Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics !

$
0
0

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 1

બોલીવુડની ટોપ અભિનેત્રી Katrina Kaif અત્યારે સફળ થઇ ચૂકી છે. પરંતુ, તેના કેટલાક એવા ફોટા વાઈરલ થયા છે જેનાથી તમને શોક લાગશે. કેટલાક શોકિંગ ફોટોસ આજે અમે તમારા માટે લાવ્યા છીએ જેને જોઇને તમને ખરેખર નવાઈ લાગશે. આગળ જુઓ વધુ ફોટા...

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 3

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી છે Katrina Kaif. કેટરીના કૈફ છે

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 4

લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી. કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 5

લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 6

આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું. પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું. તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 7

કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે.

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 8

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 9

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 10

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 11

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 13

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 14

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 15

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 16

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 17

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 18

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 19

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 20

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 21

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 22

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 23

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 24

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 25

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 26

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 27

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 28

બોલીવુડ અભિનેત્રી Katrina Kaif

Most Controversial Pics Of Bollywood Actress Katrina Kaif 30

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Katrina Kaif ના Controversial Pics ! appeared first on Vishva Gujarat.


First Look: ૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર ધમાકો કરવા આવી રહી છે ફિલ્મ ‘Paltan’

$
0
0

Paltan

બોર્ડર જેવી યુધ્ધ આધારિત ફિલ્મોનું નિર્દેશન કરી ચૂકેલ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મકાર જે. પી. દત્તાએ તેમની આગામી ફિલ્મ 'Paltan' નો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. દત્તાની આ ફિલ્મ ભારતીય ઈતિહાસનાં એક અન્ય પ્રકરણને લોકોની સામે રાખશે. આ અગાઉ ૨૦૦૬ માં 'ઉમરાવ જાન' નું નિર્દેશન કરનાર દત્તાએ એક નિવેદનમાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, એક નવી સ્ટોરી બતાવવામાં આવે. દેશના ઈતિહાસનો એક નવો અધ્યાય લોકોની સામે રાખવામાં આવે. હું Paltan ને રજૂ કરી રહ્યો છે.

જે. પી. દત્તાએ આગળ કહ્યું કે, આ ફિલ્મ અને તેનો વિષય મારા દિલની એકદમ નજીક છે અને હું તેના માટે વધારે ઉત્સાહિત છુ. તેની પહેલાનાં લૂકમાં બતાવવામાં આવ્યું છે કે, સેનાના જવાનોનું એક દળ એક અજીબ રસ્તા પર જઈ રહ્યું છે. તેમાં એક ટેગલાઈન પણ આપવામાં આવી છે. 'બ્રધર ટુમાઈ રાઈટ, બ્રધર ટુમાઈ લેફ્ટ, ટુગેધર વી સ્ટેન્ડ, ટુગેધર વી ફાઈટ.' આ સિવાય, ફિલ્મનાં ફર્સ્ટ લૂકમાં સેના અધિકારીઓનાં નામવાળા બિલ્લે લટકાવેલા નજર આવી રહ્યા છે.

જે. પી. દત્તા આ ફિલ્મ માટે કલાકારોની પસંદગી કરી રહ્યા છે અને તેની ઘોષણા બહુ જલ્દી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, પલટનમાં ઘણા સ્ટાર્સ નજર આવશે. જે.પી. ફિલ્મ્સ દ્ધારા નિર્મિત ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધી શરુ થશે અને આ ૨૦૧૮ નાં પ્રથમ છ મહિનામ રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ સિક્કિમ અને લદ્દાખમાં થશે. ખાસ વાત એ છે કે, સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' પણ આ વિષય પર આધારિત છે અને તેનું શૂટિંગ પણ લદ્દાખમાં થયું છે.

The post First Look: ૨૦૧૮ માં બોક્સ ઓફિસ પર ધમાકો કરવા આવી રહી છે ફિલ્મ ‘Paltan’ appeared first on Vishva Gujarat.

‘Bhabi Ji Ghar Par Hai’ની ‘ગોરી મેમ’સાથે ઇસ્તંબુલમાં થઇ લૂંટ

$
0
0

Bhabi Ji Ghar Par Hai

ફેમસ ટીવી સીરીયલ 'Bhabi Ji Ghar Par Hai' ની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડનની સાથે ઇસ્તંબુલમાં લૂંટપાટની ઘટના ઘટી છે. સૌમ્યા ટંડન ગયા અઠવાડિયે ઇસ્તંબુલમાં વેકેશન માણવા માટે ગઈ હતી. જ્યારે તે તુર્કીમાં વેકેશન પર હતી ત્યારે એક ટેક્સી ડ્રાઈવરે તેના ૧૦૦૦ યુરો લૂંટી લીધા. ત્યારબાદ સૌમ્યાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સૌમ્યાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ટેક્સી ડ્રાઈવરે મને કહ્યું કે તેને પ્રાર્થના માટે મોડું થઇ રહ્યું છે. હું મારા પર્સમાં છુટ્ટા પૈસા શોધી રહી હતી. તેણે ટેક્સી રસ્તાની વચ્ચે રોકી દીધી હતી. ત્યાં સુધી કે તેણે મીટર પણ ચાલુ કર્યું હતું નહિ. ટેક્સી બેસતા સમયે હું બહારનો નજારો જોઈ રહી હતી અને આ કારણે મેં પણ મીટર પર ધ્યાન આપ્યું હતું નહિ.

સૌમ્યાએ કહ્યું કે, જ્યારે મેં તેને પૈસા આપ્યા તો તેણે કહ્યું કે આ ખોટા પૈસા છે. તુર્કીમાં યુરો અને લીરા બંને કરન્સી ચાલે છે. મને લાગ્યું કે, તેને યુરો જોઈએ છે. જ્યારે મે મારું પર્સ ખોલ્યું યુરો આપવા માટે તો તેણે હાથ મારા પર્સમાં નાખ્યો. તે જાણે જોઈ મોટેથી બુમો પાડતો હતો અને ટેક્સીનો હોર્ન વગાડતો હતો. જેથી મારું ધ્યાન ભટકી ગયું. જ્યારે તે જતો રહ્યો ત્યારે મે મારું પર્સ જોયું, તો હું ત્યારે હેરાન થઇ ગઈ કે મારા પર્સમાંથી ૧૦૦૦ યુરોઝ ગાયબ છે.

ઉલ્લેખનીય છે કે, 'ભાભીજી ઘર પર હે' શો ઘણા સમયથી દર્શકોની વચ્ચે ફેવરેટ છે અને શોનો એક મહત્વનો ભાગ છે ગોરી મેમ એટલે કે અનીતા ભાભી. સૌમ્યા ટંડન ડાન્સિંગ રિયાલીટી શો 'ડાંસ ઇન્ડિયા ડાંસ' થી ફેમસ થઇ છે. 'ભાભી જી ઘર પર હે' થી પોતાની ઓળખાણ બનાવી ચૂકેલી ટીવી એક્ટ્રેસ સૌમ્યા ટંડનને અનીતા ભાભીના રોલમાં ઘણું પસંદ કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સૌમ્યા લાંબા સમયથી તેના બોયફ્રેન્ડ સૌરભ દેવેન્દ્ર સિંહની સાથે  રિલેશનશિપમાં હતી. ત્યારબાદ તેણે મેરેજ કરી લીધા હતા.

The post ‘Bhabi Ji Ghar Par Hai’ ની ‘ગોરી મેમ’ સાથે ઇસ્તંબુલમાં થઇ લૂંટ appeared first on Vishva Gujarat.

૬૦ નાં દાયકાનાં ફેમસ બેટમેન ટીવી સીરીઝનાં હીરો Adam West નું નિધન

$
0
0

Adam West

૧૯૬૦ ની બેટમેન ટીવી સીરીઝનાં એક્ટર Adam West નું ૮૮ વર્ષની ઉંમરમાં નિધન થયું છે. Adam West લ્યુકેમિયા (બ્લડ કેન્સર) થી પીડિત હતા. એડમનાં ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી કહેવામાં આવ્યું કે, 'તેમનું નિધન થયું છે. અમે તેમને બહુ યાદ કરીશું.' તેમના પરિવારે નિવેદન જારી કરી કહ્યું કે, તે પોતાને હંમેશા એક યોદ્ધાનાં રૂપમાં જોવા માંગતા હતા. તે તેમના ફેંસને પોઝીટીવ રહેવા માટે પ્રેરિત કરતા હતા. તે હંમેશા અમારા હીરો રહેશે.

એડમ વેસ્ટનો એબીસી શો ૧૯૬૬-૧૯૬૮ સુધી ચાલ્યો હતો. એડમે એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમણે બેટમેનનો રોલ લોકોને હસાવવા માટે કર્યો હતો પરંતુ આ રોલ પ્લે કરતા મેં ક્યારેય વિચાર્યું હતું નહિ કે, આ ફની છે. એડમ વેસ્ટ લાસ્ટ ટાઇમ વર્ષ ૨૦૦૨ માં એનિમેટેડ કોમેડી ફેમેલી વ્યક્તિનાં રૂપમાં જોવામાં આવ્યા હતા. અત્યારે તે વોઈસ ઓવર આર્ટીસ્ટ તરીકે કામ કરી રહ્યા હતા. એડમ વેસ્ટનો જન્મ વર્ષ ૧૯૨૮ માં વોશિંગ્ટનમાં થયો હતો. તેમણે વર્ષ ૧૯૫૦ માં 'હવાઈ' થી એક્ટિંગની શરૂઆત કરી હતી.

The post ૬૦ નાં દાયકાનાં ફેમસ બેટમેન ટીવી સીરીઝનાં હીરો Adam West નું નિધન appeared first on Vishva Gujarat.

ટ્વિટર પર Raveena Tandon ની ‘સાડી’ને લઈને થયો વિવાદ, અભિનેત્રીએ આપ્યો જવાબ

$
0
0

Raveena Tandon

અભિનેત્રી Raveena Tandon ને લઈને આજે ટ્વીટર પર એક વિવાદ સર્જાયો છે. ટ્વીટર પર Raveena Tandon એ સાડીને લઈને એક પોસ્ટ લખી છે અને તેને લઈને ભક્ત બતાવનાર લોકો પર નિશાન સાધ્યું છે. રવિનાએ લખ્યું, સાડી દિવસ... તો શું મને સાંપ્રદાયિક, સંઘી, ભક્ત, હિંદુવાદી આદર્શ કહેવામાં આવશે? હું કહું કે મને સાડી પહેરવી પસંદ છે અને મને તે સૌથી વધુ સુંદર લાગે છે. આ ટ્વીટ પછી રવિનાને સાડીને સાંપ્રદાયિક રંગ આપવા માટે ટ્વીટર પર ટ્રોલ કરવામાં આવી છે.

ટ્વીટરનાં એક યુઝરે લખ્યું કે, શું તમે ફિલ્મોમાં વાપસી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો? કે પછી વર્ષ ૨૦૧૯ માં સંઘી બેઠકની જુગાડમાં છો. તેના પર રવિનાએ જવાબ આપ્યો કે, તેને પોલિટિક્સમાં કોઈ દિલચસ્પી નથી. મને ટીએમસી, કોંગ્રેસ અને બીજેપીએ તેમની પાર્ટીઓમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ મેં તેનો ઇનકાર કરી દીધો છે. ત્યારબાદ રવિનાએ તેની સ્પષ્ટતામાં કીધું કે, તેનો ઈરાદો આ સાડીને સાંપ્રદાયિક રંગ આપવાનો હતો નહિ. તેણે લખ્યું કે, સાડી એક સુંદર અને ગરિમામય પરિધાન છે.

રવિનાએ આગળ કહ્યું કે, મારી ટ્વીટનો ઉદ્દેશ સાડીને સાંપ્રદાયિક રંગ આપવાનો હતો નહિ. મને ડર હતો કે, જો હું કહીશ કે મને કોઈપણ ભારતીય વસ્તુ પસંદ છે તો મને ટ્રોલ કરવામાં આવશે. પરંતુ જો આ ટ્વીટ કોઈ અન્ય મેસેજ ગયો છે તો હું માફી માંગુ છુ. મારો આવો ઈરાદો હતો નહિ. મેં વિચાર્યું પણ હતું નહિ કે, તેનો આ પ્રકારનો ખોટો અર્થ નીકળશે.

The post ટ્વિટર પર Raveena Tandon ની ‘સાડી’ ને લઈને થયો વિવાદ, અભિનેત્રીએ આપ્યો જવાબ appeared first on Vishva Gujarat.

‘હે માં માતાજી!’ફેમ Disha Vakani ની ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’છોડવાની અટકળો તેજ

$
0
0

Disha Vakani

ફેમસ ટીવી એક્ટ્રેસ Disha Vakani એટલે કે દયાબેનના ફેંસ માટે બેડ ન્યૂઝ છે. પ્રાપ્ત માહિતી મુજબ, Disha Vakani બહુ જલ્દી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલ છોડી શકે છે અને તેનું કારણ તેની પ્રેગ્નન્સી જણાવવામાં આવી રહી છે. તેની સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે શો છોડશે નહિ પરંતુ શોમાંથી થોડા દિવસ માટે બ્રેક લેશે. ફેમસ કોમેડી સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' માં પોતાના અલગ ફની ડાયલોગ અને કમાલની અદાકારીથી ઘરઘરમાં પોતાની ઓળખાણ બનાવનારી દયા ભાભીનાં રૂપમાં ફેમસ અભિનેત્રી દિશા વાકાણીઅત્યારે ઘરદીઠ ફેમસ છે. દિશાએ ૨૦૧૫ માં મયુર પંડ્યા સાથે મેરેજ કર્યા હતા અને હવે એવી ખબર સામે આવી રહી છે કે, તે પ્રેગનન્ટ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દિશા થોડા સમય માટે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં' નું શૂટિંગ કરી રહી નથી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, શોમાં તેની અચાનક આ પ્રકારની અનુપસ્થિત રહેવાનું કારણ એ છે કે, દિશાપ્રેગનન્ટ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો છોડવા વિશે સોશિયલ મીડિયા પર અફવા આગની જેમ ફેલાઈ રહી છે. પરંતુ સૂત્રો પ્રમાણે દિશા શો છોડી રહી નથી તે ફક્ત પ્રેગ્નન્સીનાં કારણે થોડા દિવસનો બ્રેક લઈ રહી છે.

દિશા વાકાણી સિરીયલ સિવાય ઘણી ફિલ્મો જેવી કે, શાહરૂખ ખાનની 'દેવદાસ' (૨૦૦૨), આમિર ખાનની મંગલ પાંડે : ધ રાઈજિંગ (૨૦૦૫), સી કંપની (૨૦૦૮) અને હૃતિક રોશનની 'જોધા અકબર' (૨૦૦૮), લવ સ્ટોરી ૨૦૫૦ (૨૦૧૦) જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ફેમસ કોમેડી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' થી દયાભાભીના રૂપમાં ફેમસ થયેલ અભિનેત્રી દિશા વાકાણીએ નવેમ્બરમાં ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. સિરીયલમાં વર્ષોથી એક ગૃહિણીની ભૂમિકા ભજવી રહેલ દિશા વાકાણીએ ગુજરાતના બિઝનેશમેન મયુર સાથે મેરેજ કર્યા હતા. મેરેજનું ફંક્શન સંપૂર્ણ રીતે ખાનગી રાખવામાં આવ્યું હતું.

The post ‘હે માં માતાજી!’ ફેમ Disha Vakani ની ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ છોડવાની અટકળો તેજ appeared first on Vishva Gujarat.

માત્ર Aishwarya Rai જ નહિ આ Bollywood સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર

$
0
0

Bollywood

માત્ર Aishwarya Rai જ નહિ આ Bollywood સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર

aishwarya-rai

આજના સમયમાં કોઈપણ સેલિબ્રિટીની તબિયત ખરાબ થઇ જાય કે કેટલાક દિવસ તેઓ ગાયબ રહે તો તેમના વિશે ખોટી અફવાહો ફેલાવવાનું શરુ થઇ જતું હોય છે. તેની પાછળનું મોટું કારણ છે ઇન્ટરનેટની દુનિયા. ઇન્ટરનેટની આ દુનિયા કોઈ સામાન્ય માણસને ખાસ બનાવી દે છે તો કેટલાકને અચાનકથી મોટો ઝટકો પણ આપી શકે છે. તેવામાં જો ખબર કોઈ Bollywood સેલિબ્રિટીના મોતની હોય તો તે ખબર આગની જેમ ફેલાઈ જાય છે. આવી મોતની અફવાહોથી આપણા બોલિવુડ સ્ટાર્સ પણ બચી શક્યા નથી. આજે અમે તમને જણાવીશું એવા બોલિવુડ સેલિબ્રિટીઝ વિશે જેઓ જૂઠી મોતની અફવાહો શિકાર થઇ ચૂક્યા છે.

અમિતાબ બચ્ચન

big-b

થોડા વર્ષો પહેલા મહાનાયક અમિતાભ બચ્ચન યુએસમાં એક કાર અકસ્માતમાં માર્યા ગયા છે તે ખબર અચાનકથી વાયરલ થઇ ગઈ હતી. આ ન્યૂઝ પછી તેમના ફેંસમાં હડબડી મચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ અમિતાભ બચ્ચને તેના પર કોઈ સ્પષ્ટતા આપી હતી નહિ પરંતુ બધાની સામે આ ન્યુઝની હવા નીકાળી દીધી હતી.

દિલીપ કુમાર

dilip-kumar

સુપરસ્ટાર દિલીપ કુમારની તબિયત ખરાબ થઇ જવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેટ પર એવી ખબર ફેલાઈ ગઈ કે,આ સુપરસ્ટાર હવે દુનિયામાં રહ્યા નથી. ત્યારબાદ ઘણા લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું પંરતુ થોડા જ કલાકમાં આ ન્યૂઝની હકીકત બધાની સામે આવી ગઈ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન

aishwarya

તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક શોકિંગ અફવાહ સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનું કારણ પણ રસપ્રદ જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઐશ્વર્યા તેની મેરિડ લાઈફથી પરેશાન છે. આ કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમને જણાવી દઈએ કે, એશ્વર્યાના આત્મહત્યાના ન્યૂઝમાં કોઈ સચ્ચાઈ નથી. આ ન્યૂઝ તદ્દન ખોટા છે.

માધુરી દીક્ષિત

madhuri-dixit

અચાનકથી ઇન્ટરનેટ પર માધુરી દીક્ષિતના મોતના ન્યૂઝે બધાને હેરાન કરી દીધા હતા. એવા ન્યુઝ વાયરલ થઇ રહ્યા હતા કે હાર્ટએટેકના કારણે માધુરી દીક્ષિતનું મોત થયું છે. પરંતુ વાસ્તવમાં માધુરી નામની કોઈ અન્ય મહિલાનું મોત તેમના ઘરની આસપાસ થયું હતું જેના કારણે ઇન્ટરનેટ પર આ ગરબડ થઇ હતી.

હની સિંહ

honey-singh

ફેમસ સિંગર હની સિંહના કેટલાક ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા હતા જેના કારણે તેમના મોતના ન્યૂઝની અફવાહ તેજીથી ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ ખુદ હની સિંહે ટ્વીટર પર આ ન્યૂઝનું ખંડન કર્યું હતું.

લતા મંગેશકર

lata

સ્વર કોકિલા લતા મંગેશકર પણ ખોટી મોતની અફવાહોનો શિકાર બની ચૂકી છે. ત્યારબાદ તેમણે આ ખબરની પોલ ખોલી હતી.

કેટરિના કૈફ

katrina

વર્ષ ૨૦૧૩ માં કેટરિના કૈફના મોતના ન્યૂઝ પણ એક ફેસબુક પેજ દ્ધારા બધાની સામે આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આ ખબર ખોટી જણાવવામાં આવી હતી.

રજનીકાંત

rajnikanth

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને કોઈક કારણોસર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તો આ કારણે તેમના મોતની અફવાહ વાયરલ થવા લાગી હતી.

 

The post માત્ર Aishwarya Rai જ નહિ આ Bollywood સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર appeared first on Vishva Gujarat.

જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

$
0
0

Tattoos

 Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

malika

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોડા ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તાજેતરમાં તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આઈટમ નંબર અને બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહેનાર મલાઈકાએ પોતાના લુકને વધારે ફેશનેબલ બનાવવા માટે ત્રણ ટેટુ બનાવ્યા છે. મલાઈકા પોતાની બોડી પર ત્રણ ટેટુ બનાવડાવી ચૂકી છે. તેમાં એક ટેટુ તેના હાથ પર છે, જે એક રોમન નંબર છે. આ નંબર 'IX-XI-MMII' છે. બીજું ટેટુ તેની બેક પર છે, જે એક અંગ્રેજી અક્ષર છે. ત્રીજું ટેટુ તેની પીઠ પર છે જેમાં ત્રણ બર્ડ્સ છે જેઓ ઉડી રહ્યા છે.

જો કે, બોલિવુડમાં ટેટુનું ચલણ ઘણું ફેમસ છે. મલાઈકા સિવાય દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિત ઘણી એક્ટ્રેસે શરીરના અલગ-અલગ અંગો પર ટેટુ બનાવ્યું છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

aliya

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Deepika

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Esha

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

kangna

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

mandira bedi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

priyanka

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

ravina

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

shruti

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sonakshi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sushmita

The post જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ appeared first on Vishva Gujarat.


આ પાંચ અભિનેત્રીઓ રહી ચુકી છે Vijay Mallya ની કેલેન્ડર ગર્લ

$
0
0

Five Famous Actresses Vijay Mallya Calendar Model

આ પાંચ અભિનેત્રીઓ રહી ચુકી છે Vijay Mallya ની કેલેન્ડર ગર્લ

Vijay Mallya ની લક્ઝરી લાઈફસ્ટાઇલ હંમેશા જ ચર્ચામાં રહેતી હતી. સાથે જ તેમનું પ્રખ્યાત કિંગફિશર કેલેન્ડરને કોઈ ભૂલી શકે નહિ. આ કેલેન્ડરની ખાસ તેમનું ફોટોશૂટ અને તેમની મોડલ્સ છે. આ કેલેન્ડરની મોટા ભાગની મોડલ આજે બોલીવુડમાં એક જાણીતી અભિનેત્રી તરીકે ઓળખાય છે.

બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફ

બોલીવુડ અભિનેત્રી કૈટરીના કૈફને વિજય માલ્યાની કિંગફિશર કેલેન્ડર માટે મોડલ તરીકે પસંદ કરવામાં આવી હતી. તેમ છતાં તેમને આ પ્રથમ ‘બુમ’ ફિલ્મમાં કામ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ

મોડલિંગની દુનિયામાં તેમણે પ્રથમ બ્રેક માલ્યાએ જ આપ્યો હતો. બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ૨૦૦૬ માં આ કેલેન્ડરમાં ફોટોશૂટ કરાવ્યું અને ૨૦૦૭ માં જ તેમની બોલીવુડમાં ડેબ્યુ કરવાની તક મળી ગઈ હતી.

બોલીવુડ અભિનેત્રી લિઝા હેડન


બોલીવુડ અભિનેત્રી લિઝા હેડન ખુબ જ પ્રખ્યાત મોડલ છે. તેમને ૨૦૧૧ માં કિંગફિશર કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરી

એવું માનવામાં આવે છે કે, ‘રોકસ્ટાર’ ફિલ્મમાં રણબીર કપૂર સાથે નજર આવનારી બોલીવુડ અભિનેત્રી નરગીસ ફખરી પર પણ વિજય માલ્યાની સૌથી પહેલી નજર પડી હતી. નરગીસ ફખરીએ બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા ૨૦૦૯ માં આ ફોટોશૂટ કરાવ્યું હતું.

બોલીવુડ અભિનેત્રી એશા ગુપ્તા

મિસ ઇન્ડિયાની સેકેન્ડ રનરઅપ રહેલી એશા ગુપ્તાને ૨૦૦૯ માં કિંગફિશર કેલેન્ડરમાં ફોટોશૂટની તક મળી હતી. તેમને ૨૦૧૨ માં બોલીવુડમાં ફિલ્મ ‘જન્નત-૨’ ની સાથે ડેબ્યુ કર્યું હતું.

The post આ પાંચ અભિનેત્રીઓ રહી ચુકી છે Vijay Mallya ની કેલેન્ડર ગર્લ appeared first on Vishva Gujarat.

‘Toilet: Ek Prem Katha’નું ટ્રેલર રિલીઝ, સિસ્ટમ સામે લડતા જોવા મળ્યા અક્ષય

$
0
0

Toilet Ek Prem Katha

Toilet: Ek Prem Katha

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન પર આધારિત અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'Toilet: Ek Prem Katha' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં ઘણી સત્ય ઘટનાઓને જોડી રાખવામાં આવી છે. અક્ષય કુમાર તો પોતાની એક્ટિંગ માટે ઓળખાય છે પરંતુ ભૂમિ પેડનેકરની એક્ટિંગ પણ દમદાર છે. ફિલ્મમાં અક્ષય-કેશવ અને ભૂમિ-જયાનાં રોલમાં છે.

ટોઈલેટ: એક પ્રેમ કથા

જયા અને કેશવને એક-બીજાસાથે પ્રેમ થઇ જાય છે અને બંને મેરેજ કરી લે છે.પરંતુ કેશવનાં ઘરમાં ટોઈલેટ નથી. આ વાતની ખબર જયાને હતી નહિ. જ્યારે તેને આ વાતની ખબર પડી તો તે ઘર છોડી જતી રહે છે. પોતાની પત્નીને પરત લાવવા માટે કેશવ તેમના ઘરમાં શૌચાલય બનાવવાનો નિર્ણય લે છે. પરંતુ એટલું સરળ પણ નથી હોતું. તેના દ્ધારા સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને પણ બતાવવામાં આવ્યું છે.

ટોઈલેટ: એક પ્રેમ કથા

તેની પહેલા ફિલ્મના ઘણા પોસ્ટર્સ પણ રિલીઝ કરવામાં આવ્યા છે. અલગ વિષય પર બનાવવાના કારણે આ ફિલ્મની ચર્ચા ઘણા દિવસોથી થઇ રહી છે. તાજેતરમાં સેન્સર બોર્ડના અધ્યક્ષ પહલાઝ નિહલાનીને ફિલ્મનું ટ્રેલર જોઈ ટ્વીટર પર તેનાં ખૂબ વખાણ કર્યા અને તેમણે તેને ટેક્સ ફ્રી કરવાની માંગ પણ કરી હતી.

ટોઈલેટ: એક પ્રેમ કથા

તમને જણાવી દઈએ કે, અક્ષયે અત્યાર સુધી ફિલ્મના પાંચ પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ બધા પોસ્ટર્સમાં ફિલ્મ સાથે જોડાયેલ ખાસ મેસેજ શેર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં પોસ્ટ કરવામાં આવેલ નવા પોસ્ટરમાં અક્ષયે મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં લખ્યું છે, 'નો ટોઈલેટ, નો બ્રાઈડ' એટલે કે જ્યાં ટોઇલેટ નહિ ત્યાં દુલ્હન પણ નહિ. 

ટોઈલેટ: એક પ્રેમ કથા

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ 'ટોઈલેટ એક પ્રેમ કથા' ની રીલીઝ ડેટ પોસ્ટપોંડ થઇ ગઈ છે. આ ફિલ્મ હવે ૧૧ ઓગસ્ટે રીલીઝ થશે. પહેલા આ ફિલ્મ ૨ જૂને રીલીઝ થવાની હતી. અક્ષય કુમારે તેમના ટ્વીટર પર આ વાતની માહિતી આપી હતી.

ટોઈલેટ: એક પ્રેમ કથા

અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ એક તરફ વડાપ્રધાનના 'સ્વચ્છ ભારત' અભિયાનને સમર્થન કરે છે તો બીજી તરફ, સ્વચ્છતાનું ધ્યાન ના રાખનાર માટે વ્યંગ કટાક્ષ દર્શકોને હસાવે છે.  તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સિવાય આ ફિલ્મમાં અનુપમ ખેર પણ મેઈન રોલમાં નજર આવશે. આ તેમની અને અક્ષયની ૨૦ મી ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર ફર્સ્ટ ટાઈમ સાથે કામ કરવાના છે.

The post ‘Toilet: Ek Prem Katha’ નું ટ્રેલર રિલીઝ, સિસ્ટમ સામે લડતા જોવા મળ્યા અક્ષય appeared first on Vishva Gujarat.

કપિલને ઠેંગો બતાવી Salman Khan એ સુનીલ ગ્રોવર સાથે શૂટ કર્યો ‘સુપર નાઈટ વિથ ટ્યુબલાઈટ’શો

$
0
0

Salman Khan

Salman Khan

બોલિવુડ સુપરસ્ટાર Salman Khan અત્યાર સુધી તેમની મોટાભાગની ફિલ્મોને ફેમસ કોમેડિયન કપિલ શર્માનાં શો માં પ્રમોટ કરતા આવ્યા છે. પછી ભલે તે સુલતાન, બજરંગી ભાઈજાન કે જય હો કેમ નાં હોય. આ બધી ફિલ્મોને ધ 'કપિલ શર્મા શો' માં પ્રમોટ કરી ચૂકેલ સલમાન ખાન આ વખતે તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નાં પ્રમોશન માટે કપિલનાં શોમાં ગયા નથી.

સલમાન ખાન

આ ખબરથી કપિલનાં ફેંસ નાખુશ થયા હશે. સલમાન ખાન સુનીલ ગ્રોવર, અલી અસગર અને તેમની ટીમ સાથે બે કલાકનો સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરી ચૂક્યા છે. શોના શૂટિંગ દરમિયાન સુનીલ ગ્રોવરની સાથે અલી અસગર, સુગંધ મિશ્રા, ચંદન પ્રભાકર જેવા સ્ટાર્સ ત્યાં હાજર હતા.

સલમાન ખાન

સુનીલનાં ફેંસ માટે ગુડ ન્યૂઝ છે. જે લોકો ઘણા સમયથી ડોક્ટર મશહૂર ગુલાટીને મિસ કરી રહ્યા હતા હવે તેમનો ઇન્તઝાર ખતમ થઇ ગયો છે. પરંતુ ખબર છે કે, સુનીલ ગ્રોવર એકવાર ફરીથી ડોક્ટર મશહૂર ગુલાટી બનીને પરત આવી રહ્યા છે પરંતુ કપિલ માટે નહિ સલમાન ખાન માટે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું પ્રમોશન સોની ટીવી પર કરવા માંગે છે અને તેના કારણે ચેનલવાળાએ ખાસ વ્યવસ્થા કરી છે.

સલમાન ખાન

ટ્યુબલાઈટનું પ્રમોશન સુનીલ ગ્રોવરની સાથે કરવામાં આવશે. 'ટ્યુબલાઈટ' માટે તેઓ સોની ટીવીની સાથે એક સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરવા માંગે છે જેનો પ્રોમો વિડીયો આવી ચુક્યો છે. આ શોમાં સુનીલ તેમના ફેમસ અવતાર ડોક્ટર મશહૂર ગુલાટીનાં લૂકમાં નજર આવશે અને સલમાનની ટ્યુબલાઈટ ટીમનું મનોરંજન કરશે. ચેનલવાળાએ સલમાન ખાનને 'ધ કપિલ શર્મા શો' માં લાવવા બદલે સુનીલની સાથે એક નવો શો બનાવવાનો નિર્ણય કર્યો છે.

સલમાન ખાન

ઉલ્લેખનીય છે કે, કોમેડિયન કપિલ શર્મા લાગે છે સુનીલ ગ્રોવરને શોમાં મિસ કરી રહ્યા છે. તાજેતરમાં કપિલે સોશિયલ મીડિયા પર ફેંસ સાથે વાત કરી હતી. તે દરમિયાન કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે, તે સુનીલગ્રોવરને શો પર ક્યારે પરત લાવી રહ્યા છે.

સલમાન ખાન

તો કપિલે તેના ઉત્તરમાં કહ્યું કે, જ્યારે પણ તેમનું મન થાય.... હું તો તેમને ઘણીવાર પરત આવવા માટે કહી ચૂક્યો છુ. તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની સાથે ફ્લાઈટમાં ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી સુનીલ ગ્રોવર આ શોમાં પરત આવ્યા નથી.

સલમાન ખાન

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે કેટલાક મહિના પહેલા થયેલ ઝઘડા પછી વધારે ચર્ચામાં રહ્યા હતા. કપિલ શર્માના શોને અલવિદા કહ્યા પછી સુનીલ ગ્રોવર ઇન્ડિયામાં થનાર તેમના લાઈવ પરફોર્મન્સ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. પરંતુ તેમના ફ્યુચર પ્લાનને લઈને હજુ ચુપ્પી સાધી રાખી છે.

The post કપિલને ઠેંગો બતાવી Salman Khan એ સુનીલ ગ્રોવર સાથે શૂટ કર્યો ‘સુપર નાઈટ વિથ ટ્યુબલાઈટ’ શો appeared first on Vishva Gujarat.

સંસ્કારી સેન્સર બોર્ડ છે વિવેક-રિતેશની ફિલ્મ ‘Bank Chor’નાં ટાઈટલથી નાખુશ

$
0
0

Bank Chor

રિતેશ દેશમુખ અને વિવેક ઓબેરોયની અપકમિંગ ફિલ્મ 'Bank Chor' અત્યારે ચર્ચામાં છે. ફિલ્મના નામને લઈને સેન્સર બોર્ડે આપત્તિ વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે, Bank Chor ફિલ્મનું નામ સાંભળવામાં અપશબ્દ જેવો લાગે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સેન્સર બોર્ડે મેકર્સને ફિલ્મનું નામ 'બેંક ચોર' બદલવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે, આ અપશબ્દ લાગી રહ્યો છે અને તે તેને પાસ કરી શકે નહિ. બોર્ડ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે, ફિલ્મના મેકર્સને લાગ્યું કે, ફિલ્મમાં જેવો આ શબ્દ આવશે લોકો જોર-જોર હસવા લાગશે પરંતુ આવું કંઈ નથી. તેમણે ચાલાકીથી આવું ટાઈટલ રાખ્યું છે જે અપશબ્દ જેવો સંભળાઈ રહ્યો છે. અમે તેમને ટ્રેલરમાંથી લઇ ફિલ્મમાં જ્યાં-જ્યાં આ શબ્દનો ઉપયોગ થયો છે, તે બધી જગ્યાએ તેને બદલવા માટે કહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બેંક ચોર ફિલ્મ ત્રણ ચોરોની સ્ટોરી છે. જે બેંકમાં ચોરી કરવા માટે સૌથી ખરાબ દિવસ પસંદ કરે છે. ત્રણ ચોર ચંપક, ગેંદા અને ગુલાબ મૂર્ખ બતાવવામાં આવ્યા છે અને તેમાં એડલ્ટ કોમેડી નથી. ફિલ્મની ટીમ ઈચ્છતી હતી કે, તે પારિવારિક દર્શકોની દ્રષ્ટિએ બનાવવામાં આવે. રિતેશે કહ્યું કે, ફિલ્મ બનાવતા સમયે અમારા મગજમાં પારિવારિક દર્શક જ ચાલી રહ્યા હતા અને અમે ઘણા ખુશ છીએ કે, તેને સારા રેટિંગ મળ્યા છે. તે બધી ઉંમરના લોકોને પસંદ આવવાની છે. ફિલ્મ ૧૬જૂને રિલીઝ થશે. તેમજ ફિલ્મમાં એકવાર ફરીથી રિતેશ અને વિવેક એકસાથે નજર આવશે.

The post સંસ્કારી સેન્સર બોર્ડ છે વિવેક-રિતેશની ફિલ્મ ‘Bank Chor’ નાં ટાઈટલથી નાખુશ appeared first on Vishva Gujarat.

ફિલ્મ Haseena ના નવા પોસ્ટરમાં જોવા મળ્યો શ્રદ્ધા કપૂરનો દમદાર લૂક

$
0
0

haseena

બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ 'Haseena: ધ ક્વીન ઓફ મુંબઈ' નું નવું પોસ્ટર આવી ગયું છે. આ નવા પોસ્ટરમાં શ્રદ્ધા બુર્ખામાં નજર આવી રહી છે. પોસ્ટર પર લખ્યું છે, ૮૮ કેસ નોંધાયા છે પરંતુ કોર્ટમાં હાજરી ફક્ત એકવાર. શ્રદ્ધા કપૂરે આ પોસ્ટર ટ્વીટર પર શેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, Haseena પાર્કરનું ૬ જુલાઈ ૨૦૧૪ નાં રોજ મોત થયું હતું. હસીનાની વિરુધ્ધ ૮૮ કેસ રજીસ્ટર હતા પરંતુ તે તેના જીવનમાં ફક્ત એક જ વાર કોર્ટમાં ગઈ હતી. ખબરોની માનીએ તો હસીના તેના ભાઈના ૧૦૦૦ કરોડના અંડરવર્લ્ડ એમ્પાયર સંભાળતી હતી.

ફિલ્મમાં શ્રદ્ધાનો રોલ ૧૭ થી ૪૦ વર્ષની ઉંમરની વચ્ચે રહેશે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ કહ્યું હતું કે, તે તેના રોલ માટે વધારે મહેનત કરી રહી છે અને જેટલું થઇ શકે તેટલું તે તેને વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે, તેને આ વાતનું દુઃખ છે કે, તે દાઉદની રિયલ બહેન હસીનાને મળી શકી નહિ. જેનું મૃત્યુ ૨૦૧૪ માં થયું હતું. ઉલ્લેખનીય છે કે, અપૂર્વ લાખીયાના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ 'હસીના-ધ-ક્વીન ઓફ મુંબઈ' નું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે.

મુંબઈમાં ૪૫ દિવસ પછી ફિલ્મ હસીનાનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર હસીનાના રોલમાં નજર આવશે. આ ફિલ્મની એક ખાસ વાત એ પણ છે કે, 'હસીના-ધ કવીન ઓફ મુંબઈ' માં દાઉદના ભાઈના રોલમાં શ્રદ્ધાનો રિયલ ભાઈ સિધ્ધાંત પ્લે કરશે. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધાની ફિલ્મ 'હસીના- ધ ક્વીન ઓફ મુંબઈ' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેનથી ઈન્સ્પાયર્ડ છે. તેમાં શ્રદ્ધા તેની અત્યાર સુધીની ફિલ્મોથી એકદમ અલગ અંદાજમાં નજર આવશે.

The post ફિલ્મ Haseena ના નવા પોસ્ટરમાં જોવા મળ્યો શ્રદ્ધા કપૂરનો દમદાર લૂક appeared first on Vishva Gujarat.

Kareena Kapoor ની સાથે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ ટ્રીપ પર જશે તૈમુર, જાણો તે કયું શહેર છે?

$
0
0

Kareena Kapoor

Kareena Kapoor અત્યારે તેની આગામી ફિલ્મ 'વીર દી વેડિંગ' ની તૈયારી કરી રહી છે. ભલે ફિલ્મનું શૂટિંગ શરુ થવામાં હજુ વાર છે પરંતુ આ સમયે તે તેનું પૂરતું ધ્યાન તેના લાડલા પુત્ર તૈમૂરને આપી રહી છે. Kareena Kapoor તેની એડ કેમ્પેનની સાથે દુનિયાભરમાં પ્રવાસ કરી રહી છે. તેના માટે તે થોડા દિવસ પહેલા સૈફ અલી ખાનની સાથે લંડન પહોચી છે. હવે એવું લાગે છે કે, કરીના બહુ જલ્દી લંડન જવાની તૈયારીમાં છે. પરંતુ આ વખતે કરીના તૈમુરને છોડીને નહિ પરંતુ તેને સાથે લઈને જવાની છે. જી હાં, પ્રાપ્ત માહિતી મુજબ, કરીના તેના પુત્ર તૈમુરને તેની ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ પર લઈને જવાની છે.

તમને જણાવી દઈએ કે, કરીનાએ લક્ઝુરીયસ ઘડિયાળનાં બોન્ડ સાઈન કર્યા છે અને તે બહુ જલ્દી એક એડ કેમ્પેનની શરૂઆત કરવા માંગે છે. તેના માટે તેઓ ઈચ્છે છે કે, કરીના બહુ જલ્દી લંડન આવે. જેવી આ એડ કેમ્પેન માટે પૈસા અને અન્ય ચર્ચા થઇ જશે અને પછી કરીના જૂનના અંતમાં લંડન જવાની છે. કરીના આ વખતે લંડન બે અઠવાડિયા માટે જવાની છે. પ્રાપ્ત માહિતી મુજબ, કરીના લાંબા સમય માટે આ ટ્રીપ પર બહાર હશે. આ કારણે કરીના તૈમુરને સાથે લઇ જશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે ફિલ્મ વીર દી વેડિંગનાં શૂટિંગને લઈને ચર્ચાઓમાં છે. પરંતુ આ સિવાય કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને લઈને પણ ચર્ચામાં આવી રહી છે. તાજેતરમાં કરીના કપૂર મુંબઈનાં બાંદ્રા વિસ્તારમાં યોગા ક્લાસની બહાર જોવા મળી હતી. જો કે, કરીના કપૂરએક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.

ગયા વર્ષે ૨૦ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તૈમુરને જન્મ આપ્યો હતો. તેની સાથે જ તેમની ફેમિલીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તેના પુત્રના જન્મની સાથે તેના નામ તૈમુરનો ખુલાસો કર્યો હતો. પરંતુ તૈમુરના નામને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરુ થઇ ગયો હતો. ત્યારબાદ કરીના અને સૈફ અલી ખાને તૈમુર નામના વિવાદ પર લોકોને કરારો જવાબ આપ્યો હતો.

The post Kareena Kapoor ની સાથે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ ટ્રીપ પર જશે તૈમુર, જાણો તે કયું શહેર છે? appeared first on Vishva Gujarat.

ગંભીર બીમારીઓને માત આપી આ કલાકારોએ કાયમ કરી એક નવી મિસાલ

$
0
0

Bollywood Celebs Suffering From Dangerous Diseases

અમિતાભ બચ્ચન

બોલિવુડ સ્ટાર્સના જીવન લોકોને એકદમ પરફેક્ટ લાગે છે પરંતુ આવું કંઈ નથી. આ સ્ટાર્સ પણ માણસ જ છે અને તેમને પણ પ્રેમ, દર્દ અને તકલીફનો અનુભવ થાય છે. આજે અમે એવા સ્ટાર્સની વાત કરવાના છીએ જેઓ ગંભીર બીમારીના શિકાર થઇ ગયા છે.

અમિતાભ બચ્ચન :
બોલિવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન લોકોને ઘણી બિમારીઓથી બચાવવા માટે જાગૃત કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે,અમિતાભ બચ્ચન પોતે પણ ટીબી જેવી ખતરનાક બિમારીનો શિકાર થઇ ગયા છે. જો કે, સારવાર બાદ તેઓ એકદમ સ્વસ્થ છે અને હવે બધાને ટીબીથી બચવા માટે જાગૃત કરી રહ્યા છે.

શાહરૂખ ખાન

કિંગ ખાનના નામથી ફેમસ શાહરૂખ ખાન પણ ગંભીર બીમારીનો ભોગ બન્યા છે. તમને જણાવી દઈએ કે, તેમની ઘણીવાર સર્જરી થઇ છે. શાહરૂખ ખાન અત્યાર સુધી ૮ સર્જરી કરાવી ચૂક્યા છે. જેમાં આંખ, ઘૂંટણ, ખભા અને ગળાની સર્જરી સામેલ છે.

મનીષા કોઈરાલા

અભિનેત્રી મનીષા કોઈરાલા પણ કેન્સર જેવી ખતનાક બીમારીનો શિકાર થઇ ચૂકી છે. મનીષાને વર્ષ ૨૦૧૨ માં અંડાશયનું કેન્સર થયું હતું. જો કે, લાંબી સારવાર પછી હવે મનીષા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

સોનમ કપૂર

બોલિવુડની સૌથી સ્ટાઇલિસ્ટ અભિનેત્રી સોનમ કપૂર પણ ડાયાબીટીઝ જેવી ગંભીર બીમારીનો શિકાર થઇ ગઈ છે. જો કે,સોનમને ખબર પડ્યા પછી તેને હેલ્થી લાઈફ સ્ટાઈલ અપનાવી ડાયાબીટીઝ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી ચૂકી છે.

સલમાન ખાન

સુપરસ્ટાર સલમાન ખાનને જોઇને લાગે છે કે તેમને કોઈ સમસ્યા હોઈ શકે નહિ. પરંતુ શું તમે જાણો છો કે, સલમાન ખાન ટ્રાઈજેમિનલ ન્યુરાલ્જિયા નામની બિમારીથી પીડિત રહી ચૂક્યા છે. આ બિમારી એટલી દર્દનાક હોય છે કે,તેનો દર્દ સહન કરવો મુશ્કેલ હોય છે. જો કે,૨૦૧૧ માં તેમની સર્જરી થઇ ગઈ હતી.

મુમતાઝ

જૂના જમાનાની ખૂબસૂરત અદાકારા મુમતાઝ પણ ક્યારેક ગંભીર બિમારીનો ભોગ બની ચૂકી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, તેને બ્રેસ્ટ કેન્સર થયું હતું. તેણે આ બિમારીનો હિંમત પૂર્વક સામનો કર્યો હતો.

અનુરાગ બાસુ

બોલિવુડનાં ફેમસ ડિરેક્ટર અનુરાગ બાસુને વર્ષ ૨૦૦૪ માં ખબર પડી કે, તેમને બ્લડ કેન્સર થયું છે. અનુરાગ બાસુએ કેન્સર જેવી ખતરનાક બિમારી પર જીત મેળવી લીધી છે અને અત્યારે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

અર્ચન ત્રિવેદી 

ગુજરાતી કલાકાર અર્ચન ત્રિવેદી પણ કેન્સર જેવી ગંભીર બિમારીથી પીડિત હતા. તેમણે 'I LOVE YOU' આ ત્રણ શબ્દ કહીને મોતને પાછુ ઠેલવ્યું હતું.

 

The post ગંભીર બીમારીઓને માત આપી આ કલાકારોએ કાયમ કરી એક નવી મિસાલ appeared first on Vishva Gujarat.


મોડલ, અભિનેત્રી Kritika Chaudhary નું મર્ડર, ઘરમાંથી મળ્યો સડેલો મૃતદેહ

$
0
0

Kritika Chaudhary

મોડલ, એક્ટ્રેસ Kritika Chaudhary નું ત્રણ-ચાર દિવસ પહેલા તેના મુંબઈનાં ફ્લેટમાં કેટલાક અજાણ્યા લોકોએ મર્ડર કર્યું હતું. તેમનો ફ્લેટ બહારથી બંધ હતો. એક પોલીસ ઓફિસરે કહ્યું કે, અમે ઘટનાસ્થળ પર છીએ અને આ કેસની તપાસ કરી રહ્યા છીએ. Kritika Chaudhary નું એપાર્ટમેન્ટ મુંબઈનાં અંધેરી વેસ્ટ વિસ્તારમાં છે. તેની લાશ સડી ગઈ હતી અને રૂમનું એસી ચાલુ હતું. આ વિશે પોલીસ ઓફિસરે કહ્યું કે, એસી ઓન રાખવામાં આવ્યું હતું. જેથી દુર્ગંધ બહાર આવી શકે નહિ. અમને લાગે છે કે, આ મર્ડર ત્રણ-ચાર દિવસ પહેલા થયું છે. આજે દુર્ગંધ બહાર આવવાની શરુ થઇ છે. એક અન્ય પોલીસ ઓફિસરે જણાવ્યું કે, આજે 3:૪૫ ની આસપાસ અંબોલી પોલીસને ફોન આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવી રહી છે. જ્યારે અમે દરવાજો ખોલ્યો તો અમને યુવતીની સડેલી લાશ જોવા મળી હતી. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, પોલીસે અત્યારે આકસ્મિક મોતનો ગુનો દાખલ કર્યો છે. એવી ખબર સામે આવી રહી છે કે, કૃતિકાના માથા પર કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. આ સિવાય ઘટનાસ્થળેથી કેટલીક એવી વસ્તુઓ મળી છે જેનાથી લાગે કે તેની સાથે રૂમમાં કોઈ અન્ય વ્યક્તિ હોવી જોઈએ. આજુબાજુનાં લોકોના જણાવ્યા પ્રમાણે, કૃતિકાના ફ્લેટમાં ઘણા લોકોની અવરજવર રહેતી હતી. કૃતિકા અંધેરી વિસ્તારમાં રહેતી હતી. મોડલ, અભિનેત્રી કૃતિકા ચૌધરીએ કંગના રાણાવત સાથે ફિલ્મ રજ્જોમાં કામ કર્યું હતું. આ સિવાય તે ઘણી ટીવી સીરીયલ્સમાં નજર આવી ચૂકી છે.

 

The post મોડલ, અભિનેત્રી Kritika Chaudhary નું મર્ડર, ઘરમાંથી મળ્યો સડેલો મૃતદેહ appeared first on Vishva Gujarat.

‘Baadshaho’નું નવું પોસ્ટર રિલીઝ, દમદાર અંદાજમાં નજર આવ્યા અજય દેવગણ

$
0
0

Baadshaho

અજય દેવગણની ફિલ્મ 'Baadshaho' નું એક નવું પોસ્ટર રિલીઝ થયું છે. સોમવારે ફિલ્મ 'Baadshaho' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં અજય દેવગણે તેમના મોઢા પર કપડું બાંધ્યું છે, ચામડાનું જેકેટ અને બંને હાથોમાં બંદૂક લીધેલ કોઈ લડાઈ માટે તૈયાર દેખાઈ રહ્યા છે. આ નવું પોસ્ટર અજય દેવગણે રિલીઝ કર્યું છે. તમને જણાવી દઈએ કે, બાદશાહો ફિલ્મમાં અજય દેવગણ, ઇમરાન હાશમી અને મિલન લૂથરિયા બીજીવાર એકસાથે કામ કરી રહ્યા છે. આ પહેલા ત્રણેય 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ' માં એકસાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં અજય દેવગણ અને ઇમરાન હાશ્મી સિવાય ઈલિયાના ડીક્રુઝ પણ છે. તો બીજી તરફ, સની લિયોન આ ફિલ્મમાં એક આઈટમ સોંગ કરતા નજર આવશે. ફિલ્મના ડાયલોગ્સ રજત અરોડાએ લખ્યા છે.

અજય દેવગણની આ ફિલ્મની સ્ટોરીનો પ્લોટ ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન કાર્યકાળ દરમિયાનનાં ઈમરજન્સીનાં સમયમાંથી લેવામાં આવી છે. 'બાદશાહો' નું મોટાભાગનું શૂટિંગ જોધપુર શહેરની ગલીઓમાં કરવામાં આવ્યું છે. તો બીજી તરફ, કેટલોક હિસ્સો શહેરની બહાર ફિલ્માવવામાં આવ્યો છે. આ ફિલ્મના શૂટિંગ માટે બધા કલાકારોને બે મહિનામાં ઘણીવાર જોધપુર અવર-જવર કરવી પડી હતી. પરવાની નાં મળવાનાં કારણે જોધપુર અને જેસલમેરમાં ફિલ્મનું શૂટિંગ રોકવામાં પણ આવ્યું હતું. આ ફિલ્મ ની રિલીઝ ડેટ ત્રણ વાર બદલવામાં આવી છે. પહેલા આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીએ રિલીઝ કરવાની હતી. ત્યારબાદ તેની રિલીઝ ડેટ આગળ વધારી મે મહિનો નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ ફિલ્મની રિલીઝ ડેટ સપ્ટેમ્બર ૨૦૧૭ નક્કી કરવામાં આવી છે. જોધપુરના લોકો આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓ જોઈ શકે કે ફિલ્મમાં તેમના શહેરને કેવી રીતે બતાવવામાં આવ્યું છે.

The post ‘Baadshaho’ નું નવું પોસ્ટર રિલીઝ, દમદાર અંદાજમાં નજર આવ્યા અજય દેવગણ appeared first on Vishva Gujarat.

Sonam Kapoor પર ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, જાણો શું છે કારણ?

$
0
0

Sonam Kapoor

બોલિવુડ એક્ટ્રેસ Sonam Kapoor એ તાજેતરમાં તેનો ૩૨ મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. બોલિવુડ સેલેબ્સે આ 'મસક્કલી ગર્લ' ને સોશિયલ મીડિયા પર બર્થડે વિશ કર્યો હતો અને બધાના રિપ્લાય પણ કર્યા હતા. જો કે, Sonam Kapoor ને ભૂલથી મહાનાયક અમિતાભ બચ્ચનની બર્થડે વિશનો મેસેજ છુટી ગયો હતો અને અમિતાભની નારાજગીનો શિકાર થવું પડ્યું છે. અમિતાભ બચ્ચન સોનમ કપૂરથી એટલા માટે નાખુશ હતા કારણે તેમને સોનમ કપૂર તરફથી ઉત્તર મળ્યો નહિ.

અમિતાભ બચ્ચને એસએમએસ દ્ધારા અભિનેત્રીને બર્થડે વિશ કર્યું હતું. અમિતાભે ટ્વીટર પર લખ્યું કે, 'અને મારા વિશે શું? હું અમિતાભ બચ્ચન છુ માય ડિયર. મેં તારા જન્મદિવસ પર બર્થડે વિશનો મેસેજ કર્યો હતો અને તે તેનો જવાબ પણ આપ્યો નહિ.' આ મેસેજની સાથે અમિતાભ બચ્ચને ગુસ્સાવાળું ઈમોજી પણ મુક્યું છે. તેના ઉત્તરમાં માફી માંગતા સોનમે ટ્વીટ કરી કે, હે ભગવાન સર! મને નથી મળ્યો. હું હંમેશા રિપ્લાય કરું છુ. આભાર સર.' મને જુનિયર બચ્ચનનો મેસેજ મળ્યો છે. હું તમારી માફી માંગુ છુ.

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરના અફેરની ચર્ચા બિઝનેશમેન આનંદ આહૂજાની સાથે ઘણા દિવસથી ચાલી રહી છે. બંને સાથે ફર્સ્ટ ટાઈમ રુસ્તમની સક્સેસ પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. જો કે, સોનમે ક્યારેય પણ પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો નથી. એવી ખબર સામે આવી હતી કે, સોનમ કપૂર અને તેના બિઝનેશમેન બોયફ્રેન્ડ આનંદ આહૂજા ૨૦૧૭ના અંતમાં મેરેજ કરી લેશે. આ વિશે જ્યારે સોનમ સાથે વાતચીત કરવામાં આવી તો સોનમે કહ્યું કે, તેના અંગત જીવનમાં દખલગીરી કરવામાં ના આવે.

The post Sonam Kapoor પર ગુસ્સે થયા અમિતાભ બચ્ચન, જાણો શું છે કારણ? appeared first on Vishva Gujarat.

Forbes: દુનિયાનાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટર્સમાં શાહરૂખ-સલમાન IN, અમિતાભ Out

$
0
0

Forbes

દુનિયાનાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટર્સમાં શાહરૂખ-સલમાન IN, અમિતાભ Out

forbes2

Forbes એ દુનિયામાં સૌથી વધુ વેતન લેનાર સેલિબ્રિટીની યાદી જારી કરી છે. શાહરૂખ ખાન, સલમાન ખાન અને અક્ષય કુમારે Forbes ટોપ ૧૦૦ ની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન આ યાદીમાંથી બહાર છે. ભારતીય સેલેબ્સમાં શાહરૂખ ખાન સૌથી આગળ છે. જો કે, દુનિયામાં તેમનો ૬૫ મો નંબર છે. તેમની કમાણી ૩૮ મિલિયન (લગભગ ૨૪૦ કરોડ રૂપિયા) છે.

સલમાન ખાન

Salman Khan

ભારત તરફથી જે સેલિબ્રિટીએ આ યાદીમાં જગ્યા બનાવી છે તે બધા બોલિવુડમાંથી છે. શાહરુખ પછી સલમાન ખાન ૭૧ માં સ્થાન પર છે. તેમની આ વર્ષે એટલે કે ૨૦૧૬-૨૦૧૭ ની કમાણી ૩૭ મિલિયન ડોલર (લગભગ ૨૩૩ કરોડ) છે. અક્ષય કુમાર ૩૫.૫ મિલિયન ડોલર (૨૨૪) ની કમાણી કરી ૮૦ માં નંબર પર છે.

શાહરૂખ ખાન

Shah Rukh Khan

આ વર્ષે જાન્યુઆરીમાં રિપબ્લિક ડે વિકેન્ડ પર શાહરૂખ ખાનની ફિલ્મ રઈસ રિલીઝ થઇ હતી. ફિલ્મની ટક્કર રિતિક રોશનની કાબિલ સાથે થઇ હતી. તેમ છતાં રઈસે ૧૫૦ કરોડનો બિઝનેશ કર્યો હતો. અક્ષય કુમારની આ વર્ષે ફેબ્રુઆરીમાં જોલી એલએલબી 2 આવી હતી. ફિલ્મે લગભગ ૧૧૭ કરોડની કમાણી કરી હતી. નામ શબાનાએ પણ સારી કમાણી કરી હતી. જો કે, આ ફિલ્મમાં અક્ષયનો રોલ નાનો ઘણો નાનો હતો.

અક્ષય કુમાર

Akshay Kumar

ફોર્બ્સનાં રિપોર્ટ્સ મુજબ, શાહરૂખ ખાન ભારતનાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટર છે. ફોર્બ્સનું કહેવું છે કે, ૨૦૦૨ હિટ એન્ડ રન કેસ જેવા વિવાદો પછી સલમાન ખાન ઇન્ડિયાનાં મોટા સ્ટાર્સમાંથી એક છે. સલમાને 'મેને પ્યાર કિયા' પછી ૮૫ થી વધુ ફિલ્મો કરી છે. ગયા વર્ષે ફિલ્મ સુલતાને પણ સારી એવી કમાણી કરી હતી. ફોર્બ્સે અક્ષય કુમારને બોલિવુડ બોક્સ ઓફિસનો રાજા કહેતા કહ્યું કે, તેમણે તેમની એક્ટિંગથી સારી કમાણી કરી છે.

The post Forbes: દુનિયાનાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટર્સમાં શાહરૂખ-સલમાન IN, અમિતાભ Out appeared first on Vishva Gujarat.

અંતે આ દિવસે રિલીઝ થશે વિવાદિત ફિલ્મ ‘Lipstick Under My Burkha’

$
0
0

Alankrita Shrivastava's 'Lipstick Under My Burkha' will arrive in theatres a week before its scheduled release on July 28 to avoid a box office clash with 'Mubarakan'.

પ્રકાશ ઝાની બહુચર્ચિત ફિલ્મ 'Lipstick Under My Burkha' ફાઈનલી ૨૧ જુલાઈએ રિલીઝ થવાની છે. તેની પહેલા એવી ખબર હતી કે, ફિલ્મ Lipstick Under My Burkha ૨૮ જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. પરંતુ ૨૮ જુલાઈએ કોમેડી ફિલ્મ 'મુબારકા' પણ રિલીઝ થઇ રહી છે. આ બંને ફિલ્મોનું કલેશ થવાથી બચવા માટે લિપસ્ટિક અંડર માય બુર્ખાની રિલીઝ ડેટ એક અઠવાડિયા પહેલા કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રોડ્યુસર પ્રકાશ ઝાની ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' ને અંતે ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી મળી ગઈ છે. વિદેશોમાં ઘણા ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રશંસા મેળવી રહેલ આ ફિલ્મ હવે ભારતમાં પણ જોવા મળશે. જો કે, ફિલ્મને 'એ' સર્ટીફિકેટ સાથે રિલીઝ કરવામાં આવશે અને તેના કેટલાક સીન્સ પણ કટ કરવામાં આવશે. ફિલ્મ સર્ટિફિકેશન એપેલેટ ટ્રિબ્યુનલ (એફસીએટી) એ સેન્સર બોર્ડને નિર્દેશ આપ્યા છે કે, ફિલ્મ 'લિપસ્ટિક અંડર માયબુર્ખા' ને 'એ' પ્રમાણપત્ર આપવામાં આવે જેને પહેલા સેન્સર બોર્ડે ઇનકાર કરી દીધો હતો. સેન્સર બોર્ડ દ્ધારા ફિલ્મને લીલી ઝંડી નાં મળવાનાં કારણે ફિલ્મના નિર્દેશક અને પ્રોડ્યુસર સહિત આખી ટીમ નિરાશ હતી.

તમને જણાવી દઈએ કે, લોસ એન્જલસમાં આયોજિત ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' માટે ઘણું સરપ્રાઈઝિંગ રહ્યું. ફિલ્મે ગોલ્ડન ગ્લોબ્સમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. ડિરેક્ટર અલંકૃતા શ્રી વાસ્તવે કહ્યું કે, આ અમારા માટે વધારે ગર્વની વાત છે કે, હોલિવુડ ફોરેન પ્રેસ એસોશિયેશને અમારી ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' એ ગોલ્ડન ગ્લોબ્સમા સ્ક્રીનિંગ માટે પસંદ કરી છે. ફિલ્મની ડિરેક્ટર અલંકૃતા માટે હવે ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં પોતાની ફિલ્મને નોમિનેટ કરવાની તક મળી શકે છે.

કડક નિયમોને કારણે સેન્સર બોર્ડ વારંવાર ચર્ચામાં રહે છે. આ વખતે પણ સેન્સર બોર્ડે ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા' માં અમુક દ્રશ્યો કટ કરવાના આદેશ આપ્યા છે. પ્રકાશ ઝાની અપકમિંગ ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખાને સેન્સર બોર્ડે ભારતમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકયો હતો. સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ ન કરવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે ફિલ્મ વધુ પડતી નારી વિષયક છે. આ સિવાય ફિલ્મમાં અભદ્ર શબ્દો પણ છે. પહલાજ નિહલાનીએ જણાવ્યું કે, આ ફિલ્મ બોર્ડ સર્ટિફિકેશનની માર્ગદર્શિકાના નિયમો વિરુધ્ધ છે અને ફિલ્મને સર્ટિફિકેટ ન આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો છે.

The post અંતે આ દિવસે રિલીઝ થશે વિવાદિત ફિલ્મ ‘Lipstick Under My Burkha’ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images