Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

$
0
0

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 01

બીગ બોસ સીઝન ૮ ની સ્પર્ધક રહેલી ટીવી અભિનેત્રી સોનાલી રાઉત ઇન્સ્ટાગ્રામ પર પોતાની અવારનવાર ફોટોસ પોસ્ટ કરતી રહે છે. સોનાલી હિમેશ રેશમિયાની ૨૦૧૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ઝારાના પાત્રની ભૂમિકા નિભાવી હતી.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 02

'ધ એક્સપોઝ' ના સિવાય છેલ્લા વર્ષ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી ૨’ માં પણ કામ કરી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 03

સોનાલીએ પ્રખ્યાત કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ૨૦૧૪માં જોવા મળી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 04

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતનો જન્મ દિલ્હીમાં થયો હતો. સોનાલી રાઉત ભારતની પ્રથમ સુપરમોડલના નામથી ઓળખાતી ઉજ્જ્વલા રાઉતની નાની બહેન છે.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 05

વર્ષ ૨૦૧૦ માં સોનાલી રાઉત તે સમયે ચર્ચામાં આવી, જયારે તેમણે કિંગફિશરના વર્ષના કેલેન્ડર માટે સ્વિમશૂટમાં પોઝ આપ્યો હતો.

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 06

તેના સિવાય, વર્ષ ૨૦૧૪ માં રણવીર સિંહ સાથે તે ‘મૈક્સિમ’ મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 07

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 08

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 09

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 010

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 011

ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram Pics of Former Bigg Boss Contestant Sonali Raut 012

The post જુઓ..ટીવી અભિનેત્રી સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.


બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 1
બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરીએ તાજેતરમાં જ ફેમિના મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસ્વીર નરગીસ ફખરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં નરગીસ ફખરીએ બ્લેક કલરની બિકીની પહેરી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 2

ઉલ્લેખનીય છે કે, Nargis Fakhri બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 3

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે. નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 4

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 5

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો. નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 6

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 7

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

Nargis Fakhri sizzles on Femina's Latest Cover 8

The post બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરીએ ફેમિના મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Akshay Kumar એ કહ્યું –પ્રોબ્લેમ હોય તો પરત લઇ લો નેશનલ એવોર્ડ

$
0
0

Take it back if you want Says Akshay Kumar On National Award Controversy

થોડા દિવસ પહેલા જ Akshay Kumar ને 'રુસ્તમ' અને 'એરલિફ્ટ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ કેટલાક ક્રિટીક્સ અક્ષયને એવોર્ડ આપવાનો વિરોધ કરવા લાગ્યા. આ મુદ્દા પર આજે Akshay Kumar એ કહ્યું કે, જો ક્રિટીક્સને લાગે છે કે, હું આ એવોર્ડને લાયક નથી તો તેઓ તેને પરત લઇ લે. અક્ષયે કહ્યું કે, હું ૨૫ વર્ષથી સાંભળતો આયો છુ. જ્યારે પણ કોઈ એવોર્ડ જીતે છે તો લોકો વાત કરવા લાગે છે. આ કંઈ નવું નથી. કેટલાક લોકો વિવાદ જરૂર ઉભો કરે છે. આને એવોર્ડ જીતવો જોઈએ નહિ, પેલાએ એવોર્ડ જીતવો જોઈએ એવી ઘણીવાર વાતો કરતા હોય છે.

એક પ્રોગ્રામમાં અક્ષયે કહ્યું કે, મેં ૨૬ વર્ષ પછી એવોર્ડ જીત્યો છે. જો તે પણ તમને પસંદ નાં હોય તો પરત લઇ લો. પદ્મ ભૂષણ એવોર્ડ વિશે પૂછવા પર અક્ષયે કહ્યું કે, તેના માટે વધારે મહેનત કરવી પડશે. ત્યારે લોકોને લાગશે કે તમે તે એવોર્ડના હકદાર છો. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આયોજિત ૬૪માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત થયા બાદ બોલીવુડ એક્ટર અક્ષય કુમારને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. પોતાની ૨૫ વર્ષની કારકીર્દીમાં અક્ષય કુમારનો આ પહેલો એવોર્ડ છે. તે પહેલા તેમને કોઈ ફિલ્મફેર એવોર્ડ કે નેશનલ એવોર્ડ મળ્યો નથી. ફિલ્મ રુસ્તમ માટે આ પુરસ્કાર મળ્યા બાદ અક્ષય કુમારે ટ્વીટર પર પોતાની ખુશી જાહેર કરી હતી. તેમણે આ એવોર્ડ માટે પોતાના ફેંસ સાથે જૂરીનો પણ આભાર માન્યો હતો.

તમને જણાવી દઈએ કે, નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત બાદથી જ સોશિયલ મીડિયા પર તેને લઈને ચર્ચા ચાલી રહી છે. લોકોનું માનવું છે કે, આ વર્ષે નેશનલ એવોર્ડ આમિર ખાનને તેમની ફિલ્મ 'દંગલ' માટે મળવું જોઈએ. નેશનલ એવોર્ડ્સને લઈને દર વખતે કોઈને કોઈ વિવાદ સામે આવે છે અને લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરુ કરી દે છે. આ કડીમાં હવે અક્ષય કુમાર પર પણ નિશાન લગાવવામાં આવી રહ્યું છે.

The post Akshay Kumar એ કહ્યું – પ્રોબ્લેમ હોય તો પરત લઇ લો નેશનલ એવોર્ડ appeared first on Vishva Gujarat.

બ્રેકિંગ ન્યૂઝ! ‘The Kapil Sharma Show’હવે થઇ જશે બંધ, ચેનલે કર્યો ચોંકાવનારો ખુલાસો…

$
0
0

The Kapil Sharma Show

તાજેતરમાં ફેમસ રિયાલીટી શો 'The Kapil Sharma Show' ને તાજેતરમાં ૧૦૦ એપિસોડ પૂર્ણ કરવાની ખુશી પર ગ્રહણ લાગી ગયું છે. સોની ટીવીએ Kapil Sharma નાં શોને ઓફ એર કરવાનું મન બનાવી દીધું છે. સોની ટીવી કપિલનાં શોને આગળ રિન્યુ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ ખબરની સાથે જ કપિલ શર્માને બહુ મોટો ઝટકો લાગ્યો છે. જો કે, છેલ્લા ઘણા સમયથી કપિલ શર્માએ તે દરેક પ્રયત્ન કરી ચૂક્યા છે જેનાથી શો છોડી ચુકેલા કલાકાર ફરીથી શોમાં પરત આવે અને શોની ટીઆરપી વધે. પરંતુ કપિલ આવું કરવામાં નિષ્ફળ રહ્યા છે અને સોની ટીવીને કપિલનાં શો વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શોના મેકર્સ ૧૦૭ કરોડ એક શોને આપવા માટે તૈયાર નથી જેનાથી તેમને કંઈ મળતું નાં હોય. કપિલ શર્મા શોમાં ચંદુ ચાયવાળો, નાની અને ડોક્ટર મશહૂર ગુલાટીની કમી મેકર્સ માટે ખોટનો સોદો સાબિત થયો છે. જેના કારણે કપિલને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મા મુશ્કેલીમાં આવી ગયા છે. 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. ગયા અઠવાડિયે શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ હતી. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post બ્રેકિંગ ન્યૂઝ! ‘The Kapil Sharma Show’ હવે થઇ જશે બંધ, ચેનલે કર્યો ચોંકાવનારો ખુલાસો… appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડનાં સુપરહીટ સિંગર Arijit Singh નો જન્મદિવસ

$
0
0

Happy Birthday Arijit Singh !

બોલીવુડનાં સુપરહીટ સિંગર Arijit Singh નો જન્મદિવસ

Happy Birthday Arijit Singh !

એક ભારતીય પ્લે બેક સિંગર જેમને જાન્યુઆરી ૨૦૧૬ માં ૬૧ માં ફિલ્મફેરથી સમ્માનિત કરવામાં આવ્યા છે. Arijit Singh નો જન્મ ૨૫ એપ્રિલ ૧૯૮૭ એ પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદમાં થયો હતો. અરિજિતનાં પિતા એક પંજાબી અને માતા બંગાળી છે. અરિજિત સિંહને શરૂઆતથી જ સંગીતમાં ઇન્ટરેસ્ટ હતો એટલે તેમને ઘરમાંથી જ આનો અભ્યાસ કરવાનું શરુ કરી દીધું હતું.

અરિજિત સિંહ

Happy Birthday Arijit Singh !

તેમને ઘર પર અભ્યાસ તેમની નાની અને મામી કરાવતા હતા. તેમના મામા ઘણા સારા તબલા વાદક છે. અરિજિતે પોતાનું ભણતર રાજા વિજય સિંહ હાઇસ્કુલમાં અને શ્રીપત સિંહ કોલેજમાંથી કરી છે.

અરિજિત સિંહ

Happy Birthday Arijit Singh !

કેરિયરની શરૂઆત
અરિજિત સિંહે પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૫ માં એક રીયાલીટી શો 'ફેમ ગુરુકુળ' નાં ઓડીશનથી કરી હતી. આ શોમાં તે સમયજ્યુરી પેનલમાં શંકર મહાદેવન પણ શામેલ હતા. તે દરમિયાન અરિજિત સિંહે પોતાના ઓડીશનમાં શાસ્ત્રીય પૃષ્ઠભૂમિ અને ચોંકાવનારી પ્રતિભાથી બધાને ચોંકાવી દીધા હતા. જો કે, અરિજિત ફાઈનલમાં આ શો હારી ગયા પરંતુ આ પછી તેમને એક અન્ય રીયાલીટી શો '૧૦ કે ૧૦ લે ગયે દિલ' માં ભાગ લીધો જે સંગીતનો જ શો હતો અને આમાં ફેમ ગુરુકુળ અને ઇન્ડીયન આઇડોલનાં વિજેતાઓની વચ્ચે મુકાબલો થયો હતો. શો જોત્ય બાદ અરિજિત સિંહે રેકોર્ડીંગ સેટઅપ તૈયાર કર્યો અને મ્યુઝીક પ્રોગ્રામિંગની સફર શરુ કરી.

અરિજિત સિંહ

Happy Birthday Arijit Singh !

આ પછી તેમણે, આસિસ્ટન્ટ મ્યુઝીક પ્રોગ્રામર તરીકે શંકર-એહસાન-લોય, વિશાલ-શેખર અને મિથુનની સાથે કામ કર્યું હતું. તે સમયે, મહાદેવને અરિજિતને મનાવ્યા કે, તેમના દ્વારા બનાવવામાં આવેલા સોન્સને પોતાનો અવાજ આપે પણ અરિજિત એમ કહેતા નાં પાડી દીધી કે તેમને એક 'પોપ્યુલર વોઈસ' બનવું છે. જ્યારબાદ મહાદેવને અન્ય સિંગર સાથે તે સોંગને ડબ કર્યું હતું.

અરિજિત સિંહ

Happy Birthday Arijit Singh !

૨૦૧૦ થી ૨૦૧૩ સુધીની સફર
૨૦૧૦ માં અરીજીતે પ્રીતમ ચક્રવર્તી સાથે ત્રણ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું. જેમાં ગોલમાલ ૩, ક્રૂક અને એક્શન રિપ્લે જેવી ફિલ્મો શામેલ છે. ૨૦૧૧ માં અરીજીતે પોતાનું બોલીવુડ મ્યુઝીક ડેબ્યુ મિથુનનાં બનાવેલા સોંગ 'ફિર મહોબ્બત' જે મર્ડર ૨ નું સોંગ છે તેની સાથે કર્યું. આ સોંગ ૨૦૦૯ માં જ રેકોર્ડ થયુ હતું પરંતુ, રીલીઝ ૨૦૧૧ માં થયું હતું. આ પછી તેમણે ફિલ્મ એજન્ટ વિનોદનું સોંગ 'રાબતા' ગાયું. એજન્ટ વિનોદ સિવાય, અરીજીતે પ્રીતમ માટે ત્રણ અન્ય ફિલ્મોમાં પણ સોંગ ડબ કર્યા જેમાં પ્લેયર્સ, કોકટેલ અને બરફી જેવી ફિલ્મો પણ શામેલ છે.

અરિજિત સિંહ

Happy Birthday Arijit Singh !

તેમણે ચિરંતન ભટ્ટ માટે ૧૯૨૦ એવિલ રીટર્ન્સનાં સોંગ માટે પણ અવાજ આપ્યો અને ફિલ્મ શાંઘાઈમાં વિશાલ-શેખર માટે 'દુઆ' સોંગને પોતાનો અવાજ આપ્યો જે માટે તેમને મિર્ચી મ્યુઝીક એવોર્ડમાં અપકમિંગ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો અને તે શ્રેણીમાં ફિલ્મ બરફીનાં સોંગ 'ફિર લે આયા દિલ' માટે નામાંકિત પણ કરવામાં આવ્યા હતા.

અરિજિત સિંહ

Happy Birthday Arijit Singh !

અરીજીતને ભારે સફળતા અને ઓળખ 'આશિકી ૨' નાં સોંગ 'તુમ હી હો' થી મળી છે. આ સોંગ માટે ઘણા પુરસ્કાર મળ્યા જેમાં ફિલ્મફેર પુરસ્કારનાં બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનું નામાંકન પણ શામેલ છે. તેમણે ફિલ્મના અન્ય સોન્ગસમાં પણ જીત ગાંગુલી સાથે કામ કર્યું છે. આ પછી તેમણે દિલ્લીવાલી ગર્લફ્રેન્ડ, કબીરા અને ઇલાહી જેવા સોંગ ગાયા. તેમણે શાહિદ અને ઈલીયાના પર ફિલ્માવવામાં આવેલા સોંગ 'મેં રંગ શરબતો કા' ને પણ પોતાનો અવાજ આપ્યો છે.

અરિજિત સિંહ

Happy Birthday Arijit Singh !

તેમણે ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પર ફિલ્મમાવવામાં આવેલા સોંગ કાશ્મીર મેં તું કન્યા કુમારી સોંગને પણ અવાજ આપ્યો જેને વિશાલ અને શેખરે કમ્પોઝ કર્યું હતું. તેમના દ્વારા ગાયેલા 'કભી જો બાદલ બરસે' ને તે પોતાનું પર્સનલ ફેવરેટ મને છે અને ફિલ્મ મિકી વાઈરસનાં સોંગ 'તોસે નેના જબ મિલે' ને પોતાના દિલની નજીક માને છે.

અરિજિત સિંહ

Happy Birthday Arijit Singh !

મળ્યો ફેવરેટ ડાયરેક્ટ સાથે કામ કરવાનો ચાન્સ
૨૦૧૪ માં અરિજિત સિંહને પોતાના બે ફેવરેટ મ્યુઝીક ડાયરેક્ટ્ર્સ સાજીદ-વાજીદ અને એ.આર.રહેમાનની સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો. તેમણે ફિલ્મ મેં તેરા હીરોમાં બે સોન્ગ ગયા અને હિરોપંતીમાં 'આ રાત ભર' પણ ગાયું. આ સિવાય તેમણે અન્ય સોંગ્સ જેવા કે, સમજવા, હમદર્દ, મનવા લાગે, મુસ્કુરાને કી વજહ, સુનો નાં સંગેમરમર, મસ્ત મગન, જેવા સોંગને પણ પોતાનો અવાજ આપ્યો છે જે સુપરહીટ થઇ ચુક્યા છે. વર્ષ ૨૦૧૫ માં તેમણે 'રોય' ફિલ્મનું 'સૂરજ ડૂબા' અને 'ખામોશીયા' નું ટાઈટલ સોંગ ગાયું છે. જે આજે પણ લોકોના મોઢે છે.

અરિજિત સિંહ

Happy Birthday Arijit Singh !

અરિજિતનાં હાલના જ  સોંગ્સ 'સનમ રે', 'પલ ભર ઠહેર જાઓ', 'જનમ જનમ સાથ ચલના યું હી', 'સોચ નાં શકે', 'ટુકુર ટુકુર', 'ચલ વહા જાતે હૈ', 'આયત' સુપરહીટ છે. અમારા તરફથી અરિજિત સિંહને જન્મદિવસની શુભેચ્છા.

The post આજે છે બોલીવુડનાં સુપરહીટ સિંગર Arijit Singh નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

‘Baahubali 2’ની રિલીઝ ડેટ નજીક, જાણો ક્યારે શરુ થશે એડવાન્સ બુકિંગ?

$
0
0

Advance Bookings for Baahubali 2: The Conclusion to Open From Today Evening

Baahubali 2 રિલીઝ થવામાં બસ હવે થોડા જ દિવસ બાકી છે. બે વર્ષથી દર્શકો આ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. અંતે તેમને એ વાતનો જવાબ મળવાનો છે કે, કટપ્પાએ Baahubali ને કેમ માર્યો? જો તમે પણ આ પ્રશ્નનો ઉત્તર જાણવા માંગો છો તો સામાન્ય વાત છે કે, તમે પણ ફર્સ્ટ ડે આ ફિલ્મ જોવા માંગશો. તમને જણાવી દઈએ કે, બાહુબલી 2 નું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે. ટ્રેડ સૂત્રો મુજબ, મંગળવારે સાંજે અથવા બુધવારે સવારે બાહુબલી 2 નું એડવાન્સ બુકિંગ શરુ થઇ જશે. ફિલ્મનો ક્રેઝ જોઈ એવું લાગી રહ્યું છે કે, એડવાન્સ બુકિંગ માટે દર્શકો ની પડાપડી થશે. જો તમે પણ બાહુબલીનાં ફેન છો તો સમય પર તમારી ટીકીટ બુક કરાવી લેજો.

ઉલ્લેખનીય છે કે, બાહુબલી 2 એક શાનદાર પ્રીમિયર માટે તૈયાર છે. ફિલ્મનાં નિર્માતાનો દાવો છે કે, ૨૭ એપ્રિલે મુંબઈમાં આયોજિત થનાર આ ભવ્ય પ્રીમિયર આંતરરાષ્ટ્રીય પ્રીમિયરને ટક્કર આપતા નજર આવશે. આ ભવ્ય આયોજનમાં પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આવવાની સંભાવના છે. તેની સાથે ટીમ બાહુબલી ભવિષ્યમાં ભારતીય પ્રીમિયર માટે તેને એક ઉદાહરણ બનાવવા માટે ઉત્સુક છે. ફિલ્મના પ્રીમિયર માટે એક શ્રેષ્ઠ રેડ કાર્પેટની યોજના બનાવવામાં આવી છે. ૨૭ એપ્રિલે તે રંગીન સાંજને ધ્યાનમાં રાખી આ ફિલ્મના સેટથી મોટા પ્રોજેક્ટ અને કલાકૃતિઓ પહેલાથી ખરીદી લેવામાં આવી છે જેથી આ સમારોહને વધારે આકર્ષિત બનાવી શકાય.

બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

The post ‘Baahubali 2’ ની રિલીઝ ડેટ નજીક, જાણો ક્યારે શરુ થશે એડવાન્સ બુકિંગ? appeared first on Vishva Gujarat.

૧૬ વર્ષ બાદ એવોર્ડ ફંકશનમાં Aamir Khan, RSS ચીફના હસ્તે મળ્યું સન્માન

$
0
0

Aamir Khan attends an award function after 16 years

Aamir Khan ને ૭૫ માં માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે એવોર્ડ સેરેમનીમાં નજર નાં આવનાર Aamir Khan એ ૧૬ વર્ષ પછી આવા કોઈ સમારોહમાં હાજરી આપી છે. ભારતરત્ન લતા મંગેશકરનાં પરિવાર દ્ધારા સંચાલિત દીનાનાથ મંગેશકર પુરસ્કાર માટે આ વર્ષે આમિર ખાનને તેમની ફિલ્મ દંગલ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. આમિર ખાનને આ એવોર્ડ સંઘ પ્રમુખ મોહન ભાગવતનાં હાથે મળ્યું છે. તેની પહેલા આમિર ઓસ્કાર સેરેમનીમાં નજર આવ્યા હતા. જ્યારે ફિલ્મ 'લગાન' માટે તે એકેડમી એવોર્ડ સેરેમનીમાં ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, સોમવારે ૭૫ માં માસ્ટર દીનાનાથ મંગેશકર પુરસ્કાર ૨૦૧૭ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર સમાજના વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. આમિર ખાનને ફિલ્મ ‘દંગલ’ માટે, અભિનેત્રી વૈજયંતિમાલા-બાલીને હિન્દી ફિલ્મ ક્ષેત્રે પ્રદાન કરવા માટે અને કપિલ દેવને ક્રિકેટ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. લતા મંગેશકરે પણ મોહન ભાગવતનું બહુમાન કર્યું હતું.

The post ૧૬ વર્ષ બાદ એવોર્ડ ફંકશનમાં Aamir Khan, RSS ચીફના હસ્તે મળ્યું સન્માન appeared first on Vishva Gujarat.

અંતે અલગ થયા Farhan-અધુના, કોર્ટે આપી તલાકની મંજૂરી

$
0
0

Farhan Akhtar, Adhuna Bhabani Are Now Divorced

બોલિવુડ એક્ટર-નિર્દેશક Farhan Akhtar અને તેમની પત્ની અધુનાના મેરેજના ૧૬ વર્ષ પછી તલાક થઇ ગયા છે. કોર્ટે Farhan Akhtar અને અધુનાના તલાકનાં નિર્ણય પર મોહર લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓકટોબરમાં ફરહાન અને તેમની પત્ની અધુનાએ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં તલાક માટે અરજી આપી હતી. કોર્ટે બંને પક્ષ સાંભળ્યા પછી તલાક આપવાનો નિર્ણય કર્યો છે. કોર્ટના નિર્ણયની સાથે ફરહાનના બંને બાળકોની કસ્ટડી તેમની પત્ની અધુનાને આપવામાં આવી છે. જો કે, ફરહાન અખ્તરને કોઈ રોક વગર બાળકોને ક્યારેય પણ મળવાની અનુમતિ પણ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ફરહાન અને અધુનાએ આપસી સહમતિથી ૧૫ વર્ષ જૂના વૈવાહિક જીવનને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો.

ફરહાન અને અધૂનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે પરસ્પર અને આપસી રજામંદીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમારા બાળકો હંમેશા અમારી પ્રાથમિકતા રહેશે અને આ અમારા માટે ઘણું મહત્વપૂર્ણ છે કે તેમને કોઈ પણ પ્રકારની અટકળોથી દૂર રાખવામાં આવે.’ બંનેએ પોતાની પ્રાઈવસી માટે માટે લોકોને વિનંતી કરી છે. બોલીવુડ અભિનેતા ફરહાન અખ્તર પત્ની અધુનાથી સેપરેટ થયા બાદ તેમની જ ફિલ્મ ‘ઝીંદગી નાં મિલેગી દોબારા’ ની કો-સ્ટાર કલ્કી કોચલીન સાથે સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. આ પહેલા ફરહાનનું નામ તેમની જ ફિલ્મ ‘વઝીર’ ની કો-એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી અને ફિલ્મ ‘રોક ઓન ૨’ ની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે પણ જોડાઈ ચુક્યું છે.

The post અંતે અલગ થયા Farhan-અધુના, કોર્ટે આપી તલાકની મંજૂરી appeared first on Vishva Gujarat.


ફિલ્મ રિલીઝ પહેલા સામે આવ્યું ‘Baahubali 2’નું દમદાર પોસ્ટર

$
0
0

Baahubali 2

આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મ Baahubali 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેંસની આતુરતા વધારવા માટે સોશિયલ મીડિયા પર Baahubali 2 નાં ફેંસ માટે એક નવું પોસ્ટર જારી કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં બાહુબલી એક અલગ અંદાજમાં નજર આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં એક્ટર પ્રભાસ અમરેન્દ્ર બાહુબલીના રોલમાં નજર આવશે. આ ફિલ્મમાં પ્રભાસ સિવાય અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, સત્યરાજ લીડ રોલમાં છે.

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર મારધાડ અને એક્શનથી ભરપૂર છે. ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થતા જ તેણે એક રેકોર્ડ બનાવી દીધો છે. બાહુબલી ૨ નું ટ્રેલર અત્યાર સુધી ૫ કરોડ કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે. કોઈપણ ભારતીય ફિલ્મના ટ્રેલરની સરખામણીએ આ ફિલ્મનું ટ્રેલર સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ચાર ભાષાઓ તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 'બાહુબલી: ધ કનક્લુજન' ને ફક્ત ભારતમાં ૬૫૦૦ સ્ક્રીન્સમાં રીલીઝ કરવામાં આવશે. આ સિવાય નોર્થ અમેરિકામાં ૭૫૦ સ્ક્રીન્સ અને દુનિયાના લગભગના લગભગ 30 દેશોમાં ૧૦૦૦ સ્ક્રીન્સ પર રીલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના બંને ભાગને મળી લગભગ ૪૫૦ કરોડનો ખર્ચ થયો છે. બાહુબલી ૨ ના થિયેટર રાઈટ નોર્થ અમેરિકાના ડિસ્ટ્રિબ્યુટર્સ ગ્રેટ ઇન્ડિયા ફિલ્મ્સને ૭ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા છે. જ્યારે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ત્યાં ૧૫ મિલિયન ડોલરનો ફાયદો કરશે. તેની પહેલા નોર્થ અમેરિકાથી આમિર ખાનની દંગલે લગભગ ૧૨ મિલિયન કમાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

The post ફિલ્મ રિલીઝ પહેલા સામે આવ્યું ‘Baahubali 2’ નું દમદાર પોસ્ટર appeared first on Vishva Gujarat.

‘Karrle Tu Bhi Mohabbat’માં એકવાર ફરીથી જોવા મળશે રામ કપૂર અને સાક્ષી તંવરની કેમેસ્ટ્રી

$
0
0

Trailer of Sakshi and Ram Kapoor's web-series 'Karrle Tu Bhi Mohabbat' is out

ટેલીવિઝનની ફેમસ જોડીઓમાંથી એક રામ કપૂર અને સાક્ષી તંવર એકવાર ફરીથી દર્શકોને એન્ટરટેનમેન્ટ કરવા માટે પરત આવી રહ્યા છે. ટેલીવિઝનની દુનિયાનું આ ફેમસ કપલ એકતા કપૂરની નવી વેબ સીરીઝ 'Karrle Tu Bhi Mohabbat' માં સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, વેબ સીરીઝ 'કર લે તુ ભી મોહબ્બત' નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં રામ કપૂર અને સાક્ષીની વચ્ચે એકવાર ફરીથી જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. તેની પહેલા ટીવી સીરીયલ 'બડે અચ્છે લગતે હે' મા રામ અને સાક્ષીની જોડીને વધારે પસંદ કરવામાં આવી હતી.

વેબ સીરીઝમાં રામ કપૂર કરણ ખન્નાનાં રોલમાં નજર આવશે જ્યારે સાક્ષી એક થેરાપિસ્ટની ભૂમિકામાં નજર આવશે. ટ્રેલરની શરૂઆતમાં જ રામ કપૂર શાહરૂખ ખાનના અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહ્યા. આ વેબ સીરીઝમાં કરણ ખન્નાને શરાબની લત લાગી જાય છે અને તેના ઈલાજ માટે તેઓ સાક્ષી પાસે પહોચે છે. આ ટ્રેલરમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રીનાં ઘણા મજેદાર કિસ્સાની ઝલક જોવા મળે છે.

જ્યારે સાક્ષી કરણને પૂછે છે કે, તમને શરાબ પીવાની લત ક્યારથી લાગી છે તો કરણ મજેદાર અંદાજમાં જવાબ આપતા કહે છે કે, તેમની ખુશીઓ કોઈની મોહતાજ નથી. કરણ સાક્ષીને કહે છે કે, યુવતીઓ તેમના રૂમની ચાવીઓ મેળવવા માટે ૧૬ સોમવારનું વ્રત રાખે છે, તેના પર સાક્ષી જવાબ આપે છે કે, તમે મારા ટાઈપના નથી.

The post ‘Karrle Tu Bhi Mohabbat’ માં એકવાર ફરીથી જોવા મળશે રામ કપૂર અને સાક્ષી તંવરની કેમેસ્ટ્રી appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મલાઈકા અરોરા ખાનનો જલવો

$
0
0

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન


બોલીવુડ અદાકારા અને ડાન્સર મલાઈકા અરોરા ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોસનો કોલાઝ શેર કર્યો છે. પોતાની અદાઓથી ફિલ્મી પરદા પર રાજ કરનારી મલાઈકા અરોરા ખાન ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને સતત પોતાની ફોટોસ શેર કરતી રહે છે.

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા ખાનએ ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત શાહરૂખ ખાન સાથે 'છૈયાં છૈયાં' ગીતથી કરી હતી.

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

મલાઈકા અરોરા ખાન પોતાના ઘણા ગીતોથી જાણીતા છે, પરંતુ 'મુ્ન્ની બદનામ હુઈ' ચાહકોને ઘણું પસંદ આવ્યું છે.

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

મલાઈકા અરોરા ખાને સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા છે. બંનેની ઓળખાણ એક ગાઢ મિત્રતામાં બદલાવવાની ત્યારે શરૂ થઈ જ્યારે એ લોકો 'મિસ્ટર કોફી' એડ માટે સાથે આવ્યા હતા.

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

મલાઈકા અરોરા ખાન જયારે ૧૧ વર્ષની હતી, ત્યારે તેમના માતા-પિતા એકબીજાથી જુદા થઈ ગયા હતા. મલાઈકા અરોરા ખાન પોતાની બોડી ફિટનેસ માટે જાણીતી છે અને તેના માટે તે દરરોજ એક્સસાઈઝ કરે છે.

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાન

મલાઈકા અરોરા ખાને પોતાના પતિ અરબાઝ ખાન સાથે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો છે. જેમાં 'દબંગ', 'દબંગ ૨' અને 'ડોલી કી ડોલી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મલાઈકા અરોરા ખાન એક બાળકની માતા છે અને તેમના દીકરાનું નામ અરહાન છે.

The post ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મલાઈકા અરોરા ખાનનો જલવો appeared first on Vishva Gujarat.

જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 1

ટીવી અભિનેત્રી અને ડાન્સર રાખી સાવંતને તમે સારી રીતે જાણો છો. બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 2

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંત અત્યારના દિવસોમાં ઇન્સ્ટાગ્રામ છવાયેલી છે. રાખી સાવંતે હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શાનદાર ફોટોસ અપલોડ કર્યા છે. તમને જણાવી દઈએ કે, આ તસ્વીરોને રાખી સાવંતે એક વિડીયો ફોર્મેટમાં શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 3

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 4

ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત મીડિયામાં ત્યારે આવી જયારે મીકા સિંહની સાથે કિસ વાળો કાંડ થયો હતો. ત્યાર બાદ તે બિગ બોસમાં પણ મહેમાન બની આવી હતી.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 5

રાખી સાવંત એક વાર આમીર ખાનથી પૂછી લીધું હતું કે, તેમણે બીજા લગ્ન કેમ કર્યા? આ પ્રશ્નના જવાબમાં આમીર ખાને રાખી સાવંતથી પૂછ્યું કે શું તેમણે કિરણ પસંદ નથી?

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 6

રાખી સાવંતે કરીના કપૂર પર પણ ટીપ્પણી કરી હતી. એક ટીવી ચેનલથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું હતું કે, બોલીવુડની રિયલ છમ્મક છલ્લો કરીના કપૂર નહિ, પરંતુ તે સ્વયં છે.

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 7

આઈટમ ગર્લ રાખી સાવંતે આરોપ લગાવ્યો હતો કે, બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફે અગ્નિપથના નવા સંસ્કરણનું આઈટમ ગીત ચિકની ચમેલીમાં તેમની કોપી કરી હતી. રાખી સાવંતે રિયાલીટી શો ;ગજબ દેશની અજબ કહાની’ ઘણો ચર્ચિત રહ્યો હતો. રાખી સાવંતે મીડિયાથી જણાવ્યું હતું કે, બાબા રામદેવ તેમના પોતાના છે, જયારે રાહુલ ગાંઘી તેમનું સપનું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 8

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 9

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 10

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 11

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

Rakhi Sawant Posts Sensual Pics On Instagram 12

The post જુઓ..બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

OMG! ‘કટપ્પાએ Baahubali કેમ માર્યો’તેનો રાઝ ખૂલશે ‘બાહુબલી 3’માં

$
0
0

Answer To Why Katappa Killed Baahubali Comes From Baahubali Himself

વર્ષ ૨૦૧૫ માં આવેલ ફિલ્મ 'Baahubali : ધ બિગનિંગ' ની લોકપ્રિયતા એટલી ફેલાઈ ગઈ છે કે, દર્શક તેના મેઈન કિરદાર 'બાહુબલી' એટલે કે પ્રભાસના દરેક કદમ પણ નજર રાખી રહ્યા છે. હવે આ ફિલ્મની સિકવલ 'બાહુબલી : ધ કનક્લુજન' આ અઠવાડિયે 28 તારીખે રિલીઝ થવાની છે. દર્શકોને હવે બહુ જલ્દી આ પ્રશ્નનો ઉત્તર મળી જશે કે,અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

જો કે, આ પ્રશ્નનો ઉત્તર મળવામાં હવે વધારે સમય બચ્યો નથી. પરંતુ એક યુટ્યુબ ચેનલ સાથે વાતચીત દરમિયાન ફિલ્મના નાયક બાહુબલી એટલે કે પ્રભાસે જણાવ્યું કે, બાહુબલીએ કટપ્પાને કેમ માર્યો? આ પ્રશ્નનો ઉત્તર દર્શકોને બાહુબલી સીરીઝની ત્રીજી ફિલ્મમાં જાણવા મળશે. આવું કહીને પ્રભાસ મજાક કરી રહ્યા હતા અથવા કોઈ ઈશારો, આ તો ફિલ્મ જોઇને જ ખબર પડશે.

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર મારધાડ અને એક્શનથી ભરપૂર છે. ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થતા જ તેણે એક રેકોર્ડ બનાવી દીધો છે. બાહુબલી ૨ નું ટ્રેલર અત્યાર સુધી ૫ કરોડ કરતા વધુ લોકો જોઈ ચૂક્યા છે. કોઈપણ ભારતીય ફિલ્મના ટ્રેલરની સરખામણીએ આ ફિલ્મનું ટ્રેલર સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ચાર ભાષાઓ તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

The post OMG! ‘કટપ્પાએ Baahubali કેમ માર્યો’ તેનો રાઝ ખૂલશે ‘બાહુબલી 3’ માં appeared first on Vishva Gujarat.

ભારતમાં ફિલ્મ ‘Lipstick Under My Burkha’ને મળી લીલી ઝંડી

$
0
0

Lipstick Under My Burkha

પ્રોડ્યુસર પ્રકાશ ઝાની ફિલ્મ 'Lipstick Under My Burkha' ને અંતે ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી મળી ગઈ છે. વિદેશોમાં ઘણા ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રશંસા મેળવી રહેલ ફિલ્મ Lipstick Under My Burkha હવે ભારતમાં પણ જોવા મળશે. જો કે, ફિલ્મને 'એ' સર્ટીફિકેટ સાથે રિલીઝ કરવામાં આવશે અને તેના કેટલાક સીન્સ પણ કટ કરવામાં આવશે. ફિલ્મ સર્ટિફિકેશન એપેલેટ ટ્રિબ્યુનલ (એફસીએટી) એ સેન્સર બોર્ડને નિર્દેશ આપ્યા છે કે, ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' ને 'એ' પ્રમાણપત્ર આપવામાં આવે જેને પહેલા સેન્સર બોર્ડે ઇનકાર કરી દીધો હતો. સેન્સર બોર્ડ દ્ધારા ફિલ્મને લીલી ઝંડી નાં મળવાનાં કારણે ફિલ્મના નિર્દેશક અને પ્રોડ્યુસર સહિત આખી ટીમ નિરાશ હતી.
.
ઉલ્લેખનીય છે કે, લોસ એન્જલસમાં આયોજિત ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' માટે ઘણું સરપ્રાઈઝિંગ રહ્યું. ફિલ્મે ગોલ્ડન ગ્લોબ્સમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. ડિરેક્ટર અલંકૃતા શ્રી વાસ્તવે કહ્યું કે, આ અમારા માટે વધારે ગર્વની વાત છે કે, હોલિવુડ ફોરેન પ્રેસ એસોશિયેશને અમારી ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' એ ગોલ્ડન ગ્લોબ્સમા સ્ક્રીનિંગ માટે પસંદ કરી છે. ફિલ્મની ડિરેક્ટર અલંકૃતા માટે હવે ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં પોતાની ફિલ્મને નોમિનેટ કરવાની તક મળી શકે છે.

કડક નિયમોને કારણે સેન્સર બોર્ડ વારંવાર ચર્ચામાં રહે છે. આ વખતે પણ સેન્સર બોર્ડે ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા' માં અમુક દ્રશ્યો કટ કરવાના આદેશ આપ્યા છે. પ્રકાશ ઝાની અપકમિંગ ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખાને સેન્સર બોર્ડે ભારતમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકયો હતો. સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ ન કરવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે ફિલ્મ વધુ પડતી નારી વિષયક છે. આ સિવાય ફિલ્મમાં અભદ્ર શબ્દો પણ છે. પહલાજ નિહલાનીએ જણાવ્યું કે, આ ફિલ્મ બોર્ડ સર્ટિફિકેશનની માર્ગદર્શિકાના નિયમો વિરુધ્ધ છે અને ફિલ્મને સર્ટિફિકેટ ન આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે.

The post ભારતમાં ફિલ્મ ‘Lipstick Under My Burkha’ ને મળી લીલી ઝંડી appeared first on Vishva Gujarat.

જાણો…કેમ Sonakshi Sinha છોડશે ‘નચ બલિએ ૮’?

$
0
0

Nach Baliye 8

ગયા અઠવાડિયે જ Sonakshi Sinha ની ફિલ્મ 'નૂર' આવી હતી જેમાં તે એક પત્રકારની ભૂમિકામાં નજર આવી હતી. જો કે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઈ સારી કમાણી કરી હતી નહિ. Sonakshi Sinha  તાજેતરમાં દબંગ ટૂરથી પરત આવી છે અને તેને એટલો મોટો ઝટકો લાગ્યો છે કે, તમે દંગ રહી જશો. અત્યારે સોનાક્ષી ફેમસ ડાન્સિંગ શો નચ બલિએમાં જજ તરીકે નજર આવી રહી છે પરંતુ હવે એવું લાગે છે કે, સોનાક્ષી આ શોમાં જજ તરીકે નજર આવશે નહિ.

જી હાં, મલાઈકા અરોડાને સોનાક્ષીની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, નચ બલિએમાં જજ તરીકે મલાઈકાનો પ્રથમ શો હતો અને આ શોને એકવાર ફરીથી જજ કરવા માટે મલાઈકા ઉત્સાહિત છે. નચ બલિએ ૮ માં સોનાક્ષીને રિપ્લેસ કરવાનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સોનાક્ષી તેના કરાર મુજબ, થોડા અઠવાડિયા સુધી વ્યસ્ત રહેવાની છે. જેના કારણે તે આ શો જજ કરી શકશે નહિ. સોનાક્ષી બહુ જલ્દી રિતિક રોશનની સાથે એક અન્ય ટૂર પર જવાની છે તો આ કારણે સોનાક્ષી આગામી કેટલાક અઠવાડિયા માટે સાઉથ આફ્રિકામાં હશે. નચ બલિએનાં મેકર્સની પાસે સોનાક્ષીને રિપ્લેસ કરવા સિવાય કોઈ ઉપાય નથી.

તમને જણાવી દઈએ કે, નચ બલિએની આ સીઝનમાં ટીવીની ફેમસ જોડીઓને પહેલા જ ચેનલ અને શો ના મેકર્સે સાઈન કરી લીધા છે. નચ બલિએ સીઝન ૮ માં દિવ્યાંકા ત્રિપાઠી – વિવેક દહિયા, ભારતી સિંહ – હર્ષ, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા -વિક્રાંત સિંહ રાજપૂત, દીપિકા કક્ક્ડ-શોએબ ઈબ્રાહીમ સામેલ છે. તો બીજી તરફ, સોનાક્ષી સિન્હા, ફિલ્મમેકર મોહિત સૂરી અને ડાંસર કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ શો નાં જજ છે.

The post જાણો… કેમ Sonakshi Sinha છોડશે ‘નચ બલિએ ૮’? appeared first on Vishva Gujarat.


…તો આ દિવસે Shah Rukh Khan અને અક્ષય કુમાર ટકરાશે બોક્સ ઓફિસ પર

$
0
0

Shah Rukh Khan

Shah Rukh Khan અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મને લઈને પહેલા એવી ખબર આવી હતી કે, આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મની ડેટ હવે આગળ વધારવામાં આવશે નહિ. જી હાં, Shah Rukh Khan અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ તેની નક્કી કરેલ ડેટ પર જ રિલીઝ થશે. ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે જ રિલીઝ થશે. જો કે, હજુ આ ફિલ્મની નામ ફાઈનલ થયું નથી. આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે ત્યારે તેની ટક્કર બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ- એક પ્રેમકથા' સાથે થશે. તમને જણાવી દઈએ કે, ઈમ્તિયાઝની ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા પંજાબમાં થઇ રહ્યું હતું અને શૂટિંગ સમયના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ શાહરૂખ અને અનુષ્કાની જોડી ફિલ્મ 'રબને બના દી જોડી' માં નજર આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ 'ટોઈલેટ એક પ્રેમ કથા' ની રીલીઝ ડેટ પોસ્ટપોંડ થઇ છે. આ ફિલ્મ હવે ૧૧ ઓગસ્ટે રીલીઝ થશે. પહેલા આ ફિલ્મ ૨ જૂને રીલીઝ થવાની હતી. અક્ષય કુમારે તેમના ટ્વીટર પર આ વાતની માહિતી આપી હતી. અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ એક તરફ વડાપ્રધાનના 'સ્વચ્છ ભારત' અભિયાનને સમર્થન કરે છે તો બીજી તરફ, સ્વચ્છતાનું ધ્યાન ના રાખનાર માટે વ્યંગ કટાક્ષ દર્શકોને હસાવે છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સિવાય આ ફિલ્મમાં અનુપમ ખેર પણ મેઈન રોલમાં નજર આવશે. આ તેમની અને અક્ષયની ૨૦ મી ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર ફર્સ્ટ ટાઈમ સાથે કામ કરવાના છે.

The post …તો આ દિવસે Shah Rukh Khan અને અક્ષય કુમાર ટકરાશે બોક્સ ઓફિસ પર appeared first on Vishva Gujarat.

‘ધ કપિલ શર્મા શો’ની જગ્યા લેશે Salman Khan નો આ શો!

$
0
0

Salman Khan

Salman Khan બહુ જલ્દી ટીવી પર વાપસી કરવાનાં છે. બિગબોસની આગામી સિઝનમાં હજુ ઘણો સમય છે પરંતુ તે દરમિયાન વચ્ચે તે પોતાનો દમ બતાવવા માટે નાના પડદા પર આવી રહ્યા છે. Salman Khan ની નાના પડદા પર વાપસી થઇ રહી છે 'દસ કા દમ' થી. તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે કપિલ શર્માના શોને રિપ્લેસ કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, ડીલ થઇ ગઈ તો આ શોનું પ્રસારણ જુલાઈમાં શરુ થઇ શકે છે. જો કે,સત્તાવાર આ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન 'દસ કા દમ' ની બે સીઝન ૨૦૦૮ અને ૨૦૦૯ માં હોસ્ટ કરી ચુક્યા છે. ખાસ વાત એ છે કે, સલમાન ખાન દર્શકોની સાથે એક ખાસ કનેક્શનની સાથે કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, ફેમસ રિયાલીટી શો 'ધ કપિલ શર્મા શો' ને તાજેતરમાં ૧૦૦ એપિસોડ પૂર્ણ કરવાની ખુશી પર ગ્રહણ લાગી ગયું છે. સોની ટીવીએ કપિલનાં શોને ઓફ એર કરવાનું મન બનાવી દીધું છે. સોની ટીવી કપિલનાં શોને આગળ રિન્યુ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ ખબરની સાથે જ કપિલ શર્માને બહુ મોટો ઝટકો લાગ્યો છે. જો કે, છેલ્લા ઘણા સમયથી કપિલ શર્મા તે દરેક પ્રયત્ન કરી ચૂક્યા છે જેનાથી શો છોડી ચુકેલા કલાકાર ફરીથી શોમાં પરત આવે અને શોની ટીઆરપી વધે. પરંતુ કપિલ શર્મા આવું કરવામાં નિષ્ફળ રહ્યા છે અને સોની ટીવીને કપિલનાં શો વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે.

The post ‘ધ કપિલ શર્મા શો’ ની જગ્યા લેશે Salman Khan નો આ શો! appeared first on Vishva Gujarat.

સલમાનની ફિલ્મ Tubelight ની સાથે રિલીઝ થશે આ બે ધમાકેદાર ફિલ્મનું ટ્રેલર

$
0
0

Tubelight

શાહરૂખ ખાન અને અજય દેવગણની વચ્ચેના કોલ્ડ વોર વિશે તો બધા જાણે છે. શાહરૂખની ફિલ્મ 'જબ તક હે જાન' અને અજયની ફિલ્મ 'સન ઓફ સરદાર' નાં બોક્સ ઓફિસ કલેશ સમયે તેમની વચ્ચેનું અંતર બધાએ જોયું હતું. જો કે,૨૦૧૫ માં 'દિલવાલે' નાં શૂટિંગ દરમિયાન બંનેનો સાથેનો ફોટો વાયરલ થયા પછી બધાને લાગ્યું કે, બંનેની વચ્ચે બધું ઠીક થઇ ગયું છે. પરંતુ એકવાર ફરીથી શાહરૂખ અને અજય એકબીજાની સામે આવી ગયા છે અને તે પણ સલમાન ખાનના કારણે. વાત જાણે એમ છે કે, સલમાનની ફિલ્મ 'Tubelight' ની સાથે અજય તેમની ફિલ્મ 'બાદશાહો' નું ટ્રેલર રિલીઝ કરવા માંગે છે તો બીજી તરફ, શાહરૂખ, અનુષ્કાની સાથે પોતાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા માંગે છે. બંને ફિલ્મના મેકર્સ 'Tubelight' ની ટીમ સાથે આ વિશે વાત કરી છે.

સલમાનના બેનરના સીઈઓએ કહ્યું કે, બંને ફિલ્મોના મેકર્સે અમને આ વિશે વાત કરી છે. અમે વિચાર્યું છે કે, અમે બંને ફિલ્મોનું ટ્રેલર 'ટ્યુબલાઈટ' ની સાથે બતાવીશું. ટ્યુબલાઈટનાં મેકર્સનાં આ નિર્ણયે શાહરૂખ અને અજયની વચ્ચે એક અન્ય લડાઈ થવાથી બચાવી દીધા છે. દર્શકોને આ વખતે ઈદ પર સલમાનની ટ્યુબલાઈટની સાથે શાહરૂખ અને અજયની ફિલ્મોનું ટ્રેલર પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post સલમાનની ફિલ્મ Tubelight ની સાથે રિલીઝ થશે આ બે ધમાકેદાર ફિલ્મનું ટ્રેલર appeared first on Vishva Gujarat.

Baahubali ફિલ્મને બે પાર્ટમાં બનાવવા પાછળ છુપાયું છે આ રહસ્ય !

$
0
0

ફિલ્મ 'Baahubali ૨' નું ટ્રેલર ૧૬ માર્ચે રીલીઝ થયું છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર ફિલ્મના નિર્દેશક એસ.એસ. રાજામૌલી, એક્ટર પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીએ ફિલ્મ સાથે જોડાયેલ ઘણી દિલચસ્પ વાતો કહી છે. મુંબઈમાં ટ્રેલર લોન્ચ ઇવેન્ટ પર નિર્દેશક એસ.એસ.રાજામૌલીએ Baahubali ફિલ્મને બે ભાગમાં કેમ બનાવી છે તેનું કારણ જણાવ્યું હતું.

નિર્દેશક એસ.એસ.રાજામૌલીએ જણાવ્યું કે, ફિલ્મને બે ભાગમાં એટલા માટે બનાવવામાં આવી કારણકે ફિલ્મની સ્ટોરી લાંબી હતી. અમારો વિચાર બાહુબાલીને ફ્રેનચાઈઝ કરવાનો હતો નહિ પરંતુ બાહુબલીની દુનિયા હવે કોમિક્સ, ટીવી સીરીઝ અને નોવેલ્સ સુધી જશે. અમે ઇફેક્ટ્સ અને એક્શન સિક્વન્સ વધાર્યા છે. ફિલ્મની સ્ટોરી બીજા ભાગમાં એકદમ અલગ હશે.

રાજામૌલીએ કહ્યું કે, પાર્ટ-૨ રીલીઝ કર્યાના એક-બે અઠવાડિયા પહેલા અમે બાહુબલી પાર્ટ -૧ રીલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે જેથી લોકો ફિલ્મની સ્ટોરી સાથે કનેક્ટ થઇ શકે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર મારધાડ અને એક્શનથી ભરપૂર છે.

ફિલ્મ 'બાહુબલી: ધ કનક્લુજન' નું ટ્રેલર રીલીઝ થતા જ તેણે એક રેકોર્ડ બનાવી દીધો છે. બાહુબલી ૨ નું ટ્રેલર અત્યાર સુધી ૫ કરોડ લોકો જોઈ ચૂક્યા છે. કોઈપણ ભારતીય ફિલ્મના ટ્રેલરની સરખામણીએ આ ફિલ્મનું ટ્રેલર સૌથી વધુ વખત જોવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર ચાર ભાષાઓ તેલુગુ, હિંદી, તમિલ અને મલયાલમમાં રીલીઝ કરવામાં આવ્યું છે.

બાહુબલી-૧ ની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

The post Baahubali ફિલ્મને બે પાર્ટમાં બનાવવા પાછળ છુપાયું છે આ રહસ્ય ! appeared first on Vishva Gujarat.

સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો

$
0
0

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 1

દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેશ લુકની તસ્વીર શેર કરી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 2

આ તસ્વીરોમાં સોનાક્ષી સિન્હાએ ડીપ બ્લેક લેધર ડ્રેસ પહેરેલી છે. એક વધુ તસ્વીર શેરમાં તે ડેનીમ ડ્રેસમાં જોવા મળી રહી છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 3

ફિલ્મોમાં આવ્યા પહેલા સોનાક્ષી સિન્હાએ ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 4

સલમાન ખાનની સાથે ફિલ્મ દબંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી સોનાક્ષી સિન્હા ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ રહેતી રહે છે અને પોતાના ચાહકોના માટે તસ્વીરો શેર કરતી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 5

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 6

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 7

બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Shares Fashionable Pics on Instagram 8

The post સોનાક્ષી સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની મદમોહક તસ્વીરો appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images