Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આજે છે બોલીવુડ અભિનેતા Aamir Khan નો જન્મદિવસ

$
0
0

આજે છે બોલીવુડ અભિનેતા Aamir Khan નો જન્મદિવસ

બોલીવુડમાં 'મિસ્ટર પરફેક્ટનિસ્ટ'ના નામથી પ્રખ્યાત Aamir Khan નો જન્મ ૧૪ માર્ચ ૧૯૬૫ માં મુંબઈમાં થયો હતો.

આજે છે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મદિવસ

તેમના પિતા તાહિર હુસૈન અને કાકા નાસીર હુસૈન જાણીતા ફિલ્મ નિર્માતા હતા. તેમના ઘરમાં ફિલ્મી માહોલના કારણે આમીર ખાન પણ અભિનેતા બનવાનો સ્વપનું જોતો હતો.

આજે છે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મદિવસ

આમીર ખાને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૭૩માં ફિલ્મ 'યાદો કી બારાત'માં બાળ કલાકારના રોલમાં કરી હતી.

આજે છે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મદિવસ

ત્યાર બાદ આમીર ખાનની પોતાની પહેલી ફિલ્મ 'કયામત સે કયામત તક'થી પોતાના કરિયરની સફળ શરૂઆત કરી હતી. આ ફિલ્મની સફળતા બાદ અમીર ખાને કંઇક અલગ ઓળખ બનાવી હતી બોલીવુડમાં. એક પછી એક સુપરહિટ ફિલ્મો આવી છે.

આજે છે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મદિવસ

આમીર ખાનની ફિલ્મોમાં 'ગજની', '૩ ઈડિયટ્સ', 'ધૂમ -૩' અને 'પીકે' જેવી ઘણી બધી ફિલ્મો બોક્સ ઓફીસ પર હીટ રહી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

આજે છે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મદિવસ

આજે છે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મદિવસ

આજે છે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મદિવસ

The post આજે છે બોલીવુડ અભિનેતા Aamir Khan નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


સામે આવી Baahubali 2 ની પહેલી ઝલક, જલ્દી જ રિલીઝ થશે ટ્રેલર

$
0
0

Watch Most Awaited Film Baahubali 2 New Teaser Out

કટપ્પાએ Baahubali ને કેમ માર્યો, તેનો જવાબ જલ્દી જ દર્શકોને મળવા જઈ રહ્યો છે. સોમવારે Baahubali 2 નાં ટ્રેલરનું એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. બાહુબલીની આ ઝલકની દર્શકોએ આતુરતાપૂર્વક રાહ જોઈ છે. 'બાહુબલી : ધ કનક્લૂઝન' નામથી આવી રહેલ ફિલ્મ બાહુબલીનાં બીજા પાર્ટનું ઓફિશિયલ ટ્રેલર ૧૬ માર્ચે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં અભિનેતા રાણા ડગ્ગુબત્તી ભલ્લાલદેવના રોલમાં નજર આવશે.

રાણા ડગ્ગુબત્તીએ પોતાના ટ્વીટર એકાઉન્ટથી સોમવારે ૧૨ સેકન્ડનો એક વિડીયો જારી કર્યો છે. વિડીયોમાં પ્રભાસનાં લોહીની એક ઝલક બતાવવામાં આવી છે, જેમણે ફિલ્મમાં બાહુબલીની ભૂમિકા નિભાવી છે.

૧૬ માર્ચે એટલે કે, ગુરુવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ટ્રેલર ચાર અલગ-અલગ ભાષા- તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે. ૨૮ એપ્રિલે ફિલ્મને ચાર અલગ-અલગ ભાષાઓમાં એક સાથે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં તમન્ના ભાટિયા, અનુષ્કા શેટ્ટી, સત્યારાજ અને રમ્યા કૃષ્ણન મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ બે ભાઈઓ વચ્ચે પ્રાચીન સામ્રાજ્યની લડાઈ વિશે છે.

આ પહેલા શિવરાત્રી પર આ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં એક્ટર પ્રભાસ એક હાથીની સુંઢનાં સહારે તેના માથા પર ઉભા રહેલાં દેખાઈ રહ્યા છે. એક્ટર પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબત્તીએ ફિલ્મનાં ક્લાઇમેક્સ સીન માટે ઘણી મહેનત કરી છે. એક અઠવાડિયા સુધી રિહર્સલ કર્યા પછી તેમણે શૂટિંગ શરુ કર્યું છે. હવે જોવું રહ્યું કે, દર્શકોના દિલમાં આ ફિલ્મ રાજ કરે છે કે નહીં?

The post સામે આવી Baahubali 2 ની પહેલી ઝલક, જલ્દી જ રિલીઝ થશે ટ્રેલર appeared first on Vishva Gujarat.

…. તો આ દિવસે રિલીઝ થશે સુશાંત સિંહ રાજપૂતની ‘Chandamama Door Ke’

$
0
0

વર્ષ ૨૦૧૭ માં ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થયેલ બે મોટી બજેટ ફિલ્મો કાબિલ અને રઈસમાં જબરદસ્ત ટક્કર જોવા મળી છે. હવે વર્ષ ૨૦૧૮ માં ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થનાર ફિલ્મનું નામ જારી કરી દીધું છે. ૨૦૧૬ માં મહેન્દ્ર સિંહ ધોની બનીને મોટા પડદા પર ફેમસ થનાર એક્ટર સુશાંત સિંહ રાજપૂતની નવી ફિલ્મ 'ચંદા મામા દૂર કે' આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ માં રિલીઝ થશે. સાયન્સ ફિક્શન પર બનાવવામાં આવેલ આ ફિલ્મમાં સુશાંત સિંહ એક અંતરિક્ષ યાત્રીનો રોલ પ્લે કરશે.

અંતરિક્ષના એડવેન્ચર ટ્રાવેલ પર બનનારી આ ભારતની પ્રથમ ફિલ્મ હશે. સંજય વર્ષ ૨૦૧૦ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'લાહોર' માટે ફેમસ છે. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા હતા. 'ચંદામામા દૂર કે' ફિલ્મ અંતરિક્ષ યાત્રીઓના ગ્રુપની આસપાસ ફરતી નજર આવશે, જેઓ એક સ્પેશિયલ મિશન હેઠળ અંતરિક્ષયાત્રા પર નીકળ્યા છે. સુશાંતે કહ્યું કે, આવી ફિલ્મ પહેલા ક્યારેય બની નથી. હું આ ફિલ્મનો ભાગ બની ખૂબ ખુશ છુ.

સુશાંત તેની પહેલા શેખર કપૂરની સાયન્સ ફિક્શન ફિલ્મ 'પાણી' માં પણ કામ કરવાના હતા પરંતુ યશ રાજ ફિલ્મ્સના આ પ્રોજેક્ટમાંથી નીકળ્યા પછી આ ફિલ્મ બની શકી નહિ. સંજય ચૌહાણએ આ ફિલ્મમાં ઘણું રિસર્ચ કર્યું છે. તેઓ કહે છે, આ ફિલ્મ કોઈ એકની સ્ટોરી નથી પરંતુ ઘણી ઘટનાઓથી પ્રેરિત છે જે પહેલા પણ થઈ ચૂકી છે. તે ભારતના સ્પેસ પ્રોગ્રામની યાત્રા બતાવે છે. સુશાંત ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ 'એમએસ ધોની' માં પણ નજર આવશે. આ ફિલ્મના નિર્દેશક નીરજ પાંડે છે.

The post …. તો આ દિવસે રિલીઝ થશે સુશાંત સિંહ રાજપૂતની ‘Chandamama Door Ke’ appeared first on Vishva Gujarat.

આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ

$
0
0

Bollywood

આયુષ શર્મા

ayush

આયુષ Bollywood ના ફેમસ સ્ક્રીન-રાઈટર સલીમ ખાનના જમાઈ છે, આ સંબંધથી તે સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના બનેવી છે. તાજેતરમાં અર્પિતા ખાન મમ્મી બની છે. તેના પુત્રનું નામ આહિલ છે.

અક્ષય કુમાર

akshay

એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.

આદિત્ય ચોપડા

aaditya

ફિલ્મમેકર આદિત્ય ચોપડા ફેમસ પ્રોડ્યુસર-ડિરેકટર મુખર્જીના જમાઈ છે. આ વર્ષે રાણી-આદિત્યના ઘરે પુત્રી આદિરાનો જન્મ થયો છે.

અજય દેવગણ

ajay

અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે મેરેજ કર્યા હતા. તે એક્ટ્રેસ તનુજાના જમાઈ છે. અજય અને કાજોલને બે બાળકો છે ન્યાસા અને યુગ.

ભરત તખ્તાની

bharat

ભરત તખ્તાનીએ વર્ષ ૨૦૧૨માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ સાથે મેરેજ કર્યા છે.

સૈફ અલી ખાન

saif

એક્ટર સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨ માં રણધીર કપૂર અને બબીતા કપૂરની પુત્રી કરીના કપૂર સાથે મેરેજ કર્યા છે.

ભરત સાહની

bharat-sahni

ભરત સાહની એક્ટર રિશી કપૂર અને નીતુ કપૂરના જમાઈ છે. ભરત-રિદ્ધીમાની પુત્રીનું નામ સમારા છે.

નિખિલ નંદા

nikhil

ફેમસ બિઝનેશમેન નિખિલ નંદા, બચ્ચન પરિવારના જમાઈ છે. તેમણે અભિષેકની મોટી બહેન શ્વેતા સાથે મેરેજ કર્યા છે.

 કૃણાલ ખેમુ

kunal

૨૦૦૯ માં ફિલ્મ ઢુંઢતે રહ જાઓગેના સેટ પર કૃણાલની મુલાકાત સોહા અલી ખાન સાથે થઈ હતી. ત્રણ વર્ષ ડેટિંગ અને ત્યારબાદ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે ૨૦૧૫ માં મેરેજ કર્યા હતા.

ધનુષ

dhanush

ધનુષ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે.

The post આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ appeared first on Vishva Gujarat.

Confirm! મુંબઈમાં યોજાનાર કોન્સર્ટમાં Justin Bieber સાથે પરફોર્મ કરશે સોનાક્ષી સિંહા

$
0
0

Sonakshi Sinha to Perform at Justin Bieber India Purpose Tour

બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ દબંગ, રાઉડી રાઠોર સહિત કેટલીક ફિલ્મોથી ફેમસ છે. અને હવે તે વાત કન્ફર્મ થઇ ચુકી છે કે ગ્લોબલ પોપ સેન્સેશન Justin Bieber નાં ઇન્ડીયામાં યોજાનાર પર્પસ ટૂરમાં તે પરફોર્મ કરશે. આ કાર્યક્રમ મે મહિનામાં આયોજિત કરવામાં આવશે. સોનાક્ષી ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી દેખાઈ શકે છે.

આ કાર્યક્રમ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 10 મે નાં રોજ યોજાશે. સોનાક્ષીએ એક નિવેદન જારી કરતા કહ્યું છે કે, - મને Justin Bieber નું મ્યુઝિક ઘણું જ પસંદ છે. તેમનો અવાજ જે રીત ઉભર્યો છે, તેનાં કારણે આજે તેમની પાસે સંપૂર્ણ દુનિયામાં એક ફેન બેઝ હાજર છે. હું આ કાર્યક્રમમાં કામ કરવાને લઈને ઘણી જ ઉત્સાહિત છું. લુટેરા ફેમ એક્ટ્રેસ આ સમયે એક સોંગ પર કામ કરી રહી છે અને તેને પર્પસ ટૂરમાં લોન્ચ કરવાનો દાવો કરી રહી છે.

વ્હાઈટ ફોક્સ ઇન્ડીયાનાં ડિરેક્ટર અર્જુન જૈન આ પર્પસ ટૂરને મેનેજ કરી રહ્યા છે. તેઓએ કહ્યું છે કે,- અમે બીબરનાં કોન્સર્ટની ઓપનિંગને ઘણી જ ગ્રાંડ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. સોનાક્ષીને તેનો હિસ્સો બનાવીને અમને ઘણી જ ખુશી છે. તેના વિશે વધારે કહેવું ઘણી જ ઉતાવળ થશે કારણ કે, અત્યારે અમે વાતચીતનાં શરૂઆતી તબક્કામાં છીએ. ૨૨ વર્ષના કેનેડિયન સિંગર પોતાના હીટ સોંગ પર પરફોર્મ કરશે. જેમાં Where are you now”, “Boyfriend”, “Love yourself”, “Company”, “As long as you love me”, “What do you mean?”, “Baby” અને “Purpose” સામેલ હશે તેવી આશા કરવામાં આવી રહી છે.

બીબરનો લેટેસ્ટ એલબમ પર્પસ છે, જેમાં તેઓએ ઇલેક્ટ્રોનિક સાઉન્ડ સાથે ઘણા જ એક્સપિરીમેન્ટ કર્યા છે. ભારત સિવાય આ ટૂર ઇઝરાયેલનાં તેલ અવીવ અને યૂએઈનાં દુબઈમાં પણ આયોજિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, બોલીવુડ સ્ટાર વરુણ ધવન પણ જસ્ટિન બીબરનાં મોટા ફેન છે. તેથી જ 10 મે નાં રોજ યોજાનાર જસ્ટિન બીબરનાં કોન્સર્ટમાં વરુણ ધવન પણ સામેલ થશે.

The post Confirm! મુંબઈમાં યોજાનાર કોન્સર્ટમાં Justin Bieber સાથે પરફોર્મ કરશે સોનાક્ષી સિંહા appeared first on Vishva Gujarat.

જુઓ…કંઇક આ અંદાજમાં Bollywood સ્ટાર્સે સેલિબ્રેટ કરી હોળી

$
0
0

How Bollywood Stars Celebrated the Festival Holi 2017

Bollywood સ્ટાર્સે અ રીતે સેલિબ્રેટ કરી હોળી

How Bollywood Stars Celebrated Holi 2017

ફેસ્ટીવલ કોઈ પણ હોય Bollywood સેલેબ્સ તેને સેલિબ્રેટ કરવામાં કોઈ જ કચાસ નથી રાખતા. તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બધા બોલિવૂડ સ્ટાર્સે હોળી ફેસ્ટીવલને ખૂબ જ મન ભરીને સેલિબ્રેટ કર્યો છે. બોલિવૂડ સેલેબ્રીટીએ સોશિયલ મીડિયા પર પોતાના ફેંસને હોળીની શુભકામનાઓ આપતા મેસેજ અને હોળી સેલિબ્રેટ કરતા પોતાના ફોટા શેર કર્યા છે.

બોલિવૂડ સ્ટાર્સે અ રીતે સેલિબ્રેટ કરી હોળી

How Bollywood Stars Celebrated Holi 2017

જ્યારે શ્રદ્ધા કપૂરે પિચકારીથી હોળી રમતો વિડીયો શેર કર્યો છે. તો દેસી ગર્લ પ્રિયંકા ચોપડાએ પણ રંગોથી રંગાયેલો પોતાનો ફોટો શેર કર્યો છે.

બોલિવૂડ સ્ટાર્સે અ રીતે સેલિબ્રેટ કરી હોળી

How Bollywood Stars Celebrated Holi 2017

તે સિવાય અર્જુન કપૂર, અથિયા શેટ્ટી અને અનિલ કપૂરે પણ એક વિડીયો શેર કરીને પોતાના ફેંસને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ માધુરી દિક્ષિત હાલમાં પોતાની ફેમીલી સાથે જાપાનમાં હોલીડે એન્જોય કરી રહી છે. તેમણે પણ ટ્વીટર પરથી 'હેપ્પી હોલી' વિશ કર્યું હતું.

બોલિવૂડ સ્ટાર્સે અ રીતે સેલિબ્રેટ કરી હોળી

How Bollywood Stars Celebrated Holi 2017

અન્ય એક્ટર્સ બિપાશા બાસુએ પતિ કારણ સિંગ ગ્રોવર સાથે હોળી સેલિબ્રેટ કરી હતી અને કિસ કરતો ફોટો શેર કર્યો છે. તે સિવાય સોનાલી બેન્દ્રે, હર્ષવર્ધન કપૂર, અક્ષય કુમાર, શાહરૂખ ખાન, વરુણ ધવન અને પ્રીતિ ઝીંટાએ પણ હોળી રમતા ફોટોસ શેર કર્યા છે.

બોલિવૂડ સ્ટાર્સે અ રીતે સેલિબ્રેટ કરી હોળી

How Bollywood Stars Celebrated Holi 2017

બોલિવૂડ સ્ટાર્સે અ રીતે સેલિબ્રેટ કરી હોળી

How Bollywood Stars Celebrated Holi 2017

The post જુઓ…કંઇક આ અંદાજમાં Bollywood સ્ટાર્સે સેલિબ્રેટ કરી હોળી appeared first on Vishva Gujarat.

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ Aashka Goradia

$
0
0

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ Aashka Goradia

aashka-goradia-1

'નાગિન ૨' ની એક્ટ્રેસ Aashka Goradia એ ગયા વર્ષે તેના અમેરિકી બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલની સાથે સગાઈ કરી હતી. બંને એકબીજા સાથે વધારે ખુશ છે અને ખબરોની માનીએ તો તેઓ હવે મેરેજ કરવાના છે. જી હાં, આશ્કા ગોરાડિયા ડિસેમ્બર મહિનામાં તેના બોયફ્રેન્ડ સાથે મેરેજ કરવાની છે.

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia2

આશ્કાએ કહ્યું કે, અમે શિયાળામાં મેરેજ કરવા માંગીએ છીએ અને બ્રેન્ટ તેના પરિવારની સાથે અમેરિકાથી અહીં આવવાના છે. અમે ઇન્ડિયામાં જ મેરેજ કરવાના છીએ. ડિસેમ્બરનો મહિનો અમારા માટે ખાસ છે અને આ મહિનામાં અમે એકબીજા સાથે સગાઈ કરી હતી.

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia3

વર્ષ ૨૦૦૨ માં આવેલ ટીવી શો 'અચાનક ૩૭ સાલ બાદ' થી આશ્કાએ ડેબ્યુ કર્યું હતું. તે કુસુમ, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, કહી તો હોગા, લાગી તુજસે લગન, ભારત કા વીર પુત્ર, નાગિન જેવા શોઝમાં નજર આવી ચૂકી છે.

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia4

નાગિનની સિકવલ 'નાગિન ૨' માં પણ તે મહત્વનો રોલ પ્લે કરી રહી છે. તે 'બિગબોસ ૬' અને 'ફિયર ફેક્ટર : ખતરો કે ખેલાડી ૪' માં ભાગ લઈ ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia5

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia6

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia7

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia8

આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા

aashka-goradia9

The post આ વર્ષે ડિસેમ્બરમાં મેરેજ કરશે ટેલીવિઝન એક્ટ્રેસ Aashka Goradia appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 1
બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીએ તાજેતરમાં જ ફેમિના મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીર નરગીસ ફખરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં નરગીસ ફખરીએ બ્લેક કલરની બિકીની પહેરી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 2

ઉલ્લેખનીય છે કે, Nargis Fakhri બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 3

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે. નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 4

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 5

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો. નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 6

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 7

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 8

The post બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો

$
0
0

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 1

દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેશ લુકની તસ્વીર શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 2

આ તસ્વીરોમાં સોનાક્ષી સિન્હાએ ડીપ બ્લેક લેધર ડ્રેસ પહેરેલી છે. એક વધુ તસ્વીર શેરમાં તે ડેનીમ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 3

ફિલ્મોમાં આવ્યા પહેલા સોનાક્ષી સિન્હાએ ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 4

સલમાન ખાનની સાથે ફિલ્મ દબંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી સોનાક્ષી સિન્હા ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ રહેતી રહે છે અને પોતાના ચાહકોના માટે તસ્વીરો શેર કરતી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 5

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 6

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 7

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 8

The post સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો appeared first on Vishva Gujarat.

First Look: જુઓ ‘Golmaal 4’ની પહેલી ઝલક

$
0
0

Golmaal 4

અજય દેવગણ અને રોહિત શેટ્ટીની જોડી એકવાર ફરીથી લોકોને હસાવવા માટે તૈયાર છે. બંને 'Golmaal 4' ની સાથે વાપસી કરી રહ્યા છે. રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ 'Golmaal' સીરીઝની ફર્સ્ટ ફિલ્મ ૨૦૦૬ માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મનું શૂટિંગ ૯ માર્ચથી શરુ થઇ ગયું છે. ફિલ્મના હીરો અજય દેવગણે રોહિત શેટ્ટીના જન્મદિવસે તેમને સરપ્રાઈઝ આપતા સોશિયલ મીડિયા પર ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લૂક જારી કર્યો છે. પોસ્ટરમાં બધા બ્લેક કપડામાં દેખાઈ રહ્યા છે.

ગોલમાલ સીરીઝની અપકમિંગ ફિલ્મ 'ગોલમાલ અગેન' નું શૂટિંગ શરુ થઇ ગયું છે. આ ફિલ્મ ગોલમાલ સીરીઝની ચોથી ફિલ્મ હશે. રોહિત શેટ્ટીના ડીરેક્શનમાં બની રહેલ આ ફિલ્મમાં અજય દેવગન, પરિણીતી ચોપડા, તબ્બુ, અરશદ વારસી, તુષાર કપૂર, કૃણાલ ખેમુ, શ્રેયસ તલપડે, નીલ નીતિન મુકેશ, સંજય મિશ્રા અને જોની લીવર જેવા દિગ્ગજ મેઈન રોલમાં છે.

ઊલ્લેખનીય છે કે, ગોલમાલ અગેનની એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગોલમાલ ૧,૨,૩ પછી ૪ નું શૂટિંગ આજથી શરુ થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે, આ સીરીઝની બધી ફિલ્મો બોક્સઓફિસ પર સુપરહિટ રહી છે. ગોલમાલ સીરીઝની પ્રથમ ત્રણ ફિલ્મો નું ડિરેકશન કરનાર રોહિત શેટ્ટીની આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગોલમાલ સીરીઝની આ ફર્સ્ટ ફિલ્મમાં અભિનેત્રી રિમી સેન મેઈન રોલમાં જોવા મળી હતી. બીજી તરફ, બીજી અને ત્રીજી સીરીઝમાં કરીના કપૂર ખાન ફિમેલ લીડમાં હતી. હવે આ સીરીઝમાં તમને અભિનેત્રી પરિણીતી ચોપડા તમને હસાવતી નજર આવશે. અભિનેતા અજય દેવગણે પરિણીતિનું પરિવારમાં સ્વાગત કરતા ટ્વીટ કરી હતી કે, ગોલમાલના પાગલ પરિવારમાં તમારું સ્વાગત છે. સીરીઝની ફર્સ્ટ ફિલ્મ ૨૦૦૬ માં આવી હતી, બીજી ફિલ્મ ૨૦૦૮ માં આવી હતી અને ત્રીજી ફિલ્મ ૨૦૧૦ માં આવી હતી.

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હીટ કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરીઝની ચોથી ફિલ્મમાં અભિનય કરતા નજર આવશે નહિ. જો કે, નિર્દેશક રોહિત શેટ્ટીએ પુષ્ટિ કરી છે કે, સીરીઝની પહેલી બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીના 'ગોલમાલ ૪' ના એક ખાસ સોંગમાં નજર આવશે.

The post First Look: જુઓ ‘Golmaal 4’ ની પહેલી ઝલક appeared first on Vishva Gujarat.

પોતાના જન્મદિવસ પર Alia Bhatt એ હાર્પર બજાર મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Alia Bhatt એ હાર્પર બજાર મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ

આજે બોલીવુડ અભિનેત્રી Alia Bhatt નો જન્મદિવસ છે. આલિયા ભટ્ટ આજે ૨૩ વર્ષની થઈ ગઈ છે. આ ખાસ તક પર આલિયા ભટ્ટે ‘હાર્પર બજાર’ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે. સવ્યસાચીના ડિઝાઈનર ડ્રેસમાં આલિયા ભટ્ટ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં રિલીઝ થયેલી આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ફિલ્મ ‘બદ્રીનાથની દુલ્હનિયા’ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ રહી છે. ફિલ્મને પ્રથમ અઠવાડિયે જ સારી કમાણી કરી છે અને આગળ પણ આ સિલસિલો ચાલુ રહશે.

આલિયા ભટ્ટે હાર્પર બજાર મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ

ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ આજે ૨૩ વર્ષની થઇ ચુકી છે. તેમનો જન્મ ૧૫ માર્ચ, ૧૯૯૩ એ મુંબઈમાં મહેશ ભટ્ટ અને સોની રાજદાનના ઘરે થયો હતો. બીજી છોકરીઓની જેમ આલિયા તેના પિતા જેવો પતિ નથી ઈચ્છતી. એવું એટલા માટે કારણ કે, તેના પિતાની લાઈફ ઘણી કોન્ટ્રેવર્સીયલ રહી છે અને તેમના અફેર્સ પણ રહી ચૂક્યા છે. જયારે આલિયા એવો હસબંડ ઈચ્છે છે જે તેનો ફ્રેન્ડ હોય અને હંમેશા તેને ખુશ રાખી શકે.

'સ્ટુડન્ટ ઓફ ધ યર' માટે આલીયાએ ત્રણ અઠવાડિયામાં લગભગ ૧૬ કિલો વજન ઘટાડ્યું હતું. તે સમયે તેનું વજન ૬૭ કિલો હતું. ફિલ્મો માટે આલિયાની સાથે જ લગભગ ૫૦૦ છોકરીઓએ ઓડીશન આપ્યું હતું. ઇન્ટરેસ્ટિંગ Fact....

આલિયા ભટ્ટે હાર્પર બજાર મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ

'સ્ટુડન્ટ ઓફ ધ યર' આલિયાની પહેલી ફિલ્મ નહતી. વર્ષ ૧૯૯૯ માં રીલીઝ થયેલી ફિલ્મ 'સંઘર્ષ' માં તેમણે પ્રીતિ ઝીંટાના બાળપણનો રોલ નિભાવ્યો હતો. તે સમયે તે ફક્ત ૬ વર્ષની હતી.

આલિયાએ પોતાના શરૂઆતનો અભ્યાસ જમનાબાઈ નર્સરી સ્કુલ (મુંબઈ) થી કર્યો હતો. આલિયા સ્કુલમાં એક એવરેજ સ્ટુડન્ટ હતી. પરંતુ, બાકી બધી એક્ટીવીટીમાં તે હંમેશા આગળ રહેતી. પછી તે ડાન્સિંગ હોય કે પછી સિંગિંગ. આલિયાને પાર્ટી કરવું અને મિત્રો સાથે બહાર જવું ઘણું પસંદ છે.

આલિયા ભટ્ટે હાર્પર બજાર મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ

ફિલ્મો સિવાય આલિયા 'પેટા' થી પણ જોડાયેલી છે. એક્ટિંગની સાથે સાથે-સાથે સિંગિંગમાં પણ આલિયાએ હાથ અજમાવ્યો છે. ડાયરેક્ટર એ.આર.રહેમાને વર્લ્ડ ફેમસ મ્યુઝીક સ્કુલમાં ટ્રેનીંગની ઓફર પણ કરી હતી. રીયલ લાઈફમાં તે એક્ટ્રેસ કરીના કપૂરની મોટી ફેન છે. આલિયા તેની માતાની નજીક છે. તે તેના પિતાની નજીક ત્યારે આવી જયારે તેણે તેનું બોલીવુડ કરિયર શરુઆત કરી. આલિયાની લાઈફમાં ત્રણ મહત્વના લોકો તેની માતા સોની રાજદાન, બહેન શાહીન અને મેન્ટર કરણ જોહર છે.

એક્ટર ઇમરાન હાશમી અને ડાયરેક્ટર મોહિત સૂરી તેમના ફર્સ્ટ કઝીન છે. આલિયાની માતા અડધી કાશ્મીરી અને અડધી જર્મન છે. જયારે તેના પિતા મહેશ ભટ્ટ ગુજરાતથી બીલોંગ કરે છે. પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ તેના સોતેલા ભાઈ બહેન છે. સિંગિંગ સિવાય આલિયા પેન્ટિંગની પણ ઘણી શોખીન છે. તેને ચારકોલ પેન્ટિંગ કરવી પસંદ છે. આલિયા સારી ઊંઘને પોતાનું બ્યુટી સિક્રેટ માને છે. તે મોર્નિંગ પર્સન છે અને સવારે જલ્દી ઉઠે છે. આલિયાને ફ્રેંચ ફ્રાઈઝ ખુબ જ પસંદ છે અને તે તેને દિવસના કોઈ પણ સમયે ખાઈ શકે છે.

આલિયા ભટ્ટે હાર્પર બજાર મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ

આલિયાને ગ્રીન ટી સાથે મગફળી ખાવું પણ ગમે છે. મગની દાળનો હલવો તેનો ફેવરેટ છે. સ્ટુડન્ટ ઓફ ધ યર ની શૂટિંગનો પહેલો દિવસ આલિયાની લાઈફનો સૌથી મેમોરેબલ દિવસ હતો. ઇંડિયામાં આલિયાનું ફેવરેટ ડેસ્ટીનેશન હિમાચલ પ્રદેશ છે. આલિયા લવ કમ અરેંજ મેરેજ કરવા ઈચ્છે છે. આલિયાનો સકસેસ મંત્ર છે 'કામ, કામ અને કામ'. અમારા તરફથી આલિયા ભટ્ટને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.

The post પોતાના જન્મદિવસ પર Alia Bhatt એ હાર્પર બજાર મેગેઝીન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Begum Jaan ટ્રેલર : પહેલા ક્યારેય નહિ જોયું હોય વિદ્યાનું આવું દમદાર લૂક!

$
0
0

Begum Jaan trailer release Vidya Balan impresses with her Performance

વિદ્યા બાલનની ફિલ્મ 'Begum Jaan' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર ઘણું ઇન્ટેન્સ છે. ફિલ્મની સ્ટોરી ૧૯૭૪ માં અંગ્રેજોથી મળેલ આઝાદી પછી થયેલ વિભાજન પર આધારિત છે. જેમાં વિદ્યા એક વેશ્યાગૃહની મેડમ તરીકે નજર આવશે. ત્રણ મિનિટના આ વિડીયોમાં વિદ્યા વધારે દમદાર લાગી રહી છે. ટ્રેલરમાં વિદ્યાના મહેલની વચ્ચેથી ભારત અને પાકિસ્તાનની લાઈન પસાર થાય છે. અધિકારી તે મહેલને ખાલી કરવા માટે કહે છે. પરંતુ વિદ્યા અને તેની સાથે રહેતી મહિલાઓ મહેલને ખાલી કરવા માટે તૈયાર થતી નથી.

'બેગમ જાન' વર્ષ ૨૦૧૫ માં આવેલ બંગાળી ફિલ્મ 'રાજકહીની' ની સ્ટોરી પર આધારિત છે. તમને જણાવી દઈએ કે,આ ફિલ્મમાં ઈલા અરુણ, ગોહર ખાન, પલ્લવી શારદા સહિત ૧૧ એક્ટ્રેસીસ નજર આવશે. બેગમ જાનનું નિર્દેશન નેશનલ એવોર્ડ જીતી ચૂકેલ ફિલ્મમેકર શ્રીજીત મુખર્જી કરી રહ્યા છે અને આ શ્રીજીતની પ્રથમ હિંદી ફિલ્મ છે. ફિલ્મના બંગાળી વર્ઝનને પણ શ્રીજીતે ડિરેકટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલનની અપકમિંગ ફિલ્મ 'બેગમ જાન' નું પોસ્ટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પહેલા જ રીલીઝ થઇ ગયું હતું. આ પોસ્ટરમાં વિદ્યા બાલન ઘણા દમદાર અને બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. આ બોલ્ડનેસની સાથે જ વિદ્યા બાલનના આ પોસ્ટરે બધાનું ધ્યાન દોર્યું છે તેની બે લાઈનોએ. આ પોસ્ટર પર લખ્યું છે, મેરા શરીર. મેરા ઘર. મેરા દેશ. મેરે નિયમ.' જો પોસ્ટરની વાત કરવામાં આવે તો રેડ શેડના ઘાઘરા અને ચોલીમાં વિદ્યા બાલનના હાથમાં હુક્કો લીધેલ નજર આવી રહી છે. આ ફિલ્મને ફિલ્મમેકર મહેશ ભટ્ટ અને વિશેષ ભટ્ટ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૪ એપ્રિલે રીલીઝ થશે.

The post Begum Jaan ટ્રેલર : પહેલા ક્યારેય નહિ જોયું હોય વિદ્યાનું આવું દમદાર લૂક! appeared first on Vishva Gujarat.

ફિલ્મ Mogul માં ગુલશન કુમારના રોલમાં જોવા મળશે અક્ષય કુમાર

$
0
0

Akshay Kumar to play Gulshan Kumar in Mogul

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર આજકાલ ઘણા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. અક્ષયના ફેંસને તે જાણી વધારે ખુશી થશે કે, તે એક અન્ય ફિલ્મમાં કામ કરવાના છે. ટોયલેટ-એક પ્રેમ કથા, પેડ મેન અને ગોલ્ડ સિવાય અક્ષય કુમાર ફિલ્મ Mogul માં કામ કરવાના છે. આ ફિલ્મ Mogul ગુલશન કુમારના જીવન પર આધારિત હશે.

મોગુલ વર્ષ ૨૦૧૮ માં રીલીઝ થશે અને આગામી વર્ષે જ રીમા કાગતીની ફિલ્મ ગોલ્ડ પણ રીલીઝ થશે. ગુલશન કુમાર ઇન્ડિયાની સૌથી મોટી મ્યુઝીક કંપની ટી-સીરીઝના માલિક હતા. જ્યારે તેઓ જીવિત હતા, દરેક ભારતીયના દિલમાં તેમના માટે એક ખાસ જગ્યા હતી. તેમણે ભક્તિપૂર્ણ ગીત બનાવ્યા જે દરેકને પસંદ આવતા હતા.

અક્ષય કુમાર મોગુલમાં તેમનો રોલ પ્લે કરશે. આ ફિલ્મ વિશે અક્ષય કુમારે કહ્યું કે, હું તે ખુશકિસ્મત લોકોમાંથી છુ જે ગુલશન જી ને ઘણી સારી રીતે ઓળખે છે. તે મારી પ્રથમ ફિલ્મ સોગંધમાં મારી સાથે હતા. અમે બંને ઘણી બધી સમાન વાતો એક-બીજા સાથે શેર કરી હતી અને અમે એક જેવા જ બેકગ્રાઉન્ડમાંથી હતા. હું મોટા પડદા પર તેમની ભૂમિકા પ્લે કરવા માટે ઉત્સાહિત છુ. ફિલ્મ મોગુલને સુભાષ કપૂર ડિરેકટ કરશે. અક્ષય કુમાર અને સુભાષ કપૂરે તેની પહેલા જોલી એલએલબી-૨ માં કામ કર્યું છે.
સુભાષે જણાવ્યું કે, તે તેમની ટીમને હંમેશા કહેતા હતા કે, તે ગુલશન જી પર એક ફિલ્મ બનાવવા માંગે છે અને આજે તે કામ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારે મંગળવારથી ફિલ્મ પેડ મેનનું શૂટિંગ શરુ આકરી દીધું છે. આ ફિલ્મને તેમની પત્ની ટ્વિન્કલ ખન્ના પ્રોડ્યુસ કરી રહી છે. અક્ષય કુમારે ટ્વીટર પર એક ફોટો શેર કરી આ વાતની માહિતી આપી હતી.

The post ફિલ્મ Mogul માં ગુલશન કુમારના રોલમાં જોવા મળશે અક્ષય કુમાર appeared first on Vishva Gujarat.

ફરી એકવાર ફિલ્મ Padmavati ના શુટિંગમાં ખલેલ, સેટ પર લગાવવામાં આવી આગ

$
0
0

Padmavati

શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલ ફિલ્મ 'Padmavati' એકવાર ફરીથી નિશાના પર છે. ગઈકાલે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં અજાણ્યા લોકોએ ફિલ્મ Padmavati ના સેટ પર આગ લગાવી હતી. હજુ થોડા દિવસ પહેલા જયપુરમાં ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીની સાથે મારપીટનો કેસ સામે આવ્યો હતો. કરણી સેનાએ સંજય લીલા ભણસાલી પર આરોપ લગાવ્યો હતો કે, ભણસાલીની ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્રને યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું હતું નથી. જો કે, ભણસાલીએ આ આરોપો નકારી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પદ્માવતી' માં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવાના આરોપમાં કરણી સેનાએ ફિલ્મના સેટ પર ખૂબ હંગામો કર્યો હતો. સેનાના કાર્યકર્તાઓએ નિર્દેશક સંજય લીલા ભણસાલીની સાથે અસભ્ય વર્તન પણ કર્યું હતું. ભણસાલીની આ અગાઉ બીજી ફિલ્મોના સેટ પર પણ આગ લગાવવામાં આવી છે. આ પહેલા તેમની ફિલ્મ 'બ્લેક' અને 'હમ દિલ દે ચૂકે સનમ' ના સેટ પર આગ લગાવવામાં આવી હતી.

ફિલ્મનું શૂટિંગ જયપુરના જયગઢ ફોર્ટમાં ચાલી રહ્યું હતું. અચાનક કરણી સેનાના કાર્યકર્તા ફિલ્મના સેટ પર પહોચ્યા અને વિરોધ-પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેનો વિરોધ ઉગ્ર થઇ ગયો અને તેમણે ત્યાં હાજર શૂટિંગ ઉપકરણોને ઉઠાવી ફેંકવાનું શરુ કરી દીધું હતું. તેમને જ્યારે રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેઓ મારપીટ પર ઉતરી આવ્યા હતા. હંગામા પછી ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીએ શૂટિંગ રોકી દીધું હતું. કરણી સેનાના સભ્ય એટલા ઉગ્ર થઇ ગયા હતા કે તેમણે ભણસાલીનું શૂટિંગ રોકી દીધું હતું. તેમણે ભણસાલી સાથે પણ ધક્કામુક્કી કરી હતી.

The post ફરી એકવાર ફિલ્મ Padmavati ના શુટિંગમાં ખલેલ, સેટ પર લગાવવામાં આવી આગ appeared first on Vishva Gujarat.

Salman Khan એ ઑસ્ટ્રિયામાં શરુ કર્યું ‘ટાઈગર જિંદા હે’નું શૂટિંગ, શેર કર્યા Photos

$
0
0

Salman Khan એ ઑસ્ટ્રિયામાં શરુ કર્યું 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ

Salman Khan starts shooting for Tiger Zinda Hai in Austria

બોલિવુડના સુલતાન એટલે કે, સલમાન ખાન અને કેટરીના કેફ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સાથે નજર આવ્યા હતા. વાસ્તવમાં આ બંને તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટાઈગર જિંદા હે' ના શૂટિંગ માટે ઑસ્ટ્રિયા પહોચી ગયા છે. તે દરમિયાન સલમાન અને કેટરીના બંને બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળ્યા હતા.

સલમાને ઑસ્ટ્રિયામાં શરુ કર્યું 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ

સોશિયલ મીડિયા પર સલમાન ખાને ઑસ્ટ્રિયાના કેટલાક ફોટા અપલોડ કર્યા છે, જેમાં તે પહેલાની તુલનામાં વધારે સ્લીમ નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ટાઈગર જિંદા હે ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિકવલ છે. સલમાન ખાને ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ.

સલમાને ઑસ્ટ્રિયામાં શરુ કર્યું 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ

હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ માટે તૈયાર છે. સલમાન ઓસ્ટ્રીયામાં ૧૫ માર્ચથી ફિલ્મનું શૂટિંગ શરુ કરશે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે.

સલમાને ઑસ્ટ્રિયામાં શરુ કર્યું 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ

બોલિવુડના દબંગ સલમાન ખાન બોક્સ ઓફિસના સુલતાન બન્યા પછી તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની શૂટિંગમાં વ્યસ્ત હતા. જો કે, હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ત્યારબાદ સલમાન ખાન ટાઈગરજિંદા હે ફિલ્મ કરશે. ટ્યુબલાઈટ અને ટાઇગર જિંદા હે બંને ફિલ્મો આ વર્ષે ઈદ અને ક્રીસમસ પર રિલીઝ થશે. તેમન આવતા વર્ષની ઈદ પણ સલમાનના નામે થઇ ગઈ છે. સલમાનની ફિલ્મ 'કિક' ની સિકવલ નું શૂટિંગ ૨૦૧૮ માં શરુ થશે.

સલમાને ઑસ્ટ્રિયામાં શરુ કર્યું 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ

પ્રાપ્ત માહિતી મુજબ, સલામન ખાન ટ્યુબલાઈટનું શૂટિંગ ખત્મ કર્યા પછી એક થા ટાઈગરની સિકવલમાં જોડાઈ જશે. પરંતુ આ વખતે એક થા ટાઈગરને કબીર ખાન નહિ પરંતુ ફિલ્મ 'સુલતાન' ના ડિરેક્ટર અબ્બાસ જફર ડિરેક્ટ કરશે. જ્યારે કબીર ખાન અને અલી અબ્બાસ જફરમાં આ વાતને લઈને કોઈ એતરાજ નથી તો 'એક થા ટાઈગર' ની સિકવલ માટે લીલી ઝંડી મળવી સ્વાભાવિક છે.

The post Salman Khan એ ઑસ્ટ્રિયામાં શરુ કર્યું ‘ટાઈગર જિંદા હે’ નું શૂટિંગ, શેર કર્યા Photos appeared first on Vishva Gujarat.


ઇન્ડિયન આઈડલ ફેમ Nahid Afrin ની વિરુધ્ધ જારી કરવામાં આવ્યા ફતવા

$
0
0

Clerics issue fatwa against Indian Idol Junior singer Nahid Afrin

અસમમાં ઇન્ડિયન આઈડલ ફેમ Nahid Afrin ની વિરુધ્ધ ફતવો જારી કરવામાં આવ્યો છે. Nahid Afrin ની વિરુધ્ધ આ ફતવા એટલા માટે જારી કરવામાં આવ્યા છે કે તેને લોકોની સાથે ગાવાથી રોકી શકાય. વર્ષ ૨૦૧૫માં મ્યુઝિકલ રિયાલિટી ટીવી શો ઇન્ડિયન આઈડલ જુનિયરમાં આફરીન પ્રથમ રનર અપ હતી. તેની વિરુધ્ધ ૪૬ ફતવા જારી કરવામાં આવ્યા છે.

મંગળવારે મધ્ય અસમના હોજઈ અને નાગાંવ જિલ્લાઓમાં એવી ઘણી ચિઠ્ઠીઓ વહેચવામાં આવી હતી જેમાં અસમિયા ભાષામાં ફતવા અને ફતવા જારી કરનાર લોકોના નામ લખ્યા હતા. આ ફતવામાં જણાવ્યા મુજબ, ૨૫ માર્ચે અસમના લંકામાં આવેલા ઉદાલી સોનઈ બીબી કોલેજમાં ૧૬ વર્ષની નાહિદ પરફોર્મ કરવાની છે, જે સંપૂર્ણપણે શરિયા વિરોધી છે.

૧૬ વર્ષની સિંગર નાહિદ આફરીન ધોરણ-૧૦ની વિદ્યાર્થીની છે
આ ફતવામાં જણાવ્યા મુજબ, મ્યુઝિકલ નાઈટ જેવા કાર્યક્રમો સંપૂર્ણ રીતે શરિયા વિરોધી છે. ૧૬ વર્ષની સિંગર નાહિદ આફરીન ધોરણ-૧૦ની વિદ્યાર્થીની છે. નાહિદ આફરીન વિશ્વનાથ ચારિઅલી વિસ્તારમાં રહે છે. આ ફતવાઓ પર નાહિદે કહ્યું કે, હું આ વિશે શું કહું. મને લાગે છે મારું સંગીત ભગવાની ભેટ છે. હું આ પ્રકારની ધમકીઓની આગળ ઝૂકી હું મારું સંગીત છોડીશ નહિ. આ આખા કેસમાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, અમે નાહિદ અને તેના સમગ્ર પરિવારને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડીશું. નાહિદની માતાએ જણાવ્યું કે, મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમના આયોજકોએ કહ્યું છે કે આ કાર્યક્રમ રદ થશે નહિ.

The post ઇન્ડિયન આઈડલ ફેમ Nahid Afrin ની વિરુધ્ધ જારી કરવામાં આવ્યા ફતવા appeared first on Vishva Gujarat.

Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

$
0
0

Dimpy Ganguly

Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy1

'બિગબોસ' એક્સ કન્ટેસ્ટંટ ડિમ્પી ગાંગુલીની પુત્રી રિયાના ૭ મહિનાની થઇ ગઈ છે. તાજેતરમાં ડિમ્પીની પુત્રીની નામકરણ સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. જેમાં તેના ફેમિલીના સભ્ય અને ફ્રેન્ડસ સામેલ થયા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy2

આ સેરેમનીમાં કેક કટિંગ પણ કરવામાં આવી હતી. સેરેમનીના ઘણા ફોટોઝ ડિમ્પીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે. જેમાં તે પતિ રોહિત રોય અને પુત્રી રિયાના સાથે વધારે ખુશ નજર આવી રહી છે.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy3

ડિમ્પીએ પુત્રી રિયાનાની નામકરણ સેરેમની પર ખાસ ફોટોશૂટ પણ કરાવ્યું છે. જેમાં રિયાનાની સાથે ડિમ્પી અને રોહિતની ક્યુટ કેમેસ્ટ્રી શેર કરી છે. ફોટોઝમાં રિયાનાએ બેબી પિંક અને વ્હાઈટ કલરનું ફ્રોક પહેર્યું હતું.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy4

પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા ડિમ્પીએ વર્ષ ૨૦૧૦ માં આવેલ ટીવી રિયાલીટી શો 'રાહુલની દુલ્હનિયા લે જાએગે' ની વિનર બન્યા પછી રાહુલ મહાજન સાથે મેરેજ કર્યા હતા. પરંતુ પછી બંને વચ્ચે ઘણા ઝઘડા થયા અને બંને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તલાક લીધા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy5

ત્યારબાદ રાહુલ મહાજનની એક્સ-વાઈફ ડિમ્પી ગાંગુલીએ ગયા વર્ષે ૨૭ નવેમ્બરે દુબઈના બિઝનેશમેન રોહિત રોય સાથે મેરેજ કર્યા હતા.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy6

ડિમ્પી ગાંગુલી 'બિગ બોસ ૮' માં પણ નજર આવી હતી. આ શો માં ગેસ્ટ બની રાહુલ મહાજન પણ આવ્યા હતા. બંને ઘણી સારી રીતે આ પરિસ્થિતિ હેન્ડલ કરી હતી.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy7

જ્યારે ડિમ્પીએ સગાઈની જાહેરાત કરી તો રાહુલ મહાજને તેને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું, હું તેને શુભેચ્છા પાઠવું છુ અને તેના સારા ભવિષ્ય માટે શુભકામના આપું છુ.

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy8

ડિમ્પીએ પોતાના ડ્રીમ વેડિંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મેરેજ પછી બંને બ્લેક એન્ડ વ્હાઈટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આગળ જુઓ વધુ ફોટા...

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy9

ડિમ્પી ગાંગુલીએ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos

dimpy10

The post Dimpy Ganguly એ શેર કર્યા પુત્રી રિઆનાના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે

$
0
0

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 1
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય જેવા કલાકારોથી ભરેલી ફિલ્મ ‘મોહબ્બતે'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી કિમ શર્મા હાલમાં બોલીવુડથી દુર છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 2

કિમ શર્મા પોતાના શરૂઆતી દિવસોમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી ચુકી છે. સૌથી પ્રથમ જાહેરાત તેમણે ક્લોજ-અપની કરી હતી.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 3

કિમ શર્માએ કેન્યાના મોત બિઝનેસમેન અલી પંજાનીથી લગ્ન કર્યા છે. પરંતુ એક સમયે કિમ શર્મા અને ક્રિકેટર યુવરાજ સિંહની સાથે હતી. તમને જણાવી દઈએ કે, યુવરાજ સિંહે અભિનેત્રી હેઝલ કીચથી લગ્ન કરી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 4

કિમ શર્માની ફિટનેસ જોઇને તમે અંદાજો લગાવી શકશો નહિ કે બોલીવુડની આ હોટ અભિનેત્રી હવે ૩૭ વર્ષની થઈ ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 5

આ દિવસોમાં કિમ શર્માને પેજ-૩ પાર્ટીઝમાં જોવા મળી રહી છે જેનાથી લાગી રહ્યું છે કે, કિમ શર્મા ફરીથી બોલીવુડમાં વાપસી કરી શકે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 6

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 7

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 8

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 9

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 10

બોલીવુડ અભિનેત્રી કિમ શર્મા

Instagram pics of Indian Film Actress Kim Sharma 11

The post કિમ શર્માના આ ફોટોસ તમને દીપિકા અને કૈટરીનાને પણ ભુલાવી દેશે appeared first on Vishva Gujarat.

Bahubali 2 નું ટ્રેલર રીલીઝ, ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો’તે રહસ્ય હજુ અકબંધ

$
0
0

Baahubali The Conclusion

બાહુબલી: ધ કનક્લુજન નું ટ્રેલર આજે રીલીઝ થઇ ગયું છે. Bahubali 2 નું ટ્રેલર ફિલ્મના ઓફિશિયલ પેજ અને યુટ્યુબ ચેનલ પર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. પહેલા એવું જણાવવામાં આવી રહ્યું હતું કે, અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મનું ટ્રેલર પહેલા ઓનલાઈન રીલીઝ કરવામાં આવશે નહિ. પરંતુ હવે ફેસબુક અને યુટ્યુબ પર તેનું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મનું ટ્રેલર ચાર ભાષાઓ તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતાઓએ ટ્રેલરની પહેલા જ પ્રશંસકોને તેનું મોશન પોસ્ટર્સ અને ટીઝર બતાવી ચૂક્યા છે. કરણ જોહરે ફિલ્મનું ટ્રેલર ટ્વીટ કર્યું છે.

બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે. ફિલ્મના મુખ્ય કલાકાર પ્રભાસ, રાણા ડગ્ગુબત્તી, તમન્ના ભાટિયા અને અનુષ્કા શેટ્ટી છે. આ ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૧૭ ના દિવસે રિલીઝ થશે. બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે. બાહુબલી : ધ બિગીનિંગ વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થઇ હતી. આ પ્રથમ એવી હિન્દીમાં ડબ કરવામાં આવેલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની સિક્વલમાં પ્રભાસ એકવાર ફરીથી બાહુબલીના રૂપમાં નજર આવશે અને તેની સાથે આ પ્રશ્નનો ઉત્તર મળશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

The post Bahubali 2 નું ટ્રેલર રીલીઝ, ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો’ તે રહસ્ય હજુ અકબંધ appeared first on Vishva Gujarat.

Photos : આ છે ‘Kumkum Bhagya’ની ‘આલિયા’નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ

$
0
0

Photos 'Kumkum Bhagya' actress Shikha Singh aka Aaliya with Boyfriend

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 1

ટીવી એક્ટ્રેસ શિખા સિંહ અત્યારે પોપ્યુલર સીરીયલ 'કુમકુમ ભાગ્ય' માં આલિયાનો રોલ નિભાવી રહી છે. સીરીયલમાં ભલે આલિયા પૂરવનાં પ્રેમમાં પાગલ હોય પણ રીયલ લાઈફમાં આલિયા એટલે કે શિખાને સાચ્ચો પ્રેમ મળી ગયો છે. રીપોર્ટસ મુજબ, શિખા તેના જૂના મિત્ર કરણ શાહને ડેટ કરી રહી છે.

રીપોર્ટસ મુજબ, શિખા અને કરણ ફ્રી સમયમાં હોલીડે પર એકબીજા સાથે વિતાવે છે. અત્યારે શોમાં આલિયા એટલે કે શિખાની સચ્ચાઈ બાહર આવી ગઈ છે. પ્રજ્ઞાએ મહેરા ફેમેલીની સામે આલિયાની અસલીયત લાવીને મૂકી દીધી છે. જેથી અત્યારે આલિયા પાસે શોમાં કરવા માટે કંઈ જ નથી એટલે અત્યારે તે તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે રજાઓ ગાળી રહી છે. શિખાએ કરણ સાથે પોતાના આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 2

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 3

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 4

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 5

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 6

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 7

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 8

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 9

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 10

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 11

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 12

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 13

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 14

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 15

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 16

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 17

 

The post Photos : આ છે ‘Kumkum Bhagya’ ની ‘આલિયા’ નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images