Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જાણો…કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ!

0
0

બિગબોસ

tv

'ખુલ્લમ-ખુલ્લા પ્યાર કરેગે હમ દોનો' આ ગીતને બિગબોસના પ્રતિભાગી ઘણા સિરિયસલી લઈ રહ્યા છે અને આ કારણે બિગબોસ હાઉસમાં ઈશ્ક-મોહબ્બતના કિસ્સા સામાન્ય વાત છે. બિગબોસના ઘરમાં સીઝન ૧ થી દર્શકોને રોમાંસ અને લવનો તડકો જોવા મળી રહ્યો છે. આ બધાની લવ સ્ટોરીની શરુઆત ઘણી સારી થાય છે પરંતુ તે કોઈ હસીન અંજામ સુધી પહોચી શકતી નથી.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ

upenઆ બંનેની લવસ્ટોરી કોઈ પરીની વાર્તા જેવી છે. કરિશ્મા અને ઉપેન બિગબોસ સીઝન ૮ માં એકબીજાને મળ્યા હતા અને બંનેને લવ થઇ ગયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે તેમના રિલેશનશિપમાં દરાર આવવા લાગી અને બંને અલગ થઇ ગયા.

ગૌતમ ગુલાટી અને ડાયેન્દ્રા સોરેસ

gautam
બિગબોસ સીઝન ૮ માં ગૌતમ-ડાયેન્દ્રાનું કનેક્શન વધારે ફેમસ થયું હતું. આ બંનેની લવસ્ટોરીએ તેમને વધારે ફેમસ બનાવી દીધા હતા. જો કે, થોડા સમય પછી બંનેનો પ્રેમ છુમંતર થઇ ગયો હતો.

તનીષા મુખર્જી અને અરમાન કોહલી

tanishaબિગબોસની લવ સ્ટોરીઝની ચર્ચા હોય અને તેમાં અરમાન-તનીષાનું નામ આવે નહિ તેવું શક્ય જ નથી. બિગબોસમાં આ બંનેના ઈશ્કના કિસ્સા ખૂબ ચર્ચામાં હતા. જો કે, બિગબોસ પછી તેમના ઈશ્કના કિસ્સા વધારે સમય સુધી ચાલી શક્યા નહોતા.

ગૌહર ખાન અને કુશાલ ટંડન

goharબિગબોસ હાઉસમાં ગોહર અને કુશાલની લવસ્ટોરી વધારે ચર્ચામાં રહી હતી. ગોહર માટે કુશાલે અન્ય પ્રતિભાગીઓ સાથે પણ ખૂબ વિવાદ કર્યો હતો. શો ખતમ થયા છતાં તેમનો રોમાંસ જારી હતો. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર બંને અલગ થઇ ગયા હતા.

સારા ખાન અને અલી મર્ચન્ટ

saraઅલી અને સારાની લવ સ્ટોરી તો મેરેજ સુધી પહોચી છે. બિગબોસ સીઝન ૪ માં આ બંને ઇન્ડિયન ટેલીવિઝન પર મેરેજ કરી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ પછી સાંભળવામાં આવ્યું કે, આ બંનેના મેરેજ પહેલાથી નક્કી હતા અને આ શો પછી બંનેના તલાક પણ થઇ ગયા હતા.

રાહુલ મહાજન અને પાયલ રોહતગી

rahulબિગબોસ સીઝન ૨ માં પાયલ રોહતગી અને રાહુલ મહાજનનું અફેર અને તેમની કેમેસ્ટ્રી બધાને ખબર જ છે. શો દરમિયાન બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવ્યા હતા. પરંતુ શો પૂર્ણ થયા પછી બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.

વીણા મલિક અને અશ્મિત પટેલ

veenaબિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત છે. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી

princeપ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોરી પણ બિગબોસના ઘરમાં ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે, યુવિકા જ્યારે બેઘર થઇ ત્યારે પ્રિન્સે અન્ય કન્ટેસ્ટંટ સાથે પણ ખૂબ ફલર્ટ કર્યું હતું. બિગબોસ પછી હવે એવી ખબર સામે આવી હતી કે, બંને સગાઈ કરવાના છે પરંતુ પ્રિન્સે બંને ફ્રેન્ડ છે એવું કહી બધાને ચોંકાવી દીધા હતા.

મનુ પંજાબી અને મોનાલીસા

manuબિગબોસ સીઝન ૧૦ માં પણ રોમાંસ જોવા મળી રહ્યો છે. આ વખતે બે વિરોધી ટીમના કન્ટેસ્ટંટ વચ્ચે રોમાંસ શરુ થયો છે.સેલિબ્રિટી ગ્રુપની મોનાલીસા અને કોમન મેનની ગેંગના મનુ પંજાબી વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યો છે.

The post જાણો… કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ! appeared first on Vishva Gujarat.


Celina Jaitly ના પિતાનું નિધન, અંતિમ સંસ્કાર માટે પહોચી ઇન્દોર

0
0

Celina Jaitly

બોલિવુડ એક્ટ્રેસ Celina Jaitly નાં પિતા વીકે જેટલીનું દુઃખદ નિધન થયું છે. તેમના અચાનક ગુજરી જવાના કારણે તેમનો પરિવાર સદમામાં આવી ગયો છે. અત્યારે Celina Jaitly તેના પતિ અને બાળકો સાથે દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. સેલીના જેટલીને જેવા તેના પિતાના નિધન વિશે ખબર પડી તુરંત તે ઇન્દોર માટે રવાના થઇ છે.તમને જણાવી દઈએ કે, ઇન્દોરમાં સેલિનાના પિતાના અંતિમ સંસ્કાર છે. તેના પિતાનું સોમવારે નિધન થયું હતું. સેલીનાને જેવા તેના પિતાના નિધનની ખબર મળી તે એકદમ દુઃખી થઇ ગઈ હતી. તે તુરંત ફર્સ્ટ ઇન્ડિયન ફ્લાઈટથી ઇન્દોર પહોચી રહી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી સેલીનાના પિતા બીમાર હતા. તેના પિતા આર્મીમાં હતા.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ ઇન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસ સેલિના જેટલી અને તેના પતિ પીટર હોગ એકવાર ફરીથી ગુડ ન્યૂઝ આપવાનાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, સેલિના જેટલી બહુ જલ્દી ટ્વીન્સ બાળકોને જન્મ આપશે. સેલિના જેટલીની પ્રેગ્નન્સીને 3 મહિના થઇ ગયા છે. તમને જણાવી દઈએ કે, 'નો એન્ટ્રી' જેવી શાનદાર ફિલ્મોથી લાખો લોકોના દિલ જીતી ચૂકેલ આ અભિનેત્રી પહેલા પણ ટ્વીન્સ બાળકોને જન્મ આપી ચૂકી છે. સેલિના જેટલીનાં ટ્વીન્સ બાળકોના નામ વિસ્ટન અને વિરાજ છે.

સેલિના જેટલી એક જાહેરાત કેમ્પેઇન ભારત આવશે. તેની સાથે તે એક પુસ્તક પર પણ કામ કરી રહી છે, જે આગામી વર્ષે પબ્લિશ થશે. સેલિના અને પીટર વચ્ચે ઘણા લાંબા સમયથી અફેર હતું અને ત્યારબાદ બંનેએ મેરેજ કરી લીધાં હતાં. તાજેતરમાં, સેલીના જેટલીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીનીમાં બેબી બંપનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટાને કારણે સેલિના ચર્ચામાં આવી હતી.

The post Celina Jaitly ના પિતાનું નિધન, અંતિમ સંસ્કાર માટે પહોચી ઇન્દોર appeared first on Vishva Gujarat.

હવે ચીનમાં Baahubali 2 નું ‘દંગલ’, ૬૦૦૦ સ્ક્રીન્સ પર થશે રિલીઝ

0
0

Baahubali

આમિર ખાનની ફિલ્મ દંગલ અને પ્રભાસની ફિલ્મ Baahubali 2 અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મો માનવામાં આવી રહી છે. Baahubali 2 અને દંગલનો દર્શકોની અંદર એલ અલગ જ ક્રેઝ છે. કમાણીનાં મામલે પણ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. બોક્સ ઓફીસના આંકડાને લઈને બંને ફિલ્મોમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. બંને ફિલ્મો હિંદી સિનેમાના ઇતિહાસના ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બાહુબલી મેકર્સે ફિલ્મને ચીનમાં રિલીઝ કરવા માટે તૈયારી કરી લીધી છે. એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મ ૬૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવાની તૈયારી છે.

ફિલ્મ 'બાહુબલી 2' ને રિલીઝ થયે મહિનો થઇ ગયો છે પરંતુ હજુ પણ આ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી. હજુ પણ ફિલ્મનાં કલાકારોને લઈને દર્શકોની દિવાનગી સ્પષ્ટ નજર આવી રહી છે. ભારત અને વિદેશોમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા પછી એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી 2' હવે ૧૭ સપ્ટેમ્બરે ચીનમાં રિલીઝ થવા જઈ રહી છે. ભારતની જેમ ચીનમાં પણ 'બાહુબલી' ની ટક્કર આમિરની ફિલ્મ 'દંગલ' સાથે થશે. તમને જણાવી દઈએ કે, દંગલ ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. તો બીજી તરફ, ભારતમાં બાહુબલી ભારતીય સિનેમાનો લગભગ દરેક રેકોર્ડ તોડી ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે.

The post હવે ચીનમાં Baahubali 2 નું ‘દંગલ’, ૬૦૦૦ સ્ક્રીન્સ પર થશે રિલીઝ appeared first on Vishva Gujarat.

GST નાં વિરોધમાં તમિલનાડુનાં ૧૧૦૦ સિનેમાઘર બંધ, સમર્થનમાં બોલ્યા Kamal Haasan

0
0

Kamal Haasan

દેશભરમાં ૧ જુલાઈથી GST લાગુ કરી દેવામાં આવ્યો છે. આ ટેક્સનાં વિરોધમાં તમિલનાડુનાં થિયેટર માલિકોએ હડતાળ કરી દીધી છે અને લગભગ ૧૧૦૦ સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બિલનો પહેલા દિવસથી વિરોધ કરી રહેલ સાઉથનાં સુપરસ્ટાર Kamal Haasan એ આ હડતાલને યોગ્ય જણાવી છે. Kamal Haasan નું કહેવું છે કે, આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકસાથે આવી રહી છે અને બહુ જલ્દી એક અવાજમાં બોલશે.

કમલ હસને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેનાથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થવાનું છે. તમને જણાવી દઈએ કે, તેની પહેલા પણ કમલ હસન સિનેમા ક્ષેત્રમાં જીએસટી લાગુ કરવાને લઈને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. કમલ હસને તેની પહેલા નાણા મંત્રી અરુણ જેટલીને આજીજી કરતા કહ્યું હતું કે, સિનેમા ટિકિટ પર જીએસટીનો દર ૧૨ થી ૧૫ ટકા રાખવામાં આવે.

કમલ હસને કહ્યું હતું કે, નોટબંધી બ્લેક મનીને ખતમ કરવા લાગુ કરવામાં આવી હતી પરંતુ જીએસટી આપણને બે પગલા પાછળ લઇ જશે. તમને જણાવી દઈએ કે, સરકારે ફિલ્મી ટિકીટો પર ૨૮ ટકા ટેક્સ પ્રસ્તાવિત કર્યો છે. તમને જણાવી દઈએ કે, જીએસટી લાગુ થવાથી ૧૦૦ રૂપિયાથી વધુ રૂપિયાવાળી ટિકીટો પર ૨૮ ટકા ટેક્સ લાગશે. તો બીજી તરફ, ૧૦૦ રૂપિયાથી ઓછી ટિકીટો પર ૧૮ ટકા ટેક્સ લાગશે.

The post GST નાં વિરોધમાં તમિલનાડુનાં ૧૧૦૦ સિનેમાઘર બંધ, સમર્થનમાં બોલ્યા Kamal Haasan appeared first on Vishva Gujarat.

જે હિંદુસ્તાનમાં મોટાભાગના લોકો પાસે PAN કાર્ડ નથી ત્યાં GST, શોટગન શત્રુઘ્ન સિંહાનો મોદી સરકાર ઉપર પ્રહાર

0
0

Shotgun Shatrughan Sinha strikes on Modi government, most people in India do not have PAN card, there are GST

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશમાં GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલી કરી દેવાયો છે. પરંતુ તેને લાગુ કરવા માટે નરેન્દ્ર મોદી સરકારની ટીકાઓ થઈ રહી છે. આ વખતે GST માટેની ટીકા એક બીજેપીના સાંસદ દ્વારા જ કરવામાં આવી છે. આ ટીકા કરનાર બીજું કોઈ નહી, ફિલ્મસ્ટાર શોટગન, બિહારી બાબુ એવા બિહારના પટના સાહેબના બીજેપી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કરી છે.

શત્રુઘ્ન સિન્હાએ ફરી એકવાર પોતાના બયાનોના તીર કેન્દ્રીય નેતૃત્વ ઉપર છોડ્યા છે. બીજેપીનું હાઈ કમાન્ડ જ્યાં જીએસટીને આઝાદી પછીનો સૌથી મોટો સુધાર ગણાવી રહ્યું છે ત્યારે શોટગન શત્રુઘ્ન સિન્હાએ કહ્યું છે કે ભારતમાં હજુ સુધી લોકોની વચ્ચે ડિજિટલ ક્રાંતિ પહોંચી નથી અને અહિયાં મોટાભાગના લોકો પાસે પણ કાર્ડ નથી. આવામાં જીએસટી અમલી બનાવવો કેટલા અંશે વ્યાજબી છે?

વેબસાઈટ રેડિફ ડોટ કોમના અહેવાલ મુજબ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું છે કે તેમને નથી લાગતું કે મોટાભાગના ભારતીયો જીએસટીને સમજે છે. પાર્ટીના વલણથી બિલકુલ અલગ બયાન આપવા માટે મશહૂર બિહારી બાબુ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું છે કે, ‘ઉતાવળમાં લેવાયેલા આર્થિક સુધારાઓના પરિણામો આપણે જોઈ ચૂક્યા છીએ, હું આશા રાખ્યું છું કે આ વખતે આવી કોઈ સ્થિતિ ઉભી ન થાય.’

શત્રુઘ્ન સિન્હાના માનવા મુજબ ભારતની આબાદીનો મોટો હિસ્સો ડિજિટલ બેન્કિંગ અને ટેક્સેશન અંગે જાણતો નથી. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ડિજિટલાઇઝેશનને ભૂલી જાઓ, મોટાભાગના ભારતીયોની પાસે PAN કાર્ડ પણ નથી.

શોટગન શત્રુઘ્ન સિન્હાને જયારે પૂછવામાં આવ્યું કે શુ તેઓ GST અંગે પીએમ મોદી અથવા નાણામંત્રી અરુણ જેટલીના નિર્ણય ઉપર સવાલ ઉઠાવી રહ્યા છો તો તેમણે ઘણી સફાઈથી કહ્યું કે આવું કશું જ નથી. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે તેઓ પૂર્ણ રીતે આશ્વસ્ત છે કે મોદી સાહેબ અને જેટલી સાહેબ જે કરી રહ્યા છે તેનાથી તે બંને સંપૂર્ણ રીતે માહિતગાર છે.

તેમણે કહ્યું કે, હું આ મામલામાં આશ્વસ્ત નથી કે લોકો આટલા મોટા પાયા ઉપર બદલાવ માટે તૈયાર છે કે નહી. તેમણે કહ્યું કે તેમને આશા છે અને તે પ્રાર્થના કરે છે કે લોકો આ બદલાવને સ્વીકારવા માટે તૈયાર રહે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કેટલાય મુદ્દાઓ ઉપર શત્રુઘ્ન સિન્હાએ પાર્ટીની લાઈનથી અલગ જ રીતે બયાનો આપી ચૂક્યા છે. આ વર્ષના મે મહિનામાં જયારે લાલુપ્રસાદ યાદવ ઉપર બેનામી સંપતિ એકઠી કરવાનો આરોપ લાગ્યો હતો તો બીજેપી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે, હજુ તો ફક્ત આરોપ લાગ્યા છે અને તેમના સમર્થનમાં સબૂત પણ આપવા જોઈએ. એટલું જ નહી, શત્રુઘ્ન સિન્હાએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના મુદ્દે પાર્ટીની લાઈનથી અલગ થઈને બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને સમર્થન આપ્યું હતું.

The post જે હિંદુસ્તાનમાં મોટાભાગના લોકો પાસે PAN કાર્ડ નથી ત્યાં GST, શોટગન શત્રુઘ્ન સિંહાનો મોદી સરકાર ઉપર પ્રહાર appeared first on Vishva Gujarat.

‘જગ્ગા જાસૂસ’પછી સાથે કામ કરશે નહિ રણબીર અને Katrina, કારણ જાણી રહી જશો દંગ!

0
0

જગ્ગા જાસૂસ

બોલિવુડની બાર્બી ડોલ Katrina અત્યારે રણબીર કપૂરની સાથે ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. કથિત રીતે બ્રેકઅપ પછી પર્સનલ વાતો ભુલાવી Katrina અત્યારે રણબીર જોર-શોરથી તેમની અપકમિંગ ફિલ્મ પ્રમોટ કરી રહ્યા છે. ભલે બંને સ્ટાર્સ જૂની વાતો ભુલાવી સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે પરંતુ કેટરીના માટે રણબીર કપૂરની સાથે ફરીથી કામ કરવું મુશ્કેલ હશે.

જગ્ગા જાસૂસ

એક ઈન્ટરવ્યું દરમિયાન કેટરીનાએ સ્પષ્ટ કહી દીધું કે, તેના માટે રણબીર કપૂરની સાથે આગળ કામ કરવું મુશ્કેલ હશે. પ્રાપ્ત માહિતી મુજબ, રણબીર કપૂર સાથે ફરીથી કામ કરવાના પ્રશ્ન પર કેટરીનાએ કહ્યું કે, આ વધારે કઠિન કામ છે. રણબીરનું પણ એવું માનવું છે કે, અમારે સાથે કોઈ કામ કરવું જોઈએ નહિ. આ ફરીથી ક્યારેય થશે નહિ.

જગ્ગા જાસૂસ

ઉલ્લેખનીય છે કે, કેટરીના અને રણબીરની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ની રિલીઝ ઘણા દિવસોથી ટળી રહી છે. બ્રેકઅપ પછી બંનેની ફર્સ્ટ ફિલ્મ સાથે આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. કેટરીના અને રણબીર તેની પહેલા 'અજબ પ્રેમ કી ગજબ કહાની' અને 'રાજનીતિ' માં સાથે નજર આવી ચૂક્યા છે.

જગ્ગા જાસૂસ

ગયા વર્ષે કેટરીના કેફ અને રણબીર કપૂરનું બ્રેકઅપ થઇ ગયું હતું અને ત્યારથી બંને ફક્ત ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના સેટ પર જ જોવા મળ્યા હતા જ્યારે બંને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ કરી રહ્યા હતા. હવે બહુ જલ્દી બોક્સ ઓફિસ પર જગ્ગા જાસૂસ રિલીઝ થવાની છે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. રણબીર કપૂર અને કેટરિના કેફની આગામી  ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરને જોતા તમને રણબીરની બરફી તેમજ રણબીર અને કેટરીનાની અજબ પ્રેમ કી ગજબ કહાનીની પણ યાદ આવશે. ટ્રેલરની શરૂઆતમાં રણબીર કપૂર બાળકોની જેમ પોતાના મોઢાથી મ્યુઝીક વગાડતા નજર આવશે. ટ્રેલરમાં બંને મસ્તી કરતા નજર આવી રહ્યા છે. જો કે, આ ટ્રેલરની ખાસ વાત એ છે કે, ટ્રેલરમાં કોઈ ડાયલોગ ડિલીવરી જોવા મળશે નહિ. આખા ટ્રેલરમાં બસ બેકગ્રાઉન્ડ મ્યુઝીક તમને સાંભળવા મળશે.

The post ‘જગ્ગા જાસૂસ’ પછી સાથે કામ કરશે નહિ રણબીર અને Katrina, કારણ જાણી રહી જશો દંગ! appeared first on Vishva Gujarat.

સલમાન ખાને Shah Rukh Khan સાથે શરુ કર્યું આગામી ફિલ્મનું શૂટિંગ

0
0

Shah Rukh Khan

લાંબા સમયથી આ ખબર ચર્ચામાં હતી કે, સલમાન ખાન બહુ જલ્દી Shah Rukh Khan ની ફિલ્મમાં કેમિયો કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં Shah Rukh Khan સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં કેમિયો કરતા નજર આવ્યા હતા. તેના બદલામાં સલમાન ખાન શાહરૂખ માટે કંઇક કરવા માંગતા હતા. જેવું ભાઈજાનને શાહરૂખની આગામી ફિલ્મમાં કેમિયોની ઓફર આપવામાં આવી તો તેમણે તુરંત હામી ભરતા શાહરૂખની ફિલ્મ માટે શેડ્યુલ બદલી નાખ્યો અને શૂટિંગ સેટ પર પહોચી ગયા. આનંદ એલ રાયના નિર્દેશનમાં બની રહેલ શાહરૂખ ખાન સ્ટારર આ ફિલ્મનાં શૂટિંગનાં સેટ પર શાહરૂખ અને સલમાનનો ફોટો વધારે વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ શાહરૂખ ખાનના ફેંસ માટે પણ ખાસ હતી કારણકે આ ફિલ્મમાં શાહરૂખ કેમિયોનો રોલ પ્લે નજર આવ્યા હતા. પરંતુ હવે બંને ખાન એકવાર ફરીથી મોટા પડદા પર જોવા મળશે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મમાં સલમાન ખાન કેમિયો રોલમાં નજર આવશે. ફિલ્મ ટ્યુબલાઈટમાં શાહરૂખે જાદુગર ગોગો પાશાનો રોલ પ્લે કર્યો હતો. જે તેમણે તેમના ફેંસને થિયેટર સુધી ખેંચી ગઈ હતી. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી નથી પરંતુ સલમાન અને શાહરૂખને આ ફિલ્મમાં સાથે જોવા માટે દરેક બેતાબ હતા.

તાજેતરમાં સલમાન ખાને જણાવ્યું કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં શાહરૂખ ખાન તેમના પૂછ્યા પહેલા જ ફિલ્મમાં કેમિયો કરવા માટે રાજી થઇ ગયા હતા. સલમાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, જ્યારે કબીર ખાને મને સ્ટોરીનો વિષય જણાવવાનું શરુ કર્યું તો તેમણે કહ્યું કે, આપણે આ રોલ માટે શાહરુખને લેવા જોઈએ. તો મેં શાહરૂખને ફોન કર્યો અને તેમને કહ્યું કે, 'ટ્યુબલાઈટ' માં એક નાનો રોલ છે, જેને હું ઈચ્છું છુ કે તમે પ્લે કરો. મારું વાક્ય પૂર્ણ થાય તે પહેલા જ શાહરૂખે કહ્યું કે, હું આ રોલ પ્લે કરીશ અને આ રીતે તેઓ ફિલ્મનો ભાગ બની ગયા.

આ ફિલ્મ પછી શાહરૂખ સલમાનને પોતાની ફિલ્મમાં કેમિયો કરવા માટે અપ્રોચ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, શાહરૂખે પોતે કન્ફર્મ કર્યું હતું કે, આનંદ એલ રાયની આગામી ફિલ્મમાં સલમાન કેમિયો કરતા નજર આવવાના છે. આનંદ એલ રાયની ફિલ્મમાં એક ગેસ્ટ અપીયરેન્સ છે અને હું ઈચ્છું છુ કે, તેને સલમાન કરે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કેફ મેઈન રોલમાં છે. તમને જણાવી દઈએ કે, આનંદ એલ રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા માણસનો રોલ પ્લે કરી રહ્યા છે. ડિરેકટર આનંદ એલ. રાયની ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે જેના માટે મુંબઈની ફિલ્મ સીટીમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

The post સલમાન ખાને Shah Rukh Khan સાથે શરુ કર્યું આગામી ફિલ્મનું શૂટિંગ appeared first on Vishva Gujarat.

રિલીઝ થયું ફિલ્મ ‘Jagga Jasoos’નું ઈમોશનલ સોંગ

0
0

Jagga Jasoos

રણબીર કપૂરની ફિલ્મ 'Jagga Jasoos' નું નવું સોંગ 'ફિર વહી' રિલીઝ થઇ ગયું છે. આ સોંગ રણબીર કપૂર અને તેમના ઓનસ્ક્રીન પિતાના રિલેશન પર ફિલ્માવામાં આવ્યું છે. આ સોંગ ફિલ્મના અન્ય સોંગ કરતા એકદમ અલગ છે. તેની પહેલા ફિલ્મ Jagga Jasoos ના ત્રણ સોંગ રિલીઝ થઇ ગયા છે. આ ત્રણેય સોંગ દર્શકોને વધારે પસંદ આવી રહ્યા છે. 'ફિર ભી' સોંગમાં રણબીરનાં પિતાના રોલમાં સાસવત ચેટરજી નજર આવી રહ્યા છે. આ સોંગમાં રણબીર તેમના પિતાની સાથે બાળપણની યાદોમાં ખોવાયેલ જોવા મળે છે. આ સોંગને અરજીતે સિંહે ગાયું છે અને પ્રીતમે તેને કમ્પોઝ કર્યું છે. 'જગ્ગા જાસૂસ' રણબીર કપૂરની ફર્સ્ટ હોમ પ્રોડક્શન ફિલ્મ છે.

તમને જણાવી દઈએ કે, જગ્ગા જાસૂસનું ટ્રેલર અંતે રિલીઝ થઇ ગયું છે અને હવે ફિલ્મ માટે તેનો ઉત્સાહ વધવાનો છે. ટ્રેલર જોયા પછી તમને આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર મળી જશે. જેમ કે આ ફિલ્મમાં આટલા બધા સોંગ કેમ છે અને રણબીરનો ફિલ્મમાં રોલ શું છે. ટ્રેલર પરથી ખબર પડે છે કે, ફિલ્મમાં રણબીરની એક્ટિંગ દમદાર છે અને હકીકતમાં તેની એક્ટિંગ વખાણવાલાયક છે. તમને પણ જગ્ગા જાસૂસનું ટ્રેલર જોઈ બરફી અને ડિસ્કવરી ચેનલની યાદ આવશે. ફિલ્મમાં રણબીર કપૂર એક ટીનેજનાં રોલમાં છે. જે તેના ગુમશુદા પિતાને શોધવા નીકળે છે અને કેટરીના ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકામાં છે.

ગયા વર્ષે કેટરીના કેફ અને રણબીર કપૂરનું બ્રેકઅપ થયું હતું અને ત્યારથી બંને ફક્ત ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના સેટ પર જ જોવા મળ્યા હતા, જ્યારે બંને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ કરી રહ્યા હતા. હવે બહુ જલ્દી બોક્સ ઓફિસ પર જગ્ગા જાસૂસ રિલીઝ થવાની છે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. કેટરીના અને રણબીર તેની પહેલા 'અજબ પ્રેમ કી ગજબ કહાની' અને 'રાજનીતિ' માં સાથે નજર આવી ચૂક્યા છે. ડિઝની દ્ધારા નિર્મિત 'જગ્ગા જાસૂસ' નું નિર્દેશન અનુરાગ બાસુએ કર્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને કેટરીના કેફ મેઈન રોલમાં છે.

The post રિલીઝ થયું ફિલ્મ ‘Jagga Jasoos’ નું ઈમોશનલ સોંગ appeared first on Vishva Gujarat.


આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ!

0
0

નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ

tv

ફિલ્મોમાં જે પ્રકારે હિરો- હિરોઈનની સાથે-સાથે વિલન પણ જરૂરી હોય છે તે પ્રમાણે આપણી ટીવી સીરીયલમાં પણ વિલન હોય છે પરંતુ ખાસ વાત એ છે કે, નાના પડદા પર આવા રોલ મહિલા પ્લે કરે છે, જે ષડ્યંત્ર રચી લોકોને પરેશાન કરે છે. આજે અમે તમને જણાવીશું ટીવીની ૫ ખલનાયિકા વિશે જેને જોઈ તમને થઇ જશે પ્રેમ.

ઉર્વશી ધોળકીયા

urvashi

ટીવીની ખલનાયિકાની વાત કરવામાં આવે તો ઉર્વશી ધોળકીયાનું નામ સૌથી ઉપર આવે છે. સિરીયલ 'કસોટી જિંદગી કી' માં કમોલિકાનો રોલ લોકો આજે પણ ભૂલ્યા નથી. ઉર્વશી આજે પણ ઘણી સિરીયલમાં નેગેટીવ રોલમાં નજર આવે છે.

અનિતા હસનંદાની

ishita

'યે હે મોહબ્બતે' માં રમણ અને ઈશિતાના જીવનમાં અશાંતિ લાવનાર અનિતા હસનંદાની પડદા પર ભલે નેગેટીવ રોલ પ્લે કરી છે પરંતુ રિયલ લાઈફમાં લોકો તેને વધારે પ્રેમ કરે છે.

અદા ખાન

adaa-khan

અદાખાન ટીવીની સુંદર ખલનાયિકાઓમાંથી એક છે. અત્યારે તે નાગિન સિરીયલમાં તે પોતાના ષડ્યંત્રથી લોકોને મનોરંજન કરી રહી છે.

સૈયંતી ઘોષ

saiyanti

સિરીયલ 'ઇતના ભી કરો ના મુજસે પ્યાર' માં નિવેદીતાનો રોલ પ્લે કરનારી સૈયંતી ભલે નેગેટીવ રોલ પ્લે કરે છે પરંતુ લોકો તેના આ રૂપને વધારે પસંદ કરે છે.

લીના યાદવ

leena

ઝીટીવીનો શો કુમકુમ ભાગ્યમાં તનુનો રોલ પ્લે કરનારી લીના યાદવ શો માં પ્રજ્ઞાની વિરુધ્ધ ષડ્યંત્ર રચતી નજર આવે છે. આ શો ને હીટ બનાવવામાં તેનો રોલ પણ મહત્વનો છે.

The post આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ! appeared first on Vishva Gujarat.

Birthday Special: ફિલ્મોની જેમ Ranveer Singh રિયલ લાઈફમાં પણ છે બિંદાસ!

0
0

Ranveer Singh

Ranveer Singh1

ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' થી બોલીવુડમાં પોતાની કારકિર્દી શરુ કરનાર ફેમસ અભિનેતા Ranveer Singh નો આજે જન્મદિવસ છે. Ranveer Singh ૩૧ વર્ષના થઈ ગયા છે.

રણવીર સિંહ

રણવીર સિંહનો જન્મ ૬ જુલાઈ, ૧૯૮૫ના રોજ થયો હતો. વર્ષ ૨૦૧૦માં રણવીર સિંહે ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પહેલી જ ફિલ્મમાં જોરદાર અભિનય કરીને રણવીરે બતાવી દીધું કે તેનામાં ભરપુર ટેલેન્ટ છે. રણવીરને આગળની ફિલ્મો માટે પણ ખુબ જ પ્રશંસા મળી હતી. એક્ટિંગ સિવાય રણવીરને ફૂટબોલ, થિયેટર અને ક્રિએટીવ રાઈટીંગમાં પણ રસ છે.

રણવીર સિંહ

Ranveer Singh3

આજકાલ અભિનેતા રણવીર સિંહનું નામ બધાની જુબાન પર છે. રણવીરની એક્ટિંગને લોકો પસંદ કરે છે, તો આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલ ખાસ વાતો....

રણવીર સિંહ

Ranveer Singh4

એક સમયે અનુષ્કા શર્માની સાથે રણવીર સિંહનું નામ જોડવામાં આવતું હતું પરંતુ આજકાલ રણવીર સિંહની રિયલ લાઈફમાં લવ ઇન્ટ્રેસ્ટ દીપિકા પાદુકોણ છે, જેની સાથે ઘણીવાર રણવીર અલગ-અલગ જગ્યા પર જોવા મળ્યા છે.

રણવીર સિંહ

Ranveer Singh5

રણવીર સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનિલ કપૂરના સંબધી લાગે છે કારણ કે, રણવીરના પિતા અને અનિલ કપૂરની વાઈફ સુનિતા કપૂર પિતરાઇ ભાઇ અને બહેન છે.

રણવીર સિંહ

Ranveer Singh6

રણવીર સિંહ આજે બોલીવૂડનો સ્ટાર બની ગયો છે. ‘રામ લીલા’, ‘લૂટેરા’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર રણવીર સિંહ આજે તેના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય અને માનીતો બની ગયો છે.

રણવીર સિંહ

Ranveer Singh7

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણની સાથેની રણવીરની જોડી ખૂબ હિટ થઈ ગઈ છે. બંનેએ બે ફિલ્મો સાથે કરી છે, ‘રામ લીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’. બસ હવે તેમના લગ્નના ‘બેન્ડ બાજા બારાત’ ક્યારે વાગશે તેની તેમના ફેન્સ રાહ જોઈ રહ્યા છે.

રણવીર સિંહ

Ranveer Singh8

રણવીર અંગત રીતે બહુ સુખી અને ખુશ રહેતો રમૂજી સ્વભાવનો છે અને તે હંમેશા ખુશમિજાજમાં રહે છે. રણવીર એટલાં રમૂજી ગતકડાં અને ઉટપટાંગ હરકતો કરતો રહે છે કે તેની આસપાસના લોકોના ચહેરા પર પણ સ્મિત આવી જાય છે.

રણવીર સિંહ

Ranveer Singh9

આજકાલ એવૉર્ડ ફંકશનમાં પણ રણવીરનો અલગ અંદાજ જોવા મળે છે.

રણવીર સિંહ

Ranveer Singh10

એવોર્ડ ફંક્શન હોય કે પાર્ટી હોય રણવીરના ફંકી કપડાં એવા હોય કે અન્ય કોઈ કલાકાર તેવાં કપડાં પહેરવાની હિંમત ના કરે. તેની એ અદાઓ પાર્ટીની રોનક બની જાય છે.

The post Birthday Special: ફિલ્મોની જેમ Ranveer Singh રિયલ લાઈફમાં પણ છે બિંદાસ! appeared first on Vishva Gujarat.

સુપરસ્ટાર Rajinikanth ની પુત્રી સૌંદર્યાએ લીધા તલાક!

0
0

Rajinikanth

સૌંદર્યા રજનીકાંત અને આર અશ્વિનના તલાક થઇ ગયા છે. સુપરસ્ટાર Rajinikanth ની પુત્રી સૌંદર્યાએ છેલ્લા ઘણા વર્ષથી ડિવોર્સ ફાઈલ કર્યો હતો. તેમના મેરેજને સાત વર્ષ થઇ ગયા છે તલાક બન્નેની સહમતિથી થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બંને સાત મહિનાથી અલગ રહેતા હતા. બંનેનો બે વર્ષનો પુત્ર છે. હજુ તેની કસ્ટડી કોને આપવામાં આવશે તેની કોઈ ખબર નથી. સૌંદર્યા અને અશ્વિન રાજકુમારે આપસી મતભેદ હોવાનો દાવો કરતા એક ફેમિલી કોર્ટમાં આપસી સહમતિથી તલાકની અરજી દાખલ કરી હતી.

સૌંદર્યાના વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યા હોવાની ખબર સપ્ટેમ્બરમાં આવી હતી અને ત્યારબાદ તેણે પુષ્ટિ કરી હતી કે, તે તેના બિઝનેશમેન પતિથી અલગ થઇ ગઈ છે અને તલાકને લઈને વાતચીત ચાલુ છે. ગ્રાફિક ડિઝાઇનર અને ફિલ્મકાર સૌંદર્યાએ ટ્વિટ કરી હતી કે, મારા લગ્ન સંબંધી સમાચાર યોગ્ય છે. અશ્વિન વ્યવસાયિક રીતે બિઝનેશમેન છે.

ઉલ્લેખનીય છે કે, સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સૌંદર્યા રજનીકાંત તેના પતિ અશ્વિન રામકુમારથી અલગ થઈ ગઈ છે. સૌંદર્યા, રજનીકાંતની નાની પુત્રી છે. ૨૦૧૦ માં તેના અશ્વિન રામકુમાર સાથે મેરેજ થયા હતા. ગયા વર્ષે તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. વ્યવસાયિક રીતે ગ્રાફિક ડિઝાઈનર અને ફિલ્મ નિર્માતા સૌંદર્યાએ તે ખબરો પર એવું કહેતા પૂર્ણવિરામ લગાવી દીધું હતું કે, તે અને તેના પતિ છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યા છે.

The post સુપરસ્ટાર Rajinikanth ની પુત્રી સૌંદર્યાએ લીધા તલાક! appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Mubarakan’નું ધમાકેદાર સોંગ રિલીઝ

0
0

Mubarakan

ઘણા લાંબા સમય પછી મોટા પડદા પર આવી રહેલ બોલિવુડ એક્ટર અનિલ કપૂર અને અર્જુન કપૂરની અપકમિંગ ફિલ્મ 'Mubarakan' નું બીજું સોંગ 'ધ ગોગલ' રિલીઝ થઇ ગયું છે. આ સોંગને સોનુ નિગમ, અરમાન મલિક, અમાલ મલિક અને નીતિ મોહને અવાજ આપ્યો છે. આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે કાકા-ભત્રીજા એટલે કે, અનિલ કપૂર અને અર્જુન કપૂરની સાથે કોઈ ફિલ્મમાં નાજર આવી રહ્યા છે.

ફિલ્મમાં અર્જુન કપૂર ડબલ રોલમાં છે. ફિલ્મમાં અર્જુન કપૂર કરણ સિંહ અને ચરણ સિંહનાં ડબલ રોલમાં નજર આવવાના છે. તેમાં તેમનો એક રોલ પાઘડીમાં હશે તો બીજો પાઘડી વગરનો. તેની સાથે અનિલ કપૂર પણ પાઘડીમાં જોવા મળશે. ફિલ્મમાં બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને ઇલીયાના ડીક્રૂઝ પણ લીડ રોલમાં છે. તમને જણાવી દઈએ કે, 22 જૂને ફિલ્મનું પોસ્ટર અને ફર્સ્ટ સોંગ 'હવા હવા' રિલીઝ થયું હતું. ભૂષણ દ્ધારા લખવામાં આવેલ આ સોંગને મિકા સિંહ અને પ્રકૃતિ ક્કરે ગાયું છે. મુબારકાને અનીસ બઝમીએ નિર્દેશિત કર્યું છે. આ ફિલ્મ ૨૮ જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

The post ફિલ્મ ‘Mubarakan’ નું ધમાકેદાર સોંગ રિલીઝ appeared first on Vishva Gujarat.

ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી

0
0

Television

અર્જુન બિજલાની અને નેહા સ્વામી

arjun-bijlani

ટીવી સિરીયલ 'નાગિન' માં શિવન્યાના દિલની ધડકન બનેલ રિતિક એટલે કે, અર્જુન બિજલાનીનો લવ તેનો પુત્ર છે. તે પોતાના ગોલુ-મોલુ પુત્રને લકી ચાર્મ માને છે.

અમિત ટંડન અને ડોકટર રૂબી

amit-tondon

પિતા પાસેથી મળેલ કુલ લૂક અને માતા પાસેથી મળેલી સ્ટાઈલ જિયાનાને ક્યુટ કિડ બનાવવા માટે ઘણું છે.

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

hiten-tejwani

જેટલું ક્યુટ આ કપલ છે તેનાથી ઘણા વધારે ક્યુટ છે તેમના ટ્વીન્સ, નિવાન અને કાત્યા.

ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

indraneil

ઓન સ્ક્રીન કપલ અને પછી રિયલ લાઈફની જોડીની વ્હાલી પુત્રીનું નામ માયરા છે. માયરાના ડ્રેસ સેન્સનો ક્રેડિટ તેની ગ્લેમરસ મોમ બરખાને જાય છે.

ઇકબાલ ખાન અને સ્નેહા છાબરા

iqbal-khan

ઇકબાલની ફેનની યાદી ઘણી લાંબી છે અને તેમની જેમ તેમની ક્યુટ બેબી અમારાની સ્માઈલ દુનિયા જીતવા માટે પૂરતી છે.

માનવ ગોહિલ અને શ્વેતા કવાત્રા

manav

માનવ અને શ્વેતા પણ ઓનસ્ક્રીન કપલ પછી જ રિયલ લાઈફ કપલ બન્યા અને હવે તેમની જિંદગીને વધારે સુંદર બનાવી રહી છે તેમની પ્રિન્સેસ તારા તબીથા.

ગુરદીપ કોહલી અને અર્જુન પૂંજ

gurdeep

સંજીવની સિરીયલ જેટલી ફેમસ હતી, તેનાથી વધારે તેમની આ ડોકટર જોડી પસંદ કરવામાં આવી હતી. આ રિયલ લાઈફ કપલની પાંચ વર્ષની પુત્રી મેહર પણ ઓછી ગ્લેમરસ નથી.

રોશની ચોપડા અને સિદ્ધાર્થ આનંદ કુમાર

roshni

રોશની ચોપરા ટીવીનું ફેમસ નામ છે અને તે ત્રણ વર્ષના કર્લી હેરવાળા ક્યુટ બેબીની યમ્મી મોમ પણ છે.

શબ્બીર આહલુવાલિયા અને કાંચી કૌલ

sabbir

આ કપલ ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી સ્વીટ કપલ્સમાંથી એક છે અને બંને બાળકો પણ તેમની જેમ ક્યુટ લાગી રહ્યા છે.

જૂહી પરમાર અને સચિન શ્રોફ

juhi

ટીવીની ફેવરેટ બહુમાંથી એક કુમકુમ એટલે કે જૂહી પરમાર અને તેમના એક્ટર પતિની જાન છે તેમની પુત્રી સમાયરા.

શરદ કેલકર અને કિર્તી ગાયકવાડ

sharad-kelkar

સ્માર્ટ ડેડી અને બ્યુટીફૂલ મોમની લવલી ગુડિયા પહેલાથી જ વધારે ક્યુટ છે.

વરુણ બડોલા અને રાજેશ્વરી સચદેવા

vraun-badola

સિંગર અને સ્ટાઇલીશ માતાનો પુત્ર વધારે ક્યુટ અને સ્ટાઇલિશ છે.

રોમિત રાજ અને ટીના કક્કડ

kakkar

ટીવી શો અદાલતમાં સ્માર્ટ વકીલ બનેલ આ એક્ટરની પુત્રી રેહા પણ તેમની જેમ અડોરેબલ છે અને પોતાના ડેડીની રાજ દુલારી છે.

બખ્તિયાર ઈરાની અને તનાઝ કરીમ

bakhtiyaar

સો મચ ઇન લવ કપલ બખ્તિયાર અને તનાઝના બે ક્યુટ બાળક છે ,જે ક્યુટનેસનો ઓવરડોઝ છે.

દલજીત કૌર અને શાલીન ભનોત

daljeet

ટીવીનું એક અન્ય સ્ટાર કપલ પરંતુ હવે તેઓ અલગ થઈ ચૂક્યા છે. જો કે, તેમના પુત્ર શારવની સ્માઈલ બહુ જ મસ્ત છે.

The post ક્યુટનેસની બાબતમાં Television સ્ટાર્સના બેબી કંઈ કમ નથી appeared first on Vishva Gujarat.

MOM Movie Review: શ્રીદેવીની દમદાર એક્ટિંગ દર્શકોનાં દિલને મોહી લેશે

0
0

MOM

'MOM' શ્રીદેવીની ૩૦૦ મી ફિલ્મ છે. શ્રીદેવીની કારકિર્દીનાં લગભગ પચાસ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. માતાના મજબુત રોલને ઘણા સમયથી ફિલ્મોમાં બતાવવામાં આવે છે. તો આવો જાણીએ ફિલ્મ 'મોમ' નાં રિવ્યુ વિશે....

ફિલ્મ 'મોમ' ની સ્ટોરી દેવકી (શ્રીદેવી) ની છે, જે એક શિક્ષક છે અને તેની પુત્રી આર્યા (સજલ અલી) પણ તેના ક્લાસમાં અભ્યાસ કરતી હોય છે. એક દિવસ મોહિત નામનો વિધાર્થી આર્યાને અશ્લીલ મેસેજ મોકલે છે. જેના કારણે દેવકી ક્લાસમાં મોહિતને સજા આપે છે. થોડા દિવસ પછી વેલેન્ટાઇન ડેની પાર્ટીમાં તે દંડનો બદલો લેવા માટે મોહિત તેના ફ્રેન્ડની સાથે આર્યાનું રેપ કરે છે અને તેને ગટરમાં લઈને ફેંકી છે. ફરિયાદ કરવા પર કોર્ટ કેસમાં મોહિતને નિર્દોષ જાહેર કરવામાં આવે છે પરંતુ માતા હોવાના કારણે આ દુષ્કર્મનો બદલો લેવા માટે દેવકી ડિટેક્ટીવ ડિકે (નવાજુદ્દીન સિદ્દીકી) ની મદદ લે છે. પોલીસ ઓફિસર ફ્રાન્સિસ (અક્ષય ખન્ના) પણ અલગ અવતારમાં જોવા મળે છે. ફિલ્મી સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે. તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરી નવી તો નથી પરંતુ તેને નવા રૂપ સાથે રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે ઘણું ક્રિસ્પ છે. ડિરેક્ટર રવિ ઉદયાવરનાં ડીરેક્શનની સાથે-સાથે સિનેમેટોગ્રાફી કમાલની છે. ફિલ્મનું મ્યુઝીક ઠીકઠાક છે. શ્રીદેવીની એક્ટિંગ શ્રેષ્ઠ છે. શ્રીદેવીએ માતા અને વાઈફનો રોલ ઘણી સારી રીતે પ્લે કર્યો છે. તેની સાથે-સાથે નવાજુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ પણ દમદાર છે. અક્ષય ખન્નાની ભૂમિકા ગજબ અને દિલચસ્પ છે.

ફિલ્મ જોવી કે નહિ?
શ્રીદેવીની દમદાર એક્ટિંગ માટે આ ફિલ્મ ચોક્કસ જોવી.

The post MOM Movie Review: શ્રીદેવીની દમદાર એક્ટિંગ દર્શકોનાં દિલને મોહી લેશે appeared first on Vishva Gujarat.

હલ્દીથી લઈને વેડિંગ રિસેપ્શન સુધી…. જુઓ Divyanka Tripathi નો કમ્પ્લીટ વેડિંગ આલ્બમ

0
0

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka1

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી જોડાયા છે. બંને ભોપાલમાં તેમણે લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka2

ભોપાલમાં દિવ્યાંકાની હલ્દીની રસમ કરવામાં આવી હતી. તે દરમિયાન તે પીળા લેંઘામાં સુંદર લાગી રહી હતી. હલ્દીની રસમમાં દિવ્યાંકાની ફેમીલીના સભ્ય અને તેના કેટલાક ફ્રેન્ડ્સ હાજર હતા અને તેમણે આ ફંક્શન ખૂબ એન્જોય કર્યું હતું.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka3

હલ્દી પછી મહેંદીની રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંકાએ પોતાના હાથમાં વિવેકના ચહેરાની ફોટાવાળી મહેંદી મૂકાવી હતી. તે જ દિવસે સંગીતનું ફંક્શન પણ હતું. સંગીત વખતે દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને તેમના કેટલાક ફ્રેન્ડસે ડાંસ કરી ખૂબ મસ્તી કરી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka4

લગ્ન પછી ૧૦ જુલાઈ ચંડીગઢમાં તેમનું રિસેપ્શન હતું. ત્યારબાદ ૧૪ જુલાઈએ મુંબઈમાં પણ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka5

મેરેજની પહેલા દિવ્યાંકા ત્રિપાઠીએ એક પ્રી-બ્રાઈડલ શૂટ કરાવ્યું હતું. આ શૂટમાં દિવ્યાંકા દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. આ ફોટોશૂટના કેટલાક ફોટા દિવ્યાંકાએ ફેસબુક પર શેર કર્યા હતા. સિલ્વર કલર આઉટફીટની સાથે ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી અને હાથમાં વાઈટ ફ્લાવર્સ લીધેલ દિવ્યાંકા વધારે સુંદર લાગી રહી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka6

દિવ્યંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થઇ ગયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા. આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થઇ ગયું હતું. જેને સાત વર્ષ બાદ સમાપ્ત કરી પોતાની લાઈફમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka7

વિવેક દહિયા અત્યારે ટીવી શો 'કવચ' માં કામ કરી રહ્યો છે તો દિવ્યાંકા ફેમસ ટીવી શો 'યે હે મોહબ્બતે'માં 'ઈશી માં' નો રોલ પ્લે કરી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ તેમના વેડિંગના કેટલાક ખાસ ફોટા........

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka8

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka9

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka10

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka11

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka12

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka13

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka14

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka15

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka16

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka17

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka18

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka19

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka20

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka21

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka22

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka23

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka24

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

 

Divyanka25

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka26

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka27

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka28

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka29

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka30

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka31

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka32

(source : The Wedding Story)

The post હલ્દીથી લઈને વેડિંગ રિસેપ્શન સુધી…. જુઓ Divyanka Tripathi નો કમ્પ્લીટ વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.


ફિલ્મ ‘A Gentleman’નાં નવા પોસ્ટરમાં જોવા મળ્યો સિદ્ધાર્થ-જેક્લીનનો બોલ્ડ અંદાજ

0
0

A Gentleman

સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીન ફર્નાડીઝની અપકમિંગ ફિલ્મ 'A Gentleman' નું નવું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પોસ્ટરમાં જેકલીન અને સિદ્ધાર્થ લિપલોક કરતા નજર આવી રહ્યા છે. આ બોલ્ડ પોસ્ટરને જોઈ તે સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં એક્શનની સાથે-સાથે રોમાંસનો તડકો પણ જોવા મળશે. ફિલ્મના આ બોલ્ડ પોસ્ટર પરથી તે સ્પષ્ટ થાય છે કે, ફિલ્મમાં સિદ્ધાર્થ અને જેક્લીનના ઘણા કિસિંગ સીન છે.

A Gentleman

ફર્સ્ટ ટાઈમ સ્ક્રીન પર સાથે નજર આવનાર સિદ્ધાર્થ અને જેક્લીનની રોમેન્ટિક કેમેસ્ટ્રી પહેલાથી ચર્ચામાં છે. હવે જોવું રહ્યું કે, ફિલ્મમાં સુંદર સુશીલ રિસ્કી અને કાયાનાં રોલમાં નજર આવનાર આ જોડી મોટા પડદા પર શું કમાલ કરે છે. તેની પહેલા રિલીઝ થયેલ પોસ્ટરમાં સિદ્ધાર્થ અને જેકલીન એક્શન લૂકમાં નજર આવ્યા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટ્વીટર પર પોસ્ટર શેર કરી સોમવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની માહિતી પણ આપી હતી. ફિલ્મમાં સિદ્ધાર્થની સિમ્પલ અને એક્શન બંને ઈમેજ એકસાથે જોવા મળશે જ્યારે જેકલીન નોટી ગર્લનાં રોલમાં જોવા મળશે. તાજેતરના ટોપલેસ ફોટોશૂટ માટે ચર્ચામાં આવેલ જેકલીન ફિલ્મમાં પણ બિકીની લૂકમાં નજર આવશે. મિયામી અને બેંકોકમાં શૂટ થયેલ આ ફિલ્મને કૃષ્ણ ડી.કે.અને રાજ નીદીમોરુએ ડીરેક્ટ કર્યું અને તેનું નિર્દેશન કર્યું છે ફોકસ સ્ટાર સ્ટુડિયોએ. આ ફિલ્મ ૨૫ ઓગસ્ટે રિલીઝ થશે.

The post ફિલ્મ ‘A Gentleman’ નાં નવા પોસ્ટરમાં જોવા મળ્યો સિદ્ધાર્થ-જેક્લીનનો બોલ્ડ અંદાજ appeared first on Vishva Gujarat.

તબિયત ખરાબ થવાના કારણે હોસ્પિટલમાં એડમિટ થયા Kapil Sharma

0
0

Kapil Sharma

Kapil Sharma ની અચાનક તબિયત ખરાબ થયા પછી તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જો કે, સ્વાસ્થ્યમાં સુધાર થયા પછી તે પાછા ઘરે આવી ચૂક્યા છે. Kapil Sharma ની ટીમના એક નજીકના સભ્યે આ વાતની માહિતી આપી છે. ગંભીર રૂપથી બીમાર થયા પછી કપિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લો બીપીના કારણે કપિલ શર્મા બીમાર થઇ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્માને તેમના 'ધ કપિલ શર્મા શો' માટે પહેલાથી નિર્ધારિત કાર્યક્રમ હેઠળ શાહરૂખ ખાનની સાથે તેમની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' માટે શૂટિંગ કરવાનું હતું. પરંતુ અચાનક બીમાર થવાના કારણે શાહરૂખની સાથે 'ધ કપિલ શર્મા' શો નું શૂટિંગ રદ કરવું પડ્યું હતું. જો કે, કપિલ શર્માને શું થયું છે તેની માહિતી સામે આવી નથી અને તેમને ક્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે વિશે પણ કોઈ માહિતી સામે આવી નથી.

ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

તમને જણાવી દઈએ કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ હશે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક આ નવા શોનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. પરંતુ હવે સુનીલ ગ્રોવર આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે.

The post તબિયત ખરાબ થવાના કારણે હોસ્પિટલમાં એડમિટ થયા Kapil Sharma appeared first on Vishva Gujarat.

આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું….

0
0

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka1

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. મેરેજ પછી દિવ્યાંકાએ મુંબઈમાં જ એક ૩ BHK નો ફ્લેટ ખરીધો હતો અને હવે તે તેના પતિ વિવેક સાથે ત્યાં રહે છે. દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka2

દિવ્યાંકાએ મેરેજ પછી મુંબઈમાં રહેવાનું મન બનાવ્યું હતું. તેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ ૧૨૬૦ સ્કવેર ફિટનું એક ઘર ખરીધું છે. આ ઘરનું ઈંટીરિયર વધારે સુંદર છે. આ સિવાય તેણે ઘરમાં ટ્રોફી રાખવા માટે અલગ જગ્યા બનાવી છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka3

દિવ્યાંકાના નવા ઘરની દિવાલો પર ગોલ્ડન કલરનુ પેન્ટ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ઘરનું ફર્નિચર પણ આલીશાન છે. એટલું જ નહિ ઘરનું સિલીગ પણ બહુ સુંદર છે. ઘરના એક ખૂણામાં સુંદર મંદિર પણ છે જેનું નકશીકામ પણ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka4

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળની સ્લાઈડમાં જુઓ દિવ્યાંકાના આલીશાન ઘરની ઝલક.....

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka5

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka6

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka7

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka8

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka9

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka10

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka11

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka12

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka13

The post આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું…. appeared first on Vishva Gujarat.

સલમાન ખાને કર્યું Judwaa 2 નું શૂટિંગ, વરુણે શેર કર્યો ફોટો

0
0

Judwaa 2

સલમાન ખાન શનિવારે Judwaa 2 ની ટીમ સાથે જોડાયા અને તેમણે ફિલ્મની સ્ટાર-કાસ્ટની શૂટિંગ કરી. તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં સલમાન મહેમાનની ભૂમિકામાં છે. ફિલ્મમાં વરુણ ધવન, તાપસી પન્નું અને જેકલીન ફર્નાડીઝ છે. વરુણે ફિલ્મના સેટ પરથી ફોટો શેર કર્યો છે, જેમાં પૂરી ટીમની સાથે સલમાન નજર આવી રહ્યા છે. વરુણે કેપ્શન આપ્યું છે: આજે મેં બાળપણનાં સુપરહીરો સલમાન ખાન સાથે શૂટિંગ કર્યું. ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ કરી રહ્યા છે. વરુણ તેની પહેલા તેમના પિતા ડેવિડની ફિલ્મ 'મેં તેરા હીરો' માં કામ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ૧૯૯૭ ની સલમાન-કરિશ્મા અને રંભા સ્ટારર જુડવાની સિક્વલ છે. ફિલ્મ ૨૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

જો કે, વર્ષ ૧૯૯૭ માં આવેલ ફિલ્મ 'જુડવા' માં અભિનેતા સલમાન ખાન ડબલ રોલમાં હતા જે જન્મતાની સાથે જ અલગ થઇ ગયા હતા. ફિલ્મ સંપૂર્ણ રીતે મનોરંજન અને મસાલાથી ભરપૂર છે. તે ફિલ્મમાં સલમાન ખાનની સાથે કરિશ્મા કપૂર અને રંભા લીડ એક્ટ્રેસ હતી. જો કે, 'જુડવા' ફિલ્મ વર્ષ ૧૯૯૪ માં આવેલ તેલુગુ ફિલ્મ 'હેલો બ્રધર' ની રીમેક હતી. જુડવાને ડેવિડ ધવને ડીરેકટ કરી હતી અને આ વખતે પણ 'જુડવા ૨' ના ડિરેક્ટર પણ ડેવિડ ધવન જ છે. ડેવિડ ધવને તેની પહેલા તેના પુત્ર વરુણ ધવનને ફિલ્મ 'મેં તેરા હીરો' માં ડિરેકટ કર્યા હતા. 'જુડવા ૨' ને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે. જુડવા ૨ ની રિલીઝ ડેટ ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ હશે.

The post સલમાન ખાને કર્યું Judwaa 2 નું શૂટિંગ, વરુણે શેર કર્યો ફોટો appeared first on Vishva Gujarat.

‘Saath Nibhana Saathiya’ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

0
0

Saath Nibhana Saathiya

'Saath Nibhana Saathiya' ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

tannya1

ફેમસ ટીવી સિરીયલ 'Saath Nibhana Saathiya' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

તાન્યા શર્મા

tannya2

તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

તાન્યા શર્મા

tannya3

તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

તાન્યા શર્મા

tannya4

બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

તાન્યા શર્મા

tannya5

તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

તાન્યા શર્મા

tannya6

સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

તાન્યા શર્મા

tannya7

તાન્યા શર્મા

tannya8

તાન્યા શર્મા

tannya9

તાન્યા શર્મા

tannya10

તાન્યા શર્મા

tannya11

 

The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images