમમાં પ્રશંસકોને જોવા માટે ઉત્સાહિત છુ. આ વર્ષે હકીકતમાં ગ્રાંડ સેલિબ્રેશન થશે. મ્યુઝીકલ ઇવનિંગ આઈફા રોક્સ ૨૦૧૭, ૧૪ જુલાઈએ આયોજિત થશે અને તેમાં સંગીતકાર એ.આર.રહેમાન ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાનું સેલિબ્રેશન પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આઈફા ૨૦૧૭ ની ઉજવણી બહુ જલ્દી શરુ થવાની છે અને અત્યારથી આ એવોર્ડ શો માટે માહોલ બનાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ થઇ હતી. તેમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કેફ જેવા સ્ટાર્સ સામેલ થયા હતા. આ પ્રેસ કોન્ફરન્સ કેટલાક ફોટા શેર કરવામાં આવ્યા છે. તેમાં સલમાન, કેટરીના અને આલિયા આઈફાના રંગમાં જોવા મળ્યા હતા. કરણ જોહરનો સાથ આપતા બોલિવુડ એક્ટર રિતેશ દેશમુખ અને ટીવી કલાકાર મનીષ પોલ દર્શકોને હસાવશે. જો કે, ડાંસ પરફોર્મન્સ વગર આ એવોર્ડ નાઈટ પૂરી થઇ શકે નહિ. એવોર્ડ નાઈટમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ અને કેટરીના કેફ ડાંસ કરતા નજર આવશે. તેની સાથે સુશાંત સિંહ રાજપૂત, કૃતિ સેનન અને શાહિદ કપૂર પણ ડાંસ કરતા જોવા મળશે.

The post સૈફ અલી ખાન અને કરણ જોહર કરશે IIFA 2017 ની મેજબાની appeared first on Vishva Gujarat.

‘Saath Nibhana Saathiya’ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

$
0
0

Saath Nibhana Saathiya

'Saath Nibhana Saathiya' ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

tannya1

ફેમસ ટીવી સિરીયલ 'Saath Nibhana Saathiya' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

તાન્યા શર્મા

tannya2

તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

તાન્યા શર્મા

tannya3

તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

તાન્યા શર્મા

tannya4

બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

તાન્યા શર્મા

tannya5

તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

તાન્યા શર્મા

tannya6

સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

તાન્યા શર્મા

tannya7

તાન્યા શર્મા

tannya8

તાન્યા શર્મા

tannya9

તાન્યા શર્મા

tannya10

તાન્યા શર્મા

tannya11

 

The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.

‘ટ્રેજેડી કિંગ’ Dilip Kumar નું પેશાવર સ્થિત મકાન ધરાશાયી

$
0
0

Dilip Kumar

પાડોશી દેશ પાકિસ્તાનથી બોલિવુડનાં સ્ટાર Dilip Kumar માટે એક બેડ ન્યૂઝ સામે આવ્યા છે. બોલિવુડ જગતના વરિષ્ઠ અભિનેતા દિલીપકુમારનું લગભગ એક સદી જૂનું પૈતૃક મકાન ધરાશાયી થઇ ગયું છે. જો કે, સ્થાનિક પ્રશાસને કહ્યું કે, આ જગ્યા પર આ પ્રકારનું મકાન બહુ જલ્દી બનાવવામાં આવશે. સાંસ્કૃતિક વિરાસત પરિષદના મહાસચિવ શકીલ વહીદુલ્લાનાં જણાવ્યા અનુસાર, ઐતિહાસિક કિસ્સા ખ્વાની બજાર નજીકના આ મકાનનો સામેવાળો અને દરવાજા સહિતનો હિસ્સો જ સલામત છે. આની માટે શહેરના અગ્રણી નાગરિકોએ ઐતિહાસિક સ્થળની જાળવણીમાં લાપરવાહી રાખવા બદલ સરકાર પર દોષારોપણ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, પુરાતત્વ વિભાગે વર્ષ ૨૦૧૪ માં આ ઇમારતને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી હતી. આ ઘોષણાને ત્યાના નાગરિકોને ખુશ થવાનું કારણ આપ્યું છે. દિલીપ કુમારના આ ઘરને સંગ્રહાલય તરીકે વિકસાવામાં આવશે. અહીં તેમની કેટલીક જૂની અને ઐતિહાસિક તસવીરો લગાવવામાં આવશે. પર્યટન અને પુરાતત્વ વિભાગના ક્ષેત્રમંત્રીના સલાહકાર અજમદ આફ્રિદીએ દિલીપ કુમારના 92મા જન્મદિવસ પર આયોજીત એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનમાં દિલીપ કુમારના ઘરને સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં ૧૧ ડિસેમ્બર,૧૯૨૨ના રોજ તેમનો જન્મ થયો હતો.

આફ્રિદીએ કહ્યુ કે, પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર ઘરને વારસા તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ તેની સુરક્ષા અને જાળવળી પર ખાસ ધ્યાન આપવામાં આવશે. તેમણે કહ્યુ કે આ પહેલાની સરકારોએ તેના પર કોઇ ધ્યાન આપ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટ્રેજેડી કિંગથી ફેમસ અભિનેતા દિલીપ કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું હતું કે, તેમને પગમાં સોજા હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરની એક ટીમ તેમની સારવારની સાથે તેમના પર દેખરેખ પર રાખી રહી છે અને તે પોતાને પહેલા કરતા સારું અનુભવે છે. દિલીપ કુમારને શરદી અને ખાંસી પણ છે.

The post ‘ટ્રેજેડી કિંગ’ Dilip Kumar નું પેશાવર સ્થિત મકાન ધરાશાયી appeared first on Vishva Gujarat.

આમિરની ‘Dangal’એ બનાવ્યો એવો રેકોર્ડ, જેને તોડવો ‘બાહુબલી’માટે મુશ્કેલ

$
0
0

Dangal

ફિલ્મ Dangal

આમિર ખાન સ્ટારર ફિલ્મ 'Dangal' એ વર્લ્ડવાઈડ ૩૦૧ મિલિયન ડોલર એટલે કે, લગભગ ૧૯૩૪ કરોડ રૂપિયાનું કલેક્શન કરી ઈતિહાસની ૫ મી હાઈએસ્ટ ગ્રોસર નોન-ઈંગ્લીશ ફિલ્મ બની ગઈ છે. ફોર્બ્સની યાદી પ્રમાણે ટોપ 5 નોન-ઈંગ્લીશ ફિલ્મોમાં બે ચાઈનીઝ, એક ફ્રાંસ અને એક જાપાનની છે.

ફિલ્મ દંગલ

કમાણીના મામલે ડિરેકટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી 2' દંગલથી વધારે પાછળ છે. ઉલ્લેખનીય છે કે, બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી લગભગ ૧૬૭૬ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મની કમાણીની ગતિ હવે એટલી ઓછી થઇ ગઈ છે કે, આ આંકડો તેના માટે પાર કરવો મુશ્કેલ છે.

ફિલ્મ દંગલ

ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'દંગલ' દુનિયાભરમાં પૈસા અને નામ કમાવ્યા પછી હવે ભારતના પાડોશી દેશ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. ચીનમાં આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે ૧૫ કરોડનો બિઝનેશ કર્યો હતો. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવ્યો છે.

ફિલ્મ દંગલ

ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું રાખવામાં આવ્યું છે. ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

ફિલ્મ દંગલ

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ દંગલની સ્ટોરી મહાવીર ફોગાટ (આમિર ખાન) ની છે, જેનું સપનું છે કે તે પોતાના દેશ માટે રેસલિંગમાં ગોલ્ડ જીતે. પરંતુ તેમનું આ સપનું પૂર્ણ થતું નથી. હવે મહાવીરની એક જ ઈચ્છા છે કે, તેમનું આ સપનું તેમનો પુત્ર પૂર્ણ કરે. મહાવીર અને તેમની પત્ની શોભા કૌર (સાક્ષી તન્વર) ને પુત્ર નહિ પરંતુ ૪ પુત્રી હોય છે. પરંતુ થોડા વર્ષો પછી જ્યારે મહાવીરને ખબર પડે છે કે, તેમની પુત્રી ગીતા, ફાતિમા સના શેખ, બબિતા, સાન્યા મલ્હોત્રા મોટી થઈને છોકરાઓની પિટાઈ કરીને આવે છે તો તેમને વિશ્વાસ થઇ જાય છે કે, દેશ માટે તેમની પુત્રીઓ ગોલ્ડ પણ જીતી શકે છે. મહાવીર બંને પુત્રીઓને રેસલિંગની ટ્રેનીંગ આપે છે અને અંતમાં આ યુવતીઓ માં-બાપની સાથે દેશનું નામ પણ વર્લ્ડ લેવલ પર લઇ જાય છે.

The post આમિરની ‘Dangal’ એ બનાવ્યો એવો રેકોર્ડ, જેને તોડવો ‘બાહુબલી’ માટે મુશ્કેલ appeared first on Vishva Gujarat.

Movie Review: સસ્પેન્સ થ્રિલર અને કોમેડીથી ભરપૂર છે ફિલ્મ ‘Bank Chor’

$
0
0

Bank Chor

ડિરેક્ટર બમ્પી 'Bank Chor' ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. રિતેશ દેશમુખ અને વિવેક ઓબેરોયની જોડી એકવાર ફરીથી હસાવવા માટે પ્રયત્ન કરે છે. તો આવો જાણીએ ફિલ્મ Bank Chor નાં રિવ્યુ વિશે....

ફિલ્મની સ્ટોરી મુંબઈનાં રહેવાસી ચંપક (રિતેશ દેશમુખ) અને તેના દિલ્હીનાં રહેવાસી બે ફ્રેન્ડ (ગુલાબ અને ગેંદા)ની છે, જે બેંક ઓફ ઇન્ડિયા નામની બેંક લૂંટવા જાય છે. તે દરમિયાન સ્ટોરીમાં ટ્વીસ્ટ આવે છે જ્યારે સીબીઆઈનો ઓફિસર અમઝદ ખાન (વિવેક ઓબેરોય) બેંકની બહાર આ ઘટનાની ઓળખ માટે આવે છે. ઇન્ટરવલની પહેલા સ્ટોરીમાં એક મોડ આવે છે. જે તમને સરપ્રાઈઝ કરે છે. મીડિયા, મીનીસ્ટર, પોલીસ અને ચોરની વચ્ચે છેલ્લે શું રીઝલ્ટ આવે છે, તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મમાં રિતેશ દેશમુખે જબરદસ્ત એક્ટિંગ કરી છે અને તેમની કોમિક ટાઈમિંગ ગજબની છે. મીડિયાકર્મીના રોલમાં રિયા ચક્રવર્તીએ સારું કામ કર્યું છે. વિવેકનો રોલ ઠીકઠાક છે, જેના પર વધારે કામ કરી શકાતું હતું. બાબા સહેગલનો નાનો રોલ છે, પરંતુ તેમાં તે ફીટ બેસે છે. ફિલ્મમાં ઇન્ટરવલ સુધી કોઈ સોંગ નથી. આગળ તેની કોઈ જરૂરીયાત પણ લાગતી નથી.

ફિલ્મ જોવી કે નહિ?
આ ફિલ્મ વધારે કોમેડી છે અને એકવાર જરૂર જોઈ શકાય. જો તમે રિતેશ દેશમુખ અને વિવેક ઓબેરોયનાં ફેન હોઉં તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

The post Movie Review: સસ્પેન્સ થ્રિલર અને કોમેડીથી ભરપૂર છે ફિલ્મ ‘Bank Chor’ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images