Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ઇન્તઝાર ખતમ! Sunny Deol નો પુત્ર આ ફિલ્મથી બોલિવુડમાં કરશે ડેબ્યુ

$
0
0

Sunny Deol

દેઓલ પરિવારની થર્ડ જનરેશન હવે બોલિવુડમાં આવવા માટે તૈયાર છે. Sunny Deol નો પુત્ર કરણ દેઓલ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' થી બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન Sunny Deol કરી રહ્યા છે. સનીએ ટ્વીટર પર કરણનો ફોટો શેર કર્યો છે અને લખ્યું કે, પલ પલ દિલ કે પાસ શરુ, કરણ દેઓલનો સેટ પર પ્રથમ દિવસ, મારો પુત્ર મોટો થઇ ગયો છે.

એવું કહેવામાં આવી થયું છે કે, થોડા સમય પહેલા મીડિયા સાથે વાતચીતમાં સની દેઓલે જણાવ્યું હતું કે, સની ઈચ્છે કે, કરણની ફિલ્મી સફરની શરૂઆત પણ તેવી જ રીતે થાય જેવી રીતે સનીની થઇ હતી. સનીએ કહ્યું હતું કે, બોલિવુડમાં મારી ફર્સ્ટ ફિલ્મ બેતાબ હતી, જે રોમેન્ટિક હતી અને તેમાં અમૃતા સિંહે મારી સાથે કામ કર્યું હતું. કરણનાં વખાણ કરતા સનીએ કહ્યું હતું કે, તેમાં એક્ટિંગનાં ગુણ હોવાની સાથે-સાથે ડાન્સિંગ પણ કમાલનો છે.

તમને જણાવી દઈએ કે, કરણ દેઓલ સ્ટારર ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' નું નિર્માણ દેઓલ પરિવારનું પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયો સાથે મળીને કરી રહ્યા છે. સની દેઓલે 'ગદર એક પ્રેમ કથા' પછી જઈને હવે કોઈ ફિલ્મ માટે ઝી સ્ટુડિયો સાથે હાથ મિલાવ્યો છે. ફિલ્મને મનાલીમાં શૂટ કરવામાં આવશે, જેની તૈયારી સની દેઓલ લાંબા સમયથી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી સની મનાલીમાં છે. કરણની પ્રથમ ફિલ્મને ઝી સ્ટુડિયો અને ધર્મેન્દ્ર રજૂ કરશે. સનીની કારકિર્દીની સૌથી મોટી હીટ ફિલ્મ ગદરને જીએ નિર્મિત કરી હતી અને ગદર પછી બંને ફરીથી હાથ મિલાવ્યો છે.

The post ઇન્તઝાર ખતમ! Sunny Deol નો પુત્ર આ ફિલ્મથી બોલિવુડમાં કરશે ડેબ્યુ appeared first on Vishva Gujarat.


Shraddha Kapoor ની ફિલ્મ હીટ થાય તેના માટે શક્તિ કપૂર કરે છે કંઈક આવા ટોટકા

$
0
0

Shakti Kapoor's Reaction After Watching Daughter Shraddha's Half Girlfriend

તાજેતરમાં Shraddha Kapoor ની નવી ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ' રિલીઝ થઇ છે જેમાં અર્જુન કપૂર તેના કો-સ્ટાર છે. આ ફિલ્મના રિવ્યુ કંઈ સારા હતા નહિ. શુક્રવારે રિલીઝ થયેલ 'હાફ ગર્લફ્રેન્ડ' બેશક પહેલા દિવસે ૧૦ કરોડની કમાણી કરી છે પરંતુ આગામી દિવસથી આ ફિલ્મના આંકડા ઘટતા નજર આવ્યા, પરંતુ રવિવારે અચાનકથી 'હાફ ગર્લફ્રેન્ડ' એ એક શાનદાર કમબેક કરી લીધું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રણ દિવસમાં હાફ ગર્લફ્રેન્ડે ૩૦ કરોડની કમાણી કરી છે. આ વાત પર શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂરનું કહેવું છે કે, એકવાર ફરીથી તેમની એક ખાસ ફોર્મ્યુલા કામ કરી ગઈ છે.

શક્તિ કપૂરે જણાવ્યું કે, જ્યારે પણ શ્રદ્ધાની ફિલ્મનો પહેલો શો દિલ્હીમાં જોવા માટે જાય છે તો તેની ફિલ્મ હીટ થઇ જાય છે અને આવું જ કંઇક તેમણે આ વખતે કર્યું જેનું રીઝલ્ટ છે શ્રદ્ધા કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ એકવાર ફરીથી સફળ થતી નજર આવી રહી છે. શક્તિ કપૂરને શ્રદ્ધાની ફિલ્મ વધારે પસંદ આવી ત્યારબાદ શ્રદ્ધાએ કહ્યું, મને ઘણું સારું લાગે છે જ્યારે મારું કામ મારા પરિવારને પસંદ આવે છે. મારા પિતા ફિલ્મ જોઈ વધારે ખુશ થયા છે. તેની સાથે મારા પિતાએ અર્જુન કપૂરનો નંબર પણ લીધો અને અર્જુન સાથે વાત કરી કારણકે તેમને તેમનું કામ પણ વધારે પસંદ આવ્યું છે.

શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂરની 'હાફ ગર્લફ્રેન્ડ' આ અઠવાડિયે રીલિઝ થઇ છે. આ ફિલ્મના નિર્દેશક મોહિત સૂરી અને શ્રદ્ધા કપૂરની પાર્ટનરશીપ એકવાર ફરીથી રંગ લાવી છે. આશિકી 2 અને એક વિલન બાદ હાફ ગર્લફ્રેન્ડમાં પણ બંને શાનદાર કમબેક કર્યો છે. ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડે બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી છે. હાફગર્લફ્રેન્ડે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરતા ૧૦.૨૭ કરોડની કમાણી કરી છે જે શ્રદ્ધા કપૂરની છેલ્લી ફિલ્મ 'ઓકે જાનુ' (૪.૮ કરોડ) અને અર્જુન કપૂરની 'કી એન્ડ કા' (૭.૩૦ કરોડ) ની પ્રથમ દિવસની કમાણી કરતા ઘણી વધારે છે. હાફ ગર્લફ્રેન્ડ લગભગ ૨૫૦૦ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે અને હિંદી મીડીયમ સિવાય બાહુબલી-2 જેવી હીટ ફિલ્મની વચ્ચે કલેક્શન કરી રહી છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે.

ફિલ્મની સ્ટોરી બિહારના બક્સર જીલ્લાનાં ડુમરાંવ ગામના રહેવાસી માધવ ઝા (અર્જુન કપૂર) ની છે જે દિલ્હી શહેરમાં અભ્યાસ માટે જાય છે અને ત્યાં તેની મુલાકાત અમીર ઘરની યુવતી રિયા સોમાની (શ્રદ્ધા કપૂર) સાથે થાય છે. માધવ અને રિયા બંનેને બાસ્કેટબોલ વધારે પસંદ છે. બાસ્કેટબોલ કોર્ટ પર જ બંનેની મુલાકાત થવા લાગે છે. માધવને અંગ્રેજી આવડતું નથી જેના કારણે તેનો વારંવાર મજાક ઉડાવવામાં આવે છે. માધવનો ફ્રેન્સ શૈલેશ (વિક્રાંત મસ્સી) હંમેશા તેનો સાથ આપે છે. એક દિવસે કંઇક એવું થાય છે, જેના કારણે માધવ અને તેની હાફ ગર્લફ્રેન્ડ રિયાની વચ્ચે બ્રેકઅપ થઇ જાય છે. આ કારણે માધવ તેના ગામડે પરત જતો રહે છે અને રિયા બીજે ક્યાય નીકળી જાય છે. ત્યારબાદ સ્ટોરીમાં ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે અને એકવાર ફરીથી માધવ અને રિયાની મુલાકાત અલગ પરિસ્થિતિઓમાં થાય છે. ફિલ્મની સ્ટોરી ફરીથી લંડન સુધી પહોચી જાય છે અને તેને અંજામ મળે છે.

The post Shraddha Kapoor ની ફિલ્મ હીટ થાય તેના માટે શક્તિ કપૂર કરે છે કંઈક આવા ટોટકા appeared first on Vishva Gujarat.

Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

$
0
0

Bollywood

 આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

sushmita

ઘણીવાર એવું જોવા મળે છે કે, બોલિવુડ સ્ટાર્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના કો-સ્ટારના પ્રેમમાં પડી જાય છે અને પોતાના જીવનસાથીને ઠગતા હોય છે. પરંતુ ફિલ્મી દુનિયામાં તે સામાન્ય વાત થઇ ગઈ છે. અહીં તો બોલિવુડ સ્ટાર્સના ઘણા અફેર હોય છે. આજે અમે તે સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ જેમના એક કરતા વધારે અફેર રહ્યા છે.

વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન:
ફિલ્મ દસ્તકના શૂટિંગ દરમિયાન સુષ્મિતા સેન વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી ગઈ હતી. જો કે, વિક્રમ ભટ્ટ પહેલાથી જ મેરિડ હતા. આ વાતને લઈને વિક્રમ ભટ્ટ પોતે કન્ફયુઝ થઈ ગયા હતા.

આમિર ખાન અને કિરણ રાવ

aamir

આમિર ખાન અને કિરણ રાવ :
આમિર ખાને તેમની બાળપણની ફ્રેન્ડ રીના દત્ત સાથે ૧૯૮૬ માં મેરેજ કર્યા હતા પરંતુ આ મેરેજ ૧૬ વર્ષ સુધી ટક્યા હતા. ત્યારબાદ તેમના તલાક થઇ ગયા હતા. રીના દત્તાએ આરોપ લગાવ્યો હતો કે, આમિરનું કોઈ અન્ય સાથે અફેર છે.

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો

saif

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો :
સૈફ અલી ખાને તેના ફર્સ્ટ મેરેજ અમૃતા સિંહ સાથે કર્યા હતા જે તેમના કરતા 12 વર્ષ મોટી હતી. ત્યારબાદ સૈફ એક વિદેશી મોડલના પ્રેમમાં પડી ગયા અને ત્યારબાદ તેમણે કરીના કપૂર સાથે મેરેજ કરી લીધા.

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય

shatrughan

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય :
શત્રુઘ્ન સિન્હાએ પૂનમ સિન્હા સાથે મેરેજ કર્યા હોવા છતાં તે રીના રોયને ડેટિંગ કરી રહ્યા છે એવા ન્યૂઝ સાંભળવા મળ્યા હતા.

ગોવિંદા અને રાણી મુખરજી

govinda

ગોવિંદા અને રાણી મુખરજી :
ગોવિંદા અને રાણી ફિલ્મ 'હદ કરદી આપને' ના સેટ પર એકબીજાને ક્લોઝ આવ્યા હતા. પરંતુ તે સમયે ગોવિંદા પહેલાથી જ સુનીતા આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.

બોની કપૂર અને શ્રીદેવી

4

બોની કપૂર અને શ્રીદેવી:
બોની કપૂર પહેલાથી જ મેરિડ હોવા છતાં શ્રીદેવીએ તેમની સાથે મેરેજ કર્યા હતા.

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન

arjun-kapoor

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન:
અર્જુન કપૂર સલમાનની બહેન અર્પિતાને ડેટ કરી રહ્યા હતા પરંતુ ત્યારે પણ તેમના અફેરની ચર્ચા મલાઈકા અરોડા ખાન સાથે થવા લાગી હતી.

 

 

The post Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર appeared first on Vishva Gujarat.

Katrina Kaif કરશે આઈટમ સોંગ, ઠુમકા લગાવી ‘ઠગશે હિન્દુસ્તાન’

$
0
0

Katrina Kaif reportedly plays a dancer in Thugs of Hindostan

બોલિવુડની ફેમસ અભિનેત્રી Katrina Kaif મહાનાયક અમિતાભ બચ્ચન અને મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાનની સાથે કામ કરતા નજર આવશે. બોલિવુડ નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્ય ફિલ્મ 'ઠગ ઓફ હિન્દુસ્તાન' નિર્દેશિત કરવા જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ 'ઠગ ઓફ હિન્દુસ્તાન' માં Katrina Kaif ડાંસરનો રોલ પ્લે કરતા નજર આવશે. તેની સાથે તે ફિલ્મમાં એક આઈટમસોંગ કરતા પણ નજર આવશે.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરુ કરવામાં આવશે અને આગામી વર્ષે દિવાળીનાં અવસર પર આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં પણ આમિરનું નવું લૂક જોવા મળશે. આમિર ખાન પણ આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહિત છે. દંગલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા પછી હવે આમિર ખાન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. યશરાજ બેનર માટે આ ફિલ્મમાં આમિર ખાન ફર્સ્ટ ટાઈમ અમિતાભ બચ્ચનની સાથે કામ કરી રહ્યા છે.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા 'કન્ફેશન્સ ઓફઅ ઠગ' પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ 'ધૂમ' ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ દંગલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી સના શેખને બીજી ફિલ્મ મળી ગઈ છે. તેમાં તે એકવાર ફરીથી તેના મેન્ટર આમિર ખાનની સાથે કામ કરશે. તમને જણાવી દઈએ કે, આમિર ખાનની અપકમિંગ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં ફાતિમા સના શેખ ફાઈનલ થઇ ગઈ છે. આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરના નામની ચર્ચા હતી. તો એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમાં આલિયા ભટ્ટને પણ રોલ મળી શકે છે.

 

The post Katrina Kaif કરશે આઈટમ સોંગ, ઠુમકા લગાવી ‘ઠગશે હિન્દુસ્તાન’ appeared first on Vishva Gujarat.

Cannes 2017: ગોલ્ડન ગાઉનમાં રેડ કારપેટ પર જોવા મળ્યો Sonam Kapoor નો બોલ્ડ લૂક

$
0
0

Sonam

Sonam Kapoor

બોલિવુડ એક્ટ્રેસ Sonam Kapoor નો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કાલે બીજો દિવસ હતો અને રેડ કારપેટ પર સોનમ કપૂરે એવો જલવો વિખેર્યો કે, ફેંસ તેની સુંદરતા પાછળ પાગલ થઇ ગયા હતા. રેડ કારપેટ પર અહીં સોનમ કપૂર એલી સાબનો ગોલ્ડન ગાઉન પહેર્યો હતો અને તે વધારે બોલ્ડ લૂકમાં નજર આવી હતી. દીપિકા પાદુકોણ અને એશ્વર્યા રાય બચ્ચન પછી હવે ૭૦ માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂરનો જલવો જોવા મળ્યો હતો.

સોનમ કપૂર

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનાં પ્રથમ દિવસે લોરિયલ પેરિસની બ્રાંડ એમ્બેસેડર સોનમ ડીપનેક શિફોન ગાઉનમાં વધારે સુંદર લાગી રહી હતી. સોનમે તેના લૂકને કલ્યાણ જ્વેલરીની ઈયરરિંગ્સ, લાઈટ મેકઅપ અને પિંક લિપસ્ટિકથી કમ્પલીટ કર્યો હતો. બહેન રિયા કપૂર દ્ધારા સ્ટાઇલ કરવામાં આવેલ આ લૂકમાં સોનમ વધારે શાનદાર લાગી રહી હતી.

સોનમ કપૂર

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરુઆત થઇ ગઈ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરની બેસ્ટ ફિચર અને ડોકયુમેન્ટરી ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને રેડ કારપેટ પર દુનિયાભરની સુંદર હસીનાઓ પોતાનો જલવો વિખેરતી જોવા મળે છે.

સોનમ કપૂર

દીપિકાએ રેડ કારપેટ પર પ્રથમ દિવસે હાજરી આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા પાદુકોણ ૧૭-૧૮ મે નાં રોજ રેડ કારપેટ પર, એશ્વર્યા રાય ૧૯-૨૦ મે નાં રોજ સોનમ કપૂર ૨૧-૨૨ મે નાં રોજ રેડ કારપેટ પર ચાલશે.

સોનમ કપૂર

ઉલ્લેખનીય છે કે, 17 મેથી ૭૦ મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરુ થયો છે જે ૨૮ મે સુધી ચાલશે. ઇન્ડિયા માટે આ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ છે કારણકે તેમાં બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર અને દીપિકા પાદુકોણ પણ રેડ કારપેટ પર નજર આવશે. આ ત્રણેય એક્ટ્રેસ રેડ કારપેટ પર ફેશન બ્રાંડ લોરિયલ પેરિસનું નેતૃત્વ કરશે. આગળ જુઓ વધુ ફોટા....

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર

The post Cannes 2017: ગોલ્ડન ગાઉનમાં રેડ કારપેટ પર જોવા મળ્યો Sonam Kapoor નો બોલ્ડ લૂક appeared first on Vishva Gujarat.

Sanjay Dutt ફરીથી બનશે ગેંગસ્ટર, આ ફિલ્મના ત્રીજા ભાગમાં આવશે નજર

$
0
0

Sanjay Dutt to play the villain in Saheb Biwi Aur Gangster 3

Sanjay Dutt હંમેશાથી પોતાના ગુંડાગર્દીવાળા અવતારથી લોકોનું દિલ જીતતા આવી રહ્યા છે. પછી ભલે 'વાસ્તવ' માં તેમનો સીરીયસ રોલ હોય કે 'મુન્ના ભાઈ MBBS' નો કોમેડી રોલ. આ બંને રોલ Sanjay Dutt થી શ્રેષ્ઠ કોઈ અન્ય રોલ પ્લે કરી શકે નહિ. હવે સંજય દત્ત એકવાર ફરીથી 'સાહેબ બીવી અને ગેંગસ્ટર 3' માં કંઇક આ પ્રકારનાં રોલમાં નજર આવશે. ફિલ્મ 'સાહેબ બીવી અને ગેંગસ્ટર'ના નિર્દેશક તિગ્માંશુ ધુલિયા એકવાર ફરીથી તેમની ફિલ્મની સિકવલ 'સાહેબ બીવી અને ગેંગસ્ટ પાર્ટ 3' બનાવવા જઈ રહ્યા છે.

જેમાં આ વખતે ગેંગસ્ટરનો રોલ સંજય દત્ત પ્લે કરશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના નિર્માતા રાહુલ મિત્રા છે અને લેખક સંજય ચૌહાણ છે. 'સાહેબ બીવી અને ગેંગસ્ટર' સિરીઝની બંને ફિલ્મો લોકોને વધારે પસંદ આવી છે અને હવે સંજય દત્તનાં આવ્યા પછી આ ફિલ્મનું સ્તર વધી જશે. સાહેબ બીવી અને ગેંગસ્ટર પાર્ટ 3 માં આ વખતે ઘણા નવા કિરદાર હશે.

જો કે,છેલ્લી કેટલીક ફિલ્મોની જેમ આ વખતે પણ સાહેબનાં રોલમાં જીમી શેરગીલ અને બીવીનાં રોલમાં માહી ગિલ નજર આવશે. આ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ દર વખતે બદલાતો રહે છે. પ્રથમ પાર્ટમાં રણદીપ હુડ્ડા ગેંગસ્ટર હતો, બીજામાં ઈરફાન ખાન અને હવે સંજય દત્ત આ રોલ પ્લે કરવાના છે. પરંતુ આ વખતે ફિલ્મની સ્ટોરી સંજયદત્તની આસપાસ ફરે છે. પાર્ટ-3 ની શરૂઆતમાં સંજય દત્ત ખાનદાની અંદાજમાં રાજા મહારાજાનાં ડ્રેસમાં નજર આવશે. એમ કહેવું ખોટું નથી કે, આ ફિલ્મમાં સંજય દત્ત રાજપૂતનાં અંદાજમાં એન્ટ્રી કરશે.

The post Sanjay Dutt ફરીથી બનશે ગેંગસ્ટર, આ ફિલ્મના ત્રીજા ભાગમાં આવશે નજર appeared first on Vishva Gujarat.

‘ગોલમાલ અગેન’થી બ્રેક લઈને Ajay Devgn પહોચ્યા અજમેર શરીફ

$
0
0

Ajay Devgn visits Ajmer Sharif to seek almighty’s blessings1

Ajay Devgn પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય નીકાળી અજમેર શરીફ પહોચ્યા છે. જ્યાં તેમણે ચાદર પણ ચઢાવી છે. આ ટ્રીપનાં કેટલાક ફોટા સામે આવ્યા છે. કેટલાક દિવસથી અજય દેવગણની માતાની તબિયત ખરાબ છે જેના કારણે તે થોડા પરેશાનીમાં હતા. એટલું જ નહિ તેમની ગયા વર્ષે આવેલ ફિલ્મ શિવાય ફ્લોપ સાબિત થઇ હતી. જેના કારણે આજે પણ તેઓ વધારે પરેશાન છે. આ ફિલ્મ ખુદ અજયે ડિરેક્ટ કરી હતી. હવે અજય દેવગણ અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'બાદશાહો' અને 'ગોલમાલ-૪' ને લઈને વધારે એક્સાઈટેડ છે. આ ફિલ્મથી તેમને વધારે આશા છે. તમને જણાવી દઈએ કે, અજય દેવગણની બાદશાહોમાં તિગુના એન્ટરટેનમેન્ટ મળશે. આ એક મોટી ફિલ્મ છે,જેને ઘણા મોટા સ્તર પર બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં પણ સની લીયોનનો એક આઈટમ નંબર પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, ગોલમાલ સીરીઝની અપકમિંગ ફિલ્મ 'ગોલમાલ અગેન' નું શૂટિંગ શરુ થઇ ગયું છે. આ ફિલ્મ ગોલમાલસીરીઝની ચોથી ફિલ્મ હશે. રોહિત શેટ્ટીના ડીરેક્શનમાં બની રહેલ આ ફિલ્મમાં અજય દેવગન, પરિણીતી ચોપડા, તબ્બુ, અરશદ વારસી, તુષાર કપૂર, કૃણાલ ખેમુ, શ્રેયસ તલપડે, નીલ નીતિન મુકેશ, સંજય મિશ્રા અને જોની લીવર જેવા દિગ્ગજ મેઈન રોલમાં છે. તમને જણાવી દઈએ કે, આ સીરીઝની બધી ફિલ્મો બોક્સઓફિસ પર સુપરહિટ રહી છે. ગોલમાલ સીરીઝની પ્રથમ ત્રણ ફિલ્મો નું ડિરેકશન કરનાર રોહિત શેટ્ટીની આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

The post ‘ગોલમાલ અગેન’ થી બ્રેક લઈને Ajay Devgn પહોચ્યા અજમેર શરીફ appeared first on Vishva Gujarat.

Cannes : રેડ કાર્પેટ પર જોવા મળ્યો Amy Jackson નો બોલ્ડ અવતાર

$
0
0

Amy Jackson at Eva Longoria Global Gift Gala at Cannes Film Festival

રેડ કાર્પેટ પર જોવા મળ્યો Amy Jackson નો બોલ્ડ અવતાર

૭૦ માં કાન્સ ફેસ્ટિવલમાં એશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પાદુકોણ સિવાય Amy Jackson પણ જોવા મળી છે. એમી જેક્સને પણ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

રેડ કાર્પેટ પર જોવા મળ્યો એમી જેક્સનનો બોલ્ડ અવતાર

ફ્રેચ રિવેરામાં ચાલી રહેલા આ ફેસ્ટિવલ માટે એમી જેક્સને જોર્જેસ હોબીકાએ સ્ટાઇલ કરી હતી. આ દરમિયાન એમી જેક્સને ઓફ વ્હાઈટ કલરનું ગાઉન પહેર્યું હતું, જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી હતી.

રેડ કાર્પેટ પર જોવા મળ્યો એમી જેક્સનનો બોલ્ડ અવતાર

તમને જણાવી દઈએ કે, બ્રાઉન મેટ કલરની લિપસ્ટિકની સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. રેડ કાર્પેટ પહેલા એમી જેક્સને કાન્સમાં આયોજિત Eva Longoria’s Global Gift Gala પણ હાજરી આપી હતી. આ તક પર તેમને વ્હાઈટ કલરની વર્સેસ ગાઉન પહેર્યું હતું.

જુઓ આગળ વધુ ફોટોસ......

રેડ કાર્પેટ પર જોવા મળ્યો એમી જેક્સનનો બોલ્ડ અવતાર

રેડ કાર્પેટ પર જોવા મળ્યો એમી જેક્સનનો બોલ્ડ અવતાર

રેડ કાર્પેટ પર જોવા મળ્યો એમી જેક્સનનો બોલ્ડ અવતાર

The post Cannes : રેડ કાર્પેટ પર જોવા મળ્યો Amy Jackson નો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.


ચીનમાં ‘Dangal’નો રેકોર્ડ તોડવા માટે આવશે ‘બાહુબલી 2’

$
0
0

Dangal

ચીનમાં ભારતીય ફિલ્મોનું માર્કેટ વધારે ચાલે છે. ચીનમાં જ્યારથી Dangal રિલીઝ થઇ છે ત્યારથી ધમાલ મચાવી રહી છે. બાહુબલી 2 નાં મેકર્સ પણ ઈચ્છે છે કે, જેવો રિસપોન્સ ચીનમાં Dangal ને મળ્યો છે તેવો રિસપોન્સ તેમની ફિલ્મને પણ મળે. આ કારણે બાહુબલી-2નાં મેકર્સ ચીનમાં ફિલ્મની રિલીઝ લઈને કોઈ લાપરવાહી રાખવા માંગતા નથી. બાહુબલી 2 દુનિયાભરમાં ૧૫૦૦ કરોડની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે.

દંગલ ચીનમાં રિલીઝ થયા પછી બધા એવું જાણવા માંગતા હતા કે, અંતે બાહુબલી 2 ક્યારેય ચીનમાં રિલીઝ થશે. ભારતની સાથે ફિલ્મ અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં 28 એપ્રિલે રિલીઝ થઇ હતી પરંતુ ચીનમાં ફેંસ હજુ પણ ફિલ્મ રિલીઝ થવાનો ઇન્તઝાર કરી રહ્યા છે. ચીનમાં બાહુબલી-2 ની ડેટ હજુ સુધી સામે આવી નથી. હવે એવી ખબર સામે આવી છે કે, બાહુબલી 2 ચીનમાં જુલાઈ મહિનામાં રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 'દંગલ' દુનિયાભરમાં પૈસા અને નામ કમાવ્યા પછી હવે ભારતના પાડોશી દેશ ચીનમાં રિલીઝ કરવામાં આવી છે. ચીનમાં આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે ૧૫ કરોડનો બિઝનેશ કર્યો હતો. આમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'દંગલ' એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે.

ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું રાખવામાં આવ્યું છે. ચીનની ભાષામાં દંગલ 'શુઓઈ જીયાઓ બાબા' તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.

The post ચીનમાં ‘Dangal’ નો રેકોર્ડ તોડવા માટે આવશે ‘બાહુબલી 2’ appeared first on Vishva Gujarat.

Sunny Deol નાં પુત્રની બોલિવુડમાં એન્ટ્રી પર જાણો શું કહ્યું સલમાન અને શાહરુખ ખાને?

$
0
0

Sunny Deol

બોલિવુડ એક્ટર સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન, શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂરનાં બોલીવુડમાં ડેબ્યુની ખબરો વચ્ચે એક સ્ટાર કિડ્સે તેના ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરી દીધું છે. આ સ્ટાર કોઈ અન્ય નહિ પરંતુ Sunny Deol નો પુત્ર કરણ છે. કરણે તેની અપકમિંગ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું શૂટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મના ડિરેકટર Sunny Deol છે અને તેમણે તેમના પુત્રની સાથે ફોટો અને વિડીયો શેર કરી આ માહિતી આપી છે. સની દેઓલે ટ્વીટર પર કરણનો ફોટો શેર કર્યો છે અને લખ્યું કે, પલ પલ દિલ કે પાસ શરુ, કરણ દેઓલનો સેટ પર પ્રથમ દિવસ, મારો પુત્ર મોટો થઇ ગયો છે.

ત્યારબાદ સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સ સતત કરણનું બોલીવુડમાં વેલકમ કરી રહ્યા છે. સલમાન ખાને કરણનો ફોટો શેર કરતા લખ્યું કે, 'હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરણ તારું સ્વાગત છે. સની દેઓલ તમને પણ અભિનંદન.' તો બીજી તરફ, શાહરૂખ ખાને ફોટો શેર કરતા લખ્યું કે, ઓલ ધ બેસ્ટ પાપા. કરણ તમારી જેમ વિનમ્ર દેખાઈ રહ્યો છે. આશા છે કે, તે સફળ થશે.

એવું કહેવામાં આવી થયું છે કે, થોડા સમય પહેલા મીડિયા સાથે વાતચીતમાં સની દેઓલે જણાવ્યું હતું કે, સની ઈચ્છે કે, કરણની ફિલ્મી સફરની શરૂઆત પણ તેવી જ રીતે થાય જેવી રીતે સનીની થઇ હતી. સનીએ કહ્યું હતું કે, બોલિવુડમાં મારી ફર્સ્ટ ફિલ્મ બેતાબ હતી, જે રોમેન્ટિક હતી અને તેમાં અમૃતા સિંહે મારી સાથે કામ કર્યું હતું. કરણનાં વખાણ કરતા સનીએ કહ્યું હતું કે, તેમાં એક્ટિંગનાં ગુણ હોવાની સાથે-સાથે ડાન્સિંગ પણ કમાલનો છે.

તમને જણાવી દઈએ કે, કરણ દેઓલ સ્ટારર ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' નું નિર્માણ દેઓલ પરિવારનું પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયો સાથે મળીને કરી રહ્યા છે. સની દેઓલે 'ગદર એક પ્રેમ કથા' પછી જઈને હવે કોઈ ફિલ્મ માટે ઝી સ્ટુડિયો સાથે હાથ મિલાવ્યો છે. ફિલ્મને મનાલીમાં શૂટ કરવામાં આવશે, જેની તૈયારી સની દેઓલ લાંબા સમયથી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી સની મનાલીમાં છે. કરણની પ્રથમ ફિલ્મને ઝી સ્ટુડિયો અને ધર્મેન્દ્ર રજૂ કરશે. સનીની કારકિર્દીની સૌથી મોટી હીટ ફિલ્મ ગદરને જીએ નિર્મિત કરી હતી અને ગદર પછી બંને ફરીથી હાથ મિલાવ્યો છે.

The post Sunny Deol નાં પુત્રની બોલિવુડમાં એન્ટ્રી પર જાણો શું કહ્યું સલમાન અને શાહરુખ ખાને? appeared first on Vishva Gujarat.

મુંબઈની જીત, નીતા અંબાણીએ આપી પાર્ટી, આ સેલેબ્સ રહ્યા હાજર

$
0
0

Mumbai Indians team and celebs at Nita Ambani's Party

મુંબઈની જીત બદલ આપવામાં આવેલ Nita Ambani ની પાર્ટીના ફોટોસ

મુંબઈ ઇન્ડિયન્સે પુણેને ૧ રનથી હરાવી આઈપીએલનું ટાઈટલ જીત્યું હતું. આ જીત બાદ મુંબઈ ઇન્ડિયન્સના માલિક Nita Ambani અને તેમના પતિ મુકેશ અંબાણીએ એક શાનદાર પાર્ટી રાખી હતી. તેમાં ટીમના સભ્યોના સિવાય બોલીવુડ સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. ત્યાં સચિન તેંડુલકર પોતાની વાઈફ અંજલીની સાથે પહોંચ્યા હતા તો અમિતાભ બચ્ચન એકલા જ આ પાર્ટીમાં ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા.

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

ઉલ્લેખનીય છે કે, આઈપીએલ-૧૦ ની ફાઈનલ મેચ રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ અને Mumbai Indians વચ્ચે રમાઈ હતી. આ મેચ મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૧ રનથી જીતી લીધી હતી. આ જીતની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ત્રણ વખત આઈપીએલનું ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફાઈનલ મેચમાં ૧૩૦ રનના પડકારનો પીછો કરતા રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૮ રન જ બનાવી શકી અને મુંબઈએ ત્રીજી વખત આઈપીએલનું ટાઈટલ પોતાના નામે કરી લીધું હતું.

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

જસપ્રીત બુમરાહે પુણેના ઓપનર રાહુલ ત્રિપાઠીને એલબીડબલ્યુ આઉટ કરી મુંબઈને પ્રથમ સફળતા અપાવી દીધી હતી. ૪૪ રન પર રમી રહેલા અજિંક્ય રહાણે મિચેલ જોહ્ન્સનની બોલ પર કેચ આઉટ થઈ ગયા હતા. પોલાર્ડે પણ અજિંક્ય રહાણેનો શાનદાર કેચ પકડી પુણેને બીજો જટકો આપ્યો હતો. ચોથા ક્રમ પર બેટિંગ માટે ઉતરેલા મહેન્દ્ર સિંહ ધોનીને જસપ્રીત બુમરાહે આઉટ કર્યા હતા.

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

ધોનીનો કેચ બુમરાહની બોલ પર વિકેટ પાછળ પાર્થિવ પટેલ પકડ્યો હતો. ધોનીએ ૧૦ રન બનાવ્યા હતા. ત્યાર બાદ મનોજ તિવારી મિચેલ જોહ્ન્સનની બોલ પર પોલાર્ડને કેચ આપી બેઠા હતા. ત્યાર બાદ આગામી જ બોલ પર સ્ટીવન સ્મિથ ૫૧ રન બનાવી અંબાતી રાયડુને કેચ આપી બેઠા હતા. ત્યાર બાદ મેચની છેલ્લી બોલ પર પુણેને જીત માટે ૪ રન જોઈતા હતા પરંતુ ૨ રન બનાવી શકી હતી.

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સૌથી વધુ ૪૭ રન કૃણાલ પંડ્યાએ બનાવ્યા હતા. ત્યારે પુણેની તરફથી જયદેવ ઉનડકટે અને એડમ જામ્પાએ બે-બે વિકેટ લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૨૯ રન બનાવ્યા હતા.

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

પોતાની બીજી ઓવરની પ્રથમ જ બોલ પર જયદેવ ઉનડકટે મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર પાર્થિવ પટેલને આઉટ કરી દીધા હતા. શાર્દુલ ઠાકુરે પાર્થિવ પટેલનો કેચ પકડ્યો હતો. આ ઓવરની ચોથી બોલ પર ઉનડકટે સિમન્સને બોલ્ડ આઉટ કરી મુંબઈ ઇન્ડિયન્સને બીજો જટકો આપ્યો હતો. અંબાતી રાયડુ ૧૨ રન બનાવી રન આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા સિક્સર લગાવવાના પ્રયત્ન કરવા જતા શાર્દુલ ઠાકુરને કેચ આપી બાથા હતા. આ ઓવરની છેલ્લી બોલ પર પોલાર્ડ ૭ રન બનાવી મનોજ તિવારીને કેચ આપી બેઠા અને ૬૫ રન પર મુંબઈ અડધી ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. હાર્દિક પંડ્યા રન બનાવી દેન ક્રિશ્ચિયન બોલ એલબીડબલ્યુ આઉટ થઈ ગયા હતા. કર્ણ શર્મા પણ ૧ રન બનાવી રન આઉટ થઈ ગયા અને પુણેને સાતમી સફળતા મળી હતી. ઇનિંગની છેલ્લી બોલ પર કૃણાલ પંડ્યા ૪૭ રન બનાવી કેચ આપી બેઠા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ....

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

મુંબઈ ઇન્ડિયન્સની જીત બદલ આપવામાં આવેલ નીતા અંબાણીની પાર્ટીના ફોટોસ

The post મુંબઈની જીત, નીતા અંબાણીએ આપી પાર્ટી, આ સેલેબ્સ રહ્યા હાજર appeared first on Vishva Gujarat.

Save The Date! આ દિવસે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ Tubelight નું ટ્રેલર

$
0
0

Salman’s Tubelight Trailer Will Be Releasing On This Day

સલમાન ખાનના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'Tubelight' નું ટ્રેલર ૨૫ મેનાં રોજ રિલીઝ કરવામાં આવશે. ટ્રેલર વિશે આ માહિતી ડિરેકટર કબીર ખાને તેમના ટ્વીટરનાં માધ્યમથી આપી છે. કબીર ખાને ટ્વીટ કરી જણાયું કે, Tubelight નું ટ્રેલર ૨૫ મે નાં રોજ રિલીઝ કરવામાં આવશે. કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ટ્યુબલાઈટ ઈદ પર રીલીઝ થશે. તાજેતરમાં આ ફિલ્મનું રેડિયો સોંગ રિલીઝ થયું હતું. આ સોંગને અવાજ કમાલ ખાન અને અમિત મિશ્રાએ આપ્યો છે. સોંગ ઘણું મજેદાર છે જેને સાંભળી તમે ડાંસ કરવા મજબુર થઇ જશો અને તમે પણ ગાશો 'સજન રેડિયો'.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. બોલિવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ તાજેતરમાં ઘણા કારણોથી ચર્ચામાં છે. તે દરમિયાન એક અન્ય ખબર સામે આવી છે કે, ટ્યુબલાઈટ બોલિવુડની ફર્સ્ટ એવી હિંદી ફિલ્મ છે જેની પાસે ટ્વીટર પર પોતાનું ઈમોજી છે. સૌથી પહેલા ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને આ માહિતી આપી હતી. ત્યારબાદ સલમાને ટ્વીટ કરી કહ્યું કે, ટ્વીટરને ફુલ લાઈટ કરી દેશે હવે ટ્યુબલાઈનું આ ઈમોજી.

The post Save The Date! આ દિવસે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ Tubelight નું ટ્રેલર appeared first on Vishva Gujarat.

આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું….

$
0
0

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka1

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. મેરેજ પછી દિવ્યાંકાએ મુંબઈમાં જ એક ૩ BHK નો ફ્લેટ ખરીધો હતો અને હવે તે તેના પતિ વિવેક સાથે ત્યાં રહે છે. દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka2

દિવ્યાંકાએ મેરેજ પછી મુંબઈમાં રહેવાનું મન બનાવ્યું હતું. તેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ ૧૨૬૦ સ્કવેર ફિટનું એક ઘર ખરીધું છે. આ ઘરનું ઈંટીરિયર વધારે સુંદર છે. આ સિવાય તેણે ઘરમાં ટ્રોફી રાખવા માટે અલગ જગ્યા બનાવી છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka3

દિવ્યાંકાના નવા ઘરની દિવાલો પર ગોલ્ડન કલરનુ પેન્ટ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ઘરનું ફર્નિચર પણ આલીશાન છે. એટલું જ નહિ ઘરનું સિલીગ પણ બહુ સુંદર છે. ઘરના એક ખૂણામાં સુંદર મંદિર પણ છે જેનું નકશીકામ પણ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka4

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળની સ્લાઈડમાં જુઓ દિવ્યાંકાના આલીશાન ઘરની ઝલક.....

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka5

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka6

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka7

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka8

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka9

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka10

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka11

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka12

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka13

The post આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું…. appeared first on Vishva Gujarat.

Baahubali અને ગદર ફિલ્મની કમાણીને લઈને આ તર્કે ઉભો કર્યો વિવાદ

$
0
0

Baahubali

બોક્સ ઓફિસ પર સતત હંગામો મચાવી રહેલ Baahubali 2 ની ૧૫૦૦ કરોડ પારની કમાણીને ગદરનાં ડિરેક્ટર અનિલ શર્મા કોઈ ઈતિહાસ રચના માનતા નથી. અનિલ શર્માનું કહેવું છે કે, આજે આંકડાનાં હિસાબથી જોવામાં આવે તો તેમની ફિલ્મ ગદરે ૫૦૦૦ કરોડનો આંકડો પાર કર્યો ગણાય. બોક્સ ઓફિસ પર કમાણીનો રોજ નવો રેકોર્ડ તોડી રહેલ ફિલ્મ Baahubali વિશે અનિલ શર્માનું કહેવું છે કે, આ બધું સમય-સમયની વાત છે. તેમની ફિલ્મ 'ગદર એક પ્રેમ કથા' વર્ષ ૨૦૦૧ માં આવી હતી અને તે સમયે ફિલ્મે ૨૬૫ કરોડની કમાણી કરી હતી. જો આજના હિસાબથી જોવામાં આવે તો આ આંકડો ૫૦૦૦ કરોડ છે. તેમાં બાહુબલી 2 એ કોઈ રેકોર્ડ બનાવ્યો નથી.

અનિલ શર્માએ પુત્ર ઉત્કર્ષની ડેબ્યુ ફિલ્મ જીનીયસનાં લોન્ચિંગ અવસર પર આ વાતનો ખુલાસો કર્યો હતો. અહીં બાહુબલી 2 ની કમાણી વિશે જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યા તો તેમણે કહ્યું કે, મને આ બધામાં ઇનવોલ્વ કરવામાં નાં આવે. જો કોઈ સારી ફિલ્મ આવશે તો રેકોર્ડ તો તૂટશે. જ્યાં સુધી બાહુબલી 2 ની વાત છે તો આ ફિલ્મમાં એવું કંઈ નથી. તેમણે આગળ કહ્યું કે, જેવું પહેલા મેં તમને જણાવ્યું કે, ૨૦૦૧ માં ગદરે ૨૬૫ કરોડ કમાવ્યા હતા. તે સમયે ટિકિટ ફક્ત ૨૫ રૂપિયાની હતી. જો આજના સમયે તેની તુલના કરવામાં આવે તો તે ૫૦૦૦ કરોડ રૂપિયા હોત અને બાહુબલી 2 એ ફક્ત ૧૫૦૦ કરોડ રૂપિયા કમાવ્યા છે.

અનિલ શર્માની વાતમાં જો તર્ક જોવામાં આવે તો તેમાં ગદરે રેકોર્ડ બનાવવાનો દાવો સાચો નથી કારણકે આ આધાર પર શોલે અને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની કમાણી ગદર કરતા ઘણી વધારે હોત. તમને જણાવી દઈએ કે, કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે.

The post Baahubali અને ગદર ફિલ્મની કમાણીને લઈને આ તર્કે ઉભો કર્યો વિવાદ appeared first on Vishva Gujarat.

James Bond ની ભૂમિકા ભજવનાર રોજર મોરનું નિધન

$
0
0

Roger Moore

બોન્ડ સિરીઝની ફિલ્મોમાં જેમ્સ બોન્ડનો રોલ પ્લે કરનાર એક્ટર Roger Moore નું કેન્સરની બીમારીથી નિધન થયું છે. સર રોજર મૂર ૮૯ વર્ષના હતા. તે સાત વખત જેમ્સ બોન્ડના રોલમાં નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, તેમના પરિવારે તેની ઘોષણા કરતા તેમના ટ્વીટર હેન્ડલથી આ વાતની માહિતી આપી હતી. તે તેમની ફેમિલી સાથે સ્વિઝલેન્ડમાં રહેતા હતા.

રોજર, બોન્ડનો રોલ પ્લે કરનાર ત્રીજા એક્ટર હતા અને ૧૯૭૩ થી ૧૯૮૫ સુધી તેમણે આ રોલ પ્લે કર્યો હતો. 'ધ સ્પાઈ હુ લવ્ડ મી' અને 'લિવ એન્ડ લેટ ડાઈ' જેવી સુપરહિટ બોન્ડ ફિલ્મોમાં તેમણે કામ કાર્યું હતું. શો કોનરી જેવા દમદાર એક્ટર પછી જેમ્સ બોન્ડનો રોલ પ્લે કરનાર એક્ટર રોજરને લોકોએ બોન્ડના રૂપમાં વધારે પસંદ કર્યો હતો. રોજરે જેમ્સ બોન્ડ સિવાય ફેમસ જાસૂસી ટીવી સીરીઝ 'ધ સેન્ટ' માં પણ કામ કર્યું હતું. જેમાં તેમનો રોલ સાઈમન ટેમ્પલરને આજે પણ યાદ કરવામાં આવે છે.

The post James Bond ની ભૂમિકા ભજવનાર રોજર મોરનું નિધન appeared first on Vishva Gujarat.


વિરોધમાં સોનુએ છોડ્યું Twitter, લાંબી શ્રેણીબદ્ધ ટ્વીટમાં વ્યક્ત કર્યો ગુસ્સો

$
0
0

Sonu Nigam to Closed his Twiiter Account Against Protesrt, after Long Tweets

તાજેતરમાં બનેલી ઘટનાઓથી વિવાદમાં આવેલા બોલીવૂડના ગાયક સોનુ નિગમે સોશિયલ મીડિયા Twitter ને અલવિદા કહેવાનો નિર્ણય કરી લીધો છે. આ વાત સોનુ નિગમે પોતાના સત્તાવાર Twitter એકાઉન્ટ ઉપર ટ્વીટની લાંબી લચક ઝડી વરસાવીને જાહેરાત કરી હતી.

પોતાના ટ્વીટસમાં સોનુએ કહ્યું કે તે પ્રેસ અને કેટલાક લોકોના આવા વલણથી પરેશાન છે, કે તેમની ટ્વીટસના ફોટા પાડીને કન્ટ્રોવર્સી ઉભી કરવામાં આવે છે અને તેનાથી તેઓ નારાજ છે.

સોનુ નિગમે કહ્યું છે કે તેઓ હવે Twitter નું એકાઉન્ટ બંધ કરી રહ્યા છે અને તેના માટે તેઓએ પોતાના ફેન્સની માફી પણ માંગી છે કે આ કારણે તેઓ તેમના ફેન્સથી દૂર થઈ જશે.

ગત દિવસોમાં સોનુ નિગમના અજાનવાળા ટ્વીટ ઉપર ભારે વિવાદ થયો હતો અને તેના વિરોધમાં સોનુ નિગમે પોતાના માથે ટકો કરાવ્યો હતો.

હવે બોલીવૂડના ગાયક અભિજિતના એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા પછી ગાયક સોનુ નિગમ ઘણા નારાજ હતા. સોનુ નિગમનું માનવું છે કે જો અભિજિતનું Twitter એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે તો આવા કેટલાય એકાઉન્ટ છે કે જેને બંધ કરી દેવા જોઈએ, પરંતુ આવું નથી થઈ રહ્યું.

સોનુ નિગમેં પોતાની ટ્વીટસમાં કહ્યું છે કે તેઓ મીડિયા અને એક ખાસ વર્ગના લોકોની ટ્વીટ ઉપર સમાચાર બનાવવાની આદતથી પરેશાન થઈ ગયા છે.

The post વિરોધમાં સોનુએ છોડ્યું Twitter, લાંબી શ્રેણીબદ્ધ ટ્વીટમાં વ્યક્ત કર્યો ગુસ્સો appeared first on Vishva Gujarat.

Zaheer Khan અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

$
0
0

Zaheer Khan and Sagarika Ghatge's engagement Pics99

Zaheer Khan અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

Zaheer Khan and Sagarika Ghatge's engagement Pics1

ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર Zaheer Khan અને બોલીવુડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગેએ પોતાની સગાઈ માટે એક મોટી પાર્ટીનું આયોજન કર્યું, જેમાં ઘણા નજીકના લોકોએ હાજરી આપી હતી.

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

સગાઇ સમારોહમાં ઝહિર ખાન અને સાગરિકા ઘાટગે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આ સગાઈ સમારોહ મુંબઈમાં આયોજીત કરવામાં આવી હતી. સગાઇમાં ઝહિર ખાન લાઇટ બ્રાઉન રંગની સુટમાં નજર આવી તો તે સાગરિકા સુંદર ગાઉનમાં જોવા મળી હતી.

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

સગાઈમાં બોલીવુડ અને ક્રિકેટની દુનિયાના ઘણા મોટા સ્ટાર જોવા મળ્યા હતા. સગાઈમાં ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ હાજરી આપી હતી.

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

મેહમાનોમાં સ્ટાર ક્રિકેટર સચિન તેંડુલકર પોતાની પત્ની ડો અંજલીની સાથે પહોંચ્યા હતા.

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

ઝહિરની ખુશીમાં સામેલ થવા રોહિત શર્મા અને તેમની પત્ની રિતિકા સજદેહ પણ પહોચ્યા હતા.

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

યુવરાજ સિંહ

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

રવિના ટંડન પોતાના પતિ અનીલ ટંડનની સાથે જોવા મળી હતી.

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

બોબી દેઓલ

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગે

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

અજિંક્ય રહાણે

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

આશિષ નેહરા

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

મંદિરા બેદી

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

મોહમ્મદ કૈફ અને પાર્થિવ પટેલ

ઝહિર ખાન અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ

અરશદ વારસી

The post Zaheer Khan અને સાગરિકા ઘાટગેની સગાઈમાં પહોચ્યા આ સ્ટાર્સ appeared first on Vishva Gujarat.

ફરીથી વિવાદોમાં ઘેરાયા Kattappa, બિન-જામીનપાત્ર વોરંટ થયો જારી

$
0
0

Baahubali 2’s Kattappa aka Sathyaraj slapped with an arrest warrant

ફિલ્મ બાહુબલી 2 માં Kattappa નો રોલ પ્લે કરનાર એક્ટર સત્યરાજને તો બધા ઓળખે છે. બાહુબલી રિલીઝ પહેલા વિવાદોના હિસ્સો રહેલ સત્યરાજ એકવાર ફરીથી મુસીબતમાં ફસાઈ ગયા છે. ઉટી જુડીશિયલ મેજીસ્ટ્રેટે સાઉથના એક્ટર સૂર્યા, સત્યરાજ (Kattappa), સરથકુમાર સિવાય પાંચ લોકોની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ રજૂ કર્યો છે. સોશિયલ મીડિયામાં આ બિન-જામીનપાત્ર વોરંટ જારી થયા પછી ટ્વીટર પર સૂર્યાનાં ફેંસ તેમના સપોર્ટમાં આવી ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ બધા પર વર્ષ ૨૦૦૯ થી માનહાનિનો એક કેસ ચાલી રહ્યો છે. એક સમાચાર પત્રમાં એક આર્ટિકલ પબ્લિસ થયો હતો. જેમાં એક એક્ટ્રેસે અભિનેતાઓ અને અભિનેત્રીઓનાં સમૂહની વિરુદ્ધ વેશ્યાવૃત્તિનાં આરોપો વિશે વાત કહી હતી. આ આર્ટીકલનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ વિરોધ કર્યો હતો ત્યારબાદ માફી માંગવાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ નજીર સંગમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી જેમાં આ એકટર્સે મીડિયાવાળા સાથે ખરાબ વર્તન કર્યું. ત્યારબાદ વરિષ્ઠ પત્રકાર રોજારિયો મારિયા સુસાઈએ ઉટી ન્યાયાધીશની સામે ફરિયાદ નોંધાવી હતી.

સાઉથનાં આ અભિનેતાઓએ મદ્રાસ હાઈકોર્ટ હેઠળ કેસ રદ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમની અરજી ફગાવી દીધી હતી. જ્યારે અભિનેતાને ૧૫ મે નાં રોજ કોર્ટમાં રજૂ થવા માટે કહેવામાં આવ્યું હતું. આ કારણે મેજિસ્ટ્રેટે બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બાહુબલી 2 રિલીઝ પહેલા કટપ્પા સત્યરાજને લઈને કર્ણાટકમાં ફિલ્મનો વિરોધ થયો હતો. કન્નડ સંગઠનનું નેતૃત્વ કરી રહેલ કાર્યકર વતલ નાગરાજે સત્યરાજ પર આરોપ લગાવ્યો હતો કે, તે કાવેરી જળ વિવાદના સમય સભ્યતાની બધી મર્યાદાઓ ઓળંગી ગયા હતા. તેમણે કર્ણાટક અને અહીંના રહેવાસીઓ વિરુદ્ધ મૂર્ખતાભરી વાત કરી છે. 

The post ફરીથી વિવાદોમાં ઘેરાયા Kattappa, બિન-જામીનપાત્ર વોરંટ થયો જારી appeared first on Vishva Gujarat.

સોહા અલી ખાન બાદ બોલિવુડની આ અભિનેત્રી છે પ્રેગનન્ટ

$
0
0

Celina Jaitly

બોલિવુડ ઇન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસ Celina Jaitly અને તેના પતિ પીટર હોગ એકવાર ફરીથી ગુડ ન્યૂઝ આપવાનાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, Celina Jaitly બહુ જલ્દી ટ્વીન્સ બાળકોને જન્મ આપશે. સેલિના જેટલીની પ્રેગ્નન્સીને 3 મહિના થઇ ગયા છે. તમને જણાવી દઈએ કે, 'નો એન્ટ્રી' જેવી શાનદાર ફિલ્મોથી લાખો લોકોના દિલ જીતી ચૂકેલ આ અભિનેત્રી પહેલા પણ ટ્વીન્સ બાળકોને જન્મ આપી ચૂકી છે. સેલિના જેટલીનાં ટ્વીન્સ બાળકોના નામ વિસ્ટન અને વિરાજ છે.

દુબઇમાં ફોન પર થયેલ એક ઇન્ટરવ્યુ દરમ્યાન સેલિનાએ જણાવ્યું કે, જ્યારે ડોક્ટર અલ્ટ્રાસાઉન્ડ કરી રહ્યાં હતા ત્યારે મારા પતિએ પૂછ્યુ કે શું હું ટવિન્સને જન્મ આપીશ. તેના ઉત્તરમાં ડોકટરે હા કહ્યું. જોકે અમે નસીબદાર છીએ કે ભગવાને અમને એક સાથે બે બાળકોને જન્મ આપવા માટે પસંદ કર્યા છે. તમને જણાવી દઈએ કે, સેલિના જેટલી એક જાહેરાત કેમ્પેઇન માટે બહુ જલ્દી ભારત આવવાની છે. તેની સાથે તે એક પુસ્તક પર પણ કામ કરી રહી છે, જે આગામી વર્ષે પબ્લિશ થશે. સેલિના અને પીટર વચ્ચે ઘણા લાંબા સમયથી અફેર હતું અને ત્યારબાદ બંનેએ મેરેજ કરી લીધાં હતાં.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા બોલિવુડ એક્ટર કૃણાલ ખેમુએ તેની પત્ની અભિનેત્રી સોહા અલી ખાનની પ્રેગ્નન્સી હોવાની ખબર આપી હતી. કૃણાલે કહ્યું હતું કે, સોહા અને મને આ વર્ષના અંતમાં આવી રહેલ એક જોઈન્ટ પ્રોડક્શનની ઘોષણા કરવામાં વધારે ખુશીનો અનુભવ થઇ રહ્યો છે, જો કે, આ અમારું પ્રથમ બાળક છે. 

The post સોહા અલી ખાન બાદ બોલિવુડની આ અભિનેત્રી છે પ્રેગનન્ટ appeared first on Vishva Gujarat.

‘The Kapil Sharma’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી

$
0
0

Raina, Dhawan, Hardik Pandya visit The Kapil Sharma’s show as Guests9

‘The Kapil Sharma’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી

'The Kapil Sharma' શોમાં આ વખતે ક્રિકેટર શિખર ધવન, સુરેશ રૈના અને હાર્દિક પંડ્યા મેહમાન તરીકે પહોંચ્યા હતા.

‘ધ કપિલ શર્મા’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી

ક્રિકેટ પીચ પર શાનદાર બેટિંગ કરનારા શિખર ધવન કોમેડી શોમાં પણ બેટની સાથે જોવા મળ્યા હતા.

‘ધ કપિલ શર્મા’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી

આ દરમિયાન શિખર ધવને બોલિંગ પણ કરી હતી.

‘ધ કપિલ શર્મા’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી

શોમાં શિખર ધવનની પત્ની આયશા મુખર્જી અને તેમના પુત્ર જોરાવર ધવન પણ હાજર રહ્યા હતા.

‘ધ કપિલ શર્મા’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી

શોના દરમિયાન કીકુ શારદાએ ત્રણે ક્રિકેટર્સની સાથે ખુબ જ મસ્તી કરી હતી.

‘ધ કપિલ શર્મા’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી

ત્રણે ક્રિકેટર્સે પોતાની હાજરીથી લોકોના દિલ જીતી લીધા હતા.

‘ધ કપિલ શર્મા’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી

ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યા બાદ શિખર ધવન, સુરેશ રૈના અને હાર્દિક પંડ્યાએ એક સાથે સેલ્ફી પણ લીધી હતી.

‘ધ કપિલ શર્મા’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી

The post ‘The Kapil Sharma’ શોમાં પહોંચ્યા ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images