Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

શું Sachin ની ફિલ્મ બાહુબલી-2 અને હાફ ગર્લફ્રેન્ડને આપશે ટક્કર?

$
0
0

Sachin

ક્રિકેટના ભગવાન Sachin Tendulkar ફર્સ્ટ ટાઈમ મોટા પડદા પર તેમના ફેંસને જોવા મળ્યા છે. જેના દ્ધારા તે તેમની સ્ટોરી દર્શકોને કહી રહ્યા છે. ભારતમાં ક્રિકેટને તહેવારની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં અલગ-અલગ દાયકામાં ઘણા ખેલાડી આવ્યા અને પોતાનું કરતબ બતાવ્યું. પરંતુ એક ખેલાડી એવો છે જેણે દરેક તબક્કાનાં લોકોને પૂરું સમ્માન આપ્યું અને તેમને 'ક્રિકેટનાં ભગવાન' ની ઉપાધિ પણ આપી. આજે Sachin Tendulkar નાં જીવન પર આધારિત 'સચિન: અ બિલીયન ડ્રીમ્સ' ફિલ્મ રિલીઝ થઇ છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનાં આંકડા પ્રમાણે ફિલ્મનું ઓપનિંગ મિડીયમ રહ્યું છે. જો કે, દર્શકોને ફિલ્મ વધારે પસંદ આવી છે. સિંગલ સ્ક્રીન થિયેટરમાં ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે પરંતુ મલ્ટીપ્લેકસમાં બુકિંગ સારું હોવાના કારણે સિનેમા માલિકોનાં ચેહેરા ખીલી ઉઠ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મ હોલિવુડ ફિલ્મ પાઈરેટ્સ ઓફ કેરેબિયન ને પણ ટક્કર આપી રહી છે. વિકેન્ડનું બુકિંગ સારી રહ્યું છે, આશા છે કે ફિલ્મ સારી કમાણી કરશે. જો કે, થિયેટરમાં હજુ બાહુબલી-2, હાફ ગર્લફ્રેન્ડ અને હિંદી મીડીયમે પોતાની પકડ મજબૂત રાખી છે. તેવામાં હવે જોવુ રહ્યું કે, કમાણીની દ્રષ્ટિએ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો જલવો બતાવે છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મની સ્ટોરી મુંબઈના દાદર વિસ્તારમાં જન્મેલ સચિન રમેશ તેંડુલકરની છે. જ્યારે દસ વર્ષની ઉંમરમા તેઓ ભારતીય ક્રિકેટ ટીમને ૧૯૮૩ નાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવતા જોવે છે તો તેની અંદર પણ એક અલગ જજ્બા જાગી ઉઠે છે અને તેના ઠીક 28 વર્ષ પછી ૨૦૧૧ માં તે જ સચિન ખુદ પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં બાળપણમાં સચિનનો ક્રિકેટ પ્રતિ લગાવ બતાવવામાં આવ્યો છે. તેની સાથે શિવાજી પાર્કથી લઈને દુનિયાનાં મોટા-મોટા ગ્રાઉન્ડમાં કેવી રીતે આ લિટલ માસ્ટરે ભારતનો ધ્વજ ફરકાવ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તેમની પર્સનલ લાઈફ અને કારકિર્દી સાથે જોડાયેલ વિવાદો પણ બતાવવામાં આવ્યા છે.

The post શું Sachin ની ફિલ્મ બાહુબલી-2 અને હાફ ગર્લફ્રેન્ડને આપશે ટક્કર? appeared first on Vishva Gujarat.


Dangal નો આ રેકોર્ડ હજુ સુધી તોડી શકી નથી ‘બાહુબલી 2’

$
0
0

Dangal

એસએસ રાજમૌલીની ફિલ્મ 'બાહુબલી 2' દુનિયાભરમાં કમાણી કરી રહી છે. ફિલ્મ ચાર ભાષાઓમાં રિલીઝ થઇ છે અને રેકોર્ડતોડ કમાણી પણ કરી રહી છે. બાહુબલી-2 હિન્દુસ્તાનમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. પ્રભાસની બાહુબલી 2 એ બોલિવુડ સ્ટાર્સની ફિલ્મોના ઘણા રેકોર્ડ્સ તોડ્યા છે. જો કે, ફિલ્મ બાહુબલી-2 નો આ આંકડો તોડી શકવો કોઈ અન્ય ફિલ્મ માટે અશક્ય બરાબર છે પરંતુ એક રેકોર્ડ એવો પણ છે જે ખુદ બાહુબલી માટે તોડવો પણ મુશ્કેલ છે. બાહુબલી 2 એ ઇન્ડિયામાં વધારે કમાણી કરી હતી પરંતુ વિદેશમાં તેની કમાણી Dangal કરતા ઘણી ઓછી છે. આ વાત તો બધા જાણે છે કે, Dangal ચીનમાં રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. દંગલ જેટલી કમાણી ઇન્ટરનેશનલ માર્કેટમાં આજ સુધી બીજી હિન્દુસ્તાની ફિલ્મે કરી નથી. પ્રાપ્ત માહિતી મુજબ, દંગલે ઇન્ટરનેશનલ માર્કેટમાં ૧૦૦૦ કરોડ કરતા વધારે બિઝનેશ કર્યો છે. બીજી તરફ, બાહુબલી 2 એ ફક્ત ૨૭૭ કરોડનો બિઝનેશ કર્યો છે.

ભારતમાં દંગલની કમાણી ૭૧૮ કરોડ છે તો બીજી તરફ, બાહુબલી 2 ની કમાણી ૧૨૫૩ કરોડ પહોચી ચૂકી છે. દંગલ અને બાહુબલી 2 ની કુલ કમાણીની સરખામણી કરવામાં આવે તો આમિરની ફિલ્મ દંગલ આગળ છે. ફિલ્મની કુલ કમાણી ૧૭૪૩ કરોડ પહોચી ચૂકી છે. તો બીજી તરફ, બાહુબલીની કમાણી ૧૫૩૦ છે. જો કે, હજુ બાહુબલી ચીનમાં રિલીઝ થવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં ભારતીય ફિલ્મોનું માર્કેટ વધારે ચાલે છે. ચીનમાં જ્યારથી દંગલ રિલીઝ થઇ છે ત્યારથી ધમાલ મચાવી રહી છે. બાહુબલી 2 નાં મેકર્સ પણ ઈચ્છે છે કે, જેવો રિસપોન્સ ચીનમાં દંગલને મળ્યો છે તેવો રિસપોન્સ તેમની ફિલ્મને પણ મળે. આ કારણે બાહુબલી-2નાં મેકર્સ ચીનમાં ફિલ્મની રિલીઝ લઈને કોઈ લાપરવાહી રાખવા માંગતા નથી. બાહુબલી 2 દુનિયાભરમાં ૧૫૦૦ કરોડની કમાણી કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે.

The post Dangal નો આ રેકોર્ડ હજુ સુધી તોડી શકી નથી ‘બાહુબલી 2’ appeared first on Vishva Gujarat.

જાણો કેમ પાકિસ્તાનમાં રિલીઝ થશે નહિ Sachin Tendulkar ની બાયોપિક?

$
0
0

Sachin Tendulkar

ક્રિકેટના ભગવાન Sachin Tendulkar ની ફિલ્મ સચિન: અ બિલિયન ડ્રીમ્સ આજે રિલીઝ થઇ છે. સમગ્ર ઇન્ડિયામાં આ ફિલ્મને પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મના ખૂબ વખાણ પણ થઇ રહ્યા છે. તેવામાં પાકિસ્તાનના એકઝીબીટર ભારતીય ક્રિકેટર અને પૂર્વ કપ્તાન Sachin Tendulkar નાં જીવન પર બનેલ બાયોપિક તેમના દેશમાં બતાવવા માંગે છે. પાકિસ્તાની ફિલ્મ એકઝીબીટર એસોશિયેશનનાં અધ્યક્ષ જોરેજ લશારીએ જણાવ્યું કે, બાહુબલી અને હાફ ગર્લફ્રેન્ડ જેવી ફિલ્મો સારું પ્રદર્શન કરી રહી છે. અમે સચિન: અ બિલિયન ડ્રીમ્સને અમારા દેશમાં બતાવા માંગીએ છે. જો કે, તે અહીં રિલીઝ સેન્સર બોર્ડ દ્ધારા પાસ કર્યા પછી થશે.

તેમનું કહેવું છે કે, ભારતીય ફિલ્મો પાકિસ્તાની થિયેટર્સમાં સારો બિઝનેસ કરી રહી છે. જોરેજે કહ્યું કે, ભારતની જે પણ ફિલ્મ અહીં રિલીઝ કરવામાં આવે છે તે સારો બિઝનેશ કરે છે. બીજી તરફ, ફિલ્મના વિતરક અનિલ થંડાનીએ કહ્યું કે, ફિલ્મ હજુ સુધી પાકિસ્તાનમાં રિલીઝ થશે નહિ. કારણકે આ વિશે કોઈ તપાસ થઇ નથી. તેમણે કહ્યું કે, આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થશે નહિ. ત્યાના ડિસ્ટ્રીબ્યુટર સામાન્ય રીતે અપ્રોચ કરે છે અને અમને પાકિસ્તાનમાં આ ફિલ્મ બતાવવા માટે લઇ જાય છે. પરંતુ અમને હજુ સુધી ત્યાં કોઈ તપાસ મળી નથી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મની સ્ટોરી મુંબઈના દાદર વિસ્તારમાં જન્મેલ સચિન રમેશ તેંડુલકરની છે. જ્યારે દસ વર્ષની ઉંમરમા તેઓ ભારતીય ક્રિકેટ ટીમને ૧૯૮૩ નાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવતા જોવે છે તો તેની અંદર પણ એક અલગ જજ્બા જાગી ઉઠે છે અને તેના ઠીક 28 વર્ષ પછી ૨૦૧૧ માં તે જ સચિન ખુદ પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં બાળપણમાં સચિનનો ક્રિકેટ પ્રતિ લગાવ બતાવવામાં આવ્યો છે. તેની સાથે શિવાજી પાર્કથી લઈને દુનિયાનાં મોટા-મોટા ગ્રાઉન્ડમાં કેવી રીતે આ લિટલ માસ્ટરે ભારતનો ધ્વજ ફરકાવ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તેમની પર્સનલ લાઈફ અને કારકિર્દી સાથે જોડાયેલ વિવાદો પણ બતાવવામાં આવ્યા છે.

The post જાણો કેમ પાકિસ્તાનમાં રિલીઝ થશે નહિ Sachin Tendulkar ની બાયોપિક? appeared first on Vishva Gujarat.

સિરીયલ કુમકુમ ભાગ્યની આ એક્ટ્રેસ Kapil Sharma નાં શોમાં કરશે એન્ટ્રી

$
0
0

Kapil Sharma

Kapil Sharma  અને સુનીલ ગ્રોવર વચ્ચેની લડાઈ ભલે હવે જૂની વાત થઇ ગઈ પરંતુ આ બધા જાણે છે કે, તે ઘટનાનું 'ધ કપિલ શર્મા શો' પર ખરાબ અસર પડી રહી છે. ઝઘડા પછી સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરે શો છોડી દીધો છે, જેનાથી શોની ટીઆરપી ઘટી ગઈ છે. પરંતુ હવે એવી ખબર છે કે, 'કુમકુમ ભાગ્ય' માં પ્રજ્ઞાની માતા સરલાનો રોલ પ્લે કરનાર સુપ્રિયા શુક્લા બહુ જલ્દી Kapil Sharma નાં શોમાં નજર આવશે. તેની પહેલા સુપ્રિયા 'સાહેબ બીવી ઔર બોસ' માં પણ ફની અંદાજમાં નજર આવી ચૂકી છે.

સુપ્રિયા એક શ્રેષ્ઠ અદાકારા છે અને દર્શક તેને 'ધ કપિલ શર્મા શો' માં જરૂર પસંદ કરશે. એક ઇન્ટરવ્યૂમાં સુપ્રિયાએ કહ્યું કે, હું આ શો માટે થોડી નર્વસ હતી. જો કે, કપિલની ટીમ વધારે સ્પોર્ટીવ છે. હું મારી ભાષામાં કાનપુરનો ફ્લેવર લાવીશ. મેં શોના રાઈટર્સની સાથે પોતાની ભાષા પર વધારે મહેનત કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મામુશ્કેલીમાં આવી ગયા છે. 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું હતું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post સિરીયલ કુમકુમ ભાગ્યની આ એક્ટ્રેસ Kapil Sharma નાં શોમાં કરશે એન્ટ્રી appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘પદ્માવતી’નાં શૂટિંગ દરમિયાન Ranveer Singh થયા ઘાયલ

$
0
0

Ranveer Singh

બોલિવુડ એક્ટર Ranveer Singh ફિલ્મ 'પદ્માવતી' નાં સેટ પર શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ ગયા છે. તેમના માથામાં ઈજા આવી છે. ત્યારબાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. Ranveer Singh ના એક નજીકના સૂત્ર પ્રમાણે રણવીર ચિકિત્સા સહાયતા લેવાના થોડા સમય પછી શૂટિંગ માટે સેટ પર પરત આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના ગુરુવારે ફિલ્મના સેટ પર થઇ છે. ફિલ્મના ક્લાઈમેક્સનાં શૂટિંગમાં રણવીર એટલા મશગૂલ હતા કે તેમને ઈજાનો અનુભવ થયો નથી. માથામાં લોહી નીકળ્યા પછી તેમને આ ખબર પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રણવીરને ફર્સ્ટ એડની મદદ આપવામાં આવી છે અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી ચિકિત્સા મદદ લીધા પછી રણવીર શૂટિંગ માટે સેટ પર પરત આવ્યા હતા. રણવીરે તેનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેની પહેલા સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીનાં શૂટિંગ દરમિયાન પણ તેઓ ઘાયલ થયા હતા.

ઐતિહાસિક ગાથા પર આધારિત ફિલ્મ 'પદ્માવતી' માં રણવીર અલાઉદ્દીન ખીલજીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમના સિવાય શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણ પણ મેઈન રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. શાહિદ કપૂર આ મુવીમાં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

The post ફિલ્મ ‘પદ્માવતી’ નાં શૂટિંગ દરમિયાન Ranveer Singh થયા ઘાયલ appeared first on Vishva Gujarat.

સોશિયલ મીડિયા પર Shweta Tiwari થઇ ખોટી મોતની અફવાહનો શિકાર

$
0
0

Actress Shweta Tiwari Death Rumors Spread On Social Media

સોશિયલ મીડિયામાં ટીવી એક્ટ્રેસ Shweta Tiwari નાં મોતની ખબર તેજીથી વાયરલ થઇ રહી છે. આ વિશે Shweta Tiwari ના પતિ અભિનવ કોહલી સાથે વાત કરી તો તેમણે આ ખબર ખોટી અને એક અફવાહ જણાવી છે. અભિનવે કહ્યું કે, હું પોતે ડરી ગયો છુ, જ્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં આ પ્રકારની ખોટી અફવા ફેલાઈ રહી છે. કારણકે થોડા સમય પહેલા જ શ્વેતા સાથે મેં વાત કરી હતી અને હવે કોઈ મને આ ફોન કરી તેના મોતની ખબર આપી રહ્યા છે.

પહેલા તો મને સમજમાં આવ્યું નહિ કે, કેવી રીતે રીએક્ટ કરું. ત્યારબાદ મેં તુરંત શ્વેતાને ફોન લગાવ્યો તો ખબર પડી કે, બધું ઠીક છે. ત્યાં સુધી કે, શ્વેતા પણ આ વાત સાંભળી મારા પર હસવા લાગી. હું ક્લિયર કરવા માંગુ છુ કે, શ્વેતા જીવિત છે અને તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. જ્યારે શ્વેતાને આ ખોટી અફવાને લઈને વાત કરવામાં આવી તો તેણે કહ્યું કે, હું આ પ્રકારની અફવાહો પર રીએક્ટ કરવાનું પસંદ કરતી નથી. તમે વિશ્વાસ કરશો નહિ કે, આ ત્રીજી વાર છે, જ્યારે લોકોએ મારા મોતની ખોટી ખબર ફેલાવી છે. અભિનવ પહેલા એવા વ્યક્તિ જેમણે મને ફોન કરી હકીકત જણાવવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન તે વધારે નર્વસ હતા. મેં અભિનવને કહ્યું કે, આ આવી અફવાહોને ઇગ્નોર કરું છુ. હું જીવિત છુ અને મારા પુત્રની સાથે એન્જોય કરી રહી છુ.

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૨૭ નવેમ્બરે ૨૦૧૭ નાં રોજ મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. શ્વેતા અને તેના પતિ અભિનવે મળીને તેમના પુત્રનું નામ રેયાંશ રાખ્યું છે. શ્વેતા તિવારીના પુત્રને હવે લોકો 'રેયાંશ કોહલી' ના નામથી ઓળખશે. તેના નામનો પ્રથમ અર્થ છે 'ભગવાન શિવનો અંશ' અને બીજો અર્થ છે 'સૂર્યની પ્રથમ કિરણ'.

The post સોશિયલ મીડિયા પર Shweta Tiwari થઇ ખોટી મોતની અફવાહનો શિકાર appeared first on Vishva Gujarat.

મેટરનિટી લીવ પર છે ‘રિન્કુ દેવી’, બહુ જલ્દી આપશે ખુશખબરી: Sunil Grover

$
0
0

Sunil Grover

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે કેટલાક મહિના પહેલા થયેલ ઝઘડા પછી વધારે ચર્ચામાં રહ્યા હતા. કપિલ શર્માના શોને અલવિદા કહ્યા પછી સુનીલ ગ્રોવર ઇન્ડિયામાં થનાર તેમના લાઈવ પરફોર્મન્સ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. પરંતુ તેમના ફ્યુચર પ્લાનને લઈને હજુ ચુપ્પી સાધી રાખી છે. કપિલનો શો છોડ્યા પછી સુનીલને ઘણીબધી ચેનલો તરફથી પોતાનો કોમેડી શો કરવાની ઓફર મળી છે. ખબરો મુજબ, સુનીલને સોની ચેનલ તરફથી ઓફર આવી હતી અને સુનીલ આ ઓફરને ગંભીરતાથી લઇ રહ્યા છે.

ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો પણ સોની ચેનલ પર પ્રસારિત થાય છે. જો કે, સુનીલે હજુપણ આ વાતનો ખુલાસો કર્યો નથી. તાજેતરમાં તેમણે કહ્યું કે, 'રિન્કુ દેવી અત્યારે મેટરનિટી લિવ પર છે અને બહુ જલ્દી તેમના ફેંસને ખુશખબરી આપશે. જો કે, અત્યારે સુનીલ તેમના લાઈવ પરફોર્મન્સમાં વધારે વ્યસ્ત છે. તેમણે આ વાતને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મને હંમેશાથી લાઈવ ઓડિયન્સની સામે પરફોર્મ કરવું સારું લાગે છે. આ કારણે તેમાં મારા માટે કોઈ નવી વાત નથી.

ઉલ્લેખનીય છે કે, સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post મેટરનિટી લીવ પર છે ‘રિન્કુ દેવી’, બહુ જલ્દી આપશે ખુશખબરી: Sunil Grover appeared first on Vishva Gujarat.

‘Sachin: A Billion Dreams’એ બોક્સ ઓફિસ પર કરી શાનદાર શરૂઆત

$
0
0

Sachin

ગઈકાલે બોક્સ ઓફિસ પર સચિનની બાયોપિક ફિલ્મ 'Sachin: A Billion Dreams' રિલીઝ થઇ છે. આ બાયોગ્રાફિકલ ડ્રામાનું નિર્દેશન જેમ્સ ઇરિકસને કર્યું છે. સચિનના ફેંસ માટે આ એક એવી ભેટ છે જેને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. જો વાત કરવામાં આવે 'Sachin: A Billion Dreams' ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની તો ફિલ્મે શાનદાર ઓપનિંગ કરી છે. હિંદી, મરાઠી, તમિલ, તેલુગુ અને અંગ્રેજી ભાષામાં રિલીઝ થયેલ ફિલ્મ સચિન: અ બિલિયન ડ્રીમ્સે પ્રથમ દિવસે ૮.૪૦ કરોડની શાનદાર કમાણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, સચિનની ફિલ્મની સ્ટોરી મુંબઈના દાદર વિસ્તારમાં જન્મેલ સચિન રમેશ તેંડુલકરની છે. જ્યારે દસ વર્ષની ઉંમરમા તેઓ ભારતીય ક્રિકેટ ટીમને ૧૯૮૩ નાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવતા જોવે છે તો તેની અંદર પણ એક અલગ જજ્બા જાગી ઉઠે છે અને તેના ઠીક 28 વર્ષ પછી ૨૦૧૧ માં તે જ સચિન ખુદ પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં બાળપણમાં સચિનનો ક્રિકેટ પ્રતિ લગાવ બતાવવામાં આવ્યો છે. તેની સાથે શિવાજી પાર્કથી લઈને દુનિયાનાં મોટા-મોટા ગ્રાઉન્ડમાં કેવી રીતે આ લિટલ માસ્ટરે ભારતનો ધ્વજ ફરકાવ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તેમની પર્સનલ લાઈફ અને કારકિર્દી સાથે જોડાયેલ વિવાદો પણ બતાવવામાં આવ્યા છે.

ફિલ્મમાં વૈશ્વિક સ્તરના મહાનતમ ક્રિકેટ ખેલાડી સચિનની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેનાં વિશે દર્શક બહુ ઓછુ જાણે છે. સચિન તેંડુલકરની સાથે-સાથે તેમની પત્ની અંજલિ, પુત્ર અર્જુન અને પુત્રી સારા પણ આ ફિલ્મનો ભાગ છે. જેમને બહુ ઓછી વાતચીત કરતા બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં સચિનના સપનાઓ દર્શાવામાં આવ્યા છે. તેની સાથે ક્રિકેટનાં અલગ-અલગ ફેઝમાં સ્ટ્રગલ પણ બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સચિનના બાળપણથી લઈને અત્યાર સુધીના ઘણા વિડીયો ટેપ્સ પણ છે, જે જોવામાં અને સાંભળવામાં વધારે દિલચસ્પ લાગે છે.

The post ‘Sachin: A Billion Dreams’ એ બોક્સ ઓફિસ પર કરી શાનદાર શરૂઆત appeared first on Vishva Gujarat.


Rajkummar Rao એ નેતાના અભિનય માટે અપનાવ્યો આ લૂક

$
0
0

Rajkummar Rao

આજકાલ નવી વેબ સીરીઝ 'બોસ' ને લઈને Rajkummar Rao વધારે ચર્ચામાં છે. આ વેબ સીરીઝ 'નેતાજી સુભાષ ચન્દ્ર બોઝ' પર આધારિત છે. આ સીરીઝમાં તે એક નવા રોલમાં નજર આવશે. દરેક વખતની જેમ આ વખતે પણ તેઓ એક અલગ રોલમાં નજર આવશે. દરેક વખતની જેમ પોતાના રોલ માટે તેઓ વધારે મહેનત કરી રહ્યા છે. આ સીરીઝમાં તેમણે પોતાનું અડધું માથું મુંડાવી દીધું છે. નિર્દેશક હંસલ મહેતાએ તેમનું માથું મુંડાવાની પુષ્ટિ કરી છે. તેની સાથે તેમણે ટ્વીટ કરી કે, બહુ જલ્દી તેમનો ફર્સ્ટ લૂક જારી કરવામાં આવશે.

રાજકુમાર રાવ અને સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકીમની સાથે એક ફોટો શુક્રવારે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ ફોટામાં તે મરુન રંગની ટી-શર્ટ અને બોઝ જેવા ચશ્માં પહેરેલ નજર આવી રહ્યા છે. રાજકુમારે તેમનો આ ફોટો શેર કરતા ટ્વીટ કરી કે, બોઝ માટે હેર કટ કરાવ્યા છે. અમે બહુ જલ્દી 'બોઝ' નાં રૂપમાં ફર્સ્ટ સીરીઝની ઝલક શેર કરીશું. તેની સાથે હેરસ્ટાઇલિસ્ટ અલીમ હકીમનો આભાર માન્યો છે.

રાજકુમારે જણાવ્યું કે, આ સીરીઝનું પ્રસારણ એએલટી બાલાજીની વેબ સીરીઝ પર હશે. તે આ સીરીઝમાં એક્ટ્રેસ પત્રલેખાની સાથે જોવા મળશે. તેમાં તેઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો રોલ પ્લે કરશે. પત્રલેખા હાઈ પ્રોફાઈલ મહિલાનો રોલ પ્લે કરશે. અભિનેતા રાજકુમાર રાવ અને હંસલ મહેતા ૨૦૧૪ માં રિલીઝ થયેલ ફિલ્મ 'સિટીલાઈટ' પછી ફરી સાથે કામ કરશે.

The post Rajkummar Rao એ નેતાના અભિનય માટે અપનાવ્યો આ લૂક appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ અભિનેત્રી Sherlyn Chopra નું લેટેસ્ટ ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી Sherlyn Chopra નું લેટેસ્ટ ફોટોશૂટ

અભિનેત્રી અને ન્યુડ ફોટોશૂટ કરાવનારી મોડલ Sherlyn Chopra નું નવું ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં તે હોટ એન્ડ સેક્સી દેખાડી રહી છે.

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાનું લેટેસ્ટ ફોટોશૂટ

ફોટોશૂટની તસ્વીરોમાં તે પોતાની હોટનેસને નેક્સ્ટ લેવલ પર લઇ ગઈ છે.

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાનું લેટેસ્ટ ફોટોશૂટ

તમને જણાવી દઈએ કે, બોલીવુડ ફિલ્મ ‘ટાઈમ પાસ’, ‘રેડ સ્વસ્તિક’, ‘દિલ બોલે હડીપ્પા’, ‘દોસ્તી’, ‘ઇટ્સ માય લાઈફ’ અને ‘ગેમ’ માં જોવા મળી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાનું લેટેસ્ટ ફોટોશૂટ

તે પ્લેબોય મેગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ ક્લિક કરાવી ચુકી છે. ૧૫ વર્ષની ઉમરમાં શર્લિન ચોપરાએ પોતાનું મેક ઓવર કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાનું લેટેસ્ટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરાનું લેટેસ્ટ ફોટોશૂટ

The post જુઓ….બોલીવુડ અભિનેત્રી Sherlyn Chopra નું લેટેસ્ટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Sanjay Dutt ફરીથી બનશે ગેંગસ્ટર, આ ફિલ્મના ત્રીજા ભાગમાં આવશે નજર

$
0
0

Sanjay Dutt to play the villain in Saheb Biwi Aur Gangster 3

Sanjay Dutt હંમેશાથી પોતાના ગુંડાગર્દીવાળા અવતારથી લોકોનું દિલ જીતતા આવી રહ્યા છે. પછી ભલે 'વાસ્તવ' માં તેમનો સીરીયસ રોલ હોય કે 'મુન્ના ભાઈ MBBS' નો કોમેડી રોલ. આ બંને રોલ Sanjay Dutt થી શ્રેષ્ઠ કોઈ અન્ય રોલ પ્લે કરી શકે નહિ. હવે સંજય દત્ત એકવાર ફરીથી 'સાહેબ બીવી અને ગેંગસ્ટર 3' માં કંઇક આ પ્રકારનાં રોલમાં નજર આવશે. ફિલ્મ 'સાહેબ બીવી અને ગેંગસ્ટર'ના નિર્દેશક તિગ્માંશુ ધુલિયા એકવાર ફરીથી તેમની ફિલ્મની સિકવલ 'સાહેબ બીવી અને ગેંગસ્ટ પાર્ટ 3' બનાવવા જઈ રહ્યા છે.

જેમાં આ વખતે ગેંગસ્ટરનો રોલ સંજય દત્ત પ્લે કરશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના નિર્માતા રાહુલ મિત્રા છે અને લેખક સંજય ચૌહાણ છે. 'સાહેબ બીવી અને ગેંગસ્ટર' સિરીઝની બંને ફિલ્મો લોકોને વધારે પસંદ આવી છે અને હવે સંજય દત્તનાં આવ્યા પછી આ ફિલ્મનું સ્તર વધી જશે. સાહેબ બીવી અને ગેંગસ્ટર પાર્ટ 3 માં આ વખતે ઘણા નવા કિરદાર હશે.

જો કે,છેલ્લી કેટલીક ફિલ્મોની જેમ આ વખતે પણ સાહેબનાં રોલમાં જીમી શેરગીલ અને બીવીનાં રોલમાં માહી ગિલ નજર આવશે. આ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ દર વખતે બદલાતો રહે છે. પ્રથમ પાર્ટમાં રણદીપ હુડ્ડા ગેંગસ્ટર હતો, બીજામાં ઈરફાન ખાન અને હવે સંજય દત્ત આ રોલ પ્લે કરવાના છે. પરંતુ આ વખતે ફિલ્મની સ્ટોરી સંજયદત્તની આસપાસ ફરે છે. પાર્ટ-3 ની શરૂઆતમાં સંજય દત્ત ખાનદાની અંદાજમાં રાજા મહારાજાનાં ડ્રેસમાં નજર આવશે. એમ કહેવું ખોટું નથી કે, આ ફિલ્મમાં સંજય દત્ત રાજપૂતનાં અંદાજમાં એન્ટ્રી કરશે.

The post Sanjay Dutt ફરીથી બનશે ગેંગસ્ટર, આ ફિલ્મના ત્રીજા ભાગમાં આવશે નજર appeared first on Vishva Gujarat.

Shraddha Kapoor ની ફિલ્મ હીટ થાય તેના માટે શક્તિ કપૂર કરે છે કંઈક આવા ટોટકા

$
0
0

Shakti Kapoor's Reaction After Watching Daughter Shraddha's Half Girlfriend

તાજેતરમાં Shraddha Kapoor ની નવી ફિલ્મ 'હાફ ગર્લફ્રેન્ડ' રિલીઝ થઇ છે જેમાં અર્જુન કપૂર તેના કો-સ્ટાર છે. આ ફિલ્મના રિવ્યુ કંઈ સારા હતા નહિ. શુક્રવારે રિલીઝ થયેલ 'હાફ ગર્લફ્રેન્ડ' બેશક પહેલા દિવસે ૧૦ કરોડની કમાણી કરી છે પરંતુ આગામી દિવસથી આ ફિલ્મના આંકડા ઘટતા નજર આવ્યા, પરંતુ રવિવારે અચાનકથી 'હાફ ગર્લફ્રેન્ડ' એ એક શાનદાર કમબેક કરી લીધું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રણ દિવસમાં હાફ ગર્લફ્રેન્ડે ૩૦ કરોડની કમાણી કરી છે. આ વાત પર શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂરનું કહેવું છે કે, એકવાર ફરીથી તેમની એક ખાસ ફોર્મ્યુલા કામ કરી ગઈ છે.

શક્તિ કપૂરે જણાવ્યું કે, જ્યારે પણ શ્રદ્ધાની ફિલ્મનો પહેલો શો દિલ્હીમાં જોવા માટે જાય છે તો તેની ફિલ્મ હીટ થઇ જાય છે અને આવું જ કંઇક તેમણે આ વખતે કર્યું જેનું રીઝલ્ટ છે શ્રદ્ધા કપૂરની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ એકવાર ફરીથી સફળ થતી નજર આવી રહી છે. શક્તિ કપૂરને શ્રદ્ધાની ફિલ્મ વધારે પસંદ આવી ત્યારબાદ શ્રદ્ધાએ કહ્યું, મને ઘણું સારું લાગે છે જ્યારે મારું કામ મારા પરિવારને પસંદ આવે છે. મારા પિતા ફિલ્મ જોઈ વધારે ખુશ થયા છે. તેની સાથે મારા પિતાએ અર્જુન કપૂરનો નંબર પણ લીધો અને અર્જુન સાથે વાત કરી કારણકે તેમને તેમનું કામ પણ વધારે પસંદ આવ્યું છે.

શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂરની 'હાફ ગર્લફ્રેન્ડ' આ અઠવાડિયે રીલિઝ થઇ છે. આ ફિલ્મના નિર્દેશક મોહિત સૂરી અને શ્રદ્ધા કપૂરની પાર્ટનરશીપ એકવાર ફરીથી રંગ લાવી છે. આશિકી 2 અને એક વિલન બાદ હાફ ગર્લફ્રેન્ડમાં પણ બંને શાનદાર કમબેક કર્યો છે. ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડે બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી છે. હાફગર્લફ્રેન્ડે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરતા ૧૦.૨૭ કરોડની કમાણી કરી છે જે શ્રદ્ધા કપૂરની છેલ્લી ફિલ્મ 'ઓકે જાનુ' (૪.૮ કરોડ) અને અર્જુન કપૂરની 'કી એન્ડ કા' (૭.૩૦ કરોડ) ની પ્રથમ દિવસની કમાણી કરતા ઘણી વધારે છે. હાફ ગર્લફ્રેન્ડ લગભગ ૨૫૦૦ સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે અને હિંદી મીડીયમ સિવાય બાહુબલી-2 જેવી હીટ ફિલ્મની વચ્ચે કલેક્શન કરી રહી છે. ફિલ્મમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે.

ફિલ્મની સ્ટોરી બિહારના બક્સર જીલ્લાનાં ડુમરાંવ ગામના રહેવાસી માધવ ઝા (અર્જુન કપૂર) ની છે જે દિલ્હી શહેરમાં અભ્યાસ માટે જાય છે અને ત્યાં તેની મુલાકાત અમીર ઘરની યુવતી રિયા સોમાની (શ્રદ્ધા કપૂર) સાથે થાય છે. માધવ અને રિયા બંનેને બાસ્કેટબોલ વધારે પસંદ છે. બાસ્કેટબોલ કોર્ટ પર જ બંનેની મુલાકાત થવા લાગે છે. માધવને અંગ્રેજી આવડતું નથી જેના કારણે તેનો વારંવાર મજાક ઉડાવવામાં આવે છે. માધવનો ફ્રેન્સ શૈલેશ (વિક્રાંત મસ્સી) હંમેશા તેનો સાથ આપે છે. એક દિવસે કંઇક એવું થાય છે, જેના કારણે માધવ અને તેની હાફ ગર્લફ્રેન્ડ રિયાની વચ્ચે બ્રેકઅપ થઇ જાય છે. આ કારણે માધવ તેના ગામડે પરત જતો રહે છે અને રિયા બીજે ક્યાય નીકળી જાય છે. ત્યારબાદ સ્ટોરીમાં ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે અને એકવાર ફરીથી માધવ અને રિયાની મુલાકાત અલગ પરિસ્થિતિઓમાં થાય છે. ફિલ્મની સ્ટોરી ફરીથી લંડન સુધી પહોચી જાય છે અને તેને અંજામ મળે છે.

The post Shraddha Kapoor ની ફિલ્મ હીટ થાય તેના માટે શક્તિ કપૂર કરે છે કંઈક આવા ટોટકા appeared first on Vishva Gujarat.

એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી!

$
0
0

Bollywood

એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી

nargis-fakhri

કલા તે આઝાદ પક્ષીની જેમ છે જેને કોઈ સીમા બાંધીને રાખતી નથી. કલાકાર પોતાની કલાના પંખ ફેલાવીને દરેક સરહદ પાર કરી દેતા હોય છે. Bollywood માં કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેની પાસે ભારતીય નાગરિકતા નથી. તો બીજી તરફ, કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેને આપણે વિદેશી માનીએ છીએ પરંતુ તેમની પાસે ભારતીય નાગરિકતા છે.

નરગિસ ફખરી :
નરગિસ ફખરી અમેરિકન મૂળની મોડલ અને એક્ટ્રેસ છે. ન્યૂયોર્કમાં જન્મેલ નરગિસના પિતા મોહમ્મદ ફખરી પાકિસ્તાની છે અને માતા મેરી યુરોપના દેશ ચેક રિપબ્લિક મૂળની છે. નરગિસ જ્યારે ૬ વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્સના તલાક થઇ ગયા હતા અને નરગિસની ટીનએઝમાં તેના પિતાનું મોત થઇ ગયું હતું. નરગિસે ૨૦૧૧ માં બોલિવુડમાં 'રોકસ્ટાર' થી ડેબ્યુ કર્યું હતું.

ઇમરાન ખાન

imran-khan

બોલિવુડ એક્ટર ઇમરાન ખાનની પાસે જન્મતાની સાથે જ યુએસની નાગરિકતા છે. ઈમરાને બધી જગ્યાએ ઇન્ડિયન-અમેરિકન એક્ટર લખ્યું છે. ઈમરાને ૨૦૦૮ માં આવેલ ફિલ્મ 'જાને તુ યા જાને ના' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

આલિયા ભટ્ટ

alia-bhatt

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની માતા સોની રાજદાન બ્રિટીશ (ઇંગ્લેન્ડના શહેર બર્મિંગહામ) ના જન્મી છે તેની પાસે તેની ત્યાંની નાગરિકતા છે. આ કારણે આલિયાની પાસે પણ બ્રિટીશ પાસપોર્ટ છે અને ત્યાની નાગરિકતા પણ છે. આલિયાએ ૨૦૧૨ માં આવેલ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

કેટરીના કેફ

katrina-kaif

હોંગ કોંગમાં જન્મેલ કેટરીના કેફની પાસે બ્રિટીશની નાગરિકતા છે. કેટરીનાએ ૨૦૦૩ માં આવેલ ઈરોટિક ફિલ્મ 'બૂમ' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ૨૦૦૫ માં આવેલ 'સરકાર' માં જોવા મળી હતી. કેટરીનાના પિતા મોહમ્મદ કેફ ઇન્ડિયન છે અને માતા અમેરિકન છે. પરંતુ કેટરીના બાળપણથી દુનિયાના ઘણા મહાદ્ધીપોમાં ફરી છે.

જેકલીન ફર્નાડીઝ

jacqueline-fernandez

બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. જેક્લીનના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. જેકલીને ૨૦૦૬ માં મિસ યુનિવર્સ માટે શ્રીલંકાને રિપ્રેજન્ટ કર્યું હતું. ૨૦૦૯ માં આવેલ સુજોય ઘોષની ફિલ્મ 'અલાદીન' થી જેકલીને બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

મોનિકા ડોગરા

monica-dogra

મોનિકા ભારતીય મૂળની અમેરિકન સિંગર અને એક્ટ્રેસ છે. મોનિકાના માતા પિતા અપ્રવાસી (મૂળ ભારતીય પરંતુ બીજા દેશમાં જઈને રહેવું) છે. મોનિકાનો ઉછેર યુ.એસ.શહેરના બોલ્ટમોરમાં થયો છે. મોનિકાએ ૨૦૧૦ માં આવેલ ફિલ્મ 'ધોબી ઘાટ' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

એલી અવરામ

elli-avram

એલી અવરામ સ્વીડિશ એક્ટ્રેસ છે. એલી અવરામનું પૂરું નામ એલિઝાબેટ અવરામીડીઓ ગ્રેલોન્ડ છે. એલીએ બોલિવુડમાં ૨૦૧૩ માં આવેલ ફિલ્મ 'મિકી વાયરસ' થી ડેબ્યુ કર્યું અને રિયાલીટી શો 'બિગબોસ ૮' માં પણ ભાગ લીધો હતો.

દીપિકા પાદુકોણ

deepika-padukone

દીપિકા પદુકોણ ડેનમાર્કમાં જન્મી છે. પરંતુ તે ત્યાં વધારે સમય રહી નથી. દીપિકા જ્યારે એક વર્ષની હતી ત્યારે જ તેની ફેમિલી ઇન્ડિયા આવી ગઈ હતી. દીપિકાએ પોતાની નાગરિકતાને લઈને નવેમ્બર ૨૦૧૫ માં ક્લીયર કરી દીધું હતું કે, હવે તેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે અને તે ભારતીય નાગરિક છે.

એમી જેક્સન

amy-jackson

એમી જેક્સન બ્રિટીશ મોડલ અને એક્ટ્રેસ છે. એમીએ તમિલ ફિલ્મોથી ભારતીય સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ૨૦૧૨ માં આવેલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'એક દિવાના થા' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

સની લિયોન

sunny-leone

કેનેડા મૂળની એક્ટ્રેસ સની લિયોનને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. જો કે, પહેલા સની લિયોન અમેરિકન હતી. પરંતુ તેણે ૧૪ એપ્રિલ ૨૦૧૨ ના રોજ આ વાતની માહિતી આપી હતી કે તેને ભારતીય નાગરિકતા મળી ચૂકી છે.

અદનાન સામી

adnan-sami

પાકિસ્તાન મૂળના સિંગર અદનાન સામીને ૧ જાન્યુઆરી ૨૦૧૬ થી ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સામી ૩૧ માર્ચ ૨૦૦૧ ના રોજ પર્યટક વિઝા પર ફર્સ્ટ ટાઈમ ભારત આવ્યા હતા.

The post એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી! appeared first on Vishva Gujarat.

Salman Khan તેમની કથિત ગર્લફ્રેન્ડ માટે ખરીદી રહ્યા છે લકઝયુરીયસ હાઉસ

$
0
0

Salman Khan

Salman Khan ની ઉદારતાથી બધા જાણકાર છે. ભેટ આપવામાં તેઓ કોઈનાથી કમ નથી. પછી તે ઘડિયાળ હોય કે ઘર... પરંતુ હવે એવી ખબર છે કે, સલમાન ખાન તેમની કથિત ગર્લફ્રેન્ડ માટે ઘર ખરીદવા માંગે છે. ખાસ વાત એવી છે કે, સલમાન ખાન લૂલિયા વંતુર માટે મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં ગ્લેકસી એપાર્ટમેન્ટની નજીકની પ્રોપર્ટી જોઈ રહ્યા છે.સલમાન તેમના માતા-પિતાની સાથે તે એરિયામાં રહે છે. એવી ખબર સામે આવી રહી છે કે, અત્યાર સુધી સલમાને ઘણા ફ્લેટ્સ જોયા છે પરંતુ કોઈ પ્રોપર્ટી હજુ સુધી ફાઈનલ કરી નથી. સલમાન જે એરિયામાં ઘર શોધી રહ્યા છે, તેને મુંબઈનાં સૌથી મોંઘા એરિયામાં ગણવામાં આવે છે. અહીં ૧૫૦૦ સ્ક્વેર ફિટનાં ફ્લેટની કિંમત ૨૫ થી ૩૦ કરોડની વચ્ચે છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે. આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે. સુત્રો આધારિત સલમાન ખાનની માતા હવે બીમાર રહેવા લાગી છે તેથી તેમની ઈચ્છા છે કે સલમાનના લગ્ન થઇ જાય. સલમાન ખાનનાં લગ્નને લઈને તેમના ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

The post Salman Khan તેમની કથિત ગર્લફ્રેન્ડ માટે ખરીદી રહ્યા છે લકઝયુરીયસ હાઉસ appeared first on Vishva Gujarat.

Priyanka Chopra એ કર્યો ખુલાસો, પહેરે છે એક્સ-બોયફ્રેન્ડનું જેકેટ

$
0
0

Actress Priyanka Chopra still has her ex-boyfriend's jacket

Priyanka Chopra એ ખુલાસો કર્યો છે કે, તે એક એવું જેકેટ પહેરે છે જે તેનું નથી પરંતુ તેના એક્સ-બોયફ્રેન્ડનું છે. પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં લોરા બ્રાઉનના અમેરિકન ટીવી શો 'ડર્ટી લોન્ડ્રી' માં નજર આવી છે. Priyanka Chopra એ શો દરમિયાન જણાવ્યું કે, તે એક જેવું જેકેટ પહેરે છે જે તેનું નથી પરંતુ તેના એક્સ-બોયફ્રેન્ડનું છે. તેણે જણાવ્યું કે, આ જેકેટ તેનો એક્સ-બોયફ્રેન્ડ તેના ઘરે છોડી ગયો હતો. પ્રિયંકાને તે એટલું પસંદ આવ્યું કે, તેણે પોતાની પાસે રાખી લીધું. ત્યાં સુધી કે, બ્રેકઅપ પછી પ્રિયંકાને જ્યારે તેના એક્સ બોયફ્રેન્ડે તે પરત માંગ્યું તો તેને આપવાનો ઇનકાર કરી દીધો હતો.

પ્રિયંકાએ કહ્યું કે, તે જ્યારે પણ કપડા ખરીદવા માંગે છે તો મોટાભાગનાં બાળકોવાળા સેક્શનમાં જ શોપિંગ કરે છે. તેની સાથે પ્રિયંકાએ તેની ફર્સ્ટ ડેટને લઈને મોટો ખુલાસો કર્યો છે જેનો તમે અંદાજો લગાવી શકશો નહિ. શો દરમિયાન પ્રિયંકાએ પોતાના એક પર્સ વિશે વાત કરે છે, જ્યારે પર્સ ઉઠાવે છે તો તેની અંદર પશમીન શોલ મળી જાય છે. જેને જોઈ તે ચોંકી જાય છે કે, તે આ પર્સમાં શું કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, પશમીનાની ખાસિયત એ છે કે, તે એટલું નરમ છે કે, આખી શાલ એક અંગૂઠીમાંથી નીકળી જાય છે.

The post Priyanka Chopra એ કર્યો ખુલાસો, પહેરે છે એક્સ-બોયફ્રેન્ડનું જેકેટ appeared first on Vishva Gujarat.


જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics !

$
0
0

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 1

બોલીવુડની ટોપ અભિનેત્રી Katrina Kaif અત્યારે સફળ થઇ ચૂકી છે. પરંતુ, તેના કેટલાક એવા ફોટા વાઈરલ થયા છે જેનાથી તમને શોક લાગશે. કેટલાક શોકિંગ ફોટોસ આજે અમે તમારા માટે લાવ્યા છીએ જેને જોઇને તમને ખરેખર નવાઈ લાગશે. આગળ જુઓ વધુ ફોટા...

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 3

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી છે Katrina Kaif. કેટરીના કૈફ છે

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 4

લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 5

લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 6

આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું. પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 7

કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 8

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 9

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 10

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 11

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 13

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 14

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 15

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 16

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 17

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 18

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 19

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 20

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 21

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 22

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 23

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 24

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 25

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 26

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 27

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 28

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 30

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics ! appeared first on Vishva Gujarat.

ટ્વીટરે બેન કર્યો તો યુ-ટ્યુબ એકાઉન્ટ ખોલીશ: Abhijeet Bhattacharya

$
0
0

Abhijeet Bhattacharya

થોડા દિવસ પહેલા મહિલાઓ પર આપત્તિજનક ટ્વીટસ કરવાના કારણે સિંગર Abhijeet Bhattacharya નું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ મામલે Abhijeet Bhattacharya એ કહ્યું કે, જો ટ્વીટરે તેમને સસ્પેન્ડ કર્યો છે તો તે પોતાનું યુ-ટ્યુબ એકાઉન્ટ ખોલશે અને પોતાના ફેંસ સાથે યુ-ટ્યુબ દ્ધારા જોડાશે. અભિજીતે શેહલા રાશિદને પણ નસીહત આપી અને તેમને દેશ માટે ખતરનાક જણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, અભિજીતે શેહલા રાશિદને બીજેપી નેતાઓએ સેક્સ રેકેટ ચલાવવાનાં આરોપો વાળી ટ્વીટરનો જવાબ આપતા શેહલાનાં ચરિત્રને લઈને આપત્તિજનક ટ્વીટ કરી હતી. તેની સાથે અભિજીતે એવુ પણ કહ્યું કે, તે તેમની ટ્વીટ પર અફસોસ કરતા નથી અને શેહલા રાશિદ માટે જીન શબ્દનો પ્રયોગ કર્યો તે બરાબર છે.

અભિજીતનાં સપોર્ટમાં સિંગર સોનુ નિગમે પણ તેમનું ટ્વીટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. તેના પર અભિજીતે કહ્યું કે, તે સોનુના આ પગલાથી વધારે ખુશ છે. સોનુ નિગમે લખ્યું કે, અભદ્ર ભાષાનાં પ્રયોગના કારણે સિંગર અભિજીતનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે પરંતુ જે લોકોને ભડકાવ્યા તેના પર કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ત્યારબાદ એવા લોકોની વિરુદ્ધ કોઈ પગલું ઉઠાવ્યું જેઓ ઘણીવાર લોકો ગાળો લખે છે. અરુંધતી રોય પર તેમણે લખ્યું કે, જો તેમને કાશ્મીર મુદ્દા પર પોતાની રાય રાખવાનો હક છે તો તેના પર નારાજ થનાર પણ પોતાની વાત આ પ્લેટફોર્મ જાહેરમાં રાખી શકે છે.

The post ટ્વીટરે બેન કર્યો તો યુ-ટ્યુબ એકાઉન્ટ ખોલીશ: Abhijeet Bhattacharya appeared first on Vishva Gujarat.

Confirm: આ અભિનેતાની સાથે બોલિવુડમાં એન્ટ્રી કરશે Sara Ali Khan

$
0
0

Sara Ali Khan

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી Sara Ali Khan ના બોલિવુડમાં ડેબ્યુને લઈને ઘણી ખબરો સામે આવે છે. તેના વિશે ઘણી ચર્ચાઓ પણ થઇ છે. ક્યારેક એવી ખબર સામે આવી હતી કે, Sara Ali Khan કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલિવુડમાં ડેબ્યુ કરશે તો ક્યારેક એવા રીપોર્ટસ સામે આવ્યા છે કે, રિતિક રોશનની અપોઝીટ ફિલ્મમાં નજર આવશે. જો કે, હજુ સુધી કન્ફર્મ થયું નથી.

ડિરેકટર અભિષેક કપૂરે કન્ફર્મ કર્યું છે કે, સારા તેમની અપકમિંગ ફિલ્મ 'કેદારનાથ' માં સુશાંત સિંહ રાજપૂતની સાથે ડેબ્યુ કરવાની છે. થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, કરણ જોહરે સારાને તેમની ફિલ્મ માટે સાઈન કરી છે. જો કે, થોડા દિવસ પહેલા કરણની બર્થડે પાર્ટીમાં સારા પણ દેખાઈ હતી. સારાની બોલિવુડમાં એન્ટ્રી હજુ ભલે નાં થઇ હોય પરંતુ તે અત્યારથી બોલિવુડનાં મોટા સ્ટાર્સ સાથે પોઝ આપતા નજર આવે છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન હવે મોટી થઇ ગઈ છે અને બહુ જલ્દી તે બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે તેવા ન્યૂઝ સામે આવી રહ્યા છે. સારા ઘણીવાર બોલિવુડ ઈવેન્ટ્સ પર સ્પોટ થાય છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટાને લઈને પણ ખૂબ ચર્ચા પણ થાય છે. તાજેતરમાં સારા અલી ખાનના એક ફોટાને લઈને ચર્ચા હતી. જી હાં,સારા અલી ખાને બોલિવુડના બાજીરાવ એટલે કે, રણવીરની સાથે એક ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર પોસ્ટ કર્યો હતો.

The post Confirm: આ અભિનેતાની સાથે બોલિવુડમાં એન્ટ્રી કરશે Sara Ali Khan appeared first on Vishva Gujarat.

સિનેમાની પીચ પર Sachin ની દમદાર ઓપનિંગ, જાણો કેટલી થઇ કમાણી?

$
0
0

Sachin

ભારતમાં ક્રિકેટને તહેવારની જેમ સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં અલગ-અલગ દાયકામાં ઘણા ખેલાડી આવ્યા અને પોતાનું કરતબ બતાવ્યું. પરંતુ એક ખેલાડી એવો છે જેણે દરેક તબક્કાનાં લોકોને પૂરું સમ્માન આપ્યું અને તેમને 'ક્રિકેટનાં ભગવાન' ની ઉપાધિ પણ આપી. શુક્રવારે Sachin Tendulkar નાં જીવન પર આધારિત 'સચિન: અ બિલીયન ડ્રીમ્સ' ફિલ્મ રિલીઝ થઇ છે. સચિન તેંડુલકર પર બનેલ ફિલ્મ 'સચિન: અ બિલીયન ડ્રીમ્સ' એ રિલીઝ થતા જ દર્શકોની વચ્ચે પોતાની એક જગ્યા બનાવી લીધી છે. પ્રથમ દિવસે ૮.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરનાર આ ફિલ્મે બીજા દિવસે પણ સારી કમાણી કરી હતી. શનિવારે ફિલ્મે ૯.૨૦ કરોડની કમાણી કરી હતી. આ પ્રકારે ફિલ્મે બે દિવસમાં બધી ભાષાઓમાં ૧૭.૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફિલ્મની સ્ટોરી મુંબઈના દાદર વિસ્તારમાં જન્મેલ સચિન રમેશ તેંડુલકરની છે. જ્યારે દસ વર્ષની ઉંમરમા તેઓ ભારતીય ક્રિકેટ ટીમને ૧૯૮૩ નાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવતા જોવે છે તો તેની અંદર પણ એક અલગ જજ્બા જાગી ઉઠે છે અને તેના ઠીક 28 વર્ષ પછી ૨૦૧૧ માં તે જ સચિન ખુદ પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં બાળપણમાં સચિનનો ક્રિકેટ પ્રતિ લગાવ બતાવવામાં આવ્યો છે. તેની સાથે શિવાજી પાર્કથી લઈને દુનિયાનાં મોટા-મોટા ગ્રાઉન્ડમાં કેવી રીતે આ લિટલ માસ્ટરે ભારતનો ધ્વજ ફરકાવ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. તેમની પર્સનલ લાઈફ અને કારકિર્દી સાથે જોડાયેલ વિવાદો પણ બતાવવામાં આવ્યા છે.

ફિલ્મમાં વૈશ્વિક સ્તરના મહાનતમ ક્રિકેટ ખેલાડી સચિનની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેનાં વિશે દર્શક બહુ ઓછુ જાણે છે. સચિન તેંડુલકરની સાથે-સાથે તેમની પત્ની અંજલિ, પુત્ર અર્જુન અને પુત્રી સારા પણ આ ફિલ્મનો ભાગ છે. જેમને બહુ ઓછી વાતચીત કરતા બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં સચિનના સપનાઓ દર્શાવામાં આવ્યા છે. તેની સાથે ક્રિકેટનાં અલગ-અલગ ફેઝમાં સ્ટ્રગલ પણ બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સચિનના બાળપણથી લઈને અત્યાર સુધીના ઘણા વિડીયો ટેપ્સ પણ છે, જે જોવામાં અને સાંભળવામાં વધારે દિલચસ્પ લાગે છે.

The post સિનેમાની પીચ પર Sachin ની દમદાર ઓપનિંગ, જાણો કેટલી થઇ કમાણી? appeared first on Vishva Gujarat.

Bollywood ની આ અભિનેત્રીઓનો અભ્યાસ જાણી દંગ રહી જશો તમે!

$
0
0

Bollywood

સોનમ કપૂર

મોટા પડદા પર ધૂમ-ધડામ ઈંગ્લીશ બોલનાર Bollywood એક્ટ્રેસ પોતાની રિયલ લાઈફ કેટલી ભણેલી છે તે જાણી દંગ રહી જશો તમે. જી હાં, આજે અમે તમને Bollywood ની ફેમસ એક્ટ્રેસનાં અભ્યાસ વિશે જણાવીશું. જેમણે બહુ ઓછો અભ્યાસ કર્યો છે પરંતુ તોપણ તેઓ બોલિવુડની એવી હસ્તીઓ બની ગઈ છે જેનું નામ દુનિયામાં બની ગયું છે.

સોનમ કપૂર જે રાંઝણામાં JNU ની વિધાર્થીની બની હતી. તેણે સાહિત્યથી ગ્રેજ્યુએશન કરવાનું હતું જેના માટે તેણે કોલેજનું ફોર્મ તો ભરી દીધું પરંતુ ક્યારેય પણ કોલેજ જઈ શકી નહિ. કારણકે તેને એક્ટિંગમાં કારકિર્દી બનાવવાની હતી.

કરીના કપૂર

કરીના કપૂરે મીઠીબાઇ કોલેજમાંથી કોમર્સનો અભ્યાસ કર્યો હતો અને આગળ કાયદાનો અભ્યાસ કરવા માંગતી હતી પરંતુ એક્ટિંગ માટે તેણે આ બધું છોડી દીધું હતું. તો બીજી તરફ, કરીના કપૂર જે એતરાઝમાં વકીલ બની હતી.

એશ્વર્યા રાય

એશ્વર્યા રાયે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે ત્યારબાદ તેના મનમાં આર્કીટેક્ચર બનવાનો વિચાર આવ્યો. જ્યાં તેણે મોડલિંગ કરી ત્યારબાદ ફિલ્મોમાં જતી રહી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ રીયલ લાઈફમાં ક્યારેય કોલેજ ગઈ નથી. દીપિકાએ એક્ટિંગમાં કારકિર્દી બનાવવા માટે આવું કર્યું છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરે ધોરણ-૬ સુધી અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તેને બોલિવુડ તરફ તેની કારકિર્દી બનાવી હતી.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ બનવાના ચક્કરમાં એટલી વ્યસ્ત થઇ ગઈ કે તેને આગળ વધારે અભ્યાસ કરવા માટે તક મળી નથી.

The post Bollywood ની આ અભિનેત્રીઓનો અભ્યાસ જાણી દંગ રહી જશો તમે! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images