Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

તો શું આજે બર્થડે પર Anushka Sharma ને પ્રપોઝ કરશે વિરાટ કોહલી?

$
0
0

Anushka Sharma

વિરાટ કોહલી અને Anushka Sharma ની લવસ્ટોરી હવે કોઈનાથી છુપાયેલી નથી. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરે છે અને બધા એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે, બંને પોતાના રિલેશનને આગળ વધારે. આજે Anushka Sharma નો બર્થડે છે. તો શું વિરાટ કોહલી આજે અનુષ્કા માટે કંઈ સરપ્રાઈઝ પ્લાન કરશે! થઇ પણ શકે છે. કારણકે તાજેતરમાં વિરાટની દાઢીને લઈને જે પ્રકારની વાતચીત તે બંને સ્ટાર્સ વચ્ચે થઇ તેનાથી તો એવું લાગી રહ્યું છે કે, હવે તેઓ છુપા-છુપી રમવાના મૂડમાં નથી.

જો કે, યુવરાજ સિંહ-હેઝલ અને હરભજન સિંહ-ગીતા બસરાના મેરેજ પરથી વિરાટ અને અનુષ્કાએ કંઇક શીખવું જોઈએ. તાજેતરમાં વિરાટ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ પિક્ચર પર અનુષ્કા શર્માને જગ્યા આપી હતી. આ ખબર વધારે ચર્ચામાં રહી હતી અને તેનાથી એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, અનુષ્કા શર્માને તેની બર્થડે પર વિરાટ કોઈ 'મોટી ગિફ્ટ' તેને આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આજે બોલિવુડની ફેમસ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો બર્થડે છે. અનુષ્કા શર્માનો જન્મ ૧ મે ૧૯૮૮ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેના પિતા કર્નલ અજય કુમાર એક આર્મી ઓફિસર અને માતા હાઉસ વાઈફ છે. અનુષ્કાએ બેંગ્લોરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ મોડલિંગની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૮માં અનુષ્કાએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. બોલીવુડમાં ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી અનુષ્કા શર્માએ તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. અને અત્યારે અનુષ્કા શર્મા બોલીવુડની મોસ્ટ ડિમાંડીંગ એક્ટ્રેસમાંથી એક છે.

 

The post તો શું આજે બર્થડે પર Anushka Sharma ને પ્રપોઝ કરશે વિરાટ કોહલી? appeared first on Vishva Gujarat.


જુઓ….ભોજપુરી અભિનેત્રી Monalisa ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Latest Instagram Pics of Ex Bigg Boss Contestant Monalisa

ભોજપુરી અભિનેત્રી Monalisa ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

પ્રખ્યાત રિયાલીટી શો ‘બીગ બોસ’ સીઝન-૧૦ ની સ્પર્ધક રહેલી Monalisa આ દિવસોમાં પોતાના ટ્રાન્સફોર્મેશનના માટે ચર્ચાઓમાં છે. મોનાલિસા આ દિવસો પોતાની ફિટ કરવા માટે ખુબ જ મેહનત કરી રહી છે. મોનાલિસાએ પોતાના વર્કઆઉટની તસ્વીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર પણ કરે છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

મોનાલિસા આ દિવસોમાં રિયાલિટી શો 'નચ બલીયે’ સીઝન-૮ ના ભાગ છે. આ શોમાં તેમના લાઈફ પાર્ટનર વિક્રાંત જ તેમના ડાન્સ પાર્ટનર બન્યા છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

મોનાલિસાએ પોતાની ટ્રાન્સફોર્મેશનની તસ્વીરો શેર કરતા લખ્યું છે કે, ફિટ થવું મારા માટે પડકાર હતો, મારે તેના પર વધુ કામ કરવાનું છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તમને જણાવી દઈએ કે, મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટીવ રહે છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ઉલ્લેખનીય છે કે, બિગબોસની સીઝનમાં ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાએ તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે બિગબોસના ઘરમાં મેરેજ કર્યા હતા. આ અવસર પર મોના અને વિક્રાંતના ફેમિલી મેમ્બર્સ સિવાય ભોજપુરી એક્ટર રવિ કિશન, નિરહુઆ સહિત કેટલાક અન્ય ક્લોઝ ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ...

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ….ભોજપુરી અભિનેત્રી Monalisa ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

ખુલાસો! આ અભિનેત્રીના કારણે Vikram Bhatt નાં લગ્નજીવનમાં થયું હતું ભંગાણ

$
0
0

Vikram Bhatt opens up about his relationship with Sushmita Sen

સુષ્મિતા સેનની સાથે ક્યારેક બોલિવુડનાં ફેમસ નિર્દેશક Vikram Bhatt નું અફેર રહ્યું છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં 'ગુલામ' ફેમ ડિરેકટરે આ વાતનો સ્વીકાર કર્યો છે. Vikram Bhatt એ સ્વીકાર્યું કે, મિસ યુનિવર્સની સાથે તેમનું અફેર હતું અને એટલું જ નહિ તેમના લગ્ન તૂટવાનું કારણ પણ તે જ હતું.

તમને જણાવી દઈએ કે, વિક્રમ ભટ્ટ આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કરી ચૂક્યા છે. પરંતુ આ વાતથી તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો કે, તેમનું ઉદાસ થવાનું કારણ સુષ્મિતા સેન હતી. ઇન્ટરવ્યૂમાં વિક્રમ ભટ્ટે જણાવ્યું કે, તેઓ સુષ્મિતાને લવ કરતા હતા પરંતુ મેરેજ તૂટી જવાના કારણે તેઓ વધારે ઉદાસ હતા. તેઓ એટલા દુઃખી હતા કે છઠ્ઠા માળથી કૂદીઆત્મહત્યા કરવા માંગતા હતા.

વિક્રમ ભટ્ટે જણાવ્યું કે, તેમની પત્ની અદિતિ તેમના બાળપણની મિત્ર હતી અને પત્નીથી અલગ રહ્યા પછી તેઓ તેમની પત્ની અને પુત્રીને પણ વધારે મિસ કરતા હતા. વિક્રમ ભટ્ટે જણાવ્યું કે, જ્યારે ફિલ્મ ગુલામ રિલીઝ થવાની હતી, ત્યારે હું ફક્ત સુષ્મિતાનો બોયફ્રેન્ડ હતો. તે સમયે હું વધારે ઉદાસ હતો અને મારી પુત્રીને વધારે મિસ કરતો હતો. મારું જીવન સંપૂર્ણ રીતે અસ્ત-વ્યસ્ત થઇ ચુક્યું હતું.

જો કે, વિક્રમ ભટ્ટે એવું પણ કહ્યું કે, કોઈપણ રિલેશન મારી જિંદગી બરબાદ કરી નથી, પરંતુ મે પોતે મારી જીંદગી ખરાબ કરી છે. તમને જણાવી દઈએ કે, સુષ્મિતા સેન પછી વિક્રમ ભટ્ટનું નામ અમીષા પટેલ સાથે ચર્ચામાં રહ્યું હતું. જો કે, તેમણે એવો ખુલાસો પણ કર્યો કે, તે સુષ્મિતા અને અમીષા બંનેમાંથી કોઈની સાથે મેરેજ કરવા ઈચ્છતા નહોતા.

The post ખુલાસો! આ અભિનેત્રીના કારણે Vikram Bhatt નાં લગ્નજીવનમાં થયું હતું ભંગાણ appeared first on Vishva Gujarat.

3 દિવસમાં ‘બાહુબલી 2’ની ધમાકેદાર કમાણી, હવે 1000 કરોડ પર નજર!

$
0
0

Baahubali 2

Baahubali 2 થી ધમાકેદાર કલેકશનની આશા હતી. એવું પણ નક્કી હતું કે, ફિલ્મ ઘણા રેકોર્ડ બનાવશે. પરંતુ આટલો મોટો ધમાકો આશા કરતા પણ આગળ નીકળ્યો. રિલીઝ થયા પછી Baahubali 2 એ ધમાકેદાર કમાણીનો સિલસિલો રવિવાર સુધી ચાલુ રહી શકે છે અને ફર્સ્ટ વિકેન્ડ સુધી ફિલ્મ બોક્સઓફિસ પર ૪૫૦ કરોડ કમાવી ચૂકી છે. જો કે, નિશ્ચિત આંકડા આવવાનાં હજુ બાકી છે. પરંતુ શરૂઆતી ગણતરી એટલી મોટી સંખ્યા તરફ ઈશારો કરી રહી છે કે, થઇ શકે, આ કલેક્શન આ સંખ્યાને પાર પણ કરી જશે. તમને જણાવી દઈએ કે, પ્રથમ દિવસે ફિલ્મે ભારતમાં ૧૨૧ કરોડની કમાણી કરી હતી. તો બીજા દિવસે તેની કુલ કમાણી ૩૮૨.૫ કરોડ કરી. બાહુબલીનાં પ્રથમ ભાગે જ્યાં ૬૫૦ કરોડની કમાણી કરી હતી. તો બીજી તરફ, બાહુબલી-૨ નો ક્રેઝ જોઈ એવું લાગી રહ્યું છે કે, થોડા જ દિવસમાં આ ફિલ્મ ૧૦૦૦ કરોડની કમાણી કરી નવો રેકોર્ડ બનાવી દેશે.

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાહુબલી 2’ 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ ‘બાહુબલી : ધ કનક્લુજન’ ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. તેની સાથે જ બોક્સ ઓફિસ પર બાહુબલીએ રેકોર્ડ પણ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રથમ દિવસે આ ફિલ્મે ભારતમાં ૧૪૫ કરોડ, યુએસમાં ૩૩ કરોડ, ગલ્ફમાં ૧૧ કરોડ અને અન્ય જગ્યાઓ પર ૧૨ કરોડની કમાણી કરી છે. કુલ મળીને બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ ૨૦૧ રૂપિયાની કમાણી કરી છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ફિલ્મ દરમિયાન તેનો ઉત્તર દિલચસ્પ રીતે જાણવા મળે છે. ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીનું પરફોર્મન્સ ઘણું શાનદાર છે. તો બીજી તરફ, અનુષ્કા શેટ્ટી તમને વધારે સરપ્રાઈઝ કરશે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ સહજ છે. અન્ય કિરદારોનો અભિનય પણ સારો છે.

The post 3 દિવસમાં ‘બાહુબલી 2’ ની ધમાકેદાર કમાણી, હવે 1000 કરોડ પર નજર! appeared first on Vishva Gujarat.

નાની ઉંમરમાં બનાવી દીધું Soha Ali Khan નું લાઈસન્સ, હવે નોંધાઈ FIR!

$
0
0

Soha Ali Khan

Soha Ali Khan બહુ જલ્દી માતા બનવાની છે અને તેની ફેમિલીમાં એક નવા સભ્યની એન્ટ્રી થવાની છે. પરંતુ હવે Soha Ali Khan નાં ફેંસ માટે એક બેડ ન્યૂઝ છે. હરિયાણાનાં લોકાયુક્તે સોહા અલી ખાનને જારી કરવામાં આવેલ આર્મ્સ લાયસન્સ કેસમાં એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા છે. સોહા અલી ખાન પર આરોપ છે કે, તેને ૧૯૯૬ માં આર્મ્સ લાયસન્સ એટલે કે હથિયાર રાખવાનું લાયસન્સ જારી કરવામાં આવ્યું હતું. જ્યારે તે સમયે તેની ઉંમર ૧૮ વર્ષ એક મહિનો હતી. કાયદા મુજબ, આર્મ્સ લાયસન્સ અથવા હથિયાર રાખવા માટે નિર્ધારિત ઉંમર ૨૧ વર્ષની છે.

સોહા અલી ખાન દ્ધારા ગેરકાયદેસર રીતે આર્મ્સ લાયસન્સ બનાવવાની ફરિયાદ લોકાયુક્ત પાસે ૨૦૧૬ માં આવી હતી અને આ ફરિયાદ 'પીપલ્સ ફોર એનિમલ' નાં ચેરમેન નરેશ કાદિયાને કરી હતી. આ આખી વાતનો ખુલાસો કાળા હરણ શિકાર કેસમાં તપાસ દરમિયાન થયો છે. તપાસમાં ખબર પડી કે, સોહા અલી ખાનના પિતા નવાબ મન્સૂર અલી ખાન પટૌડીએ આ રાઈફલનો ઉપયોગ વર્ષ ૨૦૦૬ માં ઝજ્જરમાં કાળા હરણનાં શિકાર કર્યો હતો.

રાઈફલને ત્યારે જપ્ત કરી લેવામાં આવી હતી પરંતુ કયાં પણ તે સ્પષ્ટ થયું નથી કે, તે સોહાના નામ પર જારી કરવામાં આવી હતી. તપાસમાં આ વાત સામે આવી કે, આ રાઈફલ પહેલા સુલતાનનાં નામથી જારી થઇ હતી અને પછી તેને સોહા અલી ખાનના નામે નોંધવામાં આવી હતી. આ રીપોર્ટમાં રજીસ્ટ્રાએ કહ્યું કે, સોહા અલી ખાને આઈપીસીની કલમ ૪૨૦ હેઠળ એક અપરાધ કર્યો છે. ૨૦૧૦ માં સોહા અલી ખાનના આર્મ્સ લાયસન્સને ગુરુગ્રામના પૂર્વ ડીસી અને વર્તમાનમાં સીએમનાં સચિવ ડૉ. રાકેશ ગુપ્તા રદ કરી ચૂક્યા છે. સુનવણી કરતા લોકાયુક્ત જસ્ટિસે 20 એપ્રિલે કલેક્ટર, ઝજ્જરનાં એસપી, ગુડગાંવનાં પોલીસ કમિશનર અને કલેકટરને ૨૪ જુલાઈ સુધી રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.

The post નાની ઉંમરમાં બનાવી દીધું Soha Ali Khan નું લાઈસન્સ, હવે નોંધાઈ FIR! appeared first on Vishva Gujarat.

Sarkar 3 ને લઈને રામગોપાલ વર્માએ કર્યો મોટો ખુલાસો

$
0
0

Sarkar 3

અપકમિંગ ફિલ્મ 'Sarkar 3' નાં રિલીઝ માટે તૈયાર ફિલ્મકાર રામ ગોપાલ વર્માએ કહ્યું કે, તેમણે પોતાની આ ફિલ્મના માધ્યમથી ભાઈ-ભત્રીજાવાદનાં મુદ્દાને પ્રભાવી રૂપે ઉઠાવ્યો છે અને તેના સમાધાનની રીત ફિલ્મમાં બતાવવામાં આવી છે. રામ ગોપાલે ફિલ્મના પ્રચાર માટે શુક્રવારે આયોજિત કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, આ વખતે મે વિચાર્યું કે, 'Sarkar 3' દ્ધારા ભાઈ-ભત્રીજાવાદનાં મુદ્દાને ઉકેલવાનો પ્રયત્ન કેમ નાં કરવામાં આવે. લોકો ભારી તુલનામાં સંબંધીઓનો વધારે પક્ષ લેતા હોય છે. લોકતંત્રમાં શું આ સૌથી મોટી લડાઈ નથી? ફિલ્મમાં આ મુદ્દા પર ખાસ નજર નાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, આપણા સમાજમાં વૃધ્ધ લોકો પોતાના પુત્રો અને સંબંધીઓનાં નામ પર પોતાની સંપત્તિ છોડી જતા હોય છે અને મને લાગે છે કે બધા આવું કરતા હશે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન સ્ટારર રામ ગોપાલ વર્માની ફિલ્મ 'સરકાર ૩' ની રીલીઝ ડેટ થોડા દિવસ પહેલા ફાઈનલ થઇ હતી પરંતુ હવે આ ફિલ્મની ડેટ ૭ એપ્રિલ થી વધારી ૧૨ મે કરી દેવામાં આવી છે. ઈરોઝ નાવે તેમના ટ્વીટર એકાઉન્ટ પર આ વાતની માહિતી આપી હતી કે ફિલ્મ હવે ૧૨ મે ના દિવસે રીલીઝ થશે. ફિલ્મમાં અમિતાભની સાથે યામી ગૌતમ, જેકી શ્રોફ, અમિત સાધ અને મનોજ વાજપેયી નજર આવશે. 'સરકાર' સીરીઝની ત્રીજી ફિલ્મ 'સરકાર ૩'નું ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયું છે. ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં 'સરકાર ૩' ની સ્ટારકાસ્ટ ડિકલેર કરી છે. પાર્ટ૩ માં અમિતાભની સાથે સિનેજગતના અન્ય દિગ્ગજ છે. ૨૦૦૫ માં અમિતાભ અને અભિષેક સ્ટારર 'સરકાર' એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

૨૦૦૮ માં તેની સિકવલ 'સરકાર રાજ' એ પણ સારો બિઝનેસ કર્યો અને તેના ૮ વર્ષ પછી રામ ગોપાલ વર્માએ તેની ત્રીજી સિકવલની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ડિરેકટરે આ વખતે અભિષેક અને એશ્વર્યાને આ ફિલ્મમાં લીધા નથી. તેઓ જણાવે છે કે, આ ફિલ્મ બીજા સમય અને બીજી પરિસ્થિતિમાં બનાવવામાં આવી છે.

The post Sarkar 3 ને લઈને રામગોપાલ વર્માએ કર્યો મોટો ખુલાસો appeared first on Vishva Gujarat.

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ…

$
0
0

Bollywood

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ...

arjun-kapoor

બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

અર્જુન કપૂર :
બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

સંજય દત્ત

sanjay-dutt

પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

સૈફ અલી ખાન

kareena

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

રેખા

rekha

સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

અમિતાભ બચ્ચન

big-b

અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

શાહરૂખ ખાન

shahrukh

શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

હેમા માલિની

hema

ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

સલમાન ખાન

salman

સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

અનિલ કપૂર

anil

અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

 

 

The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.

અભિનેત્રી Kajol એ બીફ ડીશનાં વાયરલ વિડીયો વિશે કર્યું સ્પષ્ટીકરણ!

$
0
0

Bollywood Actress Kajol issues a clarification on 'beef' video

અભિનેત્રી Kajol આજકાલ ફિલ્મો ભલે નાં કરી રહી હોય પરંતુ તેણે સોશિયલ મીડિયાણા માધ્યમથી પોતાના ફેંસ સાથે જોડાઈ રહેવું બહુ સારી રીતે આવડે છે. Kajol તેની પુત્રી, પતિ અને મિત્રો સાથે ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતી હોય છે. તાજેતરમાં કાજોલે તેના એક ફ્રેન્ડની રેસ્ટોરન્ટમાંથી એક વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં કાજોલ તેના ફ્રેન્ડને કહે છે કે, તે આ ડીશનું નામ બતાવે જે તે ખાઈ રહી છે. તેનો ફ્રેન્ડ જણાવે છે કે, આ બીફ છે. ત્યારબાદ કાજોલ મજાકમાં કહે છે કે, બીફ બનાવવાનાં કારણે તેના હાથ કાપી નાખવા જોઈએ.

જો કે, ત્યારબાદ કાજોલે તે વિડીયો ડિલીટ કરી દીધો અને સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે ભેંસનું મીટ હતું. ટ્વીટર પર જારી કરેલા નિવેદનમાં કાજોલે કહ્યું કે, ફ્રેન્ડ સાથે લંચનો જે વિડીયો મેં શેર કર્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે તે બીફ છે. આ મિસકમ્યુનિકેશનછે. તે ભેંસનું મીટ હતું, જે કાનૂની રીતે ઉપલબ્ધ છે. આ એક વધારે સંવેદનશીલ મુદ્દો છે, જે કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચાડે છે. હું આ બિલકુલ નથી ઈચ્છતી.

The post અભિનેત્રી Kajol એ બીફ ડીશનાં વાયરલ વિડીયો વિશે કર્યું સ્પષ્ટીકરણ! appeared first on Vishva Gujarat.


Baaghi 2 નું પોસ્ટર રિલીઝ, સલમાનના અંદાજમાં જોવા મળ્યો ટાઈગર શ્રોફ

$
0
0

Tiger Shroff starrer Movie Baaghi 2 first poster out

બોલિવુડ એક્ટર ટાઈગર શ્રોફના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. ટાઈગર શ્રોફની સુપરહિટ ફિલ્મ 'Baaghi' ની સીકવલ Baaghi-2નું પોસ્ટર આજે રિલીઝ થઇ ગયું છે. જેના પ્રમાણે ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં ૨૭ એપ્રિલનાં દિવસે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના આ પોસ્ટરને જોઈ ખબર પડે છે કે, તેને અહેમદ ખાન ડિરેકટ કરશે અને સાજિદ નડિયાદવાલા તેને પ્રોડ્યુસ કરશે. તેની સાથે ફોકસ સ્ટાર સ્ટુડિયો ટાઈગર શ્રોફની આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરશે.

જો આ પોસ્ટરની વાત કરવામાં આવે તો તેમાં એક હ્યુષ્ટ-પુષ્ટ વ્યક્તિ પોતાના જમણા હાથમાં મોટી બંદૂક લઈને ઉભો છે અને તેના બીજા હાથમાં એક લાલ રંગનું કપડું બાંધેલું છે. હવે એવું પણ કહી નાં શકાય કે, આ વ્યક્તિ ટાઈગર શ્રોફ છે કે બીજું કોઈ. જો કે, એવું કહી શકાય કે આ વ્યક્તિ દમદાર છે. આ વ્યક્તિ સિવાય પોસ્ટરમાં નીચેથી ઉપર આવતું એક હેલીકોપ્ટર પણ દેખાઈ રહ્યું છે. પોસ્ટર જોઈ એવું કહી શકાય કે, ફર્સ્ટ બાગીની જેમ આ ફિલ્મ પણ દમદાર હશે. જેમાં જબરદસ્ત એક્શન જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘બાગી’ માં શ્રદ્ધા કપૂરની સાથે ટાઈગર શ્રોફ હીરોના રોલમાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાગી ફિલ્મ બોક્સ ઓફિસ પર સક્સેસ થતા તેની સિક્વલ બનાવવાની જાહેરાત થઇ હતી. બાગી- ૨માં હીરો તરીકે ટાઇગર શ્રોફનું નામ ફાઇનલ છે. તમને જણાવી દઈએ કે, એક્ટર ટાઈગર શ્રોફે તેમની અપકમિંગ ફિલ્મ 'મુન્ના માઈકલ' માટે એક સોંગ શૂટ કર્યું છે. આ સોંગના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. ટાઈગર આ ફિલ્મના એક સોંગમાં પિતા જેકી શ્રોફને એક્ટિંગ ટ્રીબ્યુટ આપવાના છે. હીરોપંતી અને બાગી પછી ટાઈગર શ્રોફ અને ડિરેકટર સબ્બીર ખાનની જોડી આ ફિલ્મમાં એકવાર ફરીથી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૭ જુલાઈએ રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન પણ નજર આવશે.

The post Baaghi 2 નું પોસ્ટર રિલીઝ, સલમાનના અંદાજમાં જોવા મળ્યો ટાઈગર શ્રોફ appeared first on Vishva Gujarat.

Met Gala 2017 : રેડ કાર્પેટ પર Priyanka Chopra એ કરી ધમાકેદાર એન્ટ્રી

$
0
0

Priyanka Chopra Hits The Met Gala Red Carpet

Met Gala 2017 : રેડ કાર્પેટ પર Priyanka Chopra એ કરી ધમાકેદાર એન્ટ્રી

ઓસ્કાર હોય અથવા ગોલ્ડન ગ્લોબ્સ, બોલીવુડની દેશી ગર્લ Priyanka Chopra ને ખબર છે કે, તેમને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર પોતાના લુકથી લોકોને કેવી આકર્ષિત કરવાના છે. એક વાર ફરીથી પ્રિયંકા ચોપરાએ હોલીવુડ સ્ટારની વચ્ચે મેટ ગાલા ૨૦૧૭ માં પોતાના સેક્સી અને હોટ લુકથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Met Gala 2017 : રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાએ કરી ધમાકેદાર એન્ટ્રી

પ્રિયંકા ચોપરા પ્રથમ બોલીવુડ અભિનેત્રી છે જેણે Met Gala માં એન્ટ્રી મળી હોય. પ્રિયંકા ચોપરાનું આ ઇવેન્ટમાં સામેલ થવું એટલા માટે ખાસ છે કેમકે તેમાં હોલીવુડની કેટલીક સેલિબ્રિટીઓનો જ સમાવેશ થાય છે.

Met Gala 2017 : રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાએ કરી ધમાકેદાર એન્ટ્રી

કાલે સાંજે આયોજિત આ સમારોહમાં પ્રિયંકા ચોપરા પર રેડ કાર્પેટ પર Ralph Lauren ના ખાખી ટ્રેન્ચ કોટમાં પહોંચી હતી. પ્રિયંકા ચોપરાએ આ ગાઉનની સાથે બ્લેક બુટ પહેર્યા હતા. પ્રિયંકા ચોપરાને આંખો પરનો સ્મોકી મેકઅપ તેમને વધારે સુંદર બનાવી રહ્યો હતો.

Met Gala 2017 : રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાએ કરી ધમાકેદાર એન્ટ્રી

પોતાના આ સેક્સી લુકથી પ્રિયંકા ચોપરાએ હોલીવુડની મોટી અભિનેત્રીઓને પણ પાછળ છોડી દીધા છે. તેમના આ લુકના કારણે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ તેમની ચર્ચાઓ થઈ રહી છે.

Met Gala 2017 : રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાએ કરી ધમાકેદાર એન્ટ્રી

અમેરિકન ટીવી સીરીઝ Quantico માં પોતાની એક્ટિંગથી બધાને આકર્ષિત કરનારી પ્રિયંકા ચોપરાએ કોલર કોટ પહેર્યો અને પોતાની લેફ્ટ સાઈડનું બટનને ખૂલું રાખ્યું હતું. તેની સાથે પ્રિયંકા ચોપરાએ કાનમાં લાંબા ઈયરરિંગ્સ પહેરી હતી.

Met Gala 2017 : રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાએ કરી ધમાકેદાર એન્ટ્રી

પ્રિયંકા ચોપરા જલ્દી જ હોલીવુડ ફિલ્મ બેવોચમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતી જેણે ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ ભારતમાં ૨૬ મે રિલીઝ થવાની છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Met Gala 2017 : રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાએ કરી ધમાકેદાર એન્ટ્રી

Met Gala 2017 : રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાએ કરી ધમાકેદાર એન્ટ્રી

The post Met Gala 2017 : રેડ કાર્પેટ પર Priyanka Chopra એ કરી ધમાકેદાર એન્ટ્રી appeared first on Vishva Gujarat.

Baahubali 2 નાં હિંદી વર્ઝનની ચોથા દિવસની કમાણી જાણી થઇ જશો આશ્ચર્યચકિત!

$
0
0

Baahubali 2

Baahubali 2 જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી Baahubali 2 દરરોજ કંઇક નવા રેકોર્ડ બનાવે છે. ફિલ્મના હિંદી વર્ઝનના ચાર દિવસનાં આંકડા આવી ગયા છે. જેને જોઈ દરેક હેરાન રહી ગયા છે. જ્યાં આ વર્ષે રિલીઝ થયેલ ઘણી ફિલ્મોને સોમવારે કમાણી કરવી મુશ્કેલ પડતી તો બીજી તરફ, બાહુબલી ૨ એ સોમવારે 37 કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ૩૭ કરોડના બિઝનેશ સાથે આ ફિલ્મ હિંદી ભાષામાં ફર્સ્ટ સોમવારે સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. તેની પહેલા આ રેકોર્ડ ઋત્વિક રોશનની ક્રિશનાં નામે હતો, જેણે હવે બાહુબલી 2 એ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, બાહુબલી-2 નાં હિંદી વર્ઝને માત્ર ૪ દિવસમાં ૧૫૦ કરોડ કરતા વધારે કમાણી કરી લીધી છે.

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાહુબલી 2’ 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ભારતના ૬૫૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલ ‘બાહુબલી : ધ કનક્લુજન’ ભારતીય ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બનાવવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. તેની સાથે જ બોક્સ ઓફિસ પર બાહુબલીએ રેકોર્ડ પણ તોડી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, પ્રથમ દિવસે આ ફિલ્મે ભારતમાં ૧૪૫ કરોડ, યુએસમાં ૩૩ કરોડ, ગલ્ફમાં ૧૧ કરોડ અને અન્ય જગ્યાઓ પર ૧૨કરોડની કમાણી કરી છે. કુલ મળીને બાહુબલી 2 એ વર્લ્ડવાઈડ ૨૦૧ રૂપિયાની કમાણી કરી છે.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે. ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ફિલ્મ દરમિયાન તેનો ઉત્તર દિલચસ્પ રીતે જાણવા મળે છે. ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીનું પરફોર્મન્સ ઘણું શાનદાર છે. તો બીજી તરફ, અનુષ્કા શેટ્ટી તમને વધારે સરપ્રાઈઝ કરશે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ સહજ છે. અન્ય કિરદારોનો અભિનય પણ સારો છે.

The post Baahubali 2 નાં હિંદી વર્ઝનની ચોથા દિવસની કમાણી જાણી થઇ જશો આશ્ચર્યચકિત! appeared first on Vishva Gujarat.

શું અજય દેવગણની Golmaal Again માં થશે બોલિવુડનાં આ ખાનની એન્ટ્રી?

$
0
0

Is 'Bigg Boss 7' contestant Ajaz Khan in 'Golmaal Again'

કલર્સ ટીવીનાં રિયાલીટી શો 'બિગબોસ ૭' થી ચર્ચાઓમાં આવેલ એક્ટર એઝાઝ ખાન 'Golmaal Again' નાં સેટ પર ડિરેક્ટર રોહિત શેટ્ટીની સાથે નજર આવ્યા હતા. ત્યારબાદ એવી અટકળ લગાવવામાં આવી રહી છે કે, તે ફિલ્મમાં સામેલ થઇ શકે છે. અજય દેવગણ અને રોહિત શેટ્ટીની જોડી એકવાર ફરીથી લોકોને હસાવવા માટે તૈયાર છે. બંને 'ગોલમાલ ૪' ની સાથે વાપસી કરી રહ્યા છે. રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરીઝની ફર્સ્ટ ફિલ્મ ૨૦૦૬ માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મનું શૂટિંગ ૯ માર્ચથી શરુ થઇ ગયું છે. ફિલ્મના હીરો અજય દેવગણે રોહિત શેટ્ટીના જન્મદિવસે તેમને સરપ્રાઈઝ આપતા સોશિયલ મીડિયા પર ફિલ્મની પૂરી સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લૂક જારી કર્યો હતો. પોસ્ટરમાં બધા બ્લેક કપડામાં દેખાઈ રહ્યા છે.

ગોલમાલ સીરીઝની અપકમિંગ ફિલ્મ 'ગોલમાલ અગેન' નું શૂટિંગ શરુ થઇ ગયું છે. આ ફિલ્મ ગોલમાલ સીરીઝની ચોથી ફિલ્મ હશે. રોહિત શેટ્ટીના ડીરેક્શનમાં બની રહેલ આ ફિલ્મમાં અજય દેવગણ, પરિણીતી ચોપડા, તબ્બુ, અરશદ વારસી, તુષાર કપૂર, કૃણાલ ખેમુ, શ્રેયસ તલપડે, નીલ નીતિન મુકેશ, સંજય મિશ્રા અને જોની લીવર જેવા દિગ્ગજ મેઈન રોલમાં છે. તમને જણાવી દઈએ કે, આ સીરીઝની બધી ફિલ્મો બોક્સઓફિસ પર સુપરહિટ રહી છે. ગોલમાલ સીરીઝની પ્રથમ ત્રણ ફિલ્મો નું ડિરેકશન કરનાર રોહિત શેટ્ટીની આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગોલમાલ સીરીઝની ફર્સ્ટ ફિલ્મમાં અભિનેત્રી રિમી સેન મેઈન રોલમાં જોવા મળી હતી. બીજી તરફ, બીજી અને ત્રીજી સીરીઝમાં કરીના કપૂર ખાન ફિમેલ લીડમાં હતી. હવે આ સીરીઝમાં તમને અભિનેત્રી પરિણીતી ચોપડા તમને હસાવતી નજર આવશે. અભિનેતા અજય દેવગણે પરિણીતિનું પરિવારમાં સ્વાગત કરતા ટ્વીટ કરી હતી કે, ગોલમાલના પાગલ પરિવારમાં તમારું સ્વાગત છે. સીરીઝની ફર્સ્ટ ફિલ્મ ૨૦૦૬ માં આવી હતી, બીજી ફિલ્મ ૨૦૦૮ માં આવી હતી અને ત્રીજી ફિલ્મ ૨૦૧૦ માં આવી હતી.

The post શું અજય દેવગણની Golmaal Again માં થશે બોલિવુડનાં આ ખાનની એન્ટ્રી? appeared first on Vishva Gujarat.

‘ધ કોમેડી ફેમિલી’થી કમબેક કરશે Sunil Grover, પ્રથમ શો હશે અમદાવાદમાં!

$
0
0

Sunil Grover Is Back As Showman With A New Show

કપિલ શર્મા શોને અલવિદા કહ્યા પછી ફેમસ કોમેડિયન ડોક્ટર ગુલાટી (Sunil Grover) આજકાલ પોતાના લાઈવ શો કરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં એક ખબર સામે આવી છે કે, Sunil Grover પોતાનો આગામી શો પોતાની ટીમ સાથે અમદાવાદમાં કરવાનાં છે. સુનીલ ગ્રોવર બહુ જલ્દી પોતાના નવા શો 'ધ કોમેડી ફેમિલી' થી કમબેક કરવાના છે. આ શોની સૌથી ખાસ વાત એ છે કે, તેમાં તેમના જૂના સાથી કલાકાર અલી અસગર, સુગંધા મિશ્રા, રોશની ચોપડા અને ચંદન પ્રભાકર પણ સ્ટેજ પર જોવા મળશે. આ બધા સ્ટાર્સ કપિલનો સાથ છોડી ચૂક્યા છે.

શો માટે જે પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે તેમાં મેઈન સુનીલ ગ્રોવરનો ચહેરો છે. તેમની આસપાસ જે સ્ટાર્સ ઉભા છે, તે ક્યારેક કપિલનાં શોનો ભાગ હતા. તમને જણાવી દઈએ કે, કપિલની સાથે ફ્લાઈતમાં થયેલ ઝઘડા બાદ સુનીલ ગ્રોવર એટલા દુઃખી થયા કે, તેમણે શૂટિંગમાં આવવાનું બંધ દીધું હતું. સુનીલ ગ્રોવરે જ્યારથી કપિલ શર્માનો શો છોડ્યો છે ત્યારથી તે મીડિયામાંથી ગાયબ છે. તેમના ફેંસે તેમને શોમાં પરત આવવા માટે ઘણી વિનંતી કરી રહ્યા છે. ત્યાં સુધી કે, રિશી કપૂર અને નવજોત સિંહ સિદ્ધુએ પણ સુનીલને શોમાં પરત આવવાની આજીજી કરી હતી પરંતુ તેમણે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ. હવે સુનીલે આ બધા મામલે ચુપ્પી તોડી છે.

સુનીલ ગ્રોવરનું કહેવું છે કે, જ્યારથી તેમણે 'ધ કપિલ શર્મા શો' છોડ્યો છે, ત્યારથી તેમણે આ શોનો એકપણ એપિસોડ જોયો નથી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાતનો ખુલાસો કર્યો છે. સુનીલે જણાવ્યું કે, હું વધારે વ્યસ્ત હતો, આ કારણે મેં શો છોડ્યા પછી એકપણ એપિસોડ જોયો નથી. હાં, તેના કેટલાક પ્રોમોઝ જરૂર જોયા છે. ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે સુનીલને પૂછવામાં આવ્યું કે, શું તેઓ 'ધ કપિલ શર્મા શો' પર પરત આવવાના કોઈ ચાંસ છે? તો તેના ઉત્તરમાં સુનીલ ગ્રોવરે કહ્યું કે, અત્યારે મારા મગજમાં આવું કંઈ પણ નથી.

ઉલ્લેખનીય છે કે, સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post ‘ધ કોમેડી ફેમિલી’ થી કમબેક કરશે Sunil Grover, પ્રથમ શો હશે અમદાવાદમાં! appeared first on Vishva Gujarat.

સલમાન ખાનની ફિલ્મ Tubelight ની જેકી ચેન સામે ચીનમાં થશે ટક્કર!

$
0
0

Tubelight

જેકી ચેનની ફિલ્મ 'કુંગ ફૂ યોગા' જાન્યુઆરીમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ હતી. ભારતમાં ભલે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ઠીકઠાક રિસ્પોન્સ મળ્યો હોય પરંતુ ચીનમાં આ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી હતી. સલમાન ખાનની Tubelight હવે જેકી ચેનને માત આપવા માટે ચીન પહોચી છે. સલમાન ખાને હવે તે નક્કી કરી લીધું છે કે, બોલિવુડમાં પોતાના સ્ટારડમનો પરચો લહેરાવ્યા પછી હવે તેઓ ચીનમાં પોતાના આ સ્ટારડમને બરકરાર રાખશે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે ચાઇનીઝ એક્ટ્રેસ ઝૂ ઝૂ નજર આવશે. સલમાન ખાન હવે ભારતમાં જ નહિ પરંતુ ચીનમાં પણ આ ફિલ્મનું પ્રમોશન કરશે. તેમની સાથે ડિરેકટર કબીર ખાને પણ ફિલ્મને ચીન લઇ જવાની વાત કન્ફર્મ કરી છે. તો હવે જોવું રહ્યું કે, બોલિવુડનાં દબંગ ખાન સલમાનની ફિલ્મ Tubelight ને ચીનમાં કેવો પ્રતિસાદ મળે છે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post સલમાન ખાનની ફિલ્મ Tubelight ની જેકી ચેન સામે ચીનમાં થશે ટક્કર! appeared first on Vishva Gujarat.

‘Taarak Mehta Ka Ooltah Chashmah’ની આ અભિનેત્રીએ કરી સગાઈ

$
0
0

Taraak Mehta Ka Ooltah Chashmah fame Khushboo Tawde gets engaged

ટેલિવુડ અને બોલિવુડમાં વર્ષ ૨૦૧૭ ની શરૂઆતથી જ મેરેજ અને સગાઈની સીઝન ચાલી રહી છે. તાજેતરમાં ટીવી એક્ટ્રેસ પ્રિય બથીજા, કસોટી જિંદગી સિરીયલનાં એક્ટર સિદ્ધાર્થ સૂર્યવંશી અને કોમેડિયન ભારતી સિંહે સગાઈ કરી લીધી છે અને હવે આ લિસ્ટ એક અન્ય નામ પણ સામેલ થઇ ગયું છે. જીહાં, સબ ટીવીનો ફેમસ કોમેડી શો 'Taarak Mehta Ka Ooltah Chashmah' માં બુલબુલનો રોલ પ્લે કરનાર ખુશ્બુ તાવડે મરાઠી એક્ટર સંગ્રામ સાલ્વી સાથે સગાઈ કરી લીધી છે. એક ખાનગી સેરેમનીમાં ખુશ્બુની સગાઈ થઇ હતી. આ સેરેમનીમાં ખુશ્બુ અને સંગ્રામના ફેમિલીના કેટલાક સભ્ય અને ફ્રેન્ડસ હાજર હતા. તે દરમિયાન ખુશ્બુનાં મંગેતરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈના કેટલાક ફોટા શેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, સબ ટીવીનો ફેમસ શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  આજે ઘરદીઠ ફેમસ છે. નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક આ શો જોતા હોય છે. આ એક ફેમિલી શો છે. વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સીરિયલે ઘણા રેકોર્ડ બનાવ્યો છે. સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' હંમેશા સામાજિક મુદ્દાને એક રોચક સ્ટોરીમાં ઢાળી દર્શકોને બતાવે છે.   સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'  ગુજરાતીમાં લખાયેલી વાર્તા 'દુનિયાના ઉંધા ચશ્માં' પર આધારિત છે. 

The post ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ ની આ અભિનેત્રીએ કરી સગાઈ appeared first on Vishva Gujarat.


Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

$
0
0

Bollywood

 આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

sushmita

ઘણીવાર એવું જોવા મળે છે કે, બોલિવુડ સ્ટાર્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના કો-સ્ટારના પ્રેમમાં પડી જાય છે અને પોતાના જીવનસાથીને ઠગતા હોય છે. પરંતુ ફિલ્મી દુનિયામાં તે સામાન્ય વાત થઇ ગઈ છે. અહીં તો બોલિવુડ સ્ટાર્સના ઘણા અફેર હોય છે. આજે અમે તે સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ જેમના એક કરતા વધારે અફેર રહ્યા છે.

વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન:
ફિલ્મ દસ્તકના શૂટિંગ દરમિયાન સુષ્મિતા સેન વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી ગઈ હતી. જો કે, વિક્રમ ભટ્ટ પહેલાથી જ મેરિડ હતા. આ વાતને લઈને વિક્રમ ભટ્ટ પોતે કન્ફયુઝ થઈ ગયા હતા.

આમિર ખાન અને કિરણ રાવ

aamir

આમિર ખાન અને કિરણ રાવ :
આમિર ખાને તેમની બાળપણની ફ્રેન્ડ રીના દત્ત સાથે ૧૯૮૬ માં મેરેજ કર્યા હતા પરંતુ આ મેરેજ ૧૬ વર્ષ સુધી ટક્યા હતા. ત્યારબાદ તેમના તલાક થઇ ગયા હતા. રીના દત્તાએ આરોપ લગાવ્યો હતો કે, આમિરનું કોઈ અન્ય સાથે અફેર છે.

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો

saif

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો :
સૈફ અલી ખાને તેના ફર્સ્ટ મેરેજ અમૃતા સિંહ સાથે કર્યા હતા જે તેમના કરતા 12 વર્ષ મોટી હતી. ત્યારબાદ સૈફ એક વિદેશી મોડલના પ્રેમમાં પડી ગયા અને ત્યારબાદ તેમણે કરીના કપૂર સાથે મેરેજ કરી લીધા.

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય

shatrughan

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય :
શત્રુઘ્ન સિન્હાએ પૂનમ સિન્હા સાથે મેરેજ કર્યા હોવા છતાં તે રીના રોયને ડેટિંગ કરી રહ્યા છે એવા ન્યૂઝ સાંભળવા મળ્યા હતા.

ગોવિંદા અને રાણી મુખરજી

govinda

ગોવિંદા અને રાણી મુખરજી :
ગોવિંદા અને રાણી ફિલ્મ 'હદ કરદી આપને' ના સેટ પર એકબીજાને ક્લોઝ આવ્યા હતા. પરંતુ તે સમયે ગોવિંદા પહેલાથી જ સુનીતા આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.

બોની કપૂર અને શ્રીદેવી

4

બોની કપૂર અને શ્રીદેવી:
બોની કપૂર પહેલાથી જ મેરિડ હોવા છતાં શ્રીદેવીએ તેમની સાથે મેરેજ કર્યા હતા.

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન

arjun-kapoor

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન:
અર્જુન કપૂર સલમાનની બહેન અર્પિતાને ડેટ કરી રહ્યા હતા પરંતુ ત્યારે પણ તેમના અફેરની ચર્ચા મલાઈકા અરોડા ખાન સાથે થવા લાગી હતી.

 

 

The post Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર appeared first on Vishva Gujarat.

Photos : આ છે ‘Kumkum Bhagya’ની ‘આલિયા’નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ

$
0
0

Photos 'Kumkum Bhagya' actress Shikha Singh aka Aaliya with Boyfriend

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 1

ટીવી એક્ટ્રેસ શિખા સિંહ અત્યારે પોપ્યુલર સીરીયલ 'કુમકુમ ભાગ્ય' માં આલિયાનો રોલ નિભાવી રહી છે. સીરીયલમાં ભલે આલિયા પૂરવનાં પ્રેમમાં પાગલ હોય પણ રીયલ લાઈફમાં આલિયા એટલે કે શિખાને સાચ્ચો પ્રેમ મળી ગયો છે. રીપોર્ટસ મુજબ, શિખા તેના જૂના મિત્ર કરણ શાહને ડેટ કરી રહી છે.

રીપોર્ટસ મુજબ, શિખા અને કરણ ફ્રી સમયમાં હોલીડે પર એકબીજા સાથે વિતાવે છે. અત્યારે શોમાં આલિયા એટલે કે શિખાની સચ્ચાઈ બાહર આવી ગઈ છે. પ્રજ્ઞાએ મહેરા ફેમેલીની સામે આલિયાની અસલીયત લાવીને મૂકી દીધી છે. જેથી અત્યારે આલિયા પાસે શોમાં કરવા માટે કંઈ જ નથી એટલે અત્યારે તે તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે રજાઓ ગાળી રહી છે. શિખાએ કરણ સાથે પોતાના આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 2

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 3

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 4

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 5

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 6

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 7

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 8

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 9

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 10

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 11

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 12

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 13

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 14

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 15

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 16

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 17

 

The post Photos : આ છે ‘Kumkum Bhagya’ ની ‘આલિયા’ નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ appeared first on Vishva Gujarat.

Karisma Kapoor નાં બીજા મેરેજની અડચણ થઇ દૂર, બહુ જલ્દી કરશે મેરેજ

$
0
0

Karisma Kapoor's boyfriend Sandeep Toshniwal inches closer to his divorce

Karisma Kapoor અને તેના કથિત બોયફ્રેન્ડ સંદીપ તોશનીવાલનાં મેરેજની અડચણ દૂર થતી નજર આવી રહી છે. થોડા દિવસ પહેલા સંદીપ તોશનીવાલ અને તેની પત્ની ડોક્ટર અશરિતા આપસી સહમતિથી તલાક લઇ રહ્યા હતા. ત્યારબાદ સંદીપે અશરીતાને 2 કરોડ જ્યારે પોતાની બંને પુત્રીઓને 3-3 કરોડ રૂપિયાની રકમ આપી હતી. પરંતુ જ્યારે કોર્ટે અશરિતા પાસે આ રકમની માહિતી માંગી તો તેણે આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ કોર્ટમાં કેસ બગડી ગયો અને કોર્ટે આગળની તારીખ આપતા તલાકની અરજી પર પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ હવે કરિશ્મા અને તેના બોયફ્રેન્ડ સંદીપ માટે ગુડ ન્યૂઝ છે. ડૉકટર અશરીતા હવે રૂપિયાની માહિતી આપવા માટે માની ગઈ છે. જેથી બંનેના તલાક સરળતાથી થઇ જશે. શનિવારે અશરિતા કોર્ટ પહોચી અને તેણે રકમની જાહેરાત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્મા સંજયનું ઘર છોડીને મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી. ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજયનું પણ કહેવું છે કે, કરિશ્માએ બાળકોને તેમના બીમાર માતા-પિતાને મળવાથી પણ રોક્યા હતા.

બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ગયા વર્ષે જૂનમાં બિઝનેસમેન સંજય કપૂરથી તલાક લીધા હતા. બંને તેમની લાઈફમાં આગળ વધી ગયા છે. એક તરફ જ્યાં, કરિશ્મા કપૂર બિઝનેશમેન સંદીપ તોશનીવાલની સાથે ઘણીવાર નજર આવી ચૂકી છે તો બીજી તરફ સંજયનું નામ પણ પ્રિયા સચદેવની સાથે જોડાયું છે.

The post Karisma Kapoor નાં બીજા મેરેજની અડચણ થઇ દૂર, બહુ જલ્દી કરશે મેરેજ appeared first on Vishva Gujarat.

…તો આ દિવસે ચીનમાં રિલીઝ થશે આમિર ખાનની ‘Dangal’

$
0
0

Dangal

બોલિવુડ એક્ટર આમિર ખાન બેઇજીંગ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં તેમની હીટ ફિલ્મ 'Dangal' નાં ચીની પ્રીમિયરમાં ભાગ લેશે. તે રવિવારથી શરુ થશે. ફિલ્મ પીકેની સફળતા પછી આમિર ખાન ચીનમાં બોલિવુડનો લોકપ્રિય ચહેરો છે. ફિલ્મ Dangal પાડોશી દેશ ચીનમાં 5 મે નાં રોજ રિલીઝ થશે. આમિર ખાનનો ચીન સાથે સારો સંબંધ છે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે. તેવામાં હવે આમિરની દંગલ ચીનના બોક્સ ઓફિસ પર દંગલ કરવા માટે તૈયાર છે. બેઇજીંગ પછી આમિર શંઘાઈ અને ચેંગદુ પણ જશે. આમિર ખાનની ફિલ્મ 'દંગલ' મોટા પાયા પર ચીનમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, ચીનમાં પણ આમિર ખાનના ચીની પ્રશંસકોમાં કોમ્પિટિશન લાગી છે. 

ફિલ્મ દંગલની સ્ટોરી મહાવીર ફોગાટ (આમિર ખાન) ની છે, જેનું સપનું છે કે તે પોતાના દેશ માટે રેસલિંગમાં ગોલ્ડ જીતે. પરંતુ તેમનું આ સપનું પૂર્ણ થતું નથી. હવે મહાવીરની એક જ ઈચ્છા છે કે, તેમનું આ સપનું તેમનો પુત્ર પૂર્ણ કરે. મહાવીર અને તેમની પત્ની શોભા કૌર (સાક્ષી તન્વર) ને પુત્ર નહિ પરંતુ ૪ પુત્રી હોય છે. પરંતુ થોડા વર્ષો પછી જ્યારે મહાવીરને ખબર પડે છે કે, તેમની પુત્રી ગીતા, ફાતિમા સના શેખ, બબિતા, સાન્યા મલ્હોત્રા મોટી થઈને છોકરાઓની પિટાઈ કરીને આવે છે તો તેમને વિશ્વાસ થઇ જાય છે કે, દેશ માટે તેમની પુત્રીઓ ગોલ્ડ પણ જીતી શકે છે. મહાવીર બંને પુત્રીઓને રેસલિંગની ટ્રેનીંગ આપે છે અને અંતમાં આ યુવતીઓ માં-બાપની સાથે દેશનું નામ પણ વર્લ્ડ લેવલ પર લઇ જાય છે.

The post … તો આ દિવસે ચીનમાં રિલીઝ થશે આમિર ખાનની ‘Dangal’ appeared first on Vishva Gujarat.

Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

$
0
0

tv-bahus-who-are-too-hottest

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-1

આમાંથી જે સૌથી મહત્વનો રોલ હોય છે તે છે વહુનો રોલ. કોઈની વાતો તો કોઈની અદાઓ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-2

ચલો આજે તમને જણાવી દઈએ કે નાના પરદાની કેટલીક આવી જ એક્ટ્રેસ વિષે જેમણે નાની ઉંમરમાં વહુનો રોલ નિભાવી દર્શકોનું દિલ જીત્યું છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-3

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-4

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-5

જેમણે જયારે ટીવી પર વહુનો રોલ નિભાવ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૨૦ વર્ષથી પણ ઓછી હતી. આવો જોઈએ આવી જ કેટલીક 'TV bahus' ના ફોટા..

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-6

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-7

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-8

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-9

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-10

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-11

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-12

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-13

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-14

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-15

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-16

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-17

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-18

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-19

The post Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images