Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 162 | 163 | (Page 164) | 165 | 166 | .... | 200 | newer

  0 0

  Baahubali 2

  આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Baahubali 2' ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ Baahubali ને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ 'બાહુબલી : ધ કનક્લુજન' ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આ ફિલ્મ પ્રથમ દિવસની કમાણીના કેસમાં ૨૦૧૭ ની સૌથી મોટી ફિલ્મ બની છે. અત્યાર સુધી આ રેકોર્ડ શાહરૂખ ખાનની રઈસનાં નામ પર હતો. રઈસે પ્રથમ દિવસે ૨૦.૪૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બાહુબલી 2 એ રિલીઝ થતા જ મોટા પડદા પર બધા રેકોર્ડ તોડવાનું શરુ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રથમ દિવસે જ આ ફિલ્મે ૧૦૦ કરોડ કરતા વધુ કમાણી કરી લીધી છે. આ રીતે બાહુબલી 2 રીલીઝનાં દિવસે જ ૧૦૦ કરોડ રૂપિયા કમાવનારી દેશની પ્રથમ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ હજુ પણ ઘણા રેકોર્ડ બ્રેક કરશે કારણકે આ તો બસ શરૂઆત છે.

  ફિલ્મની સ્ટોરી ત્યાંથી શરુ થાય છે જ્યાં બાહુબલી ૧ ની સ્ટોરી પૂર્ણ થઇ હોય છે અને શિવા ઉર્ફે મહેન્દ્ર બાહુબલી (પ્રભાસ) ને કટપ્પા (સત્યરાજ) તે બતાવવાનો પ્રયત્ન કરે છે કે, અંતે મહારાજા અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ) ની હત્યા કેવી રીતે થઇ હતી. ત્યારે ફિલ્મની સ્ટોરીમાં ફલેશબેક આવી જાય છે અને તે સમયનો ઉલ્લેખ થાય છે જ્યારે માહિષ્મતિનાં સામ્રાજ્યમાં અમરેન્દ્ર બાહુબલીનો રાજ્યાભિષેક થવાનો હોય છે. પરંતુ આ વાત ભ્લ્લાલદેવ (રાણા દગ્ગુબત્તી) ને પસંદ આવતી નથી. જેના કારણે તે તેના પિતાની સાથે મળીને અમરેન્દ્ર બાહુબલીને મારવા માટેનો પ્લાન બનાવે છે. જેમાં કટપ્પાને આગળ કરી દેવામાં આવે છે અને મહારાણી શિવગામી (રામ્યા કૃષ્ણન) ને ખોટા શબ્દો બોલી તેમની સાથે વિશ્વાસઘાત કરે છે. તેની સાથે જ ફિલ્મની સ્ટોરીમાં દેવસેના(અનુષ્કા શેટ્ટી) ની એન્ટ્રી થાય છે. હવે કેવી પરિસ્થિતિઓમાં અંતગર્ત બાહુબલીનું કતલ થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

  ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ફિલ્મ દરમિયાન તેનો ઉત્તર દિલચસ્પ રીતે જાણવા મળે છે. ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીનું પરફોર્મન્સ ઘણું શાનદાર છે. તો બીજી તરફ, અનુષ્કા શેટ્ટી તમને વધારે સરપ્રાઈઝ કરશે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ સહજ છે. અન્ય કિરદારોનો અભિનય પણ સારો છે.

  The post Baahubali 2 નો મોટો ધમાકો, પ્રથમ દિવસે કરી ૧૦૦ કરોડની કમાણી appeared first on Vishva Gujarat.


  0 0

  Actor Vinod Khanna couldn't fulfill this wish before dying

  બોલિવુડમાં એક જમાનામાં રાજ કરનાર એક્ટર Vinod Khanna હવે આપણી વચ્ચે રહ્યા નથી. ૨૭ એપ્રિલે સવારે ૧૧.૨૦ નાં રોજ મુંબઈની એચએન ફાઉન્ડેશન હોસ્પિટલમાં Vinod Khanna નું નિધન થયું હતું. ત્યારબાદ સાંજે વર્લી સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રિશી કપૂર, રાહુલ ઢોળકિયા, જેકી શ્રોફ, ગુલઝાર, સુભાષ ઘાઈ, સરોજ ખાન, કબીર બેદી, ચંકી પાંડે, રણધીર કપૂર, દિયા મિર્ઝા સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.

  હિંદી સિનેમાનાં દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્ના પાકિસ્તાનનાં પેશાવર સ્થિત પોતાના પુશ્તૈની ઘરને જોવા માંગતા હતા. પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઇ શકી નહિ. ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંતમાં સાંસ્કૃતિક ધરોહર પરિષદનાં મહાસચિવ શકીલ વહુદુલ્લાએ ૨૦૧૪ માં પોતાની ભારત યાત્રા દરમિયાન વિનોદ ખન્ના સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, પોતાના ઓટોગ્રાફમાં ખન્નાએ પેશાવરના લોકોને શુભેચ્છા પાઠવી હતી અને પુશ્તૈની શહેરની યાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

  વહીદુલ્લાએ કહ્યું કે, વિનોદ ખન્ના તે વિસ્તારને જોવા માટે પેશાવર જવા માંગતા હતા. જ્યાં તેમના માતા-પિતા અને પૂર્વજ રહેતા હતા. તેમણે પાકિસ્તાનની યાત્રા કરવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ તેમને તેમાં સફળતા મળી નહિ. તેમણે કહ્યું કે, સાંસ્કૃતિક ધરોહર પરિષદ બહુ જલ્દી ખન્નાનાં સમ્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરશે.

  ઉલ્લેખનીય છે કે, વિનોદ ખન્ના ૭૦ વર્ષના હતા. તેઓ ઘણા સમયથી કેન્સર પીડિત હતા પરંતુ તેમના પરિવારે આ વિશે પુષ્ટિ કરી નથી. તાજેતરમાં તેમનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં તેઓ વધારે અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા. વિનોદ ખન્નાનો જન્મ ૭ ઓકટોબર, ૧૯૪૬ નાં રોજ પેશાવર, પાકિસ્તાનમાં થયો હતો પરંતુ વિભાજન પછી તેમનો પરિવાર મુંબઈ આવી વસી ગયો. વિનોદ ખન્ના રાજનીતિમાં પણ સફળ રહ્યા છે. તેઓ પંજાબનાં ગુરુદાસપુરનાં સાંસદ તરીકે લોકસભામાં લોકપ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

  વિનોદ ખન્નાએ મેરે અપને, કુર્બાની, પૂરબ ઔર પશ્ચિમ, રેશમા ઔર શેરા, હાથ કી સફાઈ, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી છે. વિનોદ ખન્નાનું નામ એવા એક્ટર્સમા સામેલ હતું જેમણે શરૂઆત તો વિલનના રોલથી કરી હતી પરંતુ પછી હીરો બની ગયા હતા.

  The post આ હતી Vinod Khanna ની અંતિમ ઈચ્છા, જે રહી ગઈ અધૂરી appeared first on Vishva Gujarat.


  0 0

  Exes Ranbir-Katrina click first ever selfie after break-up

  લગભગ ૫ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી કેટરીના કેફ અને Ranbir Kapoor નું બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યારબાદ બંનેનાં રિલેશન કંઈ ખાસ રહ્યા નહિ. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણીવાર કેટરીના કેફ અને Ranbir Kapoor એક-બીજાને અવોઇડ કરે છે. પરંતુ આજે તેમની એક સેલ્ફી સામે આવી છે. જેને 'જગ્ગા જાસૂસ' ની તેમની કો-સ્ટાર સયાની ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વાસ્તવમાં સયાનીએ કેટરીનાનું ઇન્સ્ટાગ્રામ પર વેલકમ કર્યું છે.

  કેટરીના અને રણબીરની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ની રિલીઝ ઘણા દિવસોથી ટળી રહી છે. બ્રેકઅપ પછી બંનેની ફર્સ્ટ ફિલ્મ સાથે આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. કેટરીના અને રણબીર તેની પહેલા 'અજબ પ્રેમ કી ગજબ કહાની' અને 'રાજનીતિ' માં સાથે નજર આવી ચૂક્યા છે. ગયા વર્ષે કેટરીના કેફ અને રણબીર કપૂરનું બ્રેકઅપ થઇ ગયું હતું અને ત્યારથી બંને ફક્ત ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના સેટ પર જ જોવા મળ્યા હતા જ્યારે બંને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ કરી રહ્યા હતા. હવે બહુ જલ્દી બોક્સ ઓફિસ પર જગ્ગા જાસૂસ રિલીઝ થવાની છે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે.

  ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને કેટરિના કૈફની આગામી ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરને જોતા તમને રણબીરની બરફી તેમજ રણબીર અને કેટરીનાની અજબ પ્રેમ કી ગજબ કહાનીની પણ યાદ આવશે. ટ્રેલરની શરૂઆતમાં રણબીર કપૂર બાળકોની જેમ પોતાના મોઢાથી મ્યુઝીક વગાડતા નજર આવશે. ટ્રેલરમાં બંને મસ્તી કરતા નજર આવી રહ્યા છે. જો કે, આ ટ્રેલરની ખાસ વાત એ છે કે, ટ્રેલરમાં કોઈ ડાયલોગ ડિલીવરી જોવા મળશે નહિ. આખા ટ્રેલરમાં બસ બેકગ્રાઉન્ડ મ્યુઝીક તમને સાંભળવા મળશે.

  The post બ્રેકઅપ પછી નજીક આવી રહ્યા છે Ranbir-કેટરીના! આ રહ્યો પુરાવો.. appeared first on Vishva Gujarat.


  0 0

  KRK calls Prabhas and Rana Daggubati 'cartoons'

  પોતાના વિવાદાસ્પદ નિવેદનનાં કારણે ચર્ચામાં રહેનાર કમાલ રાશિદ ખાન એટલે કે, KRK એ આ વખતે અભદ્ર ભાષાથી ભરેલ પોતાની ટ્વીટસનું નિશાન ફિલ્મ બાહુબલી-૨, તેના ડિરેકટર અને સ્ટારકાસ્ટને બનાવ્યા છે. બાહુબલી 2 જોયા પછી કેઆરકે એક પછી એક ટ્વીટ કરી છે. KRK ટ્વીટ કર્યું કે, એસ.એસ. રાજામૌલી સરે બાહુબલી 2 નાં નામ પર જનતાને બેવકૂફ બનાવ્યા છે. હું થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો, કાર્ટુન નહિ. તેમણે લખ્યું કે, બાહુબલી 2 માં નાં કોઈ સ્ટોરી છે, નાં કોઈ ઈમોશન અને નાં મનોરંજન. તે બસ એક કોમ્યુટર ગેમ છે.

  કેઆરકે અહીં રોકાયા નહિ તેમણે લખ્યું કે, જો મુગલ-એ-આઝમનાં ડિરેક્ટરનાં આસિફ સાહેબે બાહુબલી 2 જોઈ હોત તો તે રાજામૌલીનાં ઘરે તેમને ગોળી મારવા જતા રહ્યા હોત. કેઆરકે એક ટ્વીટમાં લખ્યું કે, બાહુબલી 2 તો બાહુબલી ૧ ની ૧૦ ટકા પણ નથી પરંતુ તેનો ક્રેઝ એટલો બનાવી દેવામાં આવ્યો કે પબ્લિક મૂર્ખ બની ગઈ છે અને ફિલ્મને આટલી મોટી ઓપનિંગ મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે, કેઆરકે પોતાને ફિલ્મ સમીક્ષક પણ જણાવે છે અને તેમની કટાક્ષ ભરી સમીક્ષાને તેમના ફેંસ ઘણો રસ લઈને વાંચતા હોય છે.

  આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી 2' ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ 'બાહુબલી : ધ કનક્લુજન' ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આ ફિલ્મ પ્રથમ દિવસની કમાણીના કેસમાં ૨૦૧૭ ની સૌથી મોટી ફિલ્મ બની છે. અત્યાર સુધી આ રેકોર્ડ શાહરૂખ ખાનની રઈસનાં નામ પર હતો. રઈસે પ્રથમ દિવસે ૨૦.૪૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

  The post KRK ને પસંદ ના આવી બાહુબલી 2, કહ્યું – ફિલ્મ બનાવી છે કે કાર્ટૂન appeared first on Vishva Gujarat.


  0 0

  ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ Katrina Kaif એ મચાવી ધમાલ

  અભિનેત્રી Katrina Kaif એ થોડા દિવસ પહેલા જ ઇન્સ્ટાગ્રામની શરૂઆત કરી છે અને ઇન્સ્ટાગ્રામ પર આવાની સાથે જ Katrina Kaif ના ફોલોઅર્સની સંખ્યા ૧ મિલિયનથી વધુ થઈ ગઈ છે.

  ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ કેટરીના કૈફે મચાવી ધમાલ

  તાજેતરમાં જ કેટરીના કેફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોટોસ પોસ્ટ કર્યા છે. કેટરીના કેફ એક ઇન્સ્ટાગ્રામ તસ્વીરમાં ટુવાલમાં લપેટાયેલી છે અને તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. ટરનેશનલ ફેશન ફોટો ગ્રાફર મારિયો ટેસ્ટિનોએ તાજેતરમાં જ આઈકોનિક ટુવાલની સીરીઝ લોન્ચ કરી છે. તેમાં તેમને દુનિયાબહારની મોસ્ટ લોકપ્રિય સ્ટારને સામેલ કર્યા છે.

  ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ કેટરીના કૈફે મચાવી ધમાલ

  કેટરીના કેફ પ્રથમ બોલીવુડ સ્ટાર છે, જેણે આ સીરીઝ માટે પોઝ આપ્યો છે. તેના કેટરીના કૈફ પોતાની પીઠ અને પગને એક્સપોઝ કરી રહી છે. તેના સિવાય બ્રિટની સ્પીયર્સ, બ્લેક લિવેલી, ક્રિસ્ટેન સ્ટેવાર્ટ, સેલેના ગોમેજ, કેન્ડલ જેનર અને સિન્ડી ક્રોફોર્ડ જેવી હોલીવુડ સેલેબ્સે પણ આ સીરીઝ માટે પોઝ આપ્યા છે.

  ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ કેટરીના કૈફે મચાવી ધમાલ

  ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી છે Katrina Kaif. કેટરીના કૈફ છે

  લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

  લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ.

  આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું. પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

  કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

  The post ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ Katrina Kaif એ મચાવી ધમાલ appeared first on Vishva Gujarat.


  0 0

  Tubelight

  બોલિવુડનાં દબંગ  સલમાન ખાનની ફિલ્મ Tubelight આ ઈદ પર રિલીઝ થવાની છે. ફિલ્મની ટીમે તેનું પ્રમોશન પણ શરુ કરી દીધું છે. ફિલ્મના પ્રમોશન માટે Tubelight નાં ટીમ મેમ્બર્સ દરરોજ કંઇક નવું સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. એકવાર ફરીથી ટ્યુબલાઈટનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થયેલ આ નવા પોસ્ટરમાં પોસ્ટરમાં સલમાન ખાન કોઈ બસ અથવા ટ્રામમાં બેઠેલા દેખાઈ રહ્યા છે. તેની સાથે ફેંસની ઉત્સુકતા વધારવા માટે પોસ્ટરની નીચે એક ટેગ લાઈન લખી છે, ક્યાંક જઈ રહ્યો છુ, તમારી પાસે આવી રહ્યો છુ, બસ પાંચ દિવસમાં. સલમાન ખાને શેર કરેલ પોસ્ટરને ઘણીબધી લાઈક મળી છે.

  ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

  ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

  The post સલમાને શેર કર્યું ‘Tubelight’ નું નવું પોસ્ટર, સાથે ફેંસને આપ્યા એક ગુડ ન્યૂઝ appeared first on Vishva Gujarat.


  0 0

  Sunil Grover

  Sunil Grover એ જ્યારથી કપિલ શર્માનો શો છોડ્યો છે ત્યારથી તે મીડિયામાંથી ગાયબ છે. કપિલ સાથે ઝઘડા પછી તે એટલા દુઃખી હતા કે Sunil Grover એ શો છોડી દીધો છે. તેમના ફેંસે તેમને શોમાં પરત આવવા માટે ઘણી વિનંતી કરી રહ્યા છે. ત્યાં સુધી કે, રિશી કપૂર અને નવજોત સિંહ સિદ્ધુએ પણ સુનીલને શોમાં પરત આવવાની આજીજી કરી હતી પરંતુ તેમણે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ. હવે સુનીલે આ બધા મામલે ચુપ્પી તોડી છે.

  સુનીલ ગ્રોવરનું કહેવું છે કે, જ્યારથી તેમણે 'ધ કપિલ શર્મા શો' છોડ્યો છે, ત્યારથી તેમણે આ શોનો એકપણ એપિસોડ જોયો નથી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાતનો ખુલાસો કર્યો છે. સુનીલે જણાવ્યું કે, હું વધારે વ્યસ્ત હતો, આ કારણે મેં શો છોડ્યા પછી એકપણ એપિસોડ જોયો નથી. હાં, તેના કેટલાક પ્રોમોઝ જરૂર જોયા છે. ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે સુનીલને પૂછવામાં આવ્યું કે, શું તેઓ 'ધ કપિલ શર્મા શો' પર પરત આવવાના કોઈ ચાંસ છે? તો તેના ઉત્તરમાં સુનીલ ગ્રોવરે કહ્યું કે, અત્યારે મારા મગજમાં આવું કંઈ પણ નથી.

  ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મામુશ્કેલીમાં આવી ગયા છે. 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવરઅને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

  સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

  The post ‘કપિલ શર્મા શો’ વિશે Sunil Grover બોલી ગયા કંઇક એવું કે નહિ કરી શકો તમે વિશ્વાસ! appeared first on Vishva Gujarat.


  0 0

  Baahubali 2 box-office collection Rajamouli's film is set to break all records

  આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Baahubali 2' ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ Baahubali ને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ 'બાહુબલી : ધ કનક્લુજન' ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. તેની સાથે જ બોક્સ ઓફિસ પર બાહુબલીએ રેકોર્ડ પણ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રથમ દિવસે આ ફિલ્મે ભારતમાં ૧૪૫ કરોડ, યુએસમાં ૩૩ કરોડ, ગલ્ફમાં ૧૧ કરોડ અને અન્ય જગ્યાઓ પર ૧૨ કરોડની કમાણી કરી છે. કુલ મળીને બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ ૨૦૧ રૂપિયાની કમાણી કરી છે.

  તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સ્ત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ફિલ્મ દરમિયાન તેનો ઉત્તર દિલચસ્પ રીતે જાણવા મળે છે. ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીનું પરફોર્મન્સ ઘણું શાનદાર છે. તો બીજી તરફ, અનુષ્કા શેટ્ટી તમને વધારે સરપ્રાઈઝ કરશે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ સહજ છે. અન્ય કિરદારોનો અભિનય પણ સારો છે.

  The post Baahubali 2 એ રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે વર્લ્ડવાઈડ કરી અધધધ….કમાણી appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood

  જિતેન્દ્ર

  jitendra

  સામાન્ય માણસમાં ઘણી વિચિત્ર આદતો હોય છે જે તમને દંગ કરી દે છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, આપણા ઘણા Bollywood સ્ટાર્સ એવા પણ છે જે આવી આદતોના ગુલામ હોય છે, જેને તમે જાણતા હશો નહિ. તેમની આ આદતો વિશે જાણી તમે આશ્ચર્યચક્તિ થયા વગર રહેશો નહિ અને મોટાભાગના કેસમાં તમે તમારી હસી રોકી શકશો નહિ.

  Bollywood ના દિગ્ગજ એક્ટર જિતેન્દ્રની આદત વિશે સાંભળી તમે ચોંકી જશો. જિતેન્દ્રને વોશરૂમમાં પૈપયુ ખાવાની આદત છે. તેમનું માનવું છે કે, પૈપયુ પેટ માટે સારું હોય છે અને ટોયલેટમાં ખાવાથી ફાયદાકારક રહે છે. તે ઘણા વર્ષોથી આવું કરે છે.

  અમિતાભ બચ્ચન

  bigb

  બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને પોતાના હાથ પર બે ઘડિયાળ પહેરવાની આદત છે. અમિતાભનું કહેવું છે કે, તેમને આ આદત ત્યારે પડી જ્યારે અભિષેક વિદેશમાં અભ્યાસ કરવા ગયા હતા. ત્યારે ઇન્ડિયા અને ત્યાના ટાઈમ ઝોનની ખબર રાખવા માટે તેઓ બે ઘડિયાળ પહેરતા હતા. ત્યારબાદ તેમને તેની આદત પડી ગઈ હતી.

  શાહરૂખ ખાન

  srk

  બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનને પોતાના જૂતાથી વધારે પ્રેમ છે. તે દિવસમાં એક કે બે વાર જ પોતાના જૂતા ઉતારે છે. ક્યારેક-કયારેક તો તેઓ તેમના જૂતા પહેરીને જ સૂઈ જાય છે.

  સની લિયોની

  sunny

  હોટ એક્ટ્રેસ સની લિયોનીની સુંદરતાના લાખો દિવાના છે પરંતુ તેને એક વિચિત્ર આદત છે જેને સાંભળી તમે હેરાન થઇ જશો. સનીને દર ૧૫ મિનિટે પોતાના પગ ધોવાની આદત છે. તેની આ આદતના કારણે તેના ફિલ્મોના શૂટિંગમાં પણ મોડું થાય છે.

  વિદ્યા બાલન

  vidya

  વિદ્યા બાલનને સાડીઓનો બહુ શોખ છે. તેની પાસે ૮૦૦ થી વધારે સાડીઓનું કલેક્શન છે. તેમનું કહેવું છે કે, તે સપનામાં પોતાને સાડી પહેરતી જોવે છે.

  સૈફ અલી ખાન

  saif

  વિચિત્ર આદતોમાં તો સૈફ અલી ખાને બધાને પાછળ છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે, સૈફને બાથરૂમમાં સમય પસાર કરવો વધારે પસંદ છે. તેણેપોતાના બાથરૂમમાં લાઈબ્રેરી અને ટેલીફોન રાખ્યો છે.

  The post Bollywood સ્ટાર્સની આ વિચિત્ર આદતો વિશે જાણી હેરાન થઇ જશો તમે! appeared first on Vishva Gujarat.


  0 0

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  વર્ષ ૨૦૧૭ ના ફિલ્મફેયર એવોર્ડ્સમાં બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ નેહા ભસીનને મળ્યો હતો. તેમણે આ એવોર્ડ જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત માટે મળ્યો છે. આ ગીત તેમણે ફિલ્મ સુલ્તાન માટે ગાયું હતું.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  પ્લેબેક સિંગર નેહા ભસીન ખુબ જ હોટ ફિગરની માલકિન છે. તેમણે તેના શરીરના અનેક ભાગો પર ટેટૂઝ કરાવ્યા છે.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ફિલ્મ સુલતાનમાં જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત ગાવા માટે ફિલ્મફેયર ૨૦૧૭ ની બેસ્ટ સિંગર એવોર્ડ જીતનાર સિંગર Neha Bhasin એ આ શૂટની તસ્વીર પોસ્ટ કરી છે જે તેમને ડીલેટ કરી દીધી હતી.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  તસ્વીરોની સાથે તેમને પોસ્ટમાં લખ્યું છે કે, દરરોજ લોકો રોજિંદા જીવનને કેટલીક શરતોની સાથે જીવતા હોય છે આ શરતો સાથે આપણે બંધાયેલા છીએ. તે આગળ જણાવે છે કે, તેમને સ્ત્રી શરીરથી થનારી નૈતિકતાની ચર્ચામાં પડવાનો છોડી દીધું છે.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  તે લખે છે કે, તેમને તેના પર ચર્ચા છોડી દીધી છે છોકરીઓ પોતાની જાતને કેવી રીતે કેટલી છુપાવે છે. આગળ જણાવે છે કે, તે પોતાના વિવેકના આધાર પર કામ કરે છે અને તેમને પોતાના શરીરને એક-એક ઇંચ પર ગર્વ છે.

  Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો

  તેમને જણાવ્યું છે કે, તે યુવાન છે, સુંદર છે પરંતુ આ બધાથી ઉપર તે જીવંત છે. તે જણાવે છે કે, આ જિંદગીને ભરપુર આનંદથી જીવશે. તેમને વધુ જણાવ્યું કે, જો કોઈના જીવન જીવવા માટે પ્રેમનો અભાવ છે તો તે પોતાની જાતને પ્રેમ કરવા માટે સક્ષમ નથી. નેહા પોતાના જીવનને આવી રીતે જીવવાનું વચન આપે છે.

  The post Neha Bhasin એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોતાની બોલ્ડ તસ્વીરો appeared first on Vishva Gujarat.


  0 0

  એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

  Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 1

  મિકી વાયરસ અને નામ શબાના જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અલી અવરામે એક ફોટોશૂટ કરાવ્યું છે.

  એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

  Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 2

  ફોટોશૂટની થીમ પ્લે ઈટ પોપ છે. અલી અવરામે ફોટોશૂટની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર શેર કરી છે. ૨૬ વર્ષની અલી અવરામ સ્વીડનના સ્ટોકહોમથી છે. ફિલ્મોના સિવાય એલી અવરામ બીગ બોસમાં જોવા મળી છે.

  એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

  Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 3

  ઉલ્લેખનીય છે કે, એલી અવરામ એક ગ્રીક સ્વીડિશ અભિનેત્રી છે. એલી અવરામ વર્ષ ૨૦૧૩ માં આવેલી ફિલ્મ મિકી વાયરસથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. એલી અવરામના પિતા જાનિસ આવ્રમિડીસ એક ગ્રીક સંગીતકાર છે, તેમણી માતા ગ્રીકની વેટરન એભિનેત્રી મારિયા ગ્રાલંડ છે. એલી અવરામને બાળપણથી ઇન્ડિયા ઘણું પસંદ હતું, તેમણી બાળપણથી ઇચ્છા હતી બોલીવુડ અભિનેત્રી બનવાની હતી. એલી અવરામની બેલે ડાન્સની કુશળતા છે.

  એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

  Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 4

  કારકિર્દી : એલી અવરામે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત સ્વીડનથી કરી દીધી હતી. એલી અવરામની પોતાની પ્રથમ સ્વીડિશ ફિલ્મ ક્રાઈમ રોમાંસ ડ્રામા હતી. એલી અવરામે બાળપણથી બોલીવુડ અભિનેત્રી બનવાની ઈચ્છા હતી એટલા માટે સ્વીડન છોડીને વર્ષ ૨૦૧૨ માં ઇન્ડિયા શિફ્ટ થઈ ગઈ હતી. એલી અવરામે વિદેશી હોવાના કારણે ઇન્ડિયામાં રહેવા માટે એક મોડલિંગ એજન્સીની સાથે મોડલિંગનો કોન્ટ્રાક્ટ કરવો પડ્યો હતો. એલી અવરામે પોતાનું પ્રથમ જાહેરાત એવરેડી બેટરીઝ અક્ષય કુમારની સાથે કરી હતી. એલી અવરામને બોલીવુડમાં પ્રથમ બ્રેક સૌરભ વર્માની કોમેડી થ્રિલર ફિલ્મ ‘મિકી વાયરસ’ થી મળ્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. તેમ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર કંઇક ખાસ ધમાલ મચાવી શકી નહોતી.

  એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ

  Elli Avram's shares the pics of her Latest Photoshoot on Instagram 5

  ટીવી કારકિર્દી : બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા એલી અવરામ કલર્સના રિયાલીટી શો બીગ બોશમાં જોવા મળી હતી. બીગ બોશમાં એલી અવરામની નિર્દોષતાએ બધાનું દિલ જીતી લીધા હતા. આ શોમાં સલમાન ખાનની નજર એલી અવરામ પર પડી હતી. એલી અવરામ સલમાન ખાનની નજીકના મિત્રોમાં ગણવામાં આવે છે, તેના પછી ટીકાકારોએ એલી અવરામને કેટરીના કૈફની ડુપ્લિકેટ કહેવાનું શરૂ કરી દીધું હતું.

  The post એલી અવરામે પ્લે ઈટ પોપની થીમ પર કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


  0 0

  જુઓ.. Bipasha Basu અને કરણ સિંહ ગ્રોવરનો Wedding Album

  બોલીવુડનું સૌથી હોટ કપલ Bipasha Basu અને કરણ સિંહ ગ્રોવર આજે પોતાની સાથે એક વર્ષ પૂરું કરી લીધું છે. પોતાની લગ્નની પ્રથમ એનિવર્સરીની તક પર ‘નો એન્ટ્રી’ ની અભિનેત્રી બિપાશા બાસુએ કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે, જેમાં તે સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે.

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  ઉલ્લેખનીય છે કે, બોલીવુડ સ્ટાર્સ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન મુંબઈમાં બંગાળી રીતી-રીવાજની સાથે લગ્ન કર્યા હતા. તેમના સંગીતના પ્રસંગ પર અભિનેત્રી શિલ્પા શેટ્ટી, તેમની બહેન શમિતા શેટ્ટી અને ડિઝાઈનર રોકી એસ સહિત ઘણી હસ્તીઓ જોવા મળી હતી. અમે તમને કરણ અને બિપાશાના લગ્નની કેટલીક શાનદાર ફોટોસ દેખાડી રહ્યા છે. તમે આ ફોટામાં જોઈ શકો છો કે, બિપાશા કેટલી ખુશ દેખાઈ રહી છે. બિપાશાએ દરેક ફોટામાં કરણની સાથે જુદાજુદા પોઝ આપ્યા હતા.

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  તમને જણાવી દઈએ કે, બિપાશાએ ડિઝાઈનર રોકી એસનો આ ડિઝાઇન કરેલ લાલ રંગનો લહેગો પહેર્યો છે. આ લાલ રંગના લહેગામાં તે ખુબ જ ખુબસુરત દેખાઈ રહી હતી.

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  તમને જણાવી દઈએ કે બિપાશાનાં ઘરે બંગાલી પરંપરાગત અનુસાર બધા રિવાજ નિભાવવામાં આવ્યા હતાં. બિપાશાએ આ પહેલાં લગ્ન કર્યા છે. જયારે કરણ ગ્રોવરના ત્રીજા લગ્ન છે. આ પૂર્વે કરણ ગ્રોવર ટીવી અભિનેત્રી શ્રદ્ધા નિગમ અને જેનિફર વિંગેટ સાથે લગ્ન કરી ચુક્યા છે. જુઓ આગળ વધુ ફોટો.....

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  જુઓ..બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનો વેડિંગ આલ્બમ

  The post જુઓ.. Bipasha Basu અને કરણ સિંહ ગ્રોવરનો Wedding Album appeared first on Vishva Gujarat.


  0 0

  Tubelight

  સલમાન અને શાહરૂખના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. જી હાં, બોલિવુડના 'બાદશાહ' અને 'દબંગ' કબીર ખાનની ફિલ્મમાં એકસાથે નજર આવશે. શાહરૂખ અને સલમાનના ફેંસ આ બંને સ્ટાર્સને સિલ્વર સ્ક્રીન પર જોઈ શકશે. કબીર ખાનની ફિલ્મ 'Tubelight' માં શાહરૂખ ખાન કેમિયો કરતા જોવા મળશે. આ બંને સ્ટાર્સને તમે ૧૦ વર્ષ પછી એકસાથે સ્ક્રીન શેર કરતા જોશો.

  જ્યારથી આ બંને ફ્રેન્ડ બન્યા છે ત્યારથી તેમના ફેંસ તેમને મોટા પડદા પર એકસાથે જોવા માટે ઉત્સુક છે. આ બંને ઘણીવાર એક-બીજાની ફિલ્મોનું પ્રમોશન કરતા નજર આવ્યા છે. ત્યાં સુધી કે શાહરૂખ ઘણીવાર સલમાન ખાન ટીવી શો બિગબોસ પર પણ તેમની ફિલ્મને પ્રમોટ કરતા નજર આવે છે. આ બંને સ્ટાર્સ તેની પહેલા 'હમ તુમ્હારે હે સનમ', 'કુછ કુછ હોતા હે' અને 'કરણ-અર્જુન' માં એક સાથે જોવા મળી છે.

  એવું જણાવવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાન સલમાન ખાનની સાથે 'બિગબોસ' ના વિકેન્ડના એપિસોડમાં નજર આવશે. આ એપિસોડ શાહરૂખ ખાન ૨૦ જાન્યુઆરીએ શૂટ કરી શકે છે. સુપરસ્ટાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' માં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન પણ નજર આવશે.

  શાહરૂખ ખાનની આ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે અને ખાસ કરીને શાહરૂખના ફેંસ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લાંબા સમય પછી શાહરૂખ આ ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજર આવશે. તેઓ જ્યારે પણ ખલનાયકની ભૂમિકામાં હોય છે તો તેઓ વધારે શાનદાર નજર આવે છે.

  The post Confirmed: ૧૦ વર્ષ પછી આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે ‘કરણ-અર્જુન’ appeared first on Vishva Gujarat.


  0 0

  Baahubali

  Baahubali 2 એ પહેલા દિવસે કમાણી કરી જે ધમાકો કર્યો છે, તેનાથી બોલિવુડનાં તમામ દિગ્ગજ હલી ગયા છે. અને હવે બીજા દિવસે પણ બંપર કમાણીની ખબર સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બીજા દિવસે પણ બાહુબલી 2 ની કમાણી ૧૦૦ કરોડને પાર થઇ શકે છે. નિષ્ણાતો મુજબ, બીજા દિવસે ફિલ્મની કુલ બેઠકોની સંખ્યામાં ૮૦ ટકા દર્શક ફિલ્મ જોવા પહોચ્યા છે. આ પ્રકારે હિંદી વર્ઝનમાં બાહુબલી 2 ની કમાણી લગભગ ૪૦ કરોડ આંકવામાં આવી રહી છે. વિકેન્ડ હોવાના કારણે ઘણી જગ્યાએ ટિકિટ થોડી મોંઘી હોઈ શકે છે.

  આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી 2' 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ 'બાહુબલી : ધ કનક્લુજન' ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. તેની સાથે જ બોક્સ ઓફિસ પર બાહુબલીએ રેકોર્ડ પણ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રથમ દિવસે આ ફિલ્મે ભારતમાં ૧૪૫ કરોડ, યુએસમાં ૩૩ કરોડ, ગલ્ફમાં ૧૧ કરોડ અને અન્ય જગ્યાઓ પર ૧૨ કરોડની કમાણી કરી છે. કુલ મળીને બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ ૨૦૧ રૂપિયાની કમાણી કરી છે.

  તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સ્ત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ફિલ્મ દરમિયાન તેનો ઉત્તર દિલચસ્પ રીતે જાણવા મળે છે. ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીનું પરફોર્મન્સ ઘણું શાનદાર છે. તો બીજી તરફ, અનુષ્કા શેટ્ટી તમને વધારે સરપ્રાઈઝ કરશે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ સહજ છે. અન્ય કિરદારોનો અભિનય પણ સારો છે.

  The post આ છે Baahubali ની સુનામી, બીજા દિવસે પણ ફિલ્મની બંપર કમાણી! appeared first on Vishva Gujarat.


  0 0

  Fardeen Khan’s wife Natasha Pregnant with second child

  બોલિવુડ એક્ટર Fardeen Khan ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. જો કે, Fardeen Khan લઈને એક ખબર સામે આવી છે જે તેમના ફેંસની ઉદાસી ઓછી કરી દેશે. પ્રાપ્ત માહિતી મુજબ, ફરદીન ખાનની વાઈફ નતાશા બીજીવાર પ્રેગનન્ટ છે. તમને જણાવી દઈએ કે, નતાશા અને ફરદીન ખાનને પહેલાથી એક 3 વર્ષની પુત્રી છે. જો કે, આ ગુડ ન્યૂઝથી તેમનો આખો પરિવાર ખુશ છે.

  નતાશા અત્યારે લંડનમાં છે અને તેણે પ્રેગનન્સીના પ્રથમ ત્રણ મહિના પૂર્ણ કરી ચૂકી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ડિલીવરી દરમિયાન પણ તે લંડનમાં રહેશે. ફરદીન ખાન પણ છેલ્લા કેટલાક સમયથી લંડનમાં હતા પરંતુ થોડા દિવસ પહેલા જ તે ઇન્ડિયા પરત આવ્યા છે. ફરદીન ખાને મોટા પડદાથી ઘણા સમયથી દૂરી બનાવી રાખી છે. એક સમયે તેમની ગણતરી બોલિવુડનાં સૌથી સ્માર્ટ એક્ટર્સમાં થતી હતી. પરંતુ કેટલીક ફિલ્મો પછી જ્યારે તેમને સફળતા મળી નહિ તો તેઓ સ્ક્રીન્સથી દૂર થઇ ગયા હતા.

  થોડા દિવસ પહેલા તેમને વધતા વજનના લૂકમાં જોઈ તો બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જો કે, તેમના માટે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સલમાન ખાનની સાથે નો એન્ટ્રીની સિકવલથી મોટા પડદા પર ફરીથી દેખાશે. જો કે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

  The post Good News! બીજીવાર પિતા બનશે બોલિવુડ એક્ટર Fardeen Khan appeared first on Vishva Gujarat.


  0 0

  આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે Sumona Chakravarti

  Sumona Chakravarti all set to make her Come Back into New Show1

  બડે અચ્છે લગતે હે ફેમ અને કપિલ શર્માની ઓન સ્ક્રીન પત્ની Sumona Chakravarti બહુ જલ્દી એક ટીવી શોથી કમબેક કરવાની છે.

  આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

  ઘણા બોલિવુડ ફિલ્મો અને ધમાલ સીરીઝમાં કામ કરી ચૂકેલ એક્ટર આશિષ ચૌધરી સાથે સુમોના આ શોમાં લીડ રોલમાં નજર આવશે.

  આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

  તમને જણાવી દઈએ કે,આ અગાઉ આશિષ ટીવી શો 'એક મુઠ્ઠી આસમાન' માં ચાર વર્ષ પહેલા નજર આવી ચૂક્યા છે.

  આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

  નવી સીરીયલનું નામ દેવઆનંદ હશે. જેમાં સુમોના તેમની અપોઝિટ નજર આવશે. કલર્સ પર પ્રસારિત થનાર આ થ્રિલર શો ને નિસાર પરવેઝ અને અલિંદ શ્રીવાસ્ત બનાવશે.

  આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

  ઉલ્લેખનીય છે કે, 'ધ કપિલ શર્મા' શો માં સરલાનો રોલ પ્લે કરનારી સુમોના ચક્રવર્તી કપિલનો સાથ છોડવાની છે તેવી માહિતી સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સુમોના આ શો માં પોતાના રોલને લઇને ખુશ નથી. આ કારણે તે આ શો છોડવા માંગે છે.

  આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

  તમને જણાવી દઈએ કે, કોમેડી નાઈટ વિથ કપિલમાં સુમોના કપિલની પત્નીનો રોલ પ્લે કરી રહી હતી અને 'ધ કપિલ શર્મા' શો માં તે ડોકટર બનેલ સુનીલ ગ્રોવરની પુત્રી સરલાના રોલમાં છે, જે કપિલના પ્રેમમાં છે.

  આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે સુમોના ચક્રવર્તી

  કોમેડી નાઈટ બંધ થયા પછી સુમોનાએ કપિલનો સાથ આપ્યો હતો અને કપિલના નવા શો માં પણ તે નજર આવી રહી છે. સિમોનાએ સલમાન ખાનની ફિલ્મ કિકમાં પણ કામ કર્યું હતું.

   

  The post આ ધમાકેદાર ટીવી શોથી વાપસી કરશે Sumona Chakravarti appeared first on Vishva Gujarat.


  0 0

  Bollywood

  આયુષ શર્મા

  ayush

  આયુષ Bollywood ના ફેમસ સ્ક્રીન-રાઈટર સલીમ ખાનના જમાઈ છે, આ સંબંધથી તે સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનના બનેવી છે. તાજેતરમાં અર્પિતા ખાન મમ્મી બની છે. તેના પુત્રનું નામ આહિલ છે.

  અક્ષય કુમાર

  akshay

  એક્ટર અક્ષય કુમારે વર્ષ ૨૦૦૧ માં એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની પુત્રી ટ્વિન્કલ ખન્ના સાથે મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે આરવ અને નિતારા.

  આદિત્ય ચોપડા

  aaditya

  ફિલ્મમેકર આદિત્ય ચોપડા ફેમસ પ્રોડ્યુસર-ડિરેકટર મુખર્જીના જમાઈ છે. આ વર્ષે રાણી-આદિત્યના ઘરે પુત્રી આદિરાનો જન્મ થયો છે.

  અજય દેવગણ

  ajay

  અજય દેવગણે વર્ષ ૧૯૯૯ માં કાજોલ સાથે મેરેજ કર્યા હતા. તે એક્ટ્રેસ તનુજાના જમાઈ છે. અજય અને કાજોલને બે બાળકો છે ન્યાસા અને યુગ.

  ભરત તખ્તાની

  bharat

  ભરત તખ્તાનીએ વર્ષ ૨૦૧૨માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ સાથે મેરેજ કર્યા છે.

  સૈફ અલી ખાન

  saif

  એક્ટર સૈફ અલી ખાને વર્ષ ૨૦૧૨ માં રણધીર કપૂર અને બબીતા કપૂરની પુત્રી કરીના કપૂર સાથે મેરેજ કર્યા છે.

  ભરત સાહની

  bharat-sahni

  ભરત સાહની એક્ટર રિશી કપૂર અને નીતુ કપૂરના જમાઈ છે. ભરત-રિદ્ધીમાની પુત્રીનું નામ સમારા છે.

  નિખિલ નંદા

  nikhil

  ફેમસ બિઝનેશમેન નિખિલ નંદા, બચ્ચન પરિવારના જમાઈ છે. તેમણે અભિષેકની મોટી બહેન શ્વેતા સાથે મેરેજ કર્યા છે.

   કૃણાલ ખેમુ

  kunal

  ૨૦૦૯ માં ફિલ્મ ઢુંઢતે રહ જાઓગેના સેટ પર કૃણાલની મુલાકાત સોહા અલી ખાન સાથે થઈ હતી. ત્રણ વર્ષ ડેટિંગ અને ત્યારબાદ લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યા પછી તેમણે ૨૦૧૫ માં મેરેજ કર્યા હતા.

  ધનુષ

  dhanush

  ધનુષ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે.

  The post આયુષ શર્માથી લઈને સૈફ અલી ખાન સુધી, આ છે Bollywood ના ફેમસ જમાઈ appeared first on Vishva Gujarat.


  0 0

  Hum Paanch

  લોકપ્રિય કોમેડી શો 'Hum Paanch' નાના પડદા પર એકવાર ફરીથી પ્રસારિત થશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ શો બિગ મેજિક પર પ્રસારિત થશે. જેનું નામ હશે 'હમ પાંચ ફિરસે'. 'હમ પાંચ ફિર સે' ને એસ્સેલ વિઝન પ્રાઈવેટ લિમિટેડ દ્ધારા રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ૯૦ નાં દાયકામાં 'Hum Paanch' નામનો કોમેડી શો આવ્યો હતો અને હવે 'હમ પાંચ ફિર સે' ને એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવશે.

  શોની કાસ્ટ પસંદ કરવાની પ્રક્રિયા હજી ચાલી રહી છે. આ શો મે મહિનામાં પ્રસારિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, કોમેડી સીરીયલ 'હમ પાંચ' ૧૯૯૫-૧૯૯૯ સુધી ટેલીકાસ્ટ થયો હતો. તેમાં અશોક સરાફ, પ્રિયા તેંડુલકર, રાખી ટંડન, ભૈરવી, વંદના પાઠક અને વિદ્યા બાલન જેવા કલાકાર હતા. શોમા એક પરિવારની સ્ટોરીને કોમેડીના રૂપમાં બતાવવામાં આવી હતી. તેની બીજી સીઝન ૨૦૦૫ માં આવી હતી.

  The post નાના પડદા પર એકવાર ફરીથી હસાવવા આવી રહ્યો છે કોમેડી શો ‘Hum Paanch’ appeared first on Vishva Gujarat.


  0 0

  Happy Birthday Bollywood Actress Anushka Sharma

  આજે છે બોલીવુડ અભિનેત્રી Anushka Sharma નો જન્મદિવસ

  બોલીવુડની મશહુર અભિનેત્રી Anushka Sharma નો આજે જન્મદિવસ છે. અનુષ્કા શર્માનો જન્મ ૧ મે ૧૯૮૮ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેના પિતા કર્નલ અજય કુમાર એક આર્મી ઓફિસર અને માતા હોમ મેકર. અનુષ્કાએ બેંગ્લોરમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ મોડલિંગની શરૂઆત કરી હતી.

  આજે છે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ

  વર્ષ ૨૦૦૮થી અનુષ્કા શર્માની બોલીવુડમાં એન્ટ્રી

  વર્ષ ૨૦૦૮માં અનુષ્કાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. બોલીવુડમાં ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી કરિયરની શરૂઆત કરી હતી. અને અત્યારે અનુષ્કા શર્મા બોલીવુડની મોસ્ટ ડિમાંડીંગ એક્ટ્રેસમાંની એક છે. હાલમાં અનુષ્કા શર્મા બહુત ચર્ચામાં રહી છે કેમ કે, તેના અફેર્સ ચર્ચા ક્રિકેટર વિરાટ કોહલી સાથે ચાલી રહી છે. બોલીવુડમાં તેના દમદાર અભિનયને કારણે અનુષ્કા દર્શકોના દિલની ચહીતી બની ગઈ છે. આગળ વાંચો અનુષ્કા શર્માની બોલીવુડ સફર વિશે.....

  આજે છે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ

  ફિલ્મ 'લેડીઝ વર્સીસ રિકી બહલ' માં અનુષ્કા પોતાના જબરદસ્ત હોટ સીન્સ લઈને ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં તેને બિકની પહેરીને દર્શકોને પોતાના દીવાના કરી દીધા હતા. ફિલ્મમાં અનુષ્કા શર્માએ ગોવાની ચાલબાજ બિકીની હસીનાનો જબરદસ્ત રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહ પર દેખાયો હતો.

  આજે છે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ

  અનુષ્કા શર્મા એક અભિનેત્રી જ નહિ પરંતુ, ફિલ્મ નિર્માતા પણ બની ગઈ છે. હાલમાં અનુષ્કા શર્માએ ફિલ્મ 'એનએચ ૧૦'નું નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં અનુષ્કાના રોલને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. આ એક થ્રીલર ફિલ્મ હતી. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'એડન લેક'થી પ્રેરિત છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા, દર્શનકુમાર, નીલ ભૂપલમ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. બોક્સ ઓફીસ સફળ રહી હતી આ ફિલ્મ.

  આજે છે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ

  વર્ષ ૨૦૧૪માં આવેલી નિર્દેશક રાજકુમાર હીરાનીની ફિલ્મ 'પીકે'માં અનુષ્કા આમીર ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં આમીરે એલિયનની ભૂમિકા નિભાવી હતી, જયારે અનુષ્કાએ જગત જનની ઉર્ફ 'જગ્ગુ'નો કિરદાર નિભાવ્યો હતો. આ ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત, બોમન ઈરાની, સુશાંત સિંહ રાજપૂત જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર ૬૪૨ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ભારતની સૌથી સફળ ફિલ્મ બની છે. જેને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.

  આજે છે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ

  વર્ષ ૨૦૦૮માં આવેલી નિર્દેશક આદિત્ય ચોપડાની ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી અનુષ્કાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. જેમાં તેને એક સાધારણ છોકરીનો રોલ કર્યો હતો. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. ત્યારબાદ તે બોલીવુડમાં ફેમસ અભિનેત્રી બની ગઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.......

  આજે છે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ

  આજે છે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માનો જન્મદિવસ

  The post આજે છે બોલીવુડ અભિનેત્રી Anushka Sharma નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


  0 0

  Pakistani Filmmakers to stop Salman Khan's Movie Tubelight Release

  બોલિવુડમાં ઇદનો તહેવાર સલમાન ખાનના નામ પર હોય છે. આ કારણે ઈદના અવસર પર સલમાન ખાનની સામે કોઈ બીજો ફિલ્મમેકર પોતાની ફિલ્મ રિલીઝ કરતો નથી. સલમાન ખાનની ફિલ્મ 'Tubelight' આ ઈદ પર રિલીઝ થવાની છે. સલમાનના ફેંસ આતુરતાથી ફિલ્મ Tubelight ની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં તો ફિલ્મ સારો બિઝનેશ કરશે તે વાત તો નક્કી છે પરંતુ પાકિસ્તાનમાં આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  જી હાં, પાકિસ્તાનમાં પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે, સલમાનની 'ટ્યુબલાઈટ' ને ઇદના અવસર પર રિલીઝ કરવામાં નાં આવે. આ વખતે પાકિસ્તાન ટ્યુબલાઈટ ફિલ્મનો વિરોધ કરી રહી છે. કારણકે આ ફિલ્મ સાથે પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોચી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ઈદ પર પાકિસ્તાનમાં બે મોટી ફિલ્મો 'યલગાર' અને 'શોર-શરાબા' રિલીઝ થઇ રહી છે. તેવામાં પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકો ઈચ્છે છે કે, ટ્યુબલાઈટ ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ થતા રોકવામાં આવે.

  પાકિસ્તાનના ફિલ્મ વિતરક અને ફિલ્મ નિર્માતા સંઘ સલમાનની ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે, સ્થાનિક ફિલ્મો સારો બિઝનેશ કરે. આ મુદ્દો હવે કોર્ટમાં પણ પહોચી ગયો છે. 'યલગાર' અને 'શોર-શરાબા' ફિલ્મનાં પ્રોડ્યુસરે તો એવું પણ કહી દીધું છે કે, જો ઈદ પર સલમાનની ટ્યુબલાઈટ રિલીઝ કરવામાં આવશે તો તેઓ પોતાની ફિલ્મો રિલીઝ કરેશે નહિ. તો હવે જોવું દિલચસ્પ હશે કે, 'ટ્યુબલાઈટ' ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થશે કે નહિ?

  ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

  ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

  The post OMG! સલમાન ખાનની ‘Tubelight’ પાકિસ્તાનમાં નહિ થાય રિલીઝ, જાણો કેમ? appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 162 | 163 | (Page 164) | 165 | 166 | .... | 200 | newer