Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Kapil Sharma એ કંઇક આ રીતે સુનીલ ગ્રોવરને કર્યું બર્થડે વિશ

$
0
0

Kapil Sharma

Kapil Sharma ના જૂના ટીમ મેમ્બર સુનીલ ગ્રોવરનો આજે બર્થ ડે છે. આ અવસર પર Kapil Sharma એ સુનીલ ગ્રોવરને બર્થડે વિશ કર્યું છે. કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ટ્વીટર પર મેસેજ પોસ્ટ કરી બર્થડે વિશ કર્યું છે. ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ આ મેસેજમાં કપિલ શર્માએ લખ્યું છે, સુનીલ ગ્રોવર પાજી જન્મદિનની તમને શુભેચ્છા... ભગવાન તમને આ દુનિયાની બધી ખુશીઓ આપે.. ફક્ત કપિલ શર્મા જ નહિ પરંતુ ધ કપિલ શર્મા શોની મહત્વની સભ્ય સુમોના ચક્રવર્તીએ પણ સુનીલ ગ્રોવર સાથે ફોટો પોસ્ટ કરી તેમને બર્થડે વિશ કર્યું છે.

તમને જણાવી દઈએ કે, કપિલની સાથે ફ્લાઈટમાં થયેલ ઝઘડા બાદ સુનીલ ગ્રોવર એટલા દુઃખી થયા કે, તેમણે શૂટિંગમાં આવવાનું બંધ કરી દીધું હતું. સુનીલ ગ્રોવરે જ્યારથી કપિલ શર્માનો શો છોડ્યો છે ત્યારથી તે મીડિયામાંથી ગાયબ છે. તેમના ફેંસે તેમને શોમાં પરત આવવા માટે ઘણી વિનંતી કરી રહ્યા છે. ત્યાં સુધી કે, રિશી કપૂર અને નવજોત સિંહ સિદ્ધુએ પણ સુનીલને શોમાં પરત આવવાની આજીજી કરી હતી પરંતુ તેમણે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો નહિ.

ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

The post Kapil Sharma એ કંઇક આ રીતે સુનીલ ગ્રોવરને કર્યું બર્થડે વિશ appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડના મહાન સિંગર Kishore Kumar નો જન્મદિવસ

$
0
0

A heartfelt tribute on Kishore Kumar's 88th birthday 1

આજે છે બોલીવુડના મહાન સિંગર Kishore Kumar નો જન્મદિવસ

સ્વ. Kishore Kumar જન્મ ૪ ઓગસ્ટ, ૧૯૨૯ના રોજ મધ્યપ્રદેશના ખંડવા ગામમાં થયો હતો. તેમનુ બાળપણનું નામ આભાસ કુમાર ગાંગુલી હતું. સિનેમા સાથે જોડાવ્યા પછી તેણે પોતાનું નામ કિશોર કુમાર રાખ્યું હતું. ૧૩ ઓક્ટોબર, ૧૯૮૭ ના રોજ હાર્ટ એટેકને લીધે કિશોર કુમારનું નિધન થયું હતું.

આજે છે બોલીવુડના મહાન સિંગર કિશોર કુમારનો જન્મદિવસ

'બાપ રે બાપ' (1955), 'ચલતી કા નામ ગાડી' (1958), 'નોટી બ્યો' (1962) અને 'પડોસન' (1964) જેવી ફિલ્મ્સમાં અદાકારી દ્વારા તેમણે દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું. સિંગિંગ ટેલેન્ટની વાત છે તો 'રૂપ તેરા મસ્તાના' (આરાધના, 1969), 'ખઇકે પાન બનારસ વાલા' (ડૉન, 1978), 'પગ ઘુંઘરુ બાંધ' (નમક હલાલ, 1982) જેવા તેમના ગીતો આજે પણ લોકોને ઝૂમવા મજબૂર કરે છે.

આજે છે બોલીવુડના મહાન સિંગર કિશોર કુમારનો જન્મદિવસ

કિશોર દાની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો તે ચાર ભાઇ-બહેનો (અશોક, સતી દેવી, અનુપ કુમાર અને કિશોર કુમાર)માં સૌથી નાના હતા. તેમના પિતા કુંજાલાલ ગાંગુલી એ વકીલ હતા અને માતા ગૌરી દેવી ગૃહિણી. કિશોર દાએ તેમના કરિયરની શરૂઆત સ્ટૂડિયો બોમ્બે ટોકીઝથી કોરસ સિંગર તરીકે કરી હતી. ૧૯૪૬માં તેઓ અભિનેતા તરીકે ફિલ્મ 'શિકારી'માં જોવા મળ્યા હતા. ૧૯૪૮માં આવેલી ફિલ્મ 'જિદ્દી' માટે 'મરને કી દુઆએ ક્યોં માંગું' ગીત ગાઇને તેમણે પ્લેબેક સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

આજે છે બોલીવુડના મહાન સિંગર કિશોર કુમારનો જન્મદિવસ

આજે છે બોલીવુડના મહાન સિંગર કિશોર કુમારનો જન્મદિવસ

આજે છે બોલીવુડના મહાન સિંગર કિશોર કુમારનો જન્મદિવસ

The post આજે છે બોલીવુડના મહાન સિંગર Kishore Kumar નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

Birthday Special : જુઓ…બોલીવુડની અભિનેત્રી Shama Sikander ની તસ્વીરો

$
0
0

Birthday Special Pics of Bollywood Actress Shama Sikandar

બોલીવુડની અભિનેત્રી Shama Sikander ની તસ્વીરો

મુંબઈ : અભિનેત્રી અને મોડલ Shama Sikander નો જન્મદિવસ ૪ ઓગસ્ટ એટલે આજે છે. તેમણે ફિલ્મોની સાથે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. માત્ર ૧૬ વર્ષની ઉમરમાં તેમણે ફિલ્મ ‘પ્રેમ અગન’ માં અભિનયની દુનિયામાં પગલું ભર્યું હતું. તેના પછી તેમણે ફિલ્મ ‘મન’ માં કામ કરવાની તક મળી હતી. ફિલ્મોમાં કામ કર્યા પછી તેમણે ટી.વી સિરિયલોની તરફ પગલું ભર્યું હતું.

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

તમને જણાવી દઈએ કે, તેમણે ડેલી સોપ ‘યે મેરી લાઈફ હૈ’ માં કામ કર્યું છે. તેમણે ડેલી સોપ ‘મન હૈ વિશ્વાસ’, ‘કાજલ’, ‘જોડી કમાલ કી’, ‘બાલવીર’ જેવી અન્ય સિરિયલોમાં કામ કર્યું હતું.

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી અને મોડેલ શમા સિકંદર હવે પહેલા જેવી એટલે કે બહેનજી લૂકમાં નથી રહી. તે ખુબ જ હોટ અને સેક્‍સી બની ગઇ છે. તેનામાં આવેલો આ બદલાવ તેના ચાહકોને ચોંકાવી રહ્યો છે. શમા સિકંદર તો એવું જણાવે છે કે, તેણે ફિટનેસ શેડયુલ, જીમ, હેલ્‍ધી ડાયેટનો રસ્‍તો અપનાવતાં પોતાને હોટ બનાવી શકી છે. જો કે ટેલીવૂડમાં થતી ચર્ચા મુજબ તેણે કોસ્‍મેટીક સર્જરી કરાવી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરની તસ્વીરો

The post Birthday Special : જુઓ…બોલીવુડની અભિનેત્રી Shama Sikander ની તસ્વીરો appeared first on Vishva Gujarat.

Movie Review: ‘Jab Harry Met Sejal’માં જોવા મળી શાહરૂખ-અનુષ્કાની શાનદાર કેમેસ્ટ્રી

$
0
0

Jab Harry Met Sejal

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Jab Harry Met Sejal' આજે રીલીઝ થઇ ગઈ છે. તો આવો જાણીએ ફિલ્મ ફિલ્મ 'Jab Harry Met Sejal' ના રિવ્યુ વિશે...

ફિલ્મની સ્ટોરી ટુરીસ્ટ ગાઈડ હેરી એટલે કે, શાહરૂખ ખાન અને એક ગુજરાતી યુવતી સેજલ (અનુષ્કા શર્મા) ની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત યુકેથી થાય છે. જ્યાં સેજલ તેના મંગેતર સાથે સગાઈ કરે છે. જ્યારે આ કપલને ઇન્ડિયા પરત આવવાનું હોય છે ત્યારે સેજલની સગાઈની રિંગ ખોવાઈ જાય છે. તેવામાં સેજલ તેની રિંગ શોધવા ત્યાં રોકાઈ જાય છે. ત્યારે તેની મુલાકાત ટુરિસ્ટ ગાઈડ હેરી સાથે થયા છે. જેની મદદથી તે રિંગની શોધ કરે છે પરંતુ તે દરમિયાન સેજલ અને હેરી એકબીજાને લવ કરવા લાગે છે. જો કે, સેજલ તેને વારંવાર કહે છે કે, રિંગ મળતા તે ત્યાંથી જતી રહેશે. તેવામાં હવે સેજલને રિંગ મળે છે કે નહિ? અનુષ્કા અને શાહરૂખની લવસ્ટોરીમાં શું ટ્વીસ્ટ આવશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડીરેક્શન સારું છે. તેની સાથે સિનેમેટોગ્રાફી પણ કમાલની છે. ફિલ્મની સ્ટોરીમાં કોઈ નવીનતા નથી. ફિલ્મમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ શ્રેષ્ઠ એક્ટિંગ કરી છે. અનુષ્કાએ ગુજરાતી ગર્લની એક્ટિંગ ખૂબ સારી કરી છે. ફિલ્મનું મ્યુઝિક ઠીકઠાક છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે શાહરૂખ અને અનુષ્કાના ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post Movie Review: ‘Jab Harry Met Sejal’ માં જોવા મળી શાહરૂખ-અનુષ્કાની શાનદાર કેમેસ્ટ્રી appeared first on Vishva Gujarat.

કોણ છે બોલિવુડની સૌથી સુંદર Bride?

$
0
0

બોલિવુડ એક્ટ્રેસ

bridel

ગ્લેમર, ફેશન અને સ્ટાઈલના પેકેજનો ડોઝ બીજે ક્યાય નહિ માત્ર બોલિવુડ માંથી મળી શકે છે. બોલિવુડ અદાકારાઓની લાઈફસ્ટાઈલને દરેક લોકો કોપી કરવા માંગે છે. આ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં માત્રે લેટેસ્ટ ટ્રેન્ડ જ નહિ પરંતુ બ્રાઈડલ ટ્રેન્ડસ પણ ખૂબ ચર્ચામાં છે. આગળની સ્લાઈડમાં જુઓ તમારી ફેવરેટ એક્ટ્રેસ પોતાના મેરેજના દિવસે કેવી નજર આવી રહી છે.

બિપાશા બાસુ

bipasha basu

તાજેતરમાં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્નના બંધનમાં બંધાઈ બોલિવુડની બ્લેક બ્યુટી બિપાશા બાસુ પોતાના મેરેજના દરેક ફંકશનમાં બ્યુટીફૂલ લાગતી હતી. ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસથી લઈને બંગાળી દુલ્હનના ગેટઅપમાં બિપાશા સુંદર નજર આવી હતી.

અસિન થોટ્ટૂમકલ

asin

આ વર્ષે બોલિવુડ એક્ટ્રેસ અસિન થોટ્ટૂમકલે પોતાના મંગેતર માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્માની સાથે ખ્રિસ્તી અને હિંદુ રિત-રિવાજથી મેરેજ કર્યા હતા. દુલ્હનના રૂપમાં અસીન વધારે સુંદર લાગી રહી હતી.

પ્રીતિ ઝીંટા

preity zinta

આ વર્ષે ફેબ્રુઆરીમાં બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે લગ્નના બંધનમાં બંધાઈ પ્રીતિ ઝીંટાએ તાજેતરમાં મેરેજની રિસેપ્શન પાર્ટી રાખી હતી. આ અવસર પર પ્રીતિ લાલ રંગના ગાઉનમાં બ્યુટીફૂલ લાગી રહી હતી.

મીરા રાજપૂત

meera rajput

વર્ષ ૨૦૧૫ માં શાહિદ કપૂર અને મીરા રાજપૂતના મેરેજ પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. મેરેજ પછી બોલિવુડ સેલેબ્સમાં સામેલ થયેલ મીરા રાજપૂત બ્રાઈડલ લૂકમાં સુંદર લાગી રહી હતી.

ઉર્મિલા માતોડકર

urmila

આ વર્ષે ઉર્મિલા માતોડકરે કાશ્મીરી બિઝનેશમેન અને મોડલ મોહસિન અખ્તાર મીર સાથે મેરેજ કર્યા હતા. ઉર્મિલા પણ દુલ્હનના લાલ રંગના કપડામાં બ્યુટીફૂલલાગતી હતી. ઉર્મિલાના આ બ્રાઈડલ ગેટઅપમાં સૌથી વધારે તેની જ્વેલરી આકર્ષિત કરતી હતી.

સોહા અલી ખાન

soha ali khan

કૃણાલ ખેમુ સાથે લગ્નના બંધનમાં બંધાયેલ એક્ટ્રેસ સોહા અલી ખાન રોયલ, સિમ્પલ બ્રાઈડલ લૂકમાં વધારે સુંદર લાગતી હતી.

કરીના કપૂર

kareena kapoor

છોટે નવાબ સૈફ અલી ખાન અને કરીના કપૂરના મેરેજની ચર્ચા પણ ખૂબ થઈ હતી. આ મેરેજમાં જ્યાં એક તરફ બોલિવુડ સ્ટાઇલ જોવા મળી તો બીજી તરફ નવાબી શાન જોવા મળી હતી.

 ઈશા દેઓલ

esha deol

એક્ટ્રેસ ઈશા દેઓલ પોતાના મેરેજના અવસર પર સંપૂર્ણ રીતે ટ્રેડીશનલ ઇન્ડિયન બ્રાઈડ લૂકમાં જોવા મળી હતી.

The post કોણ છે બોલિવુડની સૌથી સુંદર Bride? appeared first on Vishva Gujarat.

જુઓ……ટેલીવિઝન કપલ્સના લેટેસ્ટ ‘lovey-dovey’ફોટોસ

$
0
0

રમણ અને ઈશિતા

Raman & ishita

રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

રિતિક અને શિવન્યા

Ritik and Shivanya

આજકાલ નાગિન સિરીયલની લોકપ્રિયતામાં વધારો થયો છે. સીરીયલમાં રિતિક અને શિવન્યાની જોડીને પણ દર્શક પસંદ કરી રહ્યા છે.

પંખુડી અને આદિત્ય

pankhuri and aadity

'પ્યાર કા દર્દ હૈં મીઠા મીઠા પ્યાર પ્યારા' માં પંખુડી અને આદિત્યની જોડી લોકોમાં ફેવરિટ હતી.

ઇશાની અને રણવીર

ishani and ranveer

'મેરી આશિકી તુમસે' સિરીયલમાં ઇશાની અને રણવીરની જોડી હોટ ફેવરેટ છે. સિરીયલમાં તેમની લવ લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. આ કપલની લવ કેમિસ્ટ્રી ઓન સ્ક્રીન ખૂબ જ સારી હતી.

કુંજ અને ટ્વિન્કલ

kunj and twinkle

ટશન- એ-ઈશ્કમાં કુંજ અને ટ્વિન્કલની જોડી કમાલની છે. દર્શકો આ જોડીને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

સ્વરા અને સંસ્કાર

swara and sanskar

સિરીયલ સ્વરાગીનીમાં સ્વરા અને સંસ્કારની લવ કેમિસ્ટ્રી યુનિક છે. સિરીયલમાં સ્વરા અને સંસ્કારની લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે પરંતુ તેઓ હંમેશા એકબીજાને સપોર્ટ કરતા હોય છે.

થપકી અને બિહાન

thapki and bihaan

સિરીયલ 'થપકી પ્યાર કી' માં થપકી અને બિહાનની જોડીને લોકો પસંદ કરી રહ્યા છે. થપકી અને બિહાનની લવસ્ટોરી પણ અલગ છે.

રાગિની અને લક્ષ

ragini and laksh

સિરીયલ સ્વરાગીનીમાં રાગિની અને લક્ષની જોડી સ્વરા અને સંસ્કારની જેમ ઓન સ્ક્રીન સારી લાગી રહી છે. રાગિની અને લક્ષની લવ કેમિસ્ટ્રી પણ સારી છે અને લોકો તેમને પસંદ પણ કરી રહ્યા છે.

સોનાક્ષી અને દેવ

sonakshi and dev

સિરીયલ 'કુછ રંગ પ્યાર કે ઐસે ભી' માં સોનાક્ષી અને દેવની લવ સ્ટોરી આધુનિક જમાનાની છે. બંનેની લવ કેમિસ્ટ્રી પણ લોકોને જોવી ગમે તેવી છે.

રજની અને શાન

rajni and shaan

સિરીયલ 'હમારી બહુ રજનીકાંત' ની સ્ટોરી ભલે અલગ હોય પરંતુ તેમાં રજની અને શાનની લવસ્ટોરી પણ યુનિક છે.

ધાની અને વિપ્લવ

dhani and viplav

સિરીયલ 'ઈશ્ક કા રંગ સફેદ' ની લોકપ્રિયતામાં વધારો થયો છે. દર્શક ધાની અને વિપ્લવની જોડીને પસંદ કરી રહ્યા છે. ધાની અને વિપ્લવની લવસ્ટોરી અલગ જ છે.

સ્વાધીનતા અને આદર્શ

swadhinta and aadarsh

સિરીયલ 'દહેલીઝ' માં સ્વાધીનતા અને આદર્શની લવસ્ટોરી ખૂબ સારી છે.

ગોપી અને અહેમ

gopi and ahem

સિરીયલ 'સાથ નિભાના સાથીયા' ની લોકપ્રિયતામાં વધારો થયો છે. લોકો આ સિરીયલને વધારે પસંદ કરી રહ્યા છે. ગોપી અને અહેમની જોડી પણ ફેમસ થઈ ગઈ છે.

The post જુઓ…… ટેલીવિઝન કપલ્સના લેટેસ્ટ ‘lovey-dovey’ ફોટોસ appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી Kajol નો જન્મદિવસ

$
0
0

Birthday Special Bollywood Actress Kajol

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી Kajol નો જન્મદિવસ

આજે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી Kajol નો જન્મદિવસ છે. બોલીવુડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી કાજોલની ગણતરી હિન્દી સિનેમાની મોસ્ટ ટેલેન્ટેડ અભિનેત્રીઓમાં થાય છે. આજના દિવસે ૫ ઓગષ્ટ ૧૯૭૪નાં રોજ જન્મેલી કાજોલને અભિનયની કળા વિરાસતમાં મળી છે. તેમની માતા તનુજા અને નાની શોભના સમર્થ પણ હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રીઓ હતો.

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી કાજોલનો જન્મદિવસ

કાજોલે વર્ષ ૧૯૯૨માં ફિલ્મ 'બેખુદી'થી પોતાની કારકિર્દી શરુ કરી હતી. ફિલ્મ ફ્લોપ થવાને કારણે કાજોલને દર્શકોએ ખારીજ કરી દીધી હતી. પરંતુ એના પછી શાહરૂખ ખાન સાથે આવેલી ફિલ્મ 'બાજીગર'એ કાજોલને ટોચ પર પહોચાડી દીધી છે. બાજીગર પછી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દુશ્મન જેવી ફિલ્મોને કારણે કાજોલની ગણતરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થવા લાગી છે.

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી કાજોલનો જન્મદિવસ

પોતાના દમદાર અભિનયને કારણે પોતાના બે દશકનાં લાંબા અભિનયની કારકિર્દીમાં ૭ વખત ફિલ્મફેર એવોર્ડ જીત્ય છે. આના સિવાય તેમણે વર્ષ ૨૦૧૧માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવી હતી.

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી કાજોલનો જન્મદિવસ

તમને જણાવી દઈએ કે લાંબા સમયથી રાહ જોયા પછી કાજોલ ફરી એકવાર રૂપેરી પડદા પર નજર આવવાની છે. ખાસ વાત એ છે કે કાજોલ રોમાન્ટિક કિંગ શાહરૂખ સાથે પડદા પર રોમાન્સ કરતી નજર આવશે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'દિલવાલે'માં શાહરૂખ સાથે કાજોલ, વરુણ ધવન અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
જુઓ આગળ વધુ ફોટોસ.....

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી કાજોલનો જન્મદિવસ

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી કાજોલનો જન્મદિવસ

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી કાજોલનો જન્મદિવસ

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી કાજોલનો જન્મદિવસ

આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી કાજોલનો જન્મદિવસ

The post આજે છે બોલીવુડની ગ્લેમરસ અભિનેત્રી Kajol નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

શાહરૂખ ખાનની ફિલ્મ ‘Jab Harry Met Sejal’બોક્સ ઓફિસ પર ના કરી શકી કોઈ કમાલ

$
0
0

Jab Harry Met Sejal

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'Jab Harry Met Sejal' થી દર્શકોને વધારે આશા હતી. છેલ્લા કેટલાક સમયથી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર રીલીઝ થઇ હતી, પરંતુ તે કંઈ ખાસ કમાલ કરી શકી નહિ. પરંતુ જ્યારે જબ હેરી મેટ સેજલ ફિલ્મ રીલીઝ થઇ તો તે પણ દર્શકોને ઈમ્પ્રેસ કરવામાં નિષ્ફળ નીવડી છે. ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે લગભગ 15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હવે જોવું રહ્યું કે આવનારા સમયમાં ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરે છે કે નહિ.

ફિલ્મની સ્ટોરી ટુરીસ્ટ ગાઈડ હેરી એટલે કે, શાહરૂખ ખાન અને એક ગુજરાતી યુવતી સેજલ (અનુષ્કા શર્મા) ની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત યુકેથી થાય છે. જ્યાં સેજલ તેના મંગેતર સાથે સગાઈ કરે છે. જ્યારે આ કપલને ઇન્ડિયા પરત આવવાનું હોય છે ત્યારે સેજલની સગાઈની રિંગ ખોવાઈ જાય છે. તેવામાં સેજલ તેની રિંગ શોધવા ત્યાં રોકાઈ જાય છે. ત્યારે તેની મુલાકાત ટુરિસ્ટ ગાઈડ હેરી સાથે થયા છે. જેની મદદથી તે રિંગની શોધ કરે છે પરંતુ તે દરમિયાન સેજલ અને હેરી એકબીજાને લવ કરવા લાગે છે. જો કે, સેજલ તેને વારંવાર કહે છે કે, રિંગ મળતા તે ત્યાંથી જતી રહેશે. તેવામાં હવે સેજલને રિંગ મળે છે કે નહિ? અનુષ્કા અને શાહરૂખની લવસ્ટોરીમાં શું ટ્વીસ્ટ આવશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડીરેક્શન સારું છે. તેની સાથે સિનેમેટોગ્રાફી પણ કમાલની છે. ફિલ્મની સ્ટોરીમાં કોઈ નવીનતા નથી. ફિલ્મમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ શ્રેષ્ઠ એક્ટિંગ કરી છે. અનુષ્કાએ ગુજરાતી ગર્લની એક્ટિંગ ખૂબ સારી કરી છે. ફિલ્મનું મ્યુઝિક ઠીકઠાક છે. જો તમે શાહરૂખ અને અનુષ્કાના ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post શાહરૂખ ખાનની ફિલ્મ ‘Jab Harry Met Sejal’ બોક્સ ઓફિસ પર ના કરી શકી કોઈ કમાલ appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટર Dilip Kumar ની તબિયતમાં સુધારો

$
0
0

Dilip Kumar

Dilip Kumar ના ફેંસ માટે એક રાહતના સમાચાર છે. પ્રાપ્ત માહિતી મુજબ, Dilip Kumar ની તબિયતમાં ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે. બુધવારે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દિલીપ કુમારને કિડનીની સમસ્યા અને હિમોગ્લોબીન ઘટી જવાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે દિલીપ કુમારની તબિયત પહેલા કરતા સારી છે. બોલિવુડ એક્ટર દિલીપ કુમારની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી રહેતી નથી અને દિલીપ કુમારનાં ફેંસ દરેક સમયે તેમની સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા હોય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દિલીપ કુમારને બુધવારે ૧૨ વાગ્યે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઈસીયુમાં લઇ જવામાં આવ્યા હતા. આ સિવાય દિલીપ કુમારના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દિલીપ કુમારની સાથે તેમની પત્ની સાયરા બાનો પણ છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટ્રેજેડી કિંગથી ફેમસ અભિનેતા દિલીપ કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું હતું કે, તેમને પગમાં સોજા હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટર દિલીપ કુમાર અત્યારે બીમારીવશ રહે છે અને તેમના ફેંસ તેમની તબિયતની દરેક ક્ષણની માહિતી જાણવા માંગે છે. જેના માટે હવે દિલીપ કુમાર સોશિયલ મીડિયા સાથે જોડાઈ ગયા છે. જી હાં, સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક દ્ધારા દિલીપકુમાર તેમના ફેંસની સાથે ઈંટરેક્ટ કરશે અને દિલીપ કુમારે સાયરા બાનોની સાથે એક વિડીયો શેર કર્યો હતો.

The post બોલિવુડ એક્ટર Dilip Kumar ની તબિયતમાં સુધારો appeared first on Vishva Gujarat.

IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ

$
0
0

પ્રાચી દેસાઈ

prachi

બોલિવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ ભલે આજે બોલિવુડની ફેમસ અભિનેત્રી હોય પરંતુ શરૂઆત તેણે ટીવી સિરીયલથી કરી હતી. ત્યારે પ્રાચી ૧૭ વર્ષની હતી. ત્યારથી અત્યાર સુધી પ્રાચીના લૂકમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આજે અમે તમને બોલિવુડની એવી અભિનેત્રી વિષે જણાવીશું, જેમના લુકમાં મોટા ફેરફાર આવ્યા છે. તમે ફોટા દ્ધારા જુઓ કે, પહેલા તે કેવી દેખાતી હતી અને હવે આ અભિનેત્રીઓ કેવી નજર આવી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા......

એશ્વર્યા રાય બચ્ચન

aishwarya-rai

આલિયા ભટ્ટ

alia-bhatt

અનુષ્કા શર્મા

anushka-sharma

દીપિકા પાદુકોણ

deepika-padukone

હેમા માલિની

hema

જયા બચ્ચન

jaya

કાજોલ

kajol

કંગના રાનૌત

kangana-ranaut

કરીના કપૂર

kareena-kapoor

કરિશ્મા કપૂર

karisma-kapoor

કેટરિના કેફ

katrina-kaif

પ્રિયંકા ચોપડા

priyanka-chopra

રાણી મુખર્જી

Rani Mukherjee

રેખા

rekha

શિલ્પા શેટ્ટી

shilpa-shetty

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

સોનમ કપૂર

sonam-kapoor

શ્રીદેવી

Sridevi

તનુશ્રી દત્તા

tanushree-dutta

વિદ્યા બાલન

vidya-balan

The post IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ appeared first on Vishva Gujarat.

Bigg Boss નું નવું એલાન, શોમાં આવશે આ મોટો ટ્વીસ્ટ

$
0
0

Bigg Boss

કલર્સ પર પ્રસારિત થનાર શો Bigg Boss સીઝન ૧૧ બહુ જલ્દી શરુ થવાની છે. ટેલીવિઝન પર સૌથી ફેમસ આ શો એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે શોમાં એક નવો ટ્વીસ્ટ પણ જોડાઈ રહ્યો છે. કોમન મેન આ શો સાથે જોડાશે પરંતુ તેમને પૈસા આપવામાં આવશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, જે કોમન મેન આ શોમાં ભાગ લેશે તેમને પૈસા આપવામાં આવશે નહિ. તેઓ ફ્રીમાં બિગબોસ સાથે જોડાશે. આ લોકો બિગબોસના ઘરમાં થયેલ ટાસ્ક અને સારી ટીઆરપીના લીધે જ સ્પેશિયલ બોનસથી ફક્ત પૈસા કમાવી શકશે. તમને જણાવી દઈએ કે, આ વખતે એવા કન્ટેસ્ટંટની શોધ કરવામાં આવી છે, જેઓ એક ફેમિલીના હોય. આવા જ કેટલાક કન્ટેસ્ટંટ અને તેમની ફેમિલીને સિલેક્ટ પણ કરી લેવામાં આવી છે જેઓ બિગબોસના ઘરમાં એન્ટ્રી કરશે. તો હવે જોવું રહ્યું કે, શોના આ નવા ડ્રામાથી કેટલી ટીઆરપી વધે છે.

બિગબોસ સીઝન ૧૦ માં તમે જોયું હશે કે સેલિબ્રિટીઝ અને કોમનર્સ આ રિયાલીટી શોનો ભાગ બન્યા હતા. એક તરફથી આ શો નિર્માતાઓ માટે મોટુ રિસ્ક હતું કે, દસમી સીઝનમાં સેલિબ્રિટીઝ અને કોમનર્સને એકસાથે લાવવામાં આવ્યા હતા. તેની પહેલાની બધી સિઝનમાં બિગબોસનાં ઘરનો ભાગ ફક્ત સેલિબ્રિટી જ બન્યા છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. જેમાં સેલિબ્રિટીઝને ટક્કર આપી કોમન મેન મનવીર ગુર્જરે આ ટ્રોફી તેના નામે કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે, આ સીઝનને પણ સલમાન ખાન જ હોસ્ટ કરવાના છે.

સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે. શો ની પેટર્ન પ્રમાણે સલમાન ખાન દર અઠવાડિયાના અંતમાં 'વિકેન્ડ કા વાર' એપિસોડમાં આવે છે. વિકેન્ડમાં બિગબોસના ટાસ્કમાં સારું પરફોર્મ કરનાર કન્ટેસ્ટંટના સલમાન વખાણ કરે છે. તેની સાથે જે કન્ટેસ્ટંટ ટાસ્કમાં સારું પરફોર્મ કરતા નથી અને ખરાબ વર્તાવ કરે છે તો તેને ફટકાર પણ લગાવે છે.

The post Bigg Boss નું નવું એલાન, શોમાં આવશે આ મોટો ટ્વીસ્ટ appeared first on Vishva Gujarat.

પોતાની ફિલ્મોમાં Vidya Balan ને કાસ્ટ નહી કરે પતિ સિદ્ધાર્થ રોય કપૂર

$
0
0

Siddharth Roy Kapur won't cast wife Vidya Balan in his films

ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે પોતાના ઘરેલૂ ફિલ્મ બેનર 'રોય કપૂર ફિલ્મ્સ' ની આગેવાની કરીને એક નવી શરૂઆત કરી છે. પરંતુ તેમનું કહેવું છે કે તે પોતાની કોઈ પણ ફિલ્મ પ્રોજેક્ટમાં પોતાની પત્ની Vidya Balan, પોતાના ભાઈ આદિત્ય અને કુણાલ નહી લે. હાલમાં સિદ્ધાર્થે ત્રણ ફિલ્મોનાં પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

તેમને પૂછવામાં આવેલ સવાલ પર કે શું આશા કરવામાં આવે કે, આ ફિલ્મોમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા તમારી પત્ની Vidya Balan પણ હશે, 'જોકે, એક પરિવારનાં રૂપમાં અમે પ્રોફેશનલ અને વ્યક્તિગત કામને અલગ રાખવાનો નિર્ણય લીધો છે અને આ અમારા માટે સારું છે, કારણ કે, આ પ્રકારે અમે એકબીજાને સારી રીતે જાણી શકીએ છીએ.'

તો શું પોતાના ભાઈઓને પણ આ ફિલ્મોમાં નહી લે? જવાબમાં તેઓએ કહ્યું છે કે, 'હા! અમે બધા અત્યારે પોતાના રસ્તા પર ચાલીએ છીએ, પરંતુ અમે જે પણ કરીએ છીએ, તેના માટે એક બીજા પ્રતિ ઘણી જ સહયોગી છે.'

તેમની હાલમાં રીલીઝ થનારી ફિલ્મોમાં આમિર ખાન અભિનીત અંતરીક્ષ યાત્રી રાકેશ શર્માનાં જીવન પર બનનારી ફિલ્મ, વિજેન્દ્ર સિંહ નામની વ્યક્તિનાં જીવન પર ફિલ્મ, હેમા તેઓએ ઉત્તરાખંડનાં પૂરમાં પોતાની પત્ની લીલાને ખોઈ બેસે છે અને એક અન્ય ફિલ્મ એક પુસ્તક પર આધારિત છે.

The post પોતાની ફિલ્મોમાં Vidya Balan ને કાસ્ટ નહી કરે પતિ સિદ્ધાર્થ રોય કપૂર appeared first on Vishva Gujarat.

ટીવીનો પોપ્યુલર શો Beyhadh થશે ઓફ એર, શોને રિપ્લેસ કરશે ‘કેબીસી’

$
0
0

Amitabh Bachchan’s KBC to replace Beyhadh Shaw

ટેલીવિઝનની હોટ અભિનેત્રી જેનિફર વિંગેટ અને કુશાલ ટંડનનાં શો 'Beyhadh' ને દર્શકોએ ઘણો જ પસંદ કર્યો છે, પરંતુ આ શો જલ્દી જ બંધ થઇ જશે. જીહા! તમે સાચું સાંભળ્યું, આ શો હવે ઓફ એર થશે, પરંતુ દર્શકોએ નિરાશ થવાની જરૂર નથી. આ શોને જે શો રિપ્લેસ કરવાનો છે તે બીગ બી એટલે કે અમિતાભ બચ્ચનનો શો 'કોન બનેગા કરોડપતિ' જેને દરેક ઉંમરનાં લોકો પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે, કેબીસીનું રજીસ્ટ્રેશન કેટલાક મહિના પહેલા જ શરુ થઇ ગયું છે. 'બેહદ' ની ટીમ ૨૨ ઓગસ્ટે પોતાનો અંતિમ એપિસોડ શૂટ કરશે અને ત્યાર બાદ બીગ બી પોતાના શોને લઈને તેની જગ્યાએ આવશે. મહાનાયકનાં શો કેબીસીને લઈને દર્શકોમાં ઘણો જ ઉત્સાહ છે અને તે ઈચ્છે છે કે, શો જલ્દી જ ટીવી પર આવે જેથી તે પોતાના પસંદગીનાં શોનો આનંદ ઉઠાવી શકે.

ઉલ્લેખનીય છે કે, માયાનો રોલ પ્લે કરનાર જેનિફર વિંગેટે મુંડન કરાવી દીધું છે. જેનિફર વિંગેટે પોતાની ઓળખ છુપાવવા માટે માથાના વાળ કાપી દીધા છે અને હવે તે સંન્યાસી બની ગઈ છે. ફોટા પરથી તે સ્પષ્ટ થાય છે કે, માયા હવે દુનિયાના સુખ અને દુઃખથી દૂર સંન્યાસી બની ગઈ છે.

The post ટીવીનો પોપ્યુલર શો Beyhadh થશે ઓફ એર, શોને રિપ્લેસ કરશે ‘કેબીસી’ appeared first on Vishva Gujarat.

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

$
0
0

Arjun Bijlani

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun

ટીવી સિરીયલ 'નાગિન' માં રિતિકનો રોલ પ્લે કરી ફેમસ થયેલ Arjun Bijlani નો નાનો પુત્ર પણ તેમના નકશે કદમ પર ચાલે છે. અયાનની ક્યારે, ક્યાં અને કેવી રીતે ટીવી પર એન્ટ્રી કરશે તેના વિશે અર્જુને કંઈ જણાવ્યું નથી. Arjun Bijlani નો પુત્ર એકદમ ક્યુટ છે.

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun1

જો કે, આપણે બધા જાણીએ છે કે, અર્જુન ડાંસ રિયાલીટી શો 'ઝલક દિખલા જા' ની નવમી સીઝનનો ભાગ બન્યા હતા અને આ શો ના એક ખાસ સેગમેન્ટમાં બધા કન્ટેસ્ટંટે પોતાની ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર સાથે ડાંસ કરવાનો હતો.

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun2

અર્જુને આ સ્પેશિયલ પરફોર્મન્સ માટે તેના પુત્રની પસંદગી કરી હતી અને 'બજરંગી ભાઈજાન' ના સોંગ પર ડાંસ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે, અર્જુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે અને તેઓ ઘણીવાર તેમના પુત્રની ક્યુટ ફોટો શેર કરતા હોય છે.  આગળ જુઓ વધુ ફોટા...

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun3

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun4

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun5

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun6

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun7

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun8

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun9

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun10

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun11

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun12

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun13

The post Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.

Raksha Bandhan Special : ભાઈ-બહેનનાં સંબંધોને દર્શાવતી બોલીવુડની ફિલ્મો

$
0
0

Raksha Bandhan

ફિલ્મ કાઈ પો છે

kai-po-che

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના સંબંધોને દર્શાવે છે. ભાઈ-બહેન વચ્ચેના ઝઘડા અને ખુબ જ પ્રેમની ઝલક બોલીવુડમાં પણ જોવા મળી છે. આવો જાણીએ એવી કેટલીક ફિલ્મો વિશે જેમાં જોવા મળ્યા હતા ભાઈ-બહેનના સંબંધો.

સુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ 'કાઈ પો છે'માં અમૃતા પૂરીએ તેમની બહેનની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ભાઈ-બહેનના પ્રેમને પરફેક્શન સાથે દર્શાવવામાં આવ્યો હતો.

ફિલ્મ અગ્નિપથ

agnipath

ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ' અગ્નિપથ'માં તેમની બહેન પ્રતિ પ્રેમ જોઇને કોઈનું પણ દિલ પીગળી જાય. ફિલ્મમાં ઋત્વિક પોતાની નાની બહેન 'શિક્ષા'ને ખુબ જ પ્રેમ કરે છે, જે નાનપણમાં તેમનાથી દુર થઇ જાય છે.

ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ

bhag-milkha-bhag

મિલ્ખા સિંહની લાઈફ પર બનેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'માં પણ ભાઈ-બહેનનો અતુટ સંબંધ જોવા મળ્યો હતો. ફિલ્મમાં દિવ્યા દત્ત ફરહાન અખ્તરની મોટી બહેન બની હતી.

ફિલ્મ માય બ્રધર નીખીલ

my-brother-nikhil

જુહી ચાવલા અને સંજય સૂરી સ્ટારર ફિલ્મ 'માઈ બ્રધર નીખીલ' ભાઈ-બહેનના નિસ્વાર્થ પ્રેમને દર્શાવે છે. આ ફિલ્મમાં જયારે જુહી ચાવલાને ખબર પડે છે કે નીખીલને એડ્સ છે તો જુહી તેમની બાંધી જવાબદારી ઉઠાવે છે.

ફિલ્મ ફીઝા

fiza

કરિશ્મા કપૂર અને ઋત્વિક રોશન સ્ટારર આ ફિલ્મ ભાઈ-બહેનના સંબંધ પર આધારિત હતી. આ ફિલ્મમાં કરિશ્મા પોતાના ખોવાયેલા ભાઈની શોધ કરતી નજર આવે છે. આ ફિલ્મને ખુબ જ પ્રશંસા મળી હતી.

The post Raksha Bandhan Special : ભાઈ-બહેનનાં સંબંધોને દર્શાવતી બોલીવુડની ફિલ્મો appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો Madhura Naik નો બોલ્ડ અવતાર

$
0
0

Latest Instagram Photos of Television Actress Madhura Naik

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો Madhura Naik નો બોલ્ડ અવતાર

ટીવી અભિનેત્રી Madhura Naik જે સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરીયલ ‘દિયા ઓર બાતી હમ’ ની બીજી સીઝનમાં ‘તુ સુરજ, મે સાંજ પિયાજી’ માં સાડી પહેરનારી એક સંસ્કારી મહિલા ‘પાલોમી’ ની ભૂમિકા નિભાવી છે.

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મધુરા નાયકનો બોલ્ડ અવતાર

પરંતુ મધુરા રિયલ જીવનમાં ખુબ જ બોલ્ડ છે. એવું અમે નથી કહી રહ્યા પરંતુ તેમની તાજા હોટ તસ્વીરો મધુરાની બોલ્ડનેસની જાણકારી આપી રહી છે.

Latest Instagram Pics of Television Actress Madhura Naik 10

ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલી તાજા તસ્વીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. પુલના કિનારે ટુ પીસ બિકીનીમાં મધુરાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મધુરા નાયકનો બોલ્ડ અવતાર

ટીવી સીરીયલમાં સરળ પાત્ર નિભાવનારી આ અભિનેત્રીની આવી અદાઓ તમે ક્યારેય પણ જોઈ નહિ હોય.

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મધુરા નાયકનો બોલ્ડ અવતાર

મધુરા એક લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીની ભાગ રહી છે. તે ઘણાં હીટ શો જેવા ‘વિદાઈ’, ‘દિલ મિલ ગઈ’, ‘નાગિન’ જેવી અન્ય પ્રખ્યાત સીરીયલોની ભાગ રહી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મધુરા નાયકનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મધુરા નાયકનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મધુરા નાયકનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મધુરા નાયકનો બોલ્ડ અવતાર

ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો મધુરા નાયકનો બોલ્ડ અવતાર

The post ઇન્સ્ટાગ્રામ ફરીથી જોવા મળ્યો Madhura Naik નો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

Kapil Sharma સાથે ચેનલે વધાર્યો કોન્ટ્રાક્ટ, બંધ નહિ થાય શો

$
0
0

Kapil Sharma

સુનીલ ગ્રોવર સાથે લડાઈ પછી Kapil Sharma ના શોની ટીઆરપી જે પ્રકારે ઘટી રહી હતી, તેનાથી ચર્ચા હતી કે, બહુ જલ્દી આ શો બંધ કરી દેવામાં આવશે. પરંતુ હવે સોની ચેનલે Kapil Sharma સાથે પોતાનો કોન્ટ્રાકટ એક વર્ષ માટે વધારી લીધો છે. ચેનલ તરફથી જારી કરવામાં આવેલ એક નિવેદનમાં આ કોન્ટ્રાકટ વધવાની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કપિલ શર્મા એક શ્રેષ્ઠ કોમેડિયન છે અને તેમના શોથી કરોડો દર્શકોના ચહેરા પર મુસ્કાન આવી જાય છે. આ કારણે ચેનલે તેમની સાથે કોન્ટ્રાક્ટ વધાર્યો છે. જો કે, કપિલ શર્માને પણ આ વાતથી રાહત મળી હશે. કારણકે તેઓ પણ છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા.

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્માના શોની ઓછી ટીઆરપી જોઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, આ શો બંધ થઇ જશે. પરંતુ ચેનલે કપિલનો શો બંધ ના કરતા તેની હરીફમાં બીજો એક નવો કોમેડી શો શરુ કર્યો છે. આ શોનું નામ ડ્રામા કંપની છે. તેમાં કૃષ્ણા અભિષેક, સુદેશ લહેરી, સુગંધા મિશ્રા, અલી અસગર જોવા મળી રહ્યા છે. પરંતુ આ શોની ટીઆરપીમાં કોઈ વધારો થયો નથી. એટલું જ શો બંધ થવાની ખબર પણ સામે આવી રહી છે.

ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

The post Kapil Sharma સાથે ચેનલે વધાર્યો કોન્ટ્રાક્ટ, બંધ નહિ થાય શો appeared first on Vishva Gujarat.

Dilip Kumar ની તબિયતમાં સુધારો, હોસ્પિટલમાંથી મળી રજા

$
0
0

Dilip Kumar

Dilip Kumar ને છેલ્લા કેટલાક દિવસથી ડિહાઇડ્રેશનના કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હવે Dilip Kumar ની તબિયત ઠીક છે અને આજે તેમને હોસ્પિટલ માંથી રજા મળી. આ માહિતી ટ્વીટર પર આપવામાં આવી છે. સારવાર દરમિયાન દિલીપ કુમારને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેમની સ્થિતિ ક્રિટીકલ છે. પરંતુ ત્યારબાદ હોસ્પિટલ તરફથી જારી કરવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. હોસ્પિટલ તરફથી એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, દિલીપ કુમાર જેટલી ઉંમરના વ્યક્તિની દેખરેખ આઈસીયુમાં થઇ શકે છે. આ કારણે દિલીપ કુમારને ત્યાં રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારની તબિયતમાં ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દિલીપ કુમારને કિડનીની સમસ્યા અને હિમોગ્લોબીન ઘટી જવાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે દિલીપ કુમારની તબિયત પહેલા કરતા સારી છે. તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટર દિલીપ કુમારની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી રહેતી નથી અને દિલીપ કુમારનાં ફેંસ દરેક સમયે તેમની સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટ્રેજેડી કિંગથી ફેમસ અભિનેતા દિલીપ કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું હતું કે, તેમને પગમાં સોજા હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

The post Dilip Kumar ની તબિયતમાં સુધારો, હોસ્પિટલમાંથી મળી રજા appeared first on Vishva Gujarat.

Latest Images