Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ઇન્ડિયા-પાકિસ્તાન ફાઈનલ મેચ માટે Rishi Kapoor એ કરી ટ્વીટ, ભડક્યું પાકિસ્તાન

0
0

Rishi Kapoor Tweets About India vs Pakistan match

બોલીવુડ અભિનેતા Rishi Kapoor ટ્વીટર પર ઘણી વખત પોતાના નિવેદનોના કારણે ચર્ચાઓમાં રહે છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છે તેના પાર ઋષિ કપૂરે દેશભક્તિ દેખાડતા ટ્વીટ કરી દીધી અને પાકિસ્તાની લોકોના ગુસ્સાના શિકાર થઈ રહ્યા છે.

જેવી જ પાકિસ્તાન સામે ફાઈનલમાં પહોંચવાની વાત સ્પષ્ટ થઈ ગઈ, ઋષિ કપૂરે એક એવી ટ્વીટ કરી દીધી, જેના કારણે પાકિસ્તાની ટ્વીટર યુઝર્સના ગુસ્સાના શિકાર થઈ ગયા હતા. તેમને લખ્યું હતું કે, “અભિનંદન પાકિસ્તાન! તમે ફાઈનલમાં આવી ગયા? શાનદાર! અમારા વાદળી રંગમાં તમે અમારા નીલા રંગથી તમને રંગાયેલા જોઈને અમને આનંદ થાય છે. હવે નીલા પીળા થવા માટે તૈયાર થઈ જાવો. અમે તમને સંપૂર્ણ નીલા કરી દઈશું.

Congratulations Pakistan! You enter finals? Wow! Good to see you wearing our colour BLUE! Get ready to be BLUED now! We will BLUE you away!
— Rishi Kapoor (@chintskap) June 14, 2017

Achcha choddo yaar. Tum log Jeeton aur hazaaron Baar jeeton sirf Terrorism bandh kar do yaar. Mujhe haar manzoor hai. We want peace and love
— Rishi Kapoor (@chintskap) June 15, 2017

Ye sab tum sab ko pata chalega 18 ko. He who laughs, laughs the last. O sorry angrezi Hai,tum kya samjho! Idiots https://t.co/W2Mu25NT1o
— Rishi Kapoor (@chintskap) June 15, 2017

Why do you people divert from the main contention. For me Cricket is huge. Talk on that,don't digress. I know and my country knows who I am! https://t.co/r5Aum2h22l
— Rishi Kapoor (@chintskap) June 15, 2017

We don't need to say anything more! Tradition of destroying the opposition,as has always been the case,will continue! Blues are invincible! pic.twitter.com/q2IBs3zSdw
— Rishi Kapoor (@chintskap) June 15, 2017

૧૦ વર્ષ બાદ ટીમ ઇન્ડિયા કોઈ ફાઈનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ અગાઉ બંને ટીમ વર્ષ ૨૦૦૭ માં ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાઈ હતી, જેમાં ટીમ ઇન્ડિયા જીત મેળવી હતી. જ્યારે પણ આ બંને દેશ ક્રિકેટના મેદાન પર હોય છે, તો તેમના ચાહકો પોતાની ટીમની હાર જોવાનું પસંદ કરતા નહિ. અને આ મેચ રોમાંચક જોવા મળશે.

The post ઇન્ડિયા-પાકિસ્તાન ફાઈનલ મેચ માટે Rishi Kapoor એ કરી ટ્વીટ, ભડક્યું પાકિસ્તાન appeared first on Vishva Gujarat.

OMG! રિલીઝ પહેલા ૩૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ સલમાનની ફિલ્મ ‘Tubelight’

0
0

Tubelight

ફિલ્મ 'ટ્યુબલાઈટ'

કબીર ખાનના નિર્દેશનમાં બનેલ સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની રાહ તેમના ફેંસ આતુરતાથી જોઈ રહ્યા છે. ફેંસનાં આ ઈંતઝારને જોતા ફોર્બ્સ મેગેઝીને મોટો ખુલાસો કરી દીધો છે. ફોર્બ્સ મેગેઝીન મુજબ, સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ તેમની અત્યાર સુધીની બધી ફિલ્મોનો રેકોર્ડ તોડવાની છે. ફોર્બ્સ મેગેઝીનના સર્વેની માનીએ તો, ફિલ્મ 'ટ્યુબલાઈટ' રિલીઝ પહેલા જ વિકેન્ડમાં ૧૦૦ કરોડ ક્લબમાં પોતાની જગ્યા બનાવી શકે છે. તેની સાથે સલમાન ખાન અને નિર્દેશક કબીર ખાનની આ ફિલ્મ ભારતમાં ૩૫૦ કરોડ કરતા વધુ કમાણી કરશે. આ ખબર પછી ફિલ્મ જોવાની આતુરતા વધી ગઈ છે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ'

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' દુનિયાના ૫૦ દેશોમાં ૯૦૦૦ કરતા વધારે સ્ક્રીન્સ પર રીલીઝ કરવામાં આવશે. સ્ક્રીન્સની બાબતમાં આ ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે કોઈ ફિલ્મ આટલા મોટા લેવલમાં રિલીઝ થશે. જો કે, કંઈ પણ કહો, જેમ-જેમ ટ્યુબલાઈટની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. તેમ-તેમ ફિલ્મ સતત ચર્ચામાં રહે છે. સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ'

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ'

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ'

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ  ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. બોલિવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ તાજેતરમાં ઘણા કારણોથી ચર્ચામાં છે.

The post OMG! રિલીઝ પહેલા ૩૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ સલમાનની ફિલ્મ ‘Tubelight’ appeared first on Vishva Gujarat.

Divyanka Tripathi અને વિવેક દહિયા અહીં સેલિબ્રેટ કરશે ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી

0
0

Divyanka Tripathi

Divyanka Tripathi અને વિવેક દહિયા

ટેલીવિઝનનું ફેમસ કપલ Divyanka Tripathi અને વિવેક દહિયાનાં મેરેજને જુલાઈમાં ૧ વર્ષ પૂર્ણ થશે. તેમનાં મેરેજનું એક સફર વધારે ખાસ હતું. આ એક વર્ષમાં આ કપલ સતત ચર્ચામાં રહ્યું છુ. પહેલા મેરેજને લઈને પછી હનીમૂન અને હવે નચ બલિએને લઈને... જ્યારે-જ્યારે આ કપલ મીડિયાની સામે આવ્યું ત્યારે હંમેશા 'મેડ ફોર ઈચ અધર' લાગ્યું.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

પરંતુ હવે આ બંનેના જીવનમાં તે દિવસ આવી ગયો જેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા. બહુ જલ્દી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તેમની ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરવાના છે. જો તમે વિચારી રહ્યા હશો કે તેમની વેડિંગ એનિવર્સરી પર બંને શું ખાસ કરવાના છે. તો તમને જણાવી દઈએ કે, આ કપલ યુરોપમાં તેમની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કર્યા હતા. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ ગયાર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

દિવ્યાંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થઇ ગયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા. આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થઇ ગયું હતું. જેને સાત વર્ષ બાદ સમાપ્ત કરી પોતાની લાઈફમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

The post Divyanka Tripathi અને વિવેક દહિયા અહીં સેલિબ્રેટ કરશે ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી appeared first on Vishva Gujarat.

‘Indu Sarkar’નું ટ્રેલર રિલીઝ, જોવા મળ્યો નીલ નીતિન મુકેશનો દમદાર અંદાજ

0
0

Indu Sarkar

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરની અપકમિંગ ફિલ્મ 'Indu Sarkar' 28 જુલાઈએ રિલીઝ થઇ રહી છે. ફિલ્મ Indu Sarkar નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં ૧૯૭૫ માં થયેલ કટોકટીને બખૂબી બતાવવામાં આવી છે. તાજેતરમાં આ ફિલ્મના હીરો નીલ નીતિન મુકેશે તેમના ટ્વિટર એકાઉન્ટથી આ પોસ્ટર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, રજૂ છે ''ઇન્દુ સરકાર' નાં કિરદારોનું લૂક, આજે આવશે ફિલ્મનું ટ્રેલર.'

મધુર ભંડારકર આ ફિલ્મ ૧૯૭૫ માં લાગેલ કટોકટી પર આધારિત છે. તેમાં સુપ્રિયા વિનોદ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં રોલમાં નજર આવશે. નીલ નીતિન મુકેશ તેમાં સંજય ગાંધીનો રોલ પ્લે કરશે. તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટર અનુપમ ખેરે 3 જાન્યુઆરીએ મધુર ભંડારકર નિર્દેશિત ફિલ્મ 'ઇન્દુ સરકાર' નું શૂટિંગ શરુ કર્યું હતું. તેમનું માનવું છે કે, આ ફિલ્મમાં દર્શકોને હલાવી નાખવાની ક્ષમતા છે. નીલે થોડા દિવસ પહેલા ફિલ્મ 'ઇન્દુ સરકાર' માં તેમના સંજય ગાંધીવાળો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. નીલે આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું, ઇન્દુ સરકારનું શૂટિંગ પૂર્ણ... મધુર ભંડારકારની સાથે શૂટિંગનો અંતિમ દિવસ શાનદાર રહ્યો.

મધુર ભંડારકરે બોલિવુડમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેમાં પેજ થ્રી, ફેશન, ચાંદની બાર, હિરોઈન, કોર્પોરેટ, કેલેન્ડર ગર્લ જેવી ફિલ્મો સામેલ છે. એક વાર ફરીથી મધુર ભંડારકર દર્શકો માટે 'ઇન્દુ સરકાર' લઈને આવી રહ્યા છે. જે દેશની સૌથી મોટી ઘટના સાથે જોડાયેલ છે.

The post ‘Indu Sarkar’ નું ટ્રેલર રિલીઝ, જોવા મળ્યો નીલ નીતિન મુકેશનો દમદાર અંદાજ appeared first on Vishva Gujarat.

જુઓ.. નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

0
0

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

બોલીવુડ એક્ટર નીલ નીતિન મુકેશે ગુરુવારે રુકમણી સહાય સાથે મેરેજ કર્યા છે. મેરેજ દરમિયાન આ કપિલ રજવાડી અંદાજમાં નજર આવ્યું હતું.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

મરુન શેવરવાનીમાં નીલ વધારે હેન્ડસમ લાગી રહ્યા હતા. તો બીજી તરફ, રુકમણીએ લાલ રંગની લહેંગા સાડી પહેરી હતી. તેમના આઉટફિટસ સાર્થક કૃષ્ણને ડિઝાઈન કર્યો હતો.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

તમને જણાવી દઈએ કે, હોટલ રેડીસન બ્લુના ગેટથી નીલની જાન વિન્ટેજ કારના કાફલા સાથે નીકળી હતી. તો બીજી તરફ, મંડપ સુધી રુકમણી પાલખીમાં બેસીને આવી હતી.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

મેરેજના દરેક ફંક્શનમાં નીલ અને રુકમણી રાજસ્થાની ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવ્યા હતા. જેને રાજસ્થાનની ટ્રેડીશનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

મેરેજ પહેલા સંગીત અને મહેંદીની રસમ રાખવામાં આવી હતી. ૭ ફેબ્રુઆરીથી શરુ થયેલ મેરેજના દરેક ફંક્શન શાહી અંદાજમાં કરવામાં આવ્યા હતા.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

ઉલ્લેખનીય છે કે, નીલ નીતિન મુકેશે દશેરાના દિવસે મુંબઈમાં ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડની હાજરીમાં રુકમણી સહાય સાથે સગાઈ કરી હતી.

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

ખાસ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh

નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos

Neil Nitin Mukesh (Photo Courtesy: The Wedding Story)

The post જુઓ.. નીલ નીતિન મુકેશ અને રુકમણી સહાયના Wedding Photos appeared first on Vishva Gujarat.

હસીના પાર્કરનું ટીઝર રિલીઝ, જોવા મળ્યો Shraddha Kapoor નો બેખોફ અંદાજ

0
0

Shraddha Kapoor

દાઉદ ઈબ્રાહીમની બહેન હસીના પાર્કરનાં જીવન પર બનેલ ફિલ્મ 'હસીના પાર્કર' નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં Shraddha Kapoor હસીના પાર્કરનાં રોલમાં છે. ટીઝર જોઈ તમે શ્રદ્ધાની છેલ્લી લાસ્ટ ફ્લોપ ફિલ્મો 'હાફ ગર્લફ્રેન્ડ', 'રોક ઓન 2' અને 'ઓકે જાનુ' ને ભૂલી જશો. ટીઝર દમદાર ડાયલોગ્સથી ભરપૂર છે, જેને જોઈ અંદાજ લગાવી શકાય છે કે, ફિલ્મમાં ઘણા શાનદાર ડાયલોગ્સ સાંભળવા મળશે. ટીઝર તમને મુંબઈના અંડરવર્લ્ડની દુનિયામાં લઇ જશે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ 'હસીના: ધ ક્વીન ઓફ મુંબઈ' નું નવું પોસ્ટર આવી ગયું છે. આ નવા પોસ્ટરમાં શ્રદ્ધા બુર્ખામાં નજર આવી રહી છે. પોસ્ટર પર લખ્યું છે, ૮૮ કેસ નોંધાયા છે પરંતુ કોર્ટમાં હાજરી ફક્ત એકવાર. શ્રદ્ધા કપૂરે આ પોસ્ટર ટ્વીટર પર શેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હસીના પાર્કરનું ૬ જુલાઈ ૨૦૧૪ નાં રોજ મોત થયું હતું. હસીનાની વિરુધ્ધ ૮૮ કેસ રજીસ્ટર હતા પરંતુ તે તેના જીવનમાં ફક્ત એક જ વાર કોર્ટમાં ગઈ હતી. ખબરોની માનીએ તો હસીના તેના ભાઈના ૧૦૦૦ કરોડના અંડરવર્લ્ડ એમ્પાયર સંભાળતી હતી.

ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ ૧૭ થી ૪૦ વર્ષની ઉંમરની વચ્ચે રહેશે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે, તે તેના રોલ માટે વધારે મહેનત કરી રહી છે અને જેટલું થઇ શકે તેટલું તે તેને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે, તેને આ વાતનું દુઃખ છે કે, તે દાઉદની રિયલ બહેન હસીનાને મળી શકી નહિ. જેનું મૃત્યુ ૨૦૧૪ માં થયું હતું. અપૂર્વ લાખીયાના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ 'હસીના-ધ-ક્વીન ઓફ મુંબઈ' નું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. મુંબઈમાં ૪૫ દિવસ પછી ફિલ્મ હસીનાનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર હસીનાના રોલમાં નજર આવશે. આ ફિલ્મની એક ખાસ વાત એ પણ છે કે, 'હસીના-ધ કવીન ઓફ મુંબઈ' માં દાઉદના ભાઈના રોલમાં શ્રદ્ધાનો રિયલ ભાઈ સિધ્ધાંત પ્લે કરશે. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધાની ફિલ્મ 'હસીના- ધ ક્વીન ઓફ મુંબઈ' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેનથી ઈન્સ્પાયર્ડ છે. તેમાં શ્રદ્ધા તેની અત્યાર સુધીની ફિલ્મોથી એકદમ અલગ અંદાજમાં નજર આવશે.

The post હસીના પાર્કરનું ટીઝર રિલીઝ, જોવા મળ્યો Shraddha Kapoor નો બેખોફ અંદાજ appeared first on Vishva Gujarat.

Shah Rukh Khan બન્યા ‘સરદાર’, તમે પણ જોઈ લો!

0
0

Shah Rukh Khan

શાહરૂખ ખાન

Shah Rukh Khan, અનુષ્કા શર્મા અને ઈમ્તિયાઝ અલી તેમની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' નાં શૂટિંગમાં વ્યસ્ત તો છે પરંતુ તેઓ મસ્તી પણ ખૂબ કરી રહ્યા છે. અનુષ્કા શર્માએ તેના ટ્વીટર એકાઉન્ટ પર બે ફોટા શેર કર્યા છે. જેમાં ઈમ્તિયાઝ અલી, Shah Rukh Khan અને અનુષ્કા શર્મા બાઈક રાઈડિંગ કરવા માટે તૈયાર છે. આ ફોટાની ખાસ વાત એ છે કે, શાહરૂખ ખાન સરદારનાં લૂકમાં દેખાઈ રહ્યા છે અને તે સરદારોની જેમ પાઘડી પહેરેલ દેખાઈ રહ્યા છે. અનુષ્કાની વાત કરીએ તો તેમણે પણ પંજાબી કુડીઓની જેમ પટીયાલા સૂટ પહેર્યો છે.

શાહરૂખ ખાન

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ ઈમ્તિયાઝ અલી ડિરેકટ કરી રહ્યા છે. ઘણા દિવસોથી બંને ફિલ્મોની શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મ લોકેશનથી બંનેના ફોટા સામે આવતા રહ્યા છે.

શાહરૂખ ખાન

ફિલ્મનાં ટાઈટલને લઈને ઘણા દિવસોથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. પહેલા એવી ખબર સામે આવી રહી હતી કે, ફિલ્મનું નામ ધ રિંગ, રહનુમા કે રોલા રાખવામાં આવશે પરંતુ ફિલ્મના મેકર્સે વિચાર્યું કે, 'જબ હેરી મેટ સેજલ' નું નામ જ ફિલ્મ માટે ઠીક હશે.

શાહરૂખ ખાન

ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી ગાઈડ બન્યા છે, જેનું નામ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરૂખને બધા હેરી કહી બોલાવે છે. ફિલ્મમાં અનુષ્કા બબલી ગુજરાતી યુવતી સેજલનાં રોલમાં છે. જ્યારે સેજલ યુરોપ ટ્રીપ પર હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. ત્યારબાદ બંનેને પ્રેમ થઇ જાય છે. બસ આ ફિલ્મની સ્ટોરી છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

શાહરૂખ ખાન

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મને લઈને પહેલા એવી ખબર આવી હતી કે, આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મની ડેટ હવે આગળ વધારવામાં આવશે નહિ. જી હાં, આ ફિલ્મ તેની નક્કી કરેલ ડેટ પર જ રિલીઝ થશે. ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે.

શાહરૂખ ખાન

આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે ત્યારે તેની ટક્કર બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ- એક પ્રેમકથા' સાથે થશે.  તમને જણાવી દઈએ કે, ઈમ્તિયાઝની ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા પંજાબમાં થઇ રહ્યું હતું અને શૂટિંગ સમયના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

The post Shah Rukh Khan બન્યા ‘સરદાર’, તમે પણ જોઈ લો! appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ અભિનેત્રી Shama Sikander નું લેટેસ્ટ ફોટોશૂટ

0
0

Bollywood Actress Shama Sikander Latest Photoshoot Pics

બોલીવુડ અભિનેત્રી Shama Sikander નું લેટેસ્ટ ફોટોશૂટ

અભિનેત્રી શમા સિકંદર ટીવી અને ફિલ્મોથી ઘણા સમયથી દુર છે. પરંતુ પોતાની વેબસીરીઝ બાદ Shama Sikander ફોટોશૂટના કારણે ચર્ચાઓમાં છે. તાજેતરમાં જ શમા સિકંદરે એક ફોટોશૂટ કરાવ્યું છે. તેમને પુલમાં રેડ બિકીનીમાં ડિફરન્ટ પોઝમાં આ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની ફોટોસ તેમને પોતના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદરનું લેટેસ્ટ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી અને મોડલ Shama Sikander એ ફિલ્મોની સાથે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. માત્ર ૧૬ વર્ષની ઉમરમાં તેમણે ફિલ્મ ‘પ્રેમ અગન’ માં અભિનયની દુનિયામાં પગલું ભર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદરનું લેટેસ્ટ ફોટોશૂટ

તેના પછી તેમણે ફિલ્મ ‘મન’ માં કામ કરવાની તક મળી હતી. ફિલ્મોમાં કામ કર્યા પછી તેમણે ટી.વી સિરિયલોની તરફ પગલું ભર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદરનું લેટેસ્ટ ફોટોશૂટ

તમને જણાવી દઈએ કે, તેમણે ડેલી સોપ ‘યે મેરી લાઈફ હૈ’ માં કામ કર્યું છે. તેમણે ડેલી સોપ ‘મન હૈ વિશ્વાસ’, ‘કાજલ’, ‘જોડી કમાલ કી’, ‘બાલવીર’ જેવી અન્ય સિરિયલોમાં કામ કર્યું હતું. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદરનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદરનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદરનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદરનું લેટેસ્ટ ફોટોશૂટ

The post જુઓ….બોલીવુડ અભિનેત્રી Shama Sikander નું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

સારા અલી ખાનનાં બોલિવુડ ડેબ્યુથી નાખુશ છે Saif Ali Khan, જાણો કેમ?

0
0

Saif Ali Khan

Saif Ali Khan અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન બહુ જલ્દી ફિલ્મ 'કેદારનાથ' થી બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે. પરંતુ Saif Ali Khan સારાનાં આ નિર્ણયથી નાખુશ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સારાને આ કારકિર્દી કેમ જોઈએ છે? તેણે ઘણો ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને આટલો સારો અભ્યાસ કર્યા પછી તેણે ન્યૂયોર્કમાં રહી કામ કરવું જોઈએ. હું એક્ટિંગની વિરુદ્ધ નથી પરંતુ આ સ્ટેબલ પ્રોફેશન નથી. અહીં બધા ડરમાં જીવે છે. અહીં સારું કામ કર્યા પછી પણ આ વાતની ગેરંટી નથી કે, તમને સફળતા મળશે. આ એવી જિંદગી નથી. જે કોઈ પણ પેરેન્ટ્સ તેમના બાળકો માટે ઈચ્છશે. સૈફ અલી ખાને એવું પણ જણાવ્યું કે, સારા હંમેશાથી એક્ટિંગ કરવા માંગતી હતી. મને યાદ છે વર્ષો પહેલા અમે સ્ટેજ પરફોર્મન્સ માટે વિદેશ ગયા હતા. જ્યારે હું, સલમાન અને બીજા એક્ટર્સ સ્ટેજ પર હતા ત્યારે સારા પડદા પાછળ ઉભી રહી અમને જોઈ રહી હતી. હું જાણતો હતો કે તે તેના માટે એવું ઈચ્છે છે કે, તે સ્ટેજ પર આવે અને તેનું નામ લે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન બહુ જલ્દી બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે. થોડા દિવસ પહેલા કન્ફર્મ થયું હતું કે, તે સુશાંત સિંહ રાજપૂતની અપોઝીટ નજર આવશે. આજે તેનો એક નવો ફોટો નેટ પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ડિરેક્ટર અભિષેક કપૂરની સાથે કેદારનાથ મંદિરની બહાર નજર આવી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ડિરેક્ટર અભિષેક કપૂર, સારા અલી ખાન અને ફિલ્મ 'કેદારનાથ' ની ટીમ ઉત્તરાખંડ પહોચી હતી. જ્યાં તેમણે કેદારનાથ મંદિરની સવારની આરતી શ્રદ્ધા ભાવથી અટેન્ડ કરી હતી. ફિલ્મ કેદારનાથની સ્ટોરી એક લવ-સ્ટોરી છે જેમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની જોડી નજર આવશે.

ઉલ્લેખનીય છે કે, ડિરેકટર અભિષેક કપૂરે કન્ફર્મ કર્યું છે કે, સારા તેમની અપકમિંગ ફિલ્મ 'કેદારનાથ' માં સુશાંત સિંહ રાજપૂતની સાથે ડેબ્યુ કરવાની છે. થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, કરણ જોહરે સારાને તેમની ફિલ્મ માટે સાઈન કરી છે. જો કે, થોડા દિવસ પહેલા કરણની બર્થડે પાર્ટીમાં સારા પણ દેખાઈ હતી. સારાની બોલિવુડમાં એન્ટ્રી હજુ ભલે નાં થઇ હોય પરંતુ તે અત્યારથી બોલિવુડનાં મોટા સ્ટાર્સ સાથે પોઝ આપતા નજર આવે છે. સારા ઘણીવાર બોલિવુડ ઈવેન્ટ્સ પર સ્પોટ થાય છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટાને લઈને પણ ખૂબ ચર્ચા પણ થાય છે. તાજેતરમાં સારા અલી ખાનના એક ફોટાને લઈને ચર્ચા હતી. જી હાં,સારા અલી ખાને બોલિવુડના બાજીરાવ એટલે કે, રણવીરની સાથે એક ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોસ્ટ કર્યો હતો.

The post સારા અલી ખાનનાં બોલિવુડ ડેબ્યુથી નાખુશ છે Saif Ali Khan, જાણો કેમ? appeared first on Vishva Gujarat.

આ દિવસે ચીનમાં રિલીઝ થશે Baahubali 2, દંગલ સાથે થશે ટક્કર!

0
0

Baahubali

Baahubali 2

ભારત અને વિદેશોમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા પછી એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'Baahubali 2' હવે ૧૭ સપ્ટેમ્બરે ચીનમાં રિલીઝ થવા જઈ રહી છે. ભારતની જેમ ચીનમાં પણ 'Baahubali 2' ની ટક્કર આમિરની ફિલ્મ 'દંગલ' સાથે થશે. તમને જણાવી દઈએ કે, દંગલ ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. તો બીજી તરફ, ભારતમાં બાહુબલી ભારતીય સિનેમાનો લગભગ દરેક રેકોર્ડ તોડી ચૂકી છે.

બાહુબલી 2

પ્રાપ્ત માહિતી મુજબ, બાહુબલી 2 ચીનમાં ૪૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થવા જઈ રહી છે. જો કે, આ મામલે બાહુબલી 2 દંગલ કરતા પહેલાથી પાછળ છે કારણકે, આમિરની ફિલ્મ દંગલ ચીનમાં ૭૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ હતી. બાહુબલી 2 રિલીઝ થયાના ૫૦ દિવસ પછી અત્યાર સુધી ૧૬૮૪ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. મીડિયા રીપોર્ટસ મુજબ,દંગલ બોક્સ ઓફિસ પર વર્લ્ડવાઈડ ૧૯૩૪ કરોડ રૂપિયાનો બિઝનેશ કરી ચૂકી છે.

દંગલ

તમને જણાવી દઈએ કે, આમિર ખાન સ્ટારર ફિલ્મ 'દંગલ' ની વર્લ્ડવાઈડ ૩૦૧ મિલિયન ડોલર એટલે કે, લગભગ ૧૯૩૪ કરોડ રૂપિયાનું કલેક્શન કરી ઈતિહાસની ૫ મી હાઈએસ્ટ ગ્રોસર નોન-ઈંગ્લીશ ફિલ્મ બની ગઈ છે. ફોર્બ્સની યાદી પ્રમાણે ટોપ 5 નોન-ઈંગ્લીશ ફિલ્મોમાં બે ચાઈનીઝ, એક ફ્રાંસ અને એક જાપાનની છે. કમાણીના મામલે ડિરેકટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી 2' દંગલથી વધારે પાછળ છે.

દંગલ અને બાહુબલી 2

Baahubali

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. બાહુબલી-2 રિલીઝ થયા પછી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. બાહુબલી ૨ જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. જોવામાં આવે તો એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ બજેટનાં પ્રમાણે વધારે ભવ્ય છે. અંતે 2 વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

The post આ દિવસે ચીનમાં રિલીઝ થશે Baahubali 2, દંગલ સાથે થશે ટક્કર! appeared first on Vishva Gujarat.

શ્રીદેવીની ફિલ્મ ‘MOM’નું ફર્સ્ટ સોંગ રિલીઝ

0
0

MOM

શ્રીદેવીની અપકમિંગ ફિલ્મ 'MOM' નું ફર્સ્ટ સોંગ રિલીઝ થઇ ગયું છે. તમારા હ્રદયને સ્પર્શી જનાર આ સોંગના શબ્દ 'ઓ સોના તેરે લિએ' લોકોને વધારે પસંદ આવી રહ્યું છે. ફિલ્મ મોમનાં આ સોંગને એઆર રહેમાને અવાજ આપ્યો છે. સોંગને લઈને એઆર રહેમાને સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર 'મોમ' નાં ફર્સ્ટ સોંગની માહિતી આપતા રહેમાને લખ્યું, આ સોંગ ગયા અઠવાડિયે રિલીઝ કરવામાં આવ્યું છે. હોપ! તમને બધાને આ સોંગ પસંદ આવે.

બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવીની અપકમિંગ ફિલ્મ 'મોમ' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરની શરૂઆત શ્રીદેવીના ફેમસ ડાયલોગથી થાય છે અને ત્યારબાદ તમને આ ટ્રેલરમાં ઇન્ટ્રેસ્ટ થવા લાગશે. શ્રીદેવીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. ફિલ્મમાં સસ્પેન્સ અને થ્રીલર છે અને માતાના રોલને આ ફિલ્મ માટે લીડ બનાવવામાં આવી છે. જે આ ફિલ્મના નામ પરથી ખબર પડે છે. શ્રીદેવીની ફિલ્મ 'મોમ' ૭ જુલાઈએ રીલીઝ થઇ રહી છે. ટ્રેલરમાં એક્ટર નવાજુદ્દીન અલગ લૂકમાં અલગ અને દિલચસ્પ લાગી રહ્યા છે. તેની સાથે અક્ષય ખન્ના પણ ફિલ્મમાં દમદાર રોલ પ્લે કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોમ શ્રીદેવીની ૩૦૦ મી ફિલ્મ છે અને આ વર્ષે શ્રીદેવી ફિલ્મી કારકિર્દીનાં ૫૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર શ્રીદેવીના પતિએ તે જ દિવસે એટલે કે ૭ જુલાઈએ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ઝી સ્ટુડિયોઝ દ્ધારા પ્રસ્તુત અને રવિ ઉદયવાર દ્ધારા નિર્દેશિત મોમમાં અક્ષય ખન્ના અને નવાજુદ્દીન સિદ્દીકી જેવા સ્ટાર્સ મેઈન રોલમાં છે. બોલિવુડની સ્ટાર અભિનેત્રી શ્રીદેવી અભિનીત ફિલ્મ 'મોમ' હિંદી સિવાય તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ચાર ભાષાઓમાં રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'ઈંગ્લીશ-વિન્ગ્લીશ' માં પોતાની શ્રેષ્ઠ અદાકારીથી દર્શકોનું દિલ જીતનાર શ્રીદેવીની ફિલ્મ 'MOM' નું ટ્રેલર ધમાકેદાર છે. ટ્રેલરમાં શ્રીદેવીએ એક્ટિંગનો જે જલવો બતાવ્યો છે, તેને જોયા બાદ દરેક એક્ટ્રેસે પોતાની એક્ટિંગ સ્કીલ્સમાં એક નવો ચેલેન્જ મળી ગયો છે. ક્રાઈમ બેઝ્ડ સ્ટોરી 'મોમ' માં સોતેલી માતાનો પોતાની પુત્રી સાથે સંઘર્ષની સ્ટોરી છે. અક્ષય ખન્ના પણ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. હવે બોલીવુડ તે સ્તર પર આવી ગયું છે, જ્યાં માતાની કહાનીઓ સાથે નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.

The post શ્રીદેવીની ફિલ્મ ‘MOM’ નું ફર્સ્ટ સોંગ રિલીઝ appeared first on Vishva Gujarat.

‘વીર દી વેડિંગ’માં આ એક્ટરની સાથે રોમાંસ કરતી નજર આવશે Kareena Kapoor

0
0

Kareena Kapoor

બોલિવુડ એક્ટ્રેસ Kareena Kapoor ફિલ્મ 'વીર દી વેડિંગ' થી કમબેક કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરુ થવાનું છે, જેના માટે Kareena Kapoor જીમમાં ખૂબ પરિશ્રમ કરી રહી છે. પરંતુ હવે ખબર છે કે, આ ફિલ્મમાં કરીનાની અપોઝીટ ટીવી અને વેબ સીરીઝનાં ફેમસ એક્ટર સુમિત વ્યાસને કાસ્ટ કરવાની વાત ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'વીર દી વેડિંગ' નાં મેકર્સ એક્ટર સુમિત વ્યાસને લેવાની વાત કરી રહ્યા છે. એવી ખબર સામે આવી રહી કે કે, તે ફિલ્મમાં કરીનાના બોયફ્રેન્ડનો રોલ પ્લે કરતા નજર આવી શકે છે. ખબરોની માનીએ તો લાંબા સમયથી આ વાત પર ચર્ચા ચાલી રહી છે અને થોડા દિવસમાં તે ફાઈનલ પણ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે ફિલ્મ વીર દી વેડિંગનાં શૂટિંગને લઈને ચર્ચાઓમાં છે. પરંતુ આ સિવાય કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં કરીના કપૂર મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. જો કે, કરીના કપૂરએક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.

ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો.

The post ‘વીર દી વેડિંગ’ માં આ એક્ટરની સાથે રોમાંસ કરતી નજર આવશે Kareena Kapoor appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

0
0

Love Affairs

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

Anushka Sharma & Virat Kohli

ક્રિકેટર અને બોલિવુડનો સંબંધ બહુ જૂનો છે. બોલિવુડ સ્ટાર્સનું ક્રિકેટર સાથે અફેરની ચર્ચા હંમેશા રહી છે. આ સિલસિલો આજનો નથી પરંતુ તે ૧૯ મી સદીથી ચાલતો આવી રહ્યો છે. આ અફેર્સમાં કોઈની સફર મેરેજ સુધી પહોચી તો કોઈ મઝધારમાં જ અલગ થઈ ગયા છે. પોતાની ડેટ અને અફવાહોના કારણથી દરેક કોઈ વિવાદનો ભાગ બન્યો છે. તો જાણો કેટલીક ફેમસ જોડીઓ વિષે.....

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી:

બોલિવુડની હસીના અનુષ્કા શર્મા અને ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીની મુલાકાત એક શેમ્પૂની જાહેરાતમાં થઈ હતી. અફવા ત્યારે શરુ થઈ જ્યારે અનુષ્કા એક મેચ દરમિયાન વિરાટને મળવા ન્યુઝીલેન્ડ પહોચી હતી. ત્યારબાદ વિરાટ કોહલી પણ બોમ્બે વેલવેટના સેટ પર અનુષ્કાને મળવા પહોચ્યો હતો.

ગીતા બસરા અને હરભજન સિંહ

Geeta Basra & Harbhajan Singh

આ ન્યૂ મેરિડ કપલે પોતાના રિલેશનશિપની માહિતી મીડિયા સામે કબૂલી હતી જેના કારણે હરભજનને ઘણીવાર એવોર્ડ શો દરમિયાન મજાકનો ભાગ બનવો પડ્યો હતો.

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ

Neena Gupta & Vivian Richards

લેજેન્ડરી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ અને બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા ગોપનીય રૂપે રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના રિલેશનશિપ ઘણા ચર્ચામાં રહ્યા હતા, જો કે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શક્યા નહિ.

યુવરાજ સિંહ અને હેઝલ કિચ

Yuvraj Singh and Hazel Keech

યુવરાજ હંમેશા પોતાના લવ સર્કલને કારણે ચર્ચામાં બની રહ્યા છે, ભલે પછી તે કીમ શર્મા હોય અથવા દીપિકા પાદુકોણ. તાજેતરમાં યુવરાજનું નામ બ્રિટિશની મોડલ હેઝલ કીચની સાથે પણ જોડાયું અને આ સંબંધ ઘણો આગળ વધ્યો અને થોડા સમય પહેલા જ આ કપલે સગાઈ કરી પોતાના રિલેશનશિપની મીડિયા સામે કબૂલાત કરી.

ઝહીર ખાન અને ઈશા શેરવાની

Isha Sharvani & Zaheer Khan

આ જોડીએ ૮ વર્ષની પોતાની રિલેશનશિપની મજબૂરીઓના કારણે ખતમ કરી દીધી હતી. તેમણે પોતાના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવનો પણ સામનો પણ કર્યો છે. જો કે, બધા લોકો આ કપલના મેરેજની અપેક્ષા કરી રહ્યા હતા પરંતુ તેમણે પોતાના બ્રેકઅપના ન્યૂઝ આપી બધાને હેરાન આકરી દીધા હતા.

અમૃતા અરોડા અને અને ઉસ્માન અફઝલ

Amrita Aroraબોલિવુડની મુન્ની મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું અફેર ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે હતું. આ જોડી ઘણીવાર ઇવેન્ટ દરમિયાન કેમેરામાં કેદ થઈ હતી પરંતુ એક વર્ષ પછી તેમણે પોતાના રસ્તા બદલી લીધા.

જીન્નત અમાન અને ઇમરાન ખાન

Zeenat Aman & Imran Khan

૭૦ ના દાયકાની સેક્સી ડીવા જીન્નત અમાને પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. રાષ્ટ્રીય અવરોધો અને ગલતફેમીના કારણે આ કપલને અલગ થવું પડ્યું હતું.

રીના રોય અને મોહસીન ખાન

Reena Roy & Mohsin Khan

બોલિવુડ એક્ટ્રેસ રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. મેરેજ પછી રીના રોયએ પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું અને પોતાના પરિવારને સમય આપ્યો પરંતુ ટૂંક સમયમાં જ આ સંબંધ તલાક પર ખતમ થઈ ગયો.

મોહમ્મદ અઝહરૂદ્દીન અને સંગીતા બિજલાની

Sangeeta Bijlani & Mohammad Azharuddin

આ કપલે જાહેરમાં મીડિયાની સામે પોતાના રિલેશનશિપને કબૂલી હતી. અફવાહોએ આગ ત્યારે પકડી જ્યારે સંગીતા ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી પરંતુ તેનો પ્રભાવ અઝહરૂદ્દીન ના પ્રદર્શન પર પડ્યો હતો.

અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી

amruta singh and ravi shashtri

ડેશિંગ ક્રિકેટર રવિ શાસ્ત્રી બોલિવુડની ચમેલી અમૃતા સિંહના પ્રેમમાં પાગલ થઈ ગયા અને આ જોડીએ કેમેરાની સામે પણ પોતાના સંબંધને કબૂલ્યો હતો પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ રિતુ અને અમૃતા સિંહે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે મેરેજ કર્યા હતા.

The post બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs appeared first on Vishva Gujarat.

Sanjay Dutt ફરીથી બનશે ગેંગસ્ટર, આ ફિલ્મના ત્રીજા ભાગમાં આવશે નજર

0
0

Sanjay Dutt to play the villain in Saheb Biwi Aur Gangster 3

Sanjay Dutt હંમેશાથી પોતાના ગુંડાગર્દીવાળા અવતારથી લોકોનું દિલ જીતતા આવી રહ્યા છે. પછી ભલે 'વાસ્તવ' માં તેમનો સીરીયસ રોલ હોય કે 'મુન્ના ભાઈ MBBS' નો કોમેડી રોલ. આ બંને રોલ Sanjay Dutt થી શ્રેષ્ઠ કોઈ અન્ય રોલ પ્લે કરી શકે નહિ. હવે સંજય દત્ત એકવાર ફરીથી 'સાહેબ બીવી અને ગેંગસ્ટર 3' માં કંઇક આ પ્રકારનાં રોલમાં નજર આવશે. ફિલ્મ 'સાહેબ બીવી અને ગેંગસ્ટર'ના નિર્દેશક તિગ્માંશુ ધુલિયા એકવાર ફરીથી તેમની ફિલ્મની સિકવલ 'સાહેબ બીવી અને ગેંગસ્ટ પાર્ટ 3' બનાવવા જઈ રહ્યા છે.

જેમાં આ વખતે ગેંગસ્ટરનો રોલ સંજય દત્ત પ્લે કરશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના નિર્માતા રાહુલ મિત્રા છે અને લેખક સંજય ચૌહાણ છે. 'સાહેબ બીવી અને ગેંગસ્ટર' સિરીઝની બંને ફિલ્મો લોકોને વધારે પસંદ આવી છે અને હવે સંજય દત્તનાં આવ્યા પછી આ ફિલ્મનું સ્તર વધી જશે. સાહેબ બીવી અને ગેંગસ્ટર પાર્ટ 3 માં આ વખતે ઘણા નવા કિરદાર હશે.

જો કે,છેલ્લી કેટલીક ફિલ્મોની જેમ આ વખતે પણ સાહેબનાં રોલમાં જીમી શેરગીલ અને બીવીનાં રોલમાં માહી ગિલ નજર આવશે. આ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ દર વખતે બદલાતો રહે છે. પ્રથમ પાર્ટમાં રણદીપ હુડ્ડા ગેંગસ્ટર હતો, બીજામાં ઈરફાન ખાન અને હવે સંજય દત્ત આ રોલ પ્લે કરવાના છે. પરંતુ આ વખતે ફિલ્મની સ્ટોરી સંજયદત્તની આસપાસ ફરે છે. પાર્ટ-3 ની શરૂઆતમાં સંજય દત્ત ખાનદાની અંદાજમાં રાજા મહારાજાનાં ડ્રેસમાં નજર આવશે. એમ કહેવું ખોટું નથી કે, આ ફિલ્મમાં સંજય દત્ત રાજપૂતનાં અંદાજમાં એન્ટ્રી કરશે.

The post Sanjay Dutt ફરીથી બનશે ગેંગસ્ટર, આ ફિલ્મના ત્રીજા ભાગમાં આવશે નજર appeared first on Vishva Gujarat.

Shraddha Kapoor ની ટ્વીટે ખોલ્યો ફરહાન સાથેના રિલેશનનો રાઝ

0
0

Shraddha Kapoor Replies To Farhan Akhtar With Love Emoji

Shraddha Kapoor હાલમાં પોતાની આવનાર ફિલ્મ 'હસીના' નું જબરદસ્ત પ્રમોશન કરી રહી છે. હાલમાં શ્રદ્ધાએ પોતાની આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં શ્રદ્ધા ગેંગસ્ટર લુકમાં દેખાઈ રહી છે. પોતાની આ ફિલ્મ સિવાય શ્રદ્ધા અને ફરહાનમાં અફેરની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે.

શ્રદ્ધા અને ફરહાન ઘણી વખત સાથે ડેટ પર જતા અને એકબીજા સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે. પરંતુ શ્રદ્ધા અને ફરહાને ક્યારેય પોતાના સબંધને લઈને લોકોની સામે કબૂલાત કરી નથી. તે સિવાય ઘણા સમયથી બંને સાથે જોવા મળ્યા નથી.

તેવામાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, હવે શ્રદ્ધા-ફરહાનનું બ્રેકઅપ થઇ ગયું છે. પરંતુ જ્યારે શ્રદ્ધાએ પોતાની આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ કર્યું ત્યારે ફરહાને સૌથીપહેલા તેને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

ફિલ્મને લઈને એક્સાઈટેડ શ્રદ્ધાએ ફરહાનને તરત જ ટ્વીટનો રીપ્લાઈ આપ્યો. આ રીપ્લાઈમાં શ્રદ્ધાએ ફરહાનને લવ ઈમોજી ટ્વીટ કર્યા હતા. શ્રદ્ધાનાં આ લવ ઈમોજી સાબિત કરે છે કે, બંને વચ્ચે હજુ પણ રીલેશન છે.

તમને જણાવી દઈએ કે, કેટલાક મહિના પહેલા ફરહાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક શાયરી લખી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરહાને આ શાયરી શ્રદ્ધા માટે લખી હતી. સોશિયલ મીડિયા યુઝરે પણ શ્રદ્ધાને કોડ કરતા ફરહાનની આ શાયરી પર કમેન્ટ કરી હતી.

The post Shraddha Kapoor ની ટ્વીટે ખોલ્યો ફરહાન સાથેના રિલેશનનો રાઝ appeared first on Vishva Gujarat.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે Salman Khan પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

0
0

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે Salman Khan પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

સુપરસ્ટાર Salman Khan પોતાની આવનારી ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમ છતાં તે ફેમીલી પાર્ટીમાં માટે સમય આપવાનું ચુકતા નથી. તમને જણાવી દઈએ કે, સોહેલ ખાનના પુત્રની બર્થ ડે પાર્ટીમાં સમગ્ર ખાન કુંટુંબ હાજર રહ્યું હતું પરંતુ સલમાન ખાનની હાજરીએ પાર્ટીમાં ચાર-ચાંદ લાવી દીધા હતા.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે સલમાન પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

આ મોકા પર સલમાન અને તેમની ગર્લફ્રેન્ડ લુલીયા વંતુર એક જ ગાડીમાં સાથે પાર્ટીમાં હાજરી આપવા પહોચ્યા હતા.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે સલમાન પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

સલમાન-લુલીયાના સિવાય અરબાઝ ખાન, સોહેલ ખાન, આયુષ શર્મા, અમૃતા અરોરા ખાન પણ કેમરામાં કેદ થઈ હતી.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે સલમાન પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

તમને જણાવી દઈએ કે, આવનારી ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ માં સલમાન ખાન, સોહેલ ખાન અને ચાઇનીઝ અભિનેત્રી ઝુ ઝુ લીડ રોલમાં છે.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે સલમાન પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

ફિલ્મના પ્રોડ્યુસર સલમા ખાન અને સલમાન ખાન છે.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે સલમાન પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મની કહાની ૧૯૬૨ માં ભારત-ચીનની લડાઈ પર છે.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે સલમાન પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

આ ફિલ્મને બોલીવુડના પ્રખ્યાત નિર્દેશક કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે સલમાન પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

સલમાન ખાને આ ફિલ્મની શુટિંગ થોડા સમય પહેલા પૂરી કરી છે.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે સલમાન પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

કબીર ખાન અને સલમાન ખાનની સાથે આ ત્રીજી ફિલ્મ છે.

કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે સલમાન પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં

આ અગાઉ આ બંનેએ સાથમાં ‘એક થા ટાઈગર’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મો કરી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ ઈદની તક પર ૨૩ જુને સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે.

The post કથિત ગર્લફ્રેન્ડ લુલીયા સાથે Salman Khan પહોંચ્યા ભત્રીજાની બર્થ ડે પાર્ટીમાં appeared first on Vishva Gujarat.

‘જિંદગી યે જિંદગી’થી કમબેક કરી રહી છે ‘વોન્ટેડ ગર્લ’ Ayesha Takia

0
0

Ayesha Takia to make a comeback with Zindagi Yeh Zindagi

બોલીવુડ એક્ટ્રેસ Ayesha Takia લાંબા સમય બાદ પોતાના ફેંસ વચ્ચે 'જિંદગી યે જિંદગી' સિંગલ સાથે વાપસી કરી રહી છે. જેની જાણકારી Ayesha Takia એ ઈન્સ્ટાગ્રામ પર આપી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'જિંદગી યે જિંદગી' સિંગલનું એક પોસ્ટર પણ અપલોડ કર્યું છે. આ પોસ્ટરમાં તે કોઈ રસ્તા પરેશાન અને ક્યાંક ભાગીને જતા દેખાઈ રહી છે. આયશાનાં ફેંસે આ પોસ્ટરને ઘણું જ લાઈક કર્યું છે અને પોઝીટીવ કમેન્ટ્સ પણ આપી છે. તમને જણાવી દઈએ કે, આયશા ટાકિયાએ સપા નેતા અબૂ હાજમીનાં પુત્ર ફરહાન આજમી સાથે લગ્ન કર્યા બાદ એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે અંતર રાખ્યું હતું.

યે હૈ જિદગી નાં નિર્દેશક લવલી સિંહે બોલીવુડ હંગામા સાથે વાતચીતમાં કહ્યું, 'જિંદગી યે જિંદગી' એક મ્યુઝિક વિડીયો છે, જે ફિલ્મની જેમ દેખાઈ રહ્યો છે. આ ગીતમાં એક કહાની છે. જે મહિલા સશક્તિકરણ વિશે છે. તેમાં એક એવી મહિલાની વાર્તા છે, જે પોતાની બહેનને ચાઈલ્ડ ટ્રાફિકિંગથી બચાવવાનો પ્રયત્ન કરે છે. 'લવલી સિંહે તે પણ જણાવ્યું છે કે, જ્યારે તેઓએ આયશાને આ વિડીયો સોંગ કરવા માટે અપ્રોચ કર્યું તો તે તેના માટે તૈયાર થઇ ગઈ.'

ઉલ્લેખનીય છે કે, આયશા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના નવા લુકનાં કારણે ચર્ચાનો વિષય બની ગઈ હતી. જ્યારે એક સમય હતો કે, પોતાની ઇનોસેન્ટ સ્માઈલથી આયશા કરોડો લોકોના દિલ પર રાજ કરતી હતી, તો અત્યારે આયશાનું બદલાયેલું નવો લુક કોઈને પસંદ નથી આવી રહ્યું. તેથી જ હવે તેનું આ નવો લુક સોશિયલ સાઈટ પર ઘણો જ ટ્રેન્ડ કરવા લાગ્યું છે. આયશાનાં આ નવા લુકને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર પણ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ સાઈટ પર આયશાની મજાક પણ ખૂબ જ ઉડાવવામાં આવી હતી.

જોકે, આયશાએ કહ્યું છે કે, તેનાં ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે. જે ફોટોનાં આધારે તેનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે, તે રીયલ ફોટો નથી. મારા તે ફોટો સાથે ઘણો જ બદલાવ કરવામાં આવ્યો છે. આયશાએ એક ઇન્ટરવ્યુમાં પ્લાસ્ટિક સર્જરી કરવાના આરોપોનું ખંડન કર્યું છે. તેઓએ કહ્યું છે કે, 'જ્યારે આ ફોટો ઓનલાઈન શેર કરવામાં આવી રહ્યો હતો, તે સમયે હું ગોવામાં હતી. મારો ચહેરો નાનો છે, પરંતુ આ ફોટોમાં મારા ચહેરાને લાંબો અને મજાકને પાત્ર બનાવી દીધો છે.

The post ‘જિંદગી યે જિંદગી’ થી કમબેક કરી રહી છે ‘વોન્ટેડ ગર્લ’ Ayesha Takia appeared first on Vishva Gujarat.

આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ!

0
0

નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ

tv

ફિલ્મોમાં જે પ્રકારે હિરો- હિરોઈનની સાથે-સાથે વિલન પણ જરૂરી હોય છે તે પ્રમાણે આપણી ટીવી સીરીયલમાં પણ વિલન હોય છે પરંતુ ખાસ વાત એ છે કે, નાના પડદા પર આવા રોલ મહિલા પ્લે કરે છે, જે ષડ્યંત્ર રચી લોકોને પરેશાન કરે છે. આજે અમે તમને જણાવીશું ટીવીની ૫ ખલનાયિકા વિશે જેને જોઈ તમને થઇ જશે પ્રેમ.

ઉર્વશી ધોળકીયા

urvashi

ટીવીની ખલનાયિકાની વાત કરવામાં આવે તો ઉર્વશી ધોળકીયાનું નામ સૌથી ઉપર આવે છે. સિરીયલ 'કસોટી જિંદગી કી' માં કમોલિકાનો રોલ લોકો આજે પણ ભૂલ્યા નથી. ઉર્વશી આજે પણ ઘણી સિરીયલમાં નેગેટીવ રોલમાં નજર આવે છે.

અનિતા હસનંદાની

ishita

'યે હે મોહબ્બતે' માં રમણ અને ઈશિતાના જીવનમાં અશાંતિ લાવનાર અનિતા હસનંદાની પડદા પર ભલે નેગેટીવ રોલ પ્લે કરી છે પરંતુ રિયલ લાઈફમાં લોકો તેને વધારે પ્રેમ કરે છે.

અદા ખાન

adaa-khan

અદાખાન ટીવીની સુંદર ખલનાયિકાઓમાંથી એક છે. અત્યારે તે નાગિન સિરીયલમાં તે પોતાના ષડ્યંત્રથી લોકોને મનોરંજન કરી રહી છે.

સૈયંતી ઘોષ

saiyanti

સિરીયલ 'ઇતના ભી કરો ના મુજસે પ્યાર' માં નિવેદીતાનો રોલ પ્લે કરનારી સૈયંતી ભલે નેગેટીવ રોલ પ્લે કરે છે પરંતુ લોકો તેના આ રૂપને વધારે પસંદ કરે છે.

લીના યાદવ

leena

ઝીટીવીનો શો કુમકુમ ભાગ્યમાં તનુનો રોલ પ્લે કરનારી લીના યાદવ શો માં પ્રજ્ઞાની વિરુધ્ધ ષડ્યંત્ર રચતી નજર આવે છે. આ શો ને હીટ બનાવવામાં તેનો રોલ પણ મહત્વનો છે.

The post આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ! appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

શાહરૂખ ખાન સ્ટારર ‘Jab Harry Met Sejal’નું મિની ટ્રેલર રિલીઝ

0
0

Jab Harry Met Sejal

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ 'Jab Harry Met Sejal' નું ફર્સ્ટ મીની ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલર વધારે ફની છે અને અનુષ્કાનો ગુજરાતી એક્સેન્ટ કમાલનો છે. ટ્રેલરમાં હેરી, સેજલને કહેતા નજર આવી રહ્યા છે કે તેમનું કેરેક્ટર ખરાબ છે. તે યુવતીઓને ખરાબ નજરથી જોતા નજર આવી રહ્યા છે. ફિલ્મના મેકર્સે ચેમ્પિયંસ ટ્રોફી ફાઈનલ દરમિયાન ફિલ્મનું મીની ટ્રેલર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની પહેલા શાહરૂખે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, તે ભારત-પાક મેચ અને ટ્રેલર લોન્ચ બંને માટે વધારે એક્સાઈટેડ છે.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ ઈમ્તિયાઝ અલી ડિરેકટ કરી રહ્યા છે. ઘણા દિવસોથી બંને ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મ લોકેશનથી બંનેના ફોટા સામે આવતા રહ્યા છે. ફિલ્મનાં ટાઈટલને લઈને ઘણા દિવસોથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. પહેલા એવી ખબર સામે આવી રહી હતી કે, ફિલ્મનું નામ ધ રિંગ, રહનુમા કે રોલા રાખવામાં આવશે પરંતુ ફિલ્મના મેકર્સે વિચાર્યું કે, 'જબ હેરી મેટ સેજલ' નું નામ જ ફિલ્મ માટે ઠીક હશે.

ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી ગાઈડ બન્યા છે, જેનું નામ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરૂખને બધા હેરી કહી બોલાવે છે. ફિલ્મમાં અનુષ્કા બબલી ગુજરાતી યુવતી સેજલનાં રોલમાં છે. જ્યારે સેજલ યુરોપ ટ્રીપ પર હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. ત્યારબાદ બંનેને પ્રેમ થઇ જાય છે. બસ આ ફિલ્મની સ્ટોરી છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મને લઈને પહેલા એવી ખબર આવી હતી કે, આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મની ડેટ હવે આગળ વધારવામાં આવશે નહિ. જી હાં, આ ફિલ્મ તેની નક્કી કરેલ ડેટ પર જ રિલીઝ થશે. ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે ત્યારે તેની ટક્કર બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ- એક પ્રેમકથા' સાથે થશે. તમને જણાવી દઈએ કે, ઈમ્તિયાઝની ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા પંજાબમાં થઇ રહ્યું હતું અને શૂટિંગ સમયના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

The post શાહરૂખ ખાન સ્ટારર ‘Jab Harry Met Sejal’ નું મિની ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live

Latest Images