Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

$
0
0

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 1

મિકી વાયરસ અને નામ શબાના જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અલી અવરામે એક ફોટોશૂટ કરાવ્યું છે.

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 2

ફોટોશૂટની થીમ પ્લે ઈટ પોપ છે. અલી અવરામે ફોટોશૂટની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર શેર કરી છે. ૨૬ વર્ષની અલી અવરામ સ્વીડનના સ્ટોકહોમથી છે. ફિલ્મોના સિવાય એલી અવરામ બીગ બોસમાં જોવા મળી છે.

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 3

ઉલ્લેખનીય છે કે, એલી અવરામ એક ગ્રીક સ્વીડિશ અભિનેત્રી છે. એલી અવરામ વર્ષ ૨૦૧૩ માં આવેલી ફિલ્મ મિકી વાયરસથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. એલી અવરામના પિતા જાનિસ આવ્રમિડીસ એક ગ્રીક સંગીતકાર છે, તેમણી માતા ગ્રીકની વેટરન એભિનેત્રી મારિયા ગ્રાલંડ છે. એલી અવરામને બાળપણથી ઇન્ડિયા ઘણું પસંદ હતું, તેમણી બાળપણથી ઇચ્છા હતી બોલીવુડ અભિનેત્રી બનવાની હતી. એલી અવરામની બેલે ડાન્સની કુશળતા છે.

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 4

કારકિર્દી : એલી અવરામે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત સ્વીડનથી કરી દીધી હતી. એલી અવરામની પોતાની પ્રથમ સ્વીડિશ ફિલ્મ ક્રાઈમ રોમાંસ ડ્રામા હતી. એલી અવરામે બાળપણથી બોલીવુડ અભિનેત્રી બનવાની ઈચ્છા હતી એટલા માટે સ્વીડન છોડીને વર્ષ ૨૦૧૨ માં ઇન્ડિયા શિફ્ટ થઈ ગઈ હતી. એલી અવરામે વિદેશી હોવાના કારણે ઇન્ડિયામાં રહેવા માટે એક મોડલિંગ એજન્સીની સાથે મોડલિંગનો કોન્ટ્રાક્ટ કરવો પડ્યો હતો. એલી અવરામે પોતાનું પ્રથમ જાહેરાત એવરેડી બેટરીઝ અક્ષય કુમારની સાથે કરી હતી. એલી અવરામને બોલીવુડમાં પ્રથમ બ્રેક સૌરભ વર્માની કોમેડી થ્રિલર ફિલ્મ ‘મિકી વાયરસ’ થી મળ્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. તેમ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર કંઇક ખાસ ધમાલ મચાવી શકી નહોતી.

એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 5

ટીવી કારકિર્દી : બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા એલી અવરામ કલર્સના રિયાલીટી શો બીગ બોશમાં જોવા મળી હતી. બીગ બોશમાં એલી અવરામની નિર્દોષતાએ બધાનું દિલ જીતી લીધા હતા. આ શોમાં સલમાન ખાનની નજર એલી અવરામ પર પડી હતી. એલી અવરામ સલમાન ખાનની નજીકના મિત્રોમાં ગણવામાં આવે છે, તેના પછી ટીકાકારોએ એલી અવરામને કેટરીના કૈફની ડુપ્લિકેટ કહેવાનું શરૂ કરી દીધું હતું.

The post એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


બોલિવુડના દબંગ Salman Khan એ ઘટાડ્યું ૧૮ કિલો વજન

$
0
0

Salman Khan Lost 18 Kg Weight For Film Tiger Zinda Hai

Salman Khan એ ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ. હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ માટે તૈયાર છે.

સલમાન ઓસ્ટ્રીયામાં ૧૫ માર્ચથી ફિલ્મનું શૂટિંગ શરુ કરશે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. સલમાનને રેમો ડિસોઝાની ડાંસ ફિલ્મ માટે પણ ફિટ બોડીની જરૂરિયાત છે. વજન ઘટાડ્યા પછી સલમાન ખાનનું લૂક એકદમ બદલાઈ ગયું છે.

બોલિવુડના દબંગ સલમાન ખાન બોક્સ ઓફિસના સુલતાન બન્યા પછી તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની શૂટિંગમાં વ્યસ્ત હતા. જો કે, હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ત્યારબાદ સલમાન ખાન ટાઈગરજિંદા હે ફિલ્મ કરશે. ટ્યુબલાઈટ અને ટાઇગર જિંદા હે બંને ફિલ્મો આ વર્ષે ઈદ અને ક્રીસમસ પર રિલીઝ થશે. તેમન આવતા વર્ષની ઈદ પણ સલમાનના નામે થઇ ગઈ છે. સલમાનની ફિલ્મ 'કિક' ની સિકવલ નું શૂટિંગ ૨૦૧૮ માં શરુ થશે.

'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે.

The post બોલિવુડના દબંગ Salman Khan એ ઘટાડ્યું ૧૮ કિલો વજન appeared first on Vishva Gujarat.

Aishwarya Rai Bachchan ના પિતાની હાલત નાજુક, ICU માં દાખલ

$
0
0

લગભગ બે અઠવાડિયાથી મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ ફિલ્મ અભિનેત્રી Aishwarya Rai Bachchan ના પિતા કૃષ્ણરાજ રાયની હાલત નાજુક છે અને તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં ડૉકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, કૃષ્ણરાજ રાય ઘણા સમયથી કેન્સરથી પીડિત છે અને આ કારણે તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને બહુ જલ્દી ઘરે જવાની રજા મળવાની હતી પરંતુ અચાનક તેમની તબિયત બગડી અને હોસ્પિટલના સૂત્રો મુજબ, તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

અભિષેક બચ્ચન પણ મુંબઈ પરત આવી તેમના સસરાની તબિયતની જાણ લેવા માટે હોસ્પિટલ પહોચ્યા હતા
Aishwarya Rai Bachchan's Father Not Wel1

પિતાની દેખરેખ માટે એશ્વર્યા સતત હોસ્પિટલમાં હાજર રહી હતી જ્યારે અમેરિકા ગયેલ અભિષેક બચ્ચન પણ મુંબઈ પરત આવી ડાયરેક્ટ તેમના સસરાની તબિયતની જાણ લેવા માટે હોસ્પિટલ પહોચ્યા હતા. તે દરમિયાન એશ્વર્યાના મેનેજરે જણાવ્યું કે, કૃષ્ણરાજ રાય લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. અત્યારે તેમની હાલત નાજુક છે તેનાથી વધારે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.

તમને જણાવી દઈએ કે, કૃષ્ણરાજ રાયને ગયા વર્ષે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ એશ દુબઈમાં અભિષેક અને પુત્રી આરાધ્યાની સાથે ન્યૂયર સેલિબ્રેટ કરી રહી હતી જેને છોડી તે તુરંત મુંબઈ પહોચી હતી. ઉલ્લેખનીય છે કે, બુધવારે મોડી રાત્રે અમિતાભ બચ્ચન મુંબઈની લીલાવતી હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. અમિતાભ એશ્વર્યાના પિતાની તબિયત પૂછવા માટે ગયા હતા.

 

The post Aishwarya Rai Bachchan ના પિતાની હાલત નાજુક, ICU માં દાખલ appeared first on Vishva Gujarat.

સની લિયોનને લઈને Ram Gopal Varma એ કરી વિવાદિત ટ્વીટ, નોંધાયો કેસ

$
0
0

FIR Against Ram Gopal Varma Over His Sunny Leone Tweet

બોલિવુડના ફેમસ ફિલ્મ ડિરેક્ટર Ram Gopal Varma એ બુધવારે વુમન્સ ડેના અવસર પર ઘણા વિવાદિત ટ્વીટ કર્યા છે. તેમની આ ટ્વીટસમાં એક ટ્વીટ એવી પણ કરી હતી કે, હું ઈચ્છું છુ કે દુનિયાની દરેક મહિલાઓ પુરુષોને તેટલી ખુશી આપે જેટલી સની લિયોન આપે છે. તેમની આ ટ્વીટ પછી ગોવામાં તેમની વિરુધ્ધ કેસ દાખલ થયો છે. આ કેસ મહિલા કાર્યકર વિશાખા મહામ્બરે દાખલ કર્યો છે.

રામગોપાલ વર્માની આ ટ્વીટ પછી લોકોએ ટ્વીટર પર ખૂબ ગુસ્સો નીકાળ્યો હતો. લોકોની પ્રતિક્રિયા પર તેમને તેમના ટ્વીટર પર સ્પષ્ટતા કરવી પડી હતી. ત્યારબાદ તેમણે ટ્વીટ કરી લખ્યું કે, મારી ટ્વીટ વિશે ઘણી ખોટી વાત કહેવામાં આવી રહી છે જે હિપોક્રેસી બતાવે છે. તેની (સની) પાસે બીજી મહિલાઓની તુલનામાં વધારે ઈમાનદારી અને સેલ્ફ રીસ્પેક્ટ છે. ત્યારબાદ ટ્વીટ કરી રામગોપાલ વર્માએ કહ્યું કે, સનીના હજારો ફેન તેની સુંદરતાના કારણે નહિ પરંતુ તે તેમની મહાનતાના કારણે છે જે તેને બધાથી અલગ કરે છે.

તેની પહેલા પણ રામગોપાલ વર્મા એવી ઘણી ટ્વીટ કરી જે મહિલા વિરોધી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, શું એટલા માટે પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવતી નથી કારણ કે, બધા દિવસો પુરુષો માટે હોય છે અને મહિલાઓ માટે ફક્ત એક જ દિવસ હોય છે. રામ ગોપાલ વર્માએ તેની સાથે મહિલાઓને એવું પણ કહ્યું કે, તેમણે આ દિવસે ઓછો ગુસ્સો તેમજ બૂમો પાડવી જોઈએ અને પુરુષોને આઝાદી આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે, રામગોપાલ વર્મા અત્યારે અમિતાભ બચન સ્ટારર ફિલ્મ 'સરકાર ૩' ની તૈયારીઓમાં વ્યસ્ત છે.

The post સની લિયોનને લઈને Ram Gopal Varma એ કરી વિવાદિત ટ્વીટ, નોંધાયો કેસ appeared first on Vishva Gujarat.

Bipasha Basu પાસે નથી કોઈ કામ, તેની મદદ કરશે બોલિવુડના દબંગ ખાન

$
0
0

Bipasha Basu to go on dance tour with Salman Khan

છેલ્લા કેટલાક દિવસથી Bipasha Basu ખોટા કારણોસર ચર્ચામાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, લંડનમાં એક શો દરમિયાન બિપાશાએ નખરા બતાવ્યા અને શો કરવાથી ઇનકાર કરી દીધો હતો. જો કે, બિપાશાએ આ ખબરોનું ખંડન કર્યું છે અને ટ્વીટર પર શો ના ઓર્ગેનાઇઝર્સને ખરી-ખોટી પણ સંભળાવી હતી.

એક ખાનગી સમાચાર પત્ર મુજબ, બિપાશા બાસુ સલમાન ખાનની સાથે ડાંસ ટૂર પર તેમની સાથે જશે. વાસ્તવમાં બિપાશાની કારકીર્દી કંઈ ખાસ ચાલી રહી નથી. તેમની પાસે અત્યારે કોઈ ફિલ્મ નથી. આ કારણે પરેશાન થઇ બિપાશાએ તેના ફ્રેન્ડ સલમાન ખાન પાસે મદદ માંગી છે.

સલમાન ખાન કેટલા ઉદાર છે તે વિશે તો બધા જાણે છે. તેમણે બિપાશાને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયામાં થનાર ડાંસ ટૂરમાં બિપાશાને સાથે લઇ જવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, આ ટૂરમાં સોનાક્ષી સિન્હા, ડેઝી શાહ, એલી અવરામ, રેપર બાદશાહ અને હોસ્ટ મનીષ પોલ પણ જશે.

જો ફિલ્મોની વાત કરીએ તો બોલિવુડના દબંગ સલમાન ખાન બોક્સ ઓફિસના સુલતાન બન્યા પછી તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની શૂટિંગમાં વ્યસ્ત હતા. જો કે, હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ત્યારબાદ સલમાન ખાન ટાઈગરજિંદા હે ફિલ્મ કરશે. ટ્યુબલાઈટ અને ટાઇગર જિંદા હે બંને ફિલ્મો આ વર્ષે ઈદ અને ક્રીસમસ પર રિલીઝ થશે. તેમજ આવતા વર્ષની ઈદ પણ સલમાનના નામે થઇ ગઈ છે. સલમાનની ફિલ્મ 'કિક' ની સિકવલ નું શૂટિંગ ૨૦૧૮ માં શરુ થશે.

The post Bipasha Basu પાસે નથી કોઈ કામ, તેની મદદ કરશે બોલિવુડના દબંગ ખાન appeared first on Vishva Gujarat.

હવે Salman Khan લઈને આવી રહ્યા છે ‘Being Smart’મોબાઈલ

$
0
0

Salman Khan to launch 'Being Smart' smartphones

પોતાની અપકમિંગ બ્લોકબસ્ટર માટે Salman Khan એકવાર ફરીથી નાની સ્ક્રીન પર મોટો દાવ લગાવી રહ્યા છે. આ વખતે તેઓ કોઈ રિયાલીટી શો ને જજ કરશે નહિ અને ના કોઈ શો ને હોસ્ટ કરશે. પરંતુ હવે આ વખતે એવી ખબર સામે આવી છે કે, બોલીવુડના દબંગ ખાન હવે ગેજેટ્સની દુનિયામાં હાથ અજમાવવાનો નિર્ણય કર્યો છે.

સલમાન ખાન બહુ જલ્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અલગ એક નવી દુનિયામાં જોવા મળશે. જી હાં, તેમનું આગામી પગલું છે સ્માર્ટફોન બનાવવાનું. સલમાન ખાને બોલિવુડમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે પરંતુ તેની સફળતા સાથે તે બિઝનેસ વધારવા પર પણ ધ્યાન આપી રહ્યા છે. સલમાન તેમના સ્માર્ટફોન ઉદ્યોગ માટે મોટા રોકાણકારો સાથે ડીલ કરવાની તૈયારીમાં જોડાયા છે. જેમાં શેર હોલ્ડર અથવા તો તેમનો પરિવાર અથવા તે પોતે રહેશે. સલમાનના એક્ઝીક્યુટીવે જણાવ્યું કે, મોબાઈલ માર્કેટમાં ઉતરવા માટે તેઓ છેલ્લા બે વર્ષથી વિચારી રહ્યા હતા.

બીઈંગ હ્યુમનના બ્રાંડ માલિક બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને મિડલ માર્કેટ સેગમેન્ટમાં પોતાના સ્માર્ટફોન માટે બીઈંગ સ્માર્ટ ટ્રેડમાર્કને રજીસ્ટર કરાવ્યું છે. તેમણે ચીની કંપની અને શરૂઆતી ફોનના મોડલ્સ પણ સિલેક્ટ કરી લીધા છે જે એન્ડ્રોઇડ પર ચાલશે અને ૨૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતમાં આવશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફોન ઓનલાઈન સેલ દ્ધારા મળશે. ત્યારબાદ તેની રિટેલચેન સાથે ભાગીદારી હશે. એવી પણ ખબર છે કે, બીઈંગસ્માર્ટ ફોન ચીની કંપનીઓના ફોનને ટક્કર આપશે.

The post હવે Salman Khan લઈને આવી રહ્યા છે ‘Being Smart’ મોબાઈલ appeared first on Vishva Gujarat.

શરુ થયું ‘Golmaal Again’નું શૂટિંગ, જોવા મળશે ડબલ ધમાલ

$
0
0

Shooting for Rohit Shetty's 'Golmaal Again' begins

Golmaal સીરીઝની અપકમિંગ ફિલ્મ 'ગોલમાલ અગેન' નું શૂટિંગ શરુ થઇ ગયું છે. આ ફિલ્મ ગોલમાલ સીરીઝની ચોથી ફિલ્મ હશે. રોહિત શેટ્ટીના ડીરેક્શનમાં બની રહેલ આ ફિલ્મમાં અજય દેવગન, પરિણીતી ચોપડા, તબ્બુ, અરશદ વારસી, તુષાર કપૂર, કૃણાલ ખેમુ, શ્રેયસ તલપડે, નીલ નીતિન મુકેશ, સંજય મિશ્રા અને જોની લીવર જેવા દિગ્ગજ મેઈન રોલમાં છે.

ઊલ્લેખનીય છે કે, ગોલમાલ અગેનની એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગોલમાલ ૧,૨,૩ પછી ૪ નું શૂટિંગ આજથી શરુ થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે, આ સીરીઝની બધી ફિલ્મો બોક્સઓફિસ પર સુપરહિટ રહી છે. ગોલમાલ સીરીઝની પ્રથમ ત્રણ ફિલ્મો નું ડિરેકશન કરનાર રોહિત શેટ્ટીની આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગોલમાલ સીરીઝની આ ફર્સ્ટ ફિલ્મમાં અભિનેત્રી રિમી સેન મેઈન રોલમાં જોવા મળી હતી. બીજી તરફ, બીજી અને ત્રીજી સીરીઝમાં કરીના કપૂર ખાન ફિમેલ લીડમાં હતી. હવે આ સીરીઝમાં તમને અભિનેત્રી પરિણીતી ચોપડા તમને હસાવતી નજર આવશે. અભિનેતા અજય દેવગણે પરિણીતિનું પરિવારમાં સ્વાગત કરતા ટ્વીટ કરી હતી કે, ગોલમાલના પાગલ પરિવારમાં તમારું સ્વાગત છે. સીરીઝની ફર્સ્ટ ફિલ્મ ૨૦૦૬ માં આવી હતી, બીજી ફિલ્મ ૨૦૦૮ માં આવી હતી અને ત્રીજી ફિલ્મ ૨૦૧૦ માં આવી હતી.

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હીટ કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરીઝની ચોથી ફિલ્મમાં અભિનય કરતા નજર આવશે નહિ. જો કે, નિર્દેશક રોહિત શેટ્ટીએ પુષ્ટિ કરી છે કે, સીરીઝની પહેલી બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીના 'ગોલમાલ ૪' ના એક ખાસ સોંગમાં નજર આવશે.

The post શરુ થયું ‘Golmaal Again’ નું શૂટિંગ, જોવા મળશે ડબલ ધમાલ appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

$
0
0

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 1

બોલીવુડ અભિનેત્રી સની લિયોને આજ કાલ દરેક બોલીવુડના ચાહકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. સની લિયોન પોતાના Instagram એકાઉન્ટ પર ઘણી વખત એક્ટીવ જોવા મળે છે. સની લિયોન પોતાના Instagram પર પોતાના ફોટોસ અપલોડ કરતી રહી છે. તો આવો જોઈએ તેમના Instagram ફોટોસ....

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 2

ઉલ્લેખનીય છે કે, પોર્નસ્ટારથી બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી Sunny Leone અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. તેવા સમયે જાણો સની લિયોનની કેટલીક અંગત વાતો..

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 3

૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું.જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે.

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 4

માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,૦૦,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 5

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું. ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ -૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી.તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે. શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું.

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 6

સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી. સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે. સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.

અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

instagram pics of bollywood actress sunny leone 7

The post જુઓ….બોલીવુડ અભિનેત્રી સની લિયોનના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.


રામ ગોપાલ વર્માની ટ્વીટ પર ભડકી Sunny Leone, આપ્યો કરારો જવાબ

$
0
0

Sunny Leone Befitting Reply to Ram Gopal Verma Over Tweet

બોલિવુડ એક્ટ્રેસ Sunny Leone પર ફિલ્મ નિર્દેશક રામગોપાલ વર્માને ટ્વીટ કરવી ભારે પડી છે. રામગોપાલ વર્માએ જેવી સની લિયોન પર ટ્વીટ કરી તેમને બધી તરફથી પ્રતિક્રિયા મળવા લાગી હતી. તો બીજી તરફ સની લિયોને પણ આ નિવેદન પર ટ્વીટના માધ્યમથી પ્રતિક્રિયા આપી છે. ભારતીય સિનેમા ઇન્ડસ્ટ્રી સહિત દેશના અલગ-અલગ ભાગો અને હસ્તીઓના નિશાન પર આવ્યા પછી રામુએ કહ્યું કે, તે માત્ર તેમની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા હતા. અને તેમણે તેમની ટ્વીટ માટે માફી માંગી હતી.

ઉલ્લેખનીય છે કે,બોલિવુડના ફેમસ ફિલ્મ ડિરેક્ટર રામગોપાલ વર્માએ બુધવારે વુમન્સ ડેના અવસર પર ઘણા વિવાદિત ટ્વીટ કર્યા છે. તેમની આ ટ્વીટસમાં એક ટ્વીટ એવી પણ કરી હતી કે, હું ઈચ્છું છુ કે દુનિયાની દરેક મહિલાઓ પુરુષોને તેટલી ખુશી આપે જેટલી સની લિયોન આપે છે. તેમની આ ટ્વીટ પછી ગોવામાં તેમની વિરુધ્ધ કેસ દાખલ થયો છે. આ કેસ મહિલા કાર્યકર વિશાખા મહામ્બરે દાખલ કર્યો છે.

રામગોપાલ વર્માની આ ટ્વીટ પછી લોકોએ ટ્વીટર પર ખૂબ ગુસ્સો નીકાળ્યો હતો. લોકોની પ્રતિક્રિયા પર તેમને તેમના ટ્વીટર પર સ્પષ્ટતા કરવી પડી હતી. ત્યારબાદ તેમણે ટ્વીટ કરી લખ્યું કે, મારી ટ્વીટ વિશે ઘણી ખોટી વાત કહેવામાં આવી રહી છે જે હિપોક્રેસી બતાવે છે. તેની (સની) પાસે બીજી મહિલાઓની તુલનામાં વધારે ઈમાનદારી અને સેલ્ફ રીસ્પેક્ટ છે. ત્યારબાદ ટ્વીટ કરી રામગોપાલ વર્માએ કહ્યું કે, સનીના હજારો ફેન તેની સુંદરતાના કારણે નહિ પરંતુ તે તેમની મહાનતાના કારણે છે જે તેને બધાથી અલગ કરે છે.

તેની પહેલા પણ રામગોપાલ વર્મા એવી ઘણી ટ્વીટ કરી જે મહિલા વિરોધી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે, શું એટલા માટે પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવતી નથી કારણ કે, બધા દિવસો પુરુષો માટે હોય છે અને મહિલાઓ માટે ફક્ત એક જ દિવસ હોય છે. રામ ગોપાલ વર્માએ તેની સાથે મહિલાઓને એવું પણ કહ્યું હતું કે, તેમણે આ દિવસે ઓછો ગુસ્સો તેમજ બૂમો પાડવી જોઈએ અને પુરુષોને આઝાદી આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે, રામગોપાલ વર્મા અત્યારે અમિતાભ બચન સ્ટારર ફિલ્મ 'સરકાર ૩' ની તૈયારીઓમાં વ્યસ્ત છે.

The post રામ ગોપાલ વર્માની ટ્વીટ પર ભડકી Sunny Leone, આપ્યો કરારો જવાબ appeared first on Vishva Gujarat.

Movie Review: Badrinath Ki Dulhania કોમેડી એંગલથી બેસ્ટ ફિલ્મ, સ્ટોરીમાં દમ નહીં

$
0
0

Badrinath Ki Dulhania

ડિરેક્ટર શશાંક ખેતાનની એન્ટરટેનિંગ વેડિંગ ડ્રામા ફિલ્મ 'Badrinath Ki Dulhania' આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઈ છે. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' ની સિકવલ ફિલ્મ છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે...

ફિલ્મની સ્ટોરી બદ્રીનાથ એટલે કે, વરુણ ધવનની છે. જે ઝાંસીમાં ફેમિલીની સાથે રહે છે. બદ્રીનાથના મોટા ભાઈના મેરેજ જબરદસ્તીથી કરાવવામાં આવે છે પરંતુ બદ્રી તેને ગમે એવી યુવતી જોડે મેરેજ કરવા માંગે છે. તે દરમિયાન બદ્રી તેના ફ્રેન્ડના મેરેજમાં સામેલ થવા માટે કોટા જાય છે. જ્યા તેની મુલાકાત વૈદેહી એટલે કે, આલિયા ભટ્ટ સાથે થાય છે. બદ્રી વૈદેહી સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ વૈદેહી બદ્રી સાથે મેરેજ કરવા માંગતી નથી. કારણકે તેના અમુક ગોલ હોય છે. તે દરમિયાન જ્યારે વૈદેહીની મોટી બહેનના મેરેજ થાય છે તો તે સેક્રીફાઈઝ કરવા માટે તૈયાર થઇ જાય છે. પરંતુ મેરેજના દિવસે તે ઘરમાંથી ભાગી જાય છે. શું બદ્રીને તેની દુલ્હનિયા મળી શકશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

શશાંક ખેતાનનું ડિરેકશન સારું છે. ફિલ્મની સ્ટોરી પણ અલગ છે. સ્ટોરી અને તેના ફલોને થોડું હજુ વધારે રોચક બનાવી શકાત. જો એક્ટિંગની વાત કરીએ તો વરુણ ધવન અને આલિયા ભટ્ટની એક્ટિંગ સારી છે. ફિલ્મના અન્ય કિરદારોએ પણ સારી એક્ટિંગ કરી છે. ફિલ્મનું ટાઈટલ સોંગ અને 'તમ્મા તમ્મા' પહેલાથી લોકોમાં હોટ ફેવરેટ છે. ફિલ્મના અન્ય સોંગ પણ સારા છે.

ફિલ્મ જોવી કે નહિ?
ફિલ્મની સ્ટોરીમાં કંઈ નવું નથી પરંતુ ફિલ્મ લોકોને એન્ટરટેન કરે છે. જો તમે આલિયા અને વરુણ ધવનના ફેન છો તો આ ફિલ્મ તમને જરૂર ગમશે.

The post Movie Review: Badrinath Ki Dulhania કોમેડી એંગલથી બેસ્ટ ફિલ્મ, સ્ટોરીમાં દમ નહીં appeared first on Vishva Gujarat.

Finally, રેમ્પ વોક નહિ કરવા પાછળ Bipasha Basu એ આપ્યો આ જવાબ!

$
0
0

Bipasha Basu Reveals The Truth about London Fashion Show

બોલિવુડ એક્ટ્રેસ Bipasha Basu પર આરોપ છે કે, તેને લંડનમાં આયોજિત એક ફેશન શો માં રેમ્પ પર આવવાનો ઇનકાર કરી દીધો હતો. આયોજકોનું કહેવું છે કે, તેણે ફીસ લીધી હોવા છતાં રેમ્પ પર આવી નહિ. જેના કારણે એક મોટો વિવાદ શરુ થઇ ગયો છે. જો કે, બિપાશાએ આ ખબરોનું ખંડન કર્યું છે અને ટ્વીટર પર શો ના ઓર્ગેનાઇઝર્સને ખરી-ખોટી પણ સંભળાવી હતી.

આ વિવાદ પર બિપાશા બાસુએ ચુપ્પી તોડી છે. બિપાશાએ કહ્યું કે,લંડનમાં તાજેતરમાં થયેલ ફેશન ઇવેન્ટમાં મારા વિશે વધારે ચર્ચા કરવામાં આવી છે. જો કે, હું કોઈ અન્યની દેખા-દેખીમાં મારું સ્તર નીચે લાવવા માંગતી નથી પરંતુ બધાની સામે હકીકત શું છે તે લાવવું પણ જરૂરી છે. પ્રોફેશનલ લાઈનમાં કંઈકને કંઈક અડચણ આવતી રહે છે પરંતુ મેં આ વાતોને ક્યારેય છુપાવી નથી. લંડનવાળા કેસમાં મને તે જાણી હેરાની થઇ રહી છે કે, આયોજક પોતાને પીડિત જણાવી રહ્યા છે અને ઘણી જગ્યાઓ પર મીડિયા પણ તેમનો પક્ષ લઇ રહ્યો છે. બિપાશાએ કહ્યું કે, હું સ્પષ્ટતા કરવા માંગુ છુ કે, રેમ્પ વોક કરવા માટે કેટલીક શરતો સાથે ડીલ થઇ હતી પરંતુ ત્યાં પહોચ્યા પછી ખબર પડી કે, આયોજકોએ તે શરતો પૂર્ણ કરી નથી.

ઉલ્લેખનીય છે કે, ઇવેન્ટ ઓર્ગેનાઈઝર રોનિત શર્માએ ફેસબુક પર એક પોસ્ટ કરતા લખ્યું હતું કે, બિપાશા પર ગંભીર આરોપ છે કે, બિપાશાને બ્રિટીશ, ઇન્ડિયા અને પાકિસ્તાની થીમની ફેશન ઇવેન્ટ માટે બોલાવામાં આવી હતી અને આ ઇવેન્ટ દરમિયાન તે આ શો ની શો સ્ટોપર હતી. પરંતુ લાસ્ટ મુમેન્ટ પર બિપાશાએ શો પર આવવાનો ઇનકાર કરી દીધો અને તે તેના પતિ કરણની સાથે ફરવા નીકળી ગઈ હતી.

આ કેસ હવે ગંભીર રૂપ લઇ ચૂક્યું છે. કારણકે આ શોના ઓર્ગેનાઈઝર્સે બિપાશાને મેનેજ કરનાર કંપની કવાનને ૪૮ કલાકમાં તેનો ઉત્તર આપવાનું કહ્યું હતું. ઓર્ગેનાઈઝર્સે દાવો કર્યો હતો કે, તેમની પાસે પૂરતા પુરાવા છે જેથી બિપાશા પર કેસ કરી શકાય. તો બીજી તરફ બિપાશા શો ના ઓર્ગેનાઈઝર્સ વિશે કંઈક બીજી વાત કરતા નજર આવ્યા હતા બિપાશાએ ઓર્ગેનાઈઝર્સ પર આરોપ લગાવતા કહ્યું કે, ત્યાં પહોચ્યા પછી તેને ખબર પડી કે, તેમને રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને તેમને પૈસા આપી ત્યાં રહેવું પડ્યું હતું.

The post Finally, રેમ્પ વોક નહિ કરવા પાછળ Bipasha Basu એ આપ્યો આ જવાબ! appeared first on Vishva Gujarat.

‘Housefull 4’થી ધમાકેદાર વાપસી કરી રહ્યા છે Sajid Nadiadwala

$
0
0

Sajid Nadiadwala Making Comeback From Housefull 4

કોરિયોગ્રાફરથી નિર્દેશક બનેલ ફરાહ ખાને તેના ભાઈ સાજીદ ખાનની સ્થિર કારકિર્દી ફરીથી ટ્રેક પર લાવી દીધી છે. ફરાહ ખાને શાંતિદૂત બની સાજિદ નડિયાદવાલા અને સાજીદ ખાન વચ્ચેના મતભેદોને ઉકેલી દીધા છે. હવે ત્રણ વર્ષ પછી સાજીદ ખાન કમ બેક કરવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મનું નામ છે હાઉસફુલ ૪. તે હાઉસફુલ સીરીઝની ચોથી ફિલ્મ છે. સાજીદે તેમની નિર્દેશકીય કારકિર્દી સાજિદ નડિયાદવાલાની સાથે શરુ કરી હતી.

હાઉસફુલ સીરીઝની બે ફિલ્મો સાજીદ ખાને નિર્દેશિત કરી હતી અને હાઉસફુલ૩ નું નિર્દેશન સાજીદ-ફરાહે કર્યું હતું. હવે હાઉસફુલ ૪ નું નિર્દેશન સાજીદ ખાન અને સાજીદ નડિયાદવાલા કરશે. વર્ષ ૨૦૧૮ માં સાજીદ હાઉસફુલ ૪ નું કામ શરુ કરશે.

સાજીદ ખાને નિર્દેશક તરીકે હે બેબી, હાઉસફુલ અને હાઉસફુલ ૨ બનાવી હતી
નડિયાદવાલાની નિર્માણ સંસ્થા 'નડિયાદવાલા ગ્રાંડસન' માટે સાજીદ ખાને નિર્દેશક તરીકે હે બેબી, હાઉસફુલ અને હાઉસફુલ ૨ બનાવી હતી. આ ફિલ્મોની સતત સફળતા પછી સાજીદ ખાને પોતાના નિર્દેશનને આપતા સાજીદ નડિયાદવાલાને કેટલીક શરતો પર આગામી ફિલ્મ બનાવવાની વાત કહી હતી. બસ ત્યારથી જ આ બંનેની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

ખાસ વાત એ છે કે, સાજીદ સાથે મતભેદો હોવા છતાં ફરાહ ખાનના સંબંધ નડિયાદવાલાની સાથે સારા હતા. ફરાહની આ પહેલ પછી સાજીદ ખાને પણ તેમની ભૂલ સ્વીકારી લીધી છે અને જૂના મિત્રો સાજીદ ખાન અને સાજીદ નડિયાદવાલા ફરીથી ફ્રેન્ડ બની ગયા છે.

The post ‘Housefull 4’ થી ધમાકેદાર વાપસી કરી રહ્યા છે Sajid Nadiadwala appeared first on Vishva Gujarat.

.. તો અહીં હનીમૂન એન્જોય કરી રહી છે ઇશ્કબાઝની ટીયા ઉર્ફે ‘Navina Bole’

$
0
0

Ishqbaaz Actress Navina Bole Enjoying Honeymoon in Thailand

સિરીયલ 'ઇશ્કબાઝ' માં આજકાલ ઓબેરોય ખાનદાનમાં ટીયા ઉર્ફે Navina Bole તેની બહેનો સાથે એક પછી એક મુસીબત ઉભી કરી રહી છે. એક તરફ સિરીયલમાં તેણે અનીકાનું જીવવું મુશ્કેલ કરી દીધું છે તો બીજી તરફ, ટીયાની રિયલ લાઈફમાં ખુશીઓએ દસ્તક આપી દીધી છે. જી હાં, ટીયાનો રોલ પ્લે કરનાર નવીનાએ તેના બોયફ્રેન્ડ કરણજીત સાથે મેરેજ કરી નવી જિંદગીની શરુઆત કરી છે.

Ishqbaaz Actress Navina Bole Enjoying Honeymoon in Thailand1

નવીનાએ ૪ માર્ચે તેના બોયફ્રેન્ડ કરણજીત સાથે મેરેજ કર્યા હતા
નવીનાએ ૪ માર્ચે તેના બોયફ્રેન્ડ કરણજીત સાથે મરાઠી અને પંજાબી રીત-રીવાજથી મેરેજ કર્યા હતા. મેરેજ પછી એક રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવી હતી જેમાં ઈશ્કબાઝની આખી ટીમ હાજર રહી હતી. નવીના અને કરણજીતના મેરેજ લોખંડવાલામાં થયા હતા. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ સુધી મેરેજની રસમ ચાલી હતી. સંગીત અને હલ્દી સેરેમની દરમિયાન નવીનાના ફેમિલી મેમ્બર્સ જ હાજર હતા. તો બીજી તરફ મેરેજમાં જીયા માણેક પણ નજર આવી હતી.

ઇશ્કબાઝની ટીયા ઉર્ફે નવીન બોલેથાઈલેન્ડમાં એન્જોય કરી રહી છે હનીમૂન
હવે નવીના મેરેજ પછી હનીમૂન પર ગઈ છે. નવીના ફેંસ તેની દરેક પળની માહિતી જાણવી હોય છે. તો તમને જાણવી દઈએ કે, નવીના તેના હનીમૂન માટે થાઈલેન્ડ ગઈ છે. નવીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પતિ સાથે ફોટો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, નવીનાની કરણ સાથે ફર્સ્ટ મુલાકાત એક જીમમાં થઇ હતી. ત્યારબાદ બંને ફ્રેન્ડ બન્યા અને પછી તેમની ફ્રેન્ડશિપ પ્રેમમાં બદલાઈ ગઈ. કરણ વ્યવસાયિક રીતે એકાઉન્ટન્ટ છે.

The post .. તો અહીં હનીમૂન એન્જોય કરી રહી છે ઇશ્કબાઝની ટીયા ઉર્ફે ‘Navina Bole’ appeared first on Vishva Gujarat.

‘Begum Jaan’સાથે આ છે અમિતાભ બચ્ચનનું કનેક્શન

$
0
0

Amitabh Bachchan's voiceover in Vidya Balan's Begum Jaan

વિદ્યા બાલનની આગામી ફિલ્મ 'Begum Jaan' ના નિર્દેશક નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર શ્રીજીત મુખર્જી છે. ફિલ્મને લઈને તેમની એવી ઈચ્છા હતી કે, તેનું ઓપનિંગ અમિતાભ બચ્ચનના અવાજથી થાય. પરંતુ હવે તેમની આ ઈચ્છા પૂર્ણ થઇ ગઈ છે અને ફિલ્મની શરૂઆત તેમના આવાજથી થશે. ફિલ્મના નિર્માતા મહેશ અને મુકેશ ભટ્ટ છે. તેમણે અમિતાભ બચ્ચનને તેના માટે આભાર વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અમિતાભ બચ્ચને સત્યજીત રે ની 'શતરંજ કે ખેલાડી' અને આશુતોષ ગોવારિકરની 'લગાન' ની શરૂઆતમાં પણ અવાજ આપ્યો હતો. નિર્દેશક શ્રીજીતનું માનવું છે કે, ફિલ્મની સંજીદગી અને અમિતાભનો દમદાર અવાજ એકબીજાને કોમ્પલીમેંટ કરે છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલનની અપકમિંગ ફિલ્મ 'બેગમ જાન' નું પોસ્ટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા જ રીલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં વિદ્યા બાલન ઘણા દમદાર અને બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. આ બોલ્ડનેસની સાથે જ વિદ્યા બાલનના આ પોસ્ટરે બધાનું ધ્યાન દોર્યું છે તેની બે લાઈનોએ. આ પોસ્ટર પર લખ્યું છે, મેરા શરીર. મેરા ઘર. મેરા દેશ. મેરે નિયમ.'

'બેગમ જાન' વર્ષ ૨૦૧૫ માં આવેલ બંગાળી ફિલ્મ 'રાજકહીની' ની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી આઝાદી પહેલા થયેલ દેશના વિભાજન સમયની છે. તમને જણાવી દઈએ કે,આ ફિલ્મમાં ઈલા અરુણ, ગોહર ખાન, પલ્લવી શારદા અને રજીતા કપૂર સહિત ૧૧ એક્ટ્રેસીસ નજર આવશે. વિદ્યા બાલન આ ફિલ્મમાં ૧૯૪૭ માં ભારત વિભાજનના સમયના એક વેશ્યાગૃહની મેડમ તરીકે નજર આવશે. બેગમ જાનનું નિર્દેશન નેશનલ એવોર્ડ જીતી ચૂકેલ ફિલ્મમેકર મુખર્જી કરી રહ્યા છે અને આ શ્રીજીતની પ્રથમ હિંદી ફિલ્મ છે. ફિલ્મના બંગાળી વર્ઝનને પણ શ્રીજીતે ડિરેકટ કર્યું હતું.

The post ‘Begum Jaan’ સાથે આ છે અમિતાભ બચ્ચનનું કનેક્શન appeared first on Vishva Gujarat.

આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ!

$
0
0

નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ

tv

ફિલ્મોમાં જે પ્રકારે હિરો- હિરોઈનની સાથે-સાથે વિલન પણ જરૂરી હોય છે તે પ્રમાણે આપણી ટીવી સીરીયલમાં પણ વિલન હોય છે પરંતુ ખાસ વાત એ છે કે, નાના પડદા પર આવા રોલ મહિલા પ્લે કરે છે, જે ષડ્યંત્ર રચી લોકોને પરેશાન કરે છે. આજે અમે તમને જણાવીશું ટીવીની ૫ ખલનાયિકા વિશે જેને જોઈ તમને થઇ જશે પ્રેમ.

ઉર્વશી ધોળકીયા

urvashi

ટીવીની ખલનાયિકાની વાત કરવામાં આવે તો ઉર્વશી ધોળકીયાનું નામ સૌથી ઉપર આવે છે. સિરીયલ 'કસોટી જિંદગી કી' માં કમોલિકાનો રોલ લોકો આજે પણ ભૂલ્યા નથી. ઉર્વશી આજે પણ ઘણી સિરીયલમાં નેગેટીવ રોલમાં નજર આવે છે.

અનિતા હસનંદાની

ishita

'યે હે મોહબ્બતે' માં રમણ અને ઈશિતાના જીવનમાં અશાંતિ લાવનાર અનિતા હસનંદાની પડદા પર ભલે નેગેટીવ રોલ પ્લે કરી છે પરંતુ રિયલ લાઈફમાં લોકો તેને વધારે પ્રેમ કરે છે.

અદા ખાન

adaa-khan

અદાખાન ટીવીની સુંદર ખલનાયિકાઓમાંથી એક છે. અત્યારે તે નાગિન સિરીયલમાં તે પોતાના ષડ્યંત્રથી લોકોને મનોરંજન કરી રહી છે.

સૈયંતી ઘોષ

saiyanti

સિરીયલ 'ઇતના ભી કરો ના મુજસે પ્યાર' માં નિવેદીતાનો રોલ પ્લે કરનારી સૈયંતી ભલે નેગેટીવ રોલ પ્લે કરે છે પરંતુ લોકો તેના આ રૂપને વધારે પસંદ કરે છે.

લીના યાદવ

leena

ઝીટીવીનો શો કુમકુમ ભાગ્યમાં તનુનો રોલ પ્લે કરનારી લીના યાદવ શો માં પ્રજ્ઞાની વિરુધ્ધ ષડ્યંત્ર રચતી નજર આવે છે. આ શો ને હીટ બનાવવામાં તેનો રોલ પણ મહત્વનો છે.

The post આ છે નાના પડદાની બ્યુટીફૂલ ખલનાયિકાઓ! appeared first on Vishva Gujarat.


“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

 

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

પાકિસ્તાની એક્ટ્રેસ Veena Malik ના લગ્નજીવનમાં ભંગાણ!

$
0
0

Pakistani actress Veena Malik gets divorce with Asad Khattak

પાકિસ્તાની એક્ટ્રેસ Veena Malik એ તેના પતિ અસદ બશીર ખાનથી 'ખુલા' એટલે કે તલાક લીધા છે. ઇસ્લામી કાનૂન મુજબ,મહિલા જ્યારે પોતે તલાક લેવા માંગતી હોય તો તેણે તલાક માટે અરજી કરવી પડે છે. પાકિસ્તાની મીડિયા મુજબ, Veena Malik ના વકીલ અલી અહેમદે તેની પુષ્ટિ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, વીણાનું તલાક માટે આવેદન કર્યા પછી આ વર્ષે 31 જાન્યુઆરીએ સ્થાનિક પારિવારિક કોર્ટે આ વિશે આદેશ આપી દીધો છે. જો કે, તેમણે આ વિશે કોઈ અન્ય માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે.

વીણા અને અસદના મેરેજ ૨૫ ડિસેમ્બર,૨૦૧૩ ના રોજ થયા હતા
જો કે, વીણા અને અસદે પણ તલાક વિશે કોઈ નિવેદન આપ્યું નથી. વીણા અને અસદના મેરેજ ૨૫ ડિસેમ્બર,૨૦૧૩ ના રોજ થયા હતા અને તેને બે બાળકો પણ છે. વીણા મલિક કલર્સના રિયાલીટી શો 'બિગબોસ' સીઝન ૪ માં ભાગ લીધા પછી વીણા મલિક ભારતમાં વધારે ફેમસ થઇ હતી.

બિગબોસ સીઝન-૪માં વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી જોવા મળી હતી
ઉલ્લેખનીય છે કે, બિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત હતી. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

The post પાકિસ્તાની એક્ટ્રેસ Veena Malik ના લગ્નજીવનમાં ભંગાણ! appeared first on Vishva Gujarat.

અમેરિકન સુપર મોડલ Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

સુપર મોડલ ગિગી હૈદીદે તાજેતરમાં એક કેમ્પન માટે ફોટોશૂટ કરાવ્યું છે.

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ગિગી હૈદીદનું બધા ફોટોસમાં સિમ્પલ અને સોબર લુક જોવા મળી રહ્યું છે.

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ગિગી હૈદીદે ઘણી વખત ડિફરન્ટ કેમ્પેન, બ્રાંડ્સ, મેગેઝીન્સ માટે ફોટોશૂટ કરાવતી રહે છે. આ મેગેઝીની તે કવર ગર્લ પણ બની છે.

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

વર્લ્ડ પ્રખ્યાત ફેશન શોમાં રેમ્પ વોક કરનારી ગિગી હૈદીદે માર્ચ મહિનાના ‘Vogue Arabia’ મેગેઝીન માટે પણ ફોટોશૂટ કરાવ્યું છે.

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ગિગી હૈદીદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેગેઝીનનું કવર શેર કર્યું છે.

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, ગિગી હૈદીદે ઘણી વખત ડિફરન્ટ કેમ્પેન, બ્રાંડ્સ, મેગેઝીન્સ માટે ફોટોશૂટ કરાવતી રહે છે. આ મેગેઝીની તે કવર ગર્લ પણ બની છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

અમેરિકન સુપર મોડલ ગિગી હૈદીદે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

The post અમેરિકન સુપર મોડલ Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

આ વર્ષે બચ્ચન પરિવારમાં Holi સેલિબ્રેટ કરવામાં આવશે નહિ, જાણો કેમ?

$
0
0

Amitabh Bachchan's family not to celebrate Holi this year

બચ્ચન ફેમિલીમાં આ વર્ષે  Holi સેલિબ્રેટ કરવામાં આવશે નહિ. વાત જાણે એમ છે કે, એશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાય હોસ્પિટલમાં દાખલ છે અને તેમને વેંટીલેટર પર રાખવામાં આવ્યા છે. આ કારણે એશ્વર્યાના સાસરી અને પિયર બંને જગ્યાએ  Holi સેલિબ્રેટ કરવામાં આવશે નહિ. કેટલાક દિવસોથી એશ્વર્યાના પિતા હોસ્પિટલમાં છે અભિષેક અને એશ્વર્યા આજકાલ તેમનો વધારે સમય હોસ્પિટલમાં પસાર કરે છે. બચ્ચન ફેમિલી હોલિકા દહનની પૂજામાં સામેલ થશે પરંતુ તેમના ઘરે હોળી સેલિબ્રેટ કરવામાં આવશે નહિ.

લગભગ બે અઠવાડિયાથી મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ ફિલ્મ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયની હાલત નાજુક છે અને તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં ડૉકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કૃષ્ણરાજ રાય ઘણા સમયથી કેન્સરથી પીડિત છે અને આ કારણે તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને બહુ જલ્દી ઘરે જવાની રજા મળવાની હતી પરંતુ અચાનક તેમની તબિયત બગડી અને હોસ્પિટલના સૂત્રો મુજબ, તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

પિતાની દેખરેખ માટે એશ્વર્યા સતત હોસ્પિટલમાં હાજર રહી હતી જ્યારે અમેરિકા ગયેલ અભિષેક બચ્ચન પણ મુંબઈ પરત આવી ડાયરેક્ટ તેમના સસરાની તબિયતની જાણ લેવા માટે હોસ્પિટલ પહોચ્યા હતા. તે દરમિયાન એશ્વર્યાના મેનેજરે જણાવ્યું કે, કૃષ્ણરાજ રાય લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. અત્યારે તેમની હાલત નાજુક છે તેનાથી વધારે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.

તમને જણાવી દઈએ કે, કૃષ્ણરાજ રાયને ગયા વર્ષે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ એશ દુબઈમાં અભિષેક અને પુત્રી આરાધ્યાની સાથે ન્યૂયર સેલિબ્રેટ કરી રહી હતી જેને છોડી તે તુરંત મુંબઈ પહોચી હતી.

The post આ વર્ષે બચ્ચન પરિવારમાં Holi સેલિબ્રેટ કરવામાં આવશે નહિ, જાણો કેમ? appeared first on Vishva Gujarat.

Holi Special : બોલિવુડ સ્ટાર્સ આવી રીતે સેલિબ્રેટ કરે છે હોળી

$
0
0

Holi Special

holi

તહેવાર જાણે કોઈ પણ હોય, તેને લોકો પુરજોશથી સેલિબ્રેટ કરતા હોય છે. પોતાના બિઝી શિડયુલ વચ્ચે બોલીવુડ સ્ટાર્સ તહેવાર સેલિબ્રેટ કરવા માટે ટાઈમ નિકાળી જ લે છે. આ દિવસોમાં બોલીવુડ સ્ટાર્સ હોળી સેલિબ્રેશનની પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ રંગોની મસ્તીમાં ડૂબવા માટે આ બોલીવુડ સ્ટાર્સ ઈકો ફ્રેન્ડલીના ફેવરમાં છે. આગળ જાણો...આ સેલેબ્સ માટે આ તહેવાર કેટલો ખાસ છે.

Shah Rukh Khan

Shah Rukh Khan

હું હોળી ખૂબ જ એન્જોય કરું છુ, પછી તે મારા ઘરે ઉજવવામાં આવતી હોળીની પાર્ટી હોય અથવા કોઈ સ્ટાર્સના ત્યાં ઉજવવામાં આવતી પાર્ટી હોય. મારું માનવું છે કે, હોળી કલરફૂલ તહેવાર છે, આ કારણે તેને ખૂબ એન્જોય કરવું જોઈએ. હું હોળી પર ભાંગ પીવાની સલાહ ક્યારેય આપીશ નહિ, કારણકે તેના નશામાં મેં એક-બે વાર ગેરવર્તન કર્યું છે અને મારી આ હરકતથી ગૌરી વધારે પરેશાન થઈ ગઈ હતી.

Salman Khan

salman-khan

હું દરેક તહેવાર મારા પરિવાર અને મિત્રો સાથે ઉજવવાનો પસંદ કરું છુ. પછી તે હોળી હોય, દિવાળી હોય કે ગણેશોત્સવ. અમારે અહીં કલરફૂલ હોળી રમવામાં આવે છે, જેમાં બધા રંગોનો સમાવેશ થાય છે. હું હોળીના નામે અશ્લીલતાની વિરુધ્ધ છુ. મારું માનવું છે કે, તહેવારના નામ પર યુવતીઓ સાથે કોઈ ચેડા થવા જોઈએ નહિ.

Varun Dhawan, Sidharth Malhotra, Sushant Singh Rajput

IMAGE1

યુવા જનરેશનને પ્રેઝન્ટ કરનારા વરુણ, સિદ્ધાર્થ અને સુશાંત હોળીના તહેવારને ફુલઓન એન્જોય કરવામાં વિશ્વાસ રાખે છે. આ ત્રણેનું માનવું છે કે, વર્ષમાં એકવાર આવનારા આ તહેવાર બધું ભૂલીને મસ્તી જ કરવી જોઈએ, પરંતુ તેનાથી કોઈને નુકસાન ન થવું જોઈએ. હોળી પર સારી દુરીયા ભુલાવીને એક-બીજાને ખુશીઓ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.

Genelia D'Souza, Riteish Deshmukh

IMAGE2

મને અને જેનેલિયાને હોળીનો તહેવાર બહુ જ ગમે છે. પરંતુ અમે બંને ગુલાલથી જ રમવાનું પસંદ કરીએ છીએ. ઈકો ફ્રેન્ડલી અને ડ્રાય હોળી રમીને આ તહેવારમાં ખુશીઓને બહુ બધા રંગો જોડી શકાય છે.

Deepika Padukone

IMAGE3

હોળી બહુ જ મસ્તીભર્યો તહેવાર છે. ખાસ વાત એ છે કે, આ તહેવારને સેલિબ્રેટ કર્યા બાદ બધું ટેન્શન ખતમ થઈ જાય છે. પરંતુ હું ઈકો ફ્રેન્ડલીના પક્ષમાં રહીને હોળીને એન્જોય કરું છું.  આ તહેવારની રીયલ મજા ત્યારે જ આવે જયારે સુરક્ષિત રીતે તેને સેલીબ્રેટ કરવામાં આવે.

Sunny Leone

IMAGE4

ભારતમાં આ તહેવાર બહુ જ સારો છે. આ દિવસે બધું જ કલરફૂલ હોય છે. અહિયાં લોકો હોળીને એન્જોય કરે છે. મને પણ રંગો સાથે રમવું બહુ જ ગમે છે, પરંતુ સુકા રંગથી. આ તહેવાર યુનિટીનો મેસેજ ફેલાવે છે.

Ayushmann Khurrana

IMAGE5

હોળીના તહેવાર સૌથી ખાસ વાત રંગો છે. જે આપણા જીવનમાં બહુ-બધા રંગો ભરી દે છે. ડિફરન્ટ કલર મને બહુ જ ગમે છે. પરંતુ આ દિવસે મને પાણીનો બગાડ કરવો બિલકુલ ગમતો નથી. પાણીની સમસ્યા દરેક જગ્યાએ છે, તોપણ લોકો હોળીમાં પાણીનો બગાડ કરતા હોય છે. હું ઈચ્છું છું કે, લોકો હોળીના તહેવારનો આનંદ સુકા રંગોથી લે.

Daisy Shah

Daisy Shah

મારા માટે તો હોળી હંમેશાથી રંગબેરંગી તહેવાર છે. હું બાળપણમાં હોળી ખૂબ મસ્તીથી સેલિબ્રેટ કરતી હતી. હું રંગથી ભરેલા ફુગ્ગા લોકોને મારતી હતી. હવે હું હોળી સાદગીથી ઉજવવાનું પસંદ કરું છુ. તો પણ ક્યારેક-કયારેક ના ઈચ્છતા મસ્તી થઈ જતી હોય છે.

 Rani Mukerji

rani

રંગીન ઉત્સાહથી ભરેલ થોડો શરારતી અને વધારે ખુશીઓવાળો તહેવાર હોળી હું ઘણા ઉત્સાહ સાથે ઉજવું છુ. નશા કરનાર લોકોને હું પસંદ કરતી નથી. મારા ફેંસને બસ એટલું જ કહેવા માંગુ છુ - હેપ્પી કલરફૂલ હોલી!

Riya Sen

riya

હોળીના દિવસે હું તે બધું કરું છુ જે અન્ય લોકો કરે છે. હું ઘરમાં રહીને હોળી રમવાનું પસંદ કરું છુ. હું મારા મિત્રોની વચ્ચે રહીને મસ્તીનો આનંદ લઉં છુ અને એકબીજાને કલર કરતા હોઈએ છીએ.

 

 

The post Holi Special : બોલિવુડ સ્ટાર્સ આવી રીતે સેલિબ્રેટ કરે છે હોળી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images